Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004832/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ og o ziadi ભાર્ગદર્શ0 પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન)નાં પ્રવચનો Sim EsGen international ternational Private Person Only 3931-LSUZWW anello ary.org પ્રવચન પ્રભાવક પુજ્ય આચાર્યદવ Page #2 -------------------------------------------------------------------------- ________________ [9 સંઘના મોભીઓને માર્ગદર્શન Page #3 -------------------------------------------------------------------------- ________________ જનસંઘના મોભીઓને માર્ગદર્શન પાવાપુર તીર્થગ્રામ (રાજ.)નાં પ્રવચનો પ્રવચનકાર વર્ધમાનતપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ શક્યા ઃ પ્રકાશક : wજા પ્રકાશન વે. મૂ. તપ. જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૫૨૦૭૨ - ફેક્સ : ૨૫૩૯૨૭૮૯ Email : sanmargp@icenet.net Page #4 -------------------------------------------------------------------------- ________________ જાળસંઘના મોભીઓને માદિર્શન પાવાપુરી તીર્થધામ (રાજ)નાં પ્રવચનો 81-87163-550 : પ્રકાશક : ત્યા પ્રકારત બ્ધ. મૂ. તપ. જૈન આરાધના ભવન પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન : ૨૫૩૫૨૦૭૨ - ફેક્સ : ૨પ૩૯૨૭૮૯ E-mail : sanmargp@icenet.net વિમોચન દિવસ ઃ સં. ૨૦૭૦, વૈશાખ સુદ-૫, શનિવાર, તા. ૨૪-૪-૨૦૦૪ વિમોચન સ્થળ : શ્રી પાવાપુરી તીર્થધામ-જીવમેત્રીધામ (રાજસ્થાન) ગુજરાતી : પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૬૦૦ નકલ : ૩૦૦૦ ગુજરાતી : દ્વિતીય આવૃત્તિ ઃ વિ. સં. ૨૦૬૧ ૦ નકલ : ૩૦૦૦ (હાર્ડ બાઉન્ડ) ગુજરાતી : દ્વિતીય આવૃત્તિ : વિ.સં. ૨૦૬૧ ૦ નકલ : ૨૦૦૨ (પેપરબેક) હિંદી : પ્રથમ આવૃત્તિ : વિ. સં. ૨૦૭૦ ૦ નકલ : ૩૦૦૦ -~~ ~-૪૪+ સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન -મસ્જ----- * ': અમદાવાદ : જન્મા પ્રકાશન કાર્યાલય ઃ મુંબઈઃ સન્માર્ગ પરિવાર ૩૦૯, ફિનીક્સ બિલ્ડીંગ, પ્રાર્થના સમાજ, ૪૫૭, એસ. વી. પી. રોડ, મુંબઈ-૪૦OO૦૪. ફોન : (O) 2388 3420 ઃ સુરત : વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205, (R) 220405 ? પાવાપુરી તીર્થધામ : શ્રી પાવાપુરી તીર્થધામ-જીવમૈત્રીધામ કંડલા-દિલ્હી હાઈવે, કૃષ્ણગંજ, જિ. સિરોહી (રાજ.) 307001 Phone : 02972-286866, 67, 68 Page #5 -------------------------------------------------------------------------- ________________ ........... ( (& ....... સન્મા પ્રકાશન દ્વારા આયોજિત જનસંઘના મોભીઓને માર્ગદર્શન પાવાપુરી તીર્થધામ (રાજ.)નાં પ્રવચનો પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર છે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ પાવાપુર તીર્થગ્રામ દિલ્હી-કંડલા હાઈવે, કૃષ્ણગંજ, જિ. સિરોહી (રાજ.)-307001 આપે કરેલી વ્યુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ.જન્મા પ્રદાન Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ વિષય શ્રી પાવાપુરી તીર્થધામ - એક નજરે... 500 પ્રકાશકીય પાવાપુરી તીર્થધામમાં સુસફળ ટ્રસ્ટી સ્નેહમિલન બાબુકાકાનું વક્તવ્ય ટ્રસ્ટી મિલન-વાચનાશ્રેણીનાં સંસ્મરણો (રંગીન ચિત્રો) પ્રથમ પ્રવચન : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય દ્વિતીય પ્રવચન : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ધર્મોપદેશક કેવો જોઈએ ? સંઘસંચાલકના ગુણો : ૧ ૨ ૩ - -- શુભસ્વજન ધનવાન યુક્ત (યોગ્ય) કુલીન ૪ ૫ અક્ષુદ્ર ૬ - ધૈર્યબળયુક્ત ૭ - બુદ્ધિશાળી ८ ધર્મરાગી ૯ ગુરુજનપૂજાકરણતિ ૧૦ - શુશ્રુષાદિગુણયુક્ત ૧૧ વિધિજ્ઞાતા - - દેવ-ગુરુ-ધર્મના આધારે ધર્મી કે ધર્મીના આધારે દેવ-ગુરુ-ધર્મ ?. 4 પૃષ્ઠ 6 ૧૨ અત્યંતઆજ્ઞાપ્રધાન ૧૧૪ તૃતીય પ્રવચન : શ્રી જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ...... ૧૧૯ ચતુર્થ પ્રવચન ઃ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા . ૧૪૨ પંચમ પ્રવચન : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ઃ ૧૪૩ 10 14 16-23 ........૦૧ ......૪૪ .૪૯ .૫૬ ૫૭ ૩૨ ૭૨ .૭૬ .૭૭ ८० ૮૩ .૯૧ ૯૬ ૧૦૬ ૧૧૨ ૧૫૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ Twee સાતક્ષેત્રો :..... 1-2 જિનમૂર્તિ-જિનમંદિર 3જિનાગમ-જ્ઞાન 4-5 સાધુ-સાધ્વી 6-7 શ્રાવક-શ્રાવિકા : સાધર્મિકભક્તિ અનુકંપા-જીવદયા શુભક્ષેત્ર-શુભખાતુ-સર્વસાધારણ પરિશિષ્ટ-૧ : યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના કેટલાક મુદ્દા પરિશિષ્ટ-૨ : દરેક કાર્યો વિધિપૂર્વક જ કરવાં જોઈએ, અવિધિથી કરવામાં ઘણાં નુકસાન થાય છે પરિશિષ્ટ-૩ : ‘દ્રવ્યસપ્તતિકા’ના આધારે કેટલીક સમજવા જેવી બાબતો પરિશિષ્ટ-૪ : જિનમંદિર (દેરાસર) સંબંધી કેટલાક કાર્યો : જે સંઘના આગેવાને ક૨વાનાં હોય છે પરિશિષ્ટ-પ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! પરિશિષ્ટ-૬ : આ૨તી-મંગળદીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો પરિશિષ્ટ-૭ : કિશોરભાઈ સંઘવીનું વક્તવ્ય B પરિશિષ્ટ-૮ : પ્રકાશભાઈ સિ૨ોડીવાળાનું વક્તવ્ય પરિશિષ્ટ-૯ : વિખ્યાત અર્થવિશેષજ્ઞ નિમેષભાઈ કંપાણીએ મોકલાવેલા ટ્રસ્ટ સંબંધી મુદ્દા. પરિશિષ્ટ-૧૦ : નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પી. સી. પરમારનું વક્તવ્ય પરિશિષ્ટ-૧૧ : વિખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટી.પી. ઓસ્તવાલજીનું વક્તવ્ય :05 5 ......... ૧૫૩ ૧૫૩ ૧૭૦ ૧૭૬ ૧૮૨ ૧૮૪ ૧૯૨ ૨૦૨ ૨૦૩ ૨૦૬ ૨૦૯ ૨૧૭ ૨૧૯ ૨૨૧ ૨૨૫ ૨૨૯ ૨૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ || શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | श्री पावापुरी तीर्थधाम एम जीव मैत्री धाम " જય કરે the T છે. ' ન', કી કાર Sલ કેર પિતા -હિ કે |, દ * સાકરણના ૩ હજાર 7. ફરિણ રજ રસ .3 : હજારો A RE દિલ્હી-કંડલા હાઈવે, કન્નગંજ, જિ. સિરોહી (રાજ.)-307001 Tel. No. 02972-286866, 286867, 286868 - Fax-02972-286814 શ્રી પાવાપુરી તીર્થધામ એક નજરે... માલગાંવ, જિલ્લો-સિરોહી (રાજસ્થાન) નિવાસી જૈન શ્વે. મૂ. પૂ. પાગચ્છ વીશા ઓસવાલ “સંઘવી પૂનમચંદજી ધનાજી બાફના, કે. પી. સંઘવી પરિવાર” દ્વારા આયોજીત અને નિર્માણ થયેલ આ તીર્થ પ00 વીઘા મીન (૮૭,૧૨,૦૦૦ ઘનફૂટ) માં ફેલાયેલ શ્રી પાવાપુરી તીર્થધામ બદ્ભુત વિશાળતા સાથે સૌંદર્યનું અલૌકિક રૂપ છે. અહીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. સાધર્મિકોનો સ્નેહ છે, ધર્મશાળા Page #9 -------------------------------------------------------------------------- ________________ થિા સાધર્મિકભક્તિભવનની પણ સુંદર સગવડ છે. પ્રાણીસૃષ્ટિના અબોલ પશુઓના રક્ષણ-પાલન માટે સુમતિ જીવરક્ષા કેન્દ્ર છે, જ્યાં આજે ૩૦૦થી ય વધુ મૂંગા ઢોરો આશ્રય પામેલ છે. ઈતિહાસના ઉલ્લેખ મુજબ ભગવાન શ્રી મહાવીરના ચરણસ્પર્શથી પવિત્ર થયેલ આ પાવન વસુંધરા છે. અગણિત વૃક્ષોથી છવાયેલ લીલા રંગની ચાદર પ્રભુશ્રી પાર્શ્વના વર્ણનું સૂચન કરે છે. પૂજાભક્તિ માટે રોપાયેલાં ૫00 ચંદન વૃક્ષો અત્રે ઉગી સુવાસિત ચંદનથી પ્રભુપૂજામાં સહાયક બનશે. જૈનધર્મનાં સાતક્ષેત્રોની મક્તિનું અને અનુકંપા-જીવદયાનું પ્રબળ આલંબન આ તીર્થ બની રહ્યું છે. મક્તિ, શૌર્ય, દાન, સેવા અને ધર્મભાવનાથી સેવાથી ભરપૂર સૌંદર્યમય જાણે ધરતીનું નંદનવન છે. મરુધરમાં ખીલેલું એક નવું કલ્પવૃક્ષ શ્રી પાવાપુરી તીર્થધામ જીવમેત્રી ધામ છે. પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણની પુણ્ય તીર્થભૂમિ શ્રી પાવાપુરી નામથી લઈને ભગવાન મહાવીરના ચરણોથી મંડિત પાવાપુરી જળમંદિર અને પ્રભુની પ્રથમ અને અંતિમદેશનાની સાક્ષીરૂપ ચતુર્મુખ પ્રતિમામંડિત સમવસરણ મંદિરનું નિર્માણ, ભગવાન મહાવીરના સત્તાવીશ ભવો, ચોવીસ વીર્થકરો, કેવલ્ય વૃક્ષ અને ચરણપાદુકા, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગરિરાજની રચના, શ્રી શત્રુંજય નદી, શ્રી શત્રુંજય સાથે સંકળાયેલ અનેક પુણ્ય સ્મારકો, ગુરુમંદિરો વગેરેનું અભૂતપૂર્વ આયોજન, ૫૦૦૦ અઠ્ઠમ ૧૫ આરાધકો, હજારો ઓળી આરાધકો, ચાતુર્માસ આરાધકો અને ઉપધાનતપ આરાધકોના તપ-જપ-બળથી આ ભૂમિ પવિત્ર છે. હજારો પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના ચરણસ્પર્શ અને તેમના રજ-કણથી બનેલ પવિત્ર વહારભૂમિ પણ છે. જય... જય... જય શ્રી પાવાપુરી તીર્થધામ-જીવમૈત્રી ધામ. - લિખિતમ્ કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ – શ્રી સુમતિ જીવરક્ષા કેન્દ્ર કે. પી. સંઘવી રિલીજીયસ ટ્રસ્ટ મંડળ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ‘જૈનસંઘના મોભીઓ' એક મહત્ત્વપૂર્ણ કડી છે જૈનશાસનના મહત્ત્વપૂર્ણ સાતે ક્ષેત્રોના સંચાલન-વહીવટની ! સદ્ગુરુ ગીતાર્થ ભગવંતોના શ્રીમુખે શ્રાવક જીવનની સામાચારી સાંભળનાર શ્રાવકો વિશેષ યોગ્યતા ખીલતાં સાત ક્ષેત્રો આદિના સંચાલન-વહીવટ માટે યોગ્ય બને છે. આ ક્ષેત્રોનું જિનાજ્ઞાનુસાર સંચાલન-વહીવટ યાવત્ તીર્થંક૨૫ણાની ભેટ આપે છે તો એમાં કરાતી ઉપેક્ષા આદિ વશ આત્માને નરકગમન સુધીનાં દુઃખો ભોગવવાનો વારો આવે છે. માટે જ આ સ્થાને આવેલા, આવતા કે આવવા માગતા પુણ્યાત્માઓએ આ દરેક ક્ષેત્રની શાસ્ત્રીય મર્યાદાઓનું વિશદ જ્ઞાન મેળવી લેવું અનિવાર્ય બને છે. સંસાર હોય કે જૈનશાસન હોય, દરેક સ્થાને તે તે સ્થાનના સંચાલન-વહીવટ માટે જરૂરી જ્ઞાન હોવું-મેળવવું અનિવાર્ય મનાય છે. સંસારની બાબતમાં આવા જ્ઞાનના અભાવે ગાડું અટકી જાય છે. એવું ન થાય માટે સંસારીજનો ચીવટથી જ્ઞાન મેળવે છે. જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાં દોડી જાય છે અને પ્રયત્ન કરી જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. જ્યારે ધર્મક્ષેત્રોના સંચાલન-વહીવટમાં આ લક્ષ્ય-પ્રયત્ન પ્રાયઃ દેખાતો નથી. વર્ષોથી સંચાલન-વહીવટ કરતા સંઘના મોવડીઓને પણ ધર્મક્ષેત્રોની વ્યાખ્યા, સ્વરૂપ, મર્યાદાનો પ્રારંભિક-ખ્યાલ પણ હોતો નથી. એમાં વળી કદાગ્રહ, પૂર્વગ્રહ આદિ ગ્રહો ભળવાથી સંઘની સમાધિમાં કારમો ઉત્પાત મચી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ પણ સર્જાતી હોય છે. ધર્મક્ષેત્રોની મર્યાદાથી અજાણ સંચાલકો-વહીવટદારો પોતે તો પાપ બાંધી ડૂબતા હોય છે સાથેસાથે એમના વિશ્વાસે રહેલા સંઘજનોને પણ ડૂબાડવામાં નિમિત્તરૂપ બનતા હોય છે. અનંતકાળે, મહાપુણ્યોદયે મળેલા જિનેન્દ્રશાસનને 8 Page #11 -------------------------------------------------------------------------- ________________ તેઓ આ રીતે હારી જઈ ફરીથી અનંતકાળ સુધી એને નહીં મેળવવાનું પાપકર્મ ઉપાર્જી લેતા હોય છે. આ પરિસ્થિતિમાં સંઘના મોભીઓ સાથોસાથ પોતાને પણ ધર્મક્ષેત્રોની મર્યાદાઓ તેમજ વહીવટદારોની જવાબદારીઓનું સર્વાંગિણ જ્ઞાન પ્રાપ્ત કરવાની શુભ ભાવના કે. પી. સંઘવી પરિવારના શ્રીયુત બાબુકાકાને થઈ અને એમાંથી જ એમના જ પરિવાર દ્વારા નિર્મિત-સંચાલિત પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) ખાતે ભારતવર્ષીય તીર્થો અને ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓના મિલન-સન્માન તેમ જ સાત-ક્ષેત્રાદિના સંચાલન-વહીવટ સંબંધી જ્ઞાનપ્રદાનના એક યાદગાર વ્યાખ્યાનવાચનાશ્રેણી ઉજવાઈ. જૈનશાસનશિરતાજ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજની પુણ્ય નિશ્રામાં આ સમારોહ યોજાયો. શ્રીયુત બાબુકાકાની ભાવનાનુસાર આ સમારોહમાં પૂજ્યશ્રીએ ટ્રસ્ટી-ધર્મક્ષેત્રના સંચાલક-વહીવટદારોના ગુણો અંગે પ્રકાશ પાથરવા પંચાશકજી તેમ જ દ્રવ્યસપ્તતિકા ગ્રંથાધારે પ્રવચનો કર્યા તો વળી સાતે ક્ષેત્ર તેમ જ અનુકંપા-જીવદયા જેવા કરુણાપાત્ર ક્ષેત્રો અંગેની શાસ્ત્રીય મર્યાદાઓ પણ ખુબ જ રોચક શૈલીમાં સમજાવી. આ પ્રવચનો એ જ વખતે પૂજ્યશ્રીના શિષ્ય મુનિરાજો નોટમાં ઝડપી લેતા હતા. તે જોઈને શ્રી બાબુકાકાએ પૂજ્યશ્રીને આ પ્રવચનો તત્કાળ તૈયાર કરી આપવા વિનંતી કરી; જેથી તેઓને એને સકળ શ્રીસંઘના લાભાર્થે પ્રકાશિત કરવાનો લાભ મળી શકે. તેમની વિનંતીને લક્ષ્યમાં લઈ આ પ્રવચનો તૈયાર કરાયાં છે. ખૂબ જ ટુંક સમયમાં આ પ્રવચનોનું પુસ્તક અપ્રાપ્ય બનતાં એની બીજી આવૃત્તિનું પ્રકાશન પણ આ સાથે કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી કરવામાં આવી રહ્યું છે. પુસ્તકની અતીવ ઉપયોગિતા જોઈ એનું હિંદી ભાષાંતર પણ તૈયાર કરી તેઓના જ સહયોગથી પ્રકાશિત થઈ ચૂક્યું છે. સહુ કોઈ આ પ્રવચનોને શાંતિથી વાંચી, વિચારી, શાસ્ત્રસૂચિત મર્યાદાઓના આદર્શમાં જોઈ જોઈ ધર્મક્ષેત્રોનું સંચાલન-વહીવટ કરી તેના ફળરૂપે યાવત્ તીર્થકરત્વ પામી સ્વ-પર શ્રેય સાધે એ જ અભિલાષા. - જન્મા પ્રકાશન Page #12 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી તીર્થધામમાં સુસફળ ટ્રસ્ટી સ્નેહ-મિલન ૬૦૦ થી વધુ ટ્રસ્ટીઓ પથાર્યા * ત્રણ દિવસમાં ૧૩ કલાક વ્યાખ્યાન-વાચના, સાતક્ષેત્ર, જીવદયા, અનુકંપાને લગતું શાસ્ત્રીય માર્ગદર્શન અપાયું * પ્રતિવર્ષ સંમેલનની માગણી *ટ્રસ્ટીઓનું ભાવભર્યું બહુમાન * કે. પી. સંઘવી ટ્રસ્ટનું ઉદાર આયોજન * યાદગાર માહોલ * મરુઘનું અભિનવ પાર્શ્વઘામ=પાવાપુરી તીર્થઘામ વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ. સા. તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા. ના રાજસ્થાનમાં વિચરણ થવાના સમાચાર મળતાં જ પાવાપુરી તીર્થધામના અગ્રણી સંસ્થાપક ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સંઘવીએ હસ્તગિરિ તીર્થે આવી પૂજ્યશ્રીને પોતાના તીર્થંગણે સ્થિરતા કરી જ્ઞાનદાન કરવા અંગે વિનંતી કરેલ. વર્ષોથી એમની ભાવના હતી કે મારી જેમ જ ધર્મસ્થાનોના ટ્રસ્ટીઓ મારા આંગણે આવી મારું બહુમાન સ્વીકારે અને તેમની સાથે સદ્ગુરુના શ્રીમુખે સહુ મળી ટ્રસ્ટીઓની જવાબદારીઓ, કર્તવ્યો, ભૂમિકા અને લાયકાત અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ. એ ભાવનાને સાકાર કરવા તેમણે ભારતવર્ષીય તીર્થક્ષેત્ર અને ધર્મધામોના ટ્રસ્ટીઓનું એક સ્નેહમિલન-બહુમાન સમારોહ યોજવાનું નિર્ધાર્યું. સુંદર પોસ્ટર બનાવી ગામેગામ - સંઘો અને તીર્થધામો ૫૨ મોકલ્યું. સંધોતીર્થોના ટ્રસ્ટીઓ પાસેથી જરૂરી ફોર્મો પણ ભરાવી મંગાવ્યાં. વિ. સં. ૨૦૫૯, ચૈત્ર સુદ પ્ર. ૩, દ્વિતીય-૩ અને ૪, શુક્ર, શશિન અને રવિ, 10 Page #13 -------------------------------------------------------------------------- ________________ તા. ૪, ૫ અને ૬ એપ્રિલના દિવસો એ માટે નક્કી થયા. પ્રવચનપ્રભાવક પૂજ્યશ્રી માલગામ-સિરોડી થઈ પ્રથમ દિવસે પાવાપુરી તીર્થધામ ખાતે પધારતાં ટ્રસ્ટ અને સંસ્થાપક પરિવારે ભાવભર્યું સામૈયું કર્યું. અમદાવાદનું મિલન બેન્ડ આદિ સામગ્રી રાખેલ. કે. પી. સંઘવી પરિવારના મોભી બાબુકાકા તથા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ વગેરે પૂજ્યશ્રી સામે મન મૂકીને નાચી ઉઠ્યા. - ત્રણ દિવસ વ્યાખ્યાન-વાચનાશ્રેણી ખૂબ જ રસપ્રદ રહી. સવારે ૯ થી ૧૨ પછી બપોરે ૩-૩૦ થી ૫-૩૦ અને રાત્રે ૮ થી ૯ અથવા ૯ થી ૧૦ આમ ત્રણ-ત્રણ વ્યાખ્યાનો કુલ-૧૩ કલાક પ્રવચન થયેલ. લગભગ ૧૦૦ જેટલા ટ્રસ્ટીઓ ભારતભરમાંથી પધાર્યા હતા. તીર્થ સંસ્થાપક બાબુભાઈએ પ્રથમ સ્વાગત પ્રવચન કરી પોતાની ભાવના, મનમાં આવેલ વિચાર અને પૂજ્યશ્રીનો ઉપકાર વર્ણવ્યો. કિશોરભાઈ સંઘવીએ તીર્થમાં થયેલ કાર્યની વિગત પ્રસ્તુત કરી હતી અને પ્રકાશભાઈ સિરોડીવાળા (મેનેજિંગ ટ્રસ્ટી) એ તીર્થના ભાવિ વિકાસ કાર્યક્રમોનો નિર્દેશ આપ્યો હતો. ત્રણે દિવસ સભા સંચાલન કર્યું હતું સુરતના પંડિતવર્યશ્રી માણેકચંદજી સોનેથાએ ! ત્રણ દિવસ પ્રવચનોમાં પૂજ્યશ્રીએ પ્રારંભિક ભૂમિકા-ઉત્થાન, ટ્રસ્ટી કે સંચાલક બનવા માટે શાસ્ત્ર બતાવેલા ૧૨ જરૂરી ગુણો, ભક્તિપાત્ર એવા જિનમૂર્તિ આદિ સાતે ક્ષેત્રોની આવક-જાવકના માર્ગો તેમજ મર્યાદાઓ, કરુણાપાત્ર અનુકંપા અને જીવદયા ક્ષેત્રના સંચાલનનાં રહસ્યો તેમજ જયણાપાલનનાં મર્મો, ટ્રસ્ટીઓનાં કર્તવ્યો, જવાબદારીઓ, લાભ-નુકસાન આદિ અંગે ખૂબ જ તંદુરુસ્ત શૈલીમાં સમજાવેલ. રાત્રિ પ્રવચન દરમ્યાન તેઓશ્રીએ આત્માની આંતરિક લાયકાતના ઉઘાડ માટેનું માર્ગદર્શન આપવા અધ્યાત્મ સાધના એ વિષય ઉપર હિંદી ભાષામાં પ્રવચન આપેલ. છેલ્લા દિવસે પણ શ્રોતાઓના આગ્રહથી દિવસનું પ્રવચન પણ હિંદી ભાષામાં કરેલ. ત્રણ દિવસ પ્રાતઃ ઉષાભક્તિ, સાંજે સંધ્યાભક્તિનું આયોજન રહેતું. દેરાસરનો વિશિષ્ટ દીપક શણગાર અને રંગોળીઓ પણ થતી. પ્રભુભક્તિમાં તરબોળ કરવા વર્ધમાન જિનભક્તિ મંડળ કાંદીવલીના પરેશભાઈ આદિએ નિઃસ્વાર્થ સેવા પ્રદાન કરી સૌને પ્રભુભક્તિમાં લીન કરેલ. આ અવસરે ભારતભરમાંથી માનવંતા ટ્રસ્ટીઓ પધારેલા, જેમાં નાકોડા તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંપાલાલજી સાથેચા, નાગેશ્વર તીર્થના શ્રી દીપચંદજી 11 Page #14 -------------------------------------------------------------------------- ________________ દિલ્હીઃ આત્મવલ્લભ ફાઉન્ડેશનના શ્રી રાજકુમારજી જૈન, શ્રી રલાલજી, શંખેશ્વર ૧૦૮ તીર્થના શ્રી સોમાભાઈ - હ૨ગોવિંદભાઈની જોડી, પુરના શ્રી પી. સી. પરમાર, આબુજીના શ્રી સુરેશભાઈ સુરાણા, ોલતીર્થના મુરબ્બી શ્રી શાંતિલાલ હરિલાલ, હસ્તગિરિ આદિ તીર્થોના શ્રી લાલ કકલચંદ, જૈન શાસનના જયંતભાઈ, જામનગરથી નવીનભાઈ, ત્રયી સંઘ અમદાવાદના જયેશભાઈ, શ્રી જ્ઞાનચંદજી જૈન વગેરે પ્રમુખ હતા. સવાય પણ જોધપુર, અજમેર, પાલી, ભિનમાલ, અમદાવાદ, સુરત, મુંબઈ દૂર-સુદૂરના સ્થાનોથી ટ્રસ્ટી મહોદયો પધારેલા. શ્રી શંખેશ્વર ભોયણીજી ના પ્રમુખ શ્રી શ્રીયકભાઈ અરવિંદભાઈને મહારાષ્ટ્રમાં જરૂરી કાર્યે વાનું તેઓશ્રી એક દિવસ પૂર્વે આવીને શુભેચ્છા વ્યક્ત કરી ગયા હતા. , પૃભામાં ટ્રસ્ટીઓએ અનેક સવાલો પૂછ્યા, જેના પૂજ્યશ્રી તરફથી શાસ્ત્રીય ધાનો પ્રાપ્ત થતાં સભા ઝૂમી ઉઠતી હતી. બીજા દિવસે તીર્થોના તેમજ સંઘોના પ્રમુખ, ઉપપ્રમુખ કે મેનેજિંગ ટ્રસ્ટીઓનું પી. સંઘવી ટ્રસ્ટે બહુમાન કર્યું. બહુમાનમાં તિલક-હા૨-સાફો ઉપરાંત ચાંદીનું ચિન્હ અર્પણ કરાયેલ. અતિથિ વિશેષરૂપે આમંત્રિત શ્રી પી. સી. ૫૨મા૨ અને શ્રી ટી. પી. ઓસ્તવાલે 1 દિવસે કાયદા-કાનૂન અને જૈન સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં ટ્રસ્ટ એક્ટની નોના અર્થઘટન અને પરિપાલન અંગે સવિગત સમજ આપેલ. શ્રી પરમાર ૨ સમિતિના સભ્ય હતા. તેમણે કમિટીના અનુભવો રજૂ કર્યા. જ્યારે તવાલજીએ વિશેષ રૂપથી ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટોની બાબતમાં માર્ગદર્શન ો, ટ્રસ્ટોના વહીવટ અંગે કોઈ પણ તકલીફ આવે ત્યારે સેવા પ્રદાન કરવાની ધરી આપી હતી. બંને અતિથિ વિશેષોનું ટ્રસ્ટે બહુમાન કરેલ. વેખ્યાત અર્થ-વિશેષજ્ઞ શ્રી નિમેષભાઈ કંપાણી નાદુરુસ્ત સ્વાસ્થ્યવશ આવી ન ા છતાં તેમણે શુભેચ્છા સંદેશ સાથે ટ્રસ્ટીઓએ કરવા-ન કરવા અંગેની તોની અત્યંત ઉપયોગી બને તેવી સમરી લખીને મોકલાવેલ. માયોજક કે. પી. સંઘવી પરિવારને આવેલા ટ્રસ્ટીઓએ મળી ફરી ફરી આવા તન ગુરુદેવની નિશ્રામાં યોજવા માટે વિનંતી કરી. જેથી આયોજક પરિવાર .ત આનંદિત બન્યો હતો. ભાવિમાં પણ આવા આયોજન યોજવાની ભાવના પણ ણે વ્યક્ત કરેલ. પૂજ્યશ્રીએ ત્રણ ત્રણ દિવસ અથાક પરિશ્રમ ક૨ી પ્રવચન ન કર્યું તે બદલ કે. પી. સંઘવી પરિવારે ઉપકાર સ્મરણ કરેલ. 12 Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા દિવસે જન્માર્થ પ્રકાશન દ્વારા છપાયેલ ત્રણ હિંદી પુસ્તકોનું વિમોચન કરી પૂજ્યશ્રીને અર્પણ કરાયેલ. પુસ્તકનું નામ ९. जिनशासन के प्रति हमारा उत्तरदायित्व प्र : पू. आ. श्री विजयरामचन्द्रसूरिम. सा. વિમોચક : જ્ઞાનચંદજી જૈન २. जिनाज्ञा परममंत्र સમર્પક : બાબુભાઈ સંઘવી પ્ર : પૂ. આ. શ્રીવિનયીતિયશસૂરિ મ. સા. સમર્પક : કિશોરભાઈ સંઘવી પ્ર : પૂ. આ. શ્રીવિનયીર્તિયશસૂરિ મ. સા. વિમોચક : ટી. પી. ઓસ્તવાલ ३. प्रार्थना सूत्र के माध्यम से परमात्मा को प्रार्थना વિમોચક : ધનેશભાઈ સંઘવી સમર્પક : પં. માણેકલાલ સોનેથા કે. પી. સંઘવી ટ્રસ્ટ પરિવારે પૂજ્યશ્રીનું ગુરુપૂજન કર્યું તેમજ કામળી પણ વહોરાવેલ. આ પ્રસંગે પૂજ્યશ્રીના સમુદાયવર્તી તેમજ અન્ય-અન્ય સમુદાયવર્તી સાધ્વીજી ભગવંતો પણ પધાર્યાં હતાં. પરિવાર દ્વારા સંચાલિત સુમતિ જીવરક્ષા કેન્દ્રની પણ પૂજ્યશ્રીએ મુલાકાત લઈ ત્યાં ચાલતી જીવદયાલક્ષી પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. તીર્થમાં નિર્માણ થનાર જલમંદિર-સમવસરણ મંદિર અંગે પણ ટ્રસ્ટે માર્ગદર્શન માગતાં પૂજ્યશ્રીએ ત્યાં પધારી માર્ગદર્શન કરેલ. મરુધરમાં મીઠી વીરડી સમાન આ પાવાપુરી ધામ બન્યાને માત્ર બે વર્ષ થયાં છે. એ ગાળામાં ૬ લાખ જેટલા યાત્રાળુ અત્રે પધારી ચૂક્યા છે. ૫૦૦ વીઘા જમીન પર એ તીર્થ સંકુલ અને જીવદયા કેન્દ્ર પથરાયેલ છે. કે. પી. સંઘવી પરિવારે ત્રણે દિવસ આગંતુકોની ઉત્તમ ભોજ્યથી ભક્તિ કરી અને વિદાય સમયે ભાથું પણ બાંધી આપ્યું હતું. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં ય સંગીન શાસ્ત્રજ્ઞાન પામી ટ્રસ્ટીઓ ઘણા જ ઉત્સાહિત બન્યા છે. વિવિધ સંઘોએ પૂજ્યશ્રી પાસે બેસી અનેક વિષયોનું માર્ગદર્શન મેળવ્યું હતું. તેમજ પોતપોતાના સંઘ-તીર્થમાં ચાતુર્માસાદિ માટે પધારવા વિનંતીઓ પણ કરેલ. 13 Page #16 -------------------------------------------------------------------------- ________________ પાવાપુરી તીર્થધામના પ્રમુખ શ્રી બાબુકાકાના વક્તવ્યનો સારાંશ પરમકૃપાળુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની અસીમ કૃપાથી આજ અમારા આંગણે ભારતભરના જૈન તીર્થો અને જિનાલયોના ટ્રસ્ટી ભાઈઓનું સ્નેહમિલન યોજાયું છે. ઘણા વર્ષોથી મારા મનમાં આ અંગે ભાવના ઘોળાયા કરતી હતી કે, આપણા આંગણે આ રીતે બધા પુણ્યાત્માઓને બોલાવી તેમની ભક્તિબહુમાનનો લાભ લઈએ. અને એ જ અવસરે ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતની નિશ્રામાં ‘ધાર્મિક ક્ષેત્રના વહીવટ' અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન મેળવીએ. કારણ કે, ગુરુમુખે વ્યાખ્યાનમાં અને પુસ્તકોમાંથી જાણવા મળ્યું હતું કે, ‘ભગવાનની આજ્ઞા મુજબ વહીવટ કરીએ તો તીર્થંકર નામકર્મ બંધાય છે અને આજ્ઞા વિરુદ્ધ વહીવટ કરીએ તો સાતમી નરકે પણ જવાય છે.' ત્યારથી સતત વિચાર આવતો કે, ભગવાનની આજ્ઞા તો ખૂબ ગમે છે, માટે તો આટઆટલાં કાર્યો કરવાનું મન થાય છે, પણ 14 Page #17 -------------------------------------------------------------------------- ________________ Page #18 -------------------------------------------------------------------------- ________________ WORL આ છે શ્રી પાવાપુરી તીર્થધામના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ. એમની છત્રછાયામાં અહીં સાતે ક્ષેત્ર અને અનુકંપાની વાડી લીલીછમ બનેલી છે. श्री पावापुरी तीर्थधाम एवम् जीव मैत्री धाम 1Y INTIMANAntimmu पावापुरी तीर्थ धाम Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી વિહાર કરીને પધાર્યા છે. કેક દિવસોનાં શમણાં સાકાર થયાં છે. ચાલો માણી લઈએ. સામૈયામાં દેહ-ભાન ભૂલી નાચતા પાવાપુરી તીર્થધામના ટ્રસ્ટીઓ. ઉપકાર કાજે અવિરત વહેતી જ્ઞાન-ગંગાઃ પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ રૂપે ભલે પધાર્યા ઓ ગુદેવ ! પધારો અમ આંગણે જ્ઞાનપ્રદાન કરી જિનાજ્ઞાનુસારી વહીવટના રહસ્યો સમજાવજો ! Page #20 -------------------------------------------------------------------------- ________________ વનાનું ધામ બન્યું છે, રીનું ધામ બન્યું છે, દિરછે જગ જયકારી, બનતાં નરને નારી. કરીને પધારતા ગુરુદેવ. G પધારો સાહેબજી ! આ તરફ જીવદયા સંકુલ છે. આપશ્રી અમારી ભૂલો બતાવજો! અમે ચૂકતા હોઇએ તો ટોકજો ! સાચી જિનાજ્ઞા બતાવજો ! Gel-Lol! Page #21 -------------------------------------------------------------------------- ________________ અમારા આંગણે કલ્પવૃક્ષ અવતર્યું છે. તીર્થંકરની આજ્ઞા સમજવા પધારેલા તીર્થોના ટ્રસ્ટીબંધુઓનું ભાવભર્યું સ્વગત હો ! - પાવાપુરી તીર્થધામના સ્થાપક બાબુકાકા થોડાં જ વર્ષોમાં આ મભૂમિની કાયાપલટ થઈ છે. પુણ્યથી મળેલ સંપત્તિનો સદ્વ્યય થયો છે. આલાભ સદાય મળ્યા કરે. | - તીર્થના ટ્રસ્ટી મહોદય કિશોરભાઈ En E cation Interatio al For Private Personal use only www.antelbrane Page #22 -------------------------------------------------------------------------- ________________ અમારી ફરજ છે કે અમારી પાસે વિશ્વાસ ઈને આવેલા સૌ. કોઈને પરમાત્માની વાણી મળાવવી. મારા ગુરુદેવોએમને એજ શિખવ્યું છે. - પ્રવચન પ્રભાવકશ્રીજી , Page #23 -------------------------------------------------------------------------- ________________ પી. સંઘવી રવારનાં ત્રણ નાં સુશ્રાવિકા ો પૂજ્યશ્રીને મંગલ શકુન વી આવકારી રહ્યાં છે. ભાવ-દીપક તો ગુરુદેવશ્રીજી આપણા અંતરમાં પ્રગટાવશે પહેલાં આપણે દ્રવ્ય-દીપક પ્રગટાવી જ્ઞાનનું બહુમાન કરીએ. મોભીઓ દ્વારા દીપ-પ્રાગટ્ય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ત્રણ દિવસમાં છ વ્યાખ્યાનો દ્વારા વહીવટદારોને અવિરતપણે શાસ્ત્રીય વહીવટના મર્મો સમજાવતાપ્રવચનપ્રભાવકશ્રીજી. ભારતવર્ષીય તીર્થોના ટ્રસ્ટીઓ : આવો મોકો પહેલી જ વારમળ્યો. ‘અમે જે કરીએ છીએ તેનું પૂરું ફળ કેમ મેળવવું તે જાણવા મળ્યું. Jain Ectucation International For Prvene personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ તીર્થધામ ખાતે જલમંદિર અને સમવસરણ મંદિર નિર્માણાધીન છે. એ અંગે ટ્રસ્ટ સ્થાપકો તેમજ ટ્રસ્ટીઓએ પૂજ્યશ્રીનું શાસ્ત્રીય માર્ગદર્શન મેળવ્યું. સાત ક્ષેત્ર અને જૈનશાસનની પ્રભાવના માટે જિજ્ઞાના મુજબની જીવદયાઅનુકંપા થવી જોઈએ. અહીં પ૩૦૦ મૂંગા પશુઓ ઘરનું ઘર’ જેવો અનુભવ કરી રહ્યાં છે. For Private & Personal use only Page #26 -------------------------------------------------------------------------- ________________ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-પ્રથમ-૩, તા. ૪-૪-૨૦૦૩, શુક્રવાર. સવારે : ૯-૩૦, પાવાપુરી તીર્થધામ-રાજસ્થાન संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदिओ एसो । तित्थयरेहि विणियमा पणमिज्जइ देसणारंभे ॥ | १ || “દેવેન્દ્ર અને નરેન્દ્રોથી વંદાયેલો આ સંઘ ‘મહાનુભાવ’ છે. દેશનાના પ્રારંભે તીર્થંકરો વડે પણ તે નક્કી પ્રણામ કરાય છે.” અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા. સાધનાજીવનના અનેક ચડાવઉતા૨માંથી પસાર થઈ પચ્ચીસમા ભવમાં નંદન રાજવી થયા. ૨૪ લાખ વર્ષ સંસારમાં પસાર કર્યા પછી એમણે સર્વસંગનો ત્યાગ કરી સર્વવિરતિનો સ્વીકાર કર્યો. એક લાખ વર્ષના સંયમપર્યાયમાં અગિયાર લાખ, એંસી હજાર, છસો પિસ્તાળીસ માસક્ષમણ દ્વારા વીશસ્થાનકની આરાધના કરી આત્માને અત્યંત ઉજ્વળ બનાવ્યો. એ દરમ્યાન અંતઃકરણમાં પ્રગટેલ કરુણાની ભાવધારા પરાકાષ્ઠાએ પહોંચતાં તીર્થંકરનામકર્મની નિકાચના કરી, જેથી તેઓ છેલ્લા ભવમાં ચોવીસમા તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર બન્યા. પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ નંદન ઋષિના એ પચ્ચીસમા ભવમાં એક લાખ વર્ષના સાધનાકાળમાં તેઓશ્રીએ સમ્યજ્ઞાનના સહારે વિશ્વસ્થિતિનું અવલોકન કર્યું, જગતના જીવમાત્રની અવદશાનો અવબોધ કર્યો. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિ માટે તરફડતા જીવોની દિશાહીન નિરર્થક દોડ જોઈ, સમ્યગ્દર્શનના યોગે પ્રગટેલ આસ્તિક્ય અને અનુકંપાના પ્રભાવે એ તારકનો આત્મા કંપી ઊઠ્યો. જીવમાત્રની વ્યથા-વિડંબનાને પોતાની વ્યથાવિડંબણાની જેમ જ અનુભવી, અંતઃકરણમાં કરુણાનો ધોધ વહેતો થયો અને ઉત્તરોત્તર તીવ્ર બનતો ગયો. મનમાં, આત્માના એકે એક પ્રદેશમાં એક જ ભાવ સબળપણે સક્રિય બન્યો કે જગતના જીવમાત્રને દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો માર્ગ બતાવીને એ માર્ગે ચડાવી દઉં. એ સમયની એમની એ કરુણા સર્વવ્યાપી હતી, કોઈ જીવ એમાંથી બાકાત ન હતો. એ જીવ સૂક્ષ્મ હોય કે બાદર, ત્રસ હોય કે સ્થાવર, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, અબુધ હોય કે પ્રબુદ્ધ, રાય હોય કે રંક - બધાને તેમણે પોતાની કરુણાનું ભાજન બનાવ્યા હતા. તેઓશ્રીએ પોતાના નિર્મળ જ્ઞાનના પ્રકાશમાં જોયું કે જગતના જીવમાત્ર દુઃખથી બચવા અને સુખને પામવા તરફડિયાં મારે છે, આમ છતાં જીવ માત્રની અવદશા એવી છે કે “દુઃખ એમને છોડતું નથી અને સુખ એમને મળતું નથી.” દુઃખથી છૂટવાની આશામાં જીવ આગળ વધે છે, પણ દુઃખ એના લમણામાં આવીને ઝીંકાય છે; અને સુખ મળવાની આશા જ્યારે સબળ બને છે, ત્યારે જ એ સુખ એને હાથતાળી દઈને ભાગી જાય છે. ઝાંઝવાનાં જળની પાછળ દોડતા બાળ હરણના જેવી અવદશા જગતના જીવોની છે. જીવમાત્રની આ અવદશા જોઈને તેઓશ્રીના મનમાં એ પ્રશ્ન ઊઠ્યો કે જગતનો એકે એક જીવ સદા માટે દુઃખથી છૂટી શકે અને સદા કાળ માટે સુખને પામી શકે, એ માટે હું શું કરી શકું ? संघो महाणुभावो, अमरिंद-णरिंदवंदिओ एसो। तित्थयरेहि वि नियमा, पणमिज्जइ देसणारंभे ।। - ચેત્યવહન મfમાણે ૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #29 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીએ જોયું કે, આ પૂરા સંસારમાં કોઈ એવી સામગ્રી, પરિસ્થિતિ કે પાન નથી કે જેના સહારે જગતના જીવો પૂર્ણરૂપે દુઃખમુક્ત બની શકે અને પૂર્ણ સુખના સ્વામી બની શકે. આ સાધનાકાળમાં પ્રભુના જીવનમાં પાંચ સાધકબળો સક્રિય બન્યાં હતાં. - સમ્યજ્ઞાનના સહારે પ્રભુ જગત અને જગતના પ્રત્યેક જીવની પ્રત્યેક થતિને સમ્યફરૂપે જાણી શકતા હતા, સમજી શકતા હતા. ૨ - સમ્યગ્દર્શનના હારે પ્રભુ સર્વ પરિસ્થિતિને યથાસ્થિત રીતે સદ્દહી શકતા હતા, પ્રતીત કરી કતા હતા. ૩ - સમ્યકકરુણાના કારણે પ્રભુના અંતઃકરણમાં જીવમાત્ર પ્રત્યે પાર કરુણાભાવ પ્રગટ્યો હતો. ૪- પરાર્થકરણના કારણે પ્રભુનું અંતઃકરણ ગતના પ્રત્યેક જીવો દુઃખથી સર્વથા મુક્ત બને અને સંપૂર્ણ સુખના સ્વામી બને માટે અત્યંત તત્પર બન્યું હતું અને ૫ – સમ્યક્રચારિત્રના કારણે પ્રભુ તે ટેિનો સમ્યફપુરુષાર્થ કરવા સક્રિય બન્યા હતા. પ્રભુના હૃદયમાં જીવમાત્ર પ્રત્યે માતાના વાત્સલ્યને ય વામણું બનાવે એવો ત્સલ્યનો મહાસમંદર હિલોળે ચડ્યો હતો અને એ વાત્સલ્યની ભરતી ક્રમે ક્રમે રાકાષ્ઠાએ પહોંચી હતી. જેણે પ્રભુની ભાવધારાને અવિરત, ઉજ્જવળ અને ગવંતી બનાવી હતી. ઊંડી અનુપ્રેક્ષાના પ્રકાશમાં પ્રભુએ જોયું કે ચૌદ રાજલોક પ્રમાણ આ વિશ્વમાં ક પણ ગતિ એવી નથી, એક પણ યોનિ એવી નથી અને લોકના અગ્રભાગ વિાય એક પણ સ્થાન એવું નથી કે જ્યાં જીવ સદા માટે, દુઃખમુક્તિ અને બપ્રાપ્તિનું આશ્વાસન પામી શકે. લોકના અગ્રભાગે પહોંચેલા પણ બધા જ જીવો દુઃખમુક્ત બની સુખના ામી બન્યા હોય એવું પણ પ્રભુએ ન જોયું; કારણ કે, લોકના અગ્રભાગે હોંચનારા જીવો પણ બે ભાગમાં વહેંચાયેલા હતા. જેઓ કર્મનો ક્ષય કરી, શરીરી બની લોકના અગ્રભાગે પહોંચ્યા હતા, તેઓ દુઃખમુક્ત બનીને इन्द्र एवं नरेन्द्रों से वंदित यह संघ 'महानुभाव' है, क्योंकि तीर्थंकरों से भी देशना के प्रारंभ में उसे निश्चित वंदन किया - ચૈત્યવંદન મદમાણ છે - પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ સુખના સ્વામી બન્યા હતા; અને જેઓ કર્મનો ભાર લઈને શરીરના બંધન સાથે ત્યાં પહોંચ્યા હતા, તે તો ત્યાં પણ દુઃખના કલણમાં જ ખૂંપેલા હતા અને સુખના પડછાયાની ઝાંખ પણ એમને મળી ન હતી. પ્રભુએ ઊંડી અનુપ્રેક્ષામાં એ પણ જોયું કે કર્મક્ષય કરી અશરીરી બનીને લોકના અગ્રભાગે પહોંચવામાં જીવોને જો સફળતા મળે તો તેઓ સર્વથા દુઃખમુક્ત બની પૂર્ણ સુખ-સામ્રાજ્યના સ્વામી બની શકે. એ માટેની સફળતાનો પાયો પ્રભુને સમ્યગ્દર્શન, સમ્યગ્નાન અને સમ્યચારિત્રની સાધનામાં દેખાયો અને એના આધાર તરીકે એક માત્ર જૈનશાસન દેખાયું. માટે જ પ્રભુના હૃદયમાં એ ભાવનાનો ધોધ વહેતો થયો કે, “જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન૨સી.” જીવોને જો આ ‘શાસન' મળી જાય, મળેલું આ શાસન જીવોને જો ગમી જાય અને ગમેલા આ શાસનના ચરણે જીવો જો પોતાનું સર્વસ્વ સમર્પી દે તો દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના માર્ગે જીવ સહેલાઈથી આગળ વધી જાય. જ્યારે જ્યારે સ્નાત્ર ભણાવાય છે ત્યારે ત્યારે, ‘જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી’ - આ કડી ઘણી જગ્યાએ વારંવાર ગવાતી હોય છે. આમ છતાં એ અંગે વિમર્શ કેટલા લોકો કરતા હશે - એ સવાલ છે. જે કોઈ વિમર્શ કરે, તેને તો આવા સમયે મનમાં તરત જ થવું જોઈએ કે, પ્રભુએ આ ભાવના શા માટે કરી ? આ ભાવનાનો મર્મ શું ? આ ભાવનામાં એવું શું છે કે એના દ્વારા પ્રભુએ તીર્થંકરનામકર્મ બાંધ્યું - નિકાચ્યું અને એના સહારે પ્રભુ ત્રણ જગતના નાથ બન્યા. અન્ય તીર્થંકરો કરતાં ભગવાન શ્રીમહાવીરદેવના જીવનની ઘણી ઘટનાઓ નિરાળી છે. ભગવાન શ્રીમહાવીરે તો નંદન ઋષિના ભવમાં આ ભાવનાને ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણના તપ દ્વારા એક લાખ વર્ષ સુધી સતત પરિપુષ્ટ કરી, તીર્થંકરનામકર્મનું નિકાચન કર્યું. . जो अविरओऽवि संघे भत्तिं तित्थुण्णईं सया कुणइ । अविरयसम्मद्दिट्ठी पभावगो सावगो सो वि ।। गुणस्थानक क्रमारोह टीका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬મા ભવમાં પ્રભુ દશમા પ્રાણી નામના દેવલોકમાં ઉત્પન્ન થયા. પરમ વેરક્તિ અને તત્ત્વચિંતનમાં નિમગ્ન બની, ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું. ૨૭માં મવમાં પ્રભુ મા ત્રિશલાની કુક્ષીથી જન્મ પામ્યા, ૩૦ વર્ષની ઉંમરે સંયમધર્મનો વીકાર કર્યો, ત્યારબાદ સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી આપણા ઉપર બે જગતના નાથે જે ઉપકાર કર્યો છે તે કલ્પનાતીત છે. આપણા ઉપર પ્રભુનો ઉપકાર શું? એ અંગે આપણે તો સામાન્ય રીતે એટલું ૪ વિચાર્યું છે કે પ્રભુએ કેવળજ્ઞાન પામી શાસનની સ્થાપના કરી અને તે પછી પાડા ઓગણત્રીસ વર્ષ સુધી અવનિતલ પર વિહરી ધર્મબોધ આપ્યો; પણ બાપણી આ માન્યતા અધૂરી છે. પ્રભુએ શાસનની સ્થાપના કરી સાડા બોગણત્રીસ વર્ષ ધર્મબોધ આપ્યો, એ ઉપકાર તો ખરો જ, પણ તે પહેલાં સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી પ્રભુએ જે ઘોર સાધના કરી ઘોર ઉપસર્ગો સહન કર્યા, તે પણ આપણા ઉપર ઉપકાર કરવા માટે જ. સમર્થ શાસ્ત્રકાર-શિરોમણિ પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “યોગશતક' નામના મહાન ગ્રંથમાં લખ્યું છે કે, “પ્રભુ ધારત તો માત્ર ધ્યાનધારા દ્વારા પણ સ્વયં પોતાનાં કર્મોનો ક્ષય કરી શકત; આમ છતાં પ્રભુએ વિવિધ અભિગ્રહો કરીને સાડા બાર વર્ષની જે સાધના કરી, તે સાધકો ઉપર અનુગ્રહ કરવા માટે કરી છે.” ત્યાં લખ્યું છે કે, “મવિશ્ચરમાતા વર્મવશિતાયામપિ તથવિલિયतुग्रहाय जानानोऽपि विचित्रानभिग्रहानासेवितवान् ।' ભગવાન ચરમશરીરી હતા, કર્મો પોતાને વશ હતાં તેમ જાણતા હતા, છતાં શિષ્યોના-સાધકોના ઉપકાર માટે ભગવાને વિવિધ પ્રકારના અભિગ્રહો કર્યા. આ બધું કરીને પ્રભુએ ઘાતિકર્મનો ક્ષય સાધ્યો અને પ્રભુ વીતરાગ બન્યા, સર્વજ્ઞ, સર્વદર્શી બન્યા તે પછી પ્રભુએ જે શાસન સ્થાપ્યું તે પણ આપણા ઉપર ઉપકાર કરવા માટે જ. પ્રભુ રાજકુળમાં જન્મ્યા હતા, સુખ-સમૃદ્ધિમાં ઉછર્યા હતા, ક્યારેય જમીન सम्यग्दृष्टि कोई श्रावक व्रत ले नहीं सकता हो पर हमेशा संघ की भक्ति एवं शासनप्रभावना करता हो तो वह भी प्रभावकश्रावक कहा गया है। - गुणस्थानक क्रमारोह टीका પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય છે Page #32 -------------------------------------------------------------------------- ________________ પર પગ મૂક્યો ન હતો, સૂર્યનું કિરણ પણ એમના અંગને સ્પર્યું ન હતું. એવા જન્મથી જ મહાસુખી પરમાત્માએ મારા, તમારા, આપણા સહુના સુખના કાજે સર્વ સંગનો, સર્વ સ્વજનોનો, સર્વ સંપત્તિનો, સર્વ સુખોનો અને ટૂંકમાં કહું તો સર્વસ્વનો ત્યાગ કર્યો. પ્રભુ સંયમી બન્યા બાદ સાડા બાર વર્ષ અને પંદર દિવસ દરમ્યાન ક્યારેય જમીન પર બેઠા નહિ, ક્યારેય સૂઈને નિદ્રા લીધી નહિ, ઘોર ઉપસર્ગો અને પરીષહ વેઠવામાં પાછી પાની કરી નહિ, કઠોર સાધના અને ઘોરાતિઘોર તપ કર્યો, સાડા બાર વર્ષ અને પંદર દિવસના એ સાધનાકાળમાં માત્ર ૩૪૯ પારણાં કર્યા અને તે પણ ઠામ ચોવિહાર. બાકી બધો જ તપ ચોવિહાર ઉપવાસથી કર્યો. જીવનની કોઈક ધન્ય પળે તમને સદ્ગુરુના શ્રીમુખે શ્રીઆચારાંગજી સૂત્ર સાંભળવા મળે તો તમને ખ્યાલ આવે કે જગતના નાથ, મહાકરુણાનિધાન ભગવાન શ્રી મહાવીરદેવે સંયમજીવન સ્વીકાર્યા પછીના સાધનાકાળમાં કેવાં પારાવાર કષ્ટો સહન કર્યા છે, કેવા ઘોર ઉપસર્ગો અને પરીષહો પ્રભુએ વેઠ્યા છે અને એવી પારાવાર કષ્ટભરી જિંદગીમાં પ્રભુએ કેવી અનુપમ સાધના કરી છે ! પ્રભુએ આ બધું કરીને ઘાતિકર્મનો ક્ષય કર્યો. વીતરાગ બની સર્વજ્ઞ બન્યા અને શાસનને સ્થાપી, જગતના જીવમાત્રને તરવાનો માર્ગ વહેતો મૂક્યો. પ્રભુનો આપણા ઉપરનો આ કેવો મહાન ઉપકાર ! એક શ્રીમંત આગેવાનના ઉદ્ગાર હતા કે ‘સાહેબ! આજે હું જે કાંઈ છું, એ ઉપકાર મારી માનો છે. પિતા તો નાની ઉંમરમાં મૂકીને ચાલ્યા ગયા, પાછળ કાંઈ હતું નહિ, મારી માએ ફાટેલા-તૂટેલાં કપડાં પહેર્યા, લોકોનાં દળણાં દળ્યાં, મજૂરી કરીને ભણાવ્યો-ગણાવ્યો, મોટો કર્યો તો આજે અહીં પહોંચ્યો છું.” એની આંખોમાં કૃતજ્ઞતાનો ભાવ દેખાતો હતો. મને પણ આજે કહેવાનું મન થાય કે અમારી પણ એ “મા” હતી, જેણે સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી રાન રાન ફરીને અમારા માટે કાતિલ કષ્ટો વેઠ્યાં હતાં. સામેથી આવેલાં સુખ, રાતા : ' પાનામાં છે આ કરી ને SL, IBPS, जम्मं दिक्खा नाणं तित्थयराणं महाणुभावाणं । जत्थ य किर णिव्वाणं आगाढं दंसणं होइ ।। - वधर्मान देशना ૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્વાગત અને સન્માનોને પણ નકારીને દુઃખોને આવકાર્યા હતાં. એના જ પરિણામે આજે અમે અહીં સુધી પહોંચ્યા છીએ. પ્રભુની સાધના પરાકાષ્ઠાએ પહોંચી. વૈશાખ સુદ દસમના દિવસે ત્રીજા પહોરે ઋજુવાલુકા નદીના કિનારે એ પરમાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન પામ્યા. દેવોએ દોડાદોડ કરી મૂકી અને ત્યાં નજીકમાં જ પ્રથમ સમવસરણનું નિર્માણ કર્યું, પરમાત્માએ ક્ષણિક દેશના આપી પ્રયાણ કર્યું; કારણ કે, જે ધર્મશાસન સ્થાપવું હતું તે માટે જરૂરી સંયમધર થનારા આત્માઓ ત્યાં ન હતા અને તીર્થંકર પરમાત્મા સ્વયં વિદ્યમાન હોવા છતાં શ્રમણ થનાર આત્માઓ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શાસન સ્થપાય નહિ. પ્રભુ ત્યાંથી પ્રયાણ કરી પાવાપુરી પધાર્યા. સભા: એ જ આ પાવાપુરી ? ના, એ આ પાવાપુરી નથી. એ પાવાપુરી તો બિહારમાં આવ્યું છે. અહીં આવેલા દરેકને ખ્યાલ હોવો જોઈએ કે પરમાત્માની પહેલી અને છેલ્લી દેશના પાવાપુરીમાં જ થઈ હતી. તે નગરીનું મૂળ નામ તો અપાપાપુરી હતું. પરમાત્માએ જે શાસનની સ્થાપના કરી તેને મોક્ષમાર્ગ કહો, દુઃખમુક્તિનો માર્ગ કહો, સુખપ્રાપ્તિનો માર્ગ કહો, આધ્યાત્મિક સામ્રાજ્યનો માર્ગ કહો કે આત્મસ્વરૂપના પ્રગટીકરણનો માર્ગ કહો બધું એક જ છે. પ્રભુનું શાસન શું છે અને આપણા માટે એ જરૂરી કેમ છે? એ વાતને બહુ જ ઊંડાણથી વિચારો ! એ તમારા હિત માટે પણ જરૂરી છે. પાવાપુરીના આંગણે રચાયેલા સમવસરણમાં ભગવાને અગિયાર પુણ્યાત્માઓને કઈ રીતે પ્રતિબોધ કરી ગણધર બનાવ્યા તેની વાત અત્યારે નથી કરતો, પણ પ્રભુની પાવન કૃપાથી પરિપ્લાવિત થઈ અગિયારેય બ્રાહ્મણશ્રેષ્ઠોએ જ્યારે પરમાત્માનું શિષ્યત્વ સ્વીકાર્યું ત્યારે એમને પ્રશ્ન થયો કે આ વિશ્વમાં તત્ત્વ जहाँ तीर्थकर-महानुभावों के जन्म, दीक्षा, केवलज्ञान और निर्वाण होते हैं । वहाँ यात्रा करनेवालों का सम्यग्दर्शन दृढ હતા ? - वधर्मान देशना પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૭ Page #34 -------------------------------------------------------------------------- ________________ શું છે ? એનું સમાધાન મેળવવા એમણે પરમાત્માને પ્રશ્ન કર્યો : ‘ભયવ ! કિં તરૂં ?” પરમાત્માએ જવાબ આપ્યો : ‘ઉપન્નઈ વા’=ઉત્પન્ન થાય છે પણ - જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થવાના સ્વભાવવાળા પણ છે. આ જવાબથી એમને ઘણું સારું સમાધાન મળ્યું. આમ છતાં આ જવાબમાં પ્રભુએ કહેલા ‘વા’– પણ શબ્દથી નવી જિજ્ઞાસાનો જન્મ થયો. તેથી બીજી વાર એ જ પ્રશ્ન કર્યો : ભયવ ! કિં તત્તે ? પરમાત્માએ જવાબ આપ્યો : ‘વિગમેઈ વા’=નાશ પામે છે પણ – જગતના તમામ પદાર્થો નાશ થવાના સ્વભાવવાળા પણ છે. ખૂબ જ સારું સમાધાન થયું. આમ છતાં હજુ એમાં પૂર્વની જેમ જ વધુ જિજ્ઞાસા પ્રગટી, એટલે એમણે ત્રીજી વાર પણ એ જ પ્રશ્ન કર્યો : ભયવ ! કિં તનં ? પરમાત્માએ જવાબ આપતાં જણાવ્યું : ‘ધૂવેઈ વા’=સ્થિર રહે છે પણ જગતના તમામ પદાર્થો સ્થિર રહેવાના સ્વભાવવાળા પણ છે. આ જવાબ મળતાં એમને પૂર્ણ સમાધાન થયું. આ ત્રણેય જવાબમાં પ્રભુએ ‘વા’-પણ શબ્દનો પ્રયોગ કરીને અનેકાંત-સ્યાદ્વાદ સિદ્ધાંતનો પ્રકાશ અર્ધો. