SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ અબદ્ધ કર્મવાદ નિહ્નવવાદ ભાવાર્થ આ પ્રમાણે છે :- અહીં જીવનું અવસ્થાન (જીવનું રહેવું) બે પ્રકારે હોય છે (૧) એક આકાશની સાથે અને (૨) બીજુ કર્મની સાથે. ત્યાં આકાશની સાથે જે આ આત્માનું અવિભાગે અવસ્થાન છે. તે ક્યારેય વિયોગ પામતું નથી. સર્વકાલે આકાશની સાથે જીવનો સંયોગ હોય જ છે. માટે આ પ્રથમભેદ જાણવો. પરંતુ કર્મની સાથે આ જીવનું અવિભાગપણે જે અવસ્થાન છે. તે પણ બે પ્રકારનું છે. (૧) અનન્ત. (૨) સાન્ત. ત્યાં અભવ્ય જીવોનું કર્મની સાથે જે અવસ્થાન છે. તે ક્યારેય વિયોગ પામતું નથી. માટે અનંત છે પરંતુ ભવ્યજીવોનું કર્મોની સાથે જે અવસ્થાન છે તે અવસ્થાન તેવા પ્રકારના જ્ઞાન-દર્શન-ચરિત્ર અને તપ વિગેરે સામગ્રી હોતે છતે વિયોગ પામી શકે તેવું અવસ્થાન છે. જેમ કંચન અને ઉપલ (સોનું અને માટી)નો સંયોગ અનાદિ કાળનો સ્વાભાવિક હોવા છતાં પણ વતિ તથા તેવા પ્રકારની ઔષધિ આદિ સામગ્રી હોતે છતે વિયોગ થઈ શકે છે તેમ જો તેવા પ્રકારની જ્ઞાનાદિ ગુણોની સામગ્રી ન હોય તો ભવ્યજીવોને પણ કર્મનો સંયોગ ક્યારેય પણ નિવર્તન પામતો નથી. “નો વેવ vi મસિદ્ધિવિહિપ નો અવિસ્મર” (ક્યારેય પણ આ લોક ભવ્યજીવોથી વિરહિત હશે નહીં) આવા પ્રકારનું શાસ્ત્રવચન પ્રમાણ હોવાથી. બધા જ ભવ્યો મોક્ષે જાય જ આવું ક્યારેય બનવાનું નથી જ. પ્રશ્ન :- જો કેટલાક ભવ્યજીવો એવા છે કે ક્યારેય મોક્ષે જવાના જ નથી. તો તેને ભવ્ય કેમ કહેવાય ? અભવ્યમાં અને આવા પ્રકારના ભવ્યમાં શું તફાવત ? ઉત્તર :- યોગ્યતા માત્રથી જ તેને ભવ્ય કહેવાય છે જેમ કે પ્રતિમા આદિ પર્યાય બનવાને યોગ્ય એવા પણ તેવા પ્રકારના લાકડા અને પત્થર આદિ પદાર્થોમાં તેવા પ્રકારની પ્રતિમા બનાવવાની સામગ્રી (ઓજાર અથવા સુથાર વિગેરે) ન મળે તો કેટલાક લાકડામાં અને પત્થરમાં તેવા પ્રકારની મૂર્તિ બનવાનો અયોગ હોય છે તો પણ યોગ્યતા તો છે જ આમ જેમ કહેવાય છે તેમ અહીં સમજવું. ઘણા વિસ્તારવડે સર્યું. પ્રથમ ગણધર વાદમાં જ આ અર્થ વિસ્તારથી કહેવાયેલો છે. તે કારણથી તમે જે ઉપર કહ્યું કે “કર્મ જીવથી વિયોગ નથી પામતું જીવ અને કર્મ અરસ-પરસ એકમેક થઈને રહેલા છે.” આ તમારી વાત અનૈકાન્તિક છે અર્થાત વ્યભિચારવાળી વાત છે. ઉપાયો દ્વારા જેનો વિભાગ થતો નજરે દેખાય છે તેવા ક્ષીરનીર અને કંચન ઉપલની સાથે પણ આ હેતુ વ્યભિચારવાળો છે. માટે જીવ અને કર્મનો વિભાગ થઈ શકે છે.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy