SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ ૨૦૯ વસ્ત્રાદિની જેમ શરીર ખરીદી શકાતું નથી.) આ કારણથી જ વસ્ત્રાદિથી શરીર એ ઘણું જ દુર્લભતર છે. તથા (૧) શરીર તે જો કે આત્માથી ભિન્ન પદાર્થ છે તો પણ વસ્ત્રાદિની અપેક્ષાએ અન્તરંગ પદાર્થ છે (૨) વસ્ત્રાદિ કરતાં આ શરીર ઘણા દિવસ રહેનાર છે. (૩) શરીર તે વસ્ત્રાદિ કરતાં વિશિષ્ટતર કાર્ય કરનાર છે ઇત્યાદિ. કારણોને લીધે શરીર ઉપર તું વિશેષ મૂછને કરીશ. માટે મૂછના કારણે જો વસનો ત્યાગ કરીને નગ્નતા સ્વીકારાતી હોય તો વસ્ત્ર કરતાં પણ દેહનો જ ત્યાગ પ્રથમ કરવો જોઇએ. કારણ કે તે વિશેષ મૂછનું કારણ છે. પ્રશ્ન :- હવે કદાચ દિગંબરપક્ષવાળા આવો પ્રશ્ન કરે કે દેહાદિ માત્રમાં જે મૂછ છે તે ઘણી જ અલ્પ મૂછ છે. વસ્ત્રાદિ પરિગ્રહ ઉપરની જે મૂછ છે તે અતિશય ઘણી મૂછ છે. તેથી દેહાદિની જ માત્ર મૂછ હોતે છતે પણ તે મૂછ અલ્પમાત્રાવાળી હોવાથી નગ્ન સાધુઓ (અર્થાત્ દિગંબર સાધુઓ) અવશ્ય સિદ્ધિપદને પામશે. પરંતુ તમે શ્વેતાંબર સાધુઓ વસ્ત્રાદિ ઘણી વસ્તુઓ રાખતા હોવાથી બહુ પરિગ્રહવાળા છો તેથી તમે સિદ્ધિ પદને નહીં જ પામો. બહુ જ પરિગ્રહવાળા હોવાથી. ઉત્તર :- દિગંબરે ઉપર કહેલી દલીલ બરાબર નથી. કારણ કે વસ્ત્રાદિ રાખે તે વધારે પરિગ્રહવાળા અને નગ્ન રહે તે અલ્પપરિગ્રહવાળા છે. આ વાત સર્વથા ખોટી છે / ૨૫૬૨-૨૫૬૩-રપ૬૪ | वत्थाइगंथरहिया, देहाऽऽहाराइमित्तमुच्छाए । तिरिय-सबरादओ नणु, हवंति निरओवगा बहुसो ॥ २५६५ ॥ अपरिग्गहा वि परसंतिएसु, मुच्छा-कसाय-दोसेहिं । अविणिग्गहियप्पाणो, कम्ममलमणंतमज्जति ॥ २५६६ ॥ देहत्थवत्थ-मल्लाऽणुलेवणाऽऽभरणधारिणो केइ । उवसग्गाइसु मुणओ निस्संगा केवलमुर्विति ॥ २५६७ ॥ ગાથાર્થ - તિર્યંચો તથા ભિલ્લ વિગેરે હલકી જાતિના મનુષ્યો વસ્ત્રાદિ પરિગ્રહથી રહિત હોવા છતાં પણ શરીર અને આહારાદિની મૂછ વડે ખરેખર બહુજ વાર નરકમાં ઉત્પન્ન થનારા બને જ છે. તે ૨૫૬૫ || તિર્યંચો તથા ભિલ્લ આદિ હલકી પ્રકૃતિવાળા લોકો અર્થાતુ અનિગ્રહભૂત છે આત્મા જેનો એવા તે લોકો ધનાદિનો બહુ પરિગ્રહ ન હોવા છતાં પણ (એટલે
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy