________________
૧૧ ૨ ક્રિયાઢયવાદ
નિહ્નવવાદ ઉત્તર :- સૂરિ મહારાજશ્રી તેનો ઉત્તર આપે છે કે “એકી સાથે અનેક ધર્મનું ગ્રહણ કરવામાં દોષ છે. આવું કોના વડે કહેવાયું છે? અમે અનેક ધર્મનું ગ્રહણ કરવામાં દોષ કહેતા જ નથી. પરંતુ કંઈક વાત વિસ્તારથી સમજો કે “વસ્તુનો બોધ બે રીતે થાય છે (૧) સામાન્ય રૂપે અને (૨) વિશેષ રૂપે. ત્યાં સામાન્ય રૂપે સેના-વન-ગ્રામ-નગરઆદિ પદાર્થોની જેમ અનેક અર્થો (પદાર્થો) સામાન્યપણે જણાય છે. તેમાં અમે નિષેધ કરતા નથી. તેમ અનેક ધર્મનું સામાન્ય માત્ર રૂપે ગ્રહણ થાય છે. પરંતુ વિશેષરૂપે અનેક વસ્તુનું ગ્રહણ એકીસાથે હોતું નથી આ વિષયનો વિચાર કરાય છે. વિશેષ ધર્મ જાણવામાં બે ઉપયોગ સાથે પ્રવર્તતા નથી. તે વિશેષ ધર્મને જાણવા સ્વરૂપ ઉપયોગ તો એકકાળે એક જ હોય છે પરંતુ અનેક ઉપયોગ એકીસાથે એક સમયમાં હોતા નથી. આમ અમારા વડે વિશેષ ધર્મ જાણવાના રૂપે બે ઉપયોગનો નિષેધ કરાય છે. ર૪૩૯
અવતરણ - ફરીથી શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુજી ઉત્તર આપે છે પર એવા શિષ્યના પ્રશ્નને રજુકરીને ઉત્તર આપતાં કહે છે કે
समयमणेगग्गहणे एगाणेगोपओग भेओ को ? सामण्ण मेगजोगो, खंधावारोवओगोव्व ॥ २४४० ॥ खंधारोऽयं सामण्णमेत्तमेवगोओगया समयं । पइवत्थुविभागो, पुण जो सोऽणेगोवओगत्ति ॥ २४४१ ॥
ગાથાર્થ - એકી સાથે અનેક અર્થનું યુગપપણે જો પ્રહણ થાય છે. તો એક અને અનેક ઉપયોગનો ભેદ શું છે? કે જેથી તમે એમ સમજાવો છો કે ઉપયોગની અનેકતા એકીસાથે હોતી નથી. તેનો ઉત્તર આ પ્રમાણે છે કે જે સામાન્યોપયોગ છે તે એકોપયોગ કહેવાય છે જેમકે આ સ્કંધાવાર (છાવણી) છે આ સામાન્યમાત્રને ગ્રહણ કરનારો એક ઉપયોગ છે. પરંતુ પ્રત્યેક વસ્તુવાર વિભાગવાળો જે બોધ તે અનેક ઉપયોગ કહેવાય છે. (તે એકસમયમાં થતો નથી.) ૨૪૪૦-૨૪૪૧||
વિવેચન :- “એકી સાથે અનેક અર્થ ગ્રહણ કરાય છે” આમ સ્વીકારવામાં એક અને અનેક જાણવા સ્વરૂપ ઉપયોગનો ભેદ શું છે ! તે તો સમજાવો કે જેથી “ઉપયોગની અનેકતા સાથે હોતી નથી પણ સામાન્ય એક ઉપયોગ હોય છે. આવું જે તમે કહો છો તે વાત અમને સમજાય.
મત્રોત્તરમાદ = ઉપરના પ્રશ્નનો અહીં ઉત્તર કહેવામાં આવે છે કે જે સામાન્ય ઉપયોગ છે તે એકોપયોગ કહેવાય છે. જેમકે “આ છાવણી છે. આ સૈન્ય છે. અથવા