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યના આ જવાબમાં પ્રભુએ કશું જ બાકી ન રાખ્યું. વિશ્વમાં જે કાંઈ હતું અને તે જેવું હતું, તે બધું જ આ જવાબમાં આવી ગયું અને આ જવાબમાં જે ન આવે એવું વિશ્વમાં કાંઈ ન હતું. આ સમાધાન થતાં જ એમણે અંતર્મુહૂર્તમાં (૪૮ મિનિટ કરતાંય ઓછો સમય) ચૌદ પૂર્વ સહ દ્વાદશાંગીની રચના કરી. આ ત્રણ પદો એમણે પણ સાંભળ્યાં અને આજે આપણે પણ સાંભળ્યાં. એમનામાં શું હતું કે એમને સમગ્ર શ્રુતનો બોધ થયો, જેના દ્વારા એમણે દ્વાદશાંગીની રચના કરી ? અને આપણામાં એવું શું નથી કે આપણને કશો જ બોધ થતો નથી ? લાઈટનું કનેક્શન એકનું એક ૨૪૦ વોલ્ટેજનું હોય. એક ગોળો ૦ વૉટપાવરનો હોય, જ્યારે બીજો ૨૦૦ વૉટપાવરનો હોય. બન્નેમાં એ જ કનેક્શનથી પ્રકાશ પ્રગટે, પણ પ્રકાશમાં કેટલી તરતમતા ? જેવી જેની ८ મુખ્ય-સંય-તિત્વ-પમુદ્દ-સર્વાં તિર્થંદિ તાવ જ્ય । तस्स पडिच्छंदंमि कयंमि, सुकयं कयं सयलं ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન हितोपदेशमाला Page #35 -------------------------------------------------------------------------- ________________ ક્ષમતા તેવો તેનો પ્રકાશ. ગણધર ભગવંતોની પ્રજ્ઞા વિશિષ્ટ હોય છે. તેઓ બીજબુદ્ધિના ધણી હોય છે, તેથી તેમને આટલો વિશિષ્ટ બોધ થાય છે કે જેના સહારે તેઓ માત્ર ૪૮ મિનિટ કરતાંય ઓછા સમયમાં દ્વાદશાંગીની રચના કરી શક્યા. શ્રી ગૌતમાદિ અગિયારેય ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી, પરમાત્માશ્રી મહાવીરદેવે પોતાના નિર્મળ જ્ઞાનથી એને જોઈ. એ સર્વથા નિર્દોષ હતી, સર્વાશે સંપૂર્ણ હતી, જગતના જીવમાત્રનું હિત કરવા માટે એ સક્ષમ હતી, જગતના જીવોને દુઃખમુક્ત કરી સુખસમૃદ્ધ કરવાનું એનામાં સામર્થ્ય હતું. તેથી પ્રભુએ એને પ્રમાણી. આ માટે જ પ્રભુ જ્યારે ઊભા થયા ત્યારે અગિયારેય ગણધરો પ્રભુ સન્મુખ નતમસ્તકે ઊભા રહ્યા. વાસચૂર્ણ ભરેલ વજરત્નનો થાળ લઈ ઈન્દ્ર પ્રભુની નજીક આવ્યા. પ્રભુએ એમાંથી વાસચૂર્ણ લીધું. અગિયારેય ગણધરોના મસ્તક ઉપર વાતચૂર્ણનો લેપ કરી પ્રભુએ એમની રચેલ દ્વાદશાંગીને પ્રમાણી તીર્થસ્થાપના કરી, તેમને તીર્થની અનુજ્ઞા આપી. ‘તમારી બનાવેલી દ્વાદશાંગી પ્રમાણભૂત છે અને તેને જગતમાં પ્રચારવાની, સુયોગ્ય જીવો સુધી પહોંચાડવાની તમને હું સંમતિ આપું છું” આ તેનો પરમાર્થ હતો. એ અગિયાર પૈકીના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીજીને પ્રભુએ એક વિશેષ અધિકાર આપ્યો. આ દ્વાદશાંગીને પોતાના જીવનમાં જીવનાર શ્રમણશ્રમણીસંઘનું યોગક્ષેમ કરવાની જવાબદારી શ્રીસુધર્માસ્વામીને આપી, જેને ગણાનુજ્ઞા કહેવાય છે. સંસારત્યાગ કરીને સર્વાશે દ્વાદશાંગીને સમર્પિત જીવન જીવવાની જેમની તૈયારી હતી, તેમનો પ્રભુએ સાધુ-સાધ્વીસંઘમાં સમાવેશ કર્યો. જેમનામાં એવી શક્તિ ન હતી, આમ છતાં દ્વાદશાંગી પ્રત્યે જેને અત્યંત આદર-અહોભાવ, શ્રદ્ધા-સમર્પણભાવ હતો, તેમનો શ્રાવક-શ્રાવિકાસંઘમાં સમાવેશ કરી, પ્રભુએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. LAS : तीर्थकरोद्वारा१- श्रुत, २- संघ, ३ - तीर्थ आदि सभी चीजों का प्रवर्तन हआ है, अतः उनकी प्रतिमा करने से निर्माता ने सब कुछ सुकृत कर लिया है। - हितोपदेशमाला પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રમણ-શ્રમણીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું અને શ્રાવક-શ્રાવિકાને એમની આધીનતામાં રહેવાનું બતાવ્યું. શ્રમણ-શ્રમણીસંઘમાં પણ આચાર્યોને સર્વાધિકાર આપીને ચારેય પ્રકારના સંઘને આચાર્યની આજ્ઞામાં રહેવા જણાવ્યું. આ વ્યવસ્થા દ્વારા સમગ્ર શાસન પ્રત્યે ચારેય પ્રકારના શ્રીસંઘને જવાબદાર ઠરાવીને શ્રીસંઘને તીર્થકરતુલ્ય મહત્ત્વ આપ્યું. આના ઉપરથી દ્વાદશાંગી અને એને સમર્પિત ચતુર્વિધ શ્રીસંઘનું શું મહત્ત્વ છે અને એમની શું જવાબદારી છે, તે સ્પષ્ટ રીતે સમજાય તેવું છે. ભગવાન શ્રી મહાવીરદેવે પ્રમાણેલી આ દ્વાદશાંગીના સહારે તે પછીના ૨૧૦૦૦ વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલવાનું છે, જેના યોગે આ શાસનના શરણે આવનારનું હિત સધાવાનું છે અને જેના સહારે સાધકો શાશ્વતકાલીન દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના ધ્યેયને સિદ્ધ કરવાના છે, જેના સહારે સાચા સાધકો વિભાવદશાથી છૂટી સ્વભાવદશાને, પામર સ્વરૂપ છોડીને પરમાત્મ સ્વરૂપને વરવાના છે; જેના સહારે સાચા ધર્મોપદેશકો દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિને ઝંખતા જીવોને સાચો રાહ બતાવી પથદર્શક બનવાના છે, જેની સાથે જગતના જીવમાત્રના સુખ-દુઃખનો સંબંધ જોડાવાનો છે, જેના સહારે ધર્મ ટકવાનો છે અને જેના સહારે ટકેલા ધર્મના આધારે સૂર્ય-ચંદ્ર યથાસમયે ઉદયઅસ્ત પામવાના છે, સમંદર મર્યાદાબદ્ધ રહેવાનો છે, ઋતુઓ સમયસર પ્રગટવાની છે અને ધરતી વિશ્વને ધારણ કરવાની છે, ચોદે ચૌદ રાજલોકમાં સુખ-શાંતિ અને કુદરતના તમામ નિયમો પ્રવર્તવાના છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં લખ્યું છે કે, “સૂર્ય-ચંદ્ર સમયસર ઊગે છે અને આથમે છે, પૃથ્વી સ્થિર રહે છે અને જગતને ધારે છે, દરિયો મર્યાદા મૂકતો નથી અને ઋતુઓ સમયસર પ્રવર્તે છે, આ બધો પ્રભાવ ધર્મનો છે.' આ ધર્મ પ્રભુની આજ્ઞામાં રહેલો છે અને પ્રભુની એ આજ્ઞા દ્વાદશાંગીમાં સમાયેલી છે. આ આખી પરસ્પર સંકલિત વાતને ઊંડાણથી સમજો जो जिणसंघं हीलइ, संघावयस्स दुक्कयं दटुं । सव्वजणहीलणिज्जो, भवे भवे होइ सो जीवो ।। તારા આ પાવન મહમદ Visit in f કેમ જ કાન તો જો મા છે. કાંકરેજ, પાન | ૧૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #37 -------------------------------------------------------------------------- ________________ તો દ્વાદશાંગીનું શું મહત્ત્વ છે, એ દ્વાદશાંગી પ્રત્યે ચતુર્વિધ શ્રીસંઘનું શું કર્તવ્ય છે, અને એ કર્તવ્ય અદા કરવાથી શ્રીસંઘને શું શું લાભ થાય અને એ કર્તવ્યને ચૂકવાથી શ્રીસંઘને શું શું નુકસાન થાય, તેનો સાચો ખ્યાલ આવી શકે. ભગવંત જ્યારે સાક્ષાત્ હતા અને જ્યારે એમણે આ શાસન સ્થાપ્યું ત્યારે આપણે હતા કે નહિ તેની ખબર નથી, પરંતુ ભગવાનના જ્ઞાનમાં તો આપણે ચોક્કસ હતા જ. ભગવંતે આ શાસનની ધુરા માત્ર તત્કાલીન ચતુર્વિધ શ્રીસંઘ ઉપર જ પ્રસ્થાપિત કરી છે, એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. પ્રભુએ તત્કાલીન ચતુર્વિધ શ્રીસંઘ ઉપર એ ધુરા મૂકીને ર૧૦૦૦ વર્ષ સુધી થનારા ચતુર્વિધ શ્રીસંઘ ઉપર આ શાસનધુરા મૂકવાનો સંકેત આપ્યો છે. એથી જ શ્રીસુધર્માસ્વામીએ એ ધુરા જંબુસ્વામીને, એમણે પ્રભવસ્વામીને સોંપી, એમ ક્રમિક રીતે એ ધુરાને આગળ ને આગળ સોંપતા ગયા છે. સભા: એનો મતલબ તો એ થયો કે, આ જવાબદારી માત્ર આચાર્યો ઉપર જ આવી, ચતુર્વિધ શ્રીસંઘ ઉપર ક્યાં આવી? અહીં તમારી ભૂલ થાય છે. નિયુક્તિ મુખ્યની થાય, તેમાં આશ્રિતો આવી જાય. ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રમણો મુખ્ય છે અને શ્રમણોમાં આચાર્ય મુખ્ય છે. એટલે મુખ્યની નિયુક્તિ દ્વારા ચતુર્વિધ શ્રીસંઘની નિયુક્તિ થઈ જાય છે. ૨૧૦૦૦ વર્ષ સુધી આ શાસનમાં થનાર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાના ખભા પર ભગવંતે આ શાસનની ધુરા પ્રસ્થાપિત કરી ભગવંતે કહ્યું કે, જગતના હિત માટે આ શાસન મેં સ્થાપ્યું છે, એ જ આશયથી તમે એને ચલાવજો. વચ્ચે બે વાત કરી લઉં : પહેલી વાત એ છે કે, શાસન ક્યારે સ્થપાય? કોના દ્વારા સ્થપાય ? કોના દ્વારા ચાલે ? ક્યાં સુધી ચાલે ? કોનું તેમાં નેતૃત્વ હોય? અને કોની જવાબદારી હોય ? એ બધી વાત જાણવા જેવી છે. કરી संघ के किसी अंग द्वारा खराब काम होने पर जो जैनसंघ की निंदा करता है, वह जीव हर भव में सभी जनों द्वारा નિદ્રા - રોજ વનવા રે ! - ચૈત્યવંટન મદમણ મારા ' ' પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર પરમાત્મા સ્વયં વિદ્યમાન હોવા છતાં શ્રમણ થનાર આત્માઓ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શાસન સ્થપાય નહિ . તીર્થંકર ભગવંતો કાયમ રહેતા નથી. આયુષ્યકર્મ પૂરું થતાં એઓ મોક્ષમાં ચાલ્યા જાય છે; ત્યાર પછી આ શાસન શ્રમણપુંગવોથી જ ચાલે છે અને જ્યાં સુધી શ્રમણસંઘ વિદ્યમાન હોય ત્યાં સુધી જ ચાલે છે. માટે જ કહ્યું છે કે, ‘સમપ્નપ્પાનો સંયો’ - ‘સંઘ એ શ્રમણપ્રધાન છે.’ ચારે પ્રકારના સંઘમાં શ્રમણસંઘ મુખ્ય છે અને શ્રમણોમાં આચાર્ય મુખ્ય. માટે કહ્યું કે, ‘સાવરિયો સંઘો’ - ‘સંઘ એ આચાર્ય સહિતનો હોય.’ આ આચાર્ય ભગવંતો કે શ્રમણ ભગવંતોને માથે પણ જિનાજ્ઞા અને જિનાજ્ઞાને દર્શાવનાર શાસ્ત્રો હોય છે અને એના આધારે જ આચાર્યાદિ શ્રમણ ભગવંતો સ્વયં પ્રવર્તે છે અને આશ્રિતોને પ્રવર્તાવે છે. માટે જ કહ્યું કે, ‘ગામવવધૂ સાહૂ ।' ‘સાધુ આગમરૂપી આંખવાળા હોય છે.' થો આગાર્ પડિવનો ।'‘ધર્મ આજ્ઞા સાથે બંધાયેલો છે.' આ મર્યાદા અમારા, તમારા, સૌના ખ્યાલમાં બરાબર રહેવી જોઈએ. બીજી વાત એ છે કે તીર્થંકર ભગવંતને કેવળજ્ઞાન થયા બાદ પણ જ્યાં સુધી દ્વાદશાંગીની રચના ન થાય ત્યાં સુધી શાસન-સંઘની સ્થાપના ન થાય. આ જોતાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ કેટલું છે, એનો ખ્યાલ આવી શકશે. એક અપેક્ષાએ વિચારીએ તો પાંચે જ્ઞાનમાં ઊંચામાં ઊંચું જ્ઞાન કેવળજ્ઞાન છે, જ્યારે બીજી અપેક્ષાએ વિચારીએ તો પાંચે જ્ઞાનમાં ઊંચામાં ઊંચુ જ્ઞાન શ્રુતજ્ઞાન છે; કારણ કે, શ્રુત વિના શાસન સ્થપાય નહિ, શ્રુત વિના શાસન ચાલે નહિ અને શ્રુત વિના શાસન ટકે પણ નહીં. જે દિવસે શ્રુતનો નાશ તે દિવસે શાસનનો પણ નાશ. આજે આપણે બધા જે ઊજળા છીએ તે શ્રુતની બલિહારી છે. કેવળજ્ઞાની સ્વયં કેવળજ્ઞાની છે, આમ છતાં કેવળજ્ઞાનીએ પણ ઉપકાર કરવો હોય, વ્યવહાર ચલાવવો હોય તો તેઓ કેવળજ્ઞાનને આગળ ન કરે, પણ શ્રુતજ્ઞાનને જ આગળ કરે. ૧૨ अन्य क्षेत्रे कृतं पापं, तीर्थक्षेत्रे विनश्यति । तीर्थक्षेत्रे कृतं पापं, वज्रलेपो भविष्यति ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાની સાધુ ગોચરીએ જાય. શ્રુતનો ઉપયોગ મૂકી ૪૨ દોષથી રહિત, નિર્દોષ ગોચરી લઈ આવે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનથી એમાં દોષ દેખાય તો પણ કશું બોલ્યા વિના તેઓ ગોચરી વાપરી જાય. બીજી તરફ શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરતાં દોષિત જણાયેલી ગોચરી લાવ્યા હોય પણ કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનથી એ ગોચરી નિર્દોષ જણાઈ હોય તો પણ તેઓ એ ગોચરી ન વાપરે. આ છે શ્રુતજ્ઞાનની મહત્તા અને અનિવાર્યતા. આજે ઘણાને મુંઝવણ થતી હોય છે કે આજે કેવળજ્ઞાન નથી તો આરાધના કરવી કઈ રીતે ? ભગવંત કહે છે કે આજે કેવળજ્ઞાન નથી કે કોઈ કેવળજ્ઞાની નથી, એમ માની હતાશ થવાની જરૂર નથી. જ્યાં સુધી શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાની છે; ત્યાં સુધી તમારે માટે આરાધનાનાં દ્વાર ખુલ્લાં જ છે. માટે કેવળજ્ઞાન કે કેવળજ્ઞાની નથી, એમ માનીને તમારે મુંઝાવાની કોઈ જ જરૂર નથી. તમે શ્રુતજ્ઞાનીના શરણે પહોંચી જાઓ, તમારી આરાધના સાચી થશે. એક અપેક્ષાએ વિચારીએ તો જિનઆગમ (શ્રુત) એ સાતક્ષેત્રમાં કેન્દ્રસ્થાને છે. જિનબિંબ અને જિનમંદિરક્ષેત્રને ઓળખાવનાર અને એની ભક્તિના પ્રકાર અને પ્રભાવને બતાવનાર જિનઆગમ (શ્રુત) છે તથા સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા ક્ષેત્રને ઓળખાવી એની ભક્તિના પ્રકાર-પ્રભાવને બતાવનાર પણ જિનાગમ જ છે. જિનાગમના આધારે જ મૂર્તિ-મંદિરનું નિર્માણ થાય છે અને જિનાગમને આધાર બનાવીને જસાધુ,સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જીવી શકેછે.શ્રી જિનાગમના આધાર વિના સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકામાં સંઘપણું પ્રગટતું નથી. આવા અનેક દૃષ્ટિકોણથી વિચારશો તો તમને પણ સમજાશે કે, શ્રુતના આધાર વિના આ શાસનનું કોઈ અંગ સંભવી ન શકે, ધબકી ન શકે. શ્રુતની, શ્રુતજ્ઞાનીની ઉપેક્ષા કે અનાદર એ સમગ્ર શાસનની ઉપેક્ષા કે અનાદરરૂપ બને છે. ન એ વાતમાં આગળ વધતાં પૂર્વે વચ્ચે એ વિચારણા કરવી જરૂરી છે કે, अन्य स्थान में किया पाप तीर्थक्षेत्र में नष्ट होता है, जबकि तीर्थक्षेत्र में किया पाप वज्रलेप-सा निश्चित फलदायी बन ખાતા હૈ । પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૩ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રભુના આવા મહાન શાસનની જવાબદારી તમારા શીરે પણ છે, એવું તમે માનો છો ? પ્રભુએ જે ચાર પ્રકારના સંઘ ઉપર સમગ્ર શાસનની, શાસનનાં પ્રત્યેક અંગોની, સાતેય ક્ષેત્રોની જવાબદારી મૂકી છે, એ ચતુર્વિધ શ્રીસંઘમાં તમારો પણ નંબર છે, એથી તમારા શીરે પણ એ જવાબદારી આવી છે, એમ તમે માનો છો ? શું તમે એવું તો નથી માનતાને કે “આ બધી જ જવાબદારી સાધુ-સાધ્વીની છે, આપણાથી થાય એટલું કરીએ, બાકી આપણી કોઈ જવાબદારી નથી ?' ભલે તમે એક નાના સંઘના, નાના તીર્થના કે એક નાનકડા ટ્રસ્ટના કાર્યકર્તા, સંચાલક કે વહીવટદાર હો, પણ તમે પ્રભુના સ્થાપેલા મહાન સંઘનું એક અંગ છો, અને શ્રીસંઘના એક અંગ તરીકે તમારા ઉપર આવેલી કે મુકાયેલી પ્રભુના શાસનની જવાબદારી એ જરાય નાની નથી. તમે એને માથેથી ખભે ન કરી શકો. જેના માથે પ્રભુના આવા મહાન શાસનની જવાબદારી છે, તેમના માથે જગતના તમામ જીવોની દુ:ખમુક્તિ અને સુખપ્રાપ્તિની જવાબદારી છે. માટે તમારા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ તમારે પ્રભુના શાસન પ્રત્યે જવાબદાર બનીને નિભાવવાની છે. તમે ક્યારેય એની ઉપેક્ષા ન કરી શકો. તમે બધા મોભાદાર માણસો ભેગા થયા છો. જવાબદારીના સ્થાને બેઠા છો. એટલે મારે તમને કહેવું છે કે જે જે સંઘમાં, જે જે સ્થાનમાં તમે કામ કરતા હો તે તમામ સંઘ કે સ્થાન સરવાળે જૈનશાસનનાં જ અંગ છે. કોઈ પણ સંઘ કે ટ્રસ્ટ એમ માને છે, “અમે તો સ્વતંત્ર છીએ” - તો તેમની ભૂલ છે. નાનો-મોટો કોઈપણ સંઘ કે ટ્રસ્ટ એ જૈનશાસનરૂપ, વટવૃક્ષની શાખા છે; તેની નાની-મોટી, સારી કે નરસી કોઈપણ પ્રવૃત્તિ સમગ્ર શાસનને અગર તો શાસનનાં અન્ય અંગોને અસરકર્તા બની શકે છે. એટલે જે તમે નાના-મોટા કોઈપણ સંઘ કે ટ્રસ્ટના સંચાલક, વહીવટદાર હો તો કોઈને કોઈ પ્રકારે સમગ્ર શાસનની यस्तु शासनमालिन्येऽनाभोगेनापि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम् ।। - હાઈ શિક્ષા - ત્રિશ ૧૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #41 -------------------------------------------------------------------------- ________________ વાબદારી તમારા શીરે આવે છે, એ વાતનો સંઘ કે ટ્રસ્ટની એ વાબદારીનું વહન કરતાં તમને ખ્યાલ હોવો જોઈએ. તમને સતત એ વાતનું ધ્યાન હોવું જોઈએ કે, મારું કાર્યક્ષેત્ર ભલે નું દેખાતું હોય, મર્યાદિત દેખાતું હોય છતાં મારી એ અંગેની સારીરસી પ્રત્યેક કાર્યવાહીની અસર પૂરા શાસનને અસર કરે છે. આથી .રા પર સંપૂર્ણ શાસનની જવાબદારી ચોક્કસ છે જ. શાસનના કોઈ ણ અંગને મારા અજ્ઞાન, પ્રમાદ, સ્વાર્થ, ઉપેક્ષા કે બેદરકારીથી ઠેસ ન હોંચે એ જોવાની જવાબદારી પણ મારી છે જ.” અમે શ્રાવકોને ધર્મસાધના કરવાનો ઉપદેશ આપીએ ત્યારે ઘણા શ્રાવકો મિને કહેતા હોય છે કે, “મહારાજ! તમારે આગળ-પાછળ કોઈ જવાબદારી થી, અમારે ઘણી જવાબદારીઓ હોય છે.' એવા શ્રાવકોને ઘણીવાર મને એવું છવાનું મન થાય છે કે, તમે પહેલાં કોના ? દેવ-ગુરુ-ધર્મના કે સ્વજનરિવાર-પેઢીના? માન્યું કે અમારે (સાધુને) માત્ર દેવ-ગુરુ-ધર્મ જ હોય, ધંધોટ-પરિવાર અમારે નથી, તમારે બન્ને ય છે. તોય એમાં પહેલું કોણ ? સભા મુખ્ય તો દેવ-ગુરુ-ધર્મ જ હોય ને ? “હોય”તે તો મને ય ખબર છે. તમારે શું છે તે કહો. બાલુકાકા : મનાવીએ છીએ પોતાને દેવ-ગુરુ-ધર્મના; પરંતુ છીએ તો કુટુંબ-પરિવારના જ ! એટલે જ સંઘ-શાસન પ્રત્યેની જવાબદારીનું વહન જે રીતે થવું જોઈએ તે તે થતું નથી. ઉદાયન મંત્રીશ્વરની વાત તમે સાંભળી હશે. જૈનશાસનને કલિકાલસર્વજ્ઞ ચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની જે પ્રાપ્તિ થઈ એમાં તેમનો તિ મહત્ત્વનો ફાળો હતો. પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા જ્યારે ધંધૂકા પધાર્યા ત્યારે जो अनजान में भी शासन की निन्दा हो ऐसे कार्य में लगता है, वह महान अनर्थ के कारणरूप मिथ्यात्व को बांधता है । - द्वात्रिंशिका પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્યાંની શેરીઓમાં ૨મતા ચાંગદેવને જોતાં જ એમને થયું કે આ બાળક શ્રી જૈનશાસનની મહાન પ્રભાવના કરી શકે તેવો છે, એટલે તેઓશ્રી ચાંગદેવની માતા પાહિનીને મળ્યા અને કહ્યું કે, ‘જો તું તારું આ બાળક મને સોંપી દે તો હું એને દીક્ષા આપું. દીક્ષિત થઈને એ ભવિષ્યમાં પ્રભુના શાસનની મહાન પ્રભાવના કરી શકશે.’ ચાંગદેવની મા પાહિની અત્યંત સરળ અને શ્રદ્ધાળુ હતી. તે પ્રભુશાસન પ્રત્યે સમર્પણભાવને વરેલી હતી. ગુરુદેવનાં આવાં વચનો સાંભળતાં જ એની રોમરાજી વિકસિત થઈ. એના આત્માને કાંઈક અલૌકિક ભાવોની અનુભૂતિ થઈ. કાળજાની કોર જેવા પોતાના દીકરાને ગુરુચરણે સમર્પિત કરવા એ સજ્જ બની. ગુરુદેવને ઉદ્દેશીને એણે વિનમ્રપણે કહ્યું : ‘ગુરુદેવ ! આપને મારા બાળકમાં એવી યોગ્યતા જણાતી હોય તો હું એને આપનાં કરકમળમાં સમર્પિત કરતાં ધન્યતા અનુભવું છું. પણ ગુરુદેવ ! એના પિતા જિનમતના અનુયાયી નથી. એ આજે બહારગામ ગયા છે. તેઓને આ વાત સ્વીકાર્ય નહીં બને. આપ જો બાળકનું કલ્યાણ ક૨વા ઈચ્છતા હો તો આપ એને કોઈ એવા સુયોગ્ય સ્થાને લઈ જાઓ, જ્યાં એની સુરક્ષા થઈ શકે.’ ગુરુદેવના એક વચન ઉપર કાળજાની કોર જેવા એકના એક પોતાના દીકરાને સોંપવાની તૈયારી - એ દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેનો કેવો સમર્પણભાવ હોય તો સંભવી શકે ! અહીં પાહિનીને એ વિચાર ન આવ્યો કે, જો છોકરો આટલો લક્ષણવંતો હોય તો એ મને કેટલો કામ લાગશે ? એના પિતાને પૂછ્યા વગર એકાએક આમ કેમ સોંપી દેવાય ? પોતે ના ન પાડી શકે તો એના પિતાના નામે પણ ના પાડવાની શક્યતા હતી. એ પણ ન કરવું હોય તો એના પિતા આવીને પાછો ન લઈ આવે એવી તો કોઈ ભૂમિકા સર્જવાની જરૂર જ ન હતી. આમ છતાં પાહિનીએ એ પણ કર્યું. ૧૬ शास्त्र चिन्तामणिः श्रेष्ठः शास्त्रं कल्पद्रुमः परम् । ચક્ષુઃ सर्वत्रगं शास्त्रं, शास्त्रं धर्मस्य साधनम् ।। . योगशतक टीका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #43 -------------------------------------------------------------------------- ________________ અહીં થોડી તમે તમારી ભૂમિકાનો વિચાર કરો તો તમને ખ્યાલ આવે કે, આવા અવસરે તમે શું કરો ! કોઈ સદ્ગુરુની નજર તમારા સંતાન ઉપર ઠરી જાય અને તેઓ કહે કે, તમારું આ સંતાન પ્રભુશાસનને અજવાળે તેવું છે, મને સોંપો તો એને દીક્ષા આપી એનું ઉત્તમ ઘડતર કરું, તો તમે શું કરો ? આમ તો આવો પ્રશ્ન તમને ન કરત, પણ તમે કહ્યું કે, “અમે ભલે સંસારના હોઈએ પણ શાસનના પણ છીએ. અમે તો બેયના છીએ” માટે તમને પૂછ્યું. અત્યારે તમને આ બધી વાતો કરવાનો હેતુ એ છે કે, સંઘના કે ટ્રસ્ટના સંચાલક-વહીવટદાર તરીકે તમારે માટે માત્ર રૂપિયા કે ચોપડાનો વહીવટ કરવો એટલું જ પર્યાપ્ત નથી. એ સિવાય પણ તમારી ઘણી મોટી જવાબદારી છે, સંઘશાસનના અંગ તરીકે પણ સંઘ-શાસન પ્રત્યે તમારી ઘણી મોટી જવાબદારી છે, એનો તમને ખ્યાલ આવે. પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરિજી મહારાજને પાહિનીની વાત સાચી લાગી. બાળકની રક્ષા માટે તેને લઈને ખંભાત આવ્યા. મંત્રીશ્વર ઉદાયન કે જેઓને ગુર્જરેશ્વર સિદ્ધરાજે ખંભાતના દંડનાયક નીમ્યા હતા, શ્રીસંઘના મોભી તરીકે ગુરુદેવની તેમના પર નજર ઠરી. તેમને બોલાવી વાત કરી કે, “આ કાર્ય તમારું છે, આ બાળકને તમારે જાળવવાનો છે.” કાલે કદાચ કોઈ ગુરુભગવંત આ પાવાપુરી તીર્થધામમાં કે તમારા સંઘમાં કોઈ બાળકને લઈને આવે તો તમે એમને શું કહો મહાનુભાવ ? હું તમારા હૃદયમાં એ ભાવ પેદા કરવા માંગું છું કે “શાસનનું કોઈ પણ કામ આવી પડશે તો અમે ગુરુદેવોની પડખે ઊભા રહીશું.” તમારી ભૂમિકા અને કર્તવ્યનો ગંભીરતાથી વિચાર કરજો. ચાંગદેવના પિતા જ્યારે ઘરે આવ્યા, ત્યારે તેમણે બાળકને ઘરમાં જોયો નહીં, અને પૂછપરછ કરતાં તેમને જ્યારે ખબર પડી કે તેને જૈનાચાર્ય લઈ ગયા છે, शास्त्र श्रेष्ठ चिंतामणि रत्न है, शास्त्र परम कल्पवृक्ष है, हर ओर जानेवाली (सब कुछ देखनेवाली) आँख शास्त्र है, शास्त्र धर्म का साधन है। - योगशतक टीका છે કે પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૭ Page #44 -------------------------------------------------------------------------- ________________ ત્યારે તેઓ તપાસ કરતાં કરતાં ખંભાત ઉપાશ્રયમાં પહોંચ્યા. ત્યારે ત્યાં વ્યાખ્યાન ચાલુ હતું, આચાર્ય ભગવંત એમને ઓળખી ગયા. જેવો દેશ, જેવી જાતિ, જેવી ઉંમર અને જેવી સંપન્નતા, એવો વ્યક્તિનો વેષ રહેતો. એ જમાનામાં વેષથી બધું ઓળખાતું. આચાર્યદેવે ઉદાયન મંત્રીને ઈશારો કર્યો. એમણે પણ નજરથી માપ કાઢી સામા ઈશારાથી જ ગુરુદેવને જણાવી દીધું કે હું સંભાળી લઈશ.” વ્યાખ્યાન પતતાં જ ચાંગદેવના પિતા ગુરુદેવ પાસે જવા ઊઠ્યા, વચ્ચેથી જ એમને આંતરીને મંત્રીશ્વરે કહ્યું : પુણ્યાત્મનું! પધારો મારે આંગણે ! એમણે કહ્યું, “પધારવાની વાત પછી, આ તમારા ગુરુ મારો દીકરો ઉપાડી લાવ્યા છે, પહેલાં એમને મળવા દો, પછી બધી વાત ! મંત્રીશ્વરે કહ્યું : “તમારો દીકરો મારે ઘરે છે. આપ પધારો.” ઘરે લઈ ગયા. ભાણે જમવા બેસાડ્યા. દીકરાને સાથે બેસાડ્યો. દીકરાને જોતાં જ એનો અડધો રોષ શમી ગયો. શ્રાવકસંઘ શ્રમણને ઢાલ બનાવી પોતાનો બચાવ ન કરે પણ અવસર આવે તો પોતે ઢાલ બની શ્રમણોની રક્ષા કરે. જમ્યા બાદ બેઠકખંડમાં આવ્યા, દીકરાને સલામત જોઈ બાપનો જીવ નીચે બેઠો. મંત્રીશ્વરે વાતનો દોર હાથમાં લીધો : ‘તમે બહુ પુણ્યશાળી છો, તમારા પુત્ર ઉપર ગુરુની નજર ઠરી. મંત્રીશ્વર ઉદાયનને આગળ બોલતાં અટકાવીને ચાંગદેવના પિતાએ કહ્યું : “મંત્રીશ્વર! એ બધી વાત જવા દો. કહો તો દીકરો તમને આપી દઉં પણ એ જતિને તો નહીં જ !' મંત્રીશ્વરે કહ્યું, “તમારા દીકરાને વાંદરો બનાવવો હોય તો મને આપો અને જગપૂજ્ય બનાવવો હોય તો ગુરુદેવને આપો.' મંત્રીશ્વર ! સમજ્યો નહિ. મંત્રીએ કહ્યું : “જુઓ, મારા ત્રણ દીકરા છે. સવારથી સાંજ એમને આવા જ વાનરવેડા કરવા પડે છે. “આઈએ, બૈઠીએ, લીજીએ, ફિરસે આઈએગા!” જેટલા પણ મહેમાનો મારા ઘરે આવે એ બધાંની जो जं जगप्पईवेहिं पणीयं सव्वभावपण्णवणं । ण कुणइ सुयं पमाणं, न सो पमाणं पवयणंमि ।। 1 - તમારા ૧૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #45 -------------------------------------------------------------------------- ________________ આગતા-સ્વાગતા એમને કરવી પડે છે. શું તમે એવું ઈચ્છો છો કે તમારા દીકરાની આવી અવદશા થાય ?’ ‘મંત્રીશ્વર ! તો તમારા દીકરાઓને જ ગુરુને સોંપી દો ને !' એમણે કહ્યું. મંત્રીશ્વર બોલ્યા : ‘તમારા પુત્રમાં ગુરુને જેવાં લક્ષણો દેખાયાં છે, એવાં મારા ત્રણમાંથી એકેમાં પણ ગુરુને દેખાતાં નથી. જો ગુરુદેવને મારા પુત્રોમાં એવાં લક્ષણ દેખાયાં હોત તો હું એક ક્ષણનો પણ વિલંબ ન કરત. તમે કહેતા હો તો મારા ત્રણેય દીકરાને એમને જિંદગીભર ન ખૂટે તેટલા ધન સાથે તમને સોંપી દઉં અને એના બદલામાં તમે તમારા દીકરાને ગુરુદેવને સોંપી દો.’ મંત્રીશ્વરની વાતમાં સચ્ચાઈ હતી. એમના બોલમાં હૃદયનો પડઘો હતો. એટલે મંત્રીશ્વરની વાત એમના દિલને સ્પર્શી ગઈ. એમણે કહ્યું, ‘મંત્રીશ્વર ! તમારી વાત હું સમજી શક્યો છું. મારે તમારા દીકરા અને રૂપિયા, કશું જોઈતું નથી. હું મારા દીકરાને ખુશીથી ગુરુને સોંપવા તૈયાર છું.’ આમ કહીને એમણે પોતાના પુત્ર ચાંગદેવને ગુરુચરણે સમર્પિત કર્યો, જેના પરિણામે જૈનશાસનને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીની પ્રાપ્તિ થઈ. આ ઉ૫૨થી તમને સંઘની-સંઘપતિની-સંઘના મોવડીની જવાબદારી શું છે તે સમજાવું જોઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજી જો આપણને ન મળ્યા હોત તો ૩૫ કરોડ શ્લોકનો વારસો આપણને ન મળ્યો હોત. મહારાજ કુમારપાળ જેવા શાસનપ્રભાવક રાજર્ષિ આપણને ન મળ્યા હોત. ગુજરાત-રાજસ્થાન સહિતનાં અઢારેય રાજ્યોમાં જે અહિંસાનું-અમારિનું પ્રવર્તન થયું તે ન થયું હોત. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ કક્ષાએ પહોંચ્યા, એના મૂળમાં મંત્રીશ્વર ઉદાયનનો નાનોસૂનો ફાળો ન હતો. આમ છતાં એમના જીવનમાં એમને ક્યારેય આચાર્ય ભગવંત માટે એવું નથી થયું કે, ‘આજે તમે ગમે તેટલા મહાન હો ! પણ એના મૂળમાં તો હું જ હતો. જો તે દિવસે તમારા जगत्प्रदीप ऐसे जिनेश्वरों द्वारा कहे गए सभी भावों के प्रकाशक श्रुत को (शास्त्र को) जो प्रमाण नहीं करता है, वह पुरुष 'जैनशासन में प्रमाणभूत नहीं है । कल्पभाष्य પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૧૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ પિતાને મેં ન સમજાવ્યા હોત તો આજે તમે આટલે ઊંચે આવ્યા હોત ?’આવો કોઈ ભાવ તેમને નથી આવ્યો. તેઓ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પ્રત્યે જીવનભર એક શિષ્યની જેમ સમર્પિત રહ્યા છે અને તેમની નાની-મોટી પ્રત્યેક આજ્ઞાઓ શિરસાવંઘ કરી છે. તેઓના જીવનનો આ ક્રમ હતો કે, રોજ જિનમંદિરે દર્શન-વંદનાદિ કરી ઉપાશ્રયે જતા અને વંદનાદિ કર્યા બાદ કાર્યસેવા પૂછતા કે, ‘ભગવંત ! સેવક યોગ્ય કોઈ કાર્યસેવા ?’ તમે વહીવટદાર છો. રોજ જિનપૂજા, ગુરુવંદન-પૂજન કરવાનો ને કાર્યસેવા પૂછવાનો તમારે કોઈ નિયમ ખરો ? આપણે ત્યાં ગુરુવંદનની વિધિ છે, તેમાં પણ કેટલી બધી બાબતો છે ! વંદન રોજ ક૨વાનું હોવા છતાં વંદન કરતાં પૂર્વે તે માટેની આજ્ઞા માંગવાની, તન-મનને સંસારનાં કાર્ય કે અન્ય એવી દરેક વિચારણાથી મુક્ત કરવાનાં અને મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક વંદના કરવાની. તે પછી ગુરુભગવંતની દરેક પ્રકારે કુશળતાની પૃચ્છના કરવાની. જેમાં પૂછવાનું કે, - ભગવંત ! આપની રાત્રિ - આપનો દિવસ સુખપૂર્વક વીત્યો ? - ભગવંત ! આપનો તપ સુખે - સારી રીતે ચાલે છે ? - ભગવંત ! આપનું શરીર નીરોગી-નિરાબાધપણે વર્તે છે ? - ભગવંત ! આપની સંયમ-યાત્રા સુખપૂર્વક પળે છે ? - ભગવંત ! આપને શાતા વર્તે છે ? - ભગવંત ! આહાર-પાણીનો લાભ આપશોજી ! આ પછી પણ ગુરુભગવંત સાથે થયેલા વ્યવહારમાં જે કાંઈ નાનો-મોટો અવિનય, આશાતના થયાં હોય તેની માફી માંગવાની છે. કેટલો બધો ૨૦ आकल्पव्यवहारार्थं श्रुतं न व्यवहारकम् । इति वक्तुर्महत्तन्त्रे प्रायश्चित्तं प्रदर्शितम् ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન पंचकल्पभाष्य Page #47 -------------------------------------------------------------------------- ________________ વિનમ્રતાભર્યો, ઔચિત્યપૂર્ણ વ્યવહાર! શ્રી જૈનશાસનની મહાનતા એના પ્રત્યેક વ્યવહારોમાં ધબકતી જોવા મળે છે. ગુરુભગવંત સાથેના તમારા આ વ્યવહારથી તમને તો મહાન લાભ થાય જ છે અને એમાં જો કોઈક વાર કર્મયોગે ગુરુભગવંતમાં પણ પ્રમાદાદિ કારણે ખામી આવી હોય તો તે પણ દૂર થઈ જાય, તેવી પ્રેરણા તેમને પણ આ વ્યવહારથી મળે છે. વંદનવિધિ સમયે તમે આવી પૃચ્છા બરાબર સમજીને કરો તો અમે જો કદાચ પ્રમાદવશ તપ કે સંયમનું પાલન બરાબર ન કરતા હોઈએ તો અમારો પ્રમાદ દૂર થતાં અમે તપ અને સંયમધર્મનું સારી રીતે પાલન કરતા થઈ જઈએ. શરીર શાતા અંગે તમે પૂછો ત્યારે સાધુ કહે કે, “દેવ-ગુરુ પસાય.” જૈનશાસનની આ જ મર્યાદા છે; કારણ કે સાધુ પોતાના દેહ પ્રત્યે નિર્મમ હોય છે. માટે સાધુને પોતાનું શરીર નિરાબાધ રાખવાની ચિંતા થાય તો તે પોતે તેને દોષરૂપ માને, પણ શ્રાવકસાધુનું શરીર નિરાબાધ રહે એની ચિંતા કર્યા કરે તો તે તેમના માટે ગુણરૂપ બને છે. માટે એ શ્રાવકનું કર્તવ્ય છે. જૈનશાસનની આ બધી ઊજળી મર્યાદાઓનું જ્ઞાન ન હોવાને કારણે ઘણીવાર કેટલાંક મોટાં માથાં સાધુ પાસે આવે ત્યારે જાણે સાધુના મિત્ર હોય તેમ બેસે. એ સાધુને મળવા માટે આવે, વંદન કરવા કે આરાધના કરવા માટે નહિ. સાધુશ્રાવકનો પરસ્પર વ્યવહાર પણ તમારે સમજવા જેવો છે. મંત્રીશ્વર ઉદાયન, આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પાસે વડીલ તરીકે કે મિત્ર તરીકે નહીં પણ એક અદના સેવક તરીકે જતા અને વંદન કરી, સુખશાતા પૂછી, કાર્યસેવા પૂછતા. એમાં એકવાર એક ઘટના બની, જે સમજવા કેવી છે. એકવાર મંત્રીશ્વર ઉદાયનને પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજને iદના કરી કાર્યસેવા પૂછી. ત્યારે પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી 'शासन के अस्तित्व तक व्यवहार चलाने हेतु श्रुत उपयोगी नहीं है' ऐसा कहनेवाले को शास्त्र में बड़ा प्रायश्चित्त બતાયા હૈ | - पंचकल्पभाष्य પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ મહારાજે કહ્યું : “મંત્રીશ્વર ! કાર્ય તો છે, પણ થશે ?” ગુરુદેવના મુખેથી આવો પ્રશ્ન પૂછાતાં મંત્રીશ્વરને આંચકો લાગ્યો. આજ સુધી ગુરુદેવે જે પણ કાર્યસેવા બતાવી, તે ન કરી હોત તો આ પ્રશ્ન સ્થાને હતો. પણ આજ સુધીમાં ગુરુદેવે જે પણ કાર્યસેવા જ્યારે પણ બતાવી, ત્યારે તે બધી તેમણે કરી જ હતી. આમ છતાં આવો પ્રશ્ન પૂછાયો એટલે એમણે કહ્યું : ભગવંત ! મારો કોઈ અપરાધ થયો છે કે આ રીતે આપ પૂછો છો ? આપ ફરમાવો ! જે પણ સેવા હોય તે કરવા સેવક તૈયાર છે. આમ છતાં પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે બીજી વાર પૂછ્યું. “મંત્રીશ્વર ! થશે ?' સાંભળતાં જ મંત્રીશ્વરની આંખ ભીની થઈ. “ભગવંત ! મારો શો અપરાધ થયો કે આપશ્રી આવો પ્રશ્ન કરો છો ? આપ બિલકુલ નિઃશંક રહો. જે પણ કાર્ય હશે તે થશે જ!” છતાં આચાર્યદેવ ફરીથી બોલ્યા, “મંત્રીશ્વર !વિચારીને બોલો ! થશે?” આજની કોઈ વ્યક્તિ હોય તો કહી દે કે, “મહારાજ ! સીધેસીધું બોલો ને ! આમ કુલડીમાં ગોળ શું કામ ભાંગો છો ?” પરંતુ મંત્રીશ્વરના મનમાંય આવો વિચાર ન આવ્યો, બોલવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. અત્યંત વ્યથિત થઈને તેઓએ કહ્યું : “ભગવંત! આપ માગો તો આ માથું ત્રાસકમાં આપને ધરી દઉં, પણ હવે આવો કોઈ પ્રશ્ન મને ન કરતાં આપ જે હોય તે સીધો આદેશ કરો ત્યારે આચાર્યશ્રીએ કહ્યું : “મંત્રીશ્વર ! આ ભાઈને ઓળખો છો ? આ કુમારપાળ છે, એની તમારે રક્ષા કરવાની છે.” આ સાંભળતાની સાથે જ મંત્રીશ્વરને એક સમય માટે જાણે ધરતી પગ નીચેથી સરકી રહી હોય એવો અનુભવ થયો; કારણ કે કુમારપાળને જીવતો કે મરેલો પકડીને લાવવાનો સિદ્ધરાજનો હુકમ એમના ખીસામાં હતો અને ગુજરાતના રાજવી સિદ્ધરાજના એ મંત્રી-દંડનાયક-સેવક હતા. આમ છતાં એક મિનિટનોય વિચાર કર્યા વિના જ મંત્રીશ્વર ઉદાયનને કહ્યું, ‘ગુરુદેવ!‘તહત્તિ આપ નિશ્ચિત રહેજો. કુમારપાળની રક્ષાની સંપૂર્ણ જવાબદારી મારી. જ્યાં TET - अदृष्टार्थेऽनुधावन्तः शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्तः पदे पदे ।। ज्ञानसार ૨૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #49 -------------------------------------------------------------------------- ________________ સુધી મારું હૃદય ધબકતું હશે, ત્યાં સુધી કુમારપાળનો વાળ પણ વાંકો નહિ થવા દઉં.” કુમારપાળને કહ્યું : “પધારો પુણ્યશાલી.” બહુમાનપૂર્વક પોતાના ઘરે લઈ ગયા. મનમાં કુમારપાળ માટે પણ નબળો વિચાર ન આવ્યો કે આણે મને ધર્મસંકટમાં નાખ્યો. આ બાજુ સિદ્ધરાજ જયસિંહને પુત્ર ન હતો. આગાહી હતી કે રાજગાદી પર કુમારપાળ આવશે. રાજાને કુમારપાળ પર સ્વભાવથી જ વૈર હતું. તેથી ઉદાયનનો પુત્ર ચાહડ કે જે તેનો માનીતો હતો, તેને રાજ આપવાની તેની ઈચ્છા હતી. ચાહડને ગુપ્તચરોથી ખબર મળી કે, કુમારપાળ ખંભાત છે, એટલું જ નહિ પોતાના પિતાના ઘરે જ છે. આ બાતમી મળતાં જ એ મારતે ઘોડે ખંભાત આવ્યો. પિતાને કહ્યું : “મને પાકે પાયે એવા સમાચાર મળ્યા છે કે કુમારપાળ ખંભાતમાં છે, માટે જ તપાસ કરવા આવ્યો છું.” ઉદાયન મંત્રીને ખોટું બોલવું નથી. છતાં દીકરાના હાથમાં કુમારપાળ ક્યાંય આવી ન જાય એનો પાકો પ્રબંધ કરીને કહ્યું : “કુમારપાળ ખંભાતમાં જ હોય તો એની તપાસ કરવી જોઈએ !” ચાહડે કહ્યું : “પિતાજી, બાતમી તો એવી મળી છે કે આપણા જ મહેલમાં કુમારપાળ આશ્રય લઈ રહ્યો છે.” ઉદાયને કહ્યું : “જે હોય તે, આપણે તપાસ કરી લઈએ. મહેલમાં હશે તો બીજે ક્યાં જઈ શકવાનો છે ?” તેઓ પણ તપાસમાં સાથે જોડાયા. બધું જ તપાસ્યું, પણ કુમારપાળનો ક્યાંય પત્તો ન લાગ્યો, ત્યારે ચાહડને અંદાજ આવ્યો કે કુમારપાળ અંતઃપુરમાં હશે ! અને એ માટે એણે અંતઃપુરમાં પ્રવેશ કરવા પગ ઉપાડ્યો ત્યારે ઉદયને તલવાર મ્યાનમુક્ત કરી એને ધમકાવ્યો, “ખબરદાર ! અંતઃપુરમાં પ્રવેશવા હિંમત કરી તો, આ સમશેર તારી સગી નહિ થાય !” સ્ત્રીઓનાં અંતઃપુરમાં પુરુષોનો પ્રવેશ નિષિદ્ધ હતો. ખુદદીકરાને માટે પણ. ચાહડ વીલા મોઢે પિતાની માફી માંગીને ચાલ્યો ગયો. કુમારપાળની રક્ષા થઈ. ગુરુનાં એક વચન ખાતર સગા દીકરા इन्द्रियों से नहीं जानी जाती बाबतों को जानने हेतु शास्त्ररूपी दीपक लिए बिना दौडनेवाले जड (मूर्ख) लोग कदम कदम पर ठोकरें खाते खाते बडे खेद को पाते हैं। - ज्ञानसार પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૩ Page #50 -------------------------------------------------------------------------- ________________ સામે પણ તલવાર ઉગામનાર મંત્રીશ્વર ઉદાયનની શાસનનિષ્ઠા, ગુર્વજ્ઞાપાલન કેવું હતું, એનો આ એક નમૂનો છે. શાસન-સંઘની સેવા જે આવા સમર્પણ દ્વારા થાય તે એમને એમ તો ન જ થઈ શકે. શાસનને અને શ્રીસંઘને જાળવવાવાળા પુણ્યાત્માઓની આ વાત છે. પૂર્વના મહાપુરુષોએ જે શ્રીજૈનશાસનને અને શ્રીસંઘને પોતાના પ્રાણના-સર્વસ્વના ભોગે સાચવ્યાં છે, તે શાસનને અને શ્રીસંઘને જાળવવાની, એનું શાસ્ત્રીય મર્યાદા અનુસાર સંચાલન કરવાની તમારી જવાબદારી છે. આ શાસન સાતક્ષેત્રોમાં વહેંચાયેલું છે. એમાં સૌથી પહેલાં જિનમૂર્તિ-૧ અને જિનમંદિર-૨ આવે છે. તે પછી જિનાગમ-૩ આવે છે અને ત્યારબાદ એ ત્રણેને માનનારા સાધુ-૪, સાધ્વી-૫, શ્રાવક-૬ અને શ્રાવિકા-૭ આવે છે. આ સાતે સાત ક્ષેત્રો એના મૂળભૂત રૂપમાં તરતાં-ધબકતાં રહે તે જોવાની જ્વાબદારી તમારી-અમારી-આપણી સૌની છે. માત્ર બેન્ક બેલેન્સ વધે, પૈસો વધે, વહીવટ વધે એથી જ્વાબદારી પૂર્ણ થઈ નથી તી. એ પ્રત્યેક ક્ષેત્રો ધબકતાં રહે, જગતનો ઉદ્ધાર કરતાં રહે, કોઈ પણ રીતે ક્યારેય સિદાય નહીં, ઉપેક્ષિત થાય નહિ તે માટે જે કાંઈ પણ કરવું પડે તે બધું જ કરવાની અમારી, તમારી, આપણી સૌની જ્વાબદારી છે. આ જ્વાબદારી, સાધુએ સાધુની ભૂમિકા મુજબ અને શ્રાવકોએ શ્રાવકોની ભૂમિકા મુજબ વહન કરવાની છે. એ જ્વાબદારીને સારી રીતે વહન કરવા માટે સૌ પ્રથમ સાધુઓએ ગીતાર્થ બનવાની અને શ્રાવકોએ બહુશ્રુત શ્રાવક બનવાની બહુ જ જરૂર છે. શાસનની આરાધના, પ્રભાવના અને રક્ષા કરવા માટે સાધુઓએ જેમ ગીતાર્થ બનવું જરૂરી છે, તેમ શ્રાવકોએ બહુશ્રુત બનવું અનિવાર્ય છે. ધર્મનું બહુ જ્ઞાન હોય, બહુ ગ્રંથો વાંચ્યા હોય તે બહુશ્રુત કહેવાય એવું નથી; પરંતુ સદ્ગુરુ ભગવંતોના ચરણોમાં બેસીને ઘણાં શાસ્ત્રો સાંભળી જેણે પચાવ્યાં હોય તે બહુશ્રુત કહેવાય. માટે અહીં વિદ્વાન વગેરે શબ્દો ન વાપરતાં ‘બહુશ્રુત' શબ્દ आणाभंगं दट्टु मज्झत्था ठिंति जे तुसिणिआए । अविहिअणुमो अणाए तेसिं पि उ होइ वयलोवो ॥ • संघकुलक ૨૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #51 -------------------------------------------------------------------------- ________________ વાપર્યો છે. બહુશ્રુત બનવા માટે ગુરુસેવા અનિવાર્ય છે. ગુરુની સેવા કરીને ૧ - સૂત્રનો જાણ, ૨ – અર્થનો જાણ, ૩ – ઉત્સર્ગનો જાણ, ૪ - અપવાદનો જાણ, ૫ - ભાવની જાણ અને ૬ - વ્યવહારનો જાણ: એમ છ બાબતોનો જે નિષ્ણાત બને છે, તેનામાં બહુશ્રુતતા આવે છે. સાધુને માટે પણ ભગવાનની આજ્ઞા છે કે, કોઈ પણ નવા ગામમાં - સંઘમાં જવાનું થાય, ત્યાંની કોઈ પણ બાબતમાં કાંઈ કરવાનું કે કોઈ અભિપ્રાય આપવાનું થાય, ત્યારે પહેલાં ત્યાંના બહુશ્રુત શ્રાવકનો સંપર્ક કરી એની સાથે વિચાર-વિમર્શ કરવો. પછી જ કાર્ય કરવું કે અભિપ્રાય આપવો. તે તે સમયના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી માહિતી ત્યાંના બહુશ્રુત શ્રાવકો પાસેથી સારી રીતે મળી શકે. તે ગીતાર્થ સાધુને બહુ ઉપયોગી બને. એમણે ઘણા ઘણા ગુરુભગવંતોના મુખે ઘણાં શાસ્ત્રો-પરંપરાઓ-આચરણાઓ આદિ સાંભળ્યાં હોય ને ગામ-સંઘની પરિસ્થિતિથી પણ એ વાકેફ હોય, તેથી પરિસ્થિતિનું સમ્યફ આકલન કરી સાધુને જણાવી શકે. પણ એમનું કામ ગુરુને કહેવા પૂરતું જ મર્યાદિત હોય. ગુરુને કહ્યું કે કામ પૂરું. પછી જે નિર્ણય આદિ લેવાનો હોય કે કાર્ય કરવાનું હોય તે ગીતાર્થ ગુરુને આધીન હોય. ગીતાર્થ ગુરુને માહિતી પહોંચાડવાનું કામ શ્રાવકનું છે, પણ પછીનો અધિકાર એનો નથી. હું આ કહીને તમારા અધિકાર ઉપર કાપ નથી મૂકતો, પણ જેનશાસનની ઊજળી મર્યાદાઓ અંગે તમારું ધ્યાન દોરવા માંગું છું. એક તરફ વિતરાગના શાસનનો અદનો આજનો દીક્ષિત સાધુ હોય ને બીજી તરફ મોટામાં મોટો ગણાતો શ્રાવક હોય તો પણ સાધુ એ સાધુ જ છે અને શ્રાવક એ શ્રાવક જ છે. શ્રાવકનું સ્થાન સાધુ ઉપર ક્યારેય હોઈ ન શકે. એ શ્રમણોનો ઉપાસક-સેવક જ હોય. એટલે જ તો શ્રાવક શ્રમણોપાસક તરીકે ઓળખાય છે. સાધુને શાસ્ત્રનિર્દિષ્ટ સંયોગોમાં ભગવાનની આજ્ઞા મુજબ જ્યારે અપવાદનું ઇલ ' , , RT 1 / जिनाज्ञा के भंग को देखकर जो मौन रह माध्यस्थ्य धारण कर बैठ जाते हैं, इस तरह अविधि की अनुमोदना से उनके भी व्रतों का नाश हो जाता है। सघकलक પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ સેવન કરવાની જરૂર પડે અને તેમાં કોઈ શ્રાવકની જરૂર ઊભી થાય તેમ હોય તો આવા બહુશ્રુત કક્ષાના શ્રાવકની સમક્ષ કે એના સહારે એ અપવાદસેવવાની આજ્ઞા છે. અપવાદની વાત ગમે તેવા શ્રાવકને કહેવાય પણ નહીં, એની આગળ સેવાય પણ નહીં. એમ કરવાથી તો ઉન્માર્ગ જ વધે. એવા અપવાદ સેવતાં બાકીના અગીતાર્થ સાધુનેય ખબર ન પડે અને અબહુશ્રુત શ્રાવકોને પણ ખબર ન પડે એનું ધ્યાન રાખવાનું છે. અપવાદસેવનને લગતું કાર્ય બહુશ્રુત શ્રાવક જ પતાવી દે, તે અન્યને ખબર પણ પડવા ન દે. બહુશ્રુત બનવા માટે ગુરુમુખે શાસ્ત્રજ્ઞાન મેળવવું જરૂરી છે. અહીં વહીવટદાર પુણ્યાત્માઓ માટે પણ “શ્રાદ્ધવિધિ ગ્રંથનો અભ્યાસ સર્વ પ્રથમ કરી લેવો જરૂરી છે. ગુજરાતી અને હિંદી ભાષામાં પણ એના અનુવાદ પ્રકાશિત થઈ ચૂક્યા છે. એમાં શ્રાવક જીવનના મૂળભૂત આચારોનું વિગતથી વર્ણન છે. બીજા નંબરે વહીવટદારોએ “દ્રવ્યસપ્તતિકા ગ્રંથનો અભ્યાસ કરવો જરૂરી છે. ભગવંતની આજ્ઞા મુજબ સાતે ક્ષેત્રો તેમજ અનુકંપા-જીવદયાના ક્ષેત્રોનો વહીવટ કેમ કરવો, કેમ ન કરવો વગેરે માહિતી તેમાં આપેલ છે. આજથી ૩00 વર્ષ પહેલાં એ ગ્રંથ પૂર્વાચાર્યોના અનેક ગ્રંથોનો આધાર લઈ બનાવેલો છે. આમ જોવા જઈએ તો શાસનનું કાર્ય કરવા માટે, ધર્મક્ષેત્રના સંચાલક, વહીવટદાર આદિ રૂપે કોની નિયુક્તિ કરવી વગેરેનો અધિકાર પરમાત્માએ આચાર્યોને આપેલો છે; પરંતુ એ અધિકાર આજે આચાર્યો પાસે રહ્યો નથી કે રહેવા દીધો નથી. બાબુકાકા આમ કેમ બન્યું? શ્રાવકોમાંથી શ્રમણોપાસકપણું ગયું માટે આમ બન્યું છે. ટ્રસ્ટ એક્ટ આવ્યો, બહુમતીવાદ આવ્યો, ચૂંટણીપ્રથાનું અનિષ્ટ આવ્યું, જમાનાવાદ આવ્યો, ગુરુનો સંગ છૂટ્યો, ગુરુની ઉપાસના ગઈ, ગુરુની ગરિમાનું જ્ઞાન ગયું. આજે ટ્રસ્ટી બનવાવાળા એવા પણ ઘણા મળે છે, જેમને ગુરુવંદન કરતાં પણ जह जेव उ मोक्खफला आणा आराहिया जिणिदाणं । संसारदुःखफलआ तह चेव विराहिआ होइ ।। ::: - પાવડર ૨૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #53 -------------------------------------------------------------------------- ________________ આવડતું નથી. પૈસા વધી ગયા, મોભો વધી ગયો, એટલે પૈસાના જોરે કે મોભાના જોરે કે કોણીના જોરે ટ્રસ્ટી બની ગયા અથવા તો જેમની સાથે તેમના આર્થિક, સામાજિક, રાજકીય વ્યવહારો હતા, સંબંધો હતા, તેમણે તેમને આગળ કર્યા અને આ રીતે ગાદી પર આવી ગયા, એનું આ પરિણામ છે. ટ્રસ્ટી બનવાની યોગ્યતાનો વિચાર જ આજે ક્યાં થાય છે? ટ્રસ્ટી બનનાર કે બનાવનાર બેમાંથી એકને પણ એ ખબર નથી કે ટ્રસ્ટી બનવા માટે કેવા કેવા અને કેટલા કેટલા ગુણો જોઈએ અને એ માટે શ્રી જૈનશાસનની કેવી ઊજળી મર્યાદા છે! આજની તો મને ખબર નથી પણ વર્ષો પૂર્વે રાજસ્થાનની એ સ્થિતિ હતી કે રાજસ્થાનના નાના-મોટા ગામના મહાજન પાસે દંડનું જોર હતું. મહાજનની વાત ન માને તો એના ઘરનો પ્રસંગ ન આવે ત્યાં સુધી જ મહાજન ચૂપ રહેતું. પણ જ્યારે એના ઘરનો પ્રસંગ આવતો ત્યારે મહાજન તાજુમાજું થઈ જતું અને એની સામે મોટા શ્રીમંત - માંધાતાને પણ ત્યાં ઝૂકવું પડતું. ગૃહસ્થોમાં આ રીતે મહાજનશાહી હતી. દુન્યવી વ્યવહારોમાં મહાજનશાહી રહેતી, સંઘનાં કાર્યોમાં સંઘશાહી રહેતી. એ રીતે અમારા આચાર્યોમાં સૂરિશાહી રહેતી. એ બધું આજે ગયું. તેથી ઘણા અનર્થો ઊભા થવા માંડ્યા છે. એક વાર દસ મોભાદાર શ્રાવકો મારા પરમતારક ગુરુદેવશ્રી પાસે આવ્યા અને સંઘની કાયાપલટ થાય એ માટેનું માર્ગદર્શન માંગ્યું. “સાહેબ ! કોઈક આયોજન ગોઠવી આપો !” પરમતારક ગુરુદેવશ્રી ધર્મક્ષેત્રના-ધાર્મિકવ્યવહારના ઊંડા અનુભવી હતા. તેઓશ્રીએ જોયું કે સમ્યજ્ઞાન અને સભ્યશ્રદ્ધા વિના સમ્યગુઆચાર સંભવિત નથી. જો શ્રીસંઘમાં સમ્યજ્ઞાન અને એના દ્વારા સભ્યશ્રદ્ધાનો પાયો મજબૂત થાય તો આખા શ્રીસંઘની કાયાપલટ સહેલાઈથી થઈ જાય. વર્તમાન વિટંબણાનું जैसे आराधी हुई जिनाज्ञा मोक्षफल को देती है, वैसे ही विराधी हुई जिनाज्ञा संसार के दुःखफल को ही देनेवाली વી દે ___- पंचवस्तुक પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૭ Page #54 -------------------------------------------------------------------------- ________________ મૂળ સમ્યજ્ઞાનના અભાવને આભારી છે, તેવું તેઓશ્રીજી સ્પષ્ટ જોઈ શકતા હતા. તેથી તેઓશ્રીજીએ ઉપકારબુદ્ધિથી કહ્યું કે, “તમારો આખો સંઘ મળી ઠેરવે કે, “આપણે આપણી આખી પેઢી તો બગાડી, હવે ભાવિ પેઢીને બગાડવી નથી. એ માટે દીકરો જ્યાં સુધી પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સાથે ન ભણે ત્યાં સુધી એની કમાણી ખાવી નહીં, અને દીકરી જ્યાં સુધી એટલું ન ભણે ત્યાં સુધી એને કોઈના ઘરે વળાવવી નહિ. વળી તમે મોટાઓ એટલું જ્યાં સુધી ન ભણો ત્યાં સુધી રોજનું એક સામાયિક કરી ભણવાનો પુરુષાર્થ ચાલુ રાખવાનો.” જો આટલું પણ થાય તો થોડા જ સમયમાં શ્રીસંઘની કાયાપલટ થઈ શકે.” જૈનશાસનનું આટલું પ્રાથમિક જ્ઞાન હશે તો તેના પાયા ઉપર સભ્યશ્રદ્ધા અને સમ્યગુઆચરણની ઈમારત ચણી શકાશે. આ રીતે જ્ઞાન, શ્રદ્ધા અને આચરણને વરેલો શ્રાવક શ્રીસંઘ અને શાસનની આરાધના, પ્રભાવના અને રક્ષા માટે જ્યારે જે કાંઈ કરવા જેવું હશે, તે વિવેકપૂર્વક કરી શકશે. માત્ર કટાસણે બેસીને ધર્મક્રિયા કરી લો એ પર્યાપ્ત નથી, પણ આ પાયાનું નક્કર જ્ઞાન જોઈએ. વ્યવહારમાં જેમ S.S.C. હોય અને બાકીની કોઈ પણ લાઈનમાં ત્યાર પછી જવાય છે, તેમ જૈનશાસનની આ S.S.C. છે, આ પાયાનું આયોજન છે. જો તમે આટલું કરશો તો પૂરો શ્રીસંઘ સમ્યજ્ઞાન, સમ્યશ્રદ્ધાન અને સમ્યફચારિત્રથી ઝળહળી ઊઠશે. જૈનશાસનને સાચા અર્થમાં સમજવા અને આરાધવાની એની નક્કર ભૂમિકા તૈયાર થશે. વર્ષોથી વહીવટ કરનારાઓની, શ્રીસંઘના બની બેઠેલા આગેવાનોની અવદશા તો જુઓ. એમને જૈનશાસનના મહામંત્ર નવકારમાં શું આવે છે અને એનું સ્વરૂપ-પ્રભાવ શું છે, એનું પણ ભાન નથી. એને પંચપરમેષ્ઠિના સ્વરૂપનું પણ જ્ઞાન નથી. એને દેવતત્ત્વ, ગુરુતત્ત્વ કે ધર્મતત્ત્વનું પણ ભાન નથી. એને આ તે ન येनाज्ञा यावदाराद्धा स तावल्लभते सुखम् । यावद् विराधिता येन तावदुःखं लभेत सः ।। - योगसार 2 કપ ૨૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #55 -------------------------------------------------------------------------- ________________ જેનશાસનના જીવ-વિજ્ઞાનનું પણ જ્ઞાન નથી અને એ જીવોને અભયદાન શી રીતે આપવું, એમને સ્વજીવનની કઈ કઈ અને કેવી કેવી પ્રવૃત્તિઓથી ભય-દુઃખ થાય છે અને એનાથી બચવા શું કરવું? એનું પણ ભાન નથી. એને ગુરુ સાથે કેવો વ્યવહાર કરવો, કેવો ન કરવો, એનો પણ ખ્યાલ નથી. એને સમભાવની સાધનાના મહત્ત્વનો કે નિષ્પાપ જીવનશૈલીનો પણ ખ્યાલ નથી. એથી જ સામાયિક જેવા સાધના જીવનનો પણ એને પરિચય નથી. એને જૈનશાસનના કર્મસિદ્ધાંતનો પણ ખ્યાલ નથી અને પુણ્ય-પાપના વિપાકોનો પણ ખ્યાલ નથી. એને નવતત્ત્વનું પણ ભાન નથી અને જૈનશાસનનાં ભૂગોળ, ખગોળ, ઈતિહાસ કે વિશ્વવ્યવસ્થાનું પણ જ્ઞાન નથી. એને જૈનશાસનના સમ્યગુઆચારનું પણ જ્ઞાન નથી અને સાતક્ષેત્રનું સ્વરૂપ કે એની ભક્તિના પ્રકારો કે એની દ્રવ્ય વ્યવસ્થાનો પણ ખ્યાલ નથી. પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વનો અભ્યાસ કરવાથી આ બધાનો પ્રાથમિક બોધ મળી શકે છે. પછી એ પોતાની કક્ષા મુજબ વિશેષ બોધ મેળવવા સજ્જ બને તો સમગ્ર જૈનશાસન-સંઘની કાયાપલટ સહેલાઈથી થઈ શકે. આજે જૈનસંઘના આગેવાનોને શ્રી જૈનશાસનનું આ પ્રાથમિક જ્ઞાન ન હોવાના કારણે ઘણી મોટી વિડંબણા સર્જાઈ છે. શ્રીસંઘ પારાવાર આપત્તિમાં મુકાઈ ગયો છે. આજે તમારી આગળ ધર્મોપદેશકે વ્યાખ્યાન કરવું હોય તો એક એક પરિભાષાના શબ્દો ટાળવા પડે. ઘણી બધી પ્રારંભિક ભૂમિકાઓ, વ્યાખ્યાઓ બાંધીને બોલવું પડે. પણ જો એકવાર તમે આ પ્રાથમિક બોધ મેળવી લીધો હોય તો પછી સીધી તત્ત્વજ્ઞાનની જ વાત અમે કરી શકીએ. તમે પણ સૂત્ર-અર્થનો અભ્યાસ થયા બાદ બોલી શકો કે, “છત્તીસ ગુણો ગુરુ મઝ=મારા ગુરુદેવ છત્રીસ ગુણવાળા છે અગર તો છત્રીસ ગુણવાળા હોય એ જ મારા ગુરુ છે. ગૌરવભેર જગતને તમે કહી શકો કે, પણ મનના કાકા મને મારા બાપા કરી હતી. કારોબારડ, મા ના જ .tns E નું 1 જ જ છે કે તેના પતિ વિર રાજા ” છે . जिनाज्ञा की जो जितनी आराधना करता है, वह उतना सुख पाता है एवं जिनाज्ञा की जो जितनी विराधना करता है, वह उतना दुःख पाता है । - વોર પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ “આવું ગુરુતત્ત્વ જગતમાં ક્યાંય નહિ મળે. હોય તો લઈ આવો !” એક ઈરિયાવહી ભણો તો જીવદયા શું? જીવ શું? જીવરક્ષા અને જીવની હિંસા-અહિંસાના પરિણામો શું? એનો બોધ થઈ જાય.