________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૯૧ ગાથાર્થ :- જો પ્રતિ સમયે વસ્તુનો નાશ થતો હોય અને ક્ષણિક જ વસ્તુ હોય તો આદિ સમયથી જ (ચરમસમયે જેવો નાશ દેખાય છે તેવો જ) નાશ કેમ દેખાતો નથી? વસ્તુનો તે નાશ સર્વસમયોમાં સમાન હોવા છતાં પણ અન્તિમસમયમાં જ તે નાશ દેખાય છે માટે તે નાશ અંતે જ છે પણ અન્ય સમયોમાં તે નાશ નથી જ. ૨૪૧રા.
વિશેષાર્થ :- ઈતરથા = એટલે જો ચરમસમયે જ નાશ થતો ન હોય અને ક્ષણિકવાદ પ્રમાણે પ્રતિસમયે જ નાશ થતો હોય તો તે નાશ જેવો ચરમસમયમાં સર્વ સંસારી જીવો દ્વારા પ્રગટ થતો આ નાશ દેખાય છે. તેવો આદિ સમયથી જ એટલે કે પ્રથમસમયમાં દ્વિતીયસમયમાં એમ સર્વ સમયોમાં ઉત્પન્ન થતો આ નાશ સર્વ લોકો વડે કેમ દેખાતો નથી ?
આ નાશ છે સર્વ સમયોમાં = અર્થાતુ પ્રતિસમયમાં આ નાશ છે જ. પરંતુ પર્યન્ત જ આ નાશ દેખાય છે પણ આદિ સમય કે મધ્યસમયોમાં દેખાતો નથી. તેમાં અમે શું કરીએ ? છે તો સર્વસમયોમાં આ નાશ પણ દેખાય છે માત્ર ચરમ સમયમાં, વસ્તુનો આવો સ્વભાવ જ છે આથી વધારે પુંછવું નહીં. આવું જો તમે કહો તો. | પૃષ્ઠ = અમે તમને કહીએ છીએ કે વસ્તુનો અભાવ થવા રૂપ એવો આ નાશ સર્વસમયોમાં સમાન હોતે છતે નિર્વિશેષ સ્વરૂપવાળો છે તો પણ મુદ્દગરાદિ વડે સર્વનાશ કરાયે છતે અન્ત જ દેખાય છે પરંતુ આદિ મધ્ય વિગેરે અન્ય સમયોમાં તે નાશ તમારા વડે દેખાતો નથી. તો આમ થવામાં કારણ શું ? ક્ષણિકવાદ માનવામાં સર્વ સમયોમાં નાશ સરખો હોવા છતાં ચરમસમયે જ નાશ દેખાય. પણ બીજે ક્યાંય તે નાશ ન દેખાય આમ કેમ બને છે ? તેનું કારણ શું ? તે સ્પષ્ટપણે જણાવો.
કોઈ પણ મનફાવે તેવી માન્યતા માનવી અને સામે પ્રશ્નો આવે ત્યારે “પગ પહોળો કરવા” તે ઉચિત માર્ગ નથી. કલ્યાણકરનારો માર્ગ નથી. તમારી વાત જો સાચી જ હોય તો ચરમસમયની જેવો જ નાશ પ્રત્યેકસમયોમાં દેખાવો જોઈએ ? પ્રત્યેક સમયોમાં તેવો નાશ દેખાતો નથી. માટે આ ક્ષણિકપણાની વાત ઉચિત નથી. || ૨૪૧૨ ||
અવતરણ - ચરમસમયમાં કાર્ય થાય છે એટલે નાશ દર્શનરૂપ હેતુ છે. આમ સમજીને દૂષણ કહ્યું. પરંતુ પરમાર્થથી તો પર્યન્ત નાશ દર્શન રૂપ હતું જૈનોની દષ્ટિઓ તો અસિદ્ધ જ છે કારણ કે જૈનોને તો ચરમ સમયમાં પણ તે ઘટપટ આદિ પદાર્થોનો નાશ સ્વીકારાયો નથી. આ વાત સમજાવતાં કહે છે કે :
अंते व सव्वनासो पडिवन्नो केण जदुवलद्धीओ । कप्पेसि खणविणासं, नणु पज्जायंतरं तं पि ॥ २४१३ ॥