________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૩૫ અવતરણ - ઔપચારિક અચેલક પણું જ હજી વધારે સમજાવે છે - परिसुद्ध-जुण्ण-कुच्छिय-थोवानिययनभोगभोगेहिं । मुणओ मुच्छारहिया संतेहिं अचेलया होंति ॥ २५९९ ॥
ગાથાર્થ - પરિશુદ્ધ (મુનિને કલ્પે તેવા), જીર્ણપ્રાય, અસાર, માત્રામાં સ્તોક અને અનિયત એવા ભોગ અને ઉપભોગ વડે ભોગવાતાં એવાં વસ્ત્રો મુનિને હોવાથી વસ્ત્રો હોવા છતાં પણ તે મુનિ અચેલક જ કહેવાય છે. || ૨૫૯૯ ||
| વિવેચન :- જૈન મુનિઓ (સાધુ અને સાધ્વીજી ભગવંતો) વસ્ત્રોવાળા છે છતાં વસ્ત્રો ઉપર મૂછ નથી તે માટે અચેલક કહેવાય છે. તથા વળી તે મુનિઓ કેવા પ્રકારના અલક છે?
પરિશદ્ધ આ શબ્દમાં તૃતીયા વિભક્તિનું બહુવચન હતું. પરંતુ તેનો લોપ થયેલો છે એટલે પરિશુદ્ધ અર્થાત નિર્દોષ એષણીય (અર્થાત મુનિને કલ્પે તેવાં) વસ્ત્રો પહેરતા હોવાથી ઉદ્ભટ કે ભભકાદાર વસ્ત્રો ન હોવાથી વસ્ત્ર છે તો પણ નથીનો જ વ્યવહાર થાય છે (૧)
તથા જીર્ણ થયેલાં વારંવાર બહુ દિવસોમાં વપરાયેલાં જ કપડાંથી શરીર ઢાંકે છે માટે જીર્ણપ્રાયઃ વસ્ત્રો હોવાથી તે વસ્ત્રો હોવા છતાં નથી એમ માનીને અચેલક કહેવાય છે. (૨)
તથા કુત્સિત એટલે અસાર બહુ જ ઓછી કિંમતવાળાં વસ્ત્ર હોવા છતાં શરીરની શોભા ન વધારે તેવાં (૩), તથા સ્તોક એટલે ગણવાના પ્રકારથી ઘણા હીન એક ઉપરનું અને એક નીચેનું એક માત્ર બે જ, કોઈ કોઈ ધર્મક્રિયાકાલે તો માત્ર એક નીચેનું જ, (૪) તથા અનિયતન્નભોગભોગ શબ્દના બે અર્થ ટીકાકારશ્રી કરે છે. (૧) અનિયતપણે છે ઉપયોગ જેનો એવાં તે ઉપર-નીચેનાં વસ્ત્રો રાખે છે. ઉપરનું વસ્ત્ર પ્રાયઃ ઓઢતા નથી ક્યારેક જ કોઈક સ્ત્રીવર્ગ વિગેરે આવ્યા હોય ત્યારે અંગ ઉઘાડું ન દેખાય તે માટે જ ઉપરનાં કપડાથી શરીર ઢાંકે છે. અન્યથા ખુલ્લુ જ રાખે છે તથા નીચેનું વસ્ત્ર પણ માત્ર શરીરના ગુપ્ત અંગોને ઢાંકવા પુરતુ જ રાખે છે પણ પગની પાની સુધી શરીરની શોભા વધે તેવાં રાખતા નથી.
આવાં વસ્ત્રો મુનિઓ રાખે છે છતાં વિશિષ્ટ અને ભભકાદાર વસ્ત્રો ન હોવાથી તેઓ અચેલક જ કહેવાય છે. તથા “ગન્ન મોર મોઢું” આવો પણ પાઠ જોડી શકાય છે. લોકો કપડાં પહેરે તેના કરતાં અન્યથા ઢબે ધારણ કરતા હોવાથી વસ્ત્ર હોવા છતાં પણ તેઓ અચેલક જ કહેવાય છે. અહીં નોવાક પ્રચાર મોજ માવનમ્ આવો સમાસ કરવો. મધ્યમ પદલોપી સમાસ જાણવો. પ્રવર શબ્દ મધ્યમ પદ છે તેનો લોપ સમજવો.