________________
વાત ગુરુજીને કહી. ગુરુજી શ્રી વિંધ્યમુનિએ તે ગોઠામાહિલને સમજાવ્યો કે, જો કંચુકની જેમ કર્મ ઉપર- - ઉપર જ લાગતું હોય તો આત્મપ્રદેશોમાં અંદરના ભાગમાં તથા મધ્યભાગમાં જે વેદના-શારિરીક રોગો થાય છે તે કેમ ઘટશે ? ત્યાં કર્મ તો તમારા મતે તો છે જ નહીં. આ રીતે અંતર્વેદના ઘટશે નહીં. મધ્યવેદના પણ ઘટશે નહીં.
પરંતુ ટી. બી., કેન્સર આદિ રોગોમાં અંતર્વેદના ઘણી જ હોય છે. તે માટે તેના કારણભૂત કર્મતત્ત્વ ત્યાં પણ હોવું જોઇએ. માટે કર્મ આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીરની જેમ તથા લોહાગ્નિની જેમ વ્યાપ્ત છે. પણ ઉપર-ઉપર કંચુકીની જેમ નથી.
આવું સમજાવવા છતાં જ્યારે તે ગોષ્ઠામાહિલ મુનિ માનતા નથી. સાચી વાત સ્વીકારતા નથી ત્યારે તે દુર્બલીકાપુષ્પમિત્ર આચાર્ય તેને બીજા સ્થવિર મુનિઓ પાસે લઇ ગયા. ત્યાં પણ તે ન જ સમજ્યા. પોતાની માન્યતા છોડ્યા વિના અને આલોચના કર્યા વિના જ મૃત્યુ પામ્યા.
૮. શિવભૂતિ મુનિઃ બોટીકદૃષ્ટિ નિહવઃ
પ્રથમના સાત નિહ્નવ દેશવિસંવાદિ નિર્ભવ હતા. કારણ કે તે સર્વે નિહ્નવો એક-એક વિષયમાં જ વિસંવાદવાળા હતા. જ્યારે બોટિક નિહ્નવો (દિગમ્બર પક્ષાનુયાયી) ઘણી ઘણી બાબતમાં વિસંવાદવાળા છે તેથી તેઓને સર્વવિસંવાદિ કહેવાય છે. મહાવીર પરમાત્માના નિર્વાણ બાદ ૬૦૯ વર્ષે રથવીરપુર નગરમાં શિવભૂતિ નામના મુનિથી આ બોટિક દૃષ્ટિવાદ ઉત્પન્ન થયો. તેની હકીકત આ પ્રમાણે છે ઃ
એક વખત આર્યકૃષ્ણ આચાર્ય રથવીરપુરનગરના દીપક નામના ઉદ્યાનમાં પધાર્યા. તે જ નગ૨માં સહસ્રમલ્લ શિવભૂતિ નામનો રાજસેવક રાજ પ્રસાદમાંથી વિલાસ કરીને રાત્રીના બીજા પ્રહરે ઘરે આવતો હતો. તેથી શિવભૂતિની પત્નીએ તેની માતાને તમારો પુત્ર દ૨૨ોજ મોડા જ આવે છે. આવી ફરીયાદ કરી.
ત્યારે માતાએ કહ્યું : બેટા ? આજે તું સુઇ જા. હું જ જાગીશ. અર્ધરાત્રીએ શિવભૂતિ આવ્યા, ત્યારે ક્રોધિત માતાએ દ્વાર ન ખોલતા તે સમયે ‘જ્યાં દ્વાર ખુલ્લા હોય ત્યાં જા.' એમ રોષમાં કહ્યું.
શિવભૂતિ પણ ક્રોધ અને અહંકારથી પ્રેરિત થયો છતો ગામમાં ગયો. ફરતા-ફરતા ઉપાશ્રયના દ્વાર ખુલ્લા જોયા. ત્યાં સાધુઓ કાળગ્રહણ લેવાની ક્રિયા કરતા હતા. તેઓને વંદન કરી વ્રત માંગ્યું-દીક્ષા માંગી પરંતુ આ શિવભૂતિ રાજવલ્લભ છે એમ જાણી તેઓએ વ્રત ન આપ્યું ત્યારે શિવભૂતિએ પોતે જ સ્વયં લોચ કરી દીક્ષા લીધી. સાધુઓએ તેમને સાધુ વેષ આપ્યો.
એક વખત વિહાર કરતા-કરતા ફરીથી ત્યાં જ આવ્યા. ત્યારે રાજા દ્વારા બહુમૂલ્યવાળી રત્નકંબલ રાજાના આગ્રહથી વહોરાવવામાં આવી. સાધનાના માર્ગમાં આ રત્નકંબલ વિઘ્નહેતુ છે એમ સમજીને ગુરુજીએ લેવાની ના કહી છતાં પણ મૂર્છાપૂર્વક તે શિવભૂતિએ તે રત્નકંબલ ગ્રહણ કરી. ગોચરીથી આવીને