________________
પંચમ નિહ્નવ આર્યગંગ આચાર્ય
૧૧૫
ના, વિશેષરૂપે સાથે ગ્રહણ થતું નથી. પણ સામાન્યરૂપે બે વસ્તુનું સાથે પણ ગ્રહણ થાય છે. તે કેવી રીતે થાય છે ? આવો કદાચ પ્રશ્ન થાય તો કહે છે કે “વેના મે મમ વર્તતે' મને વેદના હાલ વર્તે છે. આમ વેદના માત્ર સ્વરૂપે બન્નેનું સાથે ગ્રહણ થાય છે. પરંતુ શીતવેદના અને ઉષ્ણવેદના એમ વિશેષસ્વરૂપે બે વેદનાનો અનુભવ એકીસાથે થતો નથી. કારણ કે એકી સાથે બે ઉપયોગ હોતા નથી. તેમ માનવામાં ઘણા દોષો આવે છે. આ વાત પૂર્વે સમજાવેલી છે ||૨૪૪૩ II
અવતરણ :- જે સમયે વેદના માત્રને ગ્રહણ કરનારૂં સામાન્ય જ્ઞાન માત્ર જ થાય છે. ત્યારે જ શીત અને ઉષ્ણ એમ વેદના વિશેષનું પણ જ્ઞાન કેમ ઇચ્છતું નથી ? તો તેનો ઉત્તર સમજાવે છે કેઃजं सामण्णविसेसा, विलक्खणा तन्निबंधणं जं च ।
नाणं जं च विभिन्ना, सुदूरओवग्गहाऽवाया ॥ २४४४ ॥
जं च विसेसन्नाणं, सामन्नन्नाण पूव्वयमवस्सं ।
तो सामण्णविसेसन्नाणाई नेगसमयम्मि ॥ २४४५ ॥
ગાથાર્થ :- જે કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન બન્ને વિલક્ષણ (ભિન્ન ભિન્ન જાતિવાળાં) છે. કારણ કે તેના કારણભૂત જે જ્ઞાન છે. તે એક અવગ્રહાત્મક છે અને બીજું અપાયાત્મક છે. માટે આ બન્ને સુદૂરમ્ = અત્યન્ત ભિન્ન છે ।।૨૪૪૪ા
જે વિશેષજ્ઞાન થાય છે. તે સામાન્યજ્ઞાનપૂર્વક જ અવશ્ય થાય છે. તે કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો એકી સાથે એક જ સમયમાં થઈ શકતાં નથી. ૨૪૪૫ ||
વિવેચન :- આ કારણથી સામાન્યજ્ઞાન અને વિશેષજ્ઞાન આ બન્ને જ્ઞાનો એક જ સમયમાં એકી સાથે ક્યારેય પણ થતાં નથી.આ પ્રમાણે ગાથા નં. ૨૪૪૫ ના અન્યપદની સાથે સંબંધ જોડવો.
બન્ને જ્ઞાનો સાથે કેમ થતાં નથી ? આવા પ્રશ્નનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે જે કારણથી સામાન્ય અને વિશેષ આ બન્ને પરસ્પર વિલક્ષણ છે એટલે કે ભિન્ન ભિન્ન જાતિના આ બન્ને જ્ઞાનો છે. આ કારણથી તે બન્ને જ્ઞાનો એક જ કાલે તે સાથે સાથે કેમ પ્રતિભાસિત થાય ? અર્થાત્ સાથે પ્રતિભાસિત ન જ થાય. અને જો સાથે જણાય તો બન્ને જ્ઞાનો એકરૂપ થઈ જવાની આપત્તિ આવે. જેમ સામાન્ય અને સામાન્યનું સ્વરૂપ એકમેક છે તેમ, અથવા જેમ વિશેષ અને વિશેષનું સ્વરૂપ એકમેક છે તેમ સામાન્ય અને વિશેષ આ બન્ને એકસ્વરૂપવાળાં થઈ જાય.