________________
૨૨૦ દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ ગાથાર્થ - સંસ્કૃત (ઢીલી વસ્તુ) સાથવો, તથા દહી-દૂધ આદિ ગોરસ, દ્રાક્ષાદિનું પાણી, તથા પીવા યોગ્ય છાસ- આ વિગેરે પદાર્થો નીચે પડવાથી થતી જીવોની હિંસા, તે રોકવા માટે તેવા જીવોના પાણોની રક્ષા નિમિત્તે સાધુએ પાત્ર રાખવાં જોઇએ તથા પાશ્ચાત્ય કર્મનો પરિહાર કરવા માટે અને બાલ-ગ્લાન મુનિના અનુગ્રહ માટે પાત્ર રાખવાં જોઇએ. દાનમય ધર્મનું સાધન પાત્ર છે માટે પણ પાત્ર રાખવાં જોઇએ. પાત્ર રાખવાથી પરસ્પર સમતા રહે આહારાદિ કરવામાં ધીરજ રહે તે માટે પણ પાત્ર રાખવા જોઇએ / ૨૫૭૮-૨૫૭૯ ||
વિવેચન :- સંજીવતું (ઢીલી વસ્તુને મિશ્ર કરેલી વસ્તુ) સ(સાથળો અથવા દાળ-ભાત), બોરસ = (દહીં દૂધ વિગેરે પ્રવાહી પદાર્થો) દ્રાક્ષણિપાન = દ્રાક્ષ વિગેરેનાં પાણી) પનીયર = પીવા લાયક છાસ-ચા વિગેરે પદાર્થો ઢોલાઈ જવાથી થતી જીવોની જે હિંસા, તેને રોકવા માટે સાધુએ પાત્ર રાખવાં જોઇએ.
જો પાત્ર ન રાખવામાં આવે તો સાથવો-દહી-દૂધ વિગેરે કેટલાક પ્રવાહી પદાર્થો હાથમાં જ ગ્રહણ કરાયા છતા અનાભોગાદિના કારણે પડી જાય. ઢોળાઈ જાય. શરીર ઉપર પણ રેલા ચાલે તેનાથી જીવની ઘણી હિંસા થાય, તે પ્રાણવધ રોકવા માટે પાત્ર રાખવાં જરૂરી છે.
પાત્ર હોતે છતે શાસ્ત્રમાં કહેલી વિધિ મુજબ તે પાત્રો યથાસ્થાને રખાય અને ખાવા-પીવા લાયક વસ્તુ જો તેમાં રાખીને ખાય, લેવડ-દેવડ કરી શકાય છે કારણથી આવી પ્રક્રિયા પાત્ર વડે જ થાય. તેના દ્વારા નીચે ન ઢળવાથી અન્ય જીવહિંસાથી બચી શકાય જો પાત્ર રાખવામાં ન આવે અને બે હાથ ભેગા કરીને હથેળીમાં જ આહાર લેવામાં આવે તો તે હથેળીમાં ગ્રહણ કરાયેલાં ઘી-દૂધ-દહીં ઢોળાઈ જાય. નીચે ગળી જાય તેમાં કંથવા-કીડા-મકોડા આદિ જીવાત થાય. અને તે જીવોની હિંસા થાય તે રોકવી જરૂરી છે.
તથા ભાજનને (આહારના આધારભૂત હાથ વિગેરે અંગોને) ધોવા આદિની ક્રિયા કરવા વડે પાશ્ચાત્કર્મ વિગેરે દોષો લાગે સાધુપણાની આચરણા કલુષિત થાય. આવા દોષો ન લાગે તે માટે જગદ્ગુરુ વડે (મહાત્માઓ વડે) પાત્ર રાખવાનું વિધાન સ્વીકારાયું છે.
તથા ગ્લાનમુનિ (માંદા સાધુ) બાલ મુનિ; દુર્બળ મુનિ, અને વૃદ્ધ મુનિ, આદિ મહાત્મા માટે અન્ય સાધુ હાથમાં આહાર લાવી શકે નહીં અને લઈ જઈ શકે પણ નહીં. તે માટે સર્વ જીવોના અનુગ્રહ અર્થે પાત્ર રાખવાનું મહાત્માઓએ સ્વીકારેલું છે.