________________
૫૮ અવ્યક્તવાદ
નિતવવાદ શંકા જ છે. તો જે જીવે “હું દેવ છું” આમ કહ્યું. ત્યાં તમને શંકા કેમ થતી નથી. કે ખરેખર તે દેવ હતો કે અદેવ હતો ? સાધુઓએ આ સમજાવનારા વિરને કહ્યું કે “તેના વડે સ્વયં પોતાના વડે જ કહેવાયું હતું કે” હું દેવ છું અને તેનું દેવ પણાનું સ્વરૂપ જતી વખતે પ્રત્યક્ષપણે અમારા વડે જોવાયું છે. તેથી ત્યાં સંદેહ થતો નથી.
ત્યારબાદ સ્થવિર મુનિએ કહ્યું કે જો આમ જ છે તો જે આ મુનિઓ છે તે પણ પેલા દેવની જેમ જ કહે છે કે “અમે સાધુઓ છીએ” અને સાધુપણાનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય છે તો હવે તેમાં સંદેહ કરવાની જગ્યા જ ક્યાં છે ? કે જેથી તમે પરસ્પર નાના-મોટાને વંદના કરતા નથી.
“સાધુના વચન કરતાં દેવનું વચન વધારે સત્ય છે” આમ કહેવું ઉચિત નથી દેવનું વચન તો ક્યારેક ક્યારેક મશ્કરી આદિ માટે પણ હોય છે. જેથી મિથ્યા પણ હોય છે. પરંતુ સાધુનું વચન ક્યારેય મિથ્યા હોતું નથી. તેઓ મિથ્યાવચન બોલવાથી વિરમેલા
આ પ્રમાણે ઘણી ઘણી યુક્તિઓ વડે સમજાવવા છતાં પણ જ્યારે તેઓ સમજતા જ નથી. ત્યારે સ્થવિર મુનિઓ વડે તેઓને સમુદાયમાંથી દૂર કરીને બહાર કઢાયા. વિહાર કરતા કરતા તેઓ રાજગૃહી નગરીમાં આવ્યા.
ત્યાં મૌર્યવંશમાં ઉત્પન્ન થયેલો બલભદ્ર નામનો રાજા હતો. તે મહાવીર પ્રભુનો પરમ શ્રાવક હતો. તેથી તેના વડે આ વાત જણાઈ કે અવ્યક્તવાદી એવા નિકૂવો આ ગામમાં આવ્યા છે. ગુણશીલક નામના ચૈત્યમાં ઊતર્યા છે. તેથી પોતાના માણસોને મોકલીને તે રાજાવડે તે સાધુઓને રાજદરબારમાં લવાયા. અને આજ્ઞા કરી કે આ સાધુઓને “સુવડાવીને તેના ઉપર સૈન્ય ચલાવો, તેઓને મારી નાખવા માટે જ તેઓ ઉપર સૈન્ય ચલાવવાની આજ્ઞા કરી.”
ત્યારબાદ તેઓને મારી નાખવા માટે જ હાથી અને સૈન્ય લવાયે છતે તે મુનિઓ વડે કહેવાયું કે હે રાજન્ અમે જાણ્યું છે કે તમે મહાવીર પ્રભુના પરમ શ્રાવક છો. તો શ્રમણ એવા અમને આવી રીતે કેમ મારો છો ?
ત્યારે રાજાએ કહ્યું કે “તમારા સિદ્ધાન્ત પ્રમાણે તો કોણ જાણે કે “હું પણ શ્રાવક છું કે શ્રાવક નથી” અને તમે બધા પણ ચોર છો કે દુરાચારી છો કે કષાયી છો કે સાધુ છો ? આ પણ વાત કોણ જાણે છે ? તે સાધુઓ વડે કહેવાયું કે “હે રાજન્ અમે બધા સાધુ જ છીએ. પણ ચોર કે દુરાચારી કે કષાયી નથી.”