________________
ષષ્ઠમ નિતવ રોહગુપ્ત મુનિ
૧૪૫ લક્ષણવાળી બે જ રાશિને સ્વીકાર કર. અન્યથા એટલે કે જો તું બેરાશિ નહીં માને અને ત્રણરાશિ છે આમ જ સ્વીકારીશ તો મિથ્યાત્વ દોષ લાગશે.
શાસ્ત્રોમાં જ કહ્યું છે કે “સૂત્રમાં જણાવેલા એકપદને અથવા એક” અક્ષરમાત્રને પણ જે ન માને તે જીવ સૂત્રમાં કહેતું શેષ સઘળુંય માનતો હોય છતાં પણ મિથ્યાષ્ટિ જ કહેવાય છે માટે આવા પ્રકારનું પરમાત્માનું વચન હોવાથી એક પદ માત્રના વિવાદમાં પણ જો મિથ્યાત્વ આવે છે. તો પછી સકલ રાશિમાં વિવાદ કરવાથી તો તે મિથ્યાત્વ કેમ ન લાગે ? તે માટે કંઈક સમજ. અને આ મિથ્યા આગ્રહ ત્યજી દે. ||૨૪૭૯-૨૪૮૦
અવતરણ:- આ પ્રમાણે ઘણી ઘણી યુક્તિઓ વડે ગુરુજીએ સમાવવા છતાં જ્યારે રાહગુમ મુનિ ન સમજ્યા ત્યારે આગળ ઉપર રોહગુમ મુનિમાં શું થયું ? તે કહે છે :
एवं तु भण्णमाणो न पवज्जइ सो जओ तओ गुरुणा । चिंतियमणंतं पणो, नासिहिई मा बहुं लोगं ॥ २४८१ ॥ तो णं रायसभाए, निगिण्हामि बहुलोगपच्चक्खं । बहुजणनाओऽवसिओ, होही अग्गेज्झपक्खोत्ति ॥ २४८२ ॥
ગાથાર્થ :- આ પ્રમાણે ઘણું સમજાવવા છતાં જ્યારે તે રોહગુપ્ત મુનિ કોઈપણ રીતે સમજતા નથી ત્યારે ગુરુવડે આવો મનમાં વિચાર કરાયો કે આ જીવ માર્ગથી ભ્રષ્ટ થયેલો છે. (તે તો ભલે સમજતો નથી જ. પરંતુ) ઘણા લોકોને માર્ગથી ભ્રષ્ટ ન કરે તે માટે તેને રાજયસભામાં જ ઘણા લોકોની સમક્ષ વાદમાં નિગ્રહ કરૂં (હરાવું.) ઘણા લોકો વડે જણાશે કે આ રોહગુપ્ત મુનિ, ગુરુવડે વાદમાં જિતાયેલો છે. માટે અગ્રાહ્ય વચન વાળો છે. આપણે તેનું વચન સ્વીકારવા જેવું નથી. (જેથી અન્ય લોકો આવા મિથ્યામાર્ગને ન પામે.) | ૨૪૮૧-૨૪૮૨ |
વિવેચન :- આ ગાથાઓ ઘણી સુગમ છે તો પણ ભાવાર્થ આ પ્રમાણે છે ગુરુજી દ્વારા ઘણું ઘણું સમાવવા છતાં પણ આ રોહગુપ્ત મુનિ જ્યારે કંઈ સાચુ તત્ત્વ સમજતા જ નથી. ત્યારે ગુરુજીએ મનમાં આવો પાકો નિર્ણય કર્યો કે “રાજ્યસભામાં રાજા અને પ્રજાની સમક્ષ આ શિષ્યને વાદ કરીને જિતવા જેવો છે કે જેથી દુનિયાના બીજા લોકો તેના મિથ્યામાર્ગમાં ફસાય નહીં. અને કદાચ રાજયસભામાં હાર ખાય તો કદાચ માર્ગમાં પણ આવે. આવો વિચાર કરીને બહુલોકોની સમક્ષ રાજયસભામાં હું તેને વાદવિવાદમાં તેના ભલા માટે જિતું. આવો મનમાં વિચાર કરીને તેને અગ્રાહ્યવચન વચનવાળો બનાવું. આવો મનમાં પાકો વિચાર કર્યો. ૨૪૮૧-૨૪૮૨ા.