________________
૨૨૬ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ અવતરણ - હવે કદાચ તું એમ કહે કે જેવો ગુરુજીનો ઉપદેશ આચરવા જેવો છે તેવો જ તેઓએ ધારણ કરેલો વેષ અને તેઓએ ધારણ કરેલું આચરણ પણ આચરવું જોઈએ. તો તારી આ વાત અયુક્ત જ છે. તેમનો કહેલો જે ઉપદેશ છે તેનું જ આચરણ કરવું તે કાર્યસાધક છે આ વાત સમજાવતાં કહે
रोगी जहोवएस, करेइ वेज्जस्स होअरोगो य । न उ वेसं चरियं वा करेइ, न य पउणइ करंतो ॥ २५८६ ॥ तह जिणवेज्जाएसं, कुणमाणोऽवेइ कम्मरोगाओ । न उ तन्नेवत्थधरो, तेसिं आएसमकरंतो ॥ २५८७ ॥
ગાથાર્થ - જેમ રોગી આત્મા વૈદ્યના ઉપદેશને જ અનુસરે છે. અને તેનાથી તે રોગરહિત થાય જ છે. પરંતુ રોગી આત્મા વૈદ્યના વેષને કે વૈદ્યના આચરણને અનુસરતો નથી જો રોગી આત્મા વૈદ્યના વેષને અને આચરણને અનુસરે તો તે પ્રગુણી (રોગ રહિત) બનતો નથી.
તેવી જ રીતે જિનેશ્વર પ્રભુના ઉપદેશને અનુસરતો જીવ કર્મ રોગથી મુક્ત બને છે. પરંતુ તે જિનેશ્વર પ્રભુના આદેશને ન અનુસરતો પણ જિનેશ્વરના વેષમાત્રને ધારણ કરનારો કર્મથી મુક્ત બનતો નથી. || ૨૫૮૬-૨૨૮૭ના
વિવેચન - ઉપરની વાતનો સારાંશ એવો છે કે જેમ રોગી આત્મા વૈદ્યના ઉપદેશ માત્રને જ અનુસરે છે વૈદ્યનો જે ઉપદેશ છે. તેને જ અનુસરવાથી રોગી આત્મા રોગમુક્ત બને છે. પરંતુ આ રોગી આત્મા વૈદ્યના વેષને ધારણ કરતો નથી. તથા વૈદ્ય જેવું ખાણી-પીણીનું આચરણ કરે છે તેવું આચરણ રોગીને કરવાનું હોતું નથી અર્થાત્ રોગી તેના જેવું આચરણ કરતો નથી અને કદાચ રોગી આત્મા વૈદ્યના જેવું ખાણીપીણીનું આચરણ કરે તો પણ ઔષધ લીધા વિના) તેના સરખા આચરણ માત્રથી તે રોગથી મુક્ત બનતો નથી. ઉલટુ
ઉપવાસાદિના પ્રસંગે નગ્નતાદિનું તથા વૈદ્યની જેમ સર્વરસોનું ભોજન કરનારો રોગી જીવ સન્નિપાત નામના રોગને પામ્યો છતો મૃત્યુ જ પામે છે. તેથી વૈદ્યના ઉપદેશને અનુસરવું એ જ રોગીના રોગના નાશનું કારણ છે પણ વૈદ્યના આચરણને અનુસરવું તે રોગના નાશનું કારણ નથી.
આ જ વાત પ્રસ્તુત વિષયમાં જોડતાં કહે છે કે - તેની જેમ તે જ પ્રકારે જિનેશ્વર પરમાત્મા રૂપી વૈદ્યના ઉપદેશને જ અનુસરનારો જીવ તેમના વેષને અને ચારિત્રને ન