________________
તૃતીય નિહ્નવ આષાઢાભૂતિ મુનિ
૫૯
રાજાએ કહ્યું કે “જો આમ જ છે તો અવ્યક્તવાદિપણાથી નાના-મોટાને યથાયોગ્ય પ્રમાણે વંદના કેમ કરતા નથી. આવા પ્રકારનાં પ્રથમ કડકાઇવાળાં અને પછી કોમળતાવાળાં વચનો વડે તે મુનિઓને રાજાવડે સમજાવાયા.
ત્યારબાદ તે સાધુઓ રાજા વડે સારો બોધ પામ્યા, લજ્જા પામ્યા અને શંકા વિનાના બનીને સાચા માર્ગને પામ્યા. ત્યારબાદ રાજા વડે કહેવાયું કે “તમને સમજાવવા માટે જ (માર્ગમાં લાવવા માટે જ) મારા વડે આ સર્વ (કડકાઇનું નાટક) કરાયું હતું માટે તમે મને ક્ષમા આપો. આ વાર્તા અહીં સમાપ્ત થાય છે. (આ ગાથા નિર્યુક્તિની હોય એમ લાગે છે) || ૨૩૫૭ ||
અવતરણ ઉપર જે સમજાવ્યો તે જ અર્થ હવે ભાષ્યકાર મહારાજા કહે છે
गुरुणा देवी भूएण, समणरूवेण वाइया सीसा ।
सब्भावे परिकहिए, अव्वत्तयदिट्ठिणो जाया ॥ २३५८ ॥
·
ગાથાર્થ :- દેવ થયેલા એવા ગુરુ વડે શ્રમણના રૂપે આવીને શિષ્યોને વાચના આપી સાચી વાત જ્યારે કહી ત્યારે તેમાંથી જ અવ્યક્તવાદની દૃષ્ટિ શરૂ થઈ ॥ ૨૩૫૮ ॥
આ ગાથાનો ભાવાર્થ પૂર્વ ગાથામાં લગભગ સમજાવાઇ ગયો છે. અવતરણ : અવ્યક્ત ર્દષ્ટિવાળા સાધુઓ કેવી રીતે થયા ? તે કહે છે કેको जाणइ कि साहू, देवो वा तो न वंदणिज्जो ति । होज्जाऽसंजयनमणं, होज्ज मुसावायममुगोत्ति ॥ २३५९ ॥
ગાથાર્થ :- કોણ જાણે કે આ સાધુઓમાં ક્યો જીવ દેવ છે અને ક્યો જીવ સાધુ છે ? તેથી પરસ્પર કોઇને પણ વંદના કરવી નહીં. કારણ કે આપણે જાણતા ન હોવાથી અસંયમીને વંદના થઈ જાય. અને સાધુઓમાં “અમુક જીવ” વ્રતી છે. આમ બોલવામાં મૃષાવાદ નામનો દોષ લાગે. ॥ ૨૩૫૯ ||
વિવેચન :- સાધુના વેષને ધારણ કરનારો આ જીવ શું સાધુ હશે કે દેવ હશે ? આ વાત કોણ જાણે. આ બાબતમાં આપણે નિશ્ચય કરી શકતા નથી. કદાચ કોઇક આવો પ્રશ્ન અહીં કરે કે “આ સાધુ જ છે કારણ કે સાધુપણાનો વેશ છે તથા સાધુપણાની સમાચારી પણ પાલે છે માટે” તમારી જેમ જ આ સાધુ છે. આવું જો કોઈ કહે તો તે ન કહેવું કારણ કે આર્યાષાઢ નામના આચાર્ય મરીને દેવ થયેલા. અને જોગ પુરા કરાવવા આ શરીરમા પ્રવેશીને આચાર્ય તરીકેનો બધો જ વ્યવહાર કર્યો છે.
""