________________
પંચમ નિતવ આર્યગંગ આચાર્ય
૧૦૭ સંચારી છે. ઘણા જ વેગે વેગે તે મન દોડે છે એથી કરીને આપણને એવો ભ્રમ થાય છે કે મારું મન તો બધી જ ઇન્દ્રિયની સાથે એકી સાથે જોડાય છે. આ વાત સમજાવવા માટે બે દષ્ટાન્તો ગ્રંથકારશ્રી આપે છે.
“સમર્થ a" આવો જે પાઠ ગાથામાં છે ત્યાં સમન્ આ શબ્દ પૂર્વાર્ધનો અર્થ કરતાં “મન આશુ સંચારી છે. તેથી સર્વ ઇન્દ્રિયોની સાથે જાણે એકીસાથે જોડાયેલું હોય તેમ લાગે છે.” આ અર્થ કરવામાં જોડેલો જ છે. સમન્ શબ્દ એકવાર આ અર્થ કરવામાં લઈ લેવામાં આવ્યો છે તો પણ માતૃજ્યા પુનરપિ યોજતે- આવૃત્તિ કરવા વડે બીજીવાર પણ જોડાય છે.
તથા વા એવો મૂળગાથામાં કહેલો શબ્દ યથા ના અર્થમાં છે. અને યથા શબ્દ નો અર્થ ગુજરાતી ભાષામાં “જેમકે” આવો એમ દષ્ટાન્ત જણાવવાના અર્થમાં થાય છે. તેથી તે દષ્ટાન્ત જ સમજાવાય છે.
જેમ કે “સુકી જલેબી ખાવામાં” જલેબીમાં રહેલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચે ગુણોની ઉપલબ્ધિ (પાંચે ગુણોનો અનુભવ) એકી સાથે થતો હોય એમ લાગે છે. તેમ આ ઉદાહરણમાં મન પણ મસ્તક અને પગ વિગેરે સ્પર્શેન્દ્રિયના અંશભૂત બન્ને ભાગોની સાથે અથવા બીજી ઇન્દ્રિયોની સાથે અનુક્રમે જ જોડાય છે તો પણ એકી સાથે જોડાયુ હોય તેમ લાગે છે.
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે. અહી લાંબી અને સુકી જલેબી ખાતાં કોઈને પણ સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય તો સાથે વપરાતી હોય તે સમજાય તેમ છે. કારણ કે મુખમાં આ બન્ને ઇન્દ્રિયો છે જ. પરંતુ લાંબી શબ્દ લખ્યો છે. એટલે આખી જલેબી એકી સાથે મુખમાં જાય નહી. અડધી મુખમાં હોય અને અડધી બહાર હોય એટલે ચક્ષુથી દેખી પણ શકાય. માટે રૂપજ્ઞાન પણ સાથે જ થાય છે આમ લાંબી લખવાનું કારણ લાગે છે.
તે જલેબીની ગબ્ધને ધ્રાણેન્દ્રિયથી સુંઘતાં સાથે સાથે ગન્ધનું જ્ઞાન પણ થતું હોય એમ લાગે છે. તેના રસનો (મીઠાસનો) જીભ વડે આસ્વાદ કરતાં રસનું જ્ઞાન પણ થાય છે. તથા તેના સ્પર્શનું જ્ઞાન તો ત્યાં રહેલી સ્પર્શેન્દ્રિય વડે થતું જ હોય એમ અનુભવાય જ છે. તથા ચાવવાની ક્રિયા કરતાં કરતાં સુકી જલેબી હોવાથી ખાખરાની જેમ ઉત્પન્ન થયેલો બડબડ શબ્દ પણ સંભળાય જ છે તેથી શબ્દજ્ઞાન પણ થતું હોય એમ લાગે છે. - આ પાંચે ઇન્દ્રિયો દ્વારા પાંચ પ્રકારનાં (વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ સંબંધી) જ્ઞાનો ક્રમસર જ ઉત્પન્ન થાય છે. એકી સાથે ઉત્પન્ન થતાં જ નથી. કારણ કે ક્ષયોપશમભાવ