________________
૧૨૯
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
અવતરણ - સિદ્ધાન્તમાં પણ ધમસ્તિકાય વિગેરે દ્રવ્યોના દશ ભેદ કર્યા હોવાથી “દેશને” જીદો સમજાવેલો છે. તે રીતે નોજીવ પણ છે જ. તે કેવી રીતે છે ? તે સમજાવે છે :
धम्माइदसविहादेसओ य, देसो वि जं पिहुं वत्थु । अपि हुब्भूओ किं पुण छिन्नं गिहकोलियापुच्छं ॥ २४६१ ॥ इच्छइ जीवपएसं, नोजीवं जं च समभिरूढो वि । तेण त्थि तओ समए घडदेशो नोघडो जह वा ॥ २४६२ ॥
ગાથાર્થ - ધર્માસ્તિકાયના દશ પ્રકાર (ભદો) કહેલા હોવાથી તેનો દેશ ભાગ પણ અપૃથકભૂત હોવા છતાં પણ પૃથક વસ્તુ રૂપે કહેલ છે. તો પછી છેદાયેલું ગિરોલીનું પુંછડું તો ભિન્ન ભેદરૂપ છે જ, તેને ભિન્ન કહેવામાં શું વાંધો ?
સમભિરૂઢ નય પણ આ પ્રમાણે ઇચ્છે જ છે કે જીવનો એક એક પ્રદેશ પણ નોજીવા છે જ, તે કારણથી શાસ્ત્રમાં પણ નોજીવ કહેલો જ છે. જેમકે ઘડાનો એકદેશ તે નોઘટ કહેવાય જ છે. | ૨૪૬૧-૨૪૬૨ |
વિવેચન :- ગાથામાં લખેલો ન શબ્દ (પ્રાકૃત ભાષામાં ય શબ્દ) ભિન્ન ક્રમવાચી છે. તથા “તો વિ" શબ્દમાં કહેલો મા શબ્દ પણ ભિન્ન ક્રમવાચી હોવાથી આવો અર્થ કરવો કે
ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સંબંધી અપૃથભૂત એવો (એટલે એકમેકતાને પામેલો એવો) પણ જે દેશભાગ છે. તે “પિÉ વલ્થ" પૃથક એક વસ્તુ છે. આમ સિદ્ધાન્તમાં ભિન્ન વસ્તુ તરીકે અપેક્ષા વિશેષથી જો કહેલ છે. (અહીં પતિઃ શબ્દ મૂલગાથામાં નથી. અધ્યાહારથી લાવવાનો છે.) તો પછી જે પુંછડું છેદાયેલું છે પોતાના આત્માથી પૃથભૂત બનેલું છે તેવું ગિરોળીનું પુંછડું ભિન્ન વસ્તુ કેમ ન કહેવાય ? અર્થાત્ ભિન્ન વસ્તુ જ કહેવાય. આ કારણથી તે પુછડું જીવથી છેદાયેલું છે અલગ થયેલું છે માટે જીવ નથી. સાથે સાથે ફુરણા (કંપન ક્રિયા) આદિ હોવાથી અજીવ કરતાં વિલક્ષણ પણ છે માટે અજીવ પણ નથી તેથી સામર્થ્યથી તેને “નોજીવ” કહેવાય છે
સંપૂર્ણ જીવ પણ નથી. તથા સંપૂર્ણ અજીવ પણ નથી. માટે જીવનો જ એક ભાગ હોવાથી નોજીવ જ છે. આમ કહેવાય છે.
પ્રશ્ન :- સિદ્ધાન્તમાં વળી ક્યા વચનથી આ નોજીવ પૃથગુ વસ્તુ તરીકે કહ્યો છે? તે સમજાવવા માટે વચન ક્યું ?