________________
પંચમ નિર્ભવ આર્યગંગ આચાર્ય
૧૦૧
તમે આવી મિથ્યા પ્રરૂપણા કેમ કરો છો ? કારણ કે આ જ ભૂમિ ઉપર સમવસરેલા શ્રીમદ્ વર્ધમાનસ્વામી વડે એકકાળે એક જ ક્રિયાનું વેદન હોય આવી પ્રરૂપણા કરાઇ છે. તે વાત અહીં રહેલા મારા વડે બરાબર સંભળાઈ છે. તો શું તમે તેમનાથી પણ અધિક શક્તિવાળા પ્રરૂપક છો ? કે જેથી આ પ્રમાણે એકીસાથે બે ક્રિયા હોય આવું ક્રિયાદ્બયનું સંવેદન લોકોને જણાવો છો ?
તેથી આ ખોટી પ્રરૂપણાનો ત્યાગ કરો.જો તમે આ ખોટી પ્રરૂપણાને નહીં છોડો તો હું તમને મારી નાખીશ. આ પ્રમાણે તે મણિનાગ વડે કહેવાયેલાં ભય ઉત્પન્ન કરે તેવાં વાક્યો તથા યુક્તિ પૂર્વક સમજાવી શકાય તેવાં વાક્યો વડે આ આર્યગંગને ઘણા ઘણા સમજાવવા પ્રયત્ન કર્યો. ત્યારે આ આર્યગંગાચાર્ય કંઇક સમજ્યા.
આ આચાર્ય પ્રતિબોધ પામ્યા.મિચ્છામિ દુક્કડં આપીને ગુરુજીના ચરણકમલમાં જઇને પોતાની ભૂલનું પ્રતિક્રમણ કર્યું ॥ ૨૪૨૫ ॥
અવતરણ :- અન્ન મામ્ = હવે ઉપરોક્ત નિયુક્તિની ગાથા ઉપર ભાષ્યકાર મહાત્મા સમજાવે
છે ઃ
नइमुल्लुगमुत्तरओ सरए सीयजलमज्जगंगस्स । सुराभितत्तसिरसो, सीओसिण वेयणोभयओ ॥ २४२६ ॥ लग्गोऽयमसग्गाहो, जुगवं उभयकिरिओवओगो त्ति । जं दोवि समयमेव य सीओसिणवेयणाओ मे ॥ २४२७ ॥
ગાથાર્થ :- બન્ને ગાથાઓના અર્થ ઉપર કહ્યા પ્રમાણે સમજાવાઈ ગયા છે. છતાં સંક્ષેપમાં આ પ્રમાણે છે. શીતળ જળ વાળી એવી ઉલ્લુકા નદીને ઉતરતાં શરદ ઋતુમાં સૂર્યથી તપેલું છે મસ્તક જેનું એવા શ્રીઆર્યગંગને શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને પણ વેદનાઓ એકીસાથે થઈ. II૨૪૨૬॥
આ અવસરે આવા પ્રકારનો ખોટો આગ્રહ લાગ્યો કે એકી સાથે બે ક્રિયાનો ઉપયોગ પણ જીવને થાય છે. કારણ કે મને જ શીતળતા અને ઉષ્ણતા એમ બન્ને ક્રિયાઓનો સાથે જ અનુભવ થાય છે. ૨૪૨૭ I
વિવેચન :- આ બંન્ને ગાથાઓનો ભાવાર્થ લગભગ સમજાવાઇ ગયો છે. ઉલ્લુકા નદીને ઉતરતાં આર્યગંગ નામના આચાર્યમહારાજશ્રીને નીચે પગના તળીયા વિગેરે ભાગોમાં નદીના શીતળ જળના સંયોગના કારણે શીતળતાનો અનુભવ થાય છે. અને