SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સમુચ્છેદવાદ નિતવવાદ ગાથાર્થ :- હે ક્ષણભંગવાદી ! ચરમસમયમાં પણ સર્વથા નાશ કોના વડે સ્વીકારાયો છે. કે જેની ઉપલબ્ધિથી તું તારા માનેલા ક્ષણિકવાદને કલ્પે છે ખરેખર તો તે નાશ પણ પર્યાયન્તરમાત્ર જ છે. પણ સર્વનાશ નથી જ. ॥ ૨૪૧૩ || ૯૨ વિશેષાર્થ :- અથવા તો કે ક્ષણિકવાદી બૌદ્ધ ! અન્તે એટલે કે ચરમ સમયમાં પણ,= જ્યારે મુદ્ગરાદિ વિનાશક પદાર્થનો યોગ થાય ત્યારે પણ ઘટાદિ પદાર્થનો સર્વથા નાશ તારા પ્રતિવાદી એવા ક્યા જૈન વડે સ્વીકારાયો છે ? કે જે જૈનની માન્યતા (ઉપલબ્ધિ) છે આમ સમજીને જેના દર્શનના (જેના સિધ્ધાન્તના) આલંબને તું તારા પોતાના માનેલા ઘટ-પટાદિના ક્ષણભંગવાદને કલ્પે છે સિદ્ધ કરી લે છે. કંઇક સમજ, મુદ્ગરાદિના સંનિધાનમાં પણ જૈનો વડે ઘટનો સર્વથા નાશ નથી સ્વીકારાયો કે જેનો દાખલો લઇને તું તારા માનેલા ક્ષણભંગવાદને સિદ્ધ કરી શકે. પ્રશ્ન :- ઘટના નાશના ચરમસમયે જૈનોએ શું ઘટનો સર્વથા નાશ નથી સ્વીકાર્યો? તો શું માન્યું છે ? ઉત્તર ઃ- જે અવસ્થામાં ઘટ દેખાતો નથી. ત્યાં પણ કપાલ તો (ઠીકરાં તો) દેખાય જ છે. આથી તત્ = આ સર્વનાશ કેમ કહેવાય ? ખરેખર તો માટી રૂપે અવસ્થિત એવું તે ઘટદ્રવ્ય, ભૂતકાલીન અને ભાવિકાલીન પર્યાયની અપેક્ષાએ પર્યાયાન્તર જ પામ્યું છે. કપાલાદિ (ઠીકરાં આદિ) જે વિશેષ અવસ્થા દેખાય છે તે પર્યાયવિશેષ જ છે. પરંતુ તે અવસ્થામાં પણ ઘટનો સર્વથા નાશ થયો જ નથી. જો સર્વથા નાશ થયો હોય તો માટી રૂપે પણ અભાવ થયેલો હોવો જોઇએ પણ તેમ થતું નથી. જો થતું હોય તો તે ઘટના ઠીકરાં (કપાળ) પણ માટી રૂપે ત્યાં ન હોવાં જોઈએ. ભૂતલ કોરૂ દેખાવું જોઇએ અર્થાત્ “અમૃદ” રૂપે બનવાની આપત્તિ આવે ॥ ૨૪૧૩ ॥ અવતરણ :- અથવા તો માનો કે તમે કહો છો તેમ ઘટનો નાશ થાય ત્યારે સર્વથા ઘટનો નાશ થાય છે આમ ક્ષણિકપણું માની લો અને તેની સિદ્ધિ કદાચ તમે કરો. તો પણ આ ક્ષણિકત્વની સિદ્ધિ સર્વવ્યાપી “સર્વ ક્ષળિમ્' આ સિદ્ધ થતું નથી. તે વાત જણાવતાં કહે છે કે : जेसिं व न पज्जंते विणासदरिसणमिहंबराईणं । तन्निच्चब्भुवगमओ, सव्वक्खणविणासिमयहाणि ॥ २४१४ ॥ ગાથાર્થ :- જે પદાર્થોમાં પર્યન્તે વિનાશ થવાનું દર્શન થતું નથી તેવાં અંબર (આકાશ) આદિ પદાર્થોનું નિત્યપણું સ્વીકારવાથી સર્વ વસ્તુઓ ક્ષણિક છે આ મતની હાનિ થાય જ છે. || ૨૪૧૪ ||
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy