________________
૭૫
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
અવતરણ - નિયુક્તિની આ બન્ને ગાથા ઉપર ભાષ્યકાર મહારાજા કહે છે કે - नेउण मणुप्पवाए अहिज्जओ वत्थुमासमित्तस्स । एगसमयाइवोच्छेय सुत्तओ नासपडिवत्ती ॥ २३९१ ॥ उप्पायाणंतरओ सव्वं चिय सव्वहा विणासित्ति । गुरुवयणमेगनयमयमेयं मिच्छं न सव्वमयं ॥ २३९२ ॥
ગાથાર્થ - અનુવાદ નામના પૂર્વમાં આવેલી નૈપુણિક નામની વસ્તુનો અભ્યાસ કરતા એવા અશ્વમિત્ર નામના મુનિને પૂર્વે કહેલા “એક સમયમાં વસ્તુનો વિચ્છેદ થાય છે એવું કહેનારા સૂત્રનો અભ્યાસ કરતાં કરતાં ઉત્પત્તિની પછી બીજા જ સમયે તે વસ્તુ વિનાશ જ પામે છે” આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. ૨૩૯૧TI
ઉત્પાદ પછીના અનંતર સમયમાં જ વસ્તુનો સર્વથા વિનાશ થાય છે. આ એકનયનું વચન છે આમ ગુરુજીએ કહ્યું વળી કહ્યું કે આ સર્વનયનું વચન નથી. તો પણ અશ્વમિત્રે માન્ય ન રાખ્યું અને મિથ્યાત્વને પામ્યા. ll૨૩૯રા
વિશેષાર્થ - અનુપ્રવાદ નામનું જે પૂર્વ છે. તેમાં “નૈપુણ” નામની વસ્તુનો અભ્યાસ કરતાં કરતાં અશ્વમિત્ર નામના મુનિને પૂર્વમાં કહેલા “એક સમયમાં વસ્તુ વિનાશ પામે છે” ઇત્યાદિ વિષયને સમજાવતા સૂત્રમાંથી પ્રતિસમયે વસ્તુ નાશ જ પામે છે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક જ માત્ર છે. આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ.
વોડર્થ: કહેવાનો ભાવ શું છે ? તો કહે છે કે સર્વે પણ વસ્તુઓ “ઉત્પન્ન થતાંની સાથે જ તેના અનન્તર સમયે સર્વે પણ વસ્તુ વિનાશ પામે છે આવા પ્રકારનો ક્ષણિકવિચારનો બોધ ઉત્પન્ન થયો. પોતાનો આ વિચાર ઘણો મજબૂત થયો.
ત્યારે ગુરુજીએ તેને ઉત્તર આપ્યો (સમજાવવા પ્રયત્ન કર્યો) કે સર્વે પણ વસ્તુઓનું પ્રતિસમયે વિનાશપણું જ છે.તે ક્ષણે ક્ષણે પર્યાયને આશ્રયી વસ્તુ બદલાય જ છે એવા અભિપ્રાયવાળા ઋજાસૂત્ર નયને આશ્રયી આ દષ્ટિ છે. પરંતુ સર્વનયનો આ મત નથી. તેથી કોઈ પણ એક નયને જ માત્ર માની તેનો આગ્રહ રાખવો તે મિથ્યાત્વ માત્ર જ છે. આ પ્રમાણે ગુરુજીએ તે અશ્વમિત્રને સમજાવવા પ્રયત્ન કર્યો. ર૩૯૧-૨૩૯રા.
અવતરણ - ક્યા કારણે આ માન્યતા મિથ્યાત્વ માત્ર છે ? તે સમજાવે છે - न हि सव्वहा विणासोऽद्धापज्जाय मेत्तनासम्मि । सपर पज्जायणंत धम्मणो वत्थुणो जुत्तो ॥ २३९३ ॥