અમારા વર્ષોના પરિચય પામેલા શ્રાવકોને આજે આમાંનું કશું જ આવડતું નથી. વહીવટના સ્થાને બેઠેલા પુણ્યાત્માઓને પણ વહીવટ સંબંધી નાની-મોટી કોઈ બાબતોનું જ્ઞાન હોતું નથી. આજે અમારા માટે જે ભણવાનું કહ્યું છે, તે અમે ભણતા જ નથી તે તમારા કારણે તમે લોકોએ અમારા ઉપર બહુ મોટો ઉપકાર (!) કર્યો છે એમ કહું ને ? કે જેથી કશું જ ભણ્યા-ગણ્યા વિના અમે શ્રી સુધર્માસ્વામીની પાટે બેસી શકીએ અને અમે જે કાંઈ બોલીએ તેમાં વગર સમજે તમે માથું હલાવવા માંડો ! તમે બોલો કે, વાવણી થાતો જોર્ડની' અને અમે બોલીએ કે,"જાવાની થો નેરા તો વ ની.' અને બંનેનું ગાડું બરાબર ચાલે. આ પરિસ્થિતિ થવા પામી છે. આજે નિર્ણય પર આવો કે, અમારે શ્રી જૈનશાસનનું ઉત્થાન કરવું છે. એ માટે અમારાથી બને તેટલું યોગદાન આપવું છે. એમ કરીને ભાવિમાં શ્રી જેનશાસનને એવું મજબૂત બનાવવું છે કે, બે-ચાર પેઢીઓ સુધી એને વાંધો ન આવે. બહુ હૃદયથી કહું છું કે તમે-અમે એવા સ્થાન પર બેઠા છીએ કે એ બહુ જોખમદારીનાં સ્થાન છે. જો એ સ્થાન પર આપણને બેસતાં ન આવડે તો પારાવાર આપત્તિના ભોગ બનવું પડે. “પંચવસ્તુક' નામના ગ્રંથરત્નમાં પૂજ્યપાદ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યપદની જવાબદારીજોખમદારીનું વર્ણન કરતાં કહ્યું છે : શ્રી ગૌતમાદિ મહામુનિઓએ જે સૂરિપદને વહન કર્યું છે એ સૂરિપદને અપાત્ર-કુપાત્રમાં તમે આપશો તો એનું મહાપાપ તમારા કપાળે ચોંટશે. એ ગમે તેને તમે ન આપી શકો. તમે એને સુયોગ્ય શિષ્યને જ આપજો. “ગજ પાખર ખર નવિ વહે રે - હાથીની અંબાડી હાથી જ समइपवित्ती सव्वा आणाबज्झ त्ति भवफला चेव । तित्थयरुदेसेण वि न तत्तओ सा तदुद्देसा ।। રીત - પત્યવાન મહાભાઇ પિકી - દરેક ૩૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #57 -------------------------------------------------------------------------- ________________ ઉપાડી શકે અને એ એને જ શોભે. ગધેડા ઉપર જો અંબાડી મૂકવામાં આવે તો ગધેડોય મરે અને અંબાડી પણ તૂટે. તમારી વાત કરવી હતી તે માટે પહેલાં અમારી વાત કરી, હવે તમારી કરું. ધર્મક્ષેત્રની જવાબદારી લેતાં અને કોઈના માથે મૂકતાં બહુ જ ચોક્સાઈ કરવી જરૂરી છે. જો એમાં કાળજી ન રાખી તો જવાબદારી લેનાર અને દેનાર બેય દુર્ગતિના ભાગી બને છે. જેના શીરે ધર્મક્ષેત્રોની જવાબદારી મુકાઈ તે વ્યક્તિ જો સુયોગ્ય હોય અને સુયોગ્ય રીતે તે ધર્મક્ષેત્રની જવાબદારીનું વહન કરે તો તે યાવતુ તીર્થંકરનામકર્મનું ઉપાર્જન કરીને તીર્થકર બની શકે, અને તે પોતાના કલ્યાણ સાથે અગણિત જીવોનું કલ્યાણ કરી શકે. પરંતુ તેવી યોગ્યતા ન હોવા છતાં જો આ સાતક્ષેત્રની-ધર્મક્ષેત્રની જવાબદારી લેવા દેવાનું થાય, અને જવાબદારી લીધા પછી તેને યોગ્ય રીતે નિભાવી ન શકાય કે ઉપેક્ષા કરાય તો ધર્મક્ષેત્ર સિદાય. એનાથી એવું મહાપાપ બંધાય કે છેવટે સાતમી નરકે પણ જવું પડે અને ચિરકાળ સુધી દાવાનળ સમા આ સંસારમાં ભવભ્રમણ કરવું પડે, ભટકવું પડે. વહીવટમાં કોઈ પણ નિમિત્તે ઉપેક્ષા થાય, ક્યાંક કોઈનો અહં ટકરાય, કોઈ સ્વાર્થ આડો આવે અને જિનાજ્ઞાથી વિપરીત રીતે વહીવટ થાય, શાસનના મૂળભૂત માર્ગને ઠેસ પહોંચાડવામાં તમારાથી નિમિત્ત બની જવાય તો તેના દારુણ વિપાકો ભોગવવાનો વારો આવે. આ બધી બાબતોને ધર્મગ્રંથો દ્વારા જાણી એ જિનાજ્ઞાની ઉપેક્ષાથી બચશો તો જ તમારું કલ્યાણ થશે. અજૈનોમાં એક વાત આવે છે : કોઈ માણસને પાયમાલ કરવો હોય તો કહેવાતું કે એને કોઈ મંદિરના પૂજારી બનાવી દેવો; કારણ કે જો એ પૂજારી થાય તો ક્યાંક કોઈ નિમિત્તે એ દેવદ્રવ્યના નાશમાં, ભક્ષણમાં નિમિત્ત બની જાય, જેથી કરીને દુર્ગતિમાં જાય અને પાયમાલ થાય. દેવદ્રવ્ય ખાનારની ભૂંડી ગતિ ત્યાં પણ બતાવવામાં આવી છે. स्वेच्छा से की गई सभी प्रवृत्ति जिनाज्ञारहित होने से संसारफल देनेवाली ही होती है। तीर्थंकर से संबंधित भी ऐसी क्रिया तात्त्विक रूप से तीर्थंकर से संबंधवाली नहीं बनती । - चैत्यवंदन महाभाष्य તા . ગ પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૧ Page #58 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્ષેત્રનો વહીવટ આમ જોવા જઈએ તો કાચા પારા જેવી વસ્તુ છે. છતાં એ બધુંય ધ્યાનમાં રાખીને વહીવટ તો કરવાનો જ છે અને એ તમારી જ્વાબદારી પણ છે જ. મુખ્ય વાત ફરી કહી દઉં. આ જીવન શ્રમણત્વ પામવા માટે જ છે. તે જ્યાં સુધી ન પામી શકાય ત્યાં સુધી તે પામવાના લક્ષ્ય અને પુરુષાર્થપૂર્વક સાચું શ્રાવકત્વ પામવાનો, બાર વ્રતધારી શ્રાવક બનવાનો પુરુષાર્થ ક૨વાનો છે. શ્રાવકપણામાંય તમારા માટે મુખ્યસ્થાને દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મસ્થાનો ૨હેવાં જોઈએ, ઘ૨-સંસાર-પરિવાર-ધન-પેઢી વગેરેનો ક્રમાંક ત્યારબાદ. આ કલિકાલમાં જૈનશાસનની આરાધના કરવા માટેનાં આલંબનો બે છે જિનબિંબ અને ૨ - જિનાગમ. પૂજામાં પણ કહ્યું છે - “વિષમકાળ જિનબિંબ, જિનાગમ ભવિયણનું આધારા.” : ૧ - ભૂતકાળના તમારા, અમારા પૂર્વજ સાધકોએ સ્વર્ણાદિ ધાતુઓ, વજ-નીલ આદિ રત્નો, ઉત્તમ જાતિના પાષાણોથી અનેકાનેક લાક્ષણિક જિનબિંબોનું નિર્માણ કર્યું - કરાવ્યું છે અને તેને સ્થાપવા માટે તીર્થો, મહાતીર્થોનાં તેમ જ જિનમંદિરોનાં ઠેર ઠેર નિર્માણ કર્યાં છે અને એ વારસો આપણને આપી ગયા છે. મહારાજા સમ્રાટ સંપ્રતિએ ત્રણ ખંડની પૃથ્વીને જિનમંદિરથી મંડિત કરી દીધી. સવા લાખ નવાં જિનમંદિરો અને સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી પ્રતિષ્ઠિત કરી હતી. મંત્રીશ્વર વિમળશા, મહારાજા કુમારપાળ, મંત્રીશ્વર વસ્તુપાલ, તેજપાલ, શ્રેષ્ઠિવર્ય ધરણાશા આદિ પુણ્યવંતા આત્માઓએ અજબગજબનાં જિનબિંબો અને જિનમંદિરોથી પૃથ્વીને અલંકૃત કરી હતી. આ રાજસ્થાનમાં પણ ગામડે ગામડે જઈએ અને નાચી ઊઠવાનું મન થાય એવાં અલૌકિક જિનબિંબો તેમજ જિનાલયો જોવા મળે. સકલ સંઘ એ જિનબિંબો અને જિનાલયોની સમ્યક્ ભક્તિ કરી શકે, તે મંદિરો સદાય પ્રાણવંતાં-ધબકતાં ૨હે, એના જિર્ણોદ્વાર થઈ નવપલ્લવિત બને, ૩૨ धर्मस्तपः संयमदानमुख्यो, जिनाज्ञया स्यात्फलदः समग्रः । आज्ञाविहीनः परिहारयोग्यः, पलालवत् केवलमाश्रितोऽपि ॥ - सुक्तिरत्नावली જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #59 -------------------------------------------------------------------------- ________________ જ્યાં જ્યાં નૂતન જિનમંદિરોની આવશ્યકતા હોય ત્યાં ત્યાં વિધિપૂર્વક નવાં જિનાલયો બને, એ માટે ઘણું બધું વિચારવું જરૂરી છે. ઘણાં બધાં સ્થાને એવી પરિસ્થિતિ જોવામાં આવે છે કે, વહીવટદારો પોતાના સંઘમાં લાખો, કરોડોની દેવદ્રવ્યની ઊપજ થવા છતાં, ‘તે અમારી છે, અમારા સંઘમાં જ રહેવી જોઈએ' – તેમ માની દબાવી બેસી જાય છે. એના ઉપર - અનધિકૃત મમત્વ કેળવી માલિક બને છે, અન્ય સ્થાનોમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં મોકલતા નથી. પરિણામે જીર્ણશીર્ણ થયેલાં કે થવા આવેલાં ગામેગામનાં જિનમંદિરો-તીર્થો જોખમાય છે, પ્રભુપ્રતિમાની આભા નંદવાય છે, આરાધક આત્માઓનાં ઉત્તમ આલંબનો છિનવાય છે, એ બધું જ પાપ અયોગ્ય રીતે ૨કમ દબાવી રાખનાર એ વહીવટદારોના માથે આવે છે. કેટલાક કમનસીબ વહીવટદારો તો એવા હોય છે કે, સંઘે ખર્ચેલા અને વહીવટની રૂએ પોતાના કબજામાં આવેલા એ દેવદ્રવ્ય ઉપર માલિકબનીને બેસી જાય છે. જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં પણ ‘મને ટ્રસ્ટી બનાવો તો જ આ રૂપિયા આપું’ અને જો એને ટ્રસ્ટી બનાવવામાં ન આવે તો જીર્ણોદ્ધારની અપેક્ષા રાખતું દેરાસર પડી જાય તો પણ પોતાના વહીવટમાંથી એક પાઈ ન આપે. આવા વહીવટદારો માટે કઈ ગતિ હોઈ શકે, એ શાસ્ત્રો સાંભળો તો ખ્યાલ આવે. ન પૈસા કોઈએ ખર્ચ્યા અને માલિક એ બની બેસે, જિનમંદિર બનતાં અટકે કે જીર્ણ બનેલ જિનમંદિર પડી જાય એની દરકાર પણ ન કરે. સાવ સ્વાર્થાંધ વહીવટદારોની સદ્ગતિ શી રીતે થાય ? વહીવટદારે રૂપિયાનો માત્ર વહીવટ નથી ક૨વાનો, પણ ધર્મક્ષેત્રોની-સાતેય ક્ષેત્રોની વિધિ-બહુમાનપૂર્વક ભક્તિ કરવાની છે, અને એ માટે ધર્મક્ષેત્રમાં આવેલા એક એક રૂપિયાનો ધર્મક્ષેત્રની મર્યાદા મુજબ વિનિયોગ પણ કરવાનો છે; અને એ દ્વારા પ્રભુના શાસનને અને શાસનનાં પ્રત્યેક અંગોને ધબકતાં, પ્રાણવંતાં રાખી એના દ્વારા જગતના જીવમાત્રના કલ્યાણનું સર્જન કરવાનું છે. तप, संयम, दान आदि धर्म जिनाज्ञा से ही संपूर्ण फलदायी बनता है, जिनाज्ञाहीन केवल क्रियारूप किया गया धर्म तो घास की भांति छोडने लायक होता है । सुक्तिरत्नावली પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય 33 Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનમાં કાયદો છે કે, ઉછામણી બોલીને એના રૂપિયા તરત ભરવા પડે. મોડું ચાલે જ નહિ. કોઈ સંયોગમાં મોડું થાય તો બજારમાં શાહુકારીમાં જે વ્યાજ ચાલતું હોય તે દરે પૂરું વ્યાજ ભરવું જ પડે. બે-ચાર વર્ષે ભરજો, હમણાં તમારી પાસે રાખી મૂકજો, મંગાવીએ પછી મોકલજો': એમ કહેવાનો કે એમ કરવાનો કોઈને અધિકાર નથી. જ્યારે ચડાવો બોલાયો તે વખતે જે હૈયાના ભાવ હોય છે, તે દિવસો વીત્યા બાદ હોતા નથી. બે-પાંચ વર્ષ વીતી ગયા બાદ તો તેવા ભાવો ક્યાંથી આવે ? પરિણામે ખર્ચીને પણ ભાવ-વૃદ્ધિ આદિનો લાભ તેમને મળતો નથી. વળી કોક દેવું માથે લઈને મરી જાય તો તે કયા ભવમાં ચૂકવાય? ભવભ્રમણ અને દુઃખની પરંપરા ઉભી થઈ જાય. કેટલાક વહીવટદારો તો મમત્વવશ થઈને ધર્મક્ષેત્રના ધનને નિષ્કારણ બેન્કોમાં મૂકે, એના ઉપર ક્રેડિટ પોતે મેળવે. એ કેડિટથી પોતાના ધંધા ચલાવે અને એ કમાણી ખાય એ પણ મહાપાપ છે. કેટલાક વહીવટદારને પ્રેસ્ટિજ ઈસ્યુ બની જાય, પછી ગમે તે થાય તો પણ રાતી પાઈ પણ આપે નહિ. એ માને કે પૈસો આપી દઈશ તો પછી હું વહીવટ શાનો કરીશ ? મારું વર્ચસ્વ શી રીતે રહેશે ? અમને પણ કહે કે હું ટ્રસ્ટી બન્યો ત્યારે ટ્રસ્ટની કોઈ મૂડી-સંપત્તિ ન હતી પણ આજે આટલા લાખ-આટલા કરોડની મૂડી છે. સભા કેટલા રૂપિયા રાખવા જોઈએ ? મને પૂછો છો ? જે સંઘના લોકો “સક્ષમ હોય તે સંઘમાં કશું જ રાખવાની જરૂર નથી. આ વાતને વિગતવાર સમજવી જોઈએ : “ખરી રીત તો એ છે કે, ધર્મનાં દરેક કાર્યો, દરેક ક્ષેત્રોની ભક્તિ, દરેક વ્યક્તિએ સ્વદ્રવ્યનો વ્યય કરીને કરવાની છે અને દરેક ક્ષેત્રોમાં થતી આવકનો નિધિ કરવાનો છે, કોઈ કાર્યમાં એનો ઉપયોગ કરવાનો નથી. જ્યારે કોઈ શક્તિમાન ન હોય ત્યારે તે તે ક્ષેત્રોનું जइ इच्छह निव्वाणं अहवा लोएसु विउलं कित्तिं । ता जिणवरणिहिटे, विहिमग्गे आयरं कुणह ।। * * કાલ કરી. - द्रव्यसप्ततिका ૩૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #61 -------------------------------------------------------------------------- ________________ ાર્ય શાસ્ત્રમર્યાદાનુસાર તે તે નિધિમાંથી ક૨વાનું છે. જ્યારે તે તે ક્ષેત્રની ભક્તિ વગેરેનું કાર્ય ક૨વા સંઘ કે વહીવટદાર સક્ષમ ન ોય ત્યારે વહીવટદારનું એ કર્તવ્ય બને છે કે તે તે ક્ષેત્રના દ્રવ્યમાંથી શાસ્ત્રીય ર્યાદાનુસાર તે તે ભક્તિ-કાર્યને સંપન્ન કરે - પણ તે ક્ષેત્રને સિદાવા ન દે. આજની કેટલીક પરિસ્થિતિ વિષમ બની છે. રાજકીય, કાયદાકીય રિસ્થિતિ પણ જોખમી બની છે અને ધર્મદ્રવ્યની સુરક્ષાની વ્યવસ્થા માટે પણ ર્મશાસ્ત્રની મર્યાદા ન જળવાય એવા સંયોગ ઊભા થયા છે. વહીવટ કરનાર ર્ગ પણ ધર્મશાસ્ત્રોની મર્યાદાના જ્ઞાન વગરનો અને શ્રદ્ધા વગરનો ઊભો થતો ાય છે. સુધારાવાદ અને નાસ્તિકવાદનો ભરડો ચારે બાજુ વ્યાપક બનતો જાય આ બધી પરિસ્થિતિમાં ધર્મદ્રવ્યનો ક્યાંય દુરુપયોગ ન થઈ જાય માટે, મયસ૨ જરૂરી ક્ષેત્રોમાં શાસ્ત્રમર્યાદાનુસાર તેનો વિનિયોગ થઈ જાય અને એ રા એ ક્ષેત્રો પ્રાણવંતાં-ધબકતાં બની જગતનો ઉદ્ધાર કરનાર બને, એવા શુભ તુથી, તે તે ક્ષેત્રના દ્રવ્યને શાસ્ત્રીય મર્યાદાનુસાર યથાયોગ્ય રીતે તત્કાળ પરી નાંખવું જોઈએ.” એક મહારાષ્ટ્રના સંઘે મને શ્રી જિનમંદિરની પ્રતિષ્ઠા માટે વિનંતી કરી. જસ્થાની ભાઈઓ હતા. મેં વિનંતી સ્વીકારી. જય બોલાઈ. એમાંથી ૫-૧૫ ઈઓ ઊભા થયા અને તેમણે અલગ ખૂણામાં ઊભાં ઊભાં મિટિંગ ચાલુ કરી. શ મિનિટ સુધી ઘૂસપૂસ ચાલ્યા કરી. અંદરોઅંદર મૂંઝાતા હોય તેવું લાગ્યું. લાક શબ્દો પકડાયા. થોડો અંદાજ પણ આવ્યો. મને ખ્યાલ આવ્યો કે એમને વીને મને કાંઈક પૂછવું છે, કાંઈક કહેવું છે, પણ તેમની હિંમત ચાલતી નથી, તો મૂંઝાય છે. એટલે મેં જ સામેથી બોલાવ્યા. ત્યારે મૂંઝાતાં મૂંઝાતાં એમણે હું ‘વાવસી થોરા તરા ટા ?' મને ખ્યાલ આવી ગયો કે મૂંઝવણ શાની છે. કીધું, ‘મારા કેટલા ટકા તેમ પૂછો છો ને ?’ ‘TM વાવસી.’ એ બોલ્યા. આ સાંભળીને મને સખેદ આશ્ચર્ય થયું. મને થયું કે નિરપેક્ષ જીવન જીવતા यदि आप, मोक्ष या विश्व में विपुल कीर्ति की कामना रख हो, तो श्री जिनेश्वर द्वारा बताए विधिमार्ग में आदर रखो । द्रव्यसप्ततिका પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રમણસંઘની છાયા કેવી નંદવાઈ ગઈ કે આવા પ્રશ્નો ઊઠવા લાગ્યા!મને જરા એમને વધારે તપાસવાનું મન થયું એટલે મેં કહ્યું, “આવું તમે મને શી રીતે પૂછી શકો ? બધા જ ટકા મારા જ હોય ને ? હું આવું, મારી નિશ્રામાં બોલી બોલાય, પછી તો એ બધું મારું જ ગણાય ને ?' બધા હેબતાઈ ગયા અને બોલ્યા કે, “ની વાવસી ફ વાળવી વરો.' એક ભાઈ બોલ્યા, 100 % થUT વિને વાવતી, 50% રાણી.' મને મનમાં બહુ જ હસવું આવ્યું અને અપાર દુઃખ પણ થયું. એ પછી મેં એમને આશ્વાસન આપ્યું અને કહ્યું કે “મારો એક પણ ટકો નથી. ગભરાતા નહિ.” પછી એમને સમજાવ્યું : “આ જૈનશાસનની મૂડી છે, મારી કે તમારી કોઈની નથી. હું કે તમે કોને આપવી, કોણે રાખવી એ નક્કી ન કરી શકીએ. શાસન ભગવાનનું છે, એને ભગવાનની આજ્ઞા મુજબ ચલાવવાનું છે. ખરેખર તો સંઘે પોતાનું જિનાલય સ્વદ્રવ્યથી જ બંધાવવું જોઈએ. પોતાના શ્રીસંઘના જિનાલયનો જીર્ણોદ્ધાર પણ સ્વદ્રવ્યથી જ કરાવવો જોઈએ. આમ છતાં શક્તિ ન હોય કે ઉલ્લાસ વધતો ન હોય તો પણ શ્રીસંઘની દેવદ્રવ્યની આવકમાંથી પોતાના શ્રીસંઘના જિનાલય માટે જેટલું જોઈએ તેટલું રાખીવાપરી બાકી બધું અન્યત્ર જિનાલયોના જીર્ણોદ્ધાર-નવનિર્માણ માટે આપવું જોઈએ. એમાં પણ મારા તરફથી તમને કશું સૂચન નહિ થાય, પણ શાસ્ત્રીય મર્યાદાનુસાર એનો ક્યાં, કઈ રીતે ઉપયોગ થાય તે જણાવીશ. જે તમારે પણ માનવાનું જ હોય અને એમાં જ તમારા સૌનું હિત છે. મારું કોઈ કામ નથી અને મારે ક્યાંય રૂપિયા આપવાના પણ નથી. તમે જ્યારે માર્ગદર્શન માંગો ત્યારે ક્યાં ક્યાં વાપરી શકાય તેનો નિર્દેશ કરી શકું. બાકી તમે દેવદ્રવ્ય રાખી મૂકવા માંગતા હો તો તેમ તો કરવા ન જ દઉં. તમે પોતે રાખો કે બેન્કોમાં રાખી વહીવટો ચલાવો અને એ માટે તમે અમારો ઉપયોગ કરી જાઓ તેમાં હું સંમત નથી.” આ સાંભળી એમનો જીવ નીચે બેઠો. સભા એ લોકોને મૂંઝવણ કેમ ઉભી થઈ ? આ આ ICCUPAGINI GIORNOCO स्थापनाव अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ।। अध्यात्मसार ૩૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #63 -------------------------------------------------------------------------- ________________ બહુ જ પ્રામાણિકતાપૂર્વક એ વાત કહેવી જરૂરી બની છે કે, શ્રમણ સંઘમાં રહેલી વ્યક્તિઓ પણ ક્યાંક ભૂલી પડી છે. તેઓ ક્યાંક કોઈને કોઈ પ્રોજેક્ટ લઈને બેસી ગયા છે. એનું આ પરિણામ છે. અહીં આ સુધર્માસ્વામીજીની પાટે હાલ તમારું ઘડતર કરવા બેઠો છું, માટે તમારી ભૂલ બતાવું છું. પણ અમારી ભૂલ હોય તો તમે પણ જરૂર બતાવી શકો છો અને અમારે એનો સ્વીકાર અને સુધાર કરવો જ જોઈએ. બંને એકબીજાની ભૂલ બતાવી શકીએ પણ બંનેની રીતમાં ફરક છે. બાપ દીકરાની ભૂલ કાઢે તે કાનબૂટી પકડીને, જ્યારે દીકરાને બાપની ભૂલ કહેવાની હોય તો બાપના પગ પકડીને. આવો વિવેક પરસ્પર જળવાશે તો પરસ્પરને ઘણો મોટો ફાયદો થશે અને સંઘ-શાસનને આપણા દ્વારા થતું નુકસાન અટકશે. સંબોધપ્રકરણમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, સાધુને જો મૂર્તિ-મંદિર બનાવવાનો, પ્રતિષ્ઠા-ઉત્સવ કરવાનો મનોરથ જાગે તો કહ્યું કે, “વહેલી તકે તું આ ઓઘો બાજુમાં મૂકી દે. આ બધાં કામો તમારે (સાધુએ) કરવાનાં નથી, એ કાર્યો શ્રાવકનાં છે. સંસારમાં, આસક્તિમાં, પાપમાં ડૂબેલાને તરવા માટેનાં તે આલંબનો છે, તે કામ સાધુનાં નથી.” સભા : પ્રેરણા પણ નહીં કરવાની ? જી ના, પ્રેરણા પણ અમારે કરવાની નથી. અમે તમને તમારાં પાવકજીવનનાં કર્તવ્યો બતાવીએ. શ્રાવકનાં દિવસનાં કર્તવ્યો આ આ છે, અત્રિનાં કર્તવ્યો આ આ છે, પર્વનાં કર્તવ્યો આ આ છે, વાર્ષિક કર્તવ્યો આ આ છે, જીવનનાં કર્તવ્યો આ આ છે, એમ શ્રાદ્ધવિધિ આદિ ધર્મગ્રંથોના આધારે મજાવીએ. એમાં જીવનનાં કર્તવ્યોરૂપે જિનબિંબ-નિર્માણ, જિનમંદિરનિર્માણ, પ્રતિષ્ઠા, ઉત્સવ આદિ અંગે સમજાવીએ. એમાં તમે પૂછો કે, શાસ્ત્રમાં આ અંગેની શી વિધિ આવે છે ?તો કહીએ કે, આ શાસ્ત્રમાં આ અંગે આ વિધિ બતાવી છે. શક્તિ અનુસાર આ કર્તવ્યો કરવાથી કેવા કેવા લાભો થાય, શક્તિ १-विधिको प्ररूपणा, २-विधिका प्रेम, ३-विधि के ईच्छुकों के आगेविधिमार्ग की स्थापना एवं ४ - अविधि का निषेध यह हमारी प्रवचन(शासन) भक्ति प्रसिद्ध है। - अध्यात्मसार કામ મ મ મ મ મકર પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૭ ! Page #64 -------------------------------------------------------------------------- ________________ છતાં ન કરવાથી કેવાં કેવાં નુકસાન થાય, આ કર્તવ્યો વિધિ મુજબ, જિનાજ્ઞા મુજબ કરવાથી કેવું હિત થાય; વિધિની ઉપેક્ષા કરીને, જિનાજ્ઞાને બાજુમાં મૂકીને કરવાથી કેવું અહિત થાય; જેણે જેણે આ કર્તવ્યો વિધિ મુજબ, જિનાજ્ઞા મુજબ કર્યા, એને કેવો કેવો લાભ થયો; તે મુજબ ન કર્યા તેને કેવું કેવું નુકસાન થયું; તમારે પણ આ કાર્યમાં પ્રમાદ કે ઉપેક્ષા કરવા જેવી નથી, આત્મહિતના આવા અવસરો ઉચિત રીતે વધાવી લેવા જોઈએ : આવો બધો જ ઉપદેશ આપી શકીએ, પણ એ બધાં કાર્યો અમે ન કરીએ; અને એ કરવાનો તમને આદેશ, આજ્ઞા કે દબાણ પણ ન જ કરી શકીએ. એક વાત તમે સ્પષ્ટ સમજી લો. સામાયિક તો નિરારંભ અનુષ્ઠાન છે ને ? સભા : હા. એ સામાયિક જેવું અનુષ્ઠાન પણ તમે કરો, એમ અમારાથી ન કહેવાય. પણ સામાયિક કરવા જેવું છે, એમ અમારાથી જરૂર કહેવાય. સામાયિક પારતાં તમે બે આદેશ માગો છો ને ? પહેલાં તમે માગો છો કે, “હે ભગવંત ! હું સામાયિક પારું ?' ત્યારે અમે કહીએ કે, “પુણો વિ કાયવ્વી ફરીથી કરવા જેવું છે. પણ તમારી ભાવનાશક્તિ-સંયોગ ન હોય તો તમે જવાબ આપો કે, “યથાશક્તિ.” તે પછી બીજો આદેશ માંગો છો : “ભગવંત ! મેં તો સામાયિક પાર્યું. ત્યારે અમે કહીએ કે, આયારો ન મોરવ્યો’ આચાર છોડવા જેવો નથી. ત્યારે તમે એ વાતનો સ્વીકાર કરી કબૂલાતમાં ‘તહત્તિ'= તેમ જ છે એમ કહો છો. એથી પણ નિશ્ચિત થાય કે સામાયિક જેવી આરંભરહિત પ્રવૃત્તિ કરવાનો પણ અમે આદેશ ન કરી શકીએ, તો દેરાસર કે જેમાં આરંભનો અંશ રહેલો છે, તેનો અમે કઈ રીતે આદેશ કરી શકીએ ? સામાયિક કરવામાં શો લાભ ? નહિ કરવામાં શું નુકસાન ? કોણે કોણે સામાયિક કર્યા ? કેવો લાભ મળ્યો ? એ બધી વાત કરી શકીએ. પણ ‘તું કર” आसन्नसिद्धिआणं विहिपरिणामो उ होइ सयाकालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजिअदूरभव्वाणं ।। - - ૩૫૫૬ S ૩૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #65 -------------------------------------------------------------------------- ________________ એમ ન કહીએ. સભા વાંધો શું? ગુરુ કહે પણ ત્યારે જો તમારા સંયોગ ન હોય અને જો તમે ન કરો તો સાધુના આદેશનો-આજ્ઞાનો ભંગ થાય. એ આજ્ઞા ભંગાવવાનું પાપ ગુરુને લાગે; અને કદાચ ગુરુના આદેશથી મન ન હોવા છતાં કરે તો તેમાં મન સ્થિર ન રહે. આર્તધ્યાન વગેરેમાં ચડે તેનું પણ પાપ ગુરુના કપાળે ચોંટે. માટે સામાયિક વગેરે લેવા-પારવાના આદેશમાં પણ ઘણી બધી વિવેકપૂર્ણ વિધિ બતાવી છે. આ ઉપરથી તમને એ ખ્યાલ આવવો જોઈએ કે, અનારંભ એવા સામાયિકને કરવાનો અને સારંભ છતાં નિરવદ્ય એવા જિનમંદિર નિર્માણ આદિ કાર્યોનો આદેશ પણ અમારાથી જો ન અપાય તો અમારાથી તે કાર્ય લઈને કેમ બેસી શકાય ? અમારી - સાધુઓની ક્યાંય દુનિયામાં પેઢી નથી પણ આવા ધંધા શરૂ થયા છે. અમે અમારી મર્યાદામાં રહીએ, તમે તમારી મર્યાદામાં રહો તેમાં જ અમારું અને તમારું કલ્યાણ છે. ખરી મર્યાદા મુજબ જો રહીએ તો તમારાથી અમને પૂછ્યા વિના પાણી પણ ન પિવાય. આચાર્યને કોઈ પૂછે તો તેમની પણ જવાબદારી છે કે, એ પોતાની કોઈ વાત ન કરે. જે પણ વાત કરે તે જિનાજ્ઞાની જ વાત કરે, એ જિનાજ્ઞાને બતાવતાં આ ધર્મશાસ્ત્રોની જ વાત કરે. મોટામાં મોટો વકીલ હોય તો પણ કોર્ટમાં દલીલ-રજૂઆત કરતાં એને કાયદાની કલમ ટાંકવી જ પડે. મોટામાં મોટો ન્યાયાધીશ હોય તો પણ તેને જજમેન્ટમાં જે નિર્ણય આપે, તેના સમર્થનમાં કાયદાની કલમ ટાંકવી જ પડે. મને આમ લાગે છે, મારો આ અભિપ્રાય છે, એમ કાયદાથી નિરપેક્ષ બની સ્વતંત્રપણે અભિપ્રાય આપવાનો અધિકાર જેમ જજ કે વકીલ કોઈને નથી; તેમ અહીં પણ કોઈને નથી. ગમે તેવા મોટા આચાર્ય પણ જે કહે તે આ શાસ્ત્રમાં દર્શાવેલ શ્રી જિનાજ્ઞાને આંખ સામે રાખીને જ કહે. जो जीव निकट भावि में मुक्तिपद पानेवाले हैं, उन्हें ही हमेशा विधि मुजब करने की भावना होती है । विधि त्याग एवं अविधि आदर तो अभव्य एवं भारीकर्मी भव्य (दुर्भव्य) નીવો હો હોત ? | મારી - પરેશાન પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રની વિધિ મુજબ કરવાનું થાય તો આજે જેમ તમે જયપુર જઈ બજારમાંથી ગમે તેવી તૈયાર મૂર્તિ લઈ આવો છો, તેમ ન લાવી શકો. મૂર્તિનિર્માણ માટેની પણ વિધિ શાસ્ત્રોમાં જે બતાવી છે, તેને અનુસરવું પડે. પાષાણ કેમ લાવવો, કેવો લાવવો, કઈ રીતે પૂજા કરીને લાવવો, કેમ ઘડવો, કારીગર કેવો રાખવો, એને કઈ રીતે રાખવો, કઈ રીતે જાળવવો, એની ઘણી બધી વિધિઓ છે. એ હસતો-ખીલતો પ્રસન્ન હોવો જોઈએ. કારીગરનું મોઢું ઉદાસ જુએ તો ટ્રસ્ટી એની પૂછપરછ કરે. પહેલાં એનું કામ બંધ રખાવે. પત્ની માંદી હોય, ધ્યાન રાખનાર કોઈ ન હોય, તેથી મન ઉદાસ હોય તો એને ઘરે મોકલે. નિશ્ચિત કરે. પ્રસન્ન થાય પછી કામ કરાવે. કારણ કે, એની ખુશીનાખુશીનાં પ્રતિબિંબ પ્રતિમામાં પડે. હજારોનું તારક આલંબન કલંકિત કે દૂષિત બને એ ન ચાલે. મંદિરના કારીગરો જો દુઃખી હોય તો એમના દુઃખના ભાવો મંદિરમાં ઊતરે. આજે સિદ્ધગિરિ પર જતાં જ કેમ ભાવોનો દરિયો ઊમટે છે ? પૂર્વજોએ શાસ્ત્રોમાં બતાવેલ વિધિ-બહુમાનપૂર્વક જિનબિંબ-જિનમંદિરોનાં નિર્માણ કરાવ્યાં છે માટે. અનીતિનું ધન એ તમારું છે જ નહિ, એ કોક બીજાનું છે. એ ધન તમે વાપરો તેનો લાભ તમને શી રીતે મળે ? એ ધનથી ધર્મ ક૨વાનો તમને કોઈ અધિકાર પણ નથી. સ્વધન-સ્વદ્રવ્ય વાપરીને પણ ધર્મકાર્ય જ્યારે થતું ત્યારે મોટા થાળમાં પૂરતું ધન ભરી ભગવાન આગળ ચડાવી જાહેર કરાતું. ‘મારી જાણ મુજબ આ કાર્ય મેં સ્વધનથી કર્યું-કરાવ્યું છે, છતાં અજાણમાંય કોઈ બીજાનું ધન આમાં વપરાયું હોય તો તેનો લાભ તે પુણ્યાત્માને થજો, મને નહિ !' ક્યાંય કોઈ સંઘને, કોઈ વ્યક્તિને જિનબિંબ-જિનમંદિર આદિ નિર્માણ ફરવાનાં હોય કે કોઈ તમને એ કાર્ય સોંપે ત્યારે એ વિષય સંબંધી બધી જ માહિતી ગીતાર્થ ગુરુભગવંત પાસેથી પહેલાં મેળવવી જોઈએ. પંચાશક, ષોડશક, ro जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ वि को अण्णो । वड्डेइ उ मिच्छत्तं परस्स संकं जणेमाणो ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન श्राद्धदिनकृत्य Page #67 -------------------------------------------------------------------------- ________________ દ્વત્રિશદ્ દ્વાત્રિશિકા, સ્તવપરિજ્ઞા વગેરે ધર્મગ્રંથોમાં અને મૂર્તિવિધાન તેમ જ શિલ્પના પણ અનેક ગ્રંથોમાં એ અંગેની વિગત આપવામાં આવેલી છે. ગુરુનિશ્રાએ મહિનો માસ એ બાબતોનો અભ્યાસ કરી, પોતાની પરિણતિભાવધારા એને અનુરૂપ બનાવવી બહુ જરૂરી છે, તમારા ભાવોને એ માટે કેળવવા જરૂરી છે. નક્કી કરવું જોઈએ કે મૂર્તિમંદિર આદિનું નિર્માણ પ્રથમ તો સ્વોદ્ધાર માટે કરવાનું છે, પછી એથી પરનોય ઉદ્ધાર થાય એ બીજી વાત. એમાં પણ જે આ નિર્માણકાર્ય સ્વદ્રવ્યથી કરે, અને જે સંઘના તાબામાં રહેલા સાધારણ દ્રવ્ય કે દેવદ્રવ્ય આદિ ધનથી કરે, તે બંનેમાં વાપરવાની રીત અલગઅલગ છે. સ્વદ્રવ્યથી નિર્માણ કરનારે ઉદાર થઈ વરસી જવાનું છે, જ્યારે સંઘદ્રવ્યથી કાર્ય કરનારે જોખી-જોખીને, એક પણ પૈસો વેડફાય નહિ એ રીતે વાપરવાનું છે; છતાં એક વાત ચોક્કસ ધ્યાનમાં રાખવાની હોય છે કે કોઈને નીચોવી નથી નાંખવાના. પહેલાંના કાળમાં સંઘ કે વ્યક્તિ કોઈ પણ નિર્માણકાર્ય કરતા તે સ્વદ્રવ્યથી જ કરતા, દેવદ્રવ્યમાંથી મંદિરો ન બનતાં. સભા તો દેવદ્રવ્યનું શું કરાતું ? એનો નિધિ કરવાની વિધિ છે. ગુપ્ત ભંડાર કરતા, સંઘ એનાં રોજ દર્શન કરતો. યથાશક્તિ એમાં રોજ ઉમેરો કરતો અને ભાવના ભાવતો કે, આજે તો અમે બધાં કાર્યો કરવા સમર્થ છીએ, કાલે ન જાણે એવો કોઈ કાળ આવે જ્યારે કોઈ કરવાવાળું ન હોય ત્યારે આ દ્રવ્યમાંથી જિનમંદિરનો જીર્ણોદ્ધાર-નિર્માણાદિ કાર્ય થતાં રહે. આ મૂળ વાત હોવા છતાં આજે અમારે બીજી વાત કરવી પડે છે. તમારા સૌના પુણ્ય (!) સરકાર તમને એવી મળી છે કે ગમે ત્યારે એક જ કલમના ગોદે મધું હડપ કરી લેશે, કશું કહેવાય તેમ નથી. માટે જે પણ દેવદ્રવ્યાદિ આવક થાય છે, તેને સુયોગ્ય સ્થાને તત્કાળ વાપરી જ દેવી એ જરૂરી બન્યું છે. "जो व्यक्ति जिनेश्वर कथित वचन का यथास्थित पालन करता नहीं' - उसके जैसा मिथ्यात्वी अन्य कौन हो सकता है ? क्योंकि अन्य कोशंका उत्पन्न कराकर वह मिथ्यात्व की ही वृद्धि करता है। સાકર : પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૪૧ Page #68 -------------------------------------------------------------------------- ________________ તમારાં સંતાનો - તમારી આવનાર પેઢીનું તમે કોઈ ઘડતર કર્યું નથી. જે વિપરીત શિક્ષણ તેઓ પામે છે, તેનાથી પાકા નાસ્તિક બની રહ્યા છે. સાતે ક્ષેત્રો અંગેની શ્રદ્ધા તેમનામાં રહી નથી અને પરિણામે તમારા સ્થાને વહીવટમાં આવ્યા બાદ તેઓ આ બધું દ્રવ્ય સામાજિક ક્ષેત્રમાં વાપરી દે એમ પણ બને. માટે જ આ અપવાદિક આજ્ઞા બતાવી કે દેવદ્રવ્યનો ઉપયોગ કરી બધાં જ પ્રાચીન તીર્થો, મહાતીર્થો અને જિનાલયોના જીર્ણોદ્ધાર કરી દેવા જોઈએ. બધા જ જીર્ણોદ્ધાર થઈ જાય છતાં દેવદ્રવ્ય વધે તો જ્યાં જ્યાં વસતિ હોય, ત્યાં ત્યાં નૂતન ચૈત્યોના નિર્માણમાં એ દ્રવ્ય લગાવી દેવું જોઈએ. પરંતુ આ બધાં કાર્યો બરાબર ક્યારે થાય ? શ્રાવકસંઘનું નેતૃત્વ બરાબર હોય તો ! આજે તો અમારું - આચાર્યોનું પણ સંઘ પરનું નેતૃત્વ ગયું. એક જ ગામમાં કેટલાં તડાં ? ઓસવાલ-પોરવાલ, દશા-વીસા, તમે જ બોલો ! અમને પણ કહી દે ‘વાવસી ! થેં જો નજો મંજૂર પળ અઢે તો નૈ નીજી ને ન !' એમની વાત આવે ત્યાં પક્કડ પાકી ! આ રાજસ્થાનમાં કેવાં તીર્થ જેવાં મંદિરો છે ! એક એક પ્રતિમાઓ કેવી બેનમૂન છે ! પૂર્વજોએ પાણીની જેમ પૈસા રેડીને આ ધામો બનાવ્યાં છે. મોગલ આક્રમણો આદિથી એ આજે ખંડિત-જર્જર અવસ્થામાં મળે છે. જેમના હાથમાં એનો વહીવટ છે, તેમની પોતાની પાસે દેવદ્રવ્યના કરોડો રૂપિયા છે. પોતે એનો જીર્ણોદ્ધાર કરતા નથી, બીજા સ્વદ્રવ્ય કે સંઘના દેવદ્રવ્યથી ક૨વા માગે તો તેને કરવા દેતા નથી. આ રીતે હક કરવાથી પોતાની દુર્ગતિ ઊભી થાય છે, એ તેઓ શું જાણતા નથી ? ચાલુ વર્ષે મારે ગિરનારજીના સંઘમાં નિશ્રા આપવાનું થયું. નાનો હતો ત્યારે ગયેલો, પણ બહુ ધ્યાન નહિ . આ વખતે ગિરનારજી ગયો તો કાળજીપૂર્વક બધું જોયું. એક એક જિનમંદિર અને પ્રતિમા અદ્ભુત છે. શ્રી નેમિનાથ પરમાત્માનાં જ્યાં ત્રણ-ત્રણ કલ્યાણક થયેલાં છે અને સંઘ-શ્રુતિ મુજબ આગામી ચોવીશીના ૪૨ जह भोयणमविहिकयं विणासए विहिकयं जीवावेइ । तह अविहिकओ धम्मो देइ भवं विहिकओ मुक्खं ।। - द्रव्यसप्ततिका टीका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સે તીર્થકરો જ્યાંથી મોક્ષે જવાના છે, એ મહાતીર્થની આજે જે હાલત છે, તે જોઈ ન શકાય એવી છે. આટલા બધા સક્ષમ સંઘો છે, કરોડો રૂપિયા પડ્યા છે, છતાં કાંઈ ન કરી શકે ? નીચેથી ઉપર ચડો ત્યાં સુધી તમને ખબર ન પડે કે આ જૈન તીર્થ છે. ચારે બાજુ અર્જનોનો ઘેરાવો થઈ ગયો છે. ખુદ પરમાત્માનાં મંદિરોની અને પ્રભુની પ્રતિમાની પરિસ્થિતિ જુઓ તો ખ્યાલ આવે. ૧૫ વર્ષ પહેલાં આ ભૂમિ પર આવ્યો ત્યારે અહીંથી નજીક રહેલા મીરપુર તીર્થે જવાનું થયેલું. ત્રણે બાજુ પર્વતો - અનોખું કહી શકાય તેવું કુદરતી વાતાવરણ. અલૌકિક જિનમંદિર છે. કહેવાય છે કે આબુ ઉપર મંત્રીશ્વર વિમલશાહે વિમલવસહી બનાવી તેની પ્રેરણા આ જિનાલયમાંથી તેમને મળી હતી. આજે તે બિસ્માર હાલતમાં છે. કેમ તેને ફરી નવપલ્લવિત બનાવવામાં ન આવે ? અભુત તીર્થ હોય ને પાસે કરોડો-અબજો રૂપિયા પડ્યા હોય છતાં જીર્ણોદ્ધાર કરાવીએ તો આપણે જિનમૂર્તિ-જિનમંદિરક્ષેત્રનું કર્તવ્ય ચૂકી રહ્યા છીએ, એમ નથી લાગતું? જિનમૂર્તિ-જિનમંદિર પ્રત્યે આપણું કર્તવ્ય શું છે, એ આપણે વિચારવાનું છે. આજે સાંજે આ અંગે જ આગળ વાત કરીશું. ન * * * * * * * * * * *," A 'T ''' अविधि से किया भोजन ज्यों विनाश करता है, एवं विधि भोजन जिलाता है, त्यों अविधि से किया धर्म संसार को देता है एवं विधि से किया धर्म मोक्ष देता है। - द्रव्यसप्ततिका टीका મા ના | પાક 2 જ છે ( રાહ એ જોતા . પ્રવચન-૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૪૩ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૨ વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-પ્રથમ-૩, તા. ૪-૪-૨૦૦૩, શુક્રવાર. બપોરે : : ૩-૦૦, પાવાપુરી તીર્થધામ (રાજ.) वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् । आज्ञाराद्वा विराद्धा च शिवाय च भवाय च ।। “વીતરાગ પરમાત્મન્ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે; કેમ કે આરાધેલી તારી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાયેલી તારી આજ્ઞા સંસાર માટે થાય છે.” અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘વીતરાગ સ્તવ' નામના મહાન ગ્રંથરત્નમાં વીતરાગ પરમાત્માની સ્તવના કરતાં કરતાં આગળ વધીને વીતરાગ પરમાત્માની આજ્ઞાની સ્તવના કરી છે. વીતરાગ પરમાત્માની પૂજા મહિમાવંતી છે, તેમાં કોઈ બેમત જ નથી; છતાં जयणाय धम्मजणणी जयणा धम्मस्स पालणी चेव । तव्वुड्डिकरी जयणा एगंतसुहावहा जयणा ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન धर्मबिंदु Page #71 -------------------------------------------------------------------------- ________________ લિકાલસર્વજ્ઞ પ્રભુ પરમાત્માને ઉદ્દેશીને કહે છે કે, “તમારી પૂજા કરતાંય મારી આજ્ઞાનું પાલન વધુ મહત્ત્વનું છે. તમારી પૂજાથી મુક્તિ મળે એ વાત માચી; પણ મુક્તિ મળે જ એવો એકાંત નથી. મળેય ખરી અને ન પણ મળે. રિંતુ તમારી આજ્ઞાના પાલનથી તો અવશ્ય મુક્તિ મળે જ; કારણ કે, તમારી નાજ્ઞાપાલનમાં મુક્તિ આપવાની સંપૂર્ણ શક્તિ છે. જે વ્યક્તિ જેટલા અંશે આજ્ઞાપાલન કરે છે, આજ્ઞાને આરાધે છે, તેને તેટલા અંશે સુખપ્રાપ્તિ થાય છે અને મુક્તિ એની નિશ્ચિત થાય છે; અને જે વ્યક્તિ નાજ્ઞાપાલનની જેટલા અંશે ઉપેક્ષા કરે, જેટલા અંશે વિરાધના કરે, તેટલા અંશે દુઃખી થાય અને તેનું ભવભ્રમણ વધે છે. શ્રીસંઘના સભ્ય તરીકે આપણે બધા આજ્ઞા સાથે બંધાયેલા છીએ. જગતમાં પરમાત્માના સાધુ તરીકે અમારે જીવવું હોય અને પરમાત્માના શ્રાવક તરીકે મારે જીવવું હોય તો અમારી અને તમારી પહેલી ફરજ પરમાત્માની આજ્ઞાને રિસાવંદ્ય કરીને યથાશક્ય જીવનમાં આરાધવી-આચરવી તે છે. દેરાસરમાં પ્રભુની પૂજા કરવા જનાર વ્યક્તિને માટે પ્રભુ કરતાં આ નિયામાં કોઈ ચડિયાતું નથી. આમ છતાં એ પ્રભુની પૂજા કરતાં પહેલાં પોતાના લિાટે તિલક-ચાંલ્લો શા માટે કરે? પ્રભુની આજ્ઞા શિરસાવંઘ કરવા માટે જ .? પ્રભુની આજ્ઞાને મસ્તકે ચડાવ્યા વિના પ્રભુને સ્પર્શવાનો પણ અધિકાર ળિતો નથી, તો પછી આજ્ઞાને સ્વીકાર્યા વિના શાસનનાં અંગોની-સાતક્ષેત્રોની નક્તિ-વહીવટનો અધિકાર કઈ રીતે મળે ? અમારે અને તમારે કોઈ પણ બંધન તોય તો એક જિનાજ્ઞાનું. શ્રીજિનાજ્ઞાનું બંધન જે સ્વીકારે તેને કર્મસત્તા કે જગત ધી ન શકે. જે જિનાજ્ઞાનું બંધન ન સ્વીકારે તેને કર્મસત્તા તો બાંધે જ પણ ગતમાં કોણ કોણ એને ન બાંધે એ સવાલ છે. આજ્ઞા ઓછી-વત્તી પાળી શકાય એવું બને, પણ આજ્ઞાના આદરમાં તોછાવત્તાપણું ન જ ચાલે. यतना धर्म की माता है, यतना धर्म का पालन करनेवाली है, यतना धर्म की वृद्धि करनेवाली है । यतना एकांत सुख લાની સૈા - धर्मबिंदु પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૪૫ Page #72 -------------------------------------------------------------------------- ________________ જે વ્યક્તિ સર્વસંગનો ત્યાગ કરી, પોતાના સમગ્ર જીવનને પ્રભુ ચરણે સમર્પિત કરવા સર્વવિરતિ અને મહાવ્રતોનો સ્વીકાર કરી, એનું અખંડ પાલન કરે, તે જ પ્રભુની આજ્ઞાનું અખંડ આરાધના કરી શકે. ગૃહસ્થજીવનમાં એ શક્ય નથી. આમ છતાં આજ્ઞાના આદરમાં સાધુ અને શ્રાવક બંને સમાન જ. પાલનમાં સાધુ આગળ અને શ્રાવક પાછળ પણ આદરમાં બંને સમાન. શ્રાવકમાં પણ અલગ અલગ કક્ષા હોય. કોઈ બાર વ્રતધારી, કોઈ એકાદ વ્રતધારી તો કોઈ સમ્યક્તધારી. એ દરેકની ભૂમિકા મુજબ આજ્ઞાપાલનમાં ફરક, પરંતુ આજ્ઞાના આદરમાં કોઈ ફરક નહીં. આ નિર્ણય પહેલા કરવો પડશે. આજ્ઞાના આદર વિના શ્રાવક બની જ ન શકાય તો સંઘના વહીવટદાર શી રીતે બની શકાય? અમે પણ આજ્ઞા બાજુમાં મૂકી દઈએ તો સાધુરૂપે ન જ રહી શકીએ તો આચાર્ય, ઉપાધ્યાય, પંન્યાસ, ગણીરૂપે કઈ રીતે રહી શકીએ ? શ્રી જૈનશાસનના કોઈ પણ અંગને લગતું કોઈપણ કાર્ય કરવાનો અધિકાર તેને જ મળે જે શ્રી જિનાજ્ઞા પ્રત્યે નતમસ્તક હોય. શ્રી જિનાજ્ઞા પ્રત્યેના સમર્પણ વિના શ્રી જેનશાસનના કોઈપણ અંગને લગતા કોઈપણ કાર્યને કરવાનો અધિકાર મળતો નથી અને અધિકાર વિના કાર્ય કરનાર પોતાની-પરની અને પ્રભુશાસનની વિડંબણા કર્યા વિના પણ રહેતો નથી. સમર્થ શાસ્ત્રકાર પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે યોગશતક' ગ્રંથમાં જણાવ્યું છે કે – अहिगारिणो उवाएण, होइ सिद्धि समत्थवत्थुमि । “દરેક વસ્તુમાં અધિકારી વ્યક્તિને ઉચિત પ્રયત્ન દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થાય છે.” એટલે આજ્ઞા પ્રત્યેનો આદર પ્રગટ્યા પછી પણ જૈનશાસનના કોઈ પણ અંગ માટે કાંઈ પણ કરવાનો દરેકને અધિકાર મળતો નથી. તે માટે કાક निराकाङ्क्षतया पूजा, कर्तव्या काङ्ख्या यतः । भक्तिच्छलेन देवस्य, प्रत्युताऽऽशातना भवेत् ।। - પાર્શ્વનાથ ચરિત્ર કઈક કામ કરી કાનના | ૪૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #73 -------------------------------------------------------------------------- ________________ પણ તે તે પ્રકારની યોગ્યતા હોવી જરૂરી છે. પ્રવચન-ધર્મદેશનાની બાબતમાં પણ અમને અધિકાર-યોગ્યતા વિના આગળ વધવાની ના પાડી છે. આ માટે ચેતવણી આપતાં શ્રીસન્મતિતર્ક નામના મહાન દાર્શનિક ગ્રંથમાં જણાવ્યું છે કે – हु सासणभत्तिमेत्तएणं सिद्धंतजाणगो होइ । ण विजाणगो विणियमा पण्णवणाणिच्छिओ णामं ।। “જૈનશાસન ઉપર અપાર ભક્તિ છે, એટલામાત્રથી કોઈ સિદ્ધાંતનો જ્ઞાતા બની જતો નથી, સિદ્ધાંતનો જ્ઞાતા પણ નક્કી પ્રરૂપણામાં નિશ્ચિત મતિવાળો બને જ એવો નિયમ નથી.” કારણ કે, જૈનશાસનનું કોઈ પણ કાર્ય કરવા જેમ જૈનશાસન પ્રત્યે ભક્તિ હોવી અનિવાર્ય છે, તેમ જૈનશાસનનાં તે તે અંગોને લગતું જ્ઞાન હોવું અનિવાર્ય છે; અને એ જ્ઞાનની સાથોસાથ બીજી પણ ઘણી બધી ક્ષમતાઓ હોવી અનિવાર્ય છે, જે આગળ બતાવીશું. એ વિના સિદ્ધાંતના જ્ઞાતાથી પણ દેશના આપી ન શકાય. જ્યાં સુધી આવી યોગ્યતા-અધિકાર ન પ્રગટે ત્યાં સુધી મૌન રહેવાનું છે. ‘શાસન મારું છે એટલે મારે શાસન માટે કાંઈક કરવું જોઈએ’ – એમ માની કોઈ કાંઈ ક૨વા માંડે તો જ્ઞાની કહે છે થોભી જા ! તારું એ કામ નથી. જે કાર્ય કરવું છે, તેનાં સઘળાં પાસાંઓનું જ્ઞાન જોઈએ અને એ માટે જરૂરી બીજી પણ ઘણા પ્રકારની યોગ્યતા જોઈએ. એ ન હોય તેણે તો મૂંગા જ રહેવાનું છે. જો એમ ન હોય તો શ્રોતાઓ જે એક વિશ્વાસ લઈને અહીં આવે છે કે ‘અહીંથી જે મળશે તે હિતકર સત્ય જ મળશે અને અહીં હિતકર સત્ય મળશે જ’ – તે બંને વિશ્વાસમાં ગોટાળા વળી જાય. સભામાં ગમે તે વ્યક્તિ બેઠી હોય, તેને હિતકર સત્ય જ પીરસવાનું છે, અહિતકર સત્ય ન જ પીરસાય. એને જો અજાણતાંય અસત્ય પીરસાઈ જાય કે भगवान की पूजा સંસાર-મુલ की कामना से नहीं करनी चाहिए, क्योंकि संसार सुख की कामना से की जाती दिखावटी भक्ति से तो प्रभु की आशातना ही होती है । - पार्श्वनाथ चरित्र પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૪૭ Page #74 -------------------------------------------------------------------------- ________________ અહિતકર સત્ય પીરસાઈ જાય તો સભાને ગેરમાર્ગે દોરવાનું પાપ ઉપદેશકને લાગે. તેમનું અહિત થાય તે દોષ ઉપદેશકને લાગે. એ જ રીતે એની સામે બધી સમજણ, શક્તિ અને અધિકાર હોવા છતાં સ્વાર્થવશ મૌન રહીએ તો આવનાર જે ઊંધું લઈ જાય, એનું પણ પાપ ધર્મોપદેશકને લાગે. સભા મૌન રહીએ તો પાપ લાગે ? હા. આ જ તો અનેકાંત છે. આમ મૌન રહીએ તે ધર્મ, પણ હિતકર એવા સત્યનું પ્રકાશન કરવાના અવસરે મૌન રહીએ તો અધર્મ, અમારાં પાંચ મહાવ્રત લોપાઈ જાય, અમે માત્ર વેશમાં જ સાધુ રહીએ. એટલા માટે તો લખ્યું કે – आणाभंगं दटुं, मज्झत्था णु हवंति जे तुसिणा । अविहि अणुमोयणाए, तेसि पि होइ वयलोवो ।।१।। “આજ્ઞાનો ભંગ થતો જોઈને જેઓ મધ્યસ્થભાવને ધરીને મૌન રહે છે, તેઓને અવિધિની અનુમોદનાના કારણે તેમનો પણ વલોપ થાય છે.” કલિકાલસર્વજ્ઞ પ્રભુ તો આગળ વધીને બીજી વાત કરે છે : धर्मध्वंसे क्रियालोपे, स्वसिद्धान्तार्थविप्लवे । अपृष्टेनाऽपि शक्तेन, वक्तव्यं तनिषेधितुम् ।। “ધર્મનો નાશ થતો હોય, ક્રિયાઓ લોપાતી હોય, સર્વજ્ઞશાસનના સિદ્ધાંતો સામે બળવો પોકારાતો હોય એવા અવસરે શક્તિસંપન્નને કોઈ પૂછે કે ન પૂછે પણ તેને અટકાવનારી વાણી ઉચ્ચારવી જ જોઈએ.” પરંતુ જેનામાં એવી યોગ્યતા-શક્તિ ન હોય, તેણે કશું જ નથી કરવાનું. માટે જ લખ્યું કે - જેનામાં ગીતાર્થતા વગેરે આવશ્યક ગુણો ન હોય તે જો ધર્મોપદેશ આપે કે શાસનની રક્ષા-પ્રભાવનાની કોઈપણ પ્રવૃત્તિ પોતાની રીતે કરે તો તે જૈનશાસનનો-જિનાજ્ઞાનો નાશ કરે છે. શ્રી “સન્મતિ તક'માં જણાવ્યું કે - उस्सुत्तभासगाणं बोहिणासो अणंतसंसारो। पाणच्चये वि धीरा उस्सुत्तं तो न भासंति ।। - વિશેષાવાર ભાષ્ય ૪૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #75 -------------------------------------------------------------------------- ________________ ‘વ્રુતિ મહાળ વિકેંતિ ।’ ‘ખેદની વાત છે કે તે (શ્રી જિનેશ્વરદેવની) મહાઆજ્ઞાને ડુબાડી રહ્યો છે.’ શ્રી શ્રમણસંઘ માટેની આ બધી વાતો એટલા માટે કરું છું કે એનાથી તમને ખ્યાલ આવે કે અમારા માટે પણ જો આવાં બધાં નિયંત્રણો-મર્યાદાઓ હોય તો તમારા માટે પણ મહાપુરુષોએ શું શું કહ્યું હશે ! તેથી આ બધી વાતોનો શ્રદ્ધાપૂર્વક અમલ કરવામાં જ અમારું, તમારું, આપણા બંનેનું હિત છે. