SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ અબદ્ધ કર્મવાદ નિતવવાદ અવતરણ - જે હૈયાનો ભાવ ભિન્ન હોય અને પચ્ચક્ષ્મણના શબ્દો ભિન્ન બોલાય તો આમ બોલવામાં કેવળ એક માયા (કપટ) જ કારણ દેખાય છે આ વાત સમજાવતાં કહે છે કે - जइ अन्नहेव भावो, चेययओ वयणमन्नहा माया । किं वाऽभिहिए दोसो, भावाओ किं वओ गुरुयं ॥ २५४४ ॥ ગાથાર્થ - જો હૈયાના ભાવ અન્યથા હોય અને વિચાર કરતાં વચન અન્યથા જો બોલાતું હોય તો સ્પષ્ટ માયા જ છે. આમ જાણવું. અથવા “યાવજીવં” આમ બોલવામાં શું કોઈ દોષ છે? અથવા શું ભાવ કરતાં પણ વચન વધારે પ્રધાન છે? ll૨૫૪૪ વિવેચન :- દુઃખની વાત છે કે “જે ચિત્તમાં પચ્ચખ્ખાણ કરવાનો પરિણામ માવજીવની અવધિવાળો જ છે અને વચન યાવજીવની અવધિના પરિમાણ રહિત જ જો બોલાતું હોય તો આવી વિચારણા કરતા જીવનું મન કેવળ માયામય જ છે. આમ નક્કી થાય છે. તેવા માયામય પચ્ચક્કાણનું બીજું કંઈ ફળ-પ્રાપ્ત થતું નથી કારણ કે વિચારો અન્યથા છે અને ભાષણ અન્યથા છે. માટે માયા જ માત્ર છે તેવા પચ્ચખ્ખાણથી કર્મનિર્જરા થતી નથી. અથવા તો અમે તમને પ્રશ્ન કરીએ છીએ કે જો તમારો યાવજ્જવ સુધી જ પચ્ચખ્ખાણ કરવાનો હૈયાનો ભાવ છે તો તેમ માવજીવનું હું પચ્ચખ્ખાણ કરું છું આમ બોલવામાં શું તમને કોઈ દોષ દેખાય છે કે જેના કારણે વચનથી “પાવજીવ” આમ નથી બોલતા ? અથવા તો હૈયાના ભાવ કરતાં પણ વચન વધારે પ્રમાણભૂત દેખો છો કે જેથી હૈયાનો ભાવ અન્યથા હોવા છતાં પણ વચન અન્યથા કહો છો ? તમારી આ વાત અતિશય અયુક્ત છે કારણ કે આગમમાં તો હૈયાના ભાવની જ વધારે પ્રમાણિકતા કહેલી છે. હૈયાના ભાવ જેટલી વચનની પ્રમાણતા કહેલી નથી. ૨૫૪૪ /. અવતરણ - એવું ક્યું આગમ છે કે જ્યાં વચનની પ્રમાણતા કરતાં હૈયાના ભાવની પ્રમાણતા અધિક કહેલી હોય ? આવો કદાચ પ્રશ્ન થાય તો તે સમજાવે છે - अन्नत्थ निवडिए वंजणम्मि जो खलु मणोगओ भावो । तं खलु पच्चक्खाणं, न पमाणं वंजणछलना ॥ २५४५ ॥ ગાથાર્થ - વ્યંજનો (પચ્ચક્માણનો પાઠ) અન્યથા બોલાયે છતે પણ જે મનોગત પચ્ચખ્ખાણનો ભાવ છે તે જ પચ્ચખ્ખાણ આવે છે. પરંતુ વ્યંજનોની અલના તે પ્રમાણભૂત ગણાતી નથી. | ૨૫૪૫ /
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy