________________
૧૨૮
ઐરાશિકમત
નિહ્નવવાદ અવતરણ - ક્યા કારણે મારી માન્યતામાં દોષ નથી ? તે સહગુમ ગુરુજીને સમજાવે છે जं देसनिसेहपरो, नोसद्दो जीवदव्वदेसो य । गिहकोइलाइपुच्छं, विलक्खणं तेण नोजीवो ॥ २४६० ॥
ગાથાર્થ :- “નોનીવ" આ શબ્દમાં જે નો શબ્દ છે તે જીવના એક દેશનો (એક ભાગનો) નિષેધ સૂચક છે ગિરોળીનું પુછડું વિગેરે અંગો તે કંઈ આખી ગિરોળી નથી. તે કારણથી તે નો જીવ કહેવાય છે. તે ૨૪૬૦ ||
વિવેચનઃ- જે કારણથી “નોનીવ” આ શબ્દમાં જે નો એવો શબ્દ છે તે દેશનિષેધપરક = કંઈક અંશ માત્રનો નિષેધ કરનાર છે. પરંતુ સર્વથા નિષેધ વાચક નથી એટલે કે નોનીવ આ શબ્દનો અર્થ એવો થાય છે કે જીવનો એક દેશમાત્ર છે. પરંતુ આખો જીવ નથી. એવો અર્થ થાય છે.
પ્રશ્ન :- ભલે, નોશબ્દ દેશનિષેધ વાચી ભલે હો, પરંતુ ગિરોળીનું પુછડું જીવનો એક અંશ રૂપ ન પણ હોય આવું કેમ ન બને ?
ઉત્તર :- ઉપર પ્રમાણેની શંકા કદાચ કોઈને થાય ? તો તેનો ઉત્તર આપતાં કહે છે કે- ગિરોળીનું પુંછડું જીવ નામના દ્રવ્યનો એકભાગ છે. આદિ શબ્દથી છેદાયેલા કપાયેલા પુરુષનો હાથ અથવા કપાયેલો પગ એ પણ એક દેશમાત્ર હોવાથી નો જીવ જ કહેવાય છે. પ્રશ્ન :- તે ગિરોળીનું પુંછડું વિગેરે એક એક અંગ કેવાં છે?
ઉત્તર :- વિલક્ષણ છે. અર્થાતુ જીવ પણ નથી અને અજીવ પણ નથી. આ બન્નેથી વિલક્ષણ છે માટે “નોજીવ” છે. આમ કહેવામાં કોઈ દોષ નથી. અહીં અર્થ કરવામાં “બીવાળો ખ્યા” આટલો શબ્દ અધ્યાહારથી લાવવો તે આ પ્રમાણે કે ગિરોળી આદિનું પુછડું “જીવ” છે એમ કહેવાનું શક્ય નથી. તે પુછડું આખી કાયા કરતાં વિલક્ષણ છે. એટલે કે તે પુછડું એ પુછડું માત્ર છે પણ આખી ગિરોળી નથી માટે જીવ તરીકે તેનો વ્યપદેશ થાય નહીં.
તથા અજીવ” છે આમ પણ કહેવાય નહીં. કારણ કે ફુરણાદિ (હલાવવુંપટપટાવવું) ઇત્યાદિ ધર્મો તે પુંછડામાં પણ દેખાય છે તે માટે અજીવ છે. આમ પણ કહેવાય નહીં અજીવથી પણ વિલક્ષણ છે તે માટે.
જે કારણથી જીવના લક્ષણથી અને અજીવના લક્ષણથી વિલક્ષણ છે. તે માટે તે પુંછડું “નોજીવ” છે. આમ જ કહેવાય છે. તે ૨૪૬૦ |