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ ૩૫૦ ગાથાના સ્તવનમાં આ જ વાતને સરળ રીતે સમજાવતાં લખ્યું કે - गीतारथ' जयणावंत', भवभीरु जेह महंत । तस वयणे लोके तरीए, प्रवहणथी जिम दरिए ।। बीजो तो बोली बोळे, शुं कीजे निरगुण टोळे । “જે ગીતાર્થ હોય – ૧, યતનાવાન હોય – ૨, ભવભીરુ હોય – ૩, મહાન હોય – ૪, તેના વચનના ઉપદેશના સહારે, વહાણથી જેમ દરિયામાં તરાય તેમ સંસારથી તરી શકાય.” “જે આવા ન હોય તે તો બોલીને શાસનને બોળવાનું-ડુબાડવાનું કામ કરે છે, એવા નિર્ગુણનાં ટોળાં ભેગાં કરીને શું ફાયદો ?” સભા : સાહેબ, આ કડીઓનો અર્થ જરા વિગતવાર સમજાવો ને ? સમજાવું છું. એમ ને એમ આગળ નહિ વધું. તમારી જાણવાની આટલી ઈચ્છા છે, તો મને વિગતવાર સમજાવવું વધારે ગમશે. હવે આપણે ગીતાર્થ વગેરે એક એક ગુણને જરા સમજી લઈએ : ૧ - ગીતાર્થ : જેની પાસે ધર્મોપદેશનું શ્રવણ કરવાનું છે, ધર્મનું માર્ગદર્શન લેવાનું છે, તે સાધુ ગીતાર્થ જોઈએ. ગીત એટલે આગમનાં સૂત્રો અને અર્થ એટલે તે આગમ પંચાંગીમાં રજૂ કરાયેલ અર્થ. આ બન્નેયનો જે જાણકાર હોય તેને ગીતાર્થ કહેવાય. એટલે આગમની પંચાંગીનો પરિણત शास्त्र विरुद्ध प्ररूपणा करनेवालों का सम्यक्त्व नष्ट हो जाता है, एवं उन्हें अनंत संसार की प्राप्ति होती है, अतः धीर पुरुष प्राण जाने पर भी शास्त्र विरुद्ध प्ररूपणा करते नहीं । - विशेषावश्यक भाष्य પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૪૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતા. જિનવચનનો અને એનાં રહસ્યોનો જે જાણકાર હોય તે ગીતાર્થ કહેવાય. ત્યારબાદ ૨ - જયણાવંત : યતનાવાન. જે ગીતાર્થ હોય તે પણ યતનાવાન જોઈએ. મતલબ કે જે જાણ્યું તે મુજબ યથાશક્ય આચરનાર જોઈએ . જાણકાર હોય પણ પોતાના જીવનમાં જ્ઞાનાનુસારી યથાશક્ય આચરણ ન હોય તો લોક ઊંધું લઈ જાય. એ માને કે ‘આવા જ્ઞાની પણ આમ કરે છે તો આપણને ક૨વામાં શું વાંધો ?' જે જાણકારી મેળવી તેને અનુરૂપ યથાશક્ય જીવનવ્યવહાર પણ જોઈએ જ, નહિ તો પોતાના બચાવ માટે ખોટું બોલવાનું પણ બની શકે. કોઈ સાધુ ગીતાર્થ હોય, યતનાવાન હોય તો પણ તેટલામાત્રથી તે ઉપદેશ આપવા માટે અધિકારી નથી ગણાતો. એ ઉપરાંત પણ બીજા બે ગુણો જરૂરી છે. એટલે તે પછી તેમણે ત્રીજા ગુણની ૨જૂઆત કરી છે, ‘ભવભીરુ.’ ૩ - ભવભીરુ : ભવભ્રમણનો જેને ભય હોય તે ભવભીરુ કહેવાય છે. ગીતાર્થ અને યતનાવાન મતલબ કે જ્ઞાની અને યથાશક્ય આચારવાન બન્યા પછી પણ ભવભય હોવો અનિવાર્ય બને છે. જે જ્ઞાની-ગીતાર્થ હોય તે યતનાવાન-આચરણાવાન હોય જ એવો જેમ નિયમ નથી, તેમ જે ગીતાર્થ હોય, યતનાવાન હોય તે ભવભીરુ હોય જ તેવો પણ નિયમ નથી. ગીતાર્થ અને યતનાવાન પણ ઘણા જીવો ભવભીરુ નથી હોતા. અભવી, દુર્વ્યવી અને અનેક ભારેકર્મી જીવો પણ એવા હોય છે કે જેઓ સાધુપણું સ્વીકારી, ગીતાર્થ બને, આચારસંપન્ન બને, પણ એની પાછળનો એમનો ઉદ્દેશ જ કાંઈક જુદો હોય. એ દ્વારા પણ એ વર્તમાન જીવનમાં નામના, ખ્યાતિ કીર્તિ, પ્રતિષ્ઠા મેળવવા ઝંખતા હોય, જેથી એમને ભવનો ભય જરા પણ ન હોય. આવા સાધુ ધર્મોપદેશ કરે ત્યારે જો જિનાજ્ઞા મુજબનું સત્ય બોલતાં એને વર્તમાન જીવનની નામના-કીર્તિને, સ્થાન-માનને વાંધો આવતો જણાય તો તેમને જિનાજ્ઞાથી વિપરીત બોલતાં વાર ન લાગે. કારણ કે તેમને ભવની, પરલોક્ની, क्रियाः सर्वाः प्रवर्तन्ते गुरौ साक्षिणि नान्यथा । चक्षुष्मानपि नो पश्येद् वस्तु चेद् भास्करो न हि ।। ૫૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન - • शत्रुंजय माहात्म्य Page #77 -------------------------------------------------------------------------- ________________ પાપની શ્રદ્ધા જ હોતી નથી. માટે આમ કરવાથી મને પાપબંધ થશે, મારે દુર્ગતિમાં જવું પડશે, મારું ભવભ્રમણ વધી જશે, આવી કોઈ વાત એમને અડતી જૂનથી. માટે ધર્મોપદેશક માટે ‘ભવભીરુ’ નામનો ત્રીજો ગુણ પણ અનિવાર્ય છે. અને એ પછી છેલ્લા ગુણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘મહંત.’ ૪ - મહંત=મહાન : જે ગીતાર્થ હોય, યતનાવાન હોય અને ભવભીરુ પણ હોય, તેને પણ તેટલામાત્રથી ધર્મોપદેશનો અધિકાર નથી મળતો. એ માટે હજુ એક ગુણ આવશ્યક બને છે અને તે છે, ‘મહાન.’ જો જિનવચન, જિનશાસન મહાન છે તો તેનો ઉપદેશ આપનાર પણ મહાન જહોવો જોઈએ. આ મહાનતા પણ બે જાતની જોઈએ. એક- જેમાં બદલાની કોઈ અપેક્ષા ન હોય, એકાંતે ૫ો૫કા૨નો જ ભાવ હોય. એ નિઃસ્વાર્થ ભાવરૂપ મહાનતા કે જે ક્ષયોપશમભાવની પેદાશ છે, તે જોઈએ અને બીજી - પુણ્યની પેદાશરૂપ મહાનતા છે, એ પણ જોઈએ. પુણ્યપ્રકૃતિઓ એવી ખીલેલી હોય કે એનું વચન અને એનો વ્યવહાર બન્નેય શ્રોતાજનો માટે આદેય બને, આદરપાત્ર બને. ધર્મોપદેશ આપનાર એવો નિઃસ્વાર્થ જોઈએ કે એને ધર્મોપદેશના બદલામાં કાંઈ પણ મેળવવાની ઈચ્છા જ ન હોય. ન ધર્મોપદેશના બદલામાં એને ન તો શ્રોતાવર્ગ ભેગો કરવાની ઈચ્છા હોય કે ન તો ભક્તવર્ગ ભેગો કરવાની ઈચ્છા હોય. ન તો એના બદલામાં માનસન્માન મેળવવાની ઈચ્છા હોય કે ન એને કાંઈક કરાવી લેવાની વૃત્તિ હોય. એની ભાવના તો એકમાત્ર જિનરાજનો માર્ગ શ્રોતાને સમજાવીને શ્રોતાવર્ગનું આત્મકલ્યાણ સાધવાની જ હોય. આવી ચિત્તવૃત્તિ મોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જેમ કર્મના ક્ષયોપશમથી પ્રગટેલ નિઃસ્વાર્થભાવે પરાર્થકરણની ભાવનારૂપ મહાનતા જરૂરી છે, તેમ સામાનું હિત કરવામાં સહાયક બને તેવી પુણ્યપ્રકૃતિથી પ્રગટેલ પ્રભાવસંપન્નતારૂપ મહાનતા પણ જરૂરી છે. सभी क्रियाएँ गुरु की साक्षी में की जाती है। गुरु की साक्षी बिना कोई क्रिया नहीं हो सकती । यदि सूर्य न हो तो आँखों वाला आदमी भी पदार्थ को देख नहीं पाता । - शत्रुंजय माहात्म्य પ્રવચન-૨ : સંધસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૫૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ જેની પુણ્યપ્રકૃતિ ખીલેલી હોય એ વ્યક્તિ કોઈ વાત ટૂંકાણમાં કરે તો સાંભળનાર કહે કે, “જોયું ! એક પણ શબ્દ વધારાનો વાપરે છે ? કેવું જોખી જોખીને બોલે છે ?' એ જ વર્ણન જો એ વિસ્તારથી કરે તો કહે કે, “કેવી કરુણાબુદ્ધિ છે ! જરા પણ થાક્યા વિના વિગતવાર વાત કરે છે. કેવું જુદી જુદી રીતે વિસ્તાર કરીને સમજાવે છે !' એ જો પોતાની વાત મીઠાશથી કરે તો કહે “જોયું ! કેવી આવડત છે ! બધાનો પ્રેમ જીતી શકે છે અને કડવાશ-કડકાઈથી કોઈ વાત કરે તો કહે કે, “કેવી હિતબુદ્ધિ છે કે કોઈની પણ શેહ-શરમમાં આવ્યા વિના જે કાંઈ કહેવા જેવું છે તે બધું જ સ્પષ્ટ કહી દે છે ! એની સામે જેની પુણ્યપ્રકૃતિ ખીલેલી ન હોય એ કોઈ વાત ટૂંકાણમાં કરે તો કહે કે, “બોલતાંય આવડતું નથી. વીંટો વાળી દીધો. વસ્તુને સ્પષ્ટ કરવાની જરાય આવડત નથી.' વિસ્તારથી સમજાવે તો કહે, “બહુ લાંબું લાંબું બોલે છે ભાઈ ! કંટાળી જવાય છે. મીઠાશથી કરે તો કહે કે, “બધાને માખણ લગાડ્યું રાખે છે અને કડવાશ-કડકાઈથી બોલે તો કહે કે, “ભાષા-સમિતિનું ભાન જ નથી. વાતવાતમાં બોઈલર ફાટે છે. પરિણામે આજ્ઞાની વિડંબના થાય. માટે શ્રી જૈનશાસનના ધર્મોપદેશક ગીતાર્થ, યતનાવાન, ભવભીરુ અને મહાન – આ ચારે ય ગુણોથી યુક્ત હોવા જરૂરી છે. જેનામાં આ ચાર ગુણો ન હોય એવો સાધુ જો શ્રી જૈનશાસનનો ધર્મોપદેશક બનવા જાય તો તેના માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે, “વીનો તો વોલ્ટી વોકે, શું વળીને નિરપુટો' જે આ ચાર ગુણવાળા ન હોય તે તો બોલીને જિનાજ્ઞાને, જિનવચનને અને જૈનશાસનને બોળવાનું-ડુબાડવાનું કામ કરે છે. એવાં ગુણ વગરનાં ધર્મોપદેશકનાં ટોળાંને શું કરવાનાં ? શ્રી જૈનશાસનના ધર્મોપદેશકની યોગ્યતા-અધિકાર માટેની વાત તમારી સામે કરીને તમને ખ્યાલ આપવા માંગું છું કે, ધર્મોપદેશક માટે પણ જો આવું तित्थयरसमो सूरी जो सम्म जिणमयं पयासेइ । आणं अइक्कमंतो सो कापुरिसो न सप्पुरिसो ।। re ' ના ? * * - गच्छाचारपयन्ना પર જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #79 -------------------------------------------------------------------------- ________________ નિયંત્રણ હોય તો તમારા માટે પણ કેટલું નિયંત્રણ હશે ! તમારે જો શ્રી જૈનશાસનની સેવા કરીને તમારું આત્મકલ્યાણ સાધવું હોય તો સમારે પણ તે માટે જરૂરી ગુણો કેળવવા જ પડશે. માત્ર ચૂંટણી લડીને ટ્રસ્ટી બની જવું, રૂપિયા કે મોભાના જોરે ટ્રસ્ટી બની જવું, લાગવગ કે કોણીના જોરે વહીવટ હાથમાં લઈ લેવો એ શ્રી જૈનશાસનની મર્યાદાનું પાલન નહીં પણ ઉલ્લંઘન છે. એ શ્રી જૈનશાસનની સેવા નહીં પણ આશાતના-અપરાધ છે. જો તમે કોઈપણ શ્રીસંઘના કે સંઘ-ટ્રસ્ટના ટ્રસ્ટી કે અધિકૃત વહીવટદાર હો તો તમારે માથે ઘણી મોટી જવાબદારી આવે છે અને એ માટે તમારે દરેક રીતે સજ્જતા કેળવવી જરૂરી છે, ગુણસંપન્ન બનવું જરૂરી છે, દરેક રીતનો ભોગ આપવો આવશ્યક છે. માત્ર ટ્રસ્ટી બની બેસવાથી નહીં ચાલે. શ્રી જૈનશાસનના સંચાલક તરીકે જેમ જૈનાચાર્યોની જવાબદારી છે અને એ તેમણે યોગ્ય રીતે પાર પાડવાની છે, તેમ શ્રાવકસંઘમાં પણ જેઓ મોભીના સ્થાને છે, આગેવાન છે, ટ્રસ્ટી, પ્રમુખ, સેક્રેટરી વગેરે પદો ઉપર બેઠા છે, એ બધાની પણ ઘણી મોટી જવાબદારી છે. તેમની એક પણ પ્રવૃત્તિ એવી ન જ હોવી જોઈએ કે જેને જોઈને શ્રી જૈનશાસન કે શ્રી જૈન સંઘ માટે કોઈ માણસ નબળો અભિપ્રાય બાંધી જાય. સભા : ધર્મોપદેશક માટે આ કડીમાં ચાર ગુણો બતાવ્યા, તેમ બીજે બીજા કોઈ ગુણો બતાવ્યા છે ખરા? હા, ધર્મોપદેશક માટે અહીં જેમ ચાર ગુણો બતાવ્યા છે, તેમ અન્યત્ર છત્રીસ ગુણ પણ બતાવ્યા છે. આમ છતાં આ ચાર ગુણોમાં એ છત્રીસ ગુણોનો જુદી જુદી અપેક્ષાએ સમાવેશ થઈ જાય છે. સભા: જેમ ધર્મોપદેશક માટે ચાર કે છત્રીસ ગુણો બતાવ્યા છે, તેમ સંઘના સંચાલક, વહીવટદાર માટે કોઈ ગુણ બતાવ્યા છે ખરા ? હા . जो जिनमत को सम्यक् प्रकार से कहते हैं, वे आचार्य तीर्थकर समान हैं । जिन-आज्ञा को उल्लंधित करनेवाला कापुरुष (खलपुरुष) है, वह सत्पुरुष नहीं है। - गच्छाचारपयन्ना પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૫૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ હા, જરૂર. જેમ ધર્મોપદેશક માટે ચાર કે છત્રીસ ગુણો બતાવ્યા છે, તેમ સંઘના સંચાલક, વહીવટદાર માટે દ્રવ્યસપ્તતિકા, પંચાશક વગેરે ગ્રંથોમાં બાર ગુણ બતાવ્યા છે. અને એ સમજાવવાની ભૂમિકા તૈયાર કરવા માટે જ આ બધું કહી રહ્યો છું. આમ છતાં એક વાત કરી દઉં કે, આ વાત કોઈની બાદબાકી કરવા માટે કે કોઈની સામે આંગળી કરવા માટે નથી, પણ આ વાત તો આપણા પોતાનામાં એ લાયકાત ન હોય તો પેદા કરવા માટે છે. જે કોઈ નવી વ્યક્તિ આ ક્ષેત્રમાં આવવા ઈચ્છતી હોય, કે જેને આ ક્ષેત્રમાં લાવવાના હોય, તેમણે પણ આ ગુણો સમજી લેવા જરૂરી છે. બધાને થવું જોઈએ કે, મારામાં આ ગુણો નથી તો લાવવા છે, ઓછા હોય તો વધારવા છે અને જેમને લાગે કે મારામાં આ ગુણ નથી અને આવી શકે તેમ પણ નથી, તેમણે આ ક્ષેત્ર (ધર્મક્ષેત્ર-સંચાલન) છોડી દેવાનું છે. “મરું ત્યાં સુધી ગાદી ન જ છોડું એવો આગ્રહ રાખવાનો નહીં. આજે કેટલાંક કુટુંબોના વડીલ ઘણા મોટા ધર્માત્મા ગણાય છે, પણ એ જ્યારે મરે ત્યારે પાછળ મોટું મીંડું રહે છે. આમ કેમ બને છે, એ તમે ક્યારેય વિચાર્યું? એમણે વર્ષો સુધી માત્ર ધર્મક્રિયા જ કરી, ધર્મ ન કર્યો. પરિવારને પણ ધર્મ પમાડવાનો પ્રયત્ન ન કર્યો. તેથી પાછળની પેઢીને ધર્મનો વારસો ન મળ્યો. એવી જ પરિસ્થિતિ ધર્મક્ષેત્રના સંચાલનમાં પણ થઈ છે. વહીવટ કરનાર પોતે વહીવટ કરે તે સમજ્યા, પણ નવા કોઈને જોડવાનો, તૈયાર કરવાનો પ્રયત્ન જ ન કરે. નવો કોઈ જોડાવા માગે તો તેને જરાય સહકાર ન આપે, તેની નાની ભૂલને આગળ કરી તેને તોડી નાખે, ઉત્સાહ ભાંગી પાડે. ૫% જેટલી ભૂલ હોય તેને ૭પ% જેટલી કરીને બતાવે. પેલો આવતો-જોડાતો અટકી જાય. આથી રહે શું? પાછળ અંધારું જ ને ! અમારા વડીલ ગુરુવર્યોએ અમારું ઘડતર ન કર્યું હોત તો તેમના ગયા પછી અમે શાસનનું યત્કિંચિત્ પણ જે કાર્ય કરી શકીએ છીએ તે શું કરી શક્ત? તેમ उप्पन्नसंसया जे सम्म पुच्छंति नेव गीयत्थे । चुक्कंति सुद्धमग्गा ते पल्लवग्गाहिपंडिच्चा ।। त्यवंदन महाभाष्य કાકા એ કોલ કરી વાડી નો રાગ મા ! હેપકિ. હાલ ૫૪ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન Page #81 -------------------------------------------------------------------------- ________________ તમે પણ તમારાં સંતાનો, આશ્રિતો અને સેવકો કે અનુગામીઓનું ઘડતર નહિ કરો તો આ શાસન ચલાવશો શી રીતે ? ઘરમાં બાળક જન્મે ત્યારથી એ શ્રમણ બને એવું એનું ઘડતર કરવું જોઈએ. જો તે શ્રમણ બની શકે તેવું ન લાગે તો એ શ્રમણોપાસક બને તેવું તેનું ઘડતર કરવું જોઈએ. એનામાં કાંઈક ચમકારો દેખાય તો એને શાસનપ્રભાવક-સંરક્ષક નનાવવા વિશેષ પ્રકારે એનું ઘડતર કરવું જોઈએ. જો તેનામાં વહીવટી ક્ષમતા ખાય તો તે ધર્મક્ષેત્રનો સુંદર વહીવટદાર બને એ રીતનો પ્રયત્ન કરવો જોઈએ. મા બધી જ જવાબદારી તમારા શીરે છે. ધર્મક્ષેત્રનો વહીવટ વગેરે કરવા માટે જે બાર ગુણોની વાત અત્યારે કરવી છે, તે ગુણોનું વર્ણન ‘દ્રવ્યસપ્તતિકા’, ‘પંચાશક’ વગેરે મહાગ્રંથોમાં કરાયું છે. ના ગુણોની સમજ કેળવવી જેમ જરૂરી છે, તેમ આ ગુણોની અનિવાર્ય નાવશ્યકતા માટે શ્રદ્ધા પ્રગટવી પણ એટલી જ જરૂરી છે. જે વ્યક્તિ આ બાર ગુણોને ઊંડાણથી સમજી એની અનિવાર્ય આવશ્યકતા અંગે શ્રદ્ધા ધરાવે તે જ મેને અમલમાં લાવી શકે. ધર્મક્ષેત્રનો વહીવટ કરનારના જીવનમાં જો આ બાર ગુણો અમલમાં આવી જાય તો દરેક દરેક ધર્મક્ષેત્રો ધબકતાં બનીને અનેક જીવો uટે ઉપકારક બની શકે. માટે આ બાર ગુણોને બરાબર સમજ્યાનો, સમજીને મેની અનિવાર્ય આવશ્યકતા અંગે શ્રદ્ધા પ્રગટાવવાનો અને યથાશક્ય અમલમાં ાવવાનો તમે પ્રયત્ન કરો તે તમારા હિત માટે પણ બહુ જરૂરી છે. માટે સૌ પહેલાં પોતાના જીવનમાં આ બાર ગુણો કેળવાય, તે પછી પોતાનાં તાનો, આશ્રિતોમાં પણ એ ગુણો આવે તેની તકેદારી રખાય અને જે કોઈ ર્મક્ષેત્રમાં નવા જોડાવા ઈચ્છતા હોય તેમને પૂરતું પીઠબળ અપાય તે બહુ જ રૂરી છે. આ ગુણોમાં કેટલાક ક્ષમતાને લગતા છે, કેટલાક પુણ્યપ્રકૃતિને લગતા છે, अंशमात्र पढ कर पंडित बने लोग संशय पैदा होने पर भी गीतार्थ को पूछते ही नहीं, अतएव वे शुद्ध मोक्षमार्ग को चूक નાતે હૈં। चैत्यवंदन महाभाष्य પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૫૫ Page #82 -------------------------------------------------------------------------- ________________ તો કેટલાક આત્મવિશુદ્ધિ પર આધાર રાખનારા છે. જેને કેવળ સ્વયંની સાધના જ કરવી છે, એને માટે માત્ર આત્મવિશુદ્ધિરૂપ ગુણો હોય તો પણ ચાલી શકે; પણ જેને સ્વયંની સાધના ઉપરાંત અન્ય આત્માઓની સાધનામાં સહાયક બનવાનું છે, જેણે અન્યને પણ આરાધનામાં જોડવાના છે, તેને માટે પુણ્યપ્રકૃતિના ગુણો પણ જોઈએ જ. સૌથી પહેલાં બાર ગુણોનો નામોલ્લેખ કરી તે પછી બાર ગુણોનું ક્રમશઃ વર્ણન જોઈએ. “ अहिगारी य गिहत्थो, 'सुहसयणो वित्तिमं 'जुओ कुलजो । ગચ્છુદ્દો વિવોિ, "માં તદ્દ ધમ્માની ય ।।।। गुरुपूआकरणरई, " सुस्सूसाइगुणसंगओ चेव । णायाऽहिगयविहाणस्स, धणियमा २ऽऽणापहाणो य ।।२।। - ૧ – સારાં (સાનુકૂળ) સ્વજનવાળો, ૨ – ધનવાન, ૩ – સન્માન્ય, ૪ - કુળવાન, ૫ - અશુદ્ર, ૬ – ધૃતિબળવાન, ૭ – મતિમાન, ૮ - ધર્મરાગી, ૯ – ગુરુપૂજા કરવાની રુચિવાળો, ૧૦ - શુશ્રુષા વગેરે ગુણવાળો, ૧૧ – પ્રસ્તુત વિષયનો જાણકાર, ૧૨ – આજ્ઞાને મુખ્ય બનાવનારો ગૃહસ્થ (વહીવટ માટે) અધિકારી છે-યોગ્ય છે. જેનામાં આ બા૨ ગુણો હોય તે ગૃહસ્થ ઉત્કૃષ્ટ કોટિનો અધિકારી છે. જેનામાં આ બાર પૈકી પાંચ ગુણો હોય તે નિમ્ન કક્ષાનો અધિકારી છે અને જેનામાં છથી અગિયા૨ ગુણો હોય તે મધ્યમ કક્ષાનો અધિકા૨ી છે. ધર્મક્ષેત્રનું સંચાલન કરવું એ પણ આત્મસાધનાનું જ એક અંગ છે, જેના દ્વારા સ્વ-પરનું આત્મહિત સાધી શકાય છે. ૫૬ ગુણવિકાસ વિના આત્મસાધના શક્ય નથી. ધર્મક્ષેત્રના સંચાલન માટે ગુણસાધના અનિવાર્ય બને છે. અહીં બતાવેલ એક એક ગુણ સાથે સર્વાંગીણ જીવનવિકાસની વાતને એમાં વણી લેવામાં આવી છે. जो सम्म जिणमग्गं पयासए निब्भए णिरासंसे । सो भव्वाण जाणं दीवसमो भवसमुद्दमि ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન - महानिशीथ सूत्र Page #83 -------------------------------------------------------------------------- ________________ આ બાર ગુણોમાં કઈ વસ્તુ બાકી રહે છે ? આ એક એક ગુણની વાતને વિગતવાર સ્પષ્ટ કરવી છે. હવે આપણે ક્રમશઃ એક એક ગુણનો વિચાર કરીએ : ૧ - સુદાયો - સારાં સ્વજનવાળો: १ - शुभस्वजनो-असंक्लिष्टबान्धवः । अशुभस्वजनो हि स्वजनानां लोकधर्मविरुद्धचारित्वेन न शुभभाववृद्धिमाप्नोति, न च प्रवचनं प्रभावयितुमलम् । શુભવજન : શુભસ્વજનએટલે સારા-સંક્લેશ વગરના સ્વજનપરિવારવાળો. ખરાબ સ્વજન-પરિવાર લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કાર્યો કરે. આથી શુભભાવની વૃદ્ધિ ન થાય અને શાસનપ્રભાવના પણ ન થાય. સભાઃ આ પહેલા ગુણના સંદર્ભમાં “ધાર્મિક ક્ષેત્રના સંચાલન સાથે સ્નેહીજનો કેવા છે ? એને શું લેવા દેવા ?” એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે, ધાર્મિક ક્ષેત્રનું સંચાલન સાધુએ નહિ પણ સંસારી વ્યક્તિએ કરવાનું છે. સંસારી વ્યક્તિ સંસારનાં, સ્વજનોનાં બંધનોથી બંધાયેલો છે. જો સ્વજનો સારાં ન હોય, સાનુકૂળ ન હોય તો સ્વજનો તરફથી જેવી અનુકૂળતા મળવી જોઈએ, તેવી અનુકૂળતા, સાથ-સહકાર મળતો નથી અને એ ન મળે તો ધર્મક્ષેત્રનું સંચાલન સારી રીતે થઈ શકતું નથી. જેમના જીવનમાં સંક્લેશ ન હોય, લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કે ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ ન હોય તે સ્વજનોને સારાં સ્વજન કહેવાય છે. આવાં સારાં સ્વજનો જેને મળ્યાં હોય કે જેણે પોતાનાં સ્વજનોને આવાં સારાં કેળવ્યાં હોય તેવી વ્યક્તિ ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે યોગ્ય છે. આવા સારા સ્વજનવાળી વ્યક્તિ ધર્મક્ષેત્રનો વહીવટ કરે તો શુભભાવની પણ વૃદ્ધિ થાય અને શાસનની પ્રભાવના પણ થાય. જેનાં સ્વજનો સંક્લેશના સ્વભાવવાળાં હોય, વાતે વાતે ક્લેશ-કંકાશ કરતાં - 1 : મમતા સોની જોડી : : : निर्भय एवं अपेक्षारहित बनकर जो जिनेश्वर के मार्ग को सम्यक् कहता है, वह भव्य जीवों के लिए भवसमुद्र में दीप યા વેટ (ટાપુ) સમાન હૈ .. ___- महानिशीथ सूत्र પ્રવચન-૨ઃ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય પ૭ . Page #84 -------------------------------------------------------------------------- ________________ હોય, લોકમાં પણ જે જે પ્રવૃત્તિઓને નિંદ્ય કહેવાય તેવી માંસાહાર, મદિરાપાન ચોરી, શિકાર, જુગાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, નિંદા વગેરે લોકવિરુદ્ધે પ્રવૃત્તિ કે ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય, તે વ્યક્તિ જો ધર્મક્ષેત્રનો વહીવટ કરે કે તો તેનાથી શુભભાવની વૃદ્ધિ પણ થતી નથી અને ધર્મની પ્રભાવના પણ થતી નથી. આવો વહીવટદાર પોતે જ અંદરથી વ્યથિત હોય છે અને લોકો પણ એને અનાદરની નજરે જુએ, એટલે એની વાત આદેય ન બને. ઘણીવાર તો આવા વહીવટદારનાં સ્વજનો ધર્મના ક્ષેત્રમાં અધિકારપૂર્વક પગપેસારો કરી ધર્મક્ષેત્રને સંક્લેશમય બનાવે છે, તો કેટલીકવાર ધર્મક્ષેત્રને અધર્મનો અડ્ડો બનાવવા સુધી પણ પહોંચે છે. એટલે આ વિષયમાં ઘણી બધી રીતે વિચારવાનું છે. એટલા જ માટે ધર્મક્ષેત્રનો વહીવટ કરનાર પુણ્યાત્માનાં સ્વજનો સારાં અને અનુકૂળ હોવાં જરૂરી છે. આ સંદર્ભમાં એક મુદ્દો એ પણ વિચારણીય બને છે કે, એનાં સ્નેહી-સ્વજનો સારાં અને અનુકૂળ ક્યારે હોય ? એનો પોતાનો સ્વભાવ સારો હોય તો, એણે પોતાનાં સ્વજનોનું સા૨ી ૨ીતે ઘડતર કર્યું હોય તો. જેનો પોતાનો સ્વભાવ સારો હોય તે ઘર-પરિવારવાળાને, બધાને જ પ્રિય હોય. એ બધાને જાળવીને જીવતો હોય. આ રીતે જીવ્યો હોય એટલે આપોઆપ બધા એને અનુકૂળ થઈને રહે. એનો મોટામાં મોટો ફાયદો એ થાય કે, એ વ્યક્તિ ગમે તેટલા કલાક ધર્મ-ધર્મક્ષેત્ર સંચાલન માટે આપે તો પણ એના પરિવારજનો એને કશું ન કહે . એ મુદ્દે ક્યારેય ક્લેશ-કંકાશ ન કરે, ઉપરથી કહે કે, અમારી ચિંતા ના કરશો. તમે શાસનનું કામ કરજો, અમે અહીંનું બધું સંભાળી લેશું. જે વ્યક્તિ કુટુંબ સાથે સારો વ્યવહાર કરી ન શકે તે ધર્મસ્થાનમાં સારો વ્યવહાર શી રીતે કરી શકે ? જે પોતાના કુટુંબનો પ્રેમ-વિશ્વાસ મેળવી ન શકે તે ધર્મક્ષેત્રમાં અપરિચિતોનો પ્રેમ-વિશ્વાસ શી રીતે મેળવી શકે ? જે કુટુંબીઓ સાથેના વ્યવહારમાં પણ પોતાનો સ્વાર્થ ગોણ ન કરી શકે તે ધર્મક્ષેત્રમાં શી રીતે ૧૮ नूनमल्पश्रुतस्यापि गुरोराचारशालिनः । हीलना भस्मसात् कुर्याद् गुणं वन्हिरिवेन्धनम् ।। द्वात्रिंशिका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #85 -------------------------------------------------------------------------- ________________ કરી શકે? જે પોતાનાં ગણાતાં સ્વજનો-કુટુંબીઓને ન જાળવી શકે તે સંઘના સભ્યોને શી રીતે જાળવી શકે? જે પોતાના કુટુંબ-પરિવાર સાથે પણ શાંતિથીસૌહાર્દથી વાત-વર્તાવ ન કરી શકે તે સંઘના સભ્યો સાથે સારો વ્યવહાર શી રીતે કરી શકે? જે સ્વભાવ ઘરમાં, ઘરના વ્યવહારમાં હોય તે જ સ્વભાવ મોટે ભાગે વર્મક્ષેત્રમાં વ્યક્ત થતો હોય છે. માટે શ્રીસંઘ, સંઘનાં અંગો અને શાસનનાં પ્રત્યેક ક્ષેત્રોનું સંચાલન કરનાર વ્યક્તિ એવી હોવી જરૂરી છે કે જેણે સ્વજન પરિવારનો પ્રેમ-વિશ્વાસ જીતીને સ્વજન-પરિવારને પોતાને અનુકૂળ બનાવ્યો હોય, તે વ્યક્તિ સંઘ સંચાલન કરવા માટે યોગ્ય છે. આવી યોગ્ય વ્યક્તિને સંઘસંચાલનના કાર્યમાં સ્વજન-પરિવારનો પણ સાથ-સહકાર મળ્યા કરે અને શ્રીસંઘના સભ્યોનો પણ સાથ-સહકાર મળ્યા કરે. જેથી સંઘ, શાસનનાં દરેક કાર્યોને તે ઉલ્લાસપૂર્વક સુંદર રીતે પાર પાડી શકે છે અને એ દ્વારા પ્રભુશાસનની રૂડી પ્રભાવના પણ કરી શકે છે. વહીવટદારે ધર્મક્ષેત્રના સંચાલનમાં શરીરની શક્તિ પણ વાપરવી પડે છે અને ધનવ્યય પણ કરવો પડે છે. જ્યારે જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે ત્યારે સમયનો પણ પૂરો ભોગ આપવો જ પડે છે. આ દરેક કાર્ય કરતાં સાંસારિક જીવન, પારિવારિક જીવન, વ્યાવહારિક જીવનને ગૌણ કરવું પડે છે. એ બધુ ગૌણ બનતાં એની અસરો પરિવારના એક એક જન ઉપર પડે છે. આ બધી અસરોને પરિવારનો એક એક જન ત્યારે જ સહજતાથી સ્વીકારી શકે છે કે એ મુદ્દે ક્યારેય ઘરમાં ક્લેશ-કંકાશ ન થાય. આ રીતે ક્લેશ-કંકાશ ન થવાના કારણે વહીવટ કરનારનો શુભભાવ જળવાઈ રહે છે, વહીવટ સારી રીતે થાય છે, જેના કારણે ચોક્કસ પ્રસંગે ધર્મપ્રભાવના પણ સારી રીતે થઈ શકે છે. પણ આ ક્યારે બને ? જ્યારે ધર્મક્ષેત્રના સંચાલનમાં જોડાનાર વ્યક્તિ પોતે સારી હોય; મતલબ કે પ્રાથમિક ગુણોવાળી હોય, અને તેણે ઉચિત વ્યવહારથી પરિવારજનોનાં મન અને વિશ્વાસ જીતીને તેમને પોતાને અનુકૂળ બનાવી દીધાં જ લા ક હતા. આ अग्नि ज्यों इंधन को जला कर राख कर देता है, त्यों अल्पज्ञानी ऐसे भी आचारसंपन्न गुरु की निंदा आत्मगुण को भस्मसात् कर देती है । - द्वात्रिंशिका પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૫૯ Page #86 -------------------------------------------------------------------------- ________________ હોય, તો કોઈપણ પ્રકારનું વહીવટી કાર્ય તે નિશ્ચિતપણે કરી શકે છે. વળી સ્વજન-પરિવાર સાથે ઉચિત વ્યવહાર જાળવીને તેમનો પ્રેમ-વિશ્વાસ સંપાદન કર્યો હોય તો, સંઘ-શાસનના કોઈપણ કાર્ય માટે ગમે તેટલો સમય ફાળવવો પડે કે ગમે તેટલો ધનવ્યય કરવો પડે કે ગમે ત્યારે તે માટે ગમે તે પ્રકારનો ઘસારો પણ વેઠવો પડે, તો તે દરેક માટે સ્વજનોનો પ્રેમભર્યો સહકાર મળ્યા કરે. એ નિમિત્તે ઘરમાં ક્યારેય ગૃહફ્લેશ પણ ન થાય કે એમાં ક્યારેય કોઈના તરફથી અવરોધ પણ ન થાય. ઉપરથી દરેકએ માટે આનંદ અને ગૌરવ અનુભવે, જેનાથી પોતાની ચિત્તપરિણતિ પણ સ્વસ્થ અને નિર્મળ રહે અને પોતાના પરિવારની ચિત્તપરિણતિ પણ સ્વસ્થ રહે, નિર્મળ રહે અને ભાવોની વૃદ્ધિ થાય અને પોતાને અને પોતાના પરિવારને આ કાર્યોથી સુંદર આત્મિક લાભ થાય.આવી તંદુરસ્ત વ્યક્તિ સંઘનું સંચાલન કરે તો શ્રીસંઘની ચિત્તપરિણતિ પણ નિષ્ઠામય અને નિર્મળ રહે, જેથી શ્રીસંઘનું પણ આત્મિક શ્રેય સારી રીતે થાય. અનેક દૃષ્ટિકોણથી આ મુદ્દાને જોઈ, વિચારી શકાય તેમ છે. અત્યારે તો સમયની મર્યાદાને લક્ષ્યમાં રાખીને આટલી જ વાત કરવી છે. સભા આપે કહ્યું કે, જેનાં સ્વજનો લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય તેવો વહીવટદાર યોગ્ય ન ગણાય. તો લોકવિરુદ્ધ પ્રવૃત્તિ એટલે શું ? લોકવિરુદ્ધ પ્રવૃત્તિ બે રીતે વિચારી શકાય : જે લોકો પરલોકને આંખ સામે રાખીને જીવતા હોય એવા લોકોને શિષ્ટ લોકો કહેવાય છે. આવા શિષ્ટ લોકોમાં જે જે પ્રવૃત્તિઓ નિંદ્ય-અનુચિત ગણાતી હોય તે પ્રવૃત્તિને લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય.બીજી રીતે વિચારીએ તો ઈહલોક એટલે આ લોક-આ જન્મ, પરલોક એટલે પરજન્મ અને ઉભયલોક એટલે આ જન્મ અને પછીના જન્મ. જે પ્રવૃત્તિ કરવાથી આ લોકમાં – એટલે કે વર્તમાન જીવનમાં અહિત થાય, તેવી પ્રવૃત્તિઓને “આ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય છે - ૧. જેમ કે, કોઈની નિંદા કરવી, હીણું બોલવું, કોઈના દુઃખમાં રાજી થવું વગેરે जिणभवणं बिंबपूआ कीरति जिणाण न कए किंतु । सुहभावणानिमित्तं बुहाण इयराण बोहत्थं ।। - ત્યવંન મામા ! ' .દર , કડા દહાડા, ટીવીડી - કાકા રાણા ૬૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #87 -------------------------------------------------------------------------- ________________ એમાં આવે. જે પ્રવૃત્તિઓ ક૨વાથી પરલોક બગડે, એવી પ્રવૃત્તિને ‘પરલોકવિરુદ્ધ' પ્રવૃત્તિ કહેવાય છે - ૨. જેમ કે, ખેતી કરવી, ઓક્ટ્રોય-ટેક્ષ ઉઘરાવવા, કોટવાલ જેવાં કાર્યોની નોકરી કરવી વગેરે આમાં આવે. આ બધાં કાર્યો કરવાથી વર્તમાન જીવનમાં સીધું અહિત નથી થતું, પણ એનાથી પરિણામો કઠોર થાય છે, જેથી પરલોક બગડે છે અને અહીં પણ અપ્રીતિનું કારણ બની શકે છે, તેથી તેને પરલોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય છે. જે પ્રવૃત્તિ ક૨વાથી વર્તમાન જીવન પણ બગડે અને પરલોકનું ભાવિ જીવન પણ બગડે, એવી પ્રવૃત્તિ તે ‘ઉભયલોકવિરુદ્ધ’ પ્રવૃત્તિ કહેવાય છે, જેમાં સાતે સાત વ્યસનો આવે છે : મદિરાપાન -૧, માંસાહાર-૨, શિકાર-૩, જુગા૨-૪, પરસ્ત્રીગમન-૫, વેશ્યાગમન-૬ અને ચોરી-૭ : આ સાત વ્યસનો સેવવાં એ ઉભયલોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે. આ પૈકીની કોઈપણ પ્રવૃત્તિ કરવાથી આ લોક અને પરલોક : બંનેયમાં આત્માનું અહિત થાય છે. એટલે આ લોક, પરલોક કે ઉભયલોકવિરુદ્ધ પ્રવૃત્તિ પૈકીની કોઈપણ પ્રવૃત્તિ જે કરે, તેને પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય છે. , સભા જો વહીવટ કરનાર પોતે જ આવી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરતો હોય તો શું કરવું ? જો વહીવટ કરનારનાં સ્વજનો પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય તો તે પણ ન ચાલે, તો વહીવટ કરનાર પોતે જ આવી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરે તો શી રીતે ચલાવી લેવાય ? આજે કેટલીક જગ્યાએથી એવું સાંભળવા મળે છે કે, વહીવટદારોના જીવનમાં પણ સાતેય કે સાત પૈકીનાં કેટલાંક વ્યસનો ઘર કરી બેઠાં હોય છે, આમ છતાં એને કોઈ દૂર કરી શકતું નથી; કારણ કે, આજે સંઘો ઉપર શ્રમણસંઘનું વર્ચસ્વ રહ્યું નથી. કારણ કે ચૂંટણીના સહારે, બહુમતિ અને जिनमंदिर एवं प्रतिमा पूजा जिनेश्वर के लिए नहीं की जाती । परंतु ज्ञानी और अल्पज्ञानी जीवों को शुभ भावना प्राप्त हो अतएव की जाती है । चैत्यवंदन महाभाष्य પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૧ Page #88 -------------------------------------------------------------------------- ________________ પૈસાના જોરે ટ્રસ્ટી બની બેઠેલાઓને ધર્મ કે ધર્માચાર્ય સાથે કશી જ લેવાદેવા નથી. માટે જ શ્રીસંઘ અને સંઘનાં તમામ અંગો આજે સિદાઈ રહ્યાં છે, નિંદાઈ પણ રહ્યાં છે. તેથી પોતે પણ સારો અને સ્વજનો પણ સારાં જોઈએ. ૨ - વિત્તિસંનુમો - ધનવાન-ન્યાયસંપન્ન ધનવાળોઃ २ - वित्तसंयुतो - द्रव्यपतिः । अनीदृशस्य हि तदारब्धमपि न सिद्ध्यति, तदसिद्धौ च खेदभाजनं भवति । पराभ्यर्थनाद्वारेण तत्साधयन्नपि जनहास्यो भवति "अहो जिनभवनकारणव्याजेनायं कुटुम्बं पुष्णाति" संभावनाहेतुत्वादिति । ધનવાન ધનવાન ન હોય તો શરૂ કરેલું કાર્ય પૂરું કરી શકે નહિ, આથી તેને ખેદ થાય. બીજાની પાસેથી ધન માગીને કાર્ય પૂરું કરે તો લોકમાં હાંસીપાત્ર બને, અજ્ઞાન લોક, “જિનમંદિર બંધાવવાના બહાને પૈસા લઈને આ વ્યક્તિ પોતાના કુટુંબનું પોષણ કરે છે', એવી અનેક કુશંકાઓ કરે. ધર્મક્ષેત્રનું સંચાલન કરવા માટે જરૂરી બારગુણો પૈકી બીજો ગુણ છે, ધનવાન હોવું તે.જે ધનના કારણે વ્યક્તિ ધનવાન કહેવાય છે, તે ધન પુણ્યોદયથી ન્યાયના માર્ગે પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. આરાધક બનવા માટે ધનની આવશ્યકતા નથી, પણ પ્રભાવક બનવું હોય તો ધન પણ એક સાધન તરીકે ઉપયોગી બની શકે છે. પૂર્વે શ્રીસંઘ હસ્તક કરાતાં શ્રી જિનમંદિરનિર્માણ આદિ કાર્યોમાં કે ગુરુભક્તિસાધર્મિક ભક્તિનાં કાર્યોમાં સક્ષમ વ્યક્તિઓને સાથે રાખતા. કોઈ જરૂર ઊભી થાય તો, શ્રીમંત એકલો જ બધું પતાવી દે, સંઘના માથે કશો ભાર ન રહેવા દે. અવસરે ધર્મદ્રવ્યની કોઈ ઉચાપત કરી જાય, કોઈની ઉઘરાણી ન આવી શકે તેમ હોય તો પોતે જ લાભ લઈ ભરપાઈ કરી દે; પણ શ્રીમંતાઈ બતાવવા કે બીજાને દબાવવા વગેરે કારણે શ્રીમંતોને ઊભા ન રખાય. સભા: એવી શક્તિ ન હોય એણે ટ્રસ્ટી ન બનવું ? જેનામાં વહીવટદાર બનવાની યોગ્યતા ન હોય તેણે ન જ બનવું જોઈએ. યોગ્યતા વગર અધિકાર હાથમાં લેવાથી પોતાનું, શ્રીસંઘનું અને શાસનનું, દરેકનું सदा शुभध्यानमसारलक्ष्मी - फलं चतुर्धा सुकृताप्तिरुच्चैः । तीर्थोत्रतिस्तीर्थकृतां पदाप्तिर्गुणा हि यात्राप्रभवाः स्युरेते ।। - પ્રિયંજનુયા ૬૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન AND Page #89 -------------------------------------------------------------------------- ________________ અહિત થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં બીજી પણ કેટલીક સ્પષ્ટતા કરી લઉં કે, વહીવટદાર બનવા માટે પૂરેપૂરા બાર ગુણ હોય તો તે સૌથી શ્રેષ્ઠ છે, પણ જો કદાચ તેવું ન બને તો ઓછામાં ઓછા પાંચ ગુણ તો હોવી જ જોઈએ. પાંચ ગુણવાળી વ્યક્તિ જઘન્ય કક્ષાની, છથી અગિયાર ગુણવાળી વ્યક્તિ મધ્યમ કક્ષાની અને બાર ગુણવાળી વ્યક્તિ ઉત્કૃષ્ટ કક્ષાની અધિકારી બને છે. જે વ્યક્તિમાં બાર ગુણ પૂરા ન હોય પણ ઓછા ગુણો હોય, તેને માટે પણ કયા ગુણ ન હોય તો ચાલે અને કયા ગુણ તો હોવા જ જોઈએ, એ પણ સમજવું પડે. ગુણોના વિષયમાં આ મુખ્ય-ગૌણભાવ બહુ જ અગત્યનો છે અને એ માટે ગીતાર્થ ગુરુભગવંતનું માર્ગદર્શન આવશ્યક બને છે. માટે જ વહીવટદારની નિયુક્તિ કરતાં પૂર્વે શ્રીસંઘના અગ્રણીઓએ ગીતાર્થ ગુરુભગવંતનું માર્ગદર્શન મેળવવું અતિ અનિવાર્ય છે. આપણે ત્યાં ક્યારેય પણ ઈલેક્શન ચૂંટણી પદ્ધતિ ન હતી, પણ સિલેક્શન શૈલી હતી. આ સિલેક્શન કરવાનું કાર્ય પણ ધર્મના અધિકૃત જાણકારો દ્વારા કરાતું અને એ માટે તેઓ ગીતાર્થ ગુરુભગવંતનું માર્ગદર્શન લેતા. પૈસાના જોરે, મોભાના જોરે, લાગવગના જોરે, દાંડાઈ કરીને, કોઈને દબાવીને, મેલી રમતો રમીને કે કાયદાના જોરે ધર્મક્ષેત્રમાં દાખલ થવું કે આગળ આવવું એ શ્રીસંઘ અને શાસનનો મોટામાં મોટો અપરાધ છે. એનાથી એનું પોતાનું, શ્રીસંઘનું અને શાસનનું કારમું અહિત થાય છે. છેલ્લે એનું અને એના સમર્થકોનું તો અતિ કારમું અહિત થાય છે. સભાઃ હમણાં જ આપે કહ્યું કે ટ્રસ્ટી બનનાર ધનવાન જોઈએ, તો હવે આપ એમ કેમ કહો છો કે, પૈસાના જોરે ટ્રસ્ટી બનવું એ ધર્મશાસ્ત્રનો અપરાધ છે ? મારી કહેલી વાતને તમે બરાબર સમજી નથી શક્યા, માટે તમને આ પ્રશ્ન १-हमेशा शुभध्यान, २- असार ऐसी लक्ष्मी के फल रूप दान, शील, तप एवं भाव : यूं चार प्रकार के श्रेष्ठ पुण्य की प्राप्ति, ३ - शासन प्रभावना एवं ४ - तीर्थंकर पद की प्राप्ति : ये लाभ तीर्थयात्रा से प्राप्त | હતી - યથારી | હવામાન ખાતા પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૩ Page #90 -------------------------------------------------------------------------- ________________ થયો. પૈસાના જોરે ટ્રસ્ટી થવું અને પૈસાદાર હોય તેમને ટ્રસ્ટી બનાવવા એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. વહીવટદાર ધનસંપન્ન હોવો જરૂરી છે, તેનો અર્થ એ છે કે, બીજા ગુણોની સાથે ધનની શક્તિ એનામાં હોય તો તે ધનના સહારે તે શ્રીસંઘ અને શાસનની સેવા સારી રીતે કરી શકે; પણ જેનામાં અન્ય જરૂરી ગુણો ન હોય તે માત્ર પૈસાના જોરે ટ્રસ્ટી બની બેસે તો ઘણો મોટો અનર્થ થાય. સભા : હવે બરાબર સમજાયું. હજુ પણ વધારે સમજી લો. વહીવટદારમાં જે જે ગુણો જરૂરી છે, તે પૈકીનો આ એક ગુણ છે; પણ એ ગુણ સર્વસ્વ છે એવું નથી. ધનવાન હોવું – એ ગુણ પણ એટલા માટે જરૂરી છે કે એ પોતાના પૈસાના ભોગે સંઘ-શાસનની સેવા કરે, એ જરૂર પડે તો ગમે તેટલો ધનવ્યય કરીને પણ સંઘ-શાસનને આંચ ન આવવા દે કે સંઘ-શાસનના કામને ક્યારેય સિદાવા ન દે. સંઘ-શાસનના કામ માટે એ પોતાના ધનનો પણ ઉપયોગ કરે અને એ ધનના સહારે સમાજમાં ઊભી થયેલ પોતાની આભા અને બહોળા સંબંધોનો ઉપયોગ કરીને પણ એ સંઘ-શાસનને ધબકતું રાખે. એના પૈસાનું જોર ક્યારેય સંઘ-શાસનને આપત્તિમાં ન મૂકે, પણ એ પૈસાના જોરે સંઘ-શાસનની આપત્તિને સહેલાઈથી દૂર કરી શકે, માટે ધનવાનને સંચાલનના કાર્યમાં જોડવાનો છે. સંઘ-શાસનના કોઈપણ કાર્ય માટે ક્યારેય, ક્યાંય પણ જવું પડે તો એને પોતાનું ઘર-કુટુંબ સિદાવાનો પ્રશ્ન ન રહે. જવા-આવવાના ભાડાનો કે તે તે પ્રસંગે જરૂરી આડા ખર્ચાઓની પણ એને ચિંતા ન રહે. જે કાર્યો કરવાં અનિવાર્ય હોય, પણ એનો ભાર સંઘ ઉપર કે સંઘની પેઢી ઉપર આપવા જેવો ન હોય, તે ભાર તો પોતાના ખભા ઉપર સહેલાઈથી ઉપાડી શકે. જરૂર પડે તો પોતાના નોકર-ચાકરને સંઘ-શાસનના કાર્યમાં જોડી શકે. આવાં અનેક કારણોસર સંઘસંચાલનના કાર્યભાર માટે ધનસંપન્ન વ્યક્તિને નિયુક્ત કરવાનું જણાવ્યું છે. जिणभवणे जिणबिंबे, पुत्थयलिहणे चउबिहे संघे । जो ववइ नियदव्वं, सुकयत्था ते अ संसारे ।। કાકા : ૪ pી ના કાકા ૬૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #91 -------------------------------------------------------------------------- ________________ ' : : સભા: આપે કહ્યું કે, “વહીવટદારની નિયુક્તિ કરતાં પૂર્વે ધર્માચાર્યનું શાસ્ત્રીય માર્ગદર્શન લેવું'- પણ જુદા જુદા ધર્માચાર્યોનો અભિપ્રાય જુદો જુદો આવતો હોય તો શું કરવું? જો ધર્માચાર્યોએ ધર્મશાસ્ત્રના આધારે જ અભિપ્રાય આપવાનો હોય તો ભિન્ન ભિન્ન અભિપ્રાય આપવાનું ખાસ કોઈ કારણ રહેતું નથી. ધર્મશાસ્ત્રની મર્યાદાને ચૂકીને, અંગત લાગણીઓને વશ થઈને જ્યારે અભિપ્રાય અપાય ત્યારે જ તેમાં ફરક આવી શકે. સામાન્ય રીતે દરેક સંઘને માટે પણ નિશ્ચિત ધર્માચાર્યનું માર્ગદર્શન લેવાનું નક્કી હોવું જોઈએ. શ્રીસંઘે માર્ગદર્શન માટે કયા ધર્માચાર્યને નક્કી કરવા, તેમાં તેણે પણ વિવેક કરવાનો છે અને એને માટે એણે પણ શાસ્ત્રીય મર્યાદાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે. શ્રીસંઘના માથે જેમ ધર્માચાર્ય હોવા જરૂરી છે, તેમ ધર્માચાર્યના માથે પણ બીજિનાજ્ઞાને દર્શાવતાં ધર્મશાસ્ત્રો હોવાં જરૂરી છે. શ્રીસંઘે એવા જ ધર્માચાર્યને શિરછત્ર બનાવવા જોઈએ કે જેમના માથે શ્રીજિનાજ્ઞાને દર્શાવતાં ધર્મશાસ્ત્રો હોય. સભા આવા તો અનેક ધર્માચાર્યો હોય તો એમાંથી અમારે કોનું માનવું? જેમ એમ.બી.બી.એસ. અનેક ડૉક્ટર હોય. આ દરેક ડૉક્ટરનો ડૉક્ટર તરીકે તો એક સરખો જ આદર કરવાનો હોય; આમ છતાં જેમ ફેમિલી ડૉક્ટર તો એમાંથી કોઈ એક જ હોય; એ જ રીતે જિનાજ્ઞાને શિરે ધરતા ધર્માચાર્યોનો દરેકનો એકસરખો આદર કરવા છતાં નિયમિત માર્ગદર્શન માટે તો કોઈ એક ધર્માચાર્યને માથે રાખવા જ જોઈએ કે જે ધર્માચાર્યને તમારા શ્રીસંઘની દરેક પરિસ્થિતિનો ખ્યાલ હોય અને જેમની પાસેથી તમે સહેલાઈથી માર્ગદર્શન મેળવી શકો તેમ હો. जो मनुष्य १-जिनमंदिर, २-जिनप्रतिमा, ३- आगम लेखन एवं ४ - साधु-साध्वी, श्रावक-श्राविकारूप चतुर्विध संघ की भक्ति में स्वद्रव्य बोता है, वह इस संसार में कृतार्थ बना है । - प्रियंकरनृपकथा પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ એક વાત બરાબર ધ્યાનમાં રાખજો કે, ધર્માચાર્ય પાસે તમારે માર્ગદર્શન મેળવવાનું છે અને એ મુજબ તમારે ચાલવાનું છે. એમને તમારે દોરવાના નથી પણ એમનાથી તમારે દોરાવાનું છે. તમારી ધારણા મુજબના અભિપ્રાયો એમની પાસેથી તમારે મેળવવાના નથી, એમના અભિપ્રાય મુજબ તમારે ચાલવાનો પ્રયત્ન કરવાનો છે. સભા સર્વગચ્છીય તીર્થોમાં શું કરવું? સર્વગચ્છીય તીર્થોમાં પણ સામાન્ય નિર્ણયો લાવવા માટે ધર્માચાર્ય તો જોઈએ જ. જે મહત્ત્વના મુદ્દા હોય તેના નિકાલનો પણ ઉપાય જોઈએ કે નહિ ? કોઈપણ ગામ, તીર્થ કે સંઘની બાબતમાં અમે ગમે તેમ પ્રથમદર્શી વાતો જાણીને જ અભિપ્રાય આપી ન દઈએ.એમાં તો ક્યારેક લાભને બદલે નુકસાન પણ થઈ જાય. મૂળ વાત પર આવો. શ્રીમંતોને ધર્મક્ષેત્રોનું સુકાન કેમ સોંપવું તેની વાત ચાલતી હતી. એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે, શ્રીમંતાઈ એ પુણ્યોદયથી પ્રગટેલો ગુણ છે. આ ગુણ સાથે આત્મશુદ્ધિમાંથી (ક્ષયોપશમભાવમાંથી) પ્રગટેલા ઔદાર્ય વગેરે ગુણો હોય તો જ આ ગુણની કિંમત છે. જો શ્રીમંત હોય પણ એને સંઘ કે શાસન માટે કોઈ ભાવ જ ન હોય, એનામાં ઉદારતા-નમ્રતા વગેરે ગુણો ન હોય,શ્રીમંતાઈના ભોગે સંઘ-શાસનની સેવા કરવાના બદલે સંઘશાસનના ભોગે પોતાની શ્રીમંતાઈને જાળવવા-વધારવાનો ભાવ હોય, તો તેવા શ્રીમંતને આવા સ્થાને મૂકી ન શકાય. એક ગામમાં વ્યાખ્યાનમાં પાથરવાની જાજમ ફાટી ગઈ હતી. મુનિમજી નવી ખરીદી લાવ્યા. વ્યાખ્યાન વખતે ગામના આગેવાન શ્રીમતે નવી જાજમ પાથરેલી જોઈ. તરત મુનિમને બોલાવી પૂછ્યું, “જાજમ નવી કેમ ?' જવાબ મળ્યો, “જૂની ફાટી ગઈ હતી, તેથી નવી લાવ્યા.” શેઠે પૂછ્યું, “ક્યા ખાતામાંથી चेइहरेण केइ पसंतरूवेण केइ बिंबेण । पूआइसया अने बुझंति तहोवएसेण ।। - વેલ્યવંત્ર મઠમાષ્ય, ૬૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #93 -------------------------------------------------------------------------- ________________ લાવ્યા?’ - “સાધારણ.” શેઠે કહ્યું, “કેમ ભાઈ ! અમે સાધારણ થઈ ગયા છીએ કે તું આ જાજમ સાધારણમાંથી લાવ્યો ? જેટલા રૂપિયા થયા હોય તે આપી દઉં છું અને હવે આવી ભૂલ કરતો નહીં. શ્રીમંતોને ધર્મક્ષેત્રના આગેવાન શા માટે બનાવવા ? તે સમજ્યા ને ? આજે નોકરોના પગારનાં ધોરણો પણ બદલાયાં છે. ઘણી તકલીફો વધી છે. નોકરોનાં દબાણને વશ થઈને ગમે તે રીતે પગાર વધારી દે તો સંસ્થાને કાયમી મુશ્કેલી થાય અને નોકરોને જરૂર પૂરતું ન મળે તો તેમનું જીવન સિદાય, એની અસર સંઘનાં કાર્યો ઉપર પડે; અને જો નોકરોની વૃત્તિ બગડે તો તેઓ નબળા રસ્તા પણ અપનાવે, જેથી સંઘને-ધર્મસંસ્થાને નુકસાન થાય. એવા સમયે શ્રીમંત વહીવટદાર સંસ્થામાંથી બાંધેલો પગાર આપે અને વધારાની દ્રવ્યરાશિ પોતાના તરફથી આપી નોકરવર્ગને ખુશ રાખે. સંસ્થાને નુકસાન ન થાય એ જોવું જેમ જરૂરી છે, તેમ સામાન્ય માણસને નુકસાન ન થાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. ફરી એક વાત સમજી લો કે વ્યક્તિગત સ્થાન માટેના નિયમો જુદા છે અને સંઘના વહીવટના નિયમો જુદા છે. એમાં ઘણી વિચારણા કરવી પડે. સભા વ્યાજે મૂડી મૂકી તેમાંથી આપીએ છીએ. એમાં પણ હવે ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. વ્યાજના દરો ઝડપથી ઘટતા જાય છે. દિન પ્રતિદિન તકલીફ વધવાની છે. કાયમી યોજનાઓ કરતાં સંઘમાં વાર્ષિક લાગા નક્કી કરીને ઉઘરાવવામાં આવે અને તેમાંથી વહીવટ કરાય તો આ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય. એવા જ કોઈ ઉચિત ઉપાયો કરવા પડશે, પણ વ્યાજના ભરોસે હવે રહી નહિ શકાય. દાખલા તરીકે પ્રભુની અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી માટેના બાર માસના લાભના નકરા કે ચડાવા કરીને આદેશ અપાય. બાર મહિના સુધી લાભ લેનાર પુણ્યાત્મા પરિવારનું નામ બોર્ડ પર લખાય તો ખાલી રહેલા મહિનાઓનો ખ્યાલ આવતાં બાકીની વ્યક્તિઓ તે લાભ લઈ શકે. એક કરતાં બે પુણ્યશાળી લાભ किर्तनेक लोग मंदिर को देख, कितनेक प्रशांत रूपवाली प्रतिमा को देख, कितनेक पूजा की विशिष्टता को देख तो कितनेक उपदेश से बोध પાતા (વિર, મૂર્તિ, જૂની વંચાડ્યાઃ ચાર વી મહાનતા| ગતિવ્રાર્થના કરી છે પૈવંલા મદમાગ પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૭ Page #94 -------------------------------------------------------------------------- ________________ લેવા તૈયાર થાય ત્યાં ચડાવો બોલાય.