SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ નિવ શિવભૂતિ મુનિ ૨૨૩ तम्हा जहुत्तदोसे, पावंति न वत्थपत्तरहिया वि । तदसाहणं ति तेसिं, तो तग्गहणं न कुव्वंति ॥ २५८२ ॥ तहवि गहिएगवत्था, सवत्थतित्थोवएसणत्थंति । अभिनिक्खमंति सव्वे, तम्मि चुएऽ चेलया हुंति ॥ २५८३ ॥ ગાથાર્થ - સર્વે પણ તીર્થકર ભગવંતો નિરૂપણ ધીરજગુણ અને વજઋષભનારાચ સંઘયણવાળા હોય છે તથા ચાર જ્ઞાન અને અતિશય સત્ત્વથી (બળથી) સંપન્ન હોય છે તે કારણથી વસ્ત્ર અને પાત્ર રહિત હોય તો પણ યથોક્તદોષોને તેઓ પામતા નથી. તે કારણથી તે તીર્થકર ભગવંતોને વસ્ત્ર અને પાત્ર અસાધન છે તે માટે તેઓ તેનું ગ્રહણ કરતા નથી. તો પણ ગ્રહણ કર્યું છે એક દેવદુષ્ય વસ્ત્ર જેણે એવા તે તીર્થકર ભગવંતો “સવ” વઢવાળા જ તીર્થનો ઉપદેશ આપવા માટે જ સર્વે પણ તીર્થંકર ભગવંતો વસ્ત્ર સહિત જ સંયમ ગ્રહણ કરે છે. તે વસ્ત્ર નાશ પામે છતે પછીથી તેઓ અચેલક હોય છે. (પરંતુ પ્રારંભમાં સચેલક જ હોય છે.) || ૨૫૮૧-૨૫૮૨-૨૫૮૩ || વિવેચન - સર્વે પણ તીર્થકર ભગવંતો જેની ઉપમા ન આવી શકાય તેવા ધીરજગુણવાળા હોય છે તથા વજ ઋષભનારા નામના પ્રથમ સંઘયણવાળા હોય છે. છબસ્થાવસ્થામાં વર્તતા હોય ત્યારે ચાર જ્ઞાનના સ્વામી હોય છે. અતિશય સત્ત્વગુણથી સંપન્ન હોય છે. તથા અચ્છિદ્ર રૂપ છે બન્ને હાથ જેના (જના હાથમાંથી એક બિંદુ પણ નીચે પડે નહીં) એવા અછિદ્ર પાણિપાત્ર હોય છે. તથા જિત્યા છે સર્વે પણ પરિષહો જેણે એવા તે મહાપુરુષો હોય છે. તેથી તે મહાત્માઓને વસ્ત્ર-પાત્ર કદાચ ન હોય તો પણ સંયમની વિરાધના થવાના જે દોષો શાસ્ત્રમાં કહ્યા છે. તેમાંનો એક પણ દોષ તેઓને વસ્ત્ર-પાત્ર રહિત હોય તો પણ લાગતો નથી. તે કારણથી વસ્ત્ર કે પાત્ર તે મહાત્માઓને સંયમનું સાધન પણ નથી અને તેઓને વસ્ત્ર અને પાત્રની જરૂરિયાત પણ નથી. તે કારણથી અકિંચિત્થર હોવાથી તે તીર્થકર ભગવંતોને પોતાના સંયમી જીવનમાં જરા પણ ઉપકાર ન કરનારાં એવાં વસ્ત્ર અને પાત્રાદિનું ગ્રહણ તેઓ કરતા નથી. પ્રશ્ન :- તે તીર્થકર ભગવંતો તે વસ્ત્રાદિનું ગ્રહણ ન જ કરતા હોય તો “લ્વે વિ ફૂલેન નિયા” સર્વે પણ તીર્થકર ભગવંતો એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે દીક્ષા ગ્રહણ કરે છે. ઇત્યાદિ જે પાઠ છે. તે પાઠનો શું વિરોધ નહીં આવે ?
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy