________________
પ્રથમ નિદ્વવ જમાલિ
૧૩ ઇત્યાદિ કુંભકારવડે કહેવાતાં વચનો સાંભળીને લાંબો વિચાર કરીને બોલી કે આ કુંભકારવડે મને સારી પ્રેરણા મળી. સારો બોધ મળ્યો. આમ કહીને પોતાની ભૂલ બદલ મિચ્છામિ દુક્કડું આપીને જમાલિ પાસે જઇને સાચું તત્ત્વ સમજાવે છે.
આ જમાલિ જયારે કેમે કરીને સમજતા નથી. ત્યારે આ સુદર્શના પોતાના સમસ્ત પરિવાર સાથે, તથા બીજા કેટલાક સાધુ મહાત્માઓ પણ જમાલિને એકલા મુકીને પરમાત્મા પાસે ગયા. અને મિચ્છામિ દુક્કડે આપીને પરમાત્માની વાત સ્વીકાર કરનારા બન્યા. અને જમાલિએ તો ઘણા બીજા જીવોને પોતાના મતમાં ભોળવીને પાપની આલોચના કર્યા વિના જ કાલધર્મ પામીને તે જમાલિ કિલ્બિષિક દેવમાં ઉત્પન્ન થયા.
આ જમાલિનું વધારે વિસ્તારથી ચરિત્ર વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના આગમમાંથી જાણી લેવું. જયેષ્ઠા, સુદર્શન અને અનવદ્યાની આ ત્રણે નામો જમાલિની પત્નીનાં નામો છે.
અન્ય આચાર્યો કહે છે કે જયેષ્ઠા એટલે મોટી એવી સુદર્શના ભગવંત શ્રી મહાવીર પ્રભુની બહેન હતી. તેનો પુત્ર જમાલિ હતો. એટલે જમાલિ ભગવાનનો ભાણેજ હતો. અને અનવદ્યાકી એ ભગવાન શ્રી મહાવીર પ્રભુની પુત્રી હતી. અને તે જમાલિની પત્ની હતી.
શ્રાવસ્તી નામની નગરીમાં તૈન્દુક નામના ઉદ્યાનમાં જમાલિ નામના પ્રથમ નિદ્વવની દષ્ટિ ઉત્પન્ન થઈ, ત્યાં પાંચમોહ સાધુઓ અને એક હજાર સાધ્વીજીઓ હતાં. તેમાંથી જે જે સાધુ સાધ્વીજી સ્વયં પોતે બોધ ન પામ્યાં અને જમાલિના મતમાં જ રહ્યાં. તે સર્વને ટંક નામના તે કુંભકારવડે પ્રતિબોધ કરાયો. ફક્ત એક જમાલિ જ ન સમજયા. // ૨૩૦૭ ||
આ પ્રમાણે આ નિર્યુક્તિની ગાથા છે. તેનો સંક્ષિપ્ત અર્થ કહ્યો. હવે જમાલિ વિપરીત બોધના પ્રહણ વડે જે રીતે નિદ્વવ થયા. તે વાતને વિસ્તારથી સ્પષ્ટપણે પ્રગટ કરતાં કહે છે
सक्खं चिय संथारो, न कज्जमाणो कउत्ति मे जम्हा । बेइ जमालि सव्वं, न कज्जमागं कयं तम्हा ॥ २३०८ ॥
ગાથાર્થ :- જમાલિ આ પ્રમાણે બોલે છે કે મને સાક્ષાત્ દેખાય છે કે આ સંથારો પથરાતો છે. પણ પથરાયેલો નથી તેથી સર્વે પણ વસ્તુઓ કરાતી હોય તે કરી છે. આમ ન કહેવાય... (પરંતુ કરાતી હોય તેને કરાતી અને કરી હોય તેને જ કરી કહેવાય). || ૨૩૦૮ ||