________________
ષષ્ઠમ નિહ્નવ
અવતરણ - હવે છઠ્ઠા નિવનું વર્ણન કહેવાની ઇચ્છા વાળા ગુરુજી કહે છે કે - पंच सया चोयाला, तइया सिद्धि गयस्स वीरस्स ।
पुरिमंतरंजियाए, तेरासियादिठ्ठि उप्पन्ना ॥ २४५१ ॥ - ગાથાર્થ :- શ્રી મહાવીર પરમાત્માને મોક્ષે ગયાને પાંચસો રુમાલીસ (૫૪૪) વર્ષો પસાર થયાં હતાં ત્યારે અંતરંજિકા નામની નગરીમાં ત્રિરાશિની દૃષ્ટિ (તેવી દષ્ટિવાળા છઠ્ઠા નિહ્નવની) ઉત્પત્તિ થઈ ll૨૪૫૧.
વિવેચન :- ગાથાના અર્થ ઉપરથી ભાવાર્થ બહુ જ સુગમ છે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જયારે નિર્વાણ પામ્યા. ત્યારથી (૫૪૪) પાંચસોહ અને ચુમ્માલીસ વર્ષો પસાર થયાં ત્યારે એ અવસરમાં અંતરંજિકા નામની નગરીમાં જીવ અજીવ અને નોજીવ એમ ત્રિરાશિવાળા મતની ઉત્પત્તિ થઈ I૨૪૫૫
અવતરણ - સચમુત્પન્ન- કેવી રીતે ઉત્પન્ન થઈ ? તે કહે છે - पुरिमंतरंजि भूयगिह बलसिरि सिरिगुत्त रोहगुत्ते य । परिवायपोट्टसाले, घोसणपडिसेहणा वाए ॥ २४५२ ॥
ગાથાર્થ - અંતરંજિકા નામની નગરીમાં ભૂતગૃહ નામના ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય હતા. તે ગામમાં બલશ્રી નામનો રાજા હતો ત્યારે રોહગુપ્ત નામનો આ ગુરુજીનો એક શિષ્ય બીજા ગામમાં હતો. તે રોહગુપ્ત ગુરુજીને વંદન કરવા માટે અંતરંજિકા નગરીમાં આવ્યો અને ત્યાં એક પરિવ્રાજક વડે લોઢાના પાટાવડે પેટને બાંધીને અને હાથમાં જંબૂવૃક્ષની શાખા રાખીને “મને વાદમાં જીતે એવો કોઈ જ્ઞાની આ ગામમાં નથી આવી ઘોષણા કરાઇ. અને રોહગુપ્ત વડે તેનો પ્રતિષેધ કરાયો. || ૨૪પર ||
વિવેચન :- આ નિદ્વવની આખી વાતનો સંગ્રહ કરનારી આ ગાથા છે. આ ગાથાનો અર્થ કથાનકથી કરવા જેવો છે. તે કથાનક આ પ્રમાણે છે.
અન્તરંજિકા નામની એક નગરી હતી. તે નગરીના બહારના ભાગમાં “ભૂતગૃહ” નામનું એક ચૈત્ય હતું. તે ચૈત્યમાં શ્રીગુપ્ત નામના આચાર્ય મહારાજશ્રી રહેલા હતા.