________________
૨૦૬ દિગમ્બર અવસ્થા
નિતવવાદ વિવેચન :- આ સંસારમાં એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ જેને તેને કષાયનું કારણ ન જ બને ? જો તું આવો જ આગ્રહ રાખીશ કે જેને તેને (અર્થાત્ કોઈને) પણ કષાયનું કારણ બને તે ન ગ્રહણ કરવા લાયક જ કહેવાય. જો આમ માનીશ તો શ્રત અને ચારિત્રના (જ્ઞાન-અને આચરણાના) ભેદથી ભિન્ન એવો ધર્મ પણ તારે સ્વીકારવા લાયક રહેશે નહીં. કારણ કે તે ધર્મ પણ કોઈકને તો કષાયનું કારણ બને જ છે.
વીતરાગ ભગવતે જણાવેલો ધર્મ તો દૂર રહો. પરંતુ ખુદ વીતરાગ ભગવંત મહાવીરસ્વામી પોતે જ ત્રણ ભુવનના બન્યું હોવા છતાં તથા નિષ્કારણ વાત્સલ્યભાવના સમુદ્ર હોવા છતાં પણ ગોશાળાને તથા સંગમ આદિ ઉપસર્ગ કરનારા જીવોને કષાયનું નિમિત્ત થયા જ હતા. વીતરાગ પરમાત્મા ત્રિભુવન બન્યું હોવા છતાં પણ જે ભારેકર્મી જીવો હોય છે તેવા જીવોને તેઓની પોતાની પ્રકૃતિથી જ ભગવાન ઉપર પણ દ્વેષભાવ થાય જ છે. તેથી જ જો આમ જ માનીશું તો વીતરાગ ભગવંતે કહેલો ધર્મ, તેમના કહેલા ધર્મને આચરવામાં જ એકનિષ્ઠાવાળા સાધુમહાત્માઓ, તથા દ્વાદશાંગી સ્વરૂપ જિનમત (જિનેશ્વર પરમાત્માએ બતાવેલો શ્રતધર્મ) આ સર્વે પણ ભાવો, ભારે કર્મી જીવોને એટલે કે દુઃખના જ એક સ્વરૂપાત્મક દીર્ઘભવ ભ્રમણાવાળા પ્રત્યેનીક જીવોને (નિહ્નવોને) કષાયનું નિમિત્ત બને જ છે. તેથી તે ધર્મ પણ ત્યજવા લાયક જ બની જશે. તથા સાધુસંતો અને જિનસિદ્ધાન્ત ઇત્યાદિ ઉપકારીભાવો પણ ત્યજવા લાયક જ બની જશે. અને આવું માનવું તે યુક્તિયુક્ત નથી.
તેથી “જે જે કષાયનું કારણ હોય તે તે ત્યજવા લાયક જ હોય” આ વાત અનૈકાન્તિક છે. નિશ્ચિત નથી. ઉપકારી ભાવો પણ અપકારી જીવોને કષાયહેતુ બને છે. તેથી તે ઉપકારી ભાવો ત્યજવા લાયક ગણાતા નથી. માટે આ બાબતનો સૂક્ષ્મતાથી તું વિચાર કર. ૨૫૫૯-૨૫૬૦ ||
અવતરણ - હવે આ દોષને દૂર કરવાની ઇચ્છાવાળા એવા પરના (શિવભૂતિના) અભિપ્રાયની શંકા કરીને પરિહાર કરતાં કહે છે.
अह ते न मोक्खसाहणमईए गंथो कसायहेऊ वि । वत्थाइ मोक्खसाहणमईए सुद्धं कहं गंथो ? ॥ २५६१ ॥
ગાથાર્થ - જો તે દેહ વિગેરે પદાર્થો મોક્ષના સાધન છે એમ સમજીને કષાય હેતુ હોવા છતાં પણ જો તે પરિગ્રહ સ્વરૂપ નથી ગણાતા. તો પછી વસ-પાત્રાદિ શુદ્ધ ઉપકરણો પણ મોક્ષનાં સાધન છે એવી મતિથી જો ગ્રહણ કરાય તો તેને ગાંઠરૂપ (પરિગ્રહસ્વરૂપ) કેમ ગણાય ? અર્થાતુ ન જ ગણાય. / ૨૫૬૧