વર્ષ પૂરું થતાં ફરી જૂના પુણ્યાત્માનો સંપર્ક કરાય. ફરી લાભ લેવાની ભાવના પુછાય. ભાવના હોય તો એમને લાભ અપાય, ન હોય તો બીજા ભાવનાવાળાને લાભ અપાય. સભા ભાડાની આવક કરીએ તો ? એમાં પણ ઘણાં જોખમ છે. એના કાયદા પણ વિચિત્ર બન્યા છે, જે સરવાળે ભાડુઆતની જ તરફેણ કરે છે. આજે નક્કી કરેલું ભાડું ભાવિમાં સાવ સામાન્ય બની જાય. એથી નિભાવ થાય નહિ અને ભાડુઆત જોડે હંમેશની માથાકૂટ ઊભી રહેશે; અને “કબજો બળવાન'ના ન્યાયે સંઘની મિલકત સરવાળે સંઘની ન રહે, એવી પરિસ્થિતિ આજે સર્જાઈ છે. કેટલાંક કાર્ય એવાં હોય કે જે અનિવાર્યપણે કરવાં જ પડે, જે કર્યા વગર છૂટકો જ ન હોય. તેના માટે વાર્ષિક ચડાવા/નકરા આદિની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જ્યારે કેટલાંક કાર્ય એવાં હોય કે જે ન કરીએ તો ચાલે, તો તેવાં કાર્યો જતાં કરવાં પડે. દાખલા તરીકે પ્રભુપૂજાની, દેરાસરની સાફસફાઈ, જાળવણી, રક્ષા વગેરેની વ્યવસ્થા કરવી જ પડે. જ્યારે વાર્ષિક સાલગીરી દિવસે સંઘજમણ કરવું જ જોઈએ એવો આગ્રહ ન રખાય. દાતા હોય, આવક હોય તો કરાય, ન હોય તો ન પણ કરાય. બધે વિવેક જરૂરી છે. ધર્મક્ષેત્રના સંચાલન માટે ધનવાન કેમ જરૂરી છે, તે આ ઉપરથી સમજાઈ જશે. ધનવાને ઉદાર બનીને ધર્મક્ષેત્રનું સંચાલન કરવાનું છે. એ માટે એ પુણ્યાત્માએ પોતાનું ખીસું ખુલ્લું રાખવાનું અને બધાં કામોના લાભ મેળવવાના છે, જેથી એ સ્વ-પરનું સાચું આત્મકલ્યાણ કરી શકે. એક વાત ખાસ કહેવાની છે કે, આ કાળમાં ૧ - દેવદ્રવ્ય અને ૨- જ્ઞાનદ્રવ્ય, આ બે દ્રવ્યનો બિનજરૂરી સંગ્રહ કરવો ઉચિત જણાતો નથી. જ્યાં જ્યાં જિનમંદિરો જીર્ણ થયાં હોય, તેના જીર્ણોદ્ધાર માટે દેવદ્રવ્ય વાપરી દેવું જોઈએ. જ્યાં જ્યાં નવા જિનમંદિરોની જરૂર હોય ત્યાં ત્યાં દેવદ્રવ્યનો વ્યય કરીને નવાં भत्तीए जिणवराणं परमाए खीणपेज्जदोसाणं । आरोग्गबोहिलाभं समाहिमरणं च पावेंति ।। - પૈત્યવંદન નકામીણ ના કરી ૬૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #95 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિરોનું નિર્માણ કરી લેવું જોઈએ. એક વાત ધ્યાનમાં રહે કે, પહેલું મહત્ત્વ જીર્ણોદ્ધારને આપવું અને ત્યાર પછી આવશ્યકતા હોય ત્યાં નવા જિનમંદિરના નિર્માણમાં વાપરવું, અને જ્ઞાનદ્રવ્ય આપણા પ્રાચીન આગમાદિ ગ્રંથોને તાડપત્ર કે ટકાઉ કાગળ પર લખાવવામાં વાપી દેવું જોઈએ. તે જ રીતે અભ્યાસ વગેરે માટે જરૂરી અને શુદ્ધ કરીને પ્રગટ કરાતા પ્રાચીન ગ્રંથોના પ્રકાશનમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. એ ઉપરાંત પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવતા અજૈન પંડિતોના પગારમાં કે જ્ઞાનભંડારો સ્થાપવામાં અને જ્ઞાનભંડારો માટે જરૂરી ગ્રંથો વસાવવામાં વા૫૨ી દેવું જોઈએ. જો આમ નહિ થાય તો દેવદ્રવ્યનો વ્યાવહારિક કાર્યો માટે અને જ્ઞાનદ્રવ્યનો વ્યાવહારિક કેળવણીમાં ઉપયોગ કરવાની વૃત્તિવાળો વર્ગ ઉભો થઈ રહ્યો છે. એવો વર્ગ જો વહીવટી ક્ષેત્રમાં દાખલ થઈ ગયો કે એવા વર્ગનું નબળા વહીવટદારો ઉપર દબાણ વધી ગયું, તો આ બધું દ્રવ્ય એવા કાર્યોમાં વપરાઈ જવાની આપત્તિ આવશે. તો બીજી તરફ સ૨કા૨ી ડોળો પણ ધર્માદા દ્રવ્ય ઉપર મંડાયેલો છે, એ ગમે ત્યારે એને હડપ કરી જશે. સભા : સંસ્થા, સંસ્થાના પૈસામાંથી ચડાવો બોલી શકે કે નહિ ? ન બોલી શકાય. આજે આવી ગરબડો શરૂ થઈ ગઈ છે, તે હું જાણું છું. આજના કેટલાક ટ્રસ્ટીઓ કોઈક સ્થાને કાર્યક્રમમાં જાય, ત્યાં થતા પ્રાસંગિક ચડાવા કે ટીપમાં પોતાના મોભા મુજબ જે કાંઈ લખાવવું કે બોલવું પડે તે લખાવી દે અને એની ચૂકવણી સંસ્થાની તે તે ખાતાની ૨કમમાંથી કરે. પોતાનું નામ ઊભું રહે છતાં પોતાને જરાય ઘસારો વેઠવો ન પડે, માટે આવી બધી નબળી રીતરસમો અપનાવાતી હોય છે, જે જરાય યોગ્ય નથી. આવી બધી ગરબડો ક૨વા માટે જ એવા વહીવટદારો પોતાના હસ્તકની સંસ્થાના પૈસા રાખી મૂકતા હોય છે અને જરૂર હોવા છતાં બીજે મોકલતા નથી. જીવદયામાં ચારે બાજુ જરૂર હોવા છતાં પણ ન વાપરે, અને પોતે ક્યાંક જાય राग-द्वेष को खतम करनेवाले जिनेश्वरों की श्रेष्ठ भक्ति से आरोग्य (मोक्ष), बोधिलाभ एवं समाधिमरण प्राप्त किया નાતા હૈ । चैत्यवंदन महाभाष्य પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૯ Page #96 -------------------------------------------------------------------------- ________________ તો સંસ્થાના નામે ટીપમાં લખાવે, આ કામ સારું નથી. ઘણા તો “આ બધો રૂપિયી અમારા તડાનો-પંચનો-મહાજનનો-સંઘનો છે, તે અમારી પાસે જ રહેવા જોઈએ' એવો આગ્રહ રાખે છે. બીજા તડા-પંચ-મહાજન કે સંઘને આપવાની વાત જ નહિ; આ માનસિકતા પણ મોટું પાપ બંધાવે છે. વહીવટદારોને આવી વ્યવહાર કરવાનો કોઈ અધિકાર નથી. જે સંસ્થામાં આવા વહીવટદારો હોય તે સંસ્થા હસ્તકના વહીવટમાં શ્રાવકે ચડાવો બોલવો નહીં કે કોઈ લાભ લેવો નહિ એવું કહેવું પડે એવા દિવસો આવી લાગ્યા છે. સભા: શરત કરીને સાધુ ચોમાસુ કરવા આવે તો એ રીતે ચોમાસુ કરાવવું કે નહીં ? શાની શરત ? સભા : “ચોમાસામાં જે આવક થાય તેના આટલા ટકા અમને આપવા' એવી શરત. સાધુ આવી શરત કરે જ શા માટે ? પૈસાથી જે કામો કરવાનાં હોય, એવાં તો કોઈ કામ સાધુએ કરવાનાં જ નથી, તો સાધુને પૈસાની જરૂર જ ક્યાં રહી કે તે એવી શરત કરે ? સભાઃ એમના હસ્તક કોઈ પ્રોજેક્ટો ચાલતા હોય તેને માટે કરે ને ? સાધુએ એવા કોઈ પ્રોજેક્ટો કરવાના જ નથી. જે વસ્તુ સાધુએ ન કરવાની હોય તેમાં તમારાથી પ્રોત્સાહન શી રીતે અપાય ? સભા ન આપીએ તો એ ચોમાસુ કરવા ન આવે તો અમારે શું કરવું? જે એવી શરતો ન કરે તેમને લાવવા, પણ એ તમને નહિ પાલવે; કારણ કે, ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે વહીવટદારો ગમે તેવો વહીવટ કરતા હોય એમાં જે ડખલગીરી ન કરે એવા જસાધુ એને જોઈએ. પોતાની આવકમાંથી ૩૦ થી ૫૦ ટકા આપીને પણ પોતાના આપખુદ વહીવટમાં ક્યાંય હસ્તક્ષેપ ન કરે અને जिणभवणकरणविही, सुद्धा भूमि दलं च कट्ठाई। भियगाणतिसंधाणं सासयवुड्डि य जयणा य ।। - નદિ પ્રવા૨ા. ૭૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #97 -------------------------------------------------------------------------- ________________ મોતે પોતાની ખુરશી સાચવી શકે એવા સાધુઓ એને વધારે માફક આવે છે. આ પ્રશ્નની એક બીજી પણ બાજુ છે કે કેટલાક વહીવટદારોને તો માત્ર પૈસો ભેગો કરવામાં અને એ પૈસાના જોરે પોતાનો સ્વાર્થ સાધવામાં જ રસ હોય છે. એથી એના હસ્તકના વહીવટમાંથી એક રૂપિયો પણ એને વાપરવાની ઈચ્છા હોતી નથી. એને સાધુની પણ જરૂર એટલા જ પૂરતી હોય છે કે એના વહીવટ માટે રૂપિયા ભેગા કરી આપે છે એવા સાધુના પ્રભાવે રૂપિયા ભેગા થયા કરે. આવા વહીવટદારોને તો સાધુએ કહેવું પડે કે ભેગા કરેલા રૂપિયા યોગ્ય જગ્યાએ વાપરી દો. છેવટે અમારી નિશ્રામાં જે રૂપિયા ભેગા થાય તેને તો તત્કાળ યોગ્ય જગ્યાએ વાપરી જ નાખવા પડશે. જો તમને એ મંજુર હોય તો અમે ચોમાસુ આવીએ. હા ! અમારે કોઈ કામ નથી, અમારા તરફથી કોઈ સ્થળ માટેનું દબાણ નથી, પરંતુ શાસ્ત્રીય મર્યાદા અનુસાર જ્યાં જરૂર હોય ત્યાં તત્કાળ પૈસો વાપરવાનો હોય તો આવીએ, તો આવી શરતમાં વાંધો નથી. તમે ગમે ત્યાં દ્રવ્ય વેડફી દો એમ હું નથી કહેતો, પણ જે આવક થઈ તે વિધવિધ તીર્થો, ગામોમાં જાતે જઈ તપાસ કરીને એ રકમ તમારે વાપરવી જોઈએ. અગર તો તે તે તીર્થોને, ગામોને તમારે જાણ કરવી જોઈએ કે અમારી પાસે આટલી આટલી આવક થઈ છે, તમારે ત્યાં કોઈ કાર્ય હોય તો જણાવશો; જેથી અમે લાભ લઈ શકીએ. સભા નૂતન મંદિર બનાવી શકાય કે નહિ ? ન જ બનાવી શકાય એવું નથી. પરંતુ રાજમાર્ગ તો એવો છે કે, નૂતન જિનમંદિર વ્યક્તિએ કે સંઘે પોતાના વ્યક્તિગત ધનથી બનાવવાનું છે; પરંતુ જ્યારે એ શક્ય ન હોય અને આરાધના માટે જિનમંદિરની જરૂર હોય તો વર્તમાનની વિષમ પરિસ્થિતિમાં દેવદ્રવ્ય ગમે ત્યાં વેડફાઈ ન જાય, તે માટે ‘દેવ માટેનું દ્રવ્ય દેવના કાર્યમાં જ વપરાય' - એવા હેતુથી નૂતન જિનમંદિરના जिनमंदिर निर्माण की विधि में१-शुद्ध भूमि, २- इंट, लकडा-पाषाण आदि सामग्री की शुद्धि, ३ - शिल्पी, नोकर वर्ग आदि को न ठगना, ४ - खुद के भावों की वृद्धि एवं ५ - यतना (जीवदया का भाव) इतनी ચીને ગાવા પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૧ , Page #98 -------------------------------------------------------------------------- ________________ નિર્માણમાં દેવદ્રવ્ય આપવું જ જોઈએ. પણ જ્યાં બિનજરૂરી રીતે સાધુઓ દ્વારા મઠો ઊભા કરાઈ રહ્યા હોય ત્યાં આપવાની જરૂર નથી. આ કામ સાધુનું છે જ નહિ. આમ છતાં મારે કહેવું છે કે, એકલા સાધુપક્ષે જ દોષ છે તેવું પણ નથી. એમાં નામના, કીર્તિ, સત્તાના ભૂખ્યા, ગૃહસ્થો પણ એટલા જ જવાબદાર છે. ઘણા શ્રાવકો સંઘોની દેવદ્રવ્ય આદિની મૂડી આ રીતે દબાવી બેઠા છે, એવા લોકો પાસેથી તકસાધુ સાધુઓ અવસર જોઈને પોતાને જોઈતું દ્રવ્ય કઢાવવા માગે છે. જ્યાં સાધુઓ પણ માર્ગ ભૂલ્યા હોય અને વહીવટદારો પણ માર્ગ ભૂલ્યા હોય ત્યાં કહેવું શું ? વહીવટદારો ખોટી રીતે પૈસા દબાવીને બેસી ગયા હોય, તેમની પાસેથી પૈસા કઢાવવા અને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે વપરાવવા એ ખોટું નથી; પણ સાધુએ પોતે આવા પ્રોજેક્ટો ક૨વા અને એ માટે પૈસા કઢાવવા એ જરૂર ખોટું છે. સવારે આ અંગે વાત કરી ગયો છું, છતાં કેટલાક નવા ભાઈઓ આવ્યા છે, માટે આવા પ્રશ્ન ઊઠે છે. હવે ફરી ગુણોની વાત ઉપર આવીએ. તમે કોઈક ધાર્મિક સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મેનેજિંગ ટ્રસ્ટી, ખજાનચી કે સેક્રેટરી છો, એ અંગેની જવાબદારી નિભાવો છો, એની વાતનો મને આનંદ છે; પણ એ પદની જવાબદારી-જોખમદારી કઈ છે, તે તમે સમજો અને એને બરાબર નિભાવો તો તેમાં જ તમારું કલ્યાણ છે. જો તમે એને ન સમજો કે ન નિભાવો તો તમારું અકલ્યાણ નિશ્ચિત છે, માટે આ બધી વાતો તમને સમજાવી રહ્યો છું. ૩ - નુો - યુક્ત, સન્માનયોગ્ય : ३ - युक्तः - राजसत्कारादियोग्यः । प्रत्यनीकादिनाऽपरिभूतः । इति यावत् યુક્ત ઃ પ્રતિષ્ઠિત. રાજા તરફથી માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈપણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર. ૭૨ जिणमंदिर भूमिए दसगं आसायणाणं वज्जेह । जिणदव्वभक्खणे रक्खणे य दोसे गुणे मुणह ।। दर्शनशुद्धि प्रकरण જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #99 -------------------------------------------------------------------------- ________________ સન્માનયોગ્ય-બહુમાન્ય : ધર્મક્ષેત્રનો સંચાલક માનની અપેક્ષા ન રાખે પણ એનો સ્વભાવ, વ્યવહાર જ એવો હોય કે લોકો તેને સહજ માન આપે, એની વાતને માન્ય રાખે. એનો વિનય, સદાચાર અને વ્યવહાર એવો હોય કે લોકો એની વાત માન્યા વિના રહે નહિ, એને સન્માન આપ્યા વિના રહે નહીં. એ કોઈ પણ સારી વાત મૂકે કે તરત જ લોકો એને સ્વીકારી જ લે. શ્રીધર્મરત્ન પ્રકરણ ગ્રંથમાં શ્રી શાંતિસૂરિજી મહારાજે ‘લોકપ્રિયતા' નામનો ગુણ બતાવ્યો છે. ધર્મ કરવા માટે એ એક જરૂરી ગુણ કહ્યો છે. જેનામાં છ ગુણો હોય તે લોકપ્રિય બની શકે છે. આ લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ-૧, પરલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ-૨, ઉભયલોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ-૩, વિનય સમૃદ્ધ-૪, શીલ સમૃદ્ધ-પ અને દાન સમૃદ્ધ-૬, જેનામાં આ છ ગુણો હોય તે સહજ રીતે લોકપ્રિય બની શકે. એમાંથી આ લોક, પરલોક અને ઉભયલોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ - એમ ત્રણ ગુણોનું સ્વરૂપ પહેલા ગુણના અવસરે વિચાર્યું છે. એટલે ફરી રીપીટ નથી કરતો. જેનામાં આ ત્રણેય પ્રકારની લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ ન હોય, અને આગળ વધીને ચોથા નંબરે વિનયસમૃદ્ધ : જીવન વિનયગુણથી સમૃદ્ધ હોવું જોઈએ - ૪, પાંચમા નંબરે શીલસમૃદ્ધ : જીવન સદાચારોથી મઘમઘતું બનેલ જોઈએ સદાચારી હોવો જોઈએ - ૫ અને છઠ્ઠા નંબરે દાનસમૃદ્ધ : દાનવીર-ઉદાર હોવો જોઈએ - ૬. આ છ ગુણો હોય તે લોકપ્રિય બની શકે; ન હોય તે લોકપ્રિય બનતો નથી. ટ્રસ્ટી બનનાર આત્મામાં આ છ ગુણ અવશ્ય હોવા જોઈએ, એ કોઈપણ પ્રસ્તાવ મૂકે કે સહજ લોકો સ્વીકારી લે. આના ઉપરથી તમારે એ સમજવું જરૂરી છે કે, ટ્રસ્ટી, વહીવટદાર, સંચાલક બનનારે આ ત્રીજા યુક્ત ગુણને મેળવવા, આ લોકમાં અપ્રીતિ કરે, અહિત કરે તેવા નિંદા વગેરે દૂષણોથી જીવનને મુક્ત રાખવાનું છે – ૧, પરલોકમાં અહિત કરે તેવા કર્માદાનના ધંધા વગેરેથી દૂ૨૨હેવાનું છે - ૨,અને આ લોકઅને પરલોકનેબગાડે તેવાં સાતેય વ્યસનો પૈકીના એક એક વ્યસનને જીવનથી દૂ૨ ૨ાખવાનું છે - ૩. जैनमंदिर की भूमि में दस आशातनाएँ त्यागें तथा देवद्रव्य के भक्षण के दोष एवं रक्षण के लाभ जानें । दर्शनशुद्धि प्रकरण પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ વળી તેણે માન-કષાયથી મુક્ત રહીને વિનીત બનવાનું છે. માન વગેરે કષાયથી જાતને એ રીતે મુક્ત કરવાની છે કે જેથી વિનય સહજ બને અને જીવનના પ્રત્યેક વ્યવહારમાં નમ્રતાનાં સહજપણે દર્શન થાય, એવું જીવન બનાવવાનું છે - ૪. તથા આસક્તિ વગેરેથી એ હદે મુક્ત બનવાનું છે, જેથી જીવન સદાચારથી સહજપણે જ ભર્યું ભર્યું બની જાય - ૫. અને ઉદારતા ગુણને એવો આત્મસાત્ કરવાનો છે કે, સહજપણે દાનની પ્રવૃત્તિ થયા જ કરે - ૭. પહેલા વિરુદ્ધાદિ ત્યાગ એ ત્રણ દોષ ટળે એટલે અપ્રીતિનું કારણ ન રહે અને છેલ્લા વિનયાદિ સમૃદ્ધ એ ત્રણ ગુણ પ્રગટે એટલે દરેકને સહજપણે જ સદ્ભાવ ઊભો થાય. આવું બને તો વહીવટકર્તા સૌને માટે સ્વીકાર્ય, આદરણીય, માન્ય, સન્માન્ય બની જાય. આ ત્રીજો ગુણ એટલા માટે જરૂરી છે કે, આવો વહીવટદાર શ્રીસંઘ અને શાસનના હિત માટે જે પણ કાર્ય હાથમાં લે, તેમાં તેને બધાનો સાથ-સહકાર સહેલાઈથી મળી રહે. કોઈ એની સામે ન ઊભો રહે, બધા જ એની સાથે જોડાઈને શાસનસેવા-ભક્તિનાં, રક્ષાનાં કાર્યોને પાર પાડે. શાસન અને સંઘનાં કાર્યોનો એટલો લાંબો વ્યાપ હોય છે કે ક્યારે કોની જરૂર પડે તે કાંઈ કહેવાય નહીં. આવા સમયે સંઘ-સંચાલક લોકમાન્ય, લોકપ્રિય હોય તો દરેક કાર્યો સહેલાઈથી પાર પડે. સંઘના હિત માટે જે કેટલાક નિર્ણયો કરવાના હોય એની બધી વિગતો બધાને કહેવાય તેવી ન હોય, છતાં બધાંની સંમતિ અનિવાર્ય હોય, તો તે આવા વહીવટદાર સૌની સંમતિ મેળવી શકે. ભાવનગરનો એક પ્રસંગ કહું મારા પરમતારક ગુરુદેવશ્રીજીને દીક્ષાનાં પ્રારંભિક વર્ષોમાં પોતાના વડીલ ગુરુદેવો સાથે ભાવનગર રહેવાનું થયું. સંઘની મિટિંગ ચાલતી હતી. લોકો પરસ્પર એવી બોલાચાલીમાં ચડ્યા હતા કે વાતાવરણ એકદમ ગરમાગરમ જણાતું હતું. લાગતું હતું કે ગમે ત્યારે मग्गाणुसारी पायं, सम्म-विट्ठी तहेव अणु-विरई। एए ऽहिगारिणो इह विसेसओ धम्मसत्थंमि ।। - વ્યસ્તતા ૭૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #101 -------------------------------------------------------------------------- ________________ મારામારી શરૂ થઈ જશે. એટલામાં સંઘના આગેવાન આવ્યા. જેવો એમનો પ્રવેશ થયો કે તરત જ શાંતિ સ્થપાઈ ગઈ. એમણે સંઘનાં કાર્યોની વાત રજૂ કરી. બીજા આગેવાને પ્રસ્તાવને અનુમોદન આપ્યું. આમણે પૂછ્યું, “સંઘજનો ! બોલો આ અંગે તમારે કાંઈ કહેવું છે ?” “ના, સાહેબ.' બધાએ જિનશાસનની જય બોલાવી અને ઠરાવ પસાર થઈ ગયો. સંઘનાં કામો આ રીતે થાય. બધાને પૂછીને નિર્ણય કરવા જવાય તો કામો ક્યારેય પૂરાં ન થાય. બધામાં સમજવાની ને પચાવવાની ત્રેવડ હોતી નથી. તમારા ઘરમાં એક શાક બનાવવાનું હોય તો પણ બધાને પૂછવા ઊભા નથી રહેતા. આજની લોકશાહીમાં અજ્ઞાન, અણઘડ અને બિનઅનુભવી માણસોના અનુભવોના આધારે પૂરા રાષ્ટ્ર ચાલવાનું આવ્યું. અજ્ઞાનીના અનુભવે જ્ઞાનીઓએ ચાલવું ? કે જ્ઞાનીઓના અનુભવે અજ્ઞાનીઓએ ? આપણે ત્યાં ઈલેક્શન (ચૂંટણી) ન હતું, પણ સિલેક્શન (પસંદગી) હતું. સારા માણસો સિલેક્ટ-પસંદ કરાતા. ગીતાર્થ ગુરુભગવંતોનું માર્ગદર્શન લેવાતું. એક વાત ધ્યાનમાં રહે કે, લોકપ્રિય બનવાની મહેનત નથી કરવાની, પણ જીવન એવું દોષમુક્ત અને ગુણસમૃદ્ધ બનાવવાનું છે કે, જેથી સહજપણે લોકપ્રિય બની જવાય. જે કોઈ જીવ જીવનને દોષમુક્ત બનાવીને ગુણસમૃદ્ધ બનાવે છે તે સહજપણે લોકપ્રિય બને છે, એને લોકપ્રિય બનવાની ખેવના નથી હોતી; અને જે લોકપ્રિય બનવા મહેનત કરે છે, તે મોટે ભાગે માયાચાર-દંભનું સેવન કરે છે, તેનું જીવન ગુણમુક્ત અને દોષયુક્ત બને છે. ૪- સુનો - કુળવાન - ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ ४ - कुलज : प्रशस्यकुलजातोऽनिन्द्यकुलजातो वा । अन्यथाविधेन हि विहितं तत्रात्यन्तं लोकादेयं स्यादिति । કુલીનઃ ઉત્તમ કુળમાં જન્મેલો હોવો જોઈએ. તેવા વિશિષ્ટ ઉત્તમ કુળમાં ક १- मार्गानुसारी, २ - सम्यग्दृष्टि और ३ - अणुव्रतधारी; ये तीन धर्मद्रव्य के वहीवट हेतु प्रायः विशेष अधिकारी हैं, ऐसा धर्मशास्त्रों में कहा गया है। - द्रव्यसप्ततिका પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૫ Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન ન થયો હોય તો પણ નિંઘકુળમાં ઉત્પન્ન થયેલો ન હોવો જોઈએ; કારણ કે, નિઘકુળમાં ઉત્પન્ન થયેલ જીવે કરેલું કાર્ય લોકમાં આદેય બનતું નથી. વહીવટ કરનાર પુણ્યાત્મા ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. પિતાના વંશને કુળ કહેવાય અને માતાના વંશને જાતિ કહેવાય. કુળવાન ક્યારેય જવાબદારીને, કાર્યભારને માથેથી ખભે ન કરે અને જાતિવાન ક્યારેય અનુચિત કાર્ય ન કરે. જેનું કુળ ઉત્તમ હોય તે ક્ષમતાવાન હોય. એ હાથમાં લીધેલું કામ પાર પાડીને જ રહે. એના ખભે જે પણ કાર્યનો ભાર મુકાયો હોય એને એ સાંગોપાંગ પાર પમાડીને રહે. એને કોઈનો સાથ-સહકાર મળે કે ન મળે, પણ એકવાર જે કાર્ય તેણે માથે લીધું તેને પાર પાડવાનો જ પ્રયત્ન કરે. શ્રીજૈનશાસન અને શ્રીસંઘમાં અનેક જવાબદારીપૂર્ણ કાર્યો ઊભાં થયા જ કરતાં હોય છે. તે પૈકીનાં અનિવાર્ય કાર્યો સમયસર અને ઉચિત રીતે થાય તો જ આ શાસન ઝાકઝમાળ રહે અને શ્રીસંઘ ધબકતો રહે. જો તે મુજબ ન થાય તો શાસનની શોભા ઝાંખી પડે અને શ્રીસંઘ સિદાવા લાગે. આ પરિસ્થિતિમાં સંઘ સંચાલકની ઘણી મોટી જવાબદારી રહે છે, જેને એણે યોગ્ય રીતે નિભાવવી અને પાર પાડવી જરૂરી હોય છે. આ કાર્ય ઉત્તમ કુળમાં જન્મેલા માટે પાર પાડવું સહજ બને છે. માટે સંઘસંચાલક માટે કુળવાન હોવું બહુ જ જરૂરી છે. જૈનશાસનની જવાબદારી જે ખભા ઉપર ઊંચકવાની છે, તે ખભા મજબૂત જ જોઈએ. “કોઈ આવ્યું નથી, હું એકલો શું કરું ?' આવા નબળા-ખેદકારી વેણ જે કુળવાન હોય તે ક્યારેય ન બોલે. એકલહાથે બધા કામ પાર પાડી દે. જેની જાતિ ઉત્તમ હોય તે લજ્જા આદિ ગુણોવાળો હોય. એ અકાર્યમાં ક્યારેય પ્રવૃત્ત ન થાય. કુળની સાથે જાતિ સમજી જ લેવાની. જાતિવાન વૃષભ, જેમ પોતાના માથે મુકાયેલ ભારને વહન કરીને જ રહે, એ ક્યારેય બેસી પણ ન પડે અને ક્યારેય એ ભારને ફંગોળી પણ ન દે, એવું જ અહીં હોવું જોઈએ. ગધેડાની હાલત બહુ જુદી હોય છે. એના માથે થોડો વધારે ભાર આવે તો એ तं नाणं तं च वित्राणं, तं कलासु अ कोसलं । सा बुद्धी पोरिसं तं च देव-कज्जेण जं वये त्ति ।। -श्राधादनकृत्य ૭૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #103 -------------------------------------------------------------------------- ________________ બેસી પડે અને થોડો ઓછો ભાર હોય તો ઊંચકીને ફેંકી પણ છે. જે જીવો ઉત્તમ કુળના ન હોય એમનામાં આવું બનતું ઘણીવાર જોવા મળે કે એ કોઈ ભાર લેવા જ તૈયાર ન હોય; છતાં કોઈ એના ઉપર પરાણે મૂકે તો કાં તો એ એને ફંગોળી દે અથવા અધવચ્ચે જ કહે કે, હવે તમારે જે કરવું હોય તે કરો, મારાથી કાંઈ નહીં થાય, અગર તો કામને બગાડી મૂકે. આ ક્ષેત્રમાં જો આવું થાય તો શ્રીસંઘ અને શાસનને પારાવાર નુકસાન થાય. આવું ન થાય માટે વહીવટદાર, માટે શ્રીસંઘસંચાલક માટે કુલીન-કુળવાન હોવું એ જરૂરી છે. ૫ - અધુરો - અશુદ્ર – ઉદાર, અક્રૂર : ५ - अक्षुद्रो-अकृपणः । कृपणो ह्यौचित्येन द्रव्यव्ययकरणाशक्तत्वान तत्साधनाय शासनप्रभावनाय चालम् । अथवा अक्षुद्रो-अक्रूरः । क्रूरेण हि परोपतापित्वाजनद्वेष्येण कृतं तदायतनं तन्मत्सरेण जनद्वेष्यं स्यादिति । અક્ષક અશુદ્ર એટલે કૃપણતારહિત. કૃપણ જીવ ઉચિત દ્રવ્યવ્યય ન કરી શકવાથી કાર્ય કરે નહિ અને કરે તો પણ શાસનપ્રભાવના ન કરી શકે અથવા અશુદ્ર એટલે ક્રૂરતારહિત. ક્રૂર જીવ બીજાને સંતાપ પેદા કરનારો હોવાથી લોકો તેના પ્રત્યે દ્વેષવાળા બની જાય. આથી તેના કરેલા મંદિરાદિ નિર્માણના કાર્ય ઉપર પણ દ્વેષ કરે. અશુદ્ર ગુણને સમજવા માટે ક્ષુદ્રતા દોષને સમજવો જરૂરી છે. સામાન્ય રીતે સુદ્રનો અર્થ તુચ્છ-અગંભીર એવો થતો હોય છે. જ્યારે અહીં પ્રસ્તુત વિષયમાં સુદ્રનો અર્થ અનુદાર અથવા ક્રૂર એવો કર્યો છે. જેનામાં ઉદારતા ન હોય તે શુદ્ર કહેવાય. એટલે જે ઉદાર હોય તેને અશુદ્ર કહેવાય. એ જ રીતે જેનામાં ક્રૂરતા હોય તે ક્ષુદ્ર કહેવાય અને જેનામાં ક્રૂરતા ન હોય તે અશુદ્ર કહેવાય. वही ज्ञान है, वही विज्ञान है, वही कलाओं में कुशलता है, बुद्धि और पुरुषार्थ भी वही है, जिसका उपयोग भगवान के कार्य में होता है। - श्राद्धदिनकृत्य પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૭૭ Page #104 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્ષેત્રના સંચાલન માટે ઉદારતા ગુણ બહુ જ જરૂરી છે. એ વિના હાથમાં લીધેલું કાર્ય તે પાર પાડી શકે નહિ અને પાર પાડેલા કાર્યને પ્રભાવક પણ બનાવી શકે નહિ. ઉદારતા વગરનો વહીવટદાર પોતાના ધનલોભના કારણે સંઘ કે શાસનના કોઈપણ કામમાં પોતાના ઉપર ભાર ન આવી જાય, પોતે ક્યાંય ઘસાવું ન પડે તેની સતત કાળજી રાખે. જો એને એમ લાગે કે સંઘનું કોઈ કાર્ય કરતાં પોતાના ઉપર એનો ભાર આવશે કે પોતાને એનો ઘસારો વેઠવો પડશે, તો તે એ સંઘનું કાર્ય કરવાનું ન થાય એવો પ્રયત્ન કરે; એ કાર્ય કરવું જ પડે તેવું હોય તો પોતે ન કરવું પડે અને બીજાને માથે આવે એવો પ્રયત્ન કરે. પોતે કરવું જ પડે તો એનો ઘસારો કે ખર્ચ સંઘની સંસ્થા ઉપર નાંખે, જવા-આવવાનું ગાડી-ભાડું, ૨હેવા-ઊત૨વાનો ખર્ચ પણ સંઘની સંસ્થા ઉપર નાંખે અને કામ એવું કરે કે એમાં કોઈ ભલીવાર ન આવે. એટલા માટે કહ્યું કે વહીવટદાર અશુદ્ર, ઉદાર હોવો જોઈએ, જેથી જ્યાં જરૂર પડે ત્યાં ઉદારતાપૂર્વક એ ધનવ્યય કરીને સંઘનાં દરેક કાર્યોને સારી રીતે પાર પણ પાડી શકે અને એ કાર્યોને પ્રભાવક પણ બનાવી શકે. એ જ રીતે વહીવટ કરનાર અક્રૂર-દયાળુ હોવો જોઈએ. એનો સ્વભાવ જ એવો હોય કે, એના કોઈપણ વ્યવહારથી કોઈને સંતાપ ન થાય, જેથી કોઈને એના ઉપર દ્વેષ ન થાય. આવો વહીવટદાર દરેક પાસેથી સારી રીતે કામ કરાવી શકે. વહીવટદાર સ્વભાવે ક્રૂર-નિર્દય હોય તો એની નબળી અસર ધર્મકાર્ય ઉપર થાય. એણે કરેલું સારું કામ પણ અનાદરણીય બની જાય છે. એ જ રીતે ક્ષુદ્રનો અર્થ તુચ્છ, હલકો, કશું સહન ન કરી શકે, કાંઈ પણ પચાવી ન શકે તેવો થાય છે, જ્યારે અક્ષુદ્રનો અર્થ અતુચ્છ, મહાન આશયવાળો, બધું જ સહી લે અને બધું જ પચાવી શકે તેવો થાય છે; એ ઉ૫૨થી ધર્મક્ષેત્રનું સંચાલન ક૨ના૨ મહાન આશયવાળો, ઠરેલ, સહનશીલ અને ગંભીર જોઈએ. ૭. णो माया णो पिया, णो भज्जा ण सरीरं णेव बांधवा । पिच्छए तत्थ ठाणंमि जत्थ अत्थं तु पिच्छए । श्राद्धद જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #105 -------------------------------------------------------------------------- ________________ સાવા અક્ષુદ્રતા ગુણને વરેલો વહીવટદાર પોતાની મહત્તા કરતાં કાર્યની aહતાને મુખ્ય કરે. મને પૂછ્યું નહિ ? મને બોલાવ્યો નહિ ?” – એવી વૃત્તિ ન હોય. દસ ટ્રસ્ટી હોય, નવ ટ્રસ્ટીઓ ભેગા થઈ કોઈ સારી વાત નક્કી કરે ત્યારે આડે આવે. કામ થવા ન દે. પોતાનો અહં કે ઈર્ષા વચ્ચે લાવે અને કામને બગાડે, એ ક્ષુદ્રતા છે. અશુદ્ર વ્યક્તિ તો કોઈનો નાનો કે મોટો અપરાધ થયો હોય તો પણ ગળી ખાય. મિથી તેને અપનાવી લે. “મારા માટે એ આવું નબળું કેમ બોલ્યો ? હવે તેની સાથે કોઈ સંબંધ નહિ' - આવી કોઈ વૃત્તિ એનામાં ન હોય. વ્યક્તિગત માનાકાંક્ષા જતી કરવાની જેનામાં વૃત્તિ હોય તે જ ધર્મક્ષેત્રના સંચાલનને સારી રીતે કરી શકે છે. આ ગુણને કેળવ્યા વિના જે લોકો ટ્રસ્ટી બની ગયા હોય છે અને આ ગુણ હોવા જરૂરી છે, એવું પણ જેને નથી લાગતું એવા શુદ્ર લોકો વાતે વાતે સંઘમાં કજિયો ઉભો કરીને શ્રીસંઘનાં-શાસનનાં કામોમાં અવરોધ ઊભો કરે છે, જેના પરિણામે શ્રીસંઘનાં કેટલાંય કરવા યોગ્ય કાર્યો અટકી પડે છે, શ્રીસંઘની પ્રગતિ રૂંધાય છે, આર્થિક રીતે પણ શ્રીસંઘને ઘણું બધું સહન કરવું પડે છે. મુદ્ર સ્વભાવના વહીવટદારો નાના-મોટાનો વિવેક પણ જાળવી શકતા નથી. ગુરુભગવંતો સાથે વિનય-વિવેકની મર્યાદાનો ભંગ કરતાં પણ એમને વાર લાગતી નથી. પોતાના અહં ખાતર શ્રીસંઘના મોટામાં મોટા કામને પણ તોડી પાડીને પારાવાર પાપ બાંધે છે. ૭ - વિકિ - ધૃતિ-ધીરતાના બળવાળોઃ ६ - धृतिबलिकः - चित्तसमाधानलक्षणसामर्थ्ययुक्तः । धृतिबलविहीनो हि द्रव्यव्यये पश्चात्तापान पुण्यभाजनं भवति । ઘેર્યબળયુક્ત એટલે ધીરજરૂપ બળથી યુક્ત, અર્થાત્ ચિત્તની સમાધિરૂપ जिस स्थान में आदमी पैसा (धन) देखता है, वहाँ माता, पिता, पत्नी, शरीर एवं भाईओं का संबंध देखने खडा नहीं रहता । अर्थात् धन से दुर्बुद्धि पैदा होती है । - श्राद्धदिनकृत्य પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણભવ અને કર્તવ્ય ૭૯ Page #106 -------------------------------------------------------------------------- ________________ બળથી યુક્ત. આવો જીવ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તો પણ પશ્ચાત્તાપ ન કરે. આનાથી વિપરીત જીવ ધાર્યા કરતાં અધિક ધનવ્યય થઈ જાય તો પશ્ચાત્તાપ કરે. પરિણામે જે પુણ્ય-લાભ મળવો જોઈએ તે ન મળે. જે ધીરજવાળો હોય તેને વૈર્યવાન કહેવાય છે. હાથમાં લીધેલા કોઈપણ કાર્યને પાર પાડવા માટે આ ગુણ અનિવાર્ય બને છે. લીધેલું કાર્ય પૂર્ણ કરવામાં અનેક પ્રશ્નો ઊભા થાય છે, અનેક પ્રકારના અવરોધ પણ આવે છે. કેટલીકવાર ધાર્યા કરતાં ધનવ્યય અને અન્ય શક્તિઓનો પણ વ્યય વધુ પ્રમાણમાં કરવો પડે છે કે થઈ જાય છે, ત્યારે ધૃતિબળવાળાને મનમાં સંક્લેશ ન થાય. એ પોતાના મનને ચોક્કસ વિચારો, દૃષ્ટિકોણથી સમજાવી શકે અને પ્રસન્નતાપૂર્વક કામને પાર પાડી શકે. એને ક્યારેય મેં આમ કેમ કર્યું ? આટલું કેમ ખચ્યું? એવો પશ્ચાત્તાપ ન થાય, જેથી તે કરેલા સુકૃતને ધોઈ નાંખતો નથી. દરેક કાર્યો સરખાં નથી હોતાં, એટલે કામ હાથમાં લીધા પછી એ ચોક્કસ સમયે અને ચોક્કસ રીતે પૂરાં થાય જ એવું નથી હોતું. કેટલાંક કામોમાં તો અનેક અવરોધ પણ આવે અને ઘણી તકલીફો વેઠ્યા પછી ઘણા લાંબા સમયે પણ પૂરાં થાય. આવી પરિસ્થિતિમાં જો ધીરજ ન હોય તો આદરેલા કામને અધવચ્ચે જ મૂકી દેવાનું થાય. જરાક ધાર્યા મુજબ ન થયું, કોઈ વચ્ચે આવ્યું, કોઈએ નિંદાટીકા કરી કે ધાર્યા કરતાં કામ ભારે નીકળ્યું તો ધીરજ વગરનો એ કામને અધવચ્ચે પડતું મૂકીને શ્રીસંઘને, શાસનને પારાવાર નુકસાન પહોંચાડે છે; જ્યારે જે કામ હાથમાં લીધાં તે બધાં તરત પૂરાં થાય તેમ તો ન જ બને, એ માટે ધૈર્યધીરજ જોઈએ. કામ કરતાં બને કે કોઈ કરનાર માટે નબળું પણ બોલે, ગાળોય આપે.એવી પરિસ્થિતિમાં ધીરજવાળી વ્યક્તિ કોઈની સારી-સાચી વાત હોય તો સ્વીકારી લે અને ખરાબ-ખોટી વાત હોય તો ઉપેક્ષા કરે પણ કામને નુકસાન ન થવા દે. પરમાત્માની આજ્ઞા પ્રમાણે કાર્ય થતું હોય તે બરાબર ચાલુ રાખે. આ બધું ધીરજ હોય તો જ બની શકે. વાતવાતમાં અધીરો બની જાય, એ सव्वत्थामेण तहिं संघेण होइ लगियव्वं । सचरित्त-अचरित्तीण य सव्वेसि होइ कज्जं तु ।। - आवश्यक सूत्र તમાં કરો ૮૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #107 -------------------------------------------------------------------------- ________________ જવાબદારીના સ્થાને ન ટકી શકે. હાથમાં લીધેલ કામ અધવચ્ચે મૂકી દેવાનું નથી, એને પૂરું કરવાનું છે. જે વ્યક્તિ અંદરથી ઠરેલ હોય તે જ ધૈર્યવાન બની શકે. દીર્ધદર્શિતા, પરિણામ પર દૃષ્ટિ હોય તો ધીરજ પ્રગટી શકે. દરેક વસ્તુને ફળવામાં કાળ જોઈએ. “અકાળે આંબા પાકતા નથી અને ધીરજનાં ફળ મીઠાં કહેવાય છે, તે આ સંદર્ભમાં ઉપયોગી બને તેમ છે. જ્યારે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે ધીરજવાળી વ્યક્તિ દરેક વ્યક્તિનાં મંતવ્યોને સારી રીતે સાંભળી શકે છે, ભલે એ મંતવ્યો પોતાના વિચારોથી વિરુદ્ધ દિશામાં હોય. આ રીતે ધીરજ ધરીને સામાનાં મંતવ્યોને સાંભળનારને કેટલીકવાર વિચારવાની ઘણી જ નવી દિશા પણ મળતી હોય છે, જેના પરિણામે સારા નિર્ણયો લઈ શકાય છે. ઉતાવળમાં ખોટા નિર્ણયો લેતાં બચાય છે જ્યારે બધાને સાંભળીને સંતોષ પણ આપી શકાય છે. અને એ રીતે પણ બધાનો સાથ-સહકાર મેળવીને ધર્મનાં કાર્યોને સારી રીતે પાર પાડી શકાય છે. ઉતાવળમાં ખોટા નિર્ણયો થતા નથી અને એને કારણે શ્રીસંઘ-શાસનને નુકસાન થતું પણ અટકે છે. પરસ્પરનો વિનય-વિવેક પણ સચવાય. આવા અનેક દૃષ્ટિકોણથી વિચારશો તો તમને ખ્યાલ આવશે કે પૈર્ય હોય તો કેટલા ફાયદા થાય અને ન હોય તો કેટલાં નુકસાન થાય. જેની પાસે ધૃતિ-ધીરતાનું બળ હોય તે આ રીતે ગમે તેટલો આર્થિક ઘસારો વેઠવો પડે તો પણ તે વેઠીને કાર્ય પાર પાડી શકે છે. જે પણ સહન કરવું પડે તે કરીને પણ કાર્યને પાર પાડી શકે છે. એ લાંબા સમય સુધી પરિણામની રાહ જોઈને કાર્યને પરિણામ સુધી પહોંચાડી પણ શકે છે. આ બધાં કારણોસર ધૃતિલાભ જરૂરી છે, કારણ કે, દરેક પરિસ્થિતિમાં પોતાના મનને સુયોગ્ય વળાંક આપીને સ્વસ્થ રાખવાનું એને માટે સહજ હોય છે. માટે જ દ્રવ્યસપ્તતિકામાં લખ્યું કે – 'धृतिबलिकः - चित्तसमाधानलक्षणसामर्थ्ययुक् ।' કાકા કરી (शासन की रक्षा के कार्य में) साधु (चारित्रधारी) एवं श्रावक (अचारित्री) तथा समस्त संघ को लग जाना चाहिए । क्योंकि यह सभी का कर्तव्य है । - आवश्यक सूत्र જિક, પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૧ Page #108 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરાંત અન્ય બળો પણ જો વહીવટદાર પાસે હોય તો તે શ્રીસંઘ, શાસનને વધારે લાભ કરી શકે છે. સભા : બીજાં કયાં બળ હોય તો વધારે લાભ થાય ? બળ અનેક પ્રકારનાં હોય છે. મનોબળ, વચનબળ, કાયબળ, બુદ્ધિબળ : શ્રીસંઘ અને શાસનના કાર્ય માટે દરેક પ્રકારના બળની જરૂર પડે છે. જે વ્યક્તિમાં આ બધાં જ બળ હોય તે શ્રીસંઘ અને શાસનની બહુ જ સારી સેવા કરી શકે. જેનામાં બધા જ પ્રકારનાં બળ ન હોય પણ કોઈ એક બે પ્રકારનું બળ હોય તો પણ તે તેટલા પ્રમાણમાં તો શ્રીસંઘ-શાસનની સુંદર સેવા કરી શકે. બળહીન માણસ કે જેની પાસે કોઈ પણ પ્રકારનું બળ ન હોય તે તો આ ક્ષેત્રમાં આવીને પણ ભારભૂત બને છે. સભા: મનોબળ અને બુદ્ધિબળમાં શું ફરક ? ગમે તે વિષયમાં ગમે તેટલો લાંબો સમય વિચારવાનું હોય તો પણ ન થાકે અને વિચારી શકે તે મનોબળને આભારી છે. જ્યારે અટપટા પ્રશ્નોમાં અટવાયા વગર એમાંથી પણ બરાબર રસ્તો કાઢી શકે એ બુદ્ધિબળને આભારી છે. શ્રીસંઘ-શાસનના કાર્યને પાર પાડવા કોઈને પણ સંમત કરવો હોય તો તે બુદ્ધિબળથી થઈ શકે છે. સભા સંઘ સંચાલન માટે ઈન્દ્રિયોનું બળ જોઈએ કે નહિ ? જરૂર જોઈએ. એનો સમાવેશ થાયબળમાં કર્યો છે. શ્રીસંઘ અને શાસનનાં કેટલાંક એવાં પણ કાર્યો હોય છે કે જેમાં આંખોનું તેજ બહુ જ જરૂર પડે, તો કેટલાંક એવાં પણ કામ હોય છે કે જેમાં શ્રવણશક્તિની બહુ જ જરૂર પડે. આ બધાનો સાર એ છે કે જેટલું બળ વધારે એટલી શ્રીસંઘ-શાસનની સેવા વધુ સારી રીતે થઈ શકે. ટૂંકમાં કહો તો મનબળ, વચનબળ, કાયબળ, બુદ્ધિબળ, ઈન્દ્રિયોનું બળ चेइयदव्वविणासे इसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ।। - संबोध प्रकरण ૮૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #109 -------------------------------------------------------------------------- ________________ વગેરે બધું જ બરાબર જોઈએ. વાણીનું બળ પણ જોઈએ અને વિચારવાની ક્ષમતા પણ જોઈએ. એના શરીરનું બંધારણ એવું ખડતલ જોઈએ કે શાસનના કામ માટે ક્યાંય દોડાદોડ કરવી પડે તો મજેથી કરી શકે, એમાં એ જરાય થાકે નહિ. હું તો મારી A/c રૂમમાં ભરાઈ રહીશ, ખુરશી ઉપર બેસી રહીશ, મારાથી આઘા-પાછા નહિ થવાય, તમે ફીલ્ડવર્ક કરી આવજો, એમ કહ્યું કામ ન થાય. સ્વયં એમાં ભાગ લઈને પાર પાડનારો જોઈએ . હા, એમ બને કે સંઘમાં કોઈ વ્યક્તિ બૌદ્ધિક રીતે સક્ષમ દેખાય, ભલે શરીર કામ કરતું ન હોય તો એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે, ‘હું દોડી શકતો નથી, પણ મારા જોગું કોઈ પણ કામ હોય તો સુખે જણાવજો' - એમ તે કહી રાખે અને સંચાલકો તેનો પણ ઉપયોગ કરે. કોઈની પાસે વિશિષ્ટ કક્ષાનું બુદ્ધિબળ ન હોય પણ શરીરનો મજબૂત હોય તો એ કહે કે, આપણને પ્લાનિંગમાં બહુ સમજ ન પડે, એ તમે કરો પણ મને દોડવાનું કામ બતાવો. હું એ જરૂર કરીશ, તો તેને તેના યોગ્ય દોડાદોડીનું કાર્ય અપાય. આ બધું વિચારતાં આપણને એ વાત સ્પષ્ટરૂપે સમજાવી જોઈએ કે, વહીવટદારમાં અન્ય ગુણોની જેમ ધીરતાનું બળ હોવું અનિવાર્ય છે અને બીજાં પણ બળો જો એની પાસે હોય તો તે વધારે લાભ કરી શકે. ૭ - મડ્યું - મતિમાન-બુદ્ધિમાન : ७ - मतिमान् - बुद्धियुक्तः । मतिविहीनो ह्यनुपायप्रवृत्तेन दृष्टादृष्टफलभाग्भवति । બુદ્ધિશાળી : બુદ્ધિરહિત જીવ અયોગ્ય પ્રવૃત્તિ કરનારો હોવાથી આ લોક અને પરલોકનું ફળ મેળવી શકતો નથી. આથી અહીં ‘બુદ્ધિશાળી’ એમ કહ્યું છે. સંઘસંચાલકનો સાતમો ગુણ મતિમાન છે. એની સ્પષ્ટતા કરતાં દ્રવ્યસપ્તતિકાકારશ્રીએ લખ્યું કે – ‘સ્વત: પ્રશસ્તથીમાન્' ‘સ્વાભાવિક રીતે જ સારી બુદ્ધિવાળો.’ १- देवद्रव्य का विनाश करने में, २- मुनिका घात करने में, ३ - शासन की मलिनता करने में एवं, ४- साध्वी के ब्रह्मचर्य का भंग करने में बोधि की प्राप्तिरूप वृक्ष के मूल में अग्नि लग जाता है अर्थात् ये चार पाप करनेवाले को भावी में सम्यक्त्व - जैनधर्म की प्राप्ति नहीं होती । -संबोध प्रकरण પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૩ Page #110 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિ તો મળી પણ તે પ્રશસ્ત એટલે કે સારી અને તે પણ સ્વાભાવિક રીતે. પરિસ્થિતિવશ, સમય પૂરતો સારી બુદ્ધિવાળો એમ નહિ. સહજપણે જ એને સારા વિચાર આવે, સારું જ સૂજે, સારો જ ઉકેલ ઊઠે, એવી બુદ્ધિવાળો, નિર્મળ, નિષ્પાપ બુદ્ધિવાળો. જેથી એ ધર્મના વિષયમાં દરેક કાર્યોને ધર્મની મર્યાદા મુજબ જ પાર પાડી શકે. જેમની પાસે બુદ્ધિ ન હોય તે પણ ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે લાયક નથી અને જેની પાસે બુદ્ધિ હોવા છતાં એ બુદ્ધિ નિર્મળ ન હોય, સબળી ન હોય, તે પણ ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે લાયક નથી. બુદ્ધિ વગરનો વહીવટદાર ધર્મક્ષેત્રને અને શાસનને ડગલે ને પગલે ખાડામાં ઉતારે છે, અને અપ્રશસ્ત બુદ્ધિવાળો વહીવટદાર તો ધર્મક્ષેત્રને જેને ભરપાઈ ન કરી શકાય, એવા પારાવાર નુકસાનનો ભોગ બનાવે છે. બુદ્ધિ વગરના કે અપ્રશસ્ત બુદ્ધિવાળા લોકોને ધર્મક્ષેત્રમાં ક્યાંય સ્થાન ન આપવું જોઈએ. આજે વહીવટી ક્ષેત્રમાં દાખલ થયેલા ઘણા વહીવટદારો અપ્રશસ્ત બુદ્ધિવાળા હોઈ ધર્મને, ધર્મની મર્યાદાઓને, ધર્મના વ્યવહારોને સાચા અર્થમાં સમજી શકતા નથી અને સમજવાની દરકાર પણ રાખતા નથી. એવા લોકો શ્રીસંઘને-શાસનને પારાવાર નુકસાન પહોંચાડે છે. માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે - सूक्ष्मबुद्ध्या सदा ज्ञेयो, धर्मो धर्मार्थिभिर्नरैः । अन्यथा धर्मबुद्ध्यैव, तद्विघातः प्रसज्यते ।। “ધર્મના ઈચ્છુક લોકોએ ધર્મને હંમેશાં સૂક્ષ્મ બુદ્ધિથી જાણવા જોઈએ, નહિતર ધર્મબુદ્ધિથી જધર્મનો નાશ થાય.” જેણે પણ સ્વયં ધર્મ કરવો હોય, બીજા પાસે ધર્મ કરાવવો હોય, બીજાને ધર્મમાં જોડવા હોય, તેણે પહેલાં ધર્મના સ્વરૂપને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવું જોઈએ. જેના પર આ જવાબદારી આવે છે, તેણે પોતાની મતિને સૂક્ષ્મ બનાવવી જોઈએ, जे णं तित्थयराईणं महई-आसायणं कुज्जा । सेणं अज्झवसायं पडुच्च जाव अणंतसंसारियत्तणं त्ति ।। વાત જાણી આ કોઇ માનશોથ સૂત્ર - महानिशीथ सूत्र ૮૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #111 -------------------------------------------------------------------------- ________________ અગર તો જેની મતિ સૂક્ષ્મ હોય તેણે જ આ જવાબદારી સ્વીકારવી જોઈએ. બુદ્ધિને સૂક્ષ્મ બનાવવા માટે મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કેળવવો જરૂરી છે. એને ખીલવવા માટે અન્ય ઉપાયોની જેમ ગુરુનિશ્રાએ શ્રુતાભ્યાસ કરવો એ પણ એટલો જ જરૂરી છે. વહીવટના ક્ષેત્રે ઉપયોગી ગ્રંથોનું સૂક્ષ્મતાથી અધ્યયન કરવું જરૂરી છે. એ રીતે અભ્યાસ, અધ્યયન, પરિશીલન કરવામાં આવે તો મતિ જરૂર સૂક્ષ્મ બનશે. શ્રી ઉપદેશપદ ગ્રંથના પહેલા ભાગનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે કે બુદ્ધિને કેળવવા માટે, સૂક્ષ્મ બનાવવા માટે, નિર્મળ બનાવવા માટે કેવો કેવો પુરુષાર્થ કરાતો હોય છે ! સંઘ સંચાલક સૂત્રનો અને અર્થનો જાણકાર હોવો જોઈએ, ઉત્સર્ગ અને અપવાદનો જાણકાર હોવો જોઈએ અને નિશ્ચય તથા વ્યવહારનો પણ જાણકાર હોવો જોઈએ. જો એના જીવનમાં જરૂરી સૂત્ર-અર્થનું જ્ઞાન હોય, ઉત્સર્ગઅપવાદનું જ્ઞાન હોય અને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન હોય તો જ તે શ્રીસંઘ અને શાસનનાં પ્રત્યેક કર્તવ્યોને સમ્યફ રીતે પાર પાડી શકે. સૂત્ર-અર્થ, ઉત્સર્ગ-અપવાદ અને નિશ્ચય-વ્યવહારનું જ્ઞાન તે જ મેળવી શકે કે જેની બુદ્ધિ-પ્રજ્ઞા સૂક્ષ્મ હોય. જે વ્યક્તિ આ રીતે સૂક્ષ્મ-પ્રજ્ઞા, માર્ગસ્થ-પ્રજ્ઞાના સહારે આ બધો અભ્યાસ કરે તેને ક્યારે શું કરવું, ન કરવું તેનો વિવેક અંદરથી પ્રગટશે. કેટલીક બાબતો જે એવી હોય છે કે તે સામાન્ય સંયોગમાં ન જ કરાય, આમ છતાં વિશેષ સંયોગમાં એ કરવી જ જોઈએ. એ જ રીતે કેટલાંક કાર્યો એવાં હોય છે કે જે સામાન્ય સંયોગમાં કરવાનાં હોય પણ તે વિશેષ સંયોગમાં ન જ કરવાનાં હોય. આ બધું ઉત્સર્ગ-અપવાદના જ્ઞાનથી નિર્ણત થાય છે. યામાહા , ર દેવા तीर्थकर परमात्मा आदि की जो बडी आशातना करता है, वह अपने भावों के आधार से ठेठ अनंत संसारीपन भी पाता - મનિશા સૂત્ર પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ કોઈપણ પ્રવૃત્તિ કરતાં લક્ષ્ય કયું જોઈએ અને એ લક્ષ્ય બાંધ્યા પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા ક્યારે કઈ પ્રવૃત્તિ કરવી, ન કરવી, એ બધું ઉત્સર્ગ-અપવાદ અને નિશ્ચય-વ્યવહારના જ્ઞાનથી નક્કી થાય છે. ભગવંતે દર્શાવેલી પ્રત્યેક આજ્ઞાનો ઉલ્લેખ સૂત્રમાંથી મળે છે અને એ સૂત્રાત્મક આજ્ઞાનું ઊંડાણ એના અર્થમાંથી મળે છે. એટલે પ્રભુની આજ્ઞાના મૂળ સુધી પહોંચવા સૂત્ર અને અર્થનું જ્ઞાન જરૂરી છે. એ સૂત્રાર્થના જ્ઞાનનો સમ્યગુ વિવેક કરવા ઉત્સર્ગ-અપવાદના જ્ઞાનની જરૂર છે અને એ ઉત્સર્ગ-અપવાદના આચરણ સમયે અંતરંગ પરિણાતિને ઉચિત ઢાળ આપવા અને બાહ્ય વ્યવહારને ઉચિત આકાર આપવા નિશ્ચય-વ્યવહારના જ્ઞાનની જરૂર છે. આ બધું જ્ઞાન પ્રશસ્તબુદ્ધિ, સૂક્ષ્મબુદ્ધિ વિના શી રીતે પ્રગટે ? એ સમજાય એ માટે શાસ્ત્રમાં આવતું એક દષ્ટાંત સમજાવું છું : માસક્ષમણના તપસ્વી એક મહાત્મા હતા. માસક્ષમણના પારણે એક ઉત્તમ શ્રાવકના ઘરે વહોરવા ગયા. શ્રાવકે દરેક વસ્તુનું નામ દઈને વિનંતી કરી. મહાત્માને જે જરૂરી હતું તે વહોર્યું પણ ખરું, પરંતુ એ જમાનામાં જેને ઉત્તમમાં ઉત્તમ અને કીમતીમાં કીમતી કહી શકાય એવા સિંહ કેસરીયા મોદકની વિનંતી કરવાનું શ્રાવક ભૂલી ગયો. મહાત્મા ઉત્તમ હતા, છતાં કર્મયોગે “સિંહ કેસરીયા મોદક મનમાં વસી ગયા. ખાનદાની એવી કે મંગાય નહિ. ગોચરી વહોરી ઉપાશ્રયે આવ્યા. વિધિવત્ ગોચરી વાપરી, દિવસની બધી ક્રિયા કરી, રાત્રે સંથારો કરી સૂઈ ગયા. મનમાંથી મોદક ખસતા નથી, એમાંથી ચિત્તભ્રમ થઈ ગયો. વાયુ મગજ પર સવાર થઈ ગયો. અડધી રાતે ઊઠ્યા, પ્રતિક્રમણની ક્રિયા કરી, પ્રતિલેખન કર્યું, સ્વાધ્યાય કરી લીધો, પોરસી ભણાવીને પાત્રપ્રતિલેખન પણ કરી લીધું. થોડી વાર થઈ અને મધ્યાહ્ન થયું માની ઝોળી નાંખી વહોરવા નીકળી પડ્યા. એ જ શ્રાવકના ઘરે આવી પહોંચ્યા. ચિત્તભ્રમ એટલો પ્રબળ હતો કે “ધર્મલાભના प्रासादो दृश्यते जीणेः प्रत्यवायपद धनम् । ऋणं सर्वमभव्यं प्राग देवर्णं त्वशुभाशुभम् ।। કારણ પડ - વ્યસંતતિ ટીel ૮૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #113 -------------------------------------------------------------------------- ________________ બદલે “સિંહ કેસરીયા મોદક બોલાઈ ગયું. શ્રાવકનાં બારણાં ઉઘાડાં જ હતાં. તરત દોડી આવ્યા અને ઘરના આગેવાન એ શ્રાવક આખી જ પરિસ્થિતિ સમજી ગયા. પોતાની ભૂલનું-પ્રમાદનું જ આ પરિણામ આવ્યું કે મહાત્માની આ દશા થઈ, એવું શ્રાવકને સમજાઈ ગયું. એ શ્રાવક બહુશ્રુત હતા, એમણે અવસર ઓળખી લીધો અને પ્રસંગોચિત કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય પણ કરી લીધો અને તરત જ મહાત્માને બે હાથ જોડીને વિનંતી કરી કે, “ભગવંતપધારો!” આ સ્થાને કદાચ તમે હો તો શું કરો મહાનુભાવ? હું તમને ‘પ્રશસ્તબુદ્ધિ, સૂક્ષ્મબુદ્ધિ' કોને કહેવાય તે બતાવું છું. એનો પરિવાર પણ જાગી ગયો પણ કોઈ પૂછતું નથી કે આ શું કરી રહ્યા છે ! કારણ કે, તેમના જીવનમાં સુહલવો - સારા પરિવારવાળો” પહેલો ગુણ પણ હતો. અંદરોઅંદર વાત કે કાનાફૂસી પણ થતી નથી કે મહારાજને રાત્રે વહોરાવાય ? ઘરના બધા જ સભ્યો માનપૂર્વક ઊભા રહી ગયા. ઘરના મોવડીનું વર્ચસ્વ કેવું હશે ! એમણે દરેકને કેવા કેળવ્યા હશે ! શ્રાવકે ડબ્બામાંથી મોદક કાઢ્યા અને પાનું આખું ભરી દીધું. લાડુ તો વહોરાવી દીધા પણ મહાત્મા તે વાપરીને પોતાનું વ્રત ભાંગી ન દે એની પણ એટલી જ કાળજી લેવાની હતી. એટલે ‘ભગવંત ! પધારો” એમ કહી વળાવવા ગયા. જ્યાં બરાબર ચોક આવ્યો ત્યાં પૂછ્યું : “ભગવંત! પુરિમઢને કેટલી વાર છે ?' એ જમાનામાં આજના જેવી ઘડિયાળો ન હતી. આકાશમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા આદિ જોઈ સમય નક્કી કરાતો. પુરુષની છાયા જોઈ પ્રહર આદિ નક્કી થતા. લાડુ પાત્રમાં આવી ગયા હતા, તેથી મગજ આમેય શાંત બનવા માંડ્યું હતું. મહાત્માએ સમય જોવા આકાશમાં નજર કરી ત્યાં સૂર્ય ન દેખાણો. ચંદ્ર, તારા આદિ દેખાણા. તરત ખ્યાલ આવ્યો કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શ્રાવકે अच्छा महल भी जीर्ण बन जाता है, धन आपत्तियों का स्थान है, सभी पुराना ऋण खराब है और देव का ऋण तो खराब में खराब है। - પ્રવ્યલતતિા ટીલા કાકા ને જ પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૭ Page #114 -------------------------------------------------------------------------- ________________ પોતાને આબાદ ઉગારી લીધાનો પણ ખ્યાલ આવી ગયો. તેમણે તરત જ શ્રાવકને ઉદ્દેશીને કહ્યું : “પુણ્યાત્મન્!તમે મને સમય નથી પૂછયો પણ અવસર ઓળખાવીને મને વ્રતભંગના પાપથી બચાવી લીધો છે. હવે તમે નિશ્ચિત રહેજો, આ મોદકોનો હવે કોઈ ઉપયોગ નહિ જ થાય.” શ્રાવકે તહત્તિ કહીને મવિલામ કર્યું અને પાછા ફર્યા;પણ થયું કે કદાચ હજુ કર્મનો હુમલો આવે અને વતભંગની શક્યતા ઊભી થાય તો બચાવી લઉં, એમ માની અવિશ્વાસ વ્યક્ત ન થાય અને મર્યાદા ન તૂટે તે રીતે મહાત્માથી થોડુંક અંતર રાખી પાછળ પાછળ ગયા. મનમાં ક્યાંય એવો ભાવ ન હતો કે “રંગે હાથ પકડી લઉં.' મહાત્મા ગામ બહાર ગયા. નિર્જનસ્થાન જોઈનીચે બેઠા.ઝોળીમાંથી એક એક લાડુ કાઢીને ત્યાં રહેલી રાખમાં ચોળી વિધિ મુજબ પરઠવવાની ક્રિયા કરી.આ બધું જદશ્ય દૂર ઊભાં ઊભાં જ શ્રાવકે જોયું અને ઊંડો સંતોષ અનુભવ્યો. તેમણે દૂરથી જમુનિરાજને ભાવથી વંદના કરી અને પોતાને ઘરે ગયા. મુનિરાજ પણ ઉપાશ્રયે આવી આલોચના કરી શુદ્ધ થયા.