SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઐરાશિકમત નિહ્નવવાદ જીવ અને અજીવ આ પ્રમાણે બે રાશિને ગ્રહણ કરીને તેવા પક્ષવાળો થયેલો આ પરિવ્રાજક નો જીવ નામની ત્રીજી રાશિની સ્થાપના કરીને ગિરોળીના પુંછડાના છેદના ઉદાહરણથી સમજાવાયે છતે મારા વડે તે પરિવ્રાજક જિતાયો. || ૨૪૫૬ // વિવેચન :- પોટ્ટસાલ નામના આ પરિવ્રાજકને જિીને ગુરુજીના ચરણકમળમાં આવીને (ષડુલૂક આવું છે બીજું નામ જેનું એવા) આ રોહગુપ્ત વડે કહેવાયું કે “રાજા વિગેરે સમસ્ત સભાની અંદર જ અધમ એવો તે પરિવ્રાજક મારા વડે જિતાયો” તે તમે બરાબર સાવધાનીપૂર્વક સાંભળો. હું કહું છું રોહગુપ્તમુનિ ગુરુજીને કહે છે કે તે હું કહું છું. તમે સાંભળો. જીવ અને અજીવ એ જ રાશિ આ સંસારમાં છે. આવો ગ્રહણ કર્યો છે પક્ષ જેણે એવો તે પરિવ્રાજક “વાદમાં મારા વડે જિતાયો” આ પ્રમાણે પૂર્વના વાક્યની સાથે સંબંધ જોડવો. શું કરી ને ? મારા વડે તે વાદી જિતાયો ? તો જીવની રાશિનો ત્રીજો પક્ષ રચીને તે વાદી મારા વડે જિતાયો. ક્યા દષ્ટાન્તથી આ ત્રીજાપક્ષની મેં સ્થાપના કરી ? આવું જાણવું હોય તો ગિરોળી આદિના પુંછડાને જ છેદેલું હોવાથી તેના રચ્છેદનું ઉદાહરણ આપીને મારા વડે આ પરિવ્રાજક રાજસભામાં જિતાયો, આ પ્રમાણે રોહગુપ્ત મુનિવડે કહેવાય છતે ગુરુજી કહે છે || ૨૪૫૫-૨૪૫૬ || भणइ गुरु सुठ्ठ कयं किं पुण जेउण कीस नाभिहियं । अयमवसिद्धंतो णे तइओ नोजीवरासित्ति ॥ २४५७ ॥ एवं गए वि गंतुं परिसामज्झम्मि भणसु नायं णे । सिद्धंतो किंतु मए बुद्धि परिभूय सो समिओ ॥ २४५८ ॥ बहुसो स भण्णमाणो गुरूणा, पडिभणइ किमवसिद्धंतो । जइ नाम जीवदेसो, नोजीवो हुज्ज को दोसो ॥२४५९ ॥ ગાથાર્થ - ગુરુજીએ શિષ્યને કહ્યું કે “વાદીને વાદમાં જિતાયો” આ કામ તારાવડે સારું કરાયું. પરંતુ વાદીને જીત્યા પછી આ પ્રમાણે કેમ ન કહેવાયું કે “નોજીવ નામનો ત્રીજો પક્ષ મેં જે કહ્યો. તે અમારી દૃષ્ટિએ અપસિદ્ધાન્ત (ખોટો સિદ્ધાન્ત) છે. પરંતુ આ વાદીની બુદ્ધિનો પરાભવ કરીને તેને માત્ર શાન્ત કરવા માટે જ મારા વડે કહેવાયો છે. /૨૪૫૭-૨૪૫૮ || ગુરુજી વડે બહુવાર સમજાવવા છતાં તે રોહગુપ્તમુનિ પ્રત્યુત્તર આપે છે કે “આ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy