________________
સપ્તમ નિદ્ધવ ગોઠામાહિલ મુનિ
૧૮૩ પ્રશ્ન :- પ્રસ્તુત એવો જીવ અને કર્મનો જે એકમેક સંબંધ છે. તે ક્યા ક્યા ઉપાયો વડે દૂર કરી શકાય છે ?
ઉત્તર - પૂર્વે અમે કહ્યું જ છે કે “જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપ ઇત્યાદિની સાધના વડે આ સંબંધ દૂર કરી શકાય છે. મિથ્યાત્વાદિ બંધ હેતુઓ વડે જીવ અને કર્મનો સંયોગ જો કરાય છે. અર્થાત્ તે સંયોગ કૃત્રિમ છે. તો મિથ્યાત્વાદિના પ્રતિપક્ષભૂત એવા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યગ્દરિત્ર ઇત્યાદિ ગુણોના આસેવન વડે તે જીવ અને કર્મના સંયોગનો વિયોગ પણ અવશ્ય કરી શકાય છે.
આ કારણથી તે સમ્યક્તાદિ ગુણો વડે તે કર્મના સંયોગનો વિયોગ થાય આ વાત યુક્ત જ છે. જેમ અન્નપાન ભોજન આદિ જો અધિક માત્રાએ થયાં હોય તો અજીર્ણ થાય છે અને તેના પ્રતિપક્ષ ભૂત લંઘન આદિ દ્વારા અજીર્ણનો વિયોગ પણ થઈ શકે છે તેમ અહી સમજવું જીવ અને કર્મનો સંયોગ ભલે અનાદિનો છે પરંતુ તે સંયોગ અનંતકાલ રહે જ એવો નિયમ નથી. | ૨૫૩૧ ||
અવતરણ - અદેવાદિમાં દેવાદિની બુદ્ધિ કરવા પૂર્વક નમન વંદન આદિ ક્રિયાઓ દ્વારા તથા હિંસા આદિ ક્રિયાઓ દ્વારા જે જીવન કર્મની સાથે સંયોગ થાય છે આમ જે ઈચ્છાય છે તો દયાદાન-શીયલપાલન સમિતિ ગુમિ આદિ ધર્મક્રિયાઓ દ્વારા તે જીવનો કર્મની સાથે વિયોગ પણ અવશ્ય થાય જ છે. આમ પણ કેમ ઈચ્છતું નથી. આવી શંકા કરીને ઉત્તર આપતાં કહે છે કેकह वादाणे किरियासाफल्लं, नेह तब्विघायम्मि । किं पुरिसगारसझं तस्सेवासज्झमेगंतो ॥ २५३२ ॥ असुभो तिव्वाईओ जह परिणामो तदज्जणेऽभिमओ । तह तव्विहो च्चिय सुभो कि नेट्ठो तविओगे वि ? ॥ २५३३ ॥
ગાથાર્થ :- અથવા કર્મના આદાનમાં (કર્યગ્રહણમાં) ક્રિયાનું સફળપણું માનવું અને કર્મનો નાશ કરવામાં ક્રિયાનું નિષ્ફળપણું માનવું આમ કેમ મનાય ? તથા પાપનો બંધ કરવો તે પુરુષાર્થથી સાધ્ય છે આમ માનવું અને તે જ કર્મોની નિર્જરા કરવી તે પુરુષાર્થથી અસાધ્ય જ છે આમ એકાન્ત માનવું આ વાત કેમ સંગત થાય ll૨૫૩
તે કર્મને બાંધવામાં તીવ્રાદિ ભેદવાળો અશુભ આત્મપરિણામ જેવી રીતે તારાવડે કારણ તરીકે મનાયો છે. તેવી જ રીતે તે કર્મોનો વિયોગ કરવામાં પણ તેવા પ્રકારનો શુભ પરિણામ જ કારણ તરીકે કેમ નથી ઇચ્છતો ? | ૨૫૩૩ ||
વિવેચન - આ ગાથામાં લખેલો વા શબ્દ નવી નવી યુક્તિઓના સમુચ્ચય માટે