________________
દિગમ્બર અવસ્થા
નિઠવવાદ
૨૩૬
કપડાં પહેરવાની લોકમાં જે પદ્ધતિ રૂઢ છે તેના કરતાં જુદી રીતે જ્યાં શરીર ઢાંકવા પુરતો જ માત્ર વ્યવહાર છે પણ પાટલી વાળવી, ઈસ્ત્રી કરવી વિગેરે શોભા કરતા નથી. તેથી વજ્ર હોવા છતાં પણ તે અચેલક જ કહેવાય છે આવા પ્રકારનું અચેલકપણું લોકમાં રૂઢ છે.
અથવા પાણીના ઉંડાણમાં ગયેલો પુરુષ પોતાની કેડથી નીચેનું વસ્ત્ર ભીનું ન થઈ જાય તે માટે મસ્તક ઉપર વીંટે અને ઉંડા જલમાં તે ઉભો હોય ત્યારે વસવાળો હોવા છતાં વસ્ત્રવિનાનો કહેવાય તેમ, તથા સાધુ મહાત્માઓને ગાંઠ વિગેરે મારવાની ન હોવાથી વસ્ત્ર છે છતાં જાણે નથી આમ અનેક રીતે ઉપચાર કરાય છે.
અથવા પ્રાચીનકાળમાં મુનિઓ ચોલપટ્ટાના બન્ને બાજુના છેડા કોણીઓ વડે પકડી જ રાખતા હતા. ગાંઠ મારતા ન હતા તેથી લોકમાં વસ્ર પહેરવાની જે પ્રક્રિયા છે તેના કરતાં ભિન્ન રીતિ હોવાથી વસનો ઉપભોગ હોવા છતાં પણ જાણે વસ્ત્ર નથી એમ ઉપચાર કરીને અચેલકપણું જણાવ્યું છે.
આ પ્રમાણે પરિશુદ્ધ (૧), જીર્ણ ૨, કુત્સિત (૩) સ્તોક ૪, અનિયત અન્યભોગ ભોગ (૫), ઇત્યાદિ વિશેષણોથી વિશિષ્ટ વસ્ત્રનું ધારણપણું હોવાથી વસ્ત્રો હોવા છતાં પણ તેવા પ્રકારનું વિશિષ્ટ વસ્ત્રનું જે કાર્ય શરીરની શોભા વધારવી. વટ પાડવો. પ્રભાવ દેખાડવો ઇત્યાદિ કાર્ય ન થતું હોવાથી વજ્રો હોવા છતાં અચેલક જ કહેવાય છે.
તથા વસ્ત્રો પ્રત્યે મુનિઓને મૂર્છા ન હોવાથી મુનિઓ અચેલક કહેવાય છે. ઇત્યાદિ યુક્તિઓ શાસ્ત્રને અનુસારે જાણવી. ॥ ૨૫૯૯ ॥
અવતરણ :- કોઇક શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે કે વજ્ર જે રીતે પહેરવાં જોઇએ તેના કરતાં બીજી રીતે પહેર્યાં હોય તો શું ક્યાંય અચેલકપણાનો વ્યપદેશ થાય છે ? આવી કોઇ શંકા કરે તો તે જણાવતાં ગુરુજી કહે છે કે ઃ
जह जलमवगाहंतो, बहुचेलो वि सिरवेट्ठिय कडिल्लो ।
भाइ नरो अचेलो तह मुणओ संतचेला वि ॥ २६०० ॥
-
ગાથાર્થ :- જે જળમાં અવગાહન કરતો પુરુષ મોટા વસવાળો હોય તો પણ તે મોટા કેડ ઉપરના વસ્ર વડે વીંટ્યુ છે મસ્તક જેણે એવો પુરુષ વસવાળો હોવા છતાં પણ અચેલક જ કહેવાય છે તેમ મુનિઓ પણ વસવાળા હોવા છતાં પણ અચેલક જ કહેવાય છે. || ૨૬૦૦ ||
વિવેચન :- પાણીમાં ઉંડુ અવગાહન કરતો કોઈ મનુષ્ય નીચેના કટીભાગનું વસ ભીંજાઇ ન જાય તેવા આશયથી નીચેથી કાઢીને મસ્તક ઉપર વીંટે તેથી વજ્ર તળાવના જલથી ભીંજાય નહીં. આ રીતે તે પુરુષ વસવાળો છે તો પણ ગુપ્તભાગ અનાવરણ હોવાથી મસ્તક ઉપર વસ્ર હોવા છતાં પણ નગ્ન જ કહેવાય છે.