________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૩૯ जइ जिणमयं पमाणं, तुह तो मा मुयसु वत्थ-पत्ताई । पुव्वुत्तदोसजालं लब्भिसि मा समिइघायं च ॥ २६०४ ॥ अणुवालेउमसत्तोऽपत्तो न समत्तमेसणासमिइं । वत्थरहिओ न समिओ, निक्खेवादाणवोसग्गा ॥ २६०५ ॥
ગાથાર્થ - જો તું જિનેશ્વર પ્રભુના મતને પ્રમાણ માનતો હોય તો વસ્ત્ર અને પાત્રનો ત્યાગ ન કર. જો ત્યાગ કરીશ તો પૂર્વે કહેલા દોષોની જાળ લાગશે અને ઇર્યાસમિતિ આદિનો ઘાત થશે. // ૨૬૦૪ ||
પાત્ર વિનાનો જીવ ઇસમિતિ પાળવાને અસમર્થ છે. અને વસ્ત્ર રહિત આત્મા આદાનભંડમત્તનિફખેવણાસમિતિ અને પારિઠાપનિકાસમિતિ અને ઉપલક્ષણથી ભાષા સમિતિ પાળવાને અસમર્થ છે. || ૨૬૦૫ /
વિવેચન :- જો તને જિનેશ્વર પ્રભુનો મત પ્રમાણસર લાગતો હોય અને જિનેશ્વરની વાણી માન્ય રાખવી જ હોય તો વસ્ત્ર અને પાત્ર આ બન્નેનો ત્યાગ ન કર. કારણ કે ગાથા નંબર ૨૫૭૫ આદિમાં કહ્યા પ્રમાણે જયારે ઘણી જ ઠંડી હોય ત્યારે શરીરથી સહન ન થાય ત્યારે કાં તો ઘાસનો ઢગલો કરી તાપણું કરવું પડે. અથવા લાકડાં સળગાવવાં પડે તેમાં અનેક દોષોની જાળ લાગે તે દોષજાળ ન લાગે તેટલા માટે વસ્ત્રપાત્રનો ત્યાગ ન કર.
તથા વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરવામાં પાંચ સમિતિનો ઘાત થાય છે. તે ન થાય તેટલા માટે પણ વસ્ત્ર-પાત્ર રાખવું જરૂરી છે.
પ્રશ્ન :- પાત્રાદિ ન હોય તો કઈ કઈ સમિતિનો કેવી રીતે ઘાત થાય છે ?
ઉત્તર :- અપાત્ર (પાત્રો વિનાનો) સાધુ આહાર-પાણી લાવવામાં સમસ્ત એવી એષણા સમિતિનું પાલન કરવાને સમર્થ બનતો નથી. કારણ કે લબ્ધિઓ પ્રગટ નથી. હાથમાંથી આહાર ઢોળાયા વિના રહે જ નહીં. ત્યાં જીવહિંસા પણ અવશ્ય થાય. તથા વસ્ત્ર વિનાનો સાધુ આદાનભંડમત્તનિષ્ણવણાસમિતિ પાળી શકે નહીં તથા ઠલ્લા-માત્રુ વિગેરે કરવા માટે તે તે સ્થાને જવા-આવવાનો વ્યવહાર પાળી શકે નહીં. તેથી પારિષ્ઠાપાનિકાસમિતિ પણ પાળી શકે નહીં. | ઉપલક્ષણથી (એટલે ગાથામાં નથી લખ્યું તો) પણ ભાષાસમિતિ પણ પાળી શકાય નહીં. કારણ કે વસ્ત્રાદિ ન રાખો તો મુહપત્તિ અને રજોહરણાદિ ન હોવાથી આ સમિતિ પણ પાળી ન શકાય. અને મુહપત્તિ તથા રજોહરણ વિના યથોક્ત ત્રણ સમિતિ પાળવી શક્ય નથી. || ૨૬૦૪-૨૬૦૫ ||