________________
૧૩૬ ઐરાશિકમત
નિહ્નવવાદ - વિવેચન :- શસ્ત્રચ્છેદ આદિ દ્વારા જીવનો જો ટુકડા ટુકડાવાર નાશ થતો હોય તો ક્યારેક તેનો સર્વથા નાશ પણ થવાની આપત્તિ આવશે. તે આ પ્રમાણે જે જે વસ્તુનો ખંડ ખંડ નાશ થાય છે. તેનો સર્વથા નાશ પણ આ સંસારમાં થાય જ છે. જેમ કે ઘટપટ. ઘટ-પટનો ટુકડા ટુક્કા કરીને નાશ થાય છે. તેથી કાલાન્તરે આખો ઘટ નાશ પામી જાય અને ટુકડા કચરાપેટીમાં નાખી દેવા પડે, તથા પટના ટુકડા થતાં તેને પણ કચરા પેટીમાં જ નાખવા પડે તેમ જીવદ્રવ્યનો પણ ખંડ-ખંડ નાશ જો થતો હોય તો આ જેવદ્રવ્ય ખંડ ખંડ થતાં સર્વથા નાશ પણ પામે આવું પણ બને આમ માનવું પડે છે બરાબર નથી કારણ કે જીવદ્રવ્યને તત્ત્વાર્થ આદિ ગ્રન્થોમાં અનાદિ-નિત્ય માનેલું છે અને જ્ઞાનીઓએ તેમ જ કહેલું છે.
પ્રશ્ન :- પ્રવતુ પતલી = જીવનો ખંડ ખંડ નાશ માનો. એમાં શું દોષ છે ખંડ ખંડ નાશ પણ થાય આમ માનવામાં અમારૂં તો કંઈ જાતુ નથી. અમને તો કંઈ નુકશાન થતું નથી. તેથી એમ જ માનો ને ?
ઉત્તર :- તે વાત ઉચિત નથી કારણ કે ટુકડા ટુકડા થતાં જીવનો સર્વથા નાશ થાય છે આમ માનવું પડે. જીવદ્રવ્યનો સર્વથા નાશ માનવો તે યોગ્ય નથી. કારણ કે આમ માનવા જતાં જિનેશ્વર પ્રભુના મતનો ત્યાગ જ કરવો પડે. આ માન્યતા સ્વીકારતાં જિનમતનો ત્યાગ જ થાય.કારણ કે જિનમતમાં ચાર વસ્તુનો સર્વથા નાશ, અને અસત્ વસ્તુનો સર્વથા નવો ઉત્પાદ નિષેધેલો છે. તેનો સૂત્રપાઠ આ પ્રમાણે છે.
"जीवा णं भंते ! किं वड्ढति, हायंति अवट्ठिया ? गोयमा, नो वड्ढंति, नो हायंति, अवड्ढिया एव"
ભગવાન ! શું જીવો વધે છે શું જીવો ઘટે છે? કે શું જીવો અવસ્થિત જ છે ? હે ગૌતમ્ ! જીવો વધતા પણ નથી, જીવો ઘટતા પણ નથી. પણ જીવો અવસ્થિત છે. (નિયત સંખ્યામાં જ રહે છે.).
આ કારણથી જીવનો સર્વથા નાશ સ્વીકારે છતે જિનમતનો ત્યાગ જ થાય. અને આમ જીવદ્રવ્યનો નાશ માને છતે કાળાન્તરે સર્વજીવ દ્રવ્યોનો નાશ થયે થતે મોક્ષનો પણ અભાવ જ માનવો પડે. કારણ કે જયારે સર્વ જીવોનો નાશ થયો ત્યારે મોક્ષમાં જનાર કોઈ ન હોવાથી મોક્ષનો પણ નાશ જ થયો. અને જો મોક્ષનો પણ નાશ થતો હોય તો દીક્ષા ગ્રહણ કરવી ઇત્યાદિ કષ્ટકારી અનુષ્ઠાન કરવાનું પણ નિષ્ફળ જ થાય અને આમ માનતાં સર્વે પણ જીવોનો નાશ માને છતે સંસારની શૂન્યતા માનવાની પણ આપત્તિ આવે.