________________
પંચમ નિહ્નવ આર્યગંગ આચાર્ય
૧૧૩ તો આ એક મોટી સભા છે.” આ દષ્ટાન્ત જાણવું. આ જ અનુમાનને વધારે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે :
સામે ઉભેલા અનેક સૈનિકો વિગેરેને સમુચ્ચયપણે જે આમ દેખવામાં આવે કે “આ એક અંધાવાર (છાવણી) છે. સૈનિકો છે. અથવા તો આ જૈનસંઘ છે આ પ્રમાણે જે સામાન્યપણે ઉપયોગ છે. તે સામાન્યમાત્રને જાણનારો ઉપયોગ તે સામાન્યોપયોગ કહેવાય છે. તેને જ એકોપયોગતા પણ કહેવાય છે. આવો સામાન્ય ઉપયોગ અનેકના વિષયવાળો એક સમયમાં હોય છે. પરંતુ અનેકના વિષયવાળો વિશેષપયોગ એક સમયમાં હોતો નથી.
પરંતુ જે વસ્તુવાર ભિન્ન ભિન્ન જે બોધ તે વિશેષોપયોગ જેમ કે “આ છાવણી છે. પરંતુ તેમાં આ જમણી બાજ) જે છે તે હાથીઓ છે. આ (ડાબી બાજુમાં) છે તે ઘોડાઓ છે તથા આ (સામે જે દેખાય છે તે) રથદળ છે તથા આ જ પાછળ દેખાય છે તે) પાયદળ છે. તેવી જ રીતે આ ખગ્ન (તરવારો છે અથવા તરવારધારી) છે. તથા આ ભાલાં છે (ભાલાં નામનું શસ્ત્ર છે અથવા ભાલાને ધારણ કરનારા છે)તેવી જ રીતે આ મસ્તકનું રક્ષણ કરનારા મુગુટવાળા છે અને આ શરીરનું રક્ષણ કરનારા બખરવાળા છે. તથા આ પટ (વસ્ત્રાદિ) છે. અને આ કુટિકા (ઝુંપડી) છે. આ દવાઓ છે આ પતાકાઓ છે. આ ઢક્કા નામનું વાજીંત્ર છે. અને શંખ નામનું વાજીંત્ર છે. તથા આ કાહલ નામનું વાજીત્ર છે. તેવી જ રીતે આ કરભ (ઉંટ વિગેરે) છે અને આ રાસભ (ગધેડા) વિગેરે પશુઓ છે. આવા પ્રકારનો વિભાગવાળો ભેદ પૂર્વકનો જે અધ્યવસાય છે. તે અનેકોપયોગ કહેવાય છે. આવા પ્રકારનો આ અનેકોપયોગ અર્થાત્ વિશેષોપયોગ એક સમયમાં અનેક વિષયનો સાથે થતો નથી. ૨૪૪૦-૨૪૪૧ ||
અવતરણ - આ જ પ્રમાણે એકોપયોગ અને અનેકોપયોગ એમ બે પ્રકારના ઉપયોગમાં તમારા વડે એકીસાથે કોનો નિષેધ કરાય છે ? તે સમજવે છે :
तेच्चिय न संति समयं, सामण्णाणेगगहणमविरुद्धं । एगमणेगं पि तयं, तम्हा सामण्णभावेणं ॥ २४४२ ॥
ગાથાર્થ :- અનેક એવા વિશેષો જ એક સમયમાં એક સાથે જણાતા નથી. આટલો જ નિષેધ અમારા વડે કરાય છે. પરંતુ સામાન્યપણે અનેકનું ગ્રહણ એકી સાથે થાય તેમાં કંઈ વિરોધ નથી. કારણ કે તે અનેક વિષયવાળું ગ્રહણ હોવા છતાં પણ સામાન્યભાવે એકરૂપ જ છે. ૨૪૪રા
વિવેચન : - તે અનેક ઉપયોગો જ એકીસાથે એક સમયમાં હોતા નથી આટલો જ અમારા વડે નિષેધ કરાય છે. પરંતુ સામાન્ય પણે અનેક પદાર્થોનું એકી સાથે ગ્રહણ