________________
૧૦૨ ક્રિયાદ્રયવાદ
નિતવવાદ માથા ઉપર ઉગ્ર એવા સૂર્યના તાપના આલિંગનથી ઉષ્ણતાનો અનુભવ થાય છે આમ બે પ્રકારની વેદનાનો અનુભવ થતો હોવાથી આર્યગંગ આચાર્યના મનમાં આવા પ્રકારનો મિથ્યા આગ્રહ (અસદાગ્રહ) બંધાયો કે “એકી સાથે બે ક્રિયાનું સંવેદન કરવાનો ઉપયોગ જીવને હોય છે.” જે કારણથી મને શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને ક્રિયા સમકાલે જ અનુભવાય છે. તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે :
૨એકી સાથે ઉભયક્રિયાનું સંવેદન હોય છે આ પ્રતિજ્ઞા, “અનુભવસિદ્ધ હોવાથી” આ હેતુ, “મને પગમાં અને માથામાં થયેલી શીતળતા અને ઉષ્ણતાની ક્રિયાના સંવેદનની જેમ. આ ઉદાહરણ, આ પ્રમાણે શ્રી આર્યગંગાચાર્યે બે ક્રિયાનો સાથે અનુભવ હોય છે. આવો અભિપ્રાય મનમાં પાકો કર્યો. ૨૪૨૬-૨૪૨૭ી
અવતરણ - આ પ્રમાણે આર્યગંગમુનિ વડે કહેવાય છતે શું બન્યું? તે કહે છેઃतरतमजोगेणायं गुरूणाऽभिहिओ तुमं न लक्खेसि । समयाइसुहुमयाओ मणोऽतिचलसुहुमयाओ य ॥ २४२८ ॥
ગાથાર્થ - ગુરુજી વડે કહેવાયું કે સમય અને આવાલિકા વિગેરે કાળ અતિશય સૂક્ષ્મ હોવાથી તથા મન અતિશય ચંચળ તથા સૂક્ષ્મ હોવાથી ક્રમસર થતો એવો આ અનુભવ તારા વડે ક્રમસર જણાતો નથી. યુગપદપણે જે જણાય છે તે ભ્રમમાત્ર છે) ૨૪૨૮
વિવેચન - શ્રી આર્યગંગ આચાર્ય બે ક્રિયા એક સાથે થાય છે આવી ઉસૂત્ર પ્રરૂપણા કરી ત્યારે ગુરુજી વડે કહેવાયું કે “એકી સાથે બે ક્રિયા કરવાનો અનુભવ તારા વડે જે ગવાય છે તે તરતમતાના યોગ વડે અનુક્રમે જ થાય છે એકસાથે થતો નથી. પરંતુ આ કાર્યનો ક્રમ હોવા છતાં પણ તું તેને જાણી શકતો નથી. કારણ કે સમય આવલિકા વિગેરે કાલ અતિશય સૂક્ષ્મ હોવાથી તથા મન અતિશય ચંચલ હોવાથી અને અતિશય આશુસંચારિ (વેગપૂર્વ દોડતું) હોવાથી. તેનો ભેદ જાણી શકાતો નથી. આ રીતે વિચાર કરતાં “અનુભવસિદ્ધત્વા" આ હેતુ પક્ષમાં ન વર્તતો હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. તેથી હેતુ જ ખોટો છે. || ૨૪૨૮ ||
અવતરણ - આ પ્રમાણે ગંગમુનિનો હેતુ જ ખોટો છે. તે જ વાત અર્થાત હેતુની અસિદ્ધિ જ સમજાવે છે :
सुहुमासुचरं चित्तं, इंदियदेसेण जेण जं कालं । संबज्झइ तं तम्मत्तनाणहेउ त्ति नो तेण ॥ २४२९ ॥