________________
ષષ્ઠમ નિર્ભવ રોહગુપ્ત મુનિ
૧૨૫
પદાર્થો આ સંસારમાં છે. તેમ જ દેખાય છે માટે. અધમ-મધ્યમ અને ઉત્તમાદિ ત્રણ રાશિની જેમ. ઇત્યાદિ યુક્તિઓ વડે પ્રશ્ન અને ઉત્તર વિનાના કરાયેલા એવા તે પદ્વ્રિાજક આ રોહગુપ્ત દ્વારા જિતાયા.
ત્યારબાદ હારવાના કારણે ગુસ્સે થયેલો આ પરિવ્રાજક રોહગુપ્તના વિનાશ માટે વિંછીઓ છોડે છે તેથી રોહગુપ્તમુનિ તેના પ્રતિપક્ષભૂત મયુરી વિદ્યાવડે મોરોની વિકુર્વણા કરીને મોરોને છોડે છે મોરો વડે તે વિંછીઓ હણાયે છતે આ પરિવ્રાજક સર્પો વિક્ર્વીને છોડે છે.
રોહગુપ્ત સર્પોના વિનાશ માટે તેનો પ્રતિપક્ષી નોળીયાઓને બનાવીને છોડે છે આ પ્રમાણે પરિવ્રાજક જ્યારે ઉંદરોને વિક્ર્વે છે. ત્યારે તેના નાશ માટે રોગુપ્ત મુનિ બિલાડાઓને છોડે છે. પરિવ્રાજક ત્યારબાદ અનુક્રમે હરણીયાંને છોડે છે ત્યારે રોગુપ્ત મુનિ વાઘ બનાવીને છોડે છે. આ પ્રમાણે ભુંડની સામે સિંહ, કાગડાની સામે ઉલૂકોને (ધુવડને) તથા પોતાકી નામનાં પક્ષીઓની સામે ઉલાબક નામનાં તેનાં વિરોધી પક્ષીઓ બનાવીને છોડે છે. આ રીતે આવી વિદ્યા દ્વારા આ બન્નેની લડાઈ ચાલે છે.
જ્યારે રોગુપ્ત કોઈ પણ રીતે હાર પામતો નથી ત્યારે પરિવ્રાજકે ક્રોધે ભરાઇને ગર્દભી (ગધેડી) છોડી. તેને આવતી જોઇને રોહગુપ્ત મુનિએ તેના જ મસ્તક ઉપર રજોહરણ ભમાવીને તે રજોહરણ વડે જ તાડન કરાઇ છતી તે ગર્દભી પરિવ્રાજકની ઉપર મૂત્ર અને વિષ્ટાનો ઉત્સર્ગ કરીને આ ગધેડી ત્યાંથી ચાલી ગઇ.
ત્યારબાદ સભાપતિ વડે (રાજા વડે), સભ્યો વડે, અને સમસ્ત લોકો વડે નિન્દા કરાતા આ પરિવ્રાજકને નગરમાંથી બહાર કઢાયો. ત્યારપછી શું થયું ! તે હવે ભાષ્યકાર મહારાજા પોતે જ કહે છે. ॥ ૨૪૫૪ ॥
जेऊण पोइसालं, छलूओ भणइ गुरूमूलमागंतुं ।
वायम्मि मए विजिओ, सुणह जहा सो सामज्झे ॥ २४५५ ॥ राशिदुगगहियपक्खो, तइयं नोजीवरासिमादाय । गिहकोकिलाइपुच्छच्छेओदाहरणओऽभिहिए ॥ २४५६ ॥
ગાથાર્થ :- પોટ્ટસાલ (નામના) તે પદ્વ્રિાજકને જિતીને ડુલૂક (રોહગુપ્ત છે નામ જેનું એવો તે ષડુલૂક) ગુરુજીના ચરણ કમળમાં આવીને કહે છે “વાદવિવાદમાં મારા વડે તે પદ્વ્રિાજક જે રીતે રાજસભાની વચ્ચે જિતાયો છે” તે હે ગુરુજી ! તમે સાંભળો
॥૨૪૫૫॥