SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ ૨૩૭ તેની જેમ મુનિ મહાત્માઓ નાભિથી ઢીંચણ સુધી જ માત્ર વસ્ત્ર રાખતા હોવાથી વસ્ત્રવાળા હોવા છતાં પરિપૂર્ણ સર્વ અંગો ઢાંકતાં ન હોવાથી અચેલક જ કહેવાય છે વસ્ત્ર ધારણ કર્યું હોય પરંતુ યથાસ્થાને ધારણ ન કર્યું હોય તો અથવા યથાર્થ રીતે ધારણ ન કર્યુ હોય તો વસ્ર હોવા છતાં પણ અચેલક જ કહેવાય જ છે. તેમ અહીં સમજવું || ૨૬૦૦ || અવતરણ :- જીર્ણ વસ્ત્ર પહેર્યું હોય, અપુરતું વસ્ત્ર પહેર્યું હોય, કઢંગી રીતે વસ્ત્ર પહેર્યુ હોય તો વસ્ત્ર હોવા છતાં પણ અચેલકપણું લોકમાં રૂઢ છે તે સમજાવે છે. : तह थोव-जुन्न - कुच्छियचेलेहिं वि भन्नए अचेलो त्ति । નદ્દ સૂર સાતિય ! નવું તે પોત્તિ, નયા મોત્તિ ૫ ૨૬૦૨ ॥ ગાથાર્થ :- તથા સ્ટોક (થોડું અથવા નાનું) વસ્ર હોય અથવા જીર્ણ વસ્ર હોય, અથવા કુત્સિત (હલકું-ન શોભે તેવું) વસ્ર પહેર્યું હોય તો સચેલક હોવા છતાં પણ અચેલક જ કહેવાય છે. જેમ કે હે વણકર ! તું ઉતાવળ કર, મને મારૂં વજ્ર આપ. નગ્ન છું. (આવું બોલાય છે.) ॥ ૨૬૦૧ ॥ વિવેચન :- આ ગાથા પણ બહુ જ સુગમ છે. નન્હ તૂર ઇત્યાદિ ગાથાના ઉત્તરાર્ધમાં દૃષ્ટાન્ત છે. જેમ કોઇક સ્રી કટીભાગ ઉપર ઘણી જીર્ણ (જુની) અને બહુ જ છિદ્રો વાળી એક સાડી પહેરીને (અંદરના ભાગમાં ચણીયા વિગેરે બીજાં વસ્ત્રો પહેર્યા ન હોય) અને તે જીવ પાણીમાંથી બહાર આવીને તેની સાડી જેને વણવા માટે આપી છે તેવા વણકરને કહે છે કે, હે વણકર ! તું ઉતાવળ કર, જલ્દી કરીને મને મારી સાડી વણીને જલ્દી આપ. હું હાલ નગ્ન વર્તુ છું (અર્થાત્ મારી પાસે શરીર ઢાંકવા માટે બીજી કોઇ સાડી નથી. તેથી હું નગ્ન છું માટે મને મારૂં વસ્ર તુરત વણી આપ). આ રીતે આવા પ્રસંગમાં વસવાળી સ્રીમાં પણ પરિપૂર્ણ વસ્ત્ર ન હોવાથી, સુકાયેલાં વસ ન હોવાથી, સાડલાની અંદરના ભાગમાં ચણીયો વગેરે બીજી વજ્ર ન હોવાથી જેમ નગ્નતાનો ઉપચાર કરાય છે તેમ અહીં યથોચિત પરિપૂર્ણ (શરીર ઢાંકે તેવું વસ્ત્ર) ન હોવાથી અચેલકતાનો ઉપચાર કરાય છે. II૨૬૦૧ અવતરણ :- જે પૂર્વે કહ્યુ હતું કે ત્રણ સ્થાને વસ્ત્ર ધારણ કરાય છે. (ગાથાનું ૨૫૫૭) તે બાબતમાં પ્રત્યુત્તર આપતાં કહે છે કે : विहियं सुए च्चिय जओ, धरेज्ज तिहिं कारणेहिं वत्थंति । तेणं चिय तदवस्सं, निरतिसएणं धरेयव्वं ॥ २६०२ ॥ जिणकप्पाजोगाणं ही - कुच्छ - परीसहा जओऽवस्सं । ही लज्जत्ति व सो संजमो तदत्थं विसेसेणं ॥ २६०३ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy