________________
૧૩૦ ત્રિરાશિકમત
નિતવવાદ 1 ઉત્તર - ધર્માસ્તિકાય આદિ અમૂર્ત એવા અજીવના દશ પ્રકારોનો આદેશ હોવાથી દશવિધત્વનું કથન કરેલું હોવાથી ઉપરોક્ત વાતનો સાર આ પ્રમાણે છે :
અજીવદ્રવ્યની પ્રરૂપણા કરતા એવા પરમ મુનિ પુરુષો વડે કહેવાયું છે કે “અજીવો બે પ્રકારના છે એક રૂપી અજીવ, અને બીજા અરૂપી અજીવ, ત્યાં જે રૂપી અજીવ છે તે ચાર પ્રકારે છે સ્કંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ પુદ્ગલો આ પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદો જાણવા. હવે અરૂપી અજીવના દશ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે
(૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયનો દેશ, (૩) ધર્માસ્તિકાયનો પ્રદેશ. આ જ પ્રમાણે અધર્માસ્તિકાયના પણ ત્રણ ભેદ છે તથા આકાશાસ્તિકાયના પણ ત્રણ ભેદો છે. એમ કુલ ૩૮૩ = ૯ ભેદ થયા તથા અદ્ધાસમય (કાળ) નો એક ભેદ આમ કુલ ૧૦ ભેદ અરૂપિ અજીવના છે.
આ પાઠમાં ધર્માસ્તિકાયાદિના દસ ભેદો કહેલા હોવાથી તેના દેશભાગને ભિન્ન ભેદ તરીકે સમજાવેલો છે. જો કે ધર્માસ્તિકાયાદિનો જે દેશભાગ છે તે ક્યારેય ધર્માસ્તિકાયાદિ મૂળભૂત દ્રવ્યથી અલગ થયો નથી. અને થશે પણ નહીં. તો પણ અલગ ભેદ તરીકે કહ્યો છે. તેના વિના દશવિધત્વ થાય જ નહીં.
આ પ્રમાણે ધર્માસ્તિકાયાદિનો જે એક દેશભાગ છે તેને ધર્માસ્તિકાયાદિથી અપૃથભૂત (અભિન્ન-એકાકાર) હોવા છતાં પણ તેને પૃથગુ ભેદ તરીકે કહેવાય છે. તો પછી ગિરોળીનું પુછડું વિગેરે પદાર્થ તો છેદાયેલું હોવાથી જીવથી પૃથભૂત જ છે તો તેને ભિન્નવસ્તુ માનવી એ સાચો અને સારો જ માર્ગ છે. આ કારણથી આ પુંછડું તે પરિપૂર્ણ જીવ પણ નથી. અને પરિપૂર્ણ અજીવ પણ નથી. આ બન્નેથી વિલક્ષણ છે તે માટે “નોજીવ છે.” આમ કહેવાય છે. આમ કહેવામાં કંઈ ખોટું નથી.
જે કારણથી સમભિરૂઢનય આમ માને છે કે જીવનો જે એકદેશભાગ છે તે નો જીવ કહેવાય છે તે કારણથી તે આ પુંછડું નોજીવ છે જ. આ પ્રમાણે સિદ્ધાન્તમાં પણ કહેલું જ છે આ કંઈ મારા એકલા વડે કહેવાતું નથી.
અનુયોગ દ્વારા નામના આગમમાં પ્રમાણદ્વારની અંતર્ગત નય અને પ્રમાણની વિચારણા કરતાં ગ્રંથકારવડે જ કહેવાયું છે કે “સમભિરૂઢ નામનો નય શબ્દનામના નયને કહે છે કે જો તું કર્મધારય સમાસ કરીને અર્થ કરતો હોય તો આમ કહે છે કે “તે આખું દ્રવ્ય જીવ છે પણ તેનો જે પ્રદેશ છે તે નો જીવ છે” આ પાઠમાં આત્માના એક પ્રદેશાત્મક એકદેશને “નોજીવ છે. આમ સ્પષ્ટ કહેલ છે જ. જેમકે ઘડાનો એક ભાગ (કાંઠલો વિગેરે) તે નોઘટ કહેવાય છે.