________________
૧૮૮
અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ
(૫) સર્વ વ્રત પાળવાનો નિયમ પણ રહેશે નહીં. શક્તિનું જ આલંબન લઇને વ્રતપાળનાર કહેશે કે મારી તો આટલી જ શક્તિ છે. એટલે કોઇક સાધુ એક વ્રત પાળશે. કોઇક બે વ્રત પાળશે. કોઇક ત્રણ વ્રત પાળશે. પણ પાંચે મહાવ્રત પાળવાનો નિયમ રહેશે નહીં.
(૬) જો ખરેખર આમ જ હોય તો એક વ્રત માત્ર પાળવાથી પણ આ જીવ સાધુ કહેવાશે. આ રીતે જૈન દર્શનથી ઘણું જ વિરુદ્ધ થશે. જેથી આ તમારી વાત બરાબર નથી. ।। ૨૫૩૬-૨૫૩૭ ॥
અવતરણ :- અમિાન શબ્દનો અર્થ શક્તિ તમે ન કરો અને સર્વ પણ ભવિષ્યકાળ ‘“સર્વાંગિનાવતા તા” આવા અર્થવાળો બીજો પક્ષ જો કહો તે પણ ઉચિત નથી. આ વાત જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે ઃ
अहवा सव्वाणागयकालग्गहणं मयं अपरिमाणं । तेणापुण्णपइण्णो मओ वि भग्गवओ नाम ॥ २५३८ ॥ सिद्धो वि संजओ च्चिय, सव्वाणागयद्धसंवरधरोत्ति । उत्तरगुणसंवरणाभावो च्चिय सव्वहा चेव ॥ २५३९ ॥
ગાથાર્થ :- અથવા અરમાળ શબ્દનો અર્થ જો ભાવિના સર્વ કાળનું ગ્રહણ કરવાનું માનશો તો અપૂર્ણ પ્રતિજ્ઞાવાળો તે જીવ મૃત્યુ પામશે ત્યારે વ્રતભંગ જ થશે. સિદ્ધ પરમાત્મા પણ તમારા મતે સાધુ જ કહેવાશે. કારણ કે તે સિદ્ધ ભગવંતો તો સર્વભાવિકાલના સંવરને ધારણ કરનારા જ છે. તથા ઉત્તરગુણ સંવરણનો (પોરિષી સાઢ પોરિષી એકાશન બીયાસણ આયંબીલ આદિનો) સર્વથા સર્વકાળમાટે અભાવ જ થશે. આવા દોષો આવશે. ॥ ૨૫૩૮-૨૫૩૯ ॥
વિવેચન :- ઉપરની ગાથા નં. ૨૫૩૬ અને ૨૫૩૭માં કહેલા દોષો જાણીને હવે કદાચ તમે અરિમાળ શબ્દનો અર્થ શક્તિ ન કરો પણ સર્વ એવો ભાવિકાળ આવો અર્થ અપરિમાણ શબ્દનો કરો તો એટલે કે હું જે વ્રત લઉં છું તે સર્વ પણ ભાવિકાળમાં પાળીશ. આ વ્રત ક્યારેય પણ છોડીશ નહીં આવો જો અર્થ કરશો તો આ જીવ મૃત્યુ પામ્યા બાદ દેવલોકાદિમાં જાય અને ત્યાં પાંચે ઇન્દ્રિયોના ભોગોને સેવે. ત્યારે આ સાધુ વ્રતભંગ વાળા જ બનશે. કારણ કે પોતાની કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ નથી. કારણ કે પ્રતિજ્ઞા તો એવી કરી હતી કે ભાવિના અપરિમિત સર્વકાળ સુધી હું આ નિયમ પાળીશ અને દેવલોકમાં જઇને આ જીવ ભોગો તો ભોગવે જ છે એટલે વ્રતભંગનો દોષ લાગશે.