________________
८७
ચતુર્થ નિહ્નવ અશ્વમિત્ર મુનિ ઉત્પત્તિ થાય છે તે પૂર્વેક્ષણવાળી તૃપ્તિ તથા શ્રમાદિ તો પૂર્વેક્ષણમાં પદાર્થના નાશની સાથે જ તેનાથી અભિન્ન હોવાથી નાશ પામેલી છે.
હવે જો તમે એમ કહેશો કે તૃપ્તિ આદિ અનુવર્તે છે આવો તમારો કહેવાનો આશય હોય તો પૂર્વ પૂર્વ ક્ષણનો સર્વથા વિનાશ થયો કેમ કહેવાય ? કારણ કે પૂર્વપૂર્વ ક્ષણની જે તૃપ્તિ આદિ હતી. તેનાથી અનર્થાન્તરભૂત અભિન્ન એવી તૃપ્તિ આદિ જે ગુણો દ્વિતીયાદિ સમયોમાં (જે તૃપ્તિ આદિ) ઉત્તર ઉત્તર સમયમાં પણ અનુવર્યા છે માટે સર્વથા ક્ષણિકત્વ રહેતું નથી. | ૨૪૦૭ ||
અવતરણ - સર્વ વસ્તુઓને ક્ષણિક માનવામાં બીજી દૂષણ પણ આવે છે તે કહે છેदिक्खा व सव्वनासे, किमत्थमहवा मइ विभोक्खत्थं । सो जइ नासो सव्वस्स, तो तओ किं व दिक्खाए ॥ २४०८ ॥
ગાથાર્થ :- જો બધી વસ્તુ ક્ષણિક જ છે તો દીક્ષા લેવાની શું જરૂર રહે છે. અથવા વિશેષ મોક્ષ માટે દીક્ષા લેવામાં આવતી હોય તો તે મોક્ષનો પણ સર્વથા નાશ જ થશે. તો જો તે મોક્ષ પણ ક્ષણમાત્ર પછી નાશ જ પામવાનો હોય તો દીક્ષા લેવાથી પણ શું લાભ ? | ૨૪૦૮ |
વિશેષાર્થ :- પદાર્થોનો જો ક્ષણે ક્ષણે સર્વથા નાશ જ થતો હોય તો દીક્ષા પણ શા માટે લેવી ? કારણ કે આ દીક્ષા પણ નિરર્થક જ થશે. કદાચ પર એવો શિષ્ય આમ કહે કે દીક્ષા મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. માટે દીક્ષા તો આવશ્યક જ છે. આવી પરની કદાચ મતિ હોય તો આ બાબતમાં પણ અમે તમને પૂછીએ છીએ કે “તમારો માનેલો આ મોક્ષ એ પણ નાશરૂપ છે કે અનાશરૂપ છે? તમે જો એમ કહેશો કે સંસારાવસ્થાનો જે નાશ તે મોક્ષ છે. તો તે પ્રાપ્ત થયેલો આ મોક્ષ પણ ક્ષણિક માત્ર જ છે. એટલે નાશ પામવાવાળો છે કે અક્ષણિક એટલેને સદાકાળ રહેવાવાળો છે ?
જો ગ૬ નારો" જો તે મોક્ષ પણ ક્ષણિક જ છે એટલે કે નાશ પામવાવાળો જ છે તો સર્વે પણ જીવોનો સંસાર પણ ક્ષણિક માત્ર જ તમારા અભિપ્રાય પ્રમાણે થશે. તો આપો આપ સર્વેપણ વસ્તુઓનો સ્વાભાવિકપણે જ પોતાના પ્રયત્ન વિના જ તમારા અભિપ્રાય પ્રમાણે મોક્ષ સિદ્ધ જ છે દીક્ષા લેવાનો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની શી જરૂર છે ? તમારા મતે સર્વે પણ વસ્તુઓ ક્ષણિક હોવાથી સંસાર પણ ક્ષણિક જ છે તેથી બીજા જ સમયે સર્વે પણ જીવોનો આપો આપ મોક્ષ થશે જ. તો દીક્ષા લેવાની કે તપ-જા કરવાની શી જરૂર છે ? અને આટલો બધો પ્રયત્ન કરીને મેળવેલો મોક્ષ પણ જો સમયમાત્ર જ રહેવાનો હોય તો તેવો મોક્ષ મેળવવાથી પણ શું લાભ ? | ૨૪૦૮ ||