________________
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ
૮૧ પરંતુ પૂર્વેક્ષણનો સર્વથા નિરન્વયપણે જો વિનાશ જ માનવામાં આવે તો તેની સાથે ઉત્તરક્ષણની સમાનતા ઘટી શકતી નથી. અને જો તે પૂર્વેક્ષણ અને તે ઉત્તરક્ષણ યા બની સમાનતા ઇચ્છાય છે તો તે સ્વરૂપે વસ્તુ કથંચિત્ અવસ્થિત (ધ્રુવ) છે. આ વાત સિદ્ધ થાય છે. તેથી પૂર્વ ક્ષણનો સર્વથા વિનાશ થતો જ નથી. આ વાત સિદ્ધ થાય છે.
જો પૂર્વેક્ષણનો સર્વથા જ વિનાશ થયો હોય. તો એટલે કે સર્વથા અસતું હોય છતાં પણ ઉત્તર ક્ષણની પૂર્વેક્ષણની સાથે સમાનતા ઇચ્છાય તો આકાશપુષ્પની સાથે પણ સમાનતા માનો. જેમ ઉત્તરક્ષણ કાલે પૂર્વેક્ષણ ક્ષણિક હોવાથી નથી છતાં સમાન છે આમ માનો છો. તો પછી તે જ પ્રમાણે ઉત્તરક્ષણ આકાશપુષ્પની સાથે પણ સમાન છે આમ કેમ ન મનાય ? પૂર્વેક્ષણ અને આકાશપુષ્પ આ બન્નેનો ઉત્તરક્ષણમાં અભાવ તો સમાન જ છે. માટે આકાશપુરુષનો જેવો અભાવ છે. તવો પૂર્વેક્ષણનો સર્વથા અભાવ નથી. તેથી શિષ્યની આ દલીલ વ્યાજબી નથી. || ૨૩૯૯ ||
અવતરણ - ફ્રિઝ = તથા વળી-આવો ક્ષણિકવાદ માનવામાં બીજી પણ ઘણા દોષો આવે છે. તે દોષો કહે છે :
अण्णविणासे अण्णं, जइ सरिसं होइ होउ तेलुक्कं । तदसंबद्धं व मइ, सो वि कओ सव्वनासम्मि ॥ २४०० ॥
ગાથાર્થ - અન્યનો વિનાશ થયે છતે પણ જો અન્યની સાથે સમાન માનવામાં આવે તો ત્રણે લોક પણ સમાન થઈ જવાની આપત્તિ આવશે. હવે કદાચ એમ કહેવામાં આવે કે ત્રણ લોક તે પૂર્વેક્ષણની સાથે અસંબંધવાળાં છે આવી શિષ્યની કદાચ મતિ થાય. તો પૂર્વના ક્ષણનો સર્વથા નાશ થયે છતે તેની સાથે પણ તે ઉત્તરક્ષણની સમાનતા કેમ ઘટી શકે છે. ? ૨૪૦૦ના
વિશેષાર્થ :- પૂર્વેક્ષણનો સર્વથા વિનાશ માને છતે ઉત્તરક્ષણની સાથે તેનો કોઈ પણ પ્રકારનો સંબંધ રહેશે નહીં તેથી ઘટથી પટ જેમ સર્વથા ભિન્ન છે. તેમ પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ સર્વથા ભિન્ન થશે. તેથી પૂર્વેક્ષણ એ સર્વથા અન્ય છે. અને ઉત્તરક્ષણ તે પણ સર્વથા અન્ય જ છે. આવો અર્થ થશે.
તેથી સર્વથા ભિન્ન માનેલા એવા પૂર્વેક્ષણનો વિનાશ થયે છતે તેનાથી સર્વથા ભિન્ન એવા ઉત્તરક્ષણની સાથે જો સાદશતા થાય છે આમ જો સ્વીકારાય તો ત્રણે લોકના સર્વે પણ પદાર્થો પૂર્વેક્ષણની સાથે સદશ થઈ જવા જોઈએ. તેની તે જ વસ્તુનો અન્વય ન હોવો જોઈએ આ પ્રમાણે અનન્વયિભાવે તો ત્રણે લોક તુલ્ય જ થવા જોઈએ.