SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ નિદ્ધવ શિવભૂતિ મુનિ ૨૩૩ તીર્થકર ભગવંતો અથવા મુનિ ભગવંતો ગ્રહણ કરે છે. અને વાપરે તો પણ તે મહાત્માઓ જિત પરિષહ જ કહેવાય. આમ જો તું કહે તો ભોજન-પાણી આદિ લેવામાં જે વિધિ કહેવાય છે. તે જ વિધિ-વસ્ત્ર વાપરવામાં પણ જો કહેવાય તો શું નુકશાન થાય છે ? ત્યાં પણ રાગાદિ રહિત પણે આહારાદિ જે ગ્રહણ કરે છે તે જ રીતે રાગાદિ રહિત પણે શરીરના આચ્છાદનાદિ કાર્ય કરવા પુરતા વસ્ત્રાદિનો વ્યવહાર કરે તો પણ તે મહાત્માને અચેલક પરિષહના વિજેતા કેમ ન કહેવાય ? માટે તે વસ-પાત્રાદિ પણ એષણીય એટલે કે દોષ વિનાનાં હોય તે વસ્ત્ર-પાત્રને રાગાદિ દોષ રહિત એવા મુનિ જો તેનો ઉપભોગ કરે તો તે મુનિ પણ અચેલક પરિષહના વિજેતા કહેવાય જ. આ બાબતમાં આમ સમજવામાં કંઈ જ ખોટું નથી. || ૨૫૯૪-૨૫૯૫ / जह भत्ताइ विसुद्धं, राग-द्दोसरहिओ निसेवंतो । विजियदिगिच्छाइपरीसहो, मुणी सपडियारो वि ॥ २५९६ ॥ तह चेलं परिसुद्धं राग-द्दोसरहिओ सुयविहीए । होइ जियाचेलपरीसहो, मुणी सेवमाणो वि ॥ २५९७ ॥ ગાથાર્થ :- જેમ વિશુદ્ધ (નિર્દોષ) એવા આહાર-પાણીને રાગ અને દ્વેષથી રહિત એવા મુનિ સેવે અને પ્રતિકાર કરે તો પણ સુધાદિ પરિષદના વિજેતા જ કહેવાય છે. || ૨૫૯૬ || તેવી જ રીતે રાગ અને દ્વેષથી રહિત એવા મુનિ શાસ્ત્રમાં જણાવેલી વિધિ પૂર્વક પરિશુદ્ધ એવા વસ્ત્ર ધારણ કરે તો પણ તે મુનિ અચેલકપરીષહને જિતનારા જ કહેવાય છે. || ૨૫૯૭ || વિવેચન - બન્ને ગાથાઓના અર્થ બહુ જ સુગમ છે. સૂત્રમાં જણાવેલી વિધિપૂર્વક ભૂખ લાગે ત્યારે જયણા સાથે ભોજન અને તૃષા લાગે ત્યારે જલ, ઠંડી લાગે ત્યારે વસ્ત્ર, અને ગરમી લાગે ત્યારે બારી-બારણાં આદિનો સહારો લે અને આવેલા ઉપસર્ગનો પ્રતીકાર કરે પણ રાગાદિમાં ન જાય તો તે મુનિ જિનપરિષહવાળા કહેવાય છે. એ જ પ્રમાણે વસ-પાત્રાદિનો પણ ઉપયોગ રાગ અને દ્વેષરહિત પણે જો કરે તો પણ તે અચેલક પરિષહના વિજેતા જ ગણાય છે. આ કારણથી જ ન કલ્પે તેવાં રેશમી-ભભકાદારમોહવર્ધક એવાં અનેષણયના દોષથી દુષિત એવાં જે વસ-પાત્રાદિ હોય છે. તેનો ઉપભોગ ત્યજીને સંયમમાં વૃદ્ધિ કારક થાય અને વિકારોને જિતવામાં સહકારી બને તેવાં વસ્ત્ર પાત્રનો મુનિ જો ઉપયોગ કરે તો તે અચેલક પરીષહના વિજેતા જ ગણાય છે. વસ-પાત્રનો ઉપભોગ કરવા છતાં પણ રાગ અને દ્વેષ નથી માટે અચેલક પરીષહના વિજેતા ગણાય છે. આટલી સરળ આ વાત સમજાય તેમ છે. તું કેમ સમજતો નથી ? || ૨૫૯૬-૨૫૯૭ ||
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy