________________
૧૬૨
અબદ્ધ કર્મવાદ
નિલવવાદ
શક સપ્તમ નિહર
અવતરણ - મા સમધિ હવે સાતમા નિધવની વાત કહે છે :पंच सया चुलसीया, तइया सिद्धि गयस्स वीरस्स । तो अबद्धियदिट्ठी, दसउरनयरे समुप्पन्ना ॥ २५०९ ॥
ગાથાર્થ - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને મોક્ષે ગયાને પાંચસોહ અને ચોર્યાસી (૫૮૪) વર્ષો પસાર થયાં હતાં ત્યારે દશપુર નામના નગરમાં આ સાતમા નિતવની ઉત્પત્તિ થઈ. જેનું વર્ણન હવે પછીની ગાથાઓમાં કરાય છે. || ૨૫૦૯ ||
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પરમાત્માને મોક્ષની પ્રાપ્તિ કર્યાને પાંચસોહ અને ચોર્યાસી (૫૮૪) વર્ષો પસાર થયાં હતાં ત્યારે દશપુર નામના ગામમાં આ સાતમા નિદ્વવની ઉત્પત્તિ થઈ. જેનું વર્ણન હવે પછીની ગાથાઓમાં કરવામાં આવે છે. || ૨૫૦૯ ||.
અવતરણ:- આ દ્રષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે જણાવે છે - दसउरनयरुच्छुघरे, अज्जरक्खिय पूसमित्ततिगयं च ।। गोठ्ठामाहिल नवमट्ठमेसु पुच्छा य विज्झस्स ॥ २५१० ॥
ગાથાર્થ - દશપુર નામના નગરમાં ઇશુગૃહ નામના સ્થાનમાં આર્યરક્ષિતસૂરિજી મ. શ્રી હતા. તેમને પુષ્પમિત્ર વિગેરે ત્રણ શિષ્યો થયા. તથા એક ગોષ્ઠમાહિલ નામના શિષ્ય હતા. તેઓને કર્મપ્રવાદ નામના આઠમા અને પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વનું વ્યાખ્યાન કરાતું હતું. ત્યારે કંઈક વિવાદ થયો. જે વિધ્યમુનિને પૂછાયો. || ૨૫૧૦ |
વિવેચન - ગાથાર્થ પ્રમાણે ઘણો સુગમ છે ગોઠામાહિલ નામના પૂજય આર્યરક્ષિત સૂરિજીના શિષ્ય આઠમા કર્મપ્રવાદ નામના પૂર્વનો અને નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વનો અભ્યાસ કરતા હતા. તે આર્યરક્ષિતસૂરિજી ગુરુજીને ધૃતપુષ્પમિત્ર, વપુષ્પમિત્ર અને દુર્બલિકાપુષ્યમિત્ર નામના ત્રણ શિષ્યો હતા. ત્યાં પૂર્વનો અભ્યાસ કરતા ગોષ્ઠમાહિલને વિવાદ થયો. જે તેઓએ વિધ્યમુનિને જણાવ્યો. || ૨૫૧૦ ||