________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
૫૭
કાલધર્મ પામ્યા. અને કાલધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં નિનિગુલ્મ વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા. ગચ્છની અંદર અનેક સાધુ હોવા છતાં કોઈ પણ વડે આ કિકત ન જણાઇ.
ત્યારબાદ અવધિજ્ઞાન વડે પૂર્વભવસંબંધી હકીકત જાણીને જોગમાં પ્રવેશેલા સાધુ મહાત્માઓ ઉપ૨ની અનુકંપાના કારણે મૃત્યુલોકમાં આવીને તે જ શરીરમાં દાખલ થઈને, સવારે ઉઠીને તેમના વડે સાધુ મહાત્માઓને કહેવાયું કે વૈરાત્રિક કાલને ગ્રહણ કરો. (કાલગ્રહણ કરો). જેથી સાધુમહાત્માઓએ તે પ્રમાણે કર્યું. અને શ્રુત જ્ઞાનના ઉદ્દેશા-સમુદ્દેશા અને અનુજ્ઞા વિગેરે તેઓ પાસે કરાયા. આ પ્રમાણે દૈવિક પ્રભાવથી તે દેવવડે તે સાધુઓના કાલભંગાદિ વિઘ્નોનું (દોષોનું) રક્ષણ કરતા (અર્થાત્ સાધુઓને દોષોથી બચાવતાં) જલ્દી જલ્દી જોગ પુરા કરાવ્યા. જોગો પુરાં થતાંની સાથે તુરત જ તે માનવભવના શરીરનો ત્યાગ કરીને દેવલોક તરફ જતા એવા તેમના વડે તે સાધુઓને કહેવાયું કે
સાધુઓ ! તમે મારી ક્ષમા કરજો તમે મને માફ કરજો કારણ કે અસંયમી થયેલા એવા મારા વડે તમારી પાસે મારા આત્માને વંદનાદિ કરાવાયા, તમે બધા ચારિત્રવાળા આત્માઓ. હું તો અમુક દિવસે કાલ કરીને દેવલોકમાં ગયેલો અર્થાત્ દેવ થયેલો છું છતાં તમારા ઉપરની અનુકંપાની બુદ્ધિથી અહીં આવ્યો છું અને તમને બધાંને અગાઢ જોગમાંથી પેલે પાર ઉતાર્યા છે. અર્થાત્ અગાઢજોગ પુરા કરાયા છે. ઇત્યાદિ યથાર્થ વાત કહીને સર્વ સાધુ મહાત્માઓને ખમાવીને પોતાના સ્થાને (દેવલોકમાં) ચાલ્યા ગયા.
ત્યારબાદ તે જોગ કરનારા સાધુઓ તેમના શરીરને પરઠવીને (અગ્નિસંસ્કાર માટે ગૃહસ્થોને આપીને-વોસિરાવીને) વિચરવા લાગ્યા. અહો ! આપણે બધાંએ અવિરતિજીવને ઘણો સમય વંદના કરી. તેથી હવે અન્ય સ્થાનોમાં પણ (બીજા મુનિઓના શરીરમાં)પણ શંકા થાય છે કે કોણ જાણે કોના શરીરમાં રહેલો આત્મા સાચો સાધુ છે ? કે આ દેવની જેમ અસાધુ છે ?
તેથી પરસ્પર વન્દન ન કરવું તે જ શ્રેયસ્કર માર્ગ છે. અન્યથા-જો એમ નહી કરીએ તો અસંયમીને વંદના થઈ જશે. અને મૃષાવાદનો દોષ લાગશે. આ પ્રમાણે તેઓને પોતાના ભારે કર્મોનો ઉદય થવાથી અપરિપક્વ બુદ્ધિવાળા તે સર્વે સાધુઓ અવ્યક્તવાદ નામના મતને સ્વીકારનારા થયા. પરસ્પર એકબીજાને વંદના કરતા નથી.
ત્યારબાદ બીજા સ્થવિર મહાત્માઓએ તેઓને કહ્યુ. જો તમને પરસ્પર સાધુપણાની