આ કહેવાય પ્રશસ્તબુદ્ધિ, સૂક્ષ્મબુદ્ધિ. સંઘનો વહીવટ કરનાર પુણ્યાત્માના જીવનમાં આવા તો અનેક પ્રશ્નો અવાર-નવાર આવવાના. ક્યાંક સાધુની ભૂલ હોય, ક્યાંક સાધ્વીની ભૂલ હોય, ક્યાંક શ્રાવકની ભૂલ હોય કે ક્યાંક શ્રાવિકાની ભૂલ હોય; ચારેય શ્રીસંઘનાં જ અંગ છે, એમાંથી કોઈનેય ઉઘાડા પડાય નહિ. એ જ રીતે એમની ભૂલને પોષાય પણ નહીં કે એ સામે આંખ આડા કાન પણ કરાય નહીં. આવા પ્રસંગે એક એક પગલું સૂક્ષ્મબુદ્ધિથી પૂર્ણ વિવેકપૂર્વક ભરવું જોઈએ અને એ ભૂલનો આ રીતે પ્રશસ્તબુદ્ધિ અને સૂક્ષ્મબુદ્ધિથી નિકાલ લાવવો જોઈએ. તમારી ખુદની જ દીકરીનો માનો કે ક્યાંક ખોટા રસ્તે પગ પડી ગયો હોય અને કોઈ તમને કહેવા આવે તો તમે શું કરો ? કહેવા આવનાર સાથે તમે કેવી વાત કરો ? અને દીકરીને એકાંતમાં લઈ જઈને તમે એને શું કહો ? એ બધી વાત તો તમારા અનુભવની જ છે ને ? આ બધું તમને કોણે શિખવાડ્યું. જેવો નો કટકો न कयं दिणुद्धरणं न कयं साहमियाण वच्छल । हिययंमि वीअराओ, न धरिओ हारिओ जम्मो ।। - વિટીલ ૮૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવેક ત્યાં કરવાનો છે, એવો જ વિવેક અહીં પણ ક૨વાનો છે. પણ એ શક્ય ત્યારે બને કે દીકરી મારી છે એવું જેમ હૈયે બેઠું છે, તેવું જ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા મારાં છે એમ લાગે ત્યારે . શ્રીસંઘ પ્રત્યે મારાપણાનો ભાવ હોય અને પ્રશસ્તબુદ્ધિ પ્રગટી હોય તો જ આવા પ્રસંગોમાં વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થઈ શકે, જેનાથી સંઘ-શાસનનું, પોતાનું અને સામાનું હિત થઈ શકે. સંઘના દરેક અંગના અવગુણો ઢાંકવાની અને આશાતના નહિ કરવાની વાત સમ્યગ્દર્શનના ૬૭ બોલમાં આવે છે. ‘ગુણસ્તુતિ અવગુણ ઢાંકવા જી, આશાતનની હાણ’ – આ પંક્તિ સાંભળી છે ને ? અવગુણ ચલાવી લો એમ નથી કહેતા પણ એને ચગાવવાના તો નથી જ, એને ઢાંકવાના છે અને વિવેકપૂર્વક દૂર કરવાના છે. સંઘના કોઈપણ અંગના અવગુણ ચલાવી ન લેવા એ કર્તવ્ય છે, પણ એને ચગાવવા એ અકર્તવ્ય છે. આ વાત સમજવા માટે વર્ષો પૂર્વે ભાવનગરમાં બનેલ એક ઘટનાની વાત કરું : મારા પ૨મતા૨ક ગુરુદેવશ્રીએ પોતાના પ્રારંભિક વર્ષોમાં જોયેલી-જાણેલી આ વાત છે. ભાવનગરના એક ઉપાશ્રયમાં બે વયોવૃદ્ધ સાધુ રહેતા હતા. કોઈ કારણે બંનેમાં અણબનાવ થયો. વાત આગળ વધી બોલાચાલીથી મારામારી સુધી પહોંચી, લોકોનું ટોળું ભેગું થઈ ગયું. ભેગા થયેલા લોકો મહાત્માઓ માટે જાતજાતની વાતો કરવા લાગ્યા. એટલામાં આગેવાનને કોકે ખબર આપી. તે આવ્યા. એ આગેવાનનો પ્રભાવ એવો હતો કે એમને આવતા જોઈને જ ટોળું વીખરાયું. એમાંથી એકને પકડ્યો અને પૂછ્યું કે શું વાત છે ? કેમ બધા આ રીતે ભેગા થયા હતા ? એણે કહ્યું : ‘મહારાજ સાહેબ ઝગડો-મારામારી કરતા હતા એટલે’ આ સાંભળી તરત જ આગેવાને એને ધમકાવીને કહ્યું : ‘તારા ઘરમાં તારાં મા-બાપ ઝગડતાં નથી ? ચાલો ૨વાના થાઓ અહીંથી’– એમ કહીને એ નિસને ? - ટીન-લુાલીયોં યા ઉદ્ધાર ન વિયા, ૨ - સામિ वात्सल्य न किया, ३ - वीतराग परमात्मा को हृदय में धारण न किया, उसने यह जन्म व्यर्थ गँवा दिया है । - धर्मबिंदु टीका પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૮૯ Page #116 -------------------------------------------------------------------------- ________________ બધાને રવાના કર્યા અને પછી આગેવાન ઉપાશ્રયમાં દાખલ થયા.એમને જોઈને બન્નેય વૃદ્ધ મહાત્માઓ ભય પામી ગયા. આગેવાને જાણે કશું જ ન બન્યું હોય તે રીતે મોટેથી ‘સ્થિણ વંલક' કહ્યું. નજીક જઈને બન્નેય મહાત્માઓને વિધિવત્ વંદન કર્યું. જે મહાત્માને વાગ્યું હતું, તેમને તપાસી દવા વગેરે લગાડી આપી, ઉપચાર કર્યો. પછી હળવાશથી પૂછ્યું, આ વાગ્યે શી રીતે ? મહાત્માઓ હૈયાના સરળ હતા. આવેશમાં આવી ગયા, ભૂલ થઈ ગઈ એ બધું ખરું, પણ મનમાં કપટનો કોઈ ભાવ ન હતો, છુપાવવાની કોઈ વૃત્તિ ન હતી. સહજતાથી કહ્યું કે, આવા કારણે ઝઘડો થયો અને એમને મારવા જતાં મને વાગી ગયું. આગેવાન શ્રાવકે બન્નેય મહાત્માઓને ભેગા બેસાડ્યા. કહેવા જેવું બધું જ કહીને તમારા કારણે આજે શાસનની કેટલી બધી અપભ્રાજના થઈ, એ પણ સમજાવ્યું. જરૂર લાગી ત્યાં કડક થઈને મરચાં લાગે એવું પણ કહ્યું. બન્નેયની આંખોમાં આંસુ હતાં. હૃદયમાં પશ્ચાત્તાપનો ભાવ હતો. બન્નેએ પરસ્પરની ક્ષમાપના કરી અને ફરી ક્યારેય આવું નહીં થાય તેવી આગેવાન શ્રાવકને ખાતરી આપી. પ્રશસ્તબુદ્ધિવાળા, આવા સૂક્ષ્મબુદ્ધિશાળી વિવેકી આગેવાનો, વહીવટદાર શ્રાવકો હોય તો તેઓ શ્રીસંઘ અને શાસનની કેવા કેવા અવસરે, કેવી કેવી સેવા, રક્ષા, પ્રભાવના કરી શકે! મારા પરમતારક ગુરુદેવશ્રીજી કહેતા હતા કે, “શરૂઆતમાં તો હું બહુ ગભરાઈ ગયો હતો કે હવે શું થશે ? પણ આ પુણ્યાત્માએ જે રીતે વિવેકપૂર્વક કામ કર્યું, તે જોઈને મનને ઘણો સંતોષ થયો. શ્રીસંઘના આગેવાનો કેવા હોવા જોઈએ તે આના ઉપરથી સમજાવું જોઈએ. સભા : શ્રાવકથી આવું કરાય? આવું એટલે કેવું? આવું ન કરાય તો શું ગામમાં વાતો કરાય? વિનય અને કામ છે . दिनं सुहं पि दाणं होइ कुपत्तमि असुहफलमेव । सप्पस्स जहा दिनं, खीरं वि विसत्तणमुवेइ ।। I - યુનાન પ્રગોપાલ ૯૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવેકપૂર્વક હિતકારી જે પણ કરવું પડે તે બધું જ કરાય અને કરવું જ જોઈએ. મા-બાપ જેવા બનો તો બધા જ અધિકાર મળે. પણ યાદ રહે કે કડક થઈને જે અનુશાસન ક૨વાનું છે, તે એકાંતમાં ક૨વાનું છે, જાહે૨માં નહિ. જાહેરમાં તો સાધુનો બચાવ જ કરવાનો હોય. ટ્રસ્ટી બનો તો આવી આવડત કેળવવી પડશે. પ્રશસ્ત અને સૂક્ષ્મબુદ્ધિ હોય તો જ આ આવડત આવે. પહેલાં મા બનવાનું, પછી જ બાપ બનાય. એ માટે હૈયું પણ એવું કેળવાયેલું જોઈએ. શાસ્ત્રોમાં શ્રાવકશ્રાવિકાને સાધુ-સાધ્વીનાં અમ્મા-ળિયા માતા-પિતા કહ્યાં છે, આ જવાબદારી આગેવાન શ્રાવકોએ સવિશેષ અદા ક૨વાની હોય છે. ૮ - ઘમ્મરાળી - ધર્મરાગી - - ૮ - ધર્મરાળી - શ્રુત-ચારિત્ર-ક્ષળધર્માનુર : | धर्माननुरागी ह्युक्तगुणकलापोपेतो न जिनभवनविधाने प्रवर्त्तते । प्रवृत्तावपि नाभिप्रेतफलसिद्धिभागिति नासावधिकारी । ધર્મરાગી : એટલે શ્રુત અને ચારિત્રરૂપ ધર્મમાં અનુરાગવાળો. ધર્મરાગરહિત જીવ મંદિર બધાવવાની (કે ધર્મનો વહીવટ કરવાની) યોગ્યતાના સૂચક બીજા અનેક ગુણોથી યુક્ત હોય તો પણ જિનમંદિર બંધાવે નહિ; (કે ધર્મનો વહીવટ કરે નહિ) આમ છતાં, કદાચ બંધાવે (કે ધર્મનો વહીવટ કરે) તો પણ ઈષ્ટ (શુભભાવ વૃદ્ધિ, શાસન-પ્રભાવનાદિ) ફળ મેળવી શકે નહિ. માટે ધર્મનો રાગ ન હોય તે વ્યક્તિ અધિકારી નથી. સંચાલક બનવાવાળા પુણ્યાત્માઓનો આઠમો ગુણ છે ધર્મનો રાગ. ધર્મ જ સર્વશ્રેષ્ઠ છે, એ જ તારણહાર છે, એટલે બધા કરતા વધુ રાગ ધર્મ ઉ૫૨ જોઈએ. ‘સંસાર, ધંધો, વ્યવહા૨ ગૌણ કરીશ પણ હું મારા ધર્મને તો ગૌણ નહીં જ કરું' આવો નિર્ધાર ધર્મરાગમાંથી પ્રગટે છે. ‘મારે મારું ઘર જાળવીને પછી ધર્મ ક૨વો છે’ એવું માને તેવાનું અહીં ધર્મક્ષેત્રના વહીવટમાં કામ નથી. અવસર साँप को दिया गया दूध जैसे विषत्व को पाता है - वैसे कुपात्र में दिया गया दान भी अशुभ फल को ही देनेवाला વનતા હૈ । कुमारपाल प्रतिबोध પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ આવ્ય ઘર-પેઢીનું કામ ગૌણ કરીને પણ ધર્મને સાધી લેવાનું મન હોય તે જ આ સંચાલનનો અધિકારી છે. એક સાથે ધર્મનું અને સંસારનું : બંનેનું કાર્ય આવી પડે ત્યારે તમે કયું કામ પહેલાં કરો ? જે ધર્મરાગી હોય તે પહેલું કામ ધર્મનું જ કરે. સંયોગવિશેષમાં સંસારનું કામ પહેલું કરવું પડે તો એનું હૈયું ડંખતું હોય. ધર્મનો રાગી હોય તે રાત્રિભોજન ન કરે, અભક્ષ્ય ન ખાય, અપેય ન પીએ, હોટલમાં ન જાય, શ્રાવકને ન છાજે એવું એક કામ એના જીવનમાં ન હોય. તમે જ કહો અમે સાધુ કેટલા કલાકના ? સભા ચોવીસે કલાકના ! ચોવીસે કલાકના અને જીવનભરના, બરાબર ? અમારે માટે કોઈ વેકેશન કે રીસેસ હોય ? ના, પાટ પર હોઈએ ત્યારે જ સાધુ કે બધે જ સાધુ? એવો જ પ્રશ્ન તમને પણ કરી લઉં? તમે શ્રાવક કેટલા કલાકના? તમે ભલે સંસારમાં રહો, સંસારની બધી ક્રિયા કરો પણ તે શ્રાવકપણાની મર્યાદામાં રહીને જ કરો છો ને ? તમે સંસારમાં છો એટલે તમારે વેપાર પણ કરવો પડે અને વ્યવહાર પણ કરવો પડે. છોકરાનાં લગ્ન પણ કરવાં પડે અને છોકરીનાં લગ્ન પણ કરવાં પડે. પણ એ બધું તમે શ્રાવકપણાની મર્યાદામાં રહીને જ કરો ને ? તમે વેવાઈ, વેપારી કે કોઈપણ સંસારી સંબંધી ખરા, પણ એની પહેલાં શ્રાવક તો ખરા જ ને ?તમારી પહેલી ઓળખ કઈ ? શ્રાવકરૂપે કે વેવાઈ, વેપારીરૂપે ? જેને જેના પર રાગ તેને એ વસ્તુ વિના ચેન ન પડે. તમે જો ધર્મરાગી હો તો તમને ધર્મ કર્યા વિના ચેન ન જ પડે ? એવા એવા પણ વહીવટદારો હોય છે કે જે બાર મહિને બાર વખત પણ દેરાસરે ન જતા હોય, નબળાં વ્યસનોમાં ફસાયા હોય, એમની સામાજિકવ્યાવહારિકનીતિમત્તા પણ સાવ નીચી હોય. એવા આત્માઓ જ્યારે ધર્મક્ષેત્રોનો વહીવટ કરે ત્યારે તેઓ અહિત કરી બેસે છે. હું કોકને કહેવા નથી બેઠો પણ तुच्छं पि सुपत्तमि उ, दाणं नियमेण सुहफलं होइ । जह गावीए दिनं, तिणं पि खीरत्तणमुवेइ ।। - कुमारपाल प्रतिबोध ફ્રકાર છે ૯૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #119 -------------------------------------------------------------------------- ________________ બધા જ પોતપોતાનું આત્મનિરીક્ષણ કરે અને જ્યાં પોતાની ક્ષતિ દેખાય ત્યાં સુધારો કરે એ માટે કહું છું. મેં એવા પણ વહીવટદાર જોયા છે કે જે દેરાસર ખૂલે ત્યારે હાજર રહે, કેટલા ભગવાન છે, કેટલા ધાતુના ભગવાન છે, કેટલા સિદ્ધચક્રજી છે, અલંકાર, આંગી, મુકુટ ચીજવસ્તુ બધી બરાબર છે કે નહિ તેની એક નજરમાં પરખાઈ જાય. પૂર્વે તો દેરાસરમાં સેંકડો પ્રતિમાજી રહેતાં છતાં આવા વહીવટદારો બધું ધ્યાનમાં રાખતા. દેરાસર બંધ થાય તે વખતે પણ એ હાજર હોય. બધું ચેક કરી લે પછી જ દેરાસર મંગળ થાય, પેઢીનો રોજે રોજનો હિસાબ એ જ દિવસે ચોખ્ખો થવો જોઈએ એ બધાનું એ ધ્યાન રાખતા. બીજા દિવસ ઉપર ન રાખે કે જેથી જે ગોટાળો વાળવો હોય તે વાળી શકાય. આજે તો વહીવટો મુનિમોના ભરોસે ચાલે, એ લખીને લઈ આવે અને શેઠ પેઢીમાં બેઠાં બેઠાં એના ભરોસે ચેક પર સહી કરી આપે. દેરાસરો તમે સોંપ્યાં પૂજારીઓને, ગુરુભગવંતોને સોંપ્યા મુનિમ-મહેતાજીને, જ્ઞાનભંડાર સોંપ્યા લાયબ્રેરીયનોને, તમારે પોતાને શું કરવાનું રહ્યું? એક વાત કહેવી છે ખોટું લગાડશો નહિ. આજે તમે ધર્મક્ષેત્રોનો જે રીતે વહીવટ કરો છો એ જ રીતે તમારી પોતાની પેઢીઓનો વહીવટ કરો તો ઉઠમણું જ કરો ને! ત્યાં સંસારમાં તો કદાચ આજે ઉઠમણું કરીને આવતીકાલે પાછા બેસીય જશો પણ અહીં ધર્મક્ષેત્રમાં જો તમારું ઉઠમણું થાય તો ક્યારેય બેઠા થઈ શકશો નહિ. ભવોભવમાં ઉઠમણાં ચાલુ રહેશે. ઘણા સારા સંઘો પણ છે જેમનો વહીવટ ઉત્તમ કક્ષાનો ચાલે છે. પણ મારે તો તમારામાં રહેલા દોષ બતાવવાના છે, જેથી સુધાર થઈ શકે. અમારો વહીવટદાર જો પોતે દેશવિરતિ કક્ષાનો હોય તો એના જીવનમાં ઉભય ટંકનું પ્રતિક્રમણ હોય ને?એ સામાયિક-પૌષધ આદિ આરાધના તો કરે જ ને ? વહીવટદાર જો સમકિતધારી હોય તો એ દેવપૂજા, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ, વ્યાખ્યાનશ્રવણ વગેરે કાર્યો તો કરે જ ને? એ રીતે जैसे गाय को दिया हुआ तृण (घास) भी दूध बन जाता है, वैसे सुपात्र में दिया हुआ अल्प भी दान बेशक शुभ फलदायी વનતા રે ! ___ - कुमारपाल प्रतिबोध પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૩ Page #120 -------------------------------------------------------------------------- ________________ જો એ કરે, તો જ કહેવાય કે ધર્મનો રાગ છે. મારા પરમતારક ગુરુદેવ સાવ સાદા-સરળ શબ્દોમાં આ વાત કહેતા : - દેરાસર તારનારું છે, ઘર ડુબાડનારું છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? – ઉપાશ્રય તારનાર છે, પેઢી ડુબાડનારી છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? ધર્મસામગ્રી તારનારી છે, સંસારસામગ્રી ડુબાડનારી છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? ધર્મપ્રવૃત્તિ તારનારી છે, સંસારપ્રવૃત્તિ ડુબાડનારી છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? - - ધર્મજનો તારનારા છે, ઘર ડુબાડનારું છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? તમારા હૈયાનો લગાવ, ઢાળ ક્યાં છે એના આધારે તમને ધર્મનો રાગ છે કે નહિ તે નક્કી થાય. સભા : અઘરું છે. અઘરું જ છે. ધર્મક્ષેત્રનું સંચાલન એ કાંઈ નાના છોકરાના ખેલ નથી, એ માટે ઘણી ગુણરાશિ, પુણ્ય, આવડત વગેરે બધું જ જોઈએ. સભા ઃ ટ્રસ્ટની પેઢી પર ટ્રસ્ટી રાત્રે ખાય છે. (સભામાં હસાહસ) આ હસી કાઢવા જેવી વાત નથી. આજે ઘણાં સ્થાને આ ઘટના વાસ્તવિકતા બની ગઈ છે. દુઃખદ વાત છે આ. પારાવાર વેદના થાય છે આ સાંભળીને. તમે વાતે વાતે તમારા માટે ‘અમે સંઘ, અમે પચ્ચીસમા તીર્થંકર છીએ' : એમ બોલી પોતાની વાત મનાવવાનો - સાધુઓ ઉપર પણ દબાણ લાવવાનો પ્રયાસ કરો છો. અમને પણ ખબર છે કે સંઘ પચ્ચીસમો તીર્થંકર છે. આજે સવારે પહેલાં મંગલ શ્લોક પણ એનો જ હું બોલ્યો હતો. તીર્થંકર પણ એ સંઘને નમે. જે સંઘને તીર્થંકરો નમે તે સંઘની લાયકાત કેવી હોય અને એની જવાબદારી શું હોય એ ૯૪ जिनवर आणारहियं वड्डारंता वि के वि जिणदव्वं । बहुति भवसमुद्दे, मूढा मोहेण अन्नाणी ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન द्रव्यसप्ततिका Page #121 -------------------------------------------------------------------------- ________________ સમજો છો ? એ હૉટલમાં મજેથી ખાનારો હોય ? અભક્ષ્ય મજેથી ખાનારો હોય? અપેય ઠંડાં પીણાં મજેથી પીનારો હોય ? પાનમસાલા અને ગુટકા આદિ મજેથી ખાનારો હોય ? સિગારેટ-બીડી પીનારો હોય ? આ બધું એ કરે છતાં એને એનું દુઃખ પણ ન હોય, એને એ ખોટું પણ ન માનતો હોય; આમ છતાં એ પોતે પોતાને સંઘ મનાવે, પોતાને પચ્ચીસમો તીર્થકર કહેવરાવે અને એ સાધુને પોતાની આજ્ઞા માનવાનું કહે, તે ચાલે? ભગવાનની આજ્ઞા સાથે જેને કશી લેવાદેવા ન હોય, શ્રાવકપણાના સામાન્ય આચારો માટે પણ જેને લગાવ ન હોય, નિંદ્ય પ્રવૃત્તિ કરવામાંય જેને થડકારો ન હોય, પ્રાથમિક કક્ષાની વ્યવહારશુદ્ધિ જાળવવાનો પણ જેનો ભાવ ન હોય, એવા લોકોનો સમૂહ ભેગો થાય, શું એને સંઘ કહેવાય ? શું એને પચ્ચીસમો તીર્થકર કહેવાય? શું એની આજ્ઞા સાધુઓએ શિરસાવંઘ કરવાની ? જો આવું કરવાનું થાય તો પરિણામ શું આવે? અમે વિહાર કરતાં છાંયડો મેળવવા ક્યાંક પાનના ગલ્લા પાસે ઊભા રહી શકીએ ?નહીં; કારણ કે, એમાંથી કોઈને કાંઈક ગેરસમજ થવાની શક્યતા છે. આવું ન થાય તે જોવાની જો અમારી જવાબદારી હોય તો તમારી પણ કાંઈ જવાબદારી ખરી કે નહિ ? આજે એકગાંઠ વાળીને જાઓ કે હવે પછી આવું કશું જ અધર્મપોષક અમારા જીવનમાં નહીં હોય.અહીંઆવ્યો (પાવાપુરીમાં)તો જાણવા મળ્યું કે અહીંરાત્રે ખાવાનું-ખવડાવવાનું તદ્દન બંધ છે. એટલું જ નહિ એકએક રૂમમાં પણ એનું પાલન થાય એ માટે તપાસ કરાય છે. આ ખૂબ સારી વાત છે. એક એક તીર્થમાં આવા નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઈએ. આજે તો ધર્મશાળાઓ A/C વાળી થવા લાગી છે. ધર્મશાળાઓમાં ડબલ બેડ આવી ગયા છે. કેટલી સુવિધાઓ વધી?આ. સુવિધાઓને ધર્મની સુવિધા કહેવાય કે અધર્મની ? તીર્થસ્થાનોમાં સુવિધા શાની જોઈએ? ધર્મ કરવા માટેની કે અધર્મ કરવા માટેની ? આવી બધી સુવિધાઓ 'जिनेश्वर परमात्मा की आज्ञा से विपरीत तौर-तरीकों से जो कोई भी व्यक्ति देवद्रव्य की वृद्धि भी करे, तो भी वे अज्ञानी एवं मूढ व्यक्ति मोहवश भवसमुद्र में डूब जाते हैं । - द्रव्यसप्ततिका પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ આપવાના પરિણામે ધર્મ વધે કે ઘટે ?આ ધર્મશાળા છે, આ કોઈ પાથશાળા કે મુસાફિરખાનું નથી કે એમાં A/c, ડબલ બેડ જેવી પાપકારી સુવિધા અપાય. એ આપવી હોય તો ધર્મશાળા નામ કાઢી નાંખવું પડે. ૯ - ગુરુપૂગારપર - ગુરુપૂજા કરવામાં રતિઃ ૧ - ગુરવ - પૂજ્ય કોવિક છોકોત્તરશા लौकिकाः पित्रादयो वयोवृद्धाश्च । लोकोत्तरास्तु धर्माचार्यादयः । तेषां पूजाकरणे यथोचितविनयाद्यर्चाविधौ रतिरासक्तिर्यस्य स तथा । गुरुपूजाकरणरतो वा । एवंविधो हि जनप्रियत्वेन ससहायतया समारब्धसाधनसमर्थो भवति । ગુરુજનપૂજકરણરતિ : એટલે માતા-પિતા વગેરે લૌકિક ગુરુ અને ધર્માચાર્ય વગેરે લોકોત્તર ગુરુની ઉચિત વિનયાદિરૂપ પૂજા કરવાના દિલવાળો. આવો જીવ લોકોના પ્રેમનું સંપાદન કરી શકે છે. આથી આરંભેલું કાર્ય લોકોના સહકારથી પૂરું કરી શકે છે. લોકોની સહાયથી રહિતનું કાર્ય અધૂરું રહે એ સુસંભવિત છે. ધર્મક્ષેત્રના વહીવટ માટે જરૂરી બાર ગુણો પૈકી “ગુરુપૂજા કરવામાં રતિ નામનો નવમો ગુણ છે. અહીં ગુરુ તરીકે માતા-પિતા વગેરે સાંસારિક વડીલો અને ધર્માચાર્ય વગેરે ધર્મગુરુઓ સમજવાના છે. આ બન્ને પ્રકારના ગુરુજનોની સેવા-પૂજા, ભક્તિ વગેરે કરવામાં સહજપણે આંતરિક રુચિ હોવી જોઈએ, અને જો એ રુચિ હોય તો જ જ્યારે જ્યારે એમની સેવા-ભક્તિ કરવાની તક મળે ત્યારે એને આનંદ આવે. આવી વ્યક્તિ જો વહીવટના ક્ષેત્રમાં હોય તો ધર્મગુરુઓની અને સંઘના વડીલોની સેવા-ભક્તિ, મર્યાદા વગેરેનું સમુચિત પાલન થઈ શકે. નાના-મોટાનો વિવેક સહજપણે જળવાઈ શકે. આ ગુણ કૃતજ્ઞતા, નમ્રતા અને ગુણગ્રાહિતાના સરવાળારૂપે પ્રગટતો હોય છે. अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते च षोडशे वर्षे, समूलं विनश्यति ।। પ .. ' , , , મારા ૯૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #123 -------------------------------------------------------------------------- ________________ જેનામાં આ ગુણ પ્રગટ્યો હોય, તે સામાન્ય રીતે જ સૌને માટે પ્રિય બને છે. તેને વહીવટનાં દરેક કાર્યોમાં સૌનો સહકાર મળી રહે છે, જેને કારણે આરંભેલાં દરેક કાર્યો સારી રીતે પૂર્ણ થાય છે. બીજી રીતે પણ વિચારીએ તો, સાધક આત્માને માટે દેવ પછી ગુરુ જ શરણરૂપ હોય છે, કેમ કે, ગુરુ જ દેવ અને ધર્મને ઓળખાવે છે. પિતાના સ્થાને દેવ છે તો માતાના સ્થાને ગુરુ છે. માતા સંતાનને જન્મ આપે છે. સંતાન પણ પહેલાં માતાને ઓળખતો થાય છે. એ સમજણો થાય ત્યાં એની માતા એને પિતાની ઓળખાણ કરાવે છે. એ રીતે ગુરુ આપણને દેવની ઓળખ કરાવે છે. એવા ગુરુની સેવા કરવી એ સાધકનું પરમ કર્તવ્ય છે. તમે પણ અમારી ખૂબ સેવા-ભક્તિ કરો છો, અમારી ઘણી કાળજી લો છો એની ના નથી; પણ એ અમારા શરીરની કે આત્માની ? અમારા સંયમની કેટલી કાળજી લો ? તમે અમને આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર, કંબળ-ઔષધિ, વસતિ (સ્થાન) આદિ બધું જ પૂરું પાડો છો પણ અમારું સંયમ નિર્મળ બની રહે એ માટે શી કાળજી લો છો ? તમે અમને આહાર-પાણીથી લઈ વસ્ત્ર-વસતિ સુધી દરેક બાબતો નિર્દોષ આપો તો તમે અમારા સંયમની ચિંતા કરી એમ કહેવાય, અને નિષ્કારણ સદોષ આપો તો એમાં અમારા સંયમની ચિંતા નથી કરી એમ કહેવાય. મારે તમને કહેવું છે કે તમે અમને અમૃત ભોજન આપો. સમજ્યા નહીં? તમે અમને લૂખુંસૂકું ભોજન પણ આપો પણ જો એ નિર્દોષ હશે તો અમારા માટે અમૃત ભોજન બનશે; જો દોષિત હશે તો એ વિષરૂપ બની જશે. અમારા સંયમબળની હિંસા કરનારું બનશે. શાસ્ત્રકારો દોષિત ભિક્ષાને પૌરુષષ્મી ભિક્ષા એટલે સંયમબળઘાતિની ભિક્ષાના નામે ઓળખાવે છે. કેટલાક તો અમને કહે “મહારાજ! સાધુના દોષ તો સાધુ જ જાણે ને ? અમારે જાણવાની શી જરૂર ?' મારે એમને કહેવું પડે, ભાઈ ! તમારો પણ એ अन्याय से प्राप्त धन दश वर्ष तक टिकता है । सोलहवे साल में तो वह मूडी के साथ नाश पाता है । - નીતિશાસ્ત્ર પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૭ Page #124 -------------------------------------------------------------------------- ________________ દોષમાં હિસ્સો છે, માટે તમારે પણ જાણવાની જરૂર છે. કુલ બેંતાળીસ દોષ લાગતા હોય છે, એમાંથી પહેલા સોળ દોષ તમારી ગરબડમાંથી ઊભા થાય છે, પછીના સોળ દોષ અમારી ગરબડમાંથી ઊભા થાય છે અને છેલ્લા દશ દોષ તમારી અને અમારી ભાગીદારીથી ઊભા થાય છે. તમે કદાચ અમારી ગરબડમાંથી ઊભા થતા દોષ ન જાણો પણ તમારાથી અને તમારી-અમારી ભાગીદારીથી ઊભા થતા દોષ ન જાણો તો કેમ ચાલે ? આ તો અહીં માત્ર થોડાક છાંટણાં કરું છું. અવસર નથી કે સવિગત સમજાવું, પણ અવસર મેળવી તમારે સમજવા તો પડશે જ. આજે અજ્ઞાન કેટલું ઘર કરી ગયું છે!તમે જે બોલો છો તેના અર્થની પણ ઘણીવાર તમને ખબર હોતી નથી. એક નાનો દાખલો આપું. તમે અમને વંદન કરવા આવો ત્યારે ઈચ્છકાર સૂત્ર બોલો છો ? સભા : હા. એમાં “ભાત-પાણીનો લાભ દેજોજી. બોલો છો ? સભા : હા. આ તમારી વિનંતી સાંભળીને અમે અમારા સાધુને તમારા ઘરે ભાત અને પાણી લેવા મોકલીએ તો બંને મળે ખરાં ? કે પછી એકલો આહાર જ મળે અને પાણી માટે આંબેલ ખાતે જવાનું કહો? જો એમ જ અમારે જવાનું હોય તો પછી તમારે ઈચ્છકાર સુધારવો જોઈએ ને ? ભાત પાણીનો લાભ દેશોજી ના બદલે ‘ભાતનો લાભ દેશોજી” અને પાણી માટે “આંબેલ ખાતે જશોજી' એમ બોલવું જોઈએ ને ? તમારે ત્યાં ઉકાળેલ પાણી મળે ? સાધુ-સાધ્વી વહોરવા આવે તો કહી દો છો ને કે “સાહેબ થોડી વાર પછી પધારજો, એ માટલાં મૂકી દઉ .” એ પાણી ઊકળ્યું કોના માટે ? તમે જ જો સચિત્તના ત્યાગી હોત, તમારે ઉકાળેલા પાણીનો નિયમ હોત તો સ हरिऊण य परदव्वं पूअं तो कुणइ जिणवरिंदाणं। दहिऊण चंदणतरं कुणइ इंगालवाणिज्जं ।। ( શાક - સતિશ ટa ૯૮ જેસંઘના મોભીઓને માર્ગદર્શન Page #125 -------------------------------------------------------------------------- ________________ તમારે ત્યાંથી નિર્દોષ પાણી મળત ને ? સાધુ-સાધ્વીજીના સંયમની સાચી ચિંતા જો તમને થાય તો આ શક્ય બને. કોલેજીયન ગર્લ. એટીકેટમાં ઊછરેલી. આમ છતાં લગ્ન થયા પછી દીકરો જન્મે ત્યારે એને કેમ ઊંચકવો, કેમ રમાડવો, કેમ પંપાળવો, કેમ નવડાવવો, કેમ ઝાડો-પેશાબ કરાવવો એ બધું જ એને આવડી જાય ? ક્યાં શીખવા ગઈ હતી એ ? અંદર માતૃત્વભાવ પેદા થાય કે બધો જ વ્યવહાર આવડી જાય, અને એ માટે એ પોતાની બધી જ એટીકેટ છોડીને જ્યારે જે કરવું પડે તે બધું જ કરે. તેમ અહીં સાધુ-સાધ્વીજી પ્રત્યે ભક્તિભાવ, પૂજ્યભાવ પેદા થાય તો એમની પૂજાના પ્રકારો બધા જ આવડી જાય. દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે જે દિ' સમર્પણભાવ જાગશે તે દિવસે પોતાની મેળે ભાવ જાગશે. કેટલાક અમને આવીને કહે, ‘મહારાજ સાહેબ, અમારા ગામમાં કોઈને સાધુની પડી જ નથી. આ તો સારું છે કે, અમારું ઘર એમને સાચવે છે. મહારાજ સાહેબ, સાચું કહું કે ઘ૨માં બધાં રાત્રે ખાય છે, છતાં મેં કહી રાખ્યું છે કે સાંજે પાંચ વાગે બધી રસોઈ તૈયાર થઈ જવી જોઈએ. બિચારા મહારાજ ક્યાં જાય ? આપણે જ બધો લાભ લઈએ છીએ સાહેબ !’ આ ભક્તિ છે કે ફજેતી ? તમે બધા રાત્રિભોજનના ત્યાગી હો અને સાંજે સમયસર જમતા હો તો આ પ્રશ્ન ન આવત. સાધુ-સાધ્વીજીને સંયમદેહ ટકાવવા જોઈતું દ્રવ્ય નિર્દોષ મળી જાત. તમે સવારે ઊઠીને સીધા ચા-પાણી કરીને રવાના થઈ જાઓ તો સાધુ-સાધ્વીને નવકા૨શી નિર્દોષ ક્યાંથી મળે ? તમે પોતે નવકારશી કરતા હો તો એ ટાઈમે સાધુ-સાધ્વીને પણ નિર્દોષ મળી શકે ને ? સાધુ-સાધ્વીઓને વસ્ત્ર-પાત્ર વગેરે પણ તમારી પાસેથી જ વહોરવાનો વિધિ છે. ગૃહસ્થ જે વાપરતા હોય કે વાપરી લીધાં હોય તેવાં વસ્ત્રો વહોરી, સાધુસાધ્વી પોતાનો નિર્વાહ કરતાં હતાં. પણ આજે જો તમારી પાસે સાધુ-સાધ્વી વહો૨વા આવે તો તમારે ત્યાં શું મળે ? પેન્ટ કે સૂટનું કાપડ જ ને ? આજે તો परद्रव्य का हरण कर जो उससे जिनेश्वर की पूजा करता है, वह मानो चंदन के वृक्ष को जलाकर कोयला कर बेचने का धंधा करता है । द्रव्यसप्ततिका टीका - પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૯૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ એ પણ ગયું, સીધા બજારમાં જઈને ટેલરમેઈડ-રેડીમેઈડ લઈ પહેરીને જ બહાર આવે પછી નિર્દોષ ક્યાંથી મળે ? સાધુ ભગવંતો મારા ગુરુદેવ છે, પંચમહાવ્રતધારી છે, મને મોક્ષમાર્ગ આપનાર છે, સાચી સમજ આપનારા, ભવસમુદ્રમાંથી ઉતારનારા છે, એમ લાગે તો એમનું સંયમ સારું જળવાય, એ માટે બધું જ કરવાનું મન થાય. રોજ સવારે દેરાસરે દર્શન-વાસક્ષેપ પૂજા કર્યા બાદ ઉપાશ્રયે જઈ ગુરુવંદનગુરુપૂજન-જ્ઞાનપૂજન કરવાનો નિયમ ખરો ? ત્યાં જઈ તેમની સુખ-શાતા પૂછવાની ખરી ? આજે કોઈ મહારાજ સાહેબને તાવ આવે તો પૂછનાર મળે છે કે ‘સાહેબ ! શું કરું ? જ્યૂસ, ચા, ઉકાળો, આપ કહો તે કરી આપું.’ આ ભક્તિ નથી પણ અજ્ઞાન છે. ભાવ ભક્તિનો છે પણ આજ્ઞા મુજબનો નથી અને આ રીત સારી નથી. શ્રાવકો ઘણા ઉદાર પાક્યા છે ! આજે અમારા સાધુઓ માટે જ ઉપાશ્રયો બંધાવી આપે છે. ખરેખર તો સાધુ-સાધ્વીથી એમાં ઊતરાય જ નહીં. કોના માટે બંધાવ્યો ? શ્રાવકો માટે, એમની ધર્મારાધના માટે ? સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાનશ્રવણ કે પૌષધ માટે બંધાવ્યો હોય તો સાધુ-સાધ્વીજી માટે એ નિર્દોષ, પણ સાધુ-સાધ્વીજી માટે જ બનાવે તો ? આપણે ત્યાં માટે જ પૌષધશાલા, સામાયિકશાળા, આરાધનભવન જેવાં નામો હતાં. આ ઉપાશ્રયોમાં લાઈટ-પંખા જેવાં સાધનો ન વપરાય. તમે પોતે સામાયિક-પૌષધ કરતા હોત તો તમને ઉપાશ્રયો કેવા જોઈએ તેનો ખ્યાલ આવત. સત્ત્વવાળાને તો કોઈપણ સ્થાન પ્રતિકૂળ નથી હોતું. અલ્પસત્ત્વ કે હીનસત્ત્વવાળા સાધકોની સમાધિ નંદવાય નહિ, જયણાધર્મનું બરાબર પાલન થાય તે માટે કેવાં બારી-બારણાં, હવાઉજાસ હોવાં જોઈએ એ તમને ખ્યાલ આવત. પારિષ્ઠાપનિકા સમિતિના પાલન માટે પઠવવાની જગ્યા કેવી જોઈએ એનો પણ ખ્યાલ આવત. પહેલાં શ્રાવકો આખો દિવસ ઉપાશ્રયમાં આવી સામાયિક કરતા. દિવસ अगिद्धो जो उ दव्वंमि जिणत्थं णेइ वित्थरं । एएणं सो महासत्तो, वुच्चए जिणसासणे ।। ૧૦૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન श्राद्धदिनकृत्य Page #127 -------------------------------------------------------------------------- ________________ દરમ્યાન સામાયિક કરનારા આરાધકોની અવર-જવર ચાલુ જ રહેતી, જેને કારણે કોઈ પણ સમયે પાંચ-પચ્ચીસ આરાધકો તો સ્વાધ્યાયમાં બેઠા જ હોય. એ રીતે શ્રાવકો ઉપાશ્રયમાં હોય તો કર્મયોગે કોઈ સાધુને પ્રમાદ નડતો હોય તો તેમાં બ્રેક લાગી જાય, સાધુને દિવસે સૂવા કરવામાં સંકોચ નડી જાય અને પ્રમાદથી બચાવ થાય. કર્મોદયે સાધુને પતન પામવાનાં નિમિત્ત મળે તો પણ શ્રાવકોની હાજરી હોય તો બચાવ થઈ જતો. જેને ખોટું કરવું જ હોય એ તો ગમે તેવા સંયોગોમાં કરવાનો જ છે; પણ જેને ખોટું કરવાનો ભાવ ન હોય, પણ કર્મોદય એની પાસે ખોટું કરાવવા માંગતો હોય, તેવા આત્માઓ તો જરૂર બચી શકતા. મારા પરમતારક ગુરુદેવના એક મહાન શિષ્યરત્ન હતા. નામ હતું પૂજ્ય આચાર્યદેવ શ્રી માનતુંગસૂરિજી મહારાજ. એઓ કહેતા કે તિજોરીને જે તાળું મરાય છે તે ચોરથી બચવા માટે નથી હોતું, પરંતુ શાહુકારને ચોર બનતાં અટકાવવા માટે હોય છે. સમજ્યા ? ચોર તો ગમે તેવાં તાળાં લગાડો તોય તે તેને તોડી શકે છે, શાહુકારને આડું-અવળું કરવાનું મન ન થાય માટે આ મર્યાદા છે. આ વાત દરેક મર્યાદા-વ્યવહારમાં લાગુ પડી શકે તેવી છે. આ બધી વાત હું જે કરી ગયો તે સુવિહિત સાધુઓની સુરક્ષા માટે કહી ગયો છું, જેને ખોટું કરવું જ છે એના માટે આમાંની કોઈ વાત નથી. ગુરુભક્તિ કેવી હોય છે, એ માટે પૂજ્ય આત્મારામજી મહારાજનો બનેલો એક પ્રસંગ કહું : પંજાબથી ગુજરાત આવ્યા બાદ ફરી પંજાબ ગયા. ત્યાંના એક ગામના સંઘે ખૂબ વિનંતી કરી ચાતુર્માસ કરાવ્યું. પ્રવેશ પણ થઈ ગયો. પાંચ-સાત દિવસ થયા ને સાધુઓ અંદરોઅંદર ખૂબ મૂંઝાણા, પણ મર્યાદાના કારણે કોઈ કાંઈ બોલ્યું નહિ. આમ છતાં પૂજ્ય આત્મારામજી મહારાજને ખ્યાલ આવતાં તેઓશ્રીએ સાધુઓને પૂછ્યું કે, “મૂંઝવણ શેની છે સ્પષ્ટ કહો.”સાધુઓએ કહ્યું, “ભગવંત! અહીં પેટપૂરતી ગોચરી પણ મળતી નથી. ચાર મહિના કાઢવાના છે, તે કેમ E - I द्रव्य में अगृद्ध (मूर्छारहित) बनकर जो व्यक्ति जिनेश्वर का धन बढाता है, वह उसी कारण से जैनशासन में महासत्त्वशाली कहलाता है। - श्राद्धदिनकृत्य જ , 41, 4 પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ નીકળશે, તેની મૂંઝવણ છે.” “કેમ શું થયું ?” “ભગવંત ! અહીંની શ્રાવિકા સ્થાનકવાસી મતને માનનારી છે. અમે વહોરવા જઈએ એટલે એ બધું અસૂઝતું કરી નાંખે. ક્યાંક કાચા પાણીથી હાથ ધોઈ નાંખે, તો ક્યાંક આંગણામાં કાચું પાણી રેડી નાંખે. ક્યાંક ચૂલાને અડી જાય તો ક્યાંક સચિત્તનો સ્પર્શ કરી દે.” એમ છે? તો કરો વિહારની તૈયારી !સંયમ ન પળે એવા ક્ષેત્રમાં આપણાથી કેમ રહેવાય ?” પૂજ્ય આત્મારામજી મહારાજે આદેશ કર્યો અને સાધુઓ વિહારની તૈયારી કરવા લાગ્યા. એ સમય આજના જેવો ન હતો. આજે તો તમે સવારે વ્યાખ્યાનમાં આવો તે પાછા બીજા દિવસે સવારે જ આવો. બપોરે-સાંજે ઉપાશ્રયમાં શું બને, તમને ખબર જ ન હોય. એ સમયે શ્રાવકો સવાર-બપોર-સાંજ અવાર-નવાર ઉપાશ્રયે આવતા જ રહેતા; કારણ કે, એમના હૃદયમાં અને જીવનમાં ગુરુનું સ્થાન હતું. બપોરે શ્રાવકો આવ્યા ને વિહારની તૈયારી જોઈ. આશ્ચર્ય થયું અને આગેવાન શ્રાવકે ગુરુદેવને પૃચ્છા કરી “હજી તો ચાતુર્માસ પ્રવેશ થયો છે, વિહાર કેમ ?” ત્યારે ગુરુદેવે બધી વાત કરી. આગેવાન વિચક્ષણ હતો. એણે કહ્યું, “ગુરુદેવ! ૨૪ કલાકની મુદત આપો. એમાં ઠેકાણું ન પડે તો આપ ખુશીથી વિહાર કરજો.” ગુરુદેવે સ્વીકાર્યું. આગેવાને ગામના બધા ભાઈઓને ભેગા કર્યા. વાત કરી, “જુઓ, આપણે ગુરુદેવને ચાર મહિના માટે લાવ્યા છીએ. પણ આપણા ઘરની શ્રીમતીઓ કેવી છે તે આપણે જાણીએ છીએ. ગુરુદેવને ગોચરી-પાણી એ વહોરાવતી નથી. આપણા ગુરુદેવની ભક્તિ આપણે કરવાની છે. જો તમે બધા મંજૂર હો તો આપણે એક કામ કરવાનું છે. આજે ઘરે જાઓ ત્યારે એક એક ખચ્ચર ઘરે લઈ જવાનું અને શ્રીમતીઓને કહી દેવાનું કે આ ખચ્ચર પર બેસી તમે તમારા પિયર ચાલ્યા પી . મ मूल्लं विण जिणाणं उवगरणं चमर-छत्त-कलसाई । जो वावरइ मूढो णियकज्जे सो हवइ दुहिओ । ૧૦૨ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન Page #129 -------------------------------------------------------------------------- ________________ જાઓ, અમે ચાર મહિના અમારા ગુરુદેવની ભક્તિ કરીશું. ચોમાસું પૂરું થયે તમને પાછા બોલાવી લેશું' એ પ્રદેશમાં મુસાફરી માટે ખચ્ચર વપરાતું. બધાએ એકમતીથી વાત સ્વીકારી લીધી અને ઘરે જતાં એક એક ખચ્ચર લઈ ગયા. આંગણે ખચ્ચર બંધાણું, ત્યાં જ ઘરવાળીને ધ્રાસકો પડ્યો. કોઈ લગ્ન વગેરે નથી તો ખચ્ચર કેમ ? શું કોઈ માઠા સમાચાર આવ્યા ? ત્યાં શ્રાવકોએ બધી વાત કરી. પિયર જવાની વાત આવી ત્યાં બધી ડાહીડમરી થઈ ગઈ અને ગુરુભગવંતની ભક્તિ સાચવવાની જવાબદારી સ્વીકારી. એ શ્રાવકોના હૈયે ગુરુ પ્રત્યે કેવો ભાવ હશે ત્યારે આ બન્યું હશે!પત્ની કરતાંય ગુરુ વધારે લાગ્યા હશે ત્યારેબન્યું હશે ને ? ઘરના વ્યવહાર કરતાં ગુરુસંબંધી વ્યવહાર વધારે લાગ્યો ત્યારે જ આ બન્યું ને ? આ ગુરુપૂજનની વાત ચાલી રહી છે. નેતૃત્વ સક્ષમ હોય તો બધા જ રસ્તા નીકળે. અનુપમાદેવી જેવાં જ્યાં હોય ત્યાં તેમનું નેતૃત્વ ઘરમાં હોય તે ખોટું નથી; કેમ કે ધર્મની બાબતમાં એમની બુદ્ધિ ઘણી આગળ હતી. પણ તમારી નામર્દાઈના કારણે સ્ત્રીઓનું વર્ચસ્વ થાય તો તે ખોટું જ છે, તે ન થવું જોઈએ. શિખરજીની રક્ષાની વાત લઈ કલકત્તાના કેટલાક શ્રાવકો અમદાવાદ આવ્યા હતા. લાલભાઈ શેઠને શિખરજી પધારવા વિનંતિ કરી. શેઠ જાય તો જ શિખરજીનું કામ થાય એમ હતું. શેઠે ગમે તે કારણે ધરાર ના પાડી દીધી. આવેલા આગેવાનોના મોઢાં પડી ગયાં. શેઠનાં મા ગંગામાને આ વાતની ખબર પડી. એમણે એ લોકોને કહ્યું “તમે ચિંતા ન કરશો. એ શેની ના પાડે ? જરૂર આવશે.” શેઠ પેઢીથી ઘરે આવ્યા, જમવા બેઠા અને ગંગામાએ ભાણામાં પાણી (પાષાણ) મૂક્યો. શેઠ ચોંક્યા, “આ શું છે ?' ત્યારે માએ લાલ આંખો કરી કહ્યું કે તેં શિખરજી માટે ના પાડી? શરમ ન આવી?” શેઠ ભૂલ સમજી ગયા. તરત પગે પડી માની માફી માંગી. કહ્યું, “મા! હું જરૂર જઈશ.” અને છેવટે જઈ સુરક્ષાનું કાર્ય કર્યું. આમ, સ્ત્રીઓ પણ પોતાનાં વર્ચસ્વનો ઉપયોગ કરતી. ત Rધ કરી શકે તો मूल्य (नकरा) दिए बिना श्री जिनेश्वर के (मंदिर के) चामर, छत्र, कलश आदि उपकरणों को जो अपने कार्य में इस्तेमाल करता है, वह मूढ व्यक्ति दुःखी बनता है। - द्रव्यसप्ततिका પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ પહેલાના જમાનામાં દીકરો ગમે તેટલો મોટો હોય, એ જમવા બેસે ત્યારે મા જ ભાણું પીરસતી. મા ન હોય ત્યારે પત્ની ભાણું પીરસતી. એ વખતે મા કે પત્ની પૂછતી કે આજે બજારમાં શું કરી આવ્યા ? પરંતુ શું લઈને આવ્યા ? - એમ નહોતી પૂછતી. સમજ્યા ? કાંઈક આડું અવળું કરીને આવ્યા છે એમ ખબર પડતી તો પત્ની કહેતી કે “મેં ક્યારેય તમને કહ્યું છે કે આ લઈ આવો ને તે લઈ આવો? તમે જે લાવો એમાં ઘર કઈ રીતે ચલાવવું તે મારી માએ મને શીખવીને મોકલી છે. આ પાપ કરીને તમે કઈ દુર્ગતિમાં જશો? તમે લાવેલું અમે વાપરી લેશું, પણ એનું પાપ તો તમારે જ ભોગવવું પડશે” આ રીતે હિતશિક્ષા દેતી અને ધર્મના માર્ગે વાળતી. સ્ત્રીઓ પણ આખા કુટુંબને આ રીતે જરૂર તારી શકે, છતાં સ્ત્રીઓની ઘણી મર્યાદાઓ છે. હા, સ્ત્રીઓને તમે સાધ્વીસંઘની સેવાભક્તિમાં જોડી શકો. એમની પાસે તત્ત્વજ્ઞાન ભણી ગણીને એ તૈયાર થાય અને પછી એ પોતાનાં સંતાનોને ગળથુથીમાં જ તત્ત્વજ્ઞાન ભણાવનારી થાય. જેનશાસનમાં કુદરતી જ બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે જે આજે મૃત:પ્રાય બની ગઈ છે, આપણે એને પુનર્જીવિત બનાવવાની છે. એ જ રીતે સાધુ ભગવંતો પાસે તમે અને તમારા સંતાનો રોજનો એક કલાક, અઠવાડીએ એક દિવસ અને વર્ષે એક માસ ભણવા જાઓ તો પાંચ જ વર્ષમાં સકળ સંઘની કાયાપલટ થઈ જાય. રોજ પાઠશાળાએ જનારો નાનો દીકરો, રાત્રિભોજનમાં કેટલું પાપ છે તે જાણી ઘરે આવ્યો. પોતાનો બાપ રાત્રે ખાતો હતો. એ છોકરો વચ્ચે પડ્યો. “પપ્પા તમને રાત્રે નહિ ખાવા દઉં. પ્લીજ ! રાતના નહિ ખાતા. મારે તમને નરકમાં જવા દેવા નથી. અને રાત્રે ખાનારો બાપ છોકરાની લાગણી-ભાવના જોઈને કાયમ માટે રાત્રે ખાતો મટી ગયો. બીજી તરફ એવો પણ બાપ જોયો કે, છોકરો પાઠશાળાએથી રાત્રે નહિ ખાવાની બાધા લઈ આવ્યો.બાપને ખબર પડી તો પાઠશાળાના માસ્તરને જઈ भक्खेइ जो उविक्खेइ, जिणदव्वं तु सावओ। पण्णाहीणो भवे जो य लिप्पइ पाप-कम्मुणा ।। - સંજોય કારણ. ૧૦૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #131 -------------------------------------------------------------------------- ________________ ધમકાવી આવ્યા. “છોકરાને ભણવા મોકલ્યો છે, બગાડવા નહિ. બાધા આપી તો યાદ રાખજો !? એક બીજો પણ પ્રસંગ કહું સાધુ-સાધ્વીનો સંપર્ક ન હોય, ધર્મના સંસ્કાર ન હોય તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે આના પરથી સમજી શકશો. મુંબઈની એક આંખની હોસ્પીટલમાં મારા ગુરુદેવને મોતિયો ઉતરાવવાનો થયો. ત્યાં જ બાજુમાં એક જૈન પેશન્ટ પણ દાખલ થયેલા હતા. અમારા સાધુ મહારાજ ગોચરી વહોરવા જતા હતા ત્યારે તેમને પણ વહોરાવવાની ભાવના થઈ અને અમને વિનંતી કરી, “મહારાજ!” અમારે ત્યાં ચા-કોફી-દૂધ વગેરે છે, આપ પધારજો” સાધુ ગયા ત્યારે એમને કઈ રીતે વહોરાવવું તેની કશી જ રીત - વિધિ આવડતી ન હતી. પગમાં ચંપલ પહેરેલ હતી. બધી વસ્તુ સજાવી મૂકી દીધી હતી અને એક બેન બોલ્યાં, “મહારાજ ! આ બધું છે એમાંથી આપને જે જોઈએ તે લઈ લો !” ભાવના સારી હતી પણ અજ્ઞાન કેવું? આજે જૈન ઘરોની આ પરિસ્થિતિ થવા લાગી છે. સાધુસાધ્વીનો પરિચય ગયો અને ધર્મના સંસ્કારોય ગયા. મુંબઈના ફ્લેટોમાં અમારા સાધુઓ વહોરવા જાય ત્યારે જૈનોના કોન્વેન્ટ કલ્ચરમાં ભણેલા બાળકો, “અંકલ!ક્યા લોગે ? અંકલ ફિરસે આના.” એવું બોલતાં પણ સાંભળ્યાં છે. આમાં કાંઈ આપણી શોભા નથી. ટૂંકમાં કહું તો, ધર્મક્ષેત્રનો વહીવટ કરનાર વ્યવહારના ક્ષેત્રોમાં પોતાનાં માતા-પિતા વગેરે વડીલોની સેવા-ભક્તિ કરનાર હોવો જોઈએ અને ધર્મના ક્ષેત્રે ધર્મગુરુઓની સેવા-ભક્તિમાં આનંદની અનુભૂતિ કરનાર હોવો જોઈએ. જે વહીવટદારોના જીવનમાં આ ગુણ નથી હોતો, તેવા વહીવટદારો ધર્મક્ષેત્રનો વહીવટ શા માટે કરે છે ?, એ કરવા પાછળ એમનો ઉદ્દેશ શું છે, એ મોટું શંકાનું સ્થાન છે. અહીં બેઠેલા તમામ વહીવટદારો આ વિષયમાં પોતાનું જીવન તપાસે એ બહુ જ જરૂરી છે. जो श्रावक देवद्रव्य का भक्षण करता है, उसकी उपेक्षा करता है, एवं अविवेक से उसका वहीवट करता है, वह पापकर्म से लिप्त होता है। - संबोध प्रकरण પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦ – સુસ્યૂસાળુળસંગો - શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણવાળા હોવું - १० - शुश्रूषादिगुणसंगत एवच । शुश्रूषा श्रोतुमिच्छा, तदादयोऽष्टगुणाः तद्यथा - “શુશ્રૂષા શ્રવળ ચેવ, ગ્રહનું ઘારાં તથા । "C उहापोहोऽर्थविज्ञानं, तत्त्वज्ञानं तु धीगुणाः । । १ । । तैः समन्वित एव च । चैवशब्दो समुद्र्यावधारणार्थौ नियोजितावैव । एवंविधो हि शास्त्रसंस्कृतबुद्धित्वेनोपायज्ञतयेप्सितार्थसाधको भवति । શુશ્રુષાદિ ગુણયુક્ત : બુદ્ધિના શુશ્રુષા વગેરે આઠ ગુણોયુક્ત હોવું. તે આ પ્રમાણે - “શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહ, અપોહ, અર્થ-વિજ્ઞાન અને એ આઠ બુદ્ધિના ગુણો છે.” તત્ત્વજ્ઞાન ધર્મક્ષેત્રના સંચાલકમાં જરૂરી બાર ગુણો પૈકી દશમો ગુણ છે, શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણોવાળા હોવું તે. બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત જીવની બુદ્ધિ શાસ્ત્રભાવિત હોવાથી તે સાચા ઉપાયને જાણનાર હોય છે. આથી તે ઈષ્ટકાર્યની સિદ્ધિ કરી શકે છે. આજે ઘણું સંભળાય છે છતાં એ શ્રુતનું વાસ્તવિક ફળ મળતું નથી. જ્ઞાનીભગવંતો કહે છે કે, આ બધી પરિસ્થિતિ સર્જાવાનું કારણ એ છે કે, અર્થીપણું નથી. એ ધર્મશ્રવણ નિયમિત કરવાનું. જ્યાં સુધી સદ્ગુરુનો યોગ મળે ત્યાં સુધી દરેક સંચાલક એમની પાસે જઈ વિધિપૂર્વક ધર્મશ્રવણ કરે જ. થોડાં વર્ષ પૂર્વે શ્રાવકો એવા મળતા કે કોઈકે આચારાંગ સાંભળ્યું હોય, કોઈકે સૂયગડાંગ સાંભળ્યું હોય, તો કોઈકે અગિયારે અંગ સાંભળ્યાં હોય. અમે વ્યાખ્યાન કરતાં ક્યારેક કોઈ વાતમાં ભૂલીએ ત્યારે એ બહુશ્રુત શ્રાવકો અમારી સામે ધારી ધારીને જોતા. છતાં અમે ન સમજીએ તો હાથ જોડીને વિનયપૂર્વક પૃચ્છા કરતા : ‘ભગવંત ! આ વસ્તુ સમજાણી નહિ, ફરી સમજાવો.' છતાં પણ અમને चेइयदव्वं साहारणं च जो दोहइ मोहियमइओ । धम्मं च सो न याणइ अहवा बद्धाउओ नरए || ૧૦૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન • संबोध प्रकरण Page #133 -------------------------------------------------------------------------- ________________ ખ્યાલ ન આવે તો કહેતા કે “આ વસ્તુ અમુક આચાર્ય ભગવંતે આમ કહી છે, આપે પણ અમુક સમયે આમ કહેલી છે. આજે આપ આમ કહો છો; તો ભગવંત ! એનો મેળ બેસતો નથી. તત્ત્વ શું છે ? અને આ રીતે અમને ઠેકાણે લાવતા. મારા પરમતારક ગુરુદેવ તો કહેતા કે બહુશ્રુત શ્રોતા એ વક્તાની લગામ છે. વક્તા જરાક શાસ્ત્રની ધુરાથી આગળ પાછળ થાય કે એ એને તરત અટકાવે, સીધા માર્ગે ચલાવે. આજે એવા શ્રાવકો જોવા ક્યાં મળે ? ઘણા તો કૃત ત્તિ પાપન માની સાંભળી લે કે વાવવા પ્રમાણમ્ કરીને સ્વીકારી લે. સમજીને સ્વીકારનારા કેટલા ? ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે શુશ્રુષા વગેરે બુદ્ધિના જે આઠ ગુણોની જરૂર છે, તેનું સ્વરૂપ પહેલાં સમજી લઈએ. તે પછી તે અંગેનો જરૂરી વિમર્શ કરીએ : (૧) પહેલો ગુણ છે શુશ્રુષા : શુશ્રુષા એટલે સાંભળવાની તીવ્ર ઈચ્છાલગની-તાલાવેલી-તલપ. વ્યસની માણસને વ્યસનની જેવી તલપ હોય તેવી ધર્મને ધર્મશ્રવણની તલપ હોય છે. તક મળે કે તરત દોડી જાય. આજે મોટે ભાગે ધર્મક્રિયા માત્ર વ્યવહારથી દેખાદેખીથી જ થાય છે, એથી વિશેષ કશું હોતું નથી. પહેલાં તો તત્ત્વ જાણવાની ઈચ્છા-શુશ્રુષા હોવીપ્રગટવી જોઈએ. (૨) શુશ્રષા પછી શ્રવણ આવે છે. જેના હૈયામાં સાચી શુશ્રુષા હોય તે તક મળે ત્યારે શ્રવણ કર્યા વિના રહે જ નહિ. આ શ્રવણ કરનાર ધર્મનું શ્રવણ કેવી રીતે કરે, તે જણાવતાં સમકિતની સડસઠ બોલની સક્ઝાયમાં લખ્યું છે કે - “તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.” કોઈનવયુવાન હોય,પૈસેટકે અને માનસિકરીતે પણ સુખી હોય,પાસે પ્રીતિપાત્ર એવી સ્ત્રી બેઠી હોય,સ્વયં પોતે સ્વર-સંગીતની અભિરુચિ અને જ્ઞાન ધરાવતો હોય દાદા: કમાવી શકાય. મારા દાદા છે કે, બના देवद्रव्य एवं साधारण द्रव्य को जो मुग्धमति जीव स्वयं के उपयोग में लेता है, वह धर्म को जानता नहीं अथवा उसने नरक का आयुष्य बांध लिया है। - संबोध प्रकरण * * * * * * * * * * * * . કપ '' છે. પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૭ Page #134 -------------------------------------------------------------------------- ________________ અને એમાં એને દેવતાઈ ગંધર્વસંગીત સાંભળવા મળે તો જેવા રાગથી, એકાગ્રતાથી સાંભળે, એથી પણ વધુ રાગથી ધર્માત્મા ધર્મશ્રવણને કરે, એમ અહીં કહ્યું છે. સાંભળવાની પણ ખાસ રીત છે દૃષ્ટિ ગુરુ ઉપર હોય, બંને હાથ જોડેલા હોય, ખેસ પહેરેલો હોય, ખેસનો એક છેડો મુખ આગળ રહે, એ રીતે ચૈત્યવંદનના આસને બેસી ઉપયોગપૂર્વક ધર્મશ્રવણ કરવાનું છે. (૩) શ્રવણ પછી ત્રીજો ગુણ છે ગ્રહણ. સદ્ગુરુના મુખે જે સાંભળ્યું તેને માનસિક ઉપયોગપૂર્વક સ્વીકારવાનું છે. ગુરુભગવંત જેમ જેમ ધર્મોપદેશ આપતા જાય, તેમ તેમ તે વાતને મનોમન બરાબર ઝીલતા જવું, બૌદ્ધિક રીતે પકડતા જવું, સમજતા જવું તેને ગ્રહણ કહેવાય છે. આ માટે શ્રવણ સમયે અંતરંગ રુચિપૂર્વકની એકાગ્રતા જોઈએ અને જે કાંઈ ગુરુભગવંત કહે, તે વાત સમજવી મારા માટે ઉપકારક છે – લાભદાયક છે' એવું લાગવું જોઈએ. જો આવી લાગણી હોય તો જ સાંભળેલું સમજવાનો-પકડવાનો પ્રયત્ન થાય છે. ઘણા તો જે સાંભળ્યું તે પ્રામાણિકપણે ત્યાં જ મૂકીને જનારા હોય છે. એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખનારા ઘણા હોય છે, પણ અપાયેલો ઉપદેશ સ્વીકારનારા ખૂબ જ ઓછા હોય છે. મંડપના છેડે અપાતી પ્રભાવના બધા લે અને ઘરે પહોચાડતા હોય છે, પણ અમે અહીં દોઢ-બે કલાક જે પ્રભાવના કરીએ છીએ, એ કોણ ઘરે લઈ જાય? અમારી વાતનો સ્વીકાર થતો નથી, તેથી જ તે વસ્તુ તમારા જીવનમાં પરિણામ પામતી નથી. (૪) ગ્રહણ પછી ચોથા નંબરે ધારણા આવે છે. જે પણ સાંભળ્યું તેનો સ્વીકાર કર્યા બાદ તેને યાદ રાખવું, ધારી રાખવું, પકડી રાખવું, ભુલાઈ ન જાય તેની કાળજી રાખવી, તેને ધારણા કહેવાય છે. શ્રવણ કરીને ગ્રહણ કર્યા પછી તેને બરાબર ધારી રાખવું જરૂરી હોય છે. જો ધારણા ન થાય તો વસ્તુ વિસારે પડે. ઘણા વ્યાખ્યાન સાંભળીને આવે અને કહે કે આજે વ્યાખ્યાનમાં ઘણી મજા પડી. પણ શેની મજા ? શું વિષય હતો ? आयाण जो भंजइ पडिवनधणं ण देइ देवस्स । गरहंत चोविक्खइ, सो वि हु परिभमइ संसारे ।। ૧૦૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #135 -------------------------------------------------------------------------- ________________ શી વાત આવી ? કયું દૃષ્ટાંત આવ્યું ? તો કહે કે, એ બધું યાદ નથી. બસ, મજા આવી, તેમ જ બોલે. એ સૂચવે છે કે એનામાં ધારણાગુણ નથી. ઘણા પુણ્યાત્માઓ પોતાને સાંભળેલું બધું યાદ નથી રહેતું તો નોટ-પેન લઈને આવતા હોય છે. ૨જૂ કરાયેલી વાતોને પોતાની રીતે ટપકાવી લે, ઘરે જઈ એના ઉપર વિચાર કરે. આ રીતે પણ વ્યાખ્યાનાદિમાં કહેવાયેલ તત્ત્વ ધારી શકાય. (૫-૬) ધારણા પછી પાંચમા અને છઠ્ઠા નંબરે આવે છે ઊહ અને અપોહ. ઊહ એટલે પ્રશ્નો ઉઠાવવા અને અપોહ એટલે જાતે જ તેનાં સમાધાનો મેળવવાં. સાંભળેલા, સ્વીકારેલા, ધારણ કરેલા પદાર્થનું મનમાં ઘમ્મર વલોણું થાય, મંથન થાય, મનમાં ને મનમાં પ્રશ્ન-પ્રતિપ્રશ્ન થાય, જેના પરિણામે છેવટે તત્ત્વનિર્ણયરૂપ નવનીત નીકળે. આ પદાર્થનો પ્રારંભ ક્યાંથી ? આગળ કઈ રીતે વધ્યો ? ક્યાં વળાંક આવ્યો ? કયું ઉદાહરણ આપ્યું ? કયા તર્કો આપ્યા ? કયા શાસ્ત્રપાઠો રજૂ કરાયા ? ઉપસંહાર કઈ રીતે થયો ? એનો સાર શું ? આ રીતે અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવી ઉઠાવી એના ઉત્તરો મેળવવાના. (૭) ઊહ-અપોહની આટલી પ્રક્રિયા થયા પછી અપોહ પછી સાતમા ક્રમાંકે અર્થવિજ્ઞાન થાય. પરમાર્થ હાથમાં આવે. પરંતુ એટલું થાય એ પર્યાપ્ત નથી ત્યાર પછી આઠમો ગુણ જરૂરી છે. (૮) અર્થવિજ્ઞાન પછી આઠમો ગુણ તત્ત્વજ્ઞાન આવે છે. તત્ત્વજ્ઞાન થવું એટલે તત્ત્વના વિષયમાં નિશ્ચય થવો. જે તત્ત્વ જે સ્વરૂપે હોય અને જે સ્વરૂપે ન હોય તે જ રીતે તે તત્ત્વનો નિશ્ચયાત્મક બોધ થાય તેને ‘તત્ત્વજ્ઞાન' કહેવાય છે. જેને આવું તત્ત્વજ્ઞાન થાય તે તત્ત્વજ્ઞાનમાં એવો અચળ બની જાય કે, કોઈ પણ એને તત્ત્વથી ચલાયમાન ન કરી શકે. આજે તો તત્ત્વનિર્ણય પણ ક્યાં રહ્યો ? તત્ત્વવિજ્ઞાન કરતાં પહેલાં જ્ઞાન શું અને વિજ્ઞાન શું તે પણ જાણવું પડે. વસ્તુના એકાદ પાસાનું એકાદ પર્યાયનું જ્ઞાન એ માત્ર જ્ઞાન છે; જ્યારે जो देवद्रव्य की आय का भंग करता है, खुद कबूल किया देवद्रव्य देता नहीं, खुद की निंदा (या खुद से वसूलात) सुन उपेक्षा करता है, वह भी संसार में रखडता है । - दर्शनशुद्धि प्रकरण પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૯ Page #136 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ, બધાં જ પાસા-પર્યાયનું જ્ઞાન એ વિજ્ઞાન છે. વિજ્ઞાન કરવા માટે પદાર્થને નય- નિપાથી સમજવો પડે. સ્યાદ્વાદ-અનેકાંતના સિદ્ધાંતો કામે લગાડવા પડે. માત્ર આપણે સ્યાદ્વાદી-અનેકાંતવાદી એમ બોલવાથી કામ નથી થતું. એનો મતલબ સમજવો પડે. આમ પણ થાય અને આમ પણ થાય એ સ્યાદ્વાદ નથી. એ તો અસ્થિરવાદ છે. સ્યાદ્વાદ તો નિશ્ચિતવાદ છે. એટલે આ અપેક્ષાએ આમ જ થાય અને આ અપેક્ષાએ આમ ન જ થાય, એવા નિશ્ચયપૂર્વકનો સ્યાદ્વાદ છે. એક વ્યક્તિમાં ભલે કાકો, મામો, ભાઈ, સસરો, દીકરો, જમાઈ જેવા અનેક ગુણ રહ્યા પણ કાકો છે તે ભત્રીજાની અપેક્ષાએ જ, ભાણાની અપેક્ષાએ નહીં જ. તેમ મામો છે તે ભાણીયાની અપેક્ષાએ જ. ભાઈ છે તે ભાઈ કે બહેનની અપેક્ષાએ જ. સસરો છે તે જમાઈ કે દીકરાની વહુની અપેક્ષાએ જ. દીકરો છે તે બાપ કે માની અપેક્ષાએ જ. જમાઈ છે તે સસરા કે સાસુની અપેક્ષાએ જ. બીજી અપેક્ષાએ નહિ જ. આ રીતે દરેકે દરેક વિષયમાં દરેક રીતે ઊંડાણથી સમજવું જરૂરી છે. આ બધું સમજવા માટે ઘણું બધું ભણવું જરૂરી છે. કોઈ વસ્તુ કર્તવ્ય હોય તે ઉત્સર્ગથી કર્તવ્ય હોય અપવાદથી એ અકર્તવ્ય પણ હોય. કોઈ વસ્તુ ઉત્સર્ગથી અકર્તવ્ય હોય તે અપવાદથી કર્તવ્ય પણ હોય; એ માટે ઉત્સર્ગ શું ને અપવાદ શું? એ પણ જાણવું પડે. ઉત્સર્ગ એટલે રાજમાર્ગ અને અપવાદ એટલે આડમાર્ગ-ડાયવર્ઝન. રાજમાર્ગ બરાબર હોય તો ડાવયર્જન પર ચાલવાની જરૂર નથી. રોડ તૂટ્યો હોય કે રોડ ઉપર ચલાય તેવું ન હોય, ત્યારે જ ડાયવર્ઝન પર ચાલવાનું હોય છે. ડાયવર્જન પર ચાલવાનું તે પણ રાજમાર્ગે ચડવા માટે જ. જે ડાયવર્જન રાજમાર્ગે ન ચડાવે તે ડાયવર્જન-અપવાદ નથી પણ ઉન્માર્ગ જ છે. આ બધું જ તમે જાણો તો સાચું અર્થવિજ્ઞાન-તત્ત્વનિર્ણય થાય અને પછી એની શ્રદ્ધા અસ્થિમજ્જા બની જાય. એને કોઈ ફેરવી ન શકે. जिणपवयणवुद्धिकरं पभावगं णाणदंसणगुणाणं । वढेतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ।। ભાજપ ના કાર તમામ -संबोध प्रकरण ૧૧૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #137 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોમાં તંગિયા નગરીના શ્રાવકોનું વર્ણન આવે છે. એ માટે મોટો આલાવો લખાયો છે. તેમાં - દ, દિયા, પુછિયા, વિછિયા, દયનીવાડનીવા ... આમ કહી અંતે અનેક પ્રકારોના દેવોનાં નામ લખી, “રેવેદિ પિ સવાળા ' એ દેવોથી પણ ચલાયમાન નહિ થનારા, એમ જણાવ્યું છે. એમનું જ્ઞાન કેવું હશે ! ભગવાનના સમવસરણમાં જતા-આવતા એ શ્રાવકોને વચ્ચે છએ દર્શનના વાદીઓ પણ મળતા અને પ્રભુના શાસન પ્રત્યેની શ્રદ્ધાથી એમને ચલિત કરવાનો પ્રયત્ન કરતા. તે વખતે તે શ્રાવકો એમની સાથે વાદ કરી એમને નિરુત્તર કરતા. આજે તો અમારા આ શ્રાવકો... છાપામાં કાંઈક આવે અને એમને ફાળ પડે. સાહેબ ! વૈજ્ઞાનિકો આમ કહે છે અને તેમ કહે છે. તો પછી આપણાં શાસ્ત્રોમાં જે કહ્યું છે, એનું શું? શું એ બધું ખોટું તો નહિ હોય ને ? સાહેબ! વૈજ્ઞાનિકોને ખોટી વાત કરીને શું ફાયદો ?' એને પૂછું કે, તો શાસ્ત્રકારોને ખોટી વાત કરીને શું ફાયદો ? તો એનો એની પાસે કોઈ જવાબ ન હોય. આજનું સાયન્સ પોતે કહે છે કે, અમને જેટલું દેખાયું તેટલું જ અમે કહીએ છીએ, કાલે બીજું દેખાશે તો તે કહીશું. અમારી વાત સો ટકા સત્ય છે કે એ અંતિમ સત્ય છે એમ માનવાની કોઈ જરૂર નથી. વૈજ્ઞાનિકોનાં સાધનો મર્યાદિત છે, તેમની શક્તિ મર્યાદિત છે. મર્યાદિત સાધન-શક્તિથી દેખાયું તેને જ સો ટકા સત્ય માની લેવું એ કેવી અંધશ્રદ્ધાળુતા? આ લોકો અમારા ધર્માત્માઓને અંધશ્રદ્ધાનું કહે છે. હું પૂછું છું કે દેખતા માણસ પર શ્રદ્ધા રાખે તે અંધશ્રદ્ધા કે આંધળા માણસ પર શ્રદ્ધા રાખે તે અંધશ્રદ્ધા ?' કરી , जैनशासन की वृद्धि करनेवाले एवं ज्ञानदर्शन गुणों की प्रभावना करनेवाले ऐसे देवद्रव्य की वृद्धि करनेवाला जीव तीर्थंकरपना पाता है। - संबोध प्रकरण પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૧ Page #138 -------------------------------------------------------------------------- ________________ આજથી હજારો વર્ષ પૂર્વે પ્રયોગ વિના, પ્રયોગશાળા વિના કોઈ હિંસાચાર કે અર્થવ્યય વિના પરમાત્માએ માત્ર કેવલ્યદૃષ્ટિથી જોઈ-જાણી જે પદાર્થો બતાવ્યા, તેના પર શ્રદ્ધા મૂકે તે અંધશ્રદ્ધાળુ? કે વારે-તહેવારે અભિપ્રાય બદલતા, વર્ષે-પાંચ વર્ષે સિદ્ધાંત બદલતા, ઘોર હિંસા અને કારમાં અર્થવ્યય પછી કાંઈક જાણે, અધૂરું જાણે અને એને પૂરું-બધું છે એ રૂપે રજૂ કરે, તેના ઉપર શ્રદ્ધા મૂકે તે અંધશ્રદ્ધાળું? એ તમે શાંતિથી વિચારજો. ધર્મનો વહીવટ કરનારજો શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણોને વરેલો ન હોય તો વાતેવાતે એની શ્રદ્ધા ડગુમગુ થતી હોય, કોઈ પણ વસ્તુનો, વિધિનો યથાર્થ બોધ એને ન હોય તો એ સાચી રીતે સંઘ-શાસનનું કાર્ય ન કરી શકે. માટે વહીવટ કરનાર માટે આ ગુણ બહુ જ જરૂરી છે. સમય હોય તો આ મુદ્દાને ખૂબ સારી રીતે આપણે ચર્ચા શકીએ તેમ છે. કોઈ તમને અંધશ્રદ્ધાળુ કહે તેથી મૂંઝાઈ ન જતા. તેને શાંતિથી પડકારજો, સમજાવજો. આ રીતે જિનેશ્વરના શાસનની એક એક વાત તમારે જાણવી જોઈએ અને જાણીને જીવનમાં અપનાવવી જોઈએ. આ થયો સંચાલકની લાયકાતનો દસમો ગુણ. હવે અગિયારમા ગુણની વિચારણા કરીએ. ૧૧ - વાહિયાવિહાઈr - પ્રસ્તુત વિધાનનો જ્ઞાતા - ११ - ज्ञाता-विद्वान् । कस्येत्याह - अधिकृतविधानस्य जिनभवनकारणविधेः । एवंविधेन हि क्रियमाणं तद्विवक्षितार्थसाधकं भवति । વિધિજ્ઞાતા : જિનમંદિર બંધાવનાર (વહીવટ કરનાર) જિનમંદિર બંધાવવાની વિધિનો (વહીવટ કરવાની વિધિનો જાણકાર હોવો જોઈએ. વિધિનો જાણકાર જીવ જિનમંદિરનિર્માણ દ્વારા (વહીવટ દ્વારા) વિવક્ષિત (સ્વભાવની વૃદ્ધિ અને શાસનપ્રભાવનારૂપ) કાર્ય સાધી શકે છે. વિધિથી અજાણ જીવ જિનમંદિરનિર્માણ દ્વારા (વહીવટ દ્વારા) વિવક્ષિત કાર્ય સાધી શકતો નથી. ON કઈ જ ન તd કર in S A जिपवय JI जिणपवयणवुड्किरं पभावगं णाणदंसणगुणाणं । रक्खंतो जिणदव्वं परित्तसंसारिओ होइ ।। -संबोध प्रकरण ૧૧ર જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #139 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્ષેત્રનો વહીવટ કરનારે તેણે જે જે કાર્યો ક૨વાનાં છે, તે તે વિષયનું, તેને લગતી તમામ વિધિઓનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું જોઈએ. જૈનશાસનની ભૂગોળ કે ખગોળ શું કહે છે એ વિષયનું જ્ઞાન હજુ તમે નથી મેળવ્યું, એ હજુ એકવાર ચાલી શકે, પણ સંચાલનક્ષેત્ર માટે જરૂરી એવા વિષયોનું સાંગોપાંગ જ્ઞાન તો જોઈએ જ. એ ન હોય તો કેમ ચાલે ? એમાં શાસ્ત્રીય વિધિ-મર્યાદાઓનું જ્ઞાન પણ જોઈએ અને કાયદાકીય મર્યાદાઓનું જ્ઞાન પણ જોઈએ. વ્યાવહારિક વિધિ-નિષેધનો ખ્યાલ પણ જોઈએ અને અવસરોચિત કાર્ય-અકાર્યનો પણ ખ્યાલ જોઈએ. ધર્મક્ષેત્રના સંચાલન માટે જરૂરી ‘શ્રાદ્ધવિધિ', ‘ધર્મસંગ્રહ' અને ‘દ્રવ્યસપ્તતિકા’ જેવા ગ્રંથોનો અભ્યાસ વહેલામાં વહેલી તકે કરી લેવો જોઈએ. જ્યાં ન સમજાય ત્યાં ગીતાર્થ ગુરુને પૂછીને તેમનું માર્ગદર્શન મેળવીને સમજને સ્પષ્ટ કરવી જોઈએ. જે વસ્તુ તમને ન સમજાય તે તમને ગીતાર્થ ગુરુઓ જરૂર સમજાવશે, પણ મહેનત કરીને તમારે તૈયાર થવું જોઈએ. આ ઉપરાંત જે રાજ્યમાં તમે રહેતા હો એ રાજ્યના જે જે કાયદાઓ તમારી સંસ્થાને લાગુ પડતા હોય એનો પણ સારો અભ્યાસ તમારે ક૨વો જરૂરી છે. એ કાયદામાં વખતોવખત થતા ફેરફારો, કરોના દરો, છૂટછાટો, વિવિધ પ્રોવિજનો આદિનો પણ અભ્યાસ જોઈએ, એ માટે જરૂરી એવા કાયદાકીય સલાહકારો પાસેથી પણ જ્ઞાન મેળવવું જોઈએ. જે વહીવટદારોને આ બધું જ્ઞાન નથી હોતું અને જેઓ એ જ્ઞાન ન હોવા છતાં તેના જાણકારને પૂછતા નથી કે તેમના દ્વારા અપાતી સમજને સ્વીકારતા પણ નથી, તેઓ શ્રીસંઘને અને શાસનને પારાવાર નુકસાનમાં ઉતારે છે અને એ દ્વારા એ પોતે પોતાનું પણ કારમું અહિત કરે છે. આવું ન બને માટે તે તે કાર્યની વિધિના જાણકાર બનવું જ જોઈએ. ૧૨ - આળાવઢાળો - આજ્ઞાને પ્રધાન કરનાર, આજ્ઞાનો આદર કરનાર - जैनशासन की वृद्धि करनेवाले एवं ज्ञानदर्शन गुणों की प्रभावना करनेवाले ऐसे देवद्रव्य की रक्षा करनेवाला અલ્પસંસારી (લયુમી) રોતા હૈ । संबोध प्रकरण પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૩ Page #140 -------------------------------------------------------------------------- ________________ १२ - धनिकमत्यर्थमाज्ञाप्रधानश्चागमपरतन्त्रश्च । एतेन हि तत्कारितं लोकोत्तरक्रियत्वेन निर्वाणाङ्गं भवति । અત્યંત જિનાજ્ઞાપ્રધાન : જિનાજ્ઞાન-જિનાગમને અત્યંત પ્રધાન માનનારો હોવો જોઈએ. જિનાગમને આધીન જીવે કરેલું કાર્ય મોક્ષનું કારણ બને છે, જિનાગમથી નિરપેક્ષ જીવે કરેલું કાર્ય મોક્ષનું કારણ બનતું નથી. જિનાજ્ઞાના પાલનમાં દઢ : આ ગુણ અગિયારમા ગુણ પછી આવે છે અને બધા ગુણમાં આમ કહો તો આ ગુણ મુગટરૂ૫ છે. ધર્મક્ષેત્રનો વહીવટ કરનારનું જીવન અત્યંત આજ્ઞાપ્રધાન હોવું જોઈએ. નાની-મોટી તમામ પ્રવૃત્તિ તેણે જિનાજ્ઞાને આધીન રહીને, એને આગળ કરીને જ કરવી જોઈએ. કોઈપણ વિષયમાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને સમજવા માટે આગમશાસ્ત્રોનો આધાર લેવો જરૂરી હોય છે. એ વિના ભગવાન શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાને જાણી શકાતી નથી. આથી જ વહીવટ કરનાર દરેક વિષયમાં આગમશાસ્ત્રનો આદર કરનારા હોય. એ એને આધીન જ હોય. એ ક્યારેય ધર્મશાસ્ત્રથી આઘોપાછો ન જ થાય. માટે લખ્યું કે - આગમને પરતંત્ર હોય. માટે જ એની સામે લાખ વાત આવે તો કહે કે, “મને તમે શું કહો છો એમાં રસ નથી. મને જિનાજ્ઞા શું છે, એ જાણવામાં રસ છે.” જો એને કોઈ જિનાજ્ઞાને દર્શાવતું ધર્મશાસ્ત્ર બતાવે તો તરત એનું મસ્તક ઝૂકી જાય. આજ્ઞાથી એ આઘોપાછો ન થાય. શ્રાવકરૂપે પણ જો એના માથે જિનાજ્ઞાનું બંધન હોય જ, તો સંચાલક તરીકે તો એના માટે એ બંધન વધુ અગત્યનું બની જાય છે. સભા : આજ્ઞાની વ્યાખ્યા અલગ અલગ સ્થાનેથી અલગ અલગ મળે તો શું કરવું ? એ માટે તો દશમા ગુણમાં બુદ્ધિના આઠ ગુણો બતાવ્યા છે. એ આઠ ચારણી देवाइदव्वणासे देसणमोहं च बंधइ मूढो । उम्मग्गदेसगो वा जिणमुणिसंघाइसत्तुव्व ।। ૧૧૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #141 -------------------------------------------------------------------------- ________________ તમને આપી દીધી, તેનો તમારે ઉપયોગ કરવાનો છે. એક ભાંડો પણ ખરીદવાનો હોય તો તમે તપાસ કરો. ચાર કાછિયાને ત્યાં ભાવ કઢાવો પછી ખરીદો. એક ધર્મના ક્ષેત્રમાં જ તેમને પરીક્ષા કરવી પાલવતી નથી. આ બારમો આજ્ઞાપ્રધાન ગુણ શિખરના કળશરૂપ છે. દેરાસર બની જાય પણ કળશ - ઇંડું ન મુકાય ત્યાં સુધી એ પરિપૂર્ણ નથી ગણાતું. તેમ અગિયાર ગુણ આવ્યા બાદ પણ આ બારમો ગુણ હોવો-આવવો ખૂબ જરૂરી છે. અધ્યાત્મસારમાં અધ્યાત્મધ્યાનયોગની પ્રાપ્તિના ૩૩ ઉપાયો બતાવવામાં આવ્યા છે, તેમાં પણ પહેલાં આ જ વાત બતાવવામાં આવી છે. निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञां च । श्रद्धाविवेकसारं यतितव्यं योगिना नित्यम् ।। પહેલાં આગમતત્ત્વનો નિર્ણય કરવાનો, તેનાથી લોકસંજ્ઞાને જીતવાની અને એ રીતે લોકસંજ્ઞાને જીતીને આગમવચન ઉપર શ્રદ્ધા કેળવવાની; અને એ આગમવચનની શ્રદ્ધાના સહારે સાચા-ખોટાનો, કર્તવ્ય-અકર્તવ્યનો વિવેક કરવાપૂર્વક યોગીએ હંમેશાં અધ્યાત્મને મેળવવા પ્રયત્ન કરવાનો છે. ધર્મશાસ્ત્રોમાં ઠેર ઠેર જિનાજ્ઞાપાલન અને એ માટે ધર્મશાસ્ત્રનું અનુસરણ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. નાની કે મોટી કોઈ પણ ધર્મક્રિયા કરવી હોય કે ધર્માનુષ્ઠાન કરવાનું હોય, વહીવટી ક્ષેત્રનું કોઈ પણ કાર્ય હોય કે અનુશાસનની કોઈપણ પ્રવૃત્તિ હોય, સાતેય ક્ષેત્રનું દ્રવ્ય ઉત્પન્ન કરવાનું હોય કે એની વૃદ્ધિ કરવાની હોય, તે દ્રવ્યનો કોઈપણ કાર્યમાં વિનિયોગ કરવાનો હોય કે વિનિયોગ થતો અટકાવવાનો હોય, દરેક વિષયમાં જિનાજ્ઞાને જ મહત્ત્વ આપવાનું છે; અને એ માટે દરેક બાબતમાં ધર્મશાસ્ત્રોનો સહારો લેવાનો છે. એની ઉપેક્ષા કરતા વર્ગને કે વ્યક્તિને ટેકો આપવો કે એના મૂક સાક્ષી બનવું, એ પણ મોટામાં મોટો અપરાધ છે. ધર્મક્ષેત્રનો વહીવટ કરનારે આ વાત ક્યારેય ભૂલવા જેવી નથી. उन्मार्ग की देशना देनेवाला जसे दर्शनमोहनीय कर्म बांधता है, अथवा १-जिनेश्वरका,२-मुनिकाएवं,३-संघकादुश्मनजैसे दर्शनमोहनीय कर्मबांधता है, ठीक वैसे ही देवद्रव्य आदि धर्मद्रव्यों का विनाश करने में मूढ व्यक्तिदर्शनमोहनीय कर्मबांधता है। - द्रव्यसप्ततिका છે. જ છેકે પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૫ Page #142 -------------------------------------------------------------------------- ________________ જો આગમશાસ્ત્રોનો આદર કરી જિનાજ્ઞાનો આદર કર્યો, તો સર્વત્ર સફળતા અને સદ્ગતિ નિશ્ચિત છે. પણ જો આગમશાસ્ત્રોનો અનાદર કર્યો તો એ સાક્ષાત્ જિનાજ્ઞાની અને શ્રીજિનેશ્વરદેવનો જ અનાદર છે. એનું પરિણામ પગલે પગલે વિડંબણા અને દુર્ગતિનું ભ્રમણ નિશ્ચિત છે. આગમશાસ્ત્રોની આજ્ઞા મુજબ વહીવટ કરનાર માટે જેમ યાવતું તીર્થકર નામકર્મનો બંધ નિશ્ચિત છે, તેમ આગમશાસ્ત્રોની આજ્ઞાનો અનાદર કરી વહીવટ કરનાર માટે યાવત્ સાતમી નરક અને દુરંત સંસાર છે. માટે જ કહ્યું છે કે – માપ ઘો, ઘમો આપIણ પડવો ધર્મ આજ્ઞામાં છે, ધર્મ આજ્ઞા સાથે બંધાયેલો છે. ' કોર્ટ તમે જોઈ છે કે નહિ મને ખબર નથી. ત્યાં વાદી-પ્રતિવાદી બને આવે. કોર્ટ બંનેને સવાલ પૂછે. બંનેને સાંભળે. બંનેના વકીલોને સાંભળે. એ વખતે વાદી' પ્રતિવાદી' એમ સંબોધન કરે. આરોપી હોય તેને પણ કહેવાતો આરોપી’ એમ જ સંબોધન કરે. નિર્ણય થાય નહિ ત્યાં સુધી મધ્યસ્થ જ રહે. પણ એ મધ્યસ્થતા ક્યાં સુધી ? પોતાને નિર્ણય ન થાય ત્યાં સુધી જ ને ? જેવો નિર્ણય થાય તેવી સજા સંભળાવે ? આરોપીને ગુનેગાર પણ જાહેર કરે ? પછી જજમેંટમાં પણ એ જ લખે ? તેમ અહીં જિનાજ્ઞાની બાબતમાં પણ છે. એ વાત આવે ત્યારે, જ્યાં સુધી તમને એમાંથી સત્ય ન સમજાય, પ્રભુની સાચી આજ્ઞા ન સમજાય ત્યાં સુધી તમે મૌન રહો, તટસ્થ રહો, કોઈ પણ પક્ષમાં ન ઢળો અને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન જારી રાખો; પણ એકવાર સમજાઈ જાય પછી તો સત્યના પક્ષમાં જ રહો ! એકવાર મારા ગુરુદેવ નાસિકમાં હતા. એમને સખત તાવ આવેલો. બાજુના પ્રદેશમાંથી કોલેજના ભણેલા-ગણેલા એજ્યુકેટેડ કહેવાય તેવા યુવાનો એમનાં દર્શને અને કાંઈક વ્યાખ્યાન સાંભળવા મળે એ માટે આવેલા. પૂજ્યશ્રી વ્યાખ્યાન આપી શકે તેમ ન હતા.એ લોકોનો આગ્રહ હતો કે પૂજ્યશ્રી ભલે વ્યાખ્યાન ન देवद्रव्येण या वृद्धिगुरुद्रव्येण यद्धनम् । तद्धनं कुलनाशाय, मृतोऽपि नरकं व्रजेत् ।। ૧૧૬ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન Page #143 -------------------------------------------------------------------------- ________________ આપી શકે પણ અમને એકાદ વાક્યમાંય હિતશિક્ષા આપે તો અમે જરૂર પોતાને ભાગ્યશાળી માનીશું. છેવટે પૂજ્યશ્રીને વાત કરી. તેઓશ્રીએ એક જ વાક્યમાં હિતશિક્ષા આપી. “જે વિષયમાં તમે પૂરું જાણતા ન હો તે વિષયમાં તમારે ક્યારેય કોઈપણ અભિપ્રાય ન આપવો” સમજ્યા ? આજે મારે પણ તમને એક ટૂંકી હિતશિક્ષા આપવી છે. માત્ર ત્રણ જ શબ્દો આપવા છે : ૧ – આજ્ઞા, ૨ - વિધિ અને ૩ - જયણા આ ત્રણને પકડીને તમે ચાલશો તો તમારું કલ્યાણ જ કલ્યાણ છે. આ ત્રણની ઉપેક્ષામાં અકલ્યાણ છે. શ્રાવકના ઘરમાં તો જયણા એ જ મંગલ છે. જેના જીવનમાં જયણા નહિ તેના ઘરમાં કે જીવનમાં મંગલ નહિ. સમજ વિનાની જયણાની, આજ્ઞા વિનાની કે આજ્ઞા નિરપેક્ષ એવી કહેવાતી જયણાની, કશી જ કિંમત નથી. માટે બધામાં આજ્ઞા-જિનાજ્ઞા જ ચડિયાતી છે. આજ્ઞા અને વિધિ સાથે જયણાનો સંબંધ અને સુમેળ રચાય તો જૈનશાસન આજેય જયવંત બની જાય. જાત માટે ક્યારેય ઢીલું મૂકવું નહિ અને જિનાજ્ઞાની વાત આવે ત્યાં ઢીલું મૂકવું કે મૂકવાની વાત કરવી, એ આજના જમાનાની ફેશન થઈ ગઈ છે, જે બિલકુલ યોગ્ય નથી. આપણે ત્યાં તો વ્યક્તિગત રીતે પોતાની જાતનો કોઈ વિચાર કરવાનો નથી અને જિનાજ્ઞાની બાબતમાં ક્યાંય બાંધછોડ કરવાની નથી” એ વિચાર છે. આ રીતે “સુખસ્વજનથી લઈને “આજ્ઞાપ્રધાન સુધીના બાર ગુણ જેનામાં હોય તે વ્યક્તિ શ્રીસંઘનું સંચાલન-વહીવટ કરવા માટે અધિકારી છે. જેનામાં આ ગુણો ન હોય, જેની આ ગુણો મેળવવાની દરકાર પણ ન હોય તે તેના માટે સર્વથા અનધિકારી છે. આ માટે દરેકે પોતાની જાતનું નિરીક્ષણ કરવું અત્યંત જરૂરી છે. देवद्रव्य से जो स्वधन की वृद्धि की जाती है, एवं गुरुद्रव्य से जो धन ग्रहण किया जाता है, वह धन कुल के नाश हेतु होता છે, વં મને પર વદ નર મેં ગીતા - નિત્ય પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૧૭ Page #144 -------------------------------------------------------------------------- ________________ આ બધું હું કહી રહ્યો છું તે તમે કોઈકને માટે ન વિચારતા, પણ જાત માટે વિચારજો. અહીં સંઘવીજી બહુમાન કરશે ત્યારે બધા સાફો-પાઘડી પોતાને માથે પહેરશે, પણ હું અહીં જે સાફો-પાઘડી પહેરાવવા માગું છું, તે બીજાને પહેરાવવાની પેરવી કરો અને જાતે નહિ પહેરો તો કેમ ચાલશે ? જેના હૈયામાં સાચી ધર્મભાવના હશે, પરમાત્માની આજ્ઞા ઉપર સાચું સમર્પણ હશે, તે બુદ્ધિનો ઉપયોગ કરી જાતને ઠગવાનો ધંધો નહિ કરે. જેના હૈયામાં સાચી ધર્મભાવના નહિ હોય, જેને ભગવાનની આજ્ઞા પ્રત્યે સાચો સમર્પણભાવ નહિ હોય તે જ બુદ્ધિના ઉપયોગ દ્વારા જાતને ઠગવાનો ધંધો કરશે. આ વાત આત્મસાક્ષીએ વિચારશો તો એનું સારું જ પરિણામ આવવાનું છે. આત્મસાક્ષીએ નહિ વિચારો તો આ પણ એક બુદ્ધિનો વ્યાયામ બની રહેશે. એનાથી કશું સારું નહિ નીપજે. આજે કેટલુંક કહ્યું છે. કડક થઈને પણ કહ્યું છે. તમારો પ્રમાદ હઠે એ માટે તેમ કહેવું જરૂરી લાગ્યું માટે કહ્યું છે. સરવાળે તેમાં જ સૌનું હિત છે. આ અંગે વધુ વાતો કાલે કરવાની ભાવના છે. ક, રાજકોટ प्रभास्वे मा मर्ति कुर्यात् प्राणैः कण्ठगतैरपि । अग्निदग्धाः प्ररोहन्ति, प्रभादग्यो न रोहयेत् ।। A , , , ૧૧૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ દ્વિતીય-૩, તા. ૫-૪-૨૦૦૩, શનિવાર. - સવારે ૯-૩૦ પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् । आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ।। “વીતરાગ પરમાત્માનું!તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે; કેમ કે આરાધેલી તારી આજ્ઞા મોક્ષ માટે થાય છે અને વિરાધેલી તારી આજ્ઞા સંસાર માટે થાય છે.” અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગસ્તવ નામના મહાન ગ્રંથરત્નના માધ્યમથી વીતરાગ પરમાત્માની સ્તવના દરમ્યાન એમની આજ્ઞાની સ્તવના કરતાં કહે છે કે ભગવંત ! તમારી પૂજા કરતાં પણ AANTाण चले जाए तो भी देवद्रव्य या साधारण द्रव्य जैसे धार्मिक द्रव्यों पर नजर मत कर ! क्योंकि आग से जले (वृक्ष) फिर से ऊगते है, पर धार्मिक द्रव्यों के भोगरूप आग से जला आदमी कभी ऊँचा नहीं आता । - I- Fa, કરો પ્રવચન-૩ જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૧૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ તમારી આજ્ઞાનું પાલન, એ વધુ મહત્ત્વપૂર્ણ છે. કારણ કે, તમારી આજ્ઞાની આરાધના મુક્તિની ભેટ ધરે છે, જ્યારે તમારી આજ્ઞાની વિરાધના સંસારનું સર્જન કરે છે. જેને મુક્તિએ પહોંચવું છે, એને માટે આજ્ઞાની આરાધના કરવી અનિવાર્ય છે. જે આજ્ઞાની આરાધનાના બદલે વિરાધના કરે છે, એને માટે સંસાર ભ્રમણ નિશ્ચિત બને છે. સંસારમાં પણ આજ્ઞાનો આરાધક સુખી બને છે અને આજ્ઞાનો વિરાધક દુઃખી બને છે. જેમ મુક્તિ અને સંસારનું કારણ આજ્ઞાની આરાધના-વિરાધના છે, તેમ સદ્ગતિ-દુર્ગતિનું, સુખ અને દુઃખનું કારણ પણ આજ્ઞાની આરાધના-વિરાધના છે. ટૂંકમાં કહીએ તો જે કાંઈ સારું, શ્રેષ્ઠ છે, તેનું મૂળ આજ્ઞાની આરાધના છે અને જે કાંઈ ખરાબ-નબળું છે, તેનું મૂળ આજ્ઞાની વિરાધના છે. સારામાં શ્રેષ્ઠ મુક્તિ છે અને ખરાબમાં ખરાબ સંસાર છે. માટે જ આજ્ઞાની આરાધનાવિરાધનાના અંતિમ પરિણામ તરીકે મોક્ષ અને સંસારને અહીં રજૂ કરવામાં આવ્યાં છે. આ વિષયમાં થોડા વધારે ઊંડા ઊતરવું હોય તો ઉપમિતિભવપ્રપંચા કથા'ના આઠમા પ્રકાશને યાદ કરવો પડશે. ઉપમિતિભવપ્રપંચા કથા એ જૈનશાસનનો મહાન કથાગ્રંથ છે. સિદ્ધર્ષિ ગણિની એ ભેટ છે. ભવવિરક્તિને પ્રગટ કરવાનું એ મહાન આલંબન છે. એમાં લખ્યું છે કે, જગતમાં કોઈના પણ જીવનમાં કોઈ પણ પ્રકારનું જે સુખ જોવા મળે છે તે આ ભવમાં કે ગતભવોમાં કરેલી અરિહંતની આજ્ઞાની આરાધનાનું જ ફળ છે, અને જગતમાં કોઈના પણ જીવનમાં કોઈપણ પ્રકારનું દુઃખ જોવા મળે છે તે આ ભવમાં કે ગતભવોમાં કરેલી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની વિરાધનાનું જ ફળ છે. મારા, તમારા, આપણા સૌના જીવનમાં જો ક્યાંય પણ સુખનો છાંયડો જોવા મળતો હોય તો તેના મૂળમાં આ ભવ કે પરભવમાં આપણે ક્યાંક ભગવાનની રાજય સરકાર ની કચેરીની સારવારના પર પાર - यथाने विषसंसों, दुग्धे काञ्जिकसङ्गमः । तथात्मनो धनेनोच्चैः, संसों गुरुसम्पदः ।। ૧૨૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #147 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાને આરાધી છે એ જ કારણ છે, અને આપણા જીવનમાં ક્યાંય દુ:ખ આવ્યું હોય તેમાં પણ આ ભવમાં કે પરભવમાં ક્યાંક ભગવાનની આજ્ઞાની વિરાધના કરી છે, એ જ કારણ છે. શ્રી જિનેશ્વરદેવો સર્વજ્ઞ હતા, સર્વદર્શી હતા, અનંત કરુણાના સ્વામી હતા. જગતના પ્રત્યેક જીવો દુ:ખથી મુક્ત બની શાશ્વત સુખના સ્વામી બને, એ જ એમની ભાવના હતી. એમણે એ જ એક આશયથી ધર્મશાસનની સ્થાપના કરી અને એનો જ ઉપદેશ આપ્યો, એ ઉપદેશને જ આપણે આજ્ઞારૂપે સ્વીકારવાનો છે. તમે જે પણ જવાબદારી તમારા શિરે સ્વીકારી છે, એ જો આજ્ઞાપાલનના એક ભાગરૂપે હોય તો જ તેની શ્રી જૈનશાસનમાં કિંમત છે. એ જ આજ્ઞાપાલનના ભાગરૂપે ન હોય તો તેવી પ્રવૃત્તિની શ્રી જૈનશાસનમાં ફૂટી કોડીની કિંમત નથી. જો અમને પણ આજ્ઞાપાલનનો ભાવ ન હોય તો અમારા સંયમજીવનની પણ કશી કિંમત નથી, તો પછી આજ્ઞાપાલનના ભાવ વગરની તમારી પ્રવૃત્તિઓની કિંમત ક્યાંથી હોઈ શકે ? અમારે અમારી પ્રત્યેક બાબતો જિનાજ્ઞાને અનુરૂપ છે કે નહિ તે જોવાનું છે. જો હોય તો આનંદ, ન હોય તો તે બાબતમાં સુધારો કરવાનો પ્રયત્ન કરવાનો. તેમ તમારે પણ તમારી પ્રત્યેક બાબતો જિનાજ્ઞાનરૂપ છે કે નહિ તે જોવાનું છે, જો હોય તો આનંદ માનવાનો, ન હોય તો તેને અનુરૂપ જીવન બનાવવા પ્રયત્ન કરવાનો. આજ્ઞા ન સમજવાના કારણે, આજ્ઞા પ્રત્યે અજ્ઞાન હોવાના કારણે, અજાણતાં કાંઈક આજ્ઞાવિરુદ્ધ થઈ જાય તો તે હજુ ઝાઝું નુકસાન નહિ કરે, પ્રાયશ્ચિત્ત કરવાથી તેની શુદ્ધિ થઈ શકે; પરંતુ આજ્ઞાની ઉપેક્ષા કે અનાદર હોય, બધા કહે તેમ કરવું, પછી ભગવાનની આજ્ઞા ભલે બીજી હોય; આ રીતનો જેનો ભાવ હોય, તે વ્યક્તિ સર્વસ્વની પણ ન્યોછાવરી કરે તો પણ તેની કશી કિંમત નથી. એથી એનું કલ્યાણ નહિ થાય. આટલું નક્કી થયા બાદ ભગવંતની આજ્ઞા કઈ કઈ તેની જ માત્ર જાણકારી કરી. जैसे खानाजहर के योगसे जहर बनजाता है, दूध में छाछ मिलने पर वह खट्टा बन जाता है, उसी प्रकार खुद के धन में बड़ों की संपत्ति (देवद्रव्य आदि) मिल जानेपर स्वधन भी वैसा ही बनजाता है ।(अतः सभीखातों की थैली एक न रखें, सबका वहीवट अलग करें ।) - शत्रुजय माहात्म्य પ્રવચન-૩: જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૨૧ Page #148 -------------------------------------------------------------------------- ________________ આપવાની કે મેળવવાની રહે. પછી આજ્ઞાપાલન ઘણું સરળ બની જશે. શ્રમણજીવન સારી રીતે કેમ જીવવું, શ્રમણજીવનના આચારો સારી રીતે કેમ પાળવા અને શ્રાવકજીવનના દર્શન-પૂજન વગેરે વ્યવહારો કેમ પાળવા, એટલી જ ભગવાનની આજ્ઞા છે, - એવું નથી. સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ પોતાના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિઓ કઈ કઈ રીતે કરવી અને કઈ કઈ રીતે ન કરવી, એ માટે પણ પ્રભુની આજ્ઞાઓ છે. માટે જ સંઘનું સંચાલન, સાતક્ષેત્રની વ્યવસ્થા, શાસનની આરાધના-પ્રભાવના-રક્ષાનાં કાર્યો શી રીતે કરવાં, એ તમામ વાતોને દર્શાવતી પ્રભુની આજ્ઞાઓ છે, જે જાણવી દરેક માટે અનિવાર્ય છે. એ આજ્ઞાઓ શાસ્ત્રથી જણાય છે, માટે જ જ્ઞાનીઓએ શાસ્ત્રનો આદર કરવાનો કહ્યો. शास्त्रे पुरस्कृते तस्मात्, वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्माद्, नियमात्सर्वसिद्धयः ।।१।। “જેણે શાસ્ત્રનો આદર કર્યો તેણે વીતરાગનો આદર કર્યો અને વીતરાગનો આદર કરવાવાળાને નક્કી બધી સિદ્ધિઓ મળે છે.” સાધનાનું ક્ષેત્ર અતીન્દ્રિય છે. એમાં માત્ર ઇન્દ્રિયોના આધારે નિષ્કર્ષો કાઢી શકાય નહિ. એ અતીન્દ્રિય-અદૃષ્ટ ક્ષેત્રમાં કે આત્મકલ્યાણના માર્ગમાં શાસ્ત્રરૂપી દીપક લીધા વિના જે કોઈ પગ માંડવા જાય તેને ડગલે ને પગલે ઠોકર જ ખાવાનો વારો આવે છે. માટે જ કહ્યું પણ છે કે - अदृष्टार्थेऽनुधावन्तः, शास्त्रदीपं विना जडाः । प्राप्नुवन्ति परं खेदं, प्रस्खलन्तः पदे पदे ।। “નહિદેખાતા પદાર્થોની બાબતમાં શાસ્ત્રરૂપદીપકવિના નિર્ણય કરવા દોડતા જડલોકોડગલેને પગલેસ્પલના પામવાથી ખેદ(શાક)ને પામે છે.” તમે એમ માનતા હો કે દુનિયાનો ઘણો વ્યવહાર કર્યો છે અનુભવ ઘણો મેળવ્યો છે, રાખમાંથી રૂપિયા ઉપજાવતાં આવડે છે, તેના આધારે અહીં देवद्रव्यं गुरुद्रव्यं दहेदासप्तमं कुलम् । अङ्गाालमिव तत्स्प्रस्टुं युज्यते न हि धीमताम् ।। - द्रव्यसप्ततिका टीका ૧૨૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #149 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્ષેત્રમાં પણ વહીવટ કરી લેશું; તો તે માન્યતા ભૂલ ભરેલી છે. ધર્મક્ષેત્રના સંચાલન માટે, સાતક્ષેત્રના વહીવટ માટે અતિ મહત્ત્વપૂર્ણ આજ્ઞાઓમર્યાદાઓને જાણવા માટે, બીજા ઘણા બધા ગ્રંથોનો લાંબો-પહોળો અભ્યાસ ન જ કરી શકો તો પણ ‘દ્રવ્યસપ્તતિકા’નો અભ્યાસ તો કરવો જ જોઈએ. જગદ્ગુરુ આચાર્ય શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય સેનસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય દેવસૂરિજી મહારાજે સ્વયં જેમને ઉપાધ્યાય પદવી આપી હતી અને તત્કાલીન ગીતાર્થોમાં જેમનું વિશિષ્ટ નામ હતું, તે ઉપાધ્યાયજી શ્રી લાવણ્યવિજયજી મહારાજે ૩૦૦ વર્ષ પૂર્વે દ્રવ્યસપ્તતિકા ગ્રંથની રચના કરી છે, જેમાં એમણે પૂર્વનાં શાસ્ત્રોનો પૂરતો સહારો લીધો છે. આગમો તો તમે વાંચી શકવાના નથી. શ્રુત તો દરિયો છે, તેમાં ઊતરવાની તમારી કોઈ તાકાત નથી. માટે સંગ્રહ ગાથાઓ તેમજ સ્વરચિત ગાથાઓથી રત્નના સંચય જેવો આ ગ્રંથ તેમણે બનાવ્યો છે, જેમાં સાત ક્ષેત્રની આવકજાવકના માર્ગો આદિનું વિગતવાર વર્ણન છે, એ ક્ષેત્રોના સંચાલનમાં તમારી અને અમારી ભૂમિકા કઈ કઈ અને તમારાં અને અમારાં કર્તવ્યો કયાં કયાં તે પણ તેમાં બતાવવામાં આવ્યું છે. અમારે એ વહીવટથી ક્યાં અળગા રહેવું અને ક્યારે ને ક્યાં એમાં ભળવું ? ક્યાં પ્રેક્ષક બનવું અને ક્યાં તમારા પર સવાર થવું ? તેનો વિવેક પણ બતાવ્યો છે. અમને પણ કહ્યું કે, ‘ધર્મદ્રવ્યનો ક્યાંય વિનાશ થતો હોય, જિનાજ્ઞાનું ખંડન થતું હોય તો તમારે તમારી પૂરી શક્તિથી એ વિનાશ અને ખંડનને રોકવાનો પ્રયત્ન કરવાનો.’ જો અમે એની ઉપેક્ષા કરીએ તો અમારો ય સંસાર યાવત્ અનંતો વધી જાય. देवद्रव्य एवं गुरुद्रव्य सात पीढीओं तक कुल को जलाता है, अतः अंगारे की तरह बुद्धिमानों के लिए उसका स्पर्श करना भी योग्य नहीं । - द्रव्यसप्ततिका टीका પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૨૩ Page #150 -------------------------------------------------------------------------- ________________ चेइयदव्वविणासे, तद्दव्वविणासे दुविहभेए । साहू उविक्खमाणो, अणंतसंसारिओ होइ ।।१६।। “દેવદ્રવ્યનો વિનાશ થતો હોય કે દેવદ્રવ્યથી લાવેલા-ખરીદેલા-મેળવેલા નવા કે જૂના બે ય પ્રકારના દ્રવ્યનો વિનાશ થતો હોય, ત્યારે તેની ઉપેક્ષા કરનારો સાધુ યાવત) અનંત સંસારી થાય છે. આ રીતે અમને પણ ચેતવણી આપી છે. નાનામાં નાની ભૂલોના પ્રાયશ્ચિત્તમાં વિધાનો પણ એમાં છે. સંચાલક તરીકેની તમારી ગુણગરિમા કેવી હોવી જોઈએ એ બતાવવા માટે છેક પંચાલકજી સુધી પહોંચી એમાંથી ગાથાઓ લાવી એમાં ટાંકવામાં આવી છે. પંચાલકજી એ પૂજ્ય આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનો બનાવેલો ગ્રંથ છે. એમની પ્રાપ્તિ જૈનશાસનને થઈ એ પણ એક રસપ્રદ બાબત છે. એમનો સમય ઘણો વિલક્ષણ હતો. બૌદ્ધોનું સામ્રાજ્ય ચારે બાજું ખીલેલું હતું. એમની સામે ઝીંક ઝીલવી ઘણી અઘરી હતી. તો બીજી તરફ વૈદિક મતના અનુયાયી બ્રાહ્મણોનું જોર પણ ઓછું ન હતું. તેવા સમયે ચિત્તોડના મહારાણાના રાજપુરોહિત, જૈનોના કટ્ટર દ્વેષી અને કટ્ટર વૈદિક મતાવલંબી બ્રાહ્મણ હરિભદ્ર હતા. એમને એક પ્રતિજ્ઞા હતી. કોઈનું બોલેલું જો ન સમજાય તો તેના શિષ્ય બની જવું. એમાં એક પ્રસંગ બન્યો. એક સાધ્વીજી મહારાજની બોલેલી ગાથા એમને ન સમજાણી. અર્થ સમજવા સાધ્વીજી મહારાજ પાસે ગયા. સાધ્વીજી મહારાજ જૈનશાસનની ઉજ્જવળ મર્યાદાઓનાં પાલક હતાં. એમણે કહ્યું : આ અર્થ સમજાવવાનો અમારો સાધ્વીઓનો અધિકાર નથી. આ માટે તમે અમારા આચાર્ય પાસે જાઓ. અર્થજિજ્ઞાસા એવી તીવ્ર હતી કે તેઓ આચાર્યશ્રી પાસે ગયા. આચાર્યશ્રીએ તેમની પાત્રતા જોઈને કહ્યું : “આ ગાથાનો અર્થ જાણવો હોય તો તમારે જૈન દીક્ષા લેવી પડશે.” તેઓ એ માટે પણ તૈયાર જ હતા. તેમણે દીક્ષા લીધી અને પોતાની પ્રતિજ્ઞા મુજબ એમનું શિષ્યત્વ સ્વીકાર્યું, जं सासयसुहसाहण-माणाआराहणं जिर्णिदाणं । ता तीए जइअव्वं जिणवयणविसुद्धबुद्धीहिं ।। भक्तपयुक्खाण ૧૨૪ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન Page #151 -------------------------------------------------------------------------- ________________ જેમાંથી તેઓ સમર્થ આચાર્ય થયા. આજ્ઞાપાલન અને મર્યાદાપાલનનું શું પરિણામ આવે તે વિચારો. ઘણા વહીવટદારો અમને આવીને કહે “સાહેબ થોડા ઉદાર બનો. મતલબ કે થોડા ઢીલા બનો!થોડા અમારા ભેગા ભળો તો ઘણો લાભ થશે!મારે તમને પૂછવું છે કે, અમે તમારામાં ભળીએ તો લાભ થાય કે તમે અમારામાં ભળો તો લાભ થાય ? અમારે તમારું માનવાનું કે, તમારે અમારું માનવાનું? કોણ કોનું માને તો લાભ ? સભા અમારું ય થોડું માન તો રાખવું જોઈએ ને ? સાધુ માન કોનું રાખે ? તમારું કે જેની ખાતર સંસાર છોડ્યો, દીક્ષા લીધી તે પંચપરમેષ્ઠિનું ? તમારું માન પણ જાળવીએ, જો તમે પંચપરમેષ્ઠિની વાત લઈ આવો તો ! બાકી પંચપરમેષ્ઠિની કોઈ વાત હોય નહિ અને પોતાનો જ કક્કો ખરો કરાવવા માગો તો એ શી રીતે બને ? આ રીતે તમારું માન જાળવવા જઈએ તો આ પાટે બેસવાનો અધિકાર પણ અમે ગુમાવી બેસીએ છીએ. વાત નીકળી જ છે તો કહી દઉં - વિ. સં. “૧૯૮૫-૮૬ એટલે ઈસવીસન-૧૯૨૯-૩૦ની આ વાત છે. મારા પરમતારક ગુરુદેવ એમનાય ગુરુદેવ અને દાદાગુરુદેવ સાથે મુંબઈ ચાતુર્માસ બિરાજમાન હતા. સુધારાવાદ એ સમયે ફૂલ્યોફાલ્યો હતો. “બાળદીક્ષાઓ બંધ થવી જોઈએ.” “સાધુઓ સમાજનું ખાય છે, એમણે સમાજની પણ ચિંતા કરવી જોઈએ.” “જે સાધુઓ સમાજનું ખાઈ સમાજનું કાંઈ ન કરે, તે સમાજ માટે ભારરૂપ છે.” સાધુઓએ રેંટિયો કાંતવો જોઈએ, સાધ્વીએ હોસ્પીટલમાં નર્સનું કામ કરવું જોઈએ, દેવદ્રવ્ય સાધર્મિકોને આપવું જોઈએ, જ્ઞાનદ્રવ્યને સ્કૂલો, કોલેજો આદિ વ્યાવહારિક કેળવણીમાં વાપરવું જોઈએ.' “મંદિર અને મૂર્તિઓની જરૂર નથી”, “શાસ્ત્રો એ તો જરીપુરાણાં પોથાં છે, આ કાળમાં એનો કોઈ ઉપયોગ નથી.” “ટીલાં-ટપકાં કરવાનાં બંધ કરો, એથી जिनेश्वरों की आज्ञा का आराधन शाश्वत (मोक्ष) सुख का साधन है अतः जिनवचन से विशुद्ध बने बुद्धिमानों को जिनाज्ञा में प्रयत्न करना चाहिए। - भक्तपञ्चक्खाण ઉપર ન મ મ મ મ મ ા પણ આ કિસ છે. તે એ છે કે પ્રવચન-૩: જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૨૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ કોઈનો ઉદ્ધાર નહીં થાય.” “પૂજા-પડિક્કમણામાં સમય બરબાદ કરવાની કોઈ જરૂર નથી.” “ઓચ્છવ-મહોત્સવમાં ધનનો ઉપયોગ એ તો ધનનો ધૂમાડો કરવા બરાબર છે.” આવી તો કેટલીએ વિચિત્ર વાતોનો વાવંટોળ ઊઠ્યો હતો. એ સમયે સામા પૂરે તરવાનું કામ એ મહાપુરુષે કર્યું હતું. એ માટે એમણે પોતાની સમગ્ર જાતને હોડમાં મૂકી હતી. આત્મસામર્થ્ય, ચારિત્રબળ અને દેશનાની પ્રચંડ તાકાતથી એ તમામ વમળોને નાથવાનું કામ એમણે એકલે હાથે ઉપાડ્યું હતું. એક એક પ્રવચનના અંતે એના ઘેરા પ્રત્યાઘાતો પડતા હતા. ઘરોમાં, બજારોમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં એની જ ચર્ચા થતી. દૈનિક પેપરોમાં પણ એની અસરો વિધવિધ રીતે પડઘાયા કરતી. એમાંથી પરિણામલક્ષી એક નવા સંઘર્ષનો પ્રારંભ થયો હતો. સુધારકોની એક એક વાતોનો યુક્તિપુરઃસર શાસ્ત્રસાપેક્ષ જવાબ અપાઈ રહ્યો હતો. આ આખાએ પ્રતિવાદનું પ્રતિબિંબ, શ્રી સંઘસ્વરૂપ દર્શન ભાગ-૧ થી ૫ અને આચારાંગ સૂત્રનાં પ્રવચનો ભાગ-૧ થી ૧૪માં પ્રકાશિત થયેલ પ્રવચનોમાં આજે પણ જોવા મળે છે. આ બધા પ્રતિકારનું પરિણામ એવું હકારાત્મક આવ્યું કે જેઓ સુધારાવાદના ચક્રવાતમાં અટવાયા હતા, તે મુક્ત થઈ ગયા, અને એ બધા પણ આ અભિયાનમાં જોડાયા. જાગૃતિનો શંખનાદ ફૂંકાયો. શ્રોતાઓને જ્ઞાનનો ઉજાસ લાધ્યો. શ્રદ્ધાના પાયા મજબૂત થયા. સુધારકોના કિલ્લાઓ તૂટવા લાગ્યા. સુધારાવાદનો પ્રબળ સામનો થયો. જેના પરિણામે વાતાવરણમાં સારી એવી ગરમી આવી. સુધારાવાદીઓએ જોયું કે આ પ્રવચનો ચાલશે તો હવે ટકવું મુશ્કેલ છે, કોઈ પણ રીતે આ પ્રવચનો બંધ થવાં જ જોઈએ. પ્રવચનોને બંધ કરાવવા કેટલાક મધ્યસ્થી કરનારા લોકોનો સંપર્ક સાધ્યો. જવાબદારી એમને સોંપાઈ. એમણે મારા પરમતારક ગુરુદેવશ્રીજીના ભક્ત આગેવાનોને આ જવાબદારી સોંપવા સંપર્ક કર્યો. તેઓ એમની વાતમાં अनियाणोदारमणो हरिसवस विसप्पकंचुइयराइ । पूएइ गुरुं संघं साहमियमाइ भत्तीए ।। - भक्तपझक्खाण ૧૨૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #153 -------------------------------------------------------------------------- ________________ ભોળવાઈ ગયા. વાત એમ થઈ કે, ‘બન્નેય બાજુનાં પ્રવચનો બંધ કરાવીએ.’ એ માટે પહેલેથી જ સુધારકોએ નક્કી કરેલી યોજના મુજબ તે ભક્ત આગેવાનોને સુધારકોની વાતો જ્યાં પીરસાતી તેવા સ્થાને લઈ ગયા અને ત્યાંથી તેમને ‘જો તમે ત્યાં વ્યાખ્યાન બંધ કરાવો તો અમે પણ બંધ કરશું,’ એવું વચન અપાવ્યું. હવે તેઓ અહીં આવ્યા. જીવતલાલ પ્રતાપશી, નગીનદાસ કરમચંદ જેવાં મોટાં માથાં આ કાર્યવાહીમાં સંકળાયાં હતાં. તેઓ લાલબાગ આવ્યા. પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજાને મળી વાત કરી. એમણે મા૨ા પરમતારક ગુરુદેવને બોલાવી કહ્યું : ‘આ વ્યાખ્યાન બંધ કરાવવા આવ્યા છે એ અંગે શું કરવું છે ?’ મારા ગુરુદેવે દાદાગુરુદેવને જવાબ આપ્યો : ‘સાહેબ, આપ જેમ કહો તેમ કરશું.’ ‘એમ નહિ, તારે જ નિર્ણય લેવાનો છે.' ત્યારે બન્નેય ગુરુદેવોએ સમગ્ર પરિસ્થિતિને આંખ સામે રાખી વિમર્શ કર્યો, વિમર્શના અંતે નિર્ણય લીધો કે, “પ્રવચનો ચાલુ રાખવાં, બંધ ન કરવાં.” દાદાગુરુદેવની નિશ્રામાં આગેવાનોને ઉત્તર આપતાં મારા પરમતારક ગુરુદેવશ્રીએ કહ્યું : ‘પ્રવચનો બંધ નહિ કરી શકાય, પ્રવચનો તો ચાલુ જ રહેશે !’ પણ ‘આપે અમારી વાત ધ્યાનમાં લીધી ?’‘તમારી વાત ધ્યાનમાં લીધા પછી જ આ ઉત્તર આપ્યો છે.’ ‘શું આપનો આ જ નિર્ણય છે ?’ ‘હા, એમાં કોઈ ફ૨ક નથી’ ‘તો અમે એવી જાહે૨ાત ક૨શું કે કોઈ પ્રવચનમાં જ નહીં આવે.’ ‘એનો અમને ક્યાં વાંધો છે કોઈ નહીં આવે તો અમે અમારા સાધુઓને સંભળાવશું. ‘તમારી પાસે અમારું કોઈ સ્થાન ખરું કે નહીં ?’ ‘સાધુ પાસે તમારું સ્થાન જરૂર છે, પણ તે સાધુના ચરણોમાં, એથી વિશેષ ક્યાંય નહીં.’‘તો હવે અમે અહીંના ૨ક્ષણની વ્યવસ્થા નહિ કરી શકીએ’ ‘એમાં ચિંતાનું કોઈ કારણ નથી. અમે સાધુઓ ક્યારેય કોઈના રક્ષણ ઉપર જીવતા નથી. અમારી રક્ષા પ્રભુના શાસનના સહારે થતી હોય છે. એ મુદ્દે તમે નિશ્ચિંત રહેશો. તમે તમારા બધા - ૨- નિયાળારહિત, ૨ - વારમનવાહા, રૂ - પૂર્વ સે રોમાંચિત बना हुवा श्रावक गुरु की, संघ की, साधर्मिक आदि की भक्ति से पूजा રેં। भक्तपचक्खाण પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૨૭ Page #154 -------------------------------------------------------------------------- ________________ જ મૈયા-ગુરખાઓને છૂટા કરી શકો છો, અમારી કોઈ ચિંતા ન કરશો.” આ વાર્તાલાપના અંતે જીવાભાઈ, નગીનભાઈ વગેરે ઊભા થઈ ગયા. જીવાભાઈના અવાજમાં ઉગ્રતા અને આવેશ વર્તાતો હતો. ત્રણેય આગેવાનો નીચે આવ્યા. ઉપાશ્રયના ઓટલે બેઠા. આજે પણ એ વાતની સાખ પૂરતો ઓટલો ત્યાં મોજૂદ છે. નગીનભાઈએ કહ્યું : “જીવાભાઈ ! સાચું કહું તો, મને તો આજે એક સાચા સાધુનાં દર્શન થયાં. જેને સંસારીની કાંઈ પડી જ ન હોય, જે એકમાત્ર વીતરાગ શાસનના સહારે જ જીવતો હોય. તમને નથી લાગતું કે આજના વ્યવહારમાં આપણે ભૂલ કરી છે ?' ‘ભૂલ તો કરી જ છે, પણ કરવું શું? મારાથી બોલાઈ ગયું. મને પણ થાય છે કે મારે આમ નહોતું કહેવું જોઈતું.” આમ બોલીને જીવાભાઈ પોકે પોકે રડી પડ્યા. ત્રણેય આગેવાનો ફરી ઉપર આવ્યા. બન્નેએ પૂજ્યોના પગમાં પડી માફી માંગી. બન્નેય પૂજ્યોએ સહજ ભાવે માફી આપી અને સમજાવ્યું કે “ધર્મોપદેશ સાંભળવા આવનારને ધર્મોપદેશ આપવો એ સાધુનું કર્તવ્ય છે. વિધિમાર્ગ સમજવા માગે એને વિધિ સમજાવવી અમારી ફરજ છે.” અધ્યાત્મસારમાં કહ્યું છે - विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधिच्छूनाम् । अविधिनिषेधश्चेति प्रवचनभक्तिः प्रसिद्धा नः ।। “વિધિનું કથન કરવું, વિધિનો રાગ ધરવો, વિધિમાર્ગે ચાલવા ઈચ્છતા લોકો આગળ વિધિમાર્ગનું સ્થાપન કરવું અને અવિધિનો નિષેધ કરવો આ પ્રમાણે અમારી પ્રવચન પ્રત્યેની ભક્તિ છે.” ગુરુદેવે આગળ કહ્યું : “આ વ્યાખ્યાન બંધ રાખવામાં આવે તો જગત સુધી પરમાત્માનો સાચો માર્ગ પહોંચે શી રીતે ?” જે પરિસ્થિતિમાં આ બધો વાર્તાલાપ થતો એ સમયની પરિસ્થિતિ સામાન્ય ન હતી. એ સમયે રોજની ખૂનની ધમકીઓ અને જાસાચિઠ્ઠીઓ આવતી. એક नियदव्यमईव जिणिदभवणजिणबिंबवरपइट्ठासु । वियरइ पसत्थपुत्थय-सुतित्थतित्थयरपूआसु ।। भक्तपक्खाण ૧૨૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #155 -------------------------------------------------------------------------- ________________ રાતમાં પાંચ વાર તો ગુરુદેવના સંથારાની જગ્યા બદલાતી. ખુદ દાદાગુરુ જાગતા રહી એમની સુરક્ષાનું ધ્યાન રાખતા. એ સમયમાં આ મોટાં માથાંઓએ જ ઉપાશ્રયમાં ભૈયાઓની સુરક્ષા ગોઠવેલી. તેમ જ વ્યાખ્યાન-વિહાર સમયે પણ તેમના ખર્ચે પોલિસ તૈનાત રહેતી. આવી પરિસ્થિતિમાં જવાબ આપવો કે, ‘અમે તમારી સુરક્ષાના ભરોસે જીવતા નથી, અમે પરમાત્મા મહાવીરદેવના, અમારા ગુરુદેવોના, ધર્મશાસ્ત્રના અને અમારા સંયમના બળે જીવીએ છીએ. કાલથી નહીં આજથી જ તમારા ભૈયાઓને ઉઠાવી લો' : આ કેટલી અસામાન્ય વાત છે ! માટે જ નગીનભાઈએ કહ્યું કે, ‘જીવાભાઈ મોટી ભૂલ થઈ ગઈ. આપણાથી આવું બોલાય જ નહિ. વીતરાગના શાસનનો સાચો સાધુ તો આજે જ જોયો !’ જીવાભાઈને ય વાત સ્પર્શી ત્યાં ને ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ઉપર આવી ગુરુદેવોના પગમાં માથું મૂકી પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું. ‘સાધુઓએ અમારું માન જાળવવું જોઈએ,’ એવી વાત તમે કરી એનો આ જવાબ છે. સાચી વાત બાળક પણ લઈ આવે તો જરૂર મનાય, ખોટી વાત મોટા માંધાતાની હોય તોય ન જ મનાય. સાધુ જિનાજ્ઞાને બંધાયેલા છે જગતને નહિ. આચાર્યશ્રી ગુણસાગરસૂરિજીનું નામ તમે સાંભળ્યું હશે. અંચલગચ્છના ગચ્છાધિપતિ હતા. ગૃહસ્થ જીવનમાં તેઓ પ્રખર ગાંધીવાદી હતા. જૈન પ્રવચન (પૂ. આ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનો છાપતું સાપ્તાહિક) વાંચીને એમને ગાંધીવાદ અને સુધારાવાદનાં અનિષ્ટો સમજાયાં. એ બધું એમણે છોડ્યું અને એમને દીક્ષાનો ભાવ જાગ્યો. દીક્ષા લઈ છેક આચાર્યગચ્છાધિપતિ પદ સુધી પહોંચ્યા. એમણે જાહે૨માં કહેલું કે - “સુધારાવાદીઓ, જે એવી પરિસ્થિતિ સર્જવા ઇચ્છતા હતા કે, ‘સાધુઓએ રેંટિયો કાંતવો પડે અને સાધ્વીજીઓએ હોસ્પિટલોમાં નર્સોનું કામ કરવું પડે’, પરંતુ આચાર્યશ્રી રામચંદ્રસૂરિજી મહારાજના પ્રભાવે જ તેઓ એમાં સફળ ન થઈ શક્યા.” श्रावक; जिनेश्वर के मंदिर में, जिनप्रतिमा की श्रेष्ठ प्रतिष्ठाओं में, श्रेष्ठ पुस्तकों को लिखवाने में, सुतीर्थ एवं तीर्थंकर की पूजाओं में अपना खूब स्वद्रव्य लगाता है । भक्तपचक्खाण પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૨૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી મતમાં દીક્ષિત થયેલી કેટલીક સાધ્વીઓ આજે પણ બિહારમાં આવેલ એક હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે, જેના ફોટા સાથેનો અહેવાલ એક ગુજરાતી સાપ્તાહિકમાં બે વર્ષ પૂર્વે જ પ્રગટ થઈ ચૂક્યો છે. એટલે આ બધી કોઈ કાલ્પનિક વાત નથી. આજે ધીમે ધીમે લાઈટ, માઈક વગેરે અનેક પ્રકારનાં ઈલેક્ટ્રિક સાધનોથી લઈને શ્રમણજીવનની મર્યાદાનો ભંગ કરતાં અનેક સાધનોનો ઉપયોગ શ્રમણસંઘમાં પ્રવેશ કરવા દ્વાર ખખડાવી રહ્યો છે, તો ક્યાંક તેનો ઉપયોગ શરૂ પણ થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં શ્રી જૈનશાસનની અને શ્રમણ સંઘની ઊજળી મર્યાદાઓના જતન માટે ચતુર્વિધ શ્રીસંઘે સજાગ રહેવાની જરૂર છે અને સંઘ સંચાલકો-વહીવટદારોની આ પણ એક મોટી જવાબદારી છે. ચતુર્વિધ શ્રીસંઘનું એ કર્તવ્ય છે કે, પ્રત્યેક બાબતોમાં એણે સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા અનુસાર ચાલવાનું છે અને એ આજ્ઞાનું જ્ઞાન શાસ્ત્રોમાંથી મેળવવાનું છે. મળેલી બુદ્ધિનો ઉપયોગ શાસ્ત્રવચનની સામે નહીં, પણ એના ઊંડાણને સમજવા માટે કરવાનો છે. એટલે “સાધુએ તો લકીરના ફકીર બનવાનું છે અને એમાં જ સાધુનું કલ્યાણ છે. જે બુદ્ધિ મળી છે, તેનો ઉપયોગ આ શાસ્ત્રોની લકીરોને સમજવામાં જ કરવાનો છે, એની સામે થવા માટે કરવાનો નથી.” અમે જો સાવધ ન રહીએ તો આજે માઈક આવતાં કેટલી વાર લાગે ? સાહેબ, આમાં લાભ કેટલો ! તમે દોઢ-બે કલાક ગળા ફાડો તોય ઘણાને સંભળાતું નથી. આમાં તો બધાને બરાબર સંભળાય. પછી આગળ વધી કહેશે કે સાહેબ, આમ એક જ સ્થાને પુરાયેલા રહો એના કરતાં જરા ટી.વી.વીડીઓ કેબલ પર દેખાઓ તો! કેટલો લાભ થાય ? સાહેબ, અનેક ગામ, નગર, દેશોમાં એક સાથે આપની વાત-આપનો વિચાર પહોંચી જશે. જરા વિચારો સાહેબ! પછી પરદેશમાં વસતા અમારા જૈનો કહે: સાહેબ, વર્ષમાં એકાદ જર્ની-સફર કરો તો અમે પણ ધર્મ કરતા થઈ જઈએ. હવે તમે કહો, મારે જવું કે નહિ ? अरिहंत-सिद्ध-चेइय-पवयण-आयरिय-सव्वसाहुसु । तिव्वं करेसु भत्तिं, तिगरणसुद्धेण भावेणं ।। भक्तपयक्खाण ૧૩૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #157 -------------------------------------------------------------------------- ________________ સભા : થોડીક છૂટ રાખો તો ? છૂટ રાખવી એ અમારા હાથની વાત નથી. જ્યારથી દીક્ષા લીધી ત્યારથી અમે ભગવાનના શાસનને, શાસનની ઊજળી મર્યાદાને વેચાણ થયેલા છીએ. અમારાથી એ શાસનની ઊજળી મર્યાદાને દર્શાવતાં શાસ્ત્રોની આજ્ઞાથી ઉપરવટ જઈને કશું જ ન કરાય. તમને ખ્યાલ છે કે અમારી પ્રતિજ્ઞા “તિવિહં તિવિહેણની છે ? એમાં કોઈ છૂટ ન મળે. વીતરાગના સાધુને આવી કોઈ છૂટછાટ ન હોય. ખરી વાત તો એ છે કે જેને ધર્મની ભૂખ લાગી હોય, તેમણે જ્યાં ધર્મ મળે, ધર્મગુરુ મળે ત્યાં જવું જોઈએ. વેપાર માટે જાઓ છો તેમ. આમ છતાં જેને છૂટછાટ લેવી જ હોય તેણે પહેલાં ઓઘો મૂકી દેવો જોઈએ. બાકી વેષ સાધુનો ધરવો અને જીવન સંસારીનું જીવવું, આવું બેવડું જીવનધોરણ ક્યારેય ન ચાલે, ન ચલાવાય. સાધુપણામાં છૂટછાટ લેવા-દેવાનું ક્યારેય ન બને. પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજની વાતમાંથી આ મુદ્દો નીકળ્યો. એમાંથી સાધુ તમારું માન રાખે કે નહિ એની વાતમાં મારા પરમતારક ગુરુદેવની વાત થઈ. તમે અમારી નિશ્રામાં પાંચ-પંદર હજાર રૂપિયા વાપરો અને કહો કે અમારી વાત માનો. તમે જાઓ ને બીજો આવી પચ્ચીસ-પચ્ચાસ હજાર રૂપિયા વાપરીને કહે કે, મારી વાત માનો, તો મારે કોનું માનવાનું ? આ સાધુપણું ક્યાં મૂકી આવું? પહેલાં પણ કહ્યું કે સાચી વાત નાનો પણ લઈ આવે તો જરૂર માનવાની, ખોટી વાત ગમે તેવો ચમરબંધીય લઈ આવે તો બિલકુલ નહિ માનવાની. આજે શ્રમણસંઘ ઉપર શ્રાવકોનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન શરૂ થયો છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં કેટલેક સ્થળે એ શરૂ થઈ ગયું છે. સાધુનાં ચોમાસાં પણ શ્રાવકો નક્કી કરે, પ્રતિક્રમણના કાઉસગ્નમાં લોગસ્સ ઘટાડે, સાધુઓને દંડ એ Pार अरिहंत, सिद्ध,३-जिनमंदिर-जिनप्रतिमा, ४-प्रवचन (आगम),५- आचार्य एवं६-सर्वसाधुओं की त्रिकरणशद्धभाव से तीव्र भक्ति करूंगा । (ऐसा श्रावक मनोरथ करता है ।) પ્રવચન-૩ઃ જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૩૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ આપે, પાટે શું બોલવું ન બોલવું એ શ્રાવકો નક્કી કરે એ કેટલું યોગ્ય છે? હજુ શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈનસંઘમાં એ દૂષણ નથી આવ્યું, એ સદ્ભાગ્ય માનો ! વચ્ચે એક વાર ચોક્કસ વર્ગ તરફથી આપણે ત્યાં પણ આ પ્રયાસ થયો હતો, પરંતુ સુયોગ્ય વ્યક્તિઓના પ્રયાસથી એ પ્રયત્ન નિષ્ફળ બન્યો હતો. આજે સદ્ભાગ્ય છે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકોનું કે આ મર્યાદા જળવાઈ છે. એ મર્યાદાને જીવતી, જાગતી, ધબકતી રાખવાની જવાબદારી આપણી છે. તમે નક્કી કરો કે “આપણે “શ્રમણોપાસક' જ બની રહેવું છે. ક્યારેય પણ સર્વસંગત્યાગી સાધુ-સાધ્વી ઉપર અમારું વર્ચસ્વ સ્થાપીશું નહિ. સભાઃ ભદ્રબાહુસ્વામીજીને સંઘે આજ્ઞા કરી હતી ને ? કયા સંઘે ? શ્રાવકસંઘે કે શ્રમણસંઘે ? એ શ્રાવકસંઘ નહિ પણ શ્રમણ સંઘ હતો, મહાનુભાવ ! આપણી વાત મર્યાદાપાલનની ચાલતી હતી. સાધ્વીજી મહારાજના ઉપાશ્રય પાસેથી હરિભદ્ર બ્રાહ્મણ જતા હતા ત્યારે સાધ્વીજીના મુખથી નીકળતો સ્વાધ્યાયઘોષ કાને પડ્યો. એમાં બોલાયેલી “ચક્કી દુર્ગ હરિ પણગ' વાળી ગાથા કાને પડી. આજે તમારા ઘરની બહારથી કોઈ જાય તો શેનો અવાજ સંભળાય? શબ્દો સમજાયા, પરંતુ એ શબ્દો પારિભાષિક હોવાના કારણે એનો અર્થ ન સમજાણો. પ્રતિજ્ઞા યાદ હતી.તરત સાધ્વીજી મહારાજ પાસે પહોંચી વિનયપૂર્વક ગાથાનો અર્થ જણાવવાની વિનંતિ કરી. સાધ્વીજી મહારાજ પણ મર્યાદાનાં બરાબર પાલક હતાં. સભા એક ગાથાનો અર્થ ન બતાવે ? ન બતાવ્યો. મર્યાદાપાલન, જિનાજ્ઞાપાલન અતિ અગત્યની બાબત છે. પુરુષોની સન્મુખ વ્યાખ્યાન કરવાની સાથ્વીની મર્યાદા નથી. એટલે સાધ્વીજીએ કહ્યું : “આ રીતે ગાથાનો અર્થ તમને કહેવાનો અમારો અધિકાર નથી. આ માટે एगा वि सा समत्था, जिणभत्ती दुग्गई निवारे । दुलहाइँ लहावेउँ, आसिद्धि परंपरसुहाई ।। -भक्तपक्खाण ૧૩૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #159 -------------------------------------------------------------------------- ________________ તમે અમારા આચાર્યદેવ પાસેની વસતીમાં છે, ત્યાં જઈ અર્થ મેળવી શકો.” આ રીતે સાધ્વીજી મહારાજે હરિભદ્ર બ્રાહ્મણને પૂજ્ય આચાર્ય મહારાજ પાસે મોકલ્યા. જો સીધો અર્થ આપી દીધો હોત તો જૈનશાસનને સમર્થ શાસ્ત્રકાર મહર્ષિ આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીની અને તેમણે રચેલ ૧૪૪૪ ગ્રંથોની જે ભેટ મળી, તે કદાચ ન મળી હોત. આચાર્ય ભગવંત મહાગીતાર્થ હતા. હરિભદ્ર બ્રાહ્મણને જોતાં જ તેમના વ્યક્તિત્વને પારખી લીધું. તેમના આત્માને અને એમના દ્વારા થનારા જૈનશાસનના લાભને જોઈને કહ્યું કે, “જો તમે સંસારત્યાગ કરી જિનમતનો અને જૈન દીક્ષાનો સ્વીકાર કરો તો તમને માથાનો અર્થ જણાવું.” હરિભદ્ર બ્રાહ્મણની અર્થજિજ્ઞાસા એટલી પ્રબળ હતી કે તે માટે તેમણે વૈદિક મત છોડી જિનમતનો અને સંસાર છોડી જિનમતની દીક્ષાનો સ્વીકાર કર્યો. એ પછી જ્યારે એમણે જિનાગમોનો અભ્યાસ કર્યો ત્યારે તેમના મિથ્યાત્વનો નાશ થયો, તત્ત્વની પ્રતીતિ થઈ અને એમના હૃદયમાંથી ઉગારો સરી પડ્યા : कथं अम्हारिसा जीवा, दूसमादोसदूसिया । हा अणाहा कहं हुंता, जइ न हुंति जिणागमो ?।। “દૂષમ કાળના દોષથી દૂષિત બનેલા અમારા જેવા જીવોને, જો જિનાગમ ન મળ્યું હોત તો અનાથ એવા અમારું શું થાત?” એ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલો જ આ પંચાલકજી ગ્રંથ છે કે જેના શ્લોકાધારે આપણે સંચાલકના ગુણોનો વિચાર કરી ગયા છીએ. આગળ વિચાર કરતાં પહેલાં હવે શ્રી દ્રવ્યસપ્તતિકા ગ્રંથના આધારે બે ગાથાઓથી ટૂંકમાં એ ગુણોનો થોડો વિચાર કરી લઈએ : अहिगारी य गिहत्थो, सुहसयणो वित्तमं जुओ कुलजो । अखुद्दो धिइबलिओ, मइमं तह धम्मरागी य ।।५।। एक वह जिनभक्ति भी ऐसी है कि जो दुर्गति का निवारण करने, एवं जब तक मोक्ष न हों तब तक हर भवों में दुर्लभ सुखों को दिलाने में समर्थ है। - भक्तपयक्खाण પ્રવચન-૩ઃ જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૩૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ गुरुपूआकरणरई सुस्सूसाइगुणसंगओ चेव । णायाहिगयविहाणस्स धणियमाणापहाणो य ।।६।। १ - सुखस्वजन: - अनुकूलकुटुम्बाऽऽदिवर्गसहितः, સુખ-સ્વજન ધરાવનાર કુટુંબીવર્ગ-સગાં-સંબંધી-જ્ઞાતિ-મિત્ર જેને અનુકૂળ હોય, દરેક સારા કામમાં સંમત તથા સાથ આપનાર-પ્રોત્સાહક હોય. २ - वित्तवान् - न्यायाऽर्जितऋद्धिमान्, શ્રીમંત ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હોય. ३ - युक्तः - राजसत्काराऽऽदियोग्यः, “प्रत्यनीकाऽऽदिनाऽपरिभूतः" इति यावत् યુક્તઃ પ્રતિષ્ઠિત-રાજા તરફના માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈ પણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર. ४ - कुलजः - सर्वश्यः, कृतप्रतिज्ञादिनिर्वाहकः, કુળવંત : ઉત્તમ વંશમાં જન્મેલ હોય. જેથી કરીને, પ્રતિજ્ઞા-કબૂલાત વગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે બરાબર પાલન કરનાર. - અક્ષઃ - તાનશોટ્ટ, અશુદ્રઃ હલકટપણું કે કૃપણપણું ન ધરાવતાં દાનકુશળ, ઉદારદિલ. ६ - धृतिबलिकः - चित्तसमाधानलक्षणसामर्थ्ययुक्, ખૂબ ધીરજવંતઃ ગમે તેવા વિકટ સંજોગોમાં પણ મનનું સમતોલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર. ૭ - મતિમાન્ - સ્વત: પ્રારતથીમા, મતિમાન : જાતસમજથી સારી, બુદ્ધિશાળી, સુંદર, પરિણામદર્શી સમજ ધરાવનાર. विणयाहीआ विजा दिति फलं इह परे अलोगमि । न फलंति विणयहीणा सस्साणि व तोयहीणाणि ।। ૧૩૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #161 -------------------------------------------------------------------------- ________________ ૮ - ઘડડસ ધર્મના રાગી સારી રીતે ધર્મિષ્ઠ. ૨- ગુરુપરત: - “પૂનની સેવાપરાય: રૂાર્થ, ગુરુભક્તિમાં તત્પર ઃ એટલે કે ગુરુસ્થાને રહેલા પૂજવા યોગ્ય પુરુષોની સેવા-ભક્તિ કરવામાં તત્પર. ૨૦ - શુકૂવા-ડલિયાઃ સત્ત: - 'વિવેક' રૂાર્થ, શુશ્રુષા વગેરે ગુણોયુક્ત ઃ વિવેકી : શાસ્ત્રો સાંભળવાની ઈચ્છા વગેરે ધર્મપ્રેમીના આઠ ગુણો શાસ્ત્રોમાં જણાવ્યા છે તે ધરાવનાર, વિવેકી. ११ - ज्ञाता - प्रस्तुतविधानस्य - 'चैत्यद्रव्याऽऽदिवृद्धिविधेः' इत्यऽर्थः, ચાલુ બાબતના અનુભવી-જ્ઞાતા-વિદ્વાન : ચૈત્યદ્રવ્ય વગેરેમાં વધારો કરવાની વિધિ વગેરેના સારા જાણકાર. १२ - आज्ञाप्रधान: - आगमपरतन्त्रः, આજ્ઞાપ્રધાન : શ્રી આગમશાસ્ત્રોની આજ્ઞાને આધીન. અહીં એક વાત ધ્યાનમાં રાખજો કે, પંચાલકજીમાં “વિરાસંકુ' પાઠના આધારે ધનવાન'એટલો જ અર્થ કર્યો છે; જ્યારે દ્રવ્યસપ્તતિકા વૃત્તિમાં વિત્તમ ગુગો' એવા પાઠના આધારે “ધનવાન અને યોગ્ય' એવો અર્થ કર્યો છે. એથી પંચાશકવૃત્તિના આધારે ૧૧ ગુણ થાય છે; જ્યારે દ્રવ્યસપ્તતિકાના આધારે યોગ્ય' ગુણનો ઉમેરો થતાં ૧૨ ગુણ થાય છે. વધુમાં દ્રવ્યસપ્તતિકા વૃત્તિમાં ગાથાના ક્રમ કરતાં વૃત્તિમાં ગુણોનો ક્રમ જુદો છે, આટલું તે ગ્રંથ વાંચતાં તમારા ધ્યાનમાં રહેવું જોઈએ, જેથી સમજવામાં ક્યારેય મુશ્કેલી ન થાય. શ્રી પંચાલકજીમાં આ ગુણો જિનમંદિર નિર્માણ કરનાર માટે વર્ણવ્યા છે, : : : : विनय से पढी हुई विद्या इस लोक एवं परलोक में फलदायी है । विनयहीन विद्या फलती नहीं जैसे कि - जल बिना के નાન-ક્ષોત્ર! - धर्मसंग्रह પ્રવચન-૩: જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૩૫ Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્યારે દ્રવ્યસપ્તતિકામાં આ ગુણોને ધર્મદ્રવ્યની વૃદ્ધિ-વહીવટ કરનાર માટે પણ વર્ણવ્યા છે અને એનો ખુલાસો કરતાં તેઓશ્રીએ લખ્યું છે કે – "वृद्धिद्वारनिरूपणाऽर्थम् चैत्यकारणाऽधिकारिगुणोपलक्षणेन पञ्चाशकगाथाभ्याम् आदौ सामान्यतः तदऽधिकारिणं निरूपयति ।" “વૃદ્ધિ કરવાના વારની સમજ આપતાં પહેલાં, દેરાસર કરાવવાને કશ્રી જિનપ્રતિમાજી ભરાવવાને યોગ્ય અધિકારીના ગુણો શ્રીપંચાશકમાં નીચેનીબે ગાથાઓથી જણાવ્યા છે. તેને ઉપલક્ષણ (બીજી પણ એવી બાબતોમાં એગુણોને યોગ્ય અધિકારીની સૂચના) રૂપસમજીને, સામાન્યથી પહેલાં વૃદ્ધિ-વહીવટ કરનાર અધિકારીનું સ્વરૂપ સમજાવવાની શરૂઆત કરવામાં આવે છે.” સભા : ધર્મક્ષેત્રના સંચાલનમાં સાધનશુદ્ધિનો આગ્રહ રાખવો જોઈએ કે નહિ ? સામાન્ય સંયોગોમાં તો સાધનશુદ્ધિનો આગ્રહ રહેવો જ જોઈએ. વિશેષ કારણ વિના અશુદ્ધ સાધનોનો ઉપયોગ ધર્મક્ષેત્રને દૂષિત બનાવે છે. આમ છતાં પ્રસંગ વિશેષમાં સીધી રીતે જ્યારે માર્ગની, શાસનની કે સંઘની રક્ષા શક્ય ન જણાય તો તેની રક્ષા માટે અશુદ્ધ સાધનોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી બને છે. એટલા જ માટે સંઘ કે શાસન સંચાલનની જવાબદારી જેના માથે હોય તેવા પુણ્યાત્માને તો ક્યારેક નબળા માણસોને પણ હાથમાં રાખવા પડે. “લાતોં કે ભૂત બાતોં સે નહિ માનતે” એમ કહેવત છે એવા લોકોને ધર્મ ઉપર ઉપદ્રવ કરતાં અટકાવવા ક્યારેક હલકા માણસોનો સહયોગ પણ ઉપયોગી થઈ પડતો હોય છે. શત્રુંજય ગિરિરાજ પર કોઈ અંગ્રેજ મોટો અમલદાર આવવાની વાત હતી. પાલિતાણાના ઠાકોર અને સાથે લઈને શત્રુંજયના મંદિરો બતાવવા જવાના હતા. એ લોકો બૂટ પહેરી, સીગારેટ ફૂંકતા ત્યાં જાય એવી વાત હતી. એમને સમજાવવાના મહાજને પૂરા પ્રયત્ન કર્યા. ગિરિરાજ અમારો પવિત્ર પહાડ છે, सज्झाय-झाण-तव-ओसहेसु उवएस-थुइ-पयाणेसु । संतगुणकित्तणेसु य, न हुंति पुणरुत्तदोसा उ ।। ૧૩૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #163 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પગમાં બૂટ પહેરી ન જવાય વગેરે સમજાવ્યું, પણ સત્તા આગળ શાણપણ નકામું જાય છે; એ માન્યા નહિ. આ બાજુ મહાજને, તમે જેને ભાઈલોક કહો છો ને, એવા બે બારોટોને બોલાવી બધી વાત કરી, એમના કુટુંબ-કબીલાની જવાબદારી લીધી. એ લોકોએ પણ ખાતરી આપી કે ક્યાંય મહાજનનું નામ નહિ આવે, કામ થઈ જશે. એ દિવસ આવ્યો. વાઈસરોય અને ઠાકોર બૂટ પહેરી જ્યારે તલેટીએ પહેલા પગથિયે પગ મૂકવા ગયા ત્યારે એકાએક ઝાડીમાંથી બે બુકાનીધારી દુનાળી બંદૂકો લઈ આવ્યા અને બંનેની છાતીએ તાકી દીધી. “ખબરદાર!જૂતાં પહેરીને પવિત્ર પહાડ પર ગયા તો, આ બંદૂક તમારી સગી નહિ થાય ત્યાં જ ડરના માર્યા બંનેએ જૂતાં કાઢ્યાં. બીજા બે માણસો પાછળથી આવીને જૂતાં ઉપાડી ગયા અને આ રીતે શત્રુંજયની આશાતના નિવારાઈ. માર્ગરક્ષાની વાત આવે ત્યારે ભલે વણિક લોકો હાથમાં તલવાર ન લે, પણ કોની પાસે લેવરાવવી, એ તેને બરાબર આવડે. એક કીડી-મંકોડીને પણ દુ:ખ ન થાય એ રીતે જીવવું એ સાધુનું જીવન છે, છતાં અવસર આવે ત્યારે આ વેષને ઢાંકીને હાથમાં તલવાર લેવાની વિધિ પણ શાસ્ત્ર સાધુને બતાવી છે. શ્રાવકના જીવનમાં સાત્ત્વિકતાની સાથે ઉદારતા પણ કેવી હોય છે તેની વાત કરું ચાંપા વાણિયાનું નામ તો તમે સાંભળ્યું જ હશે. એ ઘણો શ્રીમંત હતો અને સુશ્રાવક પણ હતો; આમ છતાં એને લોભ નડ્યો એટલે પરદેશ કમાવા ગયો. પુણ્ય એને યારી આપી, એથી એ ઘણું કમાયો. કમાયેલા એ ધનનું રત્નોમાં રૂપાંતર કરીને એને વાંસળીમાં ભરીને એણે પોતાની કમ્મરે બાંધ્યું. અંગ ઉપર પણ પૂરતાં આભૂષણો પહેરેલાં હતાં. ઊંટ ઉપર સવાર થઈ સાથે સ્વરક્ષણ માટે ધનુષ્ય-બાણ લઈ એ પોતાના ગામ તરફ ચાલ્યો. વચ્ચે ગીચ ઝાડીનો પ્રદેશ આવ્યો. એની વચોવચ જ્યારે એ આવ્યો ત્યારે એકાએક ઝાડીમાંથી બૂમ આવી. એય ! તારો ઊંટ ઊભો રાખ.' એણે સ્વસ્થતાથી પોતાનો ઊંટ ઊભો રાખ્યો. स्वाध्याय, ध्यान, तप, औषध, उपदेश, स्तुति एवं दान तथा संतों के गुण कीर्तनों में 'पुनरुक्ति' नामक दोष नहीं होते પ્રવચન-૩:જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્વ ૧૩૭ Page #164 -------------------------------------------------------------------------- ________________ ઝાડીમાંથી બુકાનીધારી ત્રણ લૂંટારાઓ કૂદીને બહાર આવ્યા. આમ છતાં આ જરાય ગભરાયા વિના ઊભો રહ્યો. “એય ! બોલ તારી પાસે શું શું છે ?” લૂટારામાંથી એક બોલ્યો. આણે કહ્યું : “મારા અંગ પર દેખાય છે, તે તો છે જ; એ સિવાય પણ હું જે કમાઈને લાવ્યો છું, તે બધું મારી કમરે વાંસળીમાં ભરેલું છે.” ‘તારે એ બધું આપી દેવું પડશે!” લૂંટારાએ ત્રાડ પાડી. આણે સ્વસ્થ મને પૂછયું, ‘દાનમાં માગો છો ? કારણ વ્યાજબી લાગશે તો બધું જ આપી દઈશ. લૂંટારાએ કહ્યું. “અમે બામણ નથી કે માગીને લઈએ; અમે ક્ષત્રિય છીએ બળથી લઈશું.” એટલે ચાંપાએ તરત જ કહ્યું કે, “બળથી લેવા માગો તો રાતી પાઈ પણ નહિ મળે. એમ બળથી આપી દઉં તો મારી પત્ની મને ઘરમાં ન પેસવા દે અને એ મને કહે કે, “આજે ધન આપ્યું કાલે મનેય આપી દેશો.’ લૂંટારાઓએ કહ્યું તો લડવા તૈયાર થઈ જા !” જેવી લડવાની ચેલેન્જ આવી તેવો એ ઊંટ પરથી નીચે કૂદી પડ્યો. લૂંટારા થોડા પાછળ ખસ્યા. એની કૂદવાની રીત જોતાં લાગ્યું કે પાગલ લાગે છે કે શું? પણ હજુ કાંઈ એ વિચારે એ પહેલાં તો એણે પોતાના ભાથામાંથી લોખંડનાં બે તીર ખેંચી કાઢ્યાં અને જોતજોતામાં તો તોડીને નાંખી દીધાં. એમને લાગ્યું : લાગે છે તો બળિયો. લોખંડનાં બાણ આમ જોતજોતામાં તોડી નાંખ્યાં. આ જોઈને એ લોકો વિચારમાં પડ્યા. એણે કરેલો વ્યવહાર એમની સમજમાં ન આવ્યો. એટલે એમને કુતૂહલ પેદા થયું. એમણે પૂછ્યું : “ભાઈ ! લડવાની વાત પછી, પહેલાં કહે કે તું ઊંટ પરથી નીચે કેમ કૂદી પડ્યો ? અને ભાથામાંથી બે બાણોને કાઢીને એને તેં તોડી કેમ નાંખ્યાં ?' ત્રણેય લૂંટારાઓના મનમાં એક જ વિચાર ચાલતો હતો કે આ માણસનો વ્યવહાર સામાન્ય માણસ જેવો નથી લાગતો; કારણ કે, જ્યારે ભય આવે ત્યારે માણસ ભાગવા માંડે અને પોતાની પાસે રહેલું ધન છુપાવે, જ્યારે આણે તો शिष्टाः शिष्टत्वमायान्ति शिष्टमार्गानुपालनात् । तल्लङ्घनादशिष्टत्वं तेषां समनुपद्यते ।। - તિરુક્ષસજીવટી ૧૩૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #165 -------------------------------------------------------------------------- ________________ ઊભા રહીને બધું બતાવ્યું. લડવાનો વારો આવે તો માણસ ઉપર હોય તો વધુ સહેલાઈથી લડી શકે, આમ છતાં આ ઊંટ ઉપરથી કૂદી નીચે આવ્યો. શસ્ત્ર વધુ હોય તો યુદ્ધ સારી રીતે જિતાય; જ્યારે આણે તો બે બાણ તોડી નાંખ્યાં. પહેલી નજરે જોતાં આ માણસની પ્રવૃત્તિ બુદ્ધિહીન જેવી લાગે છે, પણ એનો ચહેરો જોતાં આ બુદ્ધિહીન નહિ, પણ પાકી ગણતરીવાળો લાગે છે. એટલે એમણે એની પ્રવૃત્તિ અંગે જિજ્ઞાસા વ્યક્ત કરી ત્યારે જવાબમાં ચાંપાએ કહ્યું, “જુઓ, તમે મને રોક્યો તો હું રોકાઈ ગયો; કેમ કે મારી પાસે અનીતિનું ધન નથી. જે છે તે મારી જાત મહેનતથી કમાયેલો છું. બીજું, મને કોઈનો ડર નથી; કારણ કે, મારા રક્ષણની મારામાં તાકાત છે અને પુણ્ય-પાપના સિદ્ધાંતને માનનારો છું. મારા ભાગ્યમાં હશે તો કોઈનીએ પડાવવાની તાકાત નથી.' ત્રીજું, મારે કોઈની સાથે સામેથી લડવું નહીં એવી પ્રતિજ્ઞા છે; છતાં તમે મને લડવાની ફરજ પાડી એટલે મારે લડવું પડે છે. ચોથું, હું ઊંટ ઉપરથી લડું ને તમે નીચે રહીને લડો તો તે વાજબી ન ગણાય. તે અધર્મયુદ્ધ છે, માટે મેં ઊંટનો ત્યાગ કર્યો. સામો મને લડવાની ફરજ પાડે અને મારે લડવું પણ પડે તોય અનીતિથી તો ન જ લડવું, એવી મારી પ્રતિજ્ઞા છે.” તો બાણ કેમ તોડી નાંખ્યાં ?” લૂંટારાએ અધીરાઈથી પ્રશ્ન કર્યો. ત્યારે એનો ઉત્તર આપતાં એણે કહ્યું : “મારે એક વ્યક્તિ પર એક જ બાણનો પ્રહાર કરવાનો નિયમ છે. તમે ત્રણ છો, બાણ પાંચ હતાં. રખેને મારું કોઈ બાણ નિષ્ફળ જાય અને મને જીવવાનો લોભ નડી જાય, તો તમારા ઉપર એકથી બીજી વાર પ્રહાર થઈ જાય; અને જો આમ થઈ જાય તો મારો નિયમ ભાંગે. એ ન ભાંગે માટે મેં મારાં બે બાણ તોડી નાંખ્યાં.” હવે એ લોકોને ફાળ પડી, એટલે એમણે એને પૂછ્યું : “શું તને પાકી ખાતરી છે કે તારા એકેક બાણથી અમે ત્રણેય પૂરા થઈ જઈશું ?' જવાબમાં ચાંપાએ કહ્યું : “એમાં જરા જેટલી પણ શંકા રાખતા નહિ.' Eા પાડે . કામ માટે તારી માતા ના મહાન शिष्ट पुरुष शिष्ट-मार्ग का पालन करने से शिष्टत्व को पाते हैं । शिष्ट मार्ग का उल्लंघन करने से अशिष्टत्व पाते हैं । - यतिलक्षणसमुझय टीका પ્રવચન-૩:જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૩૯ Page #166 -------------------------------------------------------------------------- ________________ વળતું જ લૂંટારાઓએ કહ્યું: ‘તારી વાતની અમને પ્રતીતિ કઈ રીતે થાય ? જો આ પંખી ઊડી રહ્યું છે તેને મારી બતાવ તો માનીએ.” ચાંપાએ કહ્યું : “મારે તો તમારી સાથેય લડવું નથી, આ તો તમે ફરજ પાડી છે માટે લડવું પડે છે. તો આ પંખી તો બિચારું નિરપરાધી છે, એને શી રીતે મારી શકાય ?” “તો પછી અમને વિશ્વાસ શી રીતે થાય ?" લૂંટારાઓએ કહ્યું. “લો, આ મારા ગળામાંથી ઝીણામાં ઝીણાં મોતીની માળા, તમારામાંથી કોઈ પણ એક જણ એને લઈને છેલ્લામાં છેલ્લી નજર પહોંચે ત્યાં જઈ માથા પર મૂકીને ઊભા રહો. મારું બાણ તમારા માથાના વાળનેય અડ્યા વિના સીધી માળા લઈને જાય તો માનજો કે તમારામાંથી એક પણ નહિ જ બચે.' ત્રણમાંથી એક જણ માળા લઈ છેલ્લામાં છેલ્લી નજર પહોંચે ત્યાં જઈ માથે માળા લઈ ઊભો રહ્યો. તે પછી થોડી જ વારમાં ક્યારે બાણ આવ્યું અને ક્યારે માળા લઈ ગયું તેની ખબરેય ન પડી. આ જોઈને એ લોકોએ લડવાનો વિચાર માંડી વાળ્યો. એમને થયું : “આની સાથે લડવામાં મજા નથી.” એક લૂંટારો બોલ્યો : “જ્યારે તમે સાંભળો કે ગુજરાતની ગાદીએ વનરાજ ચાવડો બેઠો છે, ત્યારે તમે અમને મળવા આવજો ” આ સાંભળતાં જ આશ્ચર્યચકિત થઈ ચાંપો બોલ્યો : “શું તમે વનરાજ છો ? તમારી આ સ્થિતિ કેમ?” વાતચીત દરમ્યાન બધી પરિસ્થિતિ જાણી ચાંપાએ કહ્યું: “હવે તમે માંગતા નથી, એટલે તમારી ક્ષાત્રવટ પણ જળવાય છે; અને કાર્યનું મહત્ત્વ સમજીને હું સામેથી જ આ બધું સમર્પિત કરીને જાઉ , એટલે મારું કર્તવ્ય પણ અદા થાય છે. હજુ પણ ઘણું ધન મારે ત્યાં પડ્યું છે; જ્યારે પણ જોઈએ ત્યારે મંગાવજો” એમ કહીને કમાયેલા બધા જ ધનનો ત્યાં ઢગલો કરી દીધો. આ હતી સાત્ત્વિકતા અને ઉદારતા. તમારા સાધનશુદ્ધિના પ્રશ્નના અનુસંધાનમાં આ બધી વાત કરવાનું બન્યું છે. હવે પાછા મૂળ વિષય ઉપર આવીએ. यो निरनुबन्धदोषात् श्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ।। હતા - તિરુક્ષorટી ૧૪૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #167 -------------------------------------------------------------------------- ________________ સભા : દાનના વિષયમાં પાત્ર-અપાત્રનો વિવેક શી રીતે કરવો ? જૈનશાસનમાં અનુકંપાનું કેટલું મહત્ત્વ ? જિનબિંબ, જિનમંદિર, જિનઆગમ, જિનનો સાધુ, જિનની સાધ્વી, જિનનો શ્રાવક અને જિનની શ્રાવિકા : આ સાત ક્ષેત્ર જ સુપાત્ર છે. એમાં આપેલું ધન મોક્ષની સંપત્તિ આપે છે. અનુકંપા અને જીવદયા ક્ષેત્ર સુપાત્ર નથી કે કુપાત્ર પણ નથી, એ કરુણાપાત્ર ક્ષેત્રો છે. એમાં પોતાના હૈયાના કરુણાના-અનુકંપાના પરિણામ ટક્યા રહે, એમનું દ્રવ્ય-ભાવ દુ:ખ દૂર થાય એ માટે અને જૈનશાસનની પ્રભાવના-રક્ષાના ધ્યેયથી આપવાનું છે. એ સીધા નહિ પરંતુ સ્વર્ગપ્રાપ્તિના માર્ગે, પરંપરાએ મોક્ષ અપાવે છે. માટે સુપાત્રમાં એમનો નંબર નહિ . માતાની ભક્તિ કરવાની હોય છે, પિતાની ભક્તિ ક૨વાની હોય છે. પત્નીની ભક્તિ નહિ પણ જાળવણી કરવાની હોય છે, નોકર-ચાકર આશ્રિતવર્ગનું ધ્યાન રાખવાનું હોય છે. જેમ આ ત્રણે ભાવનામાં ઘણો ફરક હોય છે; તેમ સાતક્ષેત્રો, અનુકંપા અને જીવદયાની બાબતમાં પણ ફેર હોય છે. એ બધામાં વિવેક કરવાનો છે. જે પણ કરો તેમાં શાસન સાથે-મુક્તિ સાથે આપણું જોડાણ થવું અનિવાર્ય છે. આ અંગે હજુ વધુ જે કહેવાનું છે તે હવે પછી. जो निरनुबंध दोष के कारण अज्ञान होने पर भी श्रद्धालु है, पापभीरु है, गुरुभक्त है, कदाग्रहरहित है - वह भी ज्ञान का फल प्राप्त होने से ज्ञानी है । - यतिलक्षणसमुचय टीका પ્રવચન-૩ : જિનાજ્ઞા અને ધર્મશાસ્ત્રોનું મહત્ત્વ ૧૪૧ Page #168 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-દ્વિતીય-૩, તા. ૫-૪-૨૦૦૩, શનિવાર, બપોરે : ૫-૦૦, પાવાપુરી તીર્થધામ (રાજસ્થાન) આ પ્રસંગને ઉદ્દેશીને કેટલીક વાતો મારે તમારા ધ્યાનમાં લાવવાની છે. આજનો પ્રસંગ સમ્યગ્દર્શનની શુદ્ધિ માટેનો પ્રસંગ છે. તમે સમ્યગ્દર્શનના આઠ આચારોની વાતો સાંભળી હશે. પ્રતિક્રમણમાં જ્ઞાનાચાર આદિની ગાથાઓ આવતી હોય છે, એમાં નિઃસંયિ નિઃવિય ગાથા દર્શનાચારના આચારો બતાવે છે. એમાંનો એક આચાર છે ઉપબૃહણા. કોઈએ નાનું પણ સુકૃત કર્યું હોય, તેની એવી રીતે ઉપબૃહણા-અનુમોદના કરાય કે એ સુકૃતમાં આગળ વધે, નવનવાં સુકૃતો કરવાનો એનો ઉત્સાહ વધે, ક્યાંય એનો પ્રમાદ કે ક્ષતિ થતી હોય તો એ દૂર કરી શકે, એવી શુભ કામનાથી આવાં આયોજન કરાતાં હોય છે. એનાથી કરનાર, કરાવનાર, અનુમોદના કરનાર દરેકના સમ્યગ્દર્શનની શુદ્ધિ થતી હોય છે, આત્મા નિર્મળ બનતો હોય છે અને એ સુકૃતનો પુણ્યલાભ એને પણ આવી મળતો હોય છે. જૈનશાસનની છે અને એ સુકૃતનો ની માથોડવ્યસવવૃવૃત્તિષ: 1 गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ।। ૧૪૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન यतिलक्षणसमुचय टीका Page #169 -------------------------------------------------------------------------- ________________ આ આગવી, અલૌકિક, એવી વ્યવસ્થા છે. જેમનું પણ બહુમાન થાય તેમના મનમાં એ ભાવ પ્રગટવો જોઈએ કે, આજ સુધી મારા માથે જે જવાબદારી હતી તે હવે વધે છે. આજ સુધીમાં પ્રભુશાસનની, શ્રીસંઘની સેવા-ભક્તિનું જે પણ કાર્ય મેં કર્યું છે, તેથી વધુ હવે મારે કરવાનું છે અને જે પણ કરવાનું છે, તે જિનાજ્ઞા પ્રમાણે કરવાનું છે. આજ સુધી ભલે શાસ્ત્રજ્ઞાન ન હતું, એટલે જેમ તેમ પણ કાર્ય થયું છે, પણ હવે આ બધા વિષયોનું શાસ્ત્રીય જ્ઞાન મારે ચોક્કસ મેળવવું છે, જેથી અજાણતાં ય જિનાજ્ઞા વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય. બહુમાન શબ્દમાં બહુમાન આ બે શબ્દો આવે છે. બહુ શબ્દ ભારવાચક છે. તમારા ઉપર ખૂબ ભાર આવે છે. આ બહુમાન' તમને એક જ વાત જણાવે છે કે હવે જિનાજ્ઞા અનુસાર શાસન, સંઘના કાર્યનો ભાર તમારા ખભે મૂક્યો છે, તે ભાર તમારે ઉપાડીને જીવવાનું છે. બહુમાન સમયે સાફો પહેરાવ્યો, પ્રસંગ પતે તમે સાફો ઉતારી દેવાના એ ખબર છે; પણ એ સાફા સાથે તમારા ઉપર જિનાજ્ઞા અનુસાર શાસન, સંઘના કાર્યોની - જવાબદારીનો જે અદશ્ય ભાર મુકાયો છે, તે હવે ઊતરવો ન જોઈએ. હવે જીવનમાં ક્યાંય માન-કષાય, ઈર્ષ્યા-અસૂયા, અહં કે કોઈ નબળી વૃત્તિઓ સ્પર્શવી ન જોઈએ. આવું કાંઈક આવે તો તરત આ પાવાપુરી ધામ”ને તમે યાદ કરજો. અહીંના માહોલને યાદ કરજો. ચતુર્વિધ શ્રીસંઘની હાજરીને યાદ કરજો. સંઘની ઉપસ્થિતિમાં સંઘવી પરિવારે આજે તમારું બહુમાન કર્યું છે, એ પળને યાદ કરજો. આ દરેકનો હવે તમને ભાર હોવો જોઈએ. અમે - સાધુઓ તમારા-શ્રાવકના બહુમાનમાં હાજર શા માટે રહીએ ? અમારે શી જરૂર ? હાજર ન રહીએ તો ચાલે. કોઈ અમને પૂછે નહીં કે કેમ હાજર રહ્યા? છતાં અમે હાજર એટલા માટે રહ્યા કે તમારું બહુમાન અમારી નિશ્રામાં થાય અને કોક વાર તમે કાંઈક ખોટું કરવા માગતા હો તો અમારી मार्ग पर जा रहे दो पुरुषों में एक देखता हो और दूसरा उस देखते का अनुसरण करनेवाला अंध हो, तो दोनों एक साथ ही गंतव्य स्थान पर पहुँचते हैं। - यतिलक्षणसमुझय टीका ક તાદા રાખતા તો તે ૪ પ્રવચન-૪ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા ૧૪૩ Page #170 -------------------------------------------------------------------------- ________________ આંખની શરમ તમને નડે. એ શરમના માર્યા તમે પાપથી ઊગરી જાવ. રાતના વ્યાખ્યાનમાં ગઈ કાલે આત્મિક ઉત્થાનની ઘણી વાતો કરી હતી. આજના રાત્રિ વ્યાખ્યાનમાં પણ એ અંગે આગળ વાતો કરીશું અને આવતી કાલે સવારે સાતક્ષેત્રને લગતી સીધી વાતો કરવાની ભાવના છે. જેથી આપણા સંમિલનનો હેતુ સચવાય. એમાં રિલીજીયસ અને ચેરિટેબલ ટ્રસ્ટો અંગે પણ કેટલુંક માર્ગદર્શન આપવાનું છે. આજે બહુમાન થઈ ગયું. હવે આપણે જઈ શકીએ - એમ માની તમારામાંથી કેટલાકે જવાનો વિચાર કર્યો હશે. તમે રોકાઓ એમ હું નથી કહેતો પણ વિધિ તો એમ છે કે ધર્મગુરુઓ આવે એ પહેલાં તમારે આવવું જોઈએ અને ધર્મગુરુઓ જાય પછી જ તમારાથી જવાય. આમ છતાં વ્યાખ્યાનશ્રવણની ક્રિયામાં પણ જેમ કેટલાકે એવો વ્યવહાર રાખ્યો છે કે, ગુરુમહારાજ આવ્યા બાદ આવવું અને ગુરુમહારાજ વ્યાખ્યાન પૂરું કરે અને જાય એ પહેલાં ઊભા થઈ રવાના થવું. તે જ પદ્ધતિ કેટલાકોએ આવા કાર્યક્રમોમાં પણ રાખી છે, જે ઉચિત નથી. અમારી વ્યક્તિ તરીકે કોઈ કિંમત નથી, પણ આ સુધર્માસ્વામીની વ્યાખ્યાનપીઠ અને આચાર્યપદ : એમ બંને સ્થાનની મર્યાદા protocol પ્રોટોકોલ તમારે બરાબર જાળવવી જ જોઈએ. શ્રી કે. પી. સંઘવી પરિવારે બહુ શુભ ભાવનાથી તમારા બહુમાન કાજે અને વ્યાખ્યાન-વાચનાશ્રેણી દ્વારા તમને તમારા ધર્મક્ષેત્રના સંચાલનનું થોડુંઘણુંય શાસ્ત્રીય જ્ઞાન મળે એ માટેનું આ આયોજન ગોઠવ્યું અને એનો અનુભવ તમે કર્યો. ઘણા સંઘોએ અને સંઘના મોવડીઓએ અમને આવીને કહ્યું કે, “આવાં આયોજનો તમે ગોઠવો' – પણ આયોજનો ગોઠવવાં એ અમારું સાધુનું કામ નથી. આવા પુણ્યાત્મા શ્રાવકો એ ગોઠવે તો અમે અમારાં શક્તિ-સંયોગ મુજબ તમને શાસ્ત્રાનુસારી જ્ઞાન-માર્ગદર્શન આપવાનો પૂરો પ્રયત્ન કરીશું, અમારી બધી જ શક્તિ વાપરીને તમને જ્ઞાનદાન કરવાનો પુરુષાર્થ કરીશું; પણ એક पाउणइ णेव तित्तिं सद्धालु नाणचरणकजेसु । वेयावशतवाइसु अपुव्वगहणे य उज्जमइ ।। यतिलक्षणसमुद्यय टीका જ હવે તેમાં છે. માટે ૧૪૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #171 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા ચોક્કસ ધ્યાનમાં રહેવી જોઈએ કે સાધુનું કામ શું ? તમે વિનંતી કરો એટલે આવીને મંગલાચરણ કરી શાસ્ત્રમર્યાદા મુજબ વ્યાખ્યાન-વાચના આપવી, તમે પૂછો એ પ્રશ્નોના શાસ્ત્રસાપેક્ષ સમાધાનો આપવાં, તમે જે પણ મૂંઝવણ લઈ આવો એનો શાસ્ત્રના આયનામાં જોઈ ઉકેલ લાવવા પ્રયત્ન કરવો એટલું જ ! પણ તમારે ક્યાં ઊતરવાનું? શું જમાડવાનું? કેવું બહુમાન કરવાનું ? એ બધું કામ અમારું નથી. આ પુણ્યાત્માએ પહેલ કરી સુંદર કાર્ય કર્યું છે. પોતાના આંગણે આવું સુંદર આયોજન કરી એમાં તમને આવકાર્યા છે, આવકારી સન્માન્યા છે અને સન્માન જ આપ્યું છે એમ નહિ પરંતુ સાતે ક્ષેત્રાદિના વહીવટ આદિનું તમને જ્ઞાન મળે એ માટે નિમિત્તરૂપ પણ બન્યા છે. તમે પણ આમાંથી ઘણી પ્રેરણા લઈ શકો છો. પોતપોતાની શક્તિ મુજબ શ્રાવકજીવનની મર્યાદાને અનુરૂપ આવા આયોજનો વિધવિધ સ્થળે યોજાય અને જ્ઞાન-પ્રદાન-સ્વીકારનું કાર્ય થાય તો યોગ્ય આત્માઓને ઘણો લાભ થાય એમ છે. જ કાઇ ના મis/w/ श्रद्धावान् ज्ञान एवं चारित्र के कार्यों में एवं वैयावश्च-तप आदि में तृप्ति पाता ही नहीं है । वह नया नया प्राप्त करने में उद्यम करता रहता है। - यतिलक्षणसमुझय टीका ::: છે . પ્રવચન-૪ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા ૧૪૫ Page #172 -------------------------------------------------------------------------- ________________ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-૪, તા. ૬-૪-૨૦૦૩, રવિવાર. સવારે ૯-૩૦, પાવાપુરી તીર્થધામ (રાજ.) અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ યોગશાસ્ત્ર નામના મહાન ગ્રંથરત્નના તૃતીય પ્રકાશમાં સમ્યક્તધારી પુણ્યાત્મા શ્રાવક સવારથી સાંજ સુધી કેવી ધર્મસાધના કરે તેનું વર્ણન કર્યું છે. એ દરમ્યાન શ્રાવકો સાતક્ષેત્રની કેવી કેવી રીતે ભક્તિ કરે એ બાબતમાં તેઓશ્રીએ જે કહ્યું છે, તે ઘણુ બધું ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે, એટલે તે અંગેની કેટલીક વાતો આજે મારે તમારી સમક્ષ કરવાની છે. શ્રાવકજીવનનું લક્ષ્ય શ્રમણજીવન પામવાનું જ હોવું જોઈએ. અગર આ લક્ષ્ય નથી તો એ સાચું શ્રાવકજીવન જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે – सर्वविरतिलालसः खलु देशविरतिपरिणामः । . उम्मग्गदेसओ मग्गनासओ गुढहिययमाइलो । सढसीलो य ससल्लो तिरियाऊं बंधए जीवो ।। ૧૪૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #173 -------------------------------------------------------------------------- ________________ સર્વવિરતિદીક્ષા-સંયમની લાલસા હોવી એ જ ખરેખર દેશવિરતિ એટલે કે શ્રાવકપણાનો પરિણામ (ભાવ) છે. અહીં મુદ્દાની વાત આ છે કે, ઈચ્છા શબ્દ નથી વાપર્યો, લાલસા કહી છે. લાલસા શબ્દ તત્પરતા-તાલાવેલીને દર્શાવે છે. સર્વવિરતિ પામવા માટે લાયક કોણ ? એની વાત રજૂ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રીએ જણાવ્યું કે, જે કોઈ પોતાની શક્તિ અનુસાર સાતક્ષેત્રમાં ધન વાવે છે, તે જ શ્રાવક સર્વવિરતિ મેળવવા માટે યોગ્ય છે. તેઓ શ્રીમદ્ના શબ્દોમાં જ જોઈએ તો, यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् ।। ‘(સદ્) પોતાની પાસે રહેલું, (બાહ્ય) શરીર વગેરેથી જુદું-પર, (અનિત્ય) નાશવંત એવું પણ ધન જે સાતક્ષેત્રોમાં વાવતો - વાપરતો નથી, તે વરાક=ગરીબડો, દુશ્ર્વર (કઠણ) એવા ચારિત્રને કઈ રીતે પાળી શકશે ?” અમારા શ્રોતા બે પ્રકારના હોય છે : એક સીધું લેનાર, એક ઊંધું લેનાર. અમે કહીએ કે, ‘લક્ષ્મી ચંચળ છે.' તો સીધું લેનાર શ્રોતા વિચા૨ે કે,‘મહારાજ સાહેબે કહ્યું કે લક્ષ્મી ચંચળ છે, જનારી છે, તો એ જાય એ પહેલાં જ ધર્મમાં વાપરી લઉં’ – એમ વિચારી એ સાતે ક્ષેત્રોમાં ધન વાપરે. જ્યારે બીજો - ઊંધુ લેનાર શ્રોતા સાંભળે કે, ‘લક્ષ્મી ચંચળ છે’ તો એને થાય ‘મહારાજ સાહેબે જ કહ્યું છે, લક્ષ્મી જનારી છે. એથી એ ન જાય માટે તિજોરીમાં પૂરીને રાખું અને એને બે તાળાં લગાવું.’ સભા : ધર્મ મેં લગાયા ધન તો શાશ્વત બન જાતા હૈ ન ? જો એવી શ્રદ્ધા હોત તો આજે શ્રીમંતોનું ધન સારામાં સારી રીતે ધર્મક્ષેત્રોમાં વપરાતું હોત. પણ આજે એવું ક્યાં બને છે ? વધુમાં કહું તો ધર્મક્ષેત્રમાં દાન કરનારે પણ ભવિષ્યમાં મને વધુ ધન મળે કે उन्मार्ग की देशना करनेवाला, मोक्षमार्ग का नाशक, गूढ हृदयवाला, मायावी, वक्र स्वभाववाला एवं शल्ययुक्त जीव तिर्यंच गति का आयुष्य बांधता है । धर्मरत्नप्रकरण - પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૪૭ Page #174 -------------------------------------------------------------------------- ________________ કાયમ માટે આ ધન મળ્યા કરે તે માટે દાન કરવાનું નથી. આ દાન તો આ નાશવંત ધનથી છૂટવા અને આત્મિક ધન-ગુણસમૃદ્ધિ મેળવવા માટે કરવાનું છે. શાલિભદ્ર પૂર્વભવમાં ખીરનું દાન આપ્યું ત્યારે એને કોઈએ કીધું નહોતું કે આપીશ તો તને ૯૯ પેટીઓ રોજ મળશે. રત્નત્રયીરૂપી ધન જ એવું છે કે, એ ક્યારેય નાશ ન પામે. એ શાશ્વત રહે. ગુજરાતી સ્તવનમાં પણ કહ્યું છે ને “અખય ખજાનો મારા નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ લાલચ લાગી છે સાહિબા રે, નવિ ભજીએ કુમતિનો લેશ રે.” ભગવાનના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીનો ખજાનો અક્ષય છે,” એ ગુરુના ઉપદેશથી મેં જોયો છે. હવે મને એ મેળવવાની લાલચ-તાલાવેલી જાગી છે. ભગવાન ! હવે એ ખજાનો મળ્યા બાદ ક્યારેય કુમતિનો ભરમાવ્યો બીજે નહિ જ દોડું” આ એમાં ભાવના છે. વાસુદેવ, ચક્રવર્તી, રાજા-મહારાજાઓના ખજાના કેવા હોય છે, એનાં આજ સુધી ઘણાં વર્ણનો કદાચ સાંભળ્યા હશે, પણ પ્રભુનો ખજાનો ક્યારેય જાણ્યો નથી! એ જાણ્યા વિના, પામ્યા વિના ક્યારેય અમારું-તમારું કલ્યાણ થવાનું નથી. આપણે પ્રભુ પાસે એક જ માંગણી કરવાની છે કે - “ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ ન આવે રે સંતાપ.” જેની પાસે રત્નત્રયીનું સામ્રાજ્ય છે; તેને દેવો, દેવેન્દ્રો, નરો અને નરેન્દ્રો પણ નમે છે. તમે મોટા શ્રીમંત છો, અમારી પાસે તો કશું જ નથી. ગામમાં ઘર નથી, બજારમાં પેઢી નથી, જંગલમાં જમીન નથી, પાસે ફૂટી કોડી નથી, કોઈના ઘરે થાપણ નથી, કોઈ પણ બેન્કમાં કોઈ પણ નામે અમારું ખાતું નથી, પાસે ખીસું નથી તો રૂપિયાનો સવાલ જ ક્યાંથી આવે ?આગળ-પાછળ કશું જ નથી. એકલા આવ્યા છીએ અને એકલા જ જીવીએ છીએ. છતાં ભારતના પ્રેસિડેન્ટ કે પ્રાઈમ મિનિસ્ટર અહીં આવી ચડે તોપણ તમે એમને અમારી બાજુમાં આ રસ કે GR तित्थयर-पवयण-सुयं, आयरियं गणहरं महिड्डीयं । आसायंतो बहुसो, अणंतसंसारिओ भणिओ ।। ફરી એક વાર ૧૪૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #175 -------------------------------------------------------------------------- ________________ પાટ ઉપર બેસાડશો ? કેમ નહીં ? મહત્તા કોની ? સાધુની પાસે પૈસો-ટકો કશું જ નથી. છતાં સાધુને જ બેસાડશો ? કેમ ? સાધુનું જ્ઞાનાદિ ધન કોઈ લઈ જાય તો પણ ઘટતું નથી. એ વધવાનું જ. જ્યારે તમારું ધન કોઈ વાપરી લે તો ઘટી જાય. બોલો, તમારું ધન રાખવા જેવું કે છોડવા જેવું ? સભા ઃ છોડવાનું મન જ થતું નથી. નાનું છોકરું, એના હાથમાં એકવા૨ ૨મકડું પકડાવી દો, પછી એ એને છોડે જનહિ . ગમે તેટલું માંગશો તોય છોડશે નહિ. ખેંચી લો તો ભેંકડો તાણશે. એવી તમારી હાલત છે કે નહિ ? એક ધનના કારણે કેટલાં દુઃખો ? કેટલાંક દર્દી તો ખાસ શ્રીમંતો માટે જ રીઝર્વ છે. બી. પી., હાઈ પ્રેશર, કોલેસ્ટોરૉલ, નિદ્રાનાશ, ટેન્શન, હાર્ટઍટેક, એસીડીટી એ શ્રીમંતોને વધુ થાય. અમે ધન વગરના એટલે અમને કોઈ જ તકલીફ નહીં. ક્યાંક જઈએ ને કોઈ કહે, ‘અહીંથી ચાલ્યા જાવ’ - તો પાંચ મિનિટમાં નીકળી જઈએ અને તમારે ક્યાંકથી જવાનો વારો આવે તો નીકળવાની તૈયારીમાં કદાચ મહિનોય લાગી જાય. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે વિદ્યમાન, બાહ્ય અને અનિત્ય-નાશવંત એવા ધનને જે સાતક્ષેત્રમાં વાવતો નથી, તે શ્રીમંત નથી પણ બિચારો-રાંકડો છે. આવા રાંકડાને ચારિત્ર ન આપવું એમ અમને આજ્ઞા કરેલી છે. આના પરથી તમને સાતક્ષેત્રમાં ધન વ્યય ક૨વાનું કેટલું મહત્ત્વ છે, તે સમજાશે. જો નાશવંત એવું ધન પણ સાતક્ષેત્રમાં વાપરવાનું હોય તો તન અને મનની મળેલી શક્તિનો સદુપયોગ પણ ત્યાં જ ક૨વો જોઈએ ને ? સાતક્ષેત્રના આધારે જ સમાજ, સંઘ અને અમારી-તમારી–સૌની સુખ-શાંતિ અને બાહ્ય-અત્યંતર આનંદનો આધાર રહેલો છે. तीर्थंकर, प्रवचन, श्रुत, आचार्य, गणधर एवं महाऋद्धिसंपन्न साधु-भगवंतों की बार बार आशातना करनेवाले को अनंतसारी ન્હા હૈ । यतिलक्षणसमुचय टीका પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૪૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧ - જિનમૂર્તિ, ૨ - જિનમંદિર, ૩ - જિનાગમ, ૪ - જિનનો સાધુ, ૫ - જિનની સાધ્વી, ૯ - જિનનો શ્રાવક અને ૭ - જિનની શ્રાવિકા. એમાંથી પહેલાં ત્રણ ક્ષેત્ર મૂંગાં છે એ બોલતાં નથી, અને બાકીનાં ચાર ક્ષેત્રો બોલતાં છે. આ પાછળનાં ચારે ક્ષેત્રોનો આધાર પણ વાસ્તવમાં પહેલાં ત્રણ ક્ષેત્રો જ છે. આજે ઘણા સ્થાને અજ્ઞાનથી એમ બોલાય છે કે શ્રાવક-શ્રાવિકા હશે તો ઉપરનાં ક્ષેત્રો સચવાશે; પણ એમ બોલવું એ ઉપરનાં ક્ષેત્રોની આશાતના છે, ઘોર અજ્ઞાન છે, શાસ્ત્રની સાચી સમજનો અભાવ છે. મારા પરમતારક ગુરુદેવે વંદિત્તાસૂત્રના વિવરણમાં એક સ્થળે આ અંગે શાસ્ત્રીય પ્રકાશ પાથર્યો છે : “.. સાતે ક્ષેત્રો સમકોટિનાં છે. એમ માની લેવાની ભૂલ ન થવી જોઈએ; કારણ કે, ભગવાને સાતક્ષેત્રો કહ્યાં છે, પણ તે બધાં સમાન છે એમ નથી. સાતક્ષેત્રોનું પ્રતિપાદન કરનાર શ્રી જિનશાસનમાં શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ, એ મુખ્ય ક્ષેત્રો છે અને એથી જ શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ જેને ન ગમે, એ સાધુ કહેવાતો હોય તો તે સાધુ નથી, સાધ્વી કહેવાતી હોય તો તે સાધ્વી નથી, શ્રાવક કહેવાતો હોય તો તે શ્રાવક નથી અને શ્રાવિકા કહેવાતી હોય તો તે શ્રાવિકા નથી. શ્રાવક-શ્રાવિકા એ ઉપરના પાંચેના પૂજારી છે, પાંચેના માલિક પોતે છે એમ નહીં પણ પાંચે પોતાના માલિક છે – એમ શ્રાવક-શ્રાવિકાએ માનવું જ જોઈએ. શ્રાવક અને શ્રાવિકા, શ્રી જિનબિબાદિ પાંચના પૂજક છે માટે જ પોતે પણ પૂજ્ય-કોટિનાં છે, પણ શ્રાવક-શ્રાવિકા હશે તો એ પાંચ ટકશે એમ નહિ! કારણ કે, એ પાંચ છે તો જ શ્રાવકશ્રાવિકા છે. तिहं दुष्पडियारं अम्मापिउणो तहेव भट्टिस्स । धम्मायरियस्स पुणो भणियं गुरूणो विसेसेउं ।। ૧૫૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરી તેણે શ્રી તીર્થંકરદેવની ભક્તિ કરી એમ કહેવાય અને શ્રાવક-શ્રાવિકાનું અપમાન કરનાર, એ શ્રી તીર્થંકરદેવનું અપમાન કરનાર છે. એમ કહેવાય. પણ જે આત્માઓ પોતાને શ્રાવક કહેવડાવવા છતાં શ્રી જિનમૂર્તિ આદિ ક્ષેત્રો તો અમારે જ આધારે છે એમ માને છે તે અને એમ મનાવવાનો ઉપદેશ કરે છે તેઓ તો મહાપાપી છે. .... શ્રાવક-શ્રાવિકા ધર્મક્ષેત્ર ખરાં, તે પોષવા યોગ્ય પણ ખરાં અને તે ભક્તિ કરવાને પાત્ર પણ ખરાં, પરંતુ એ બધું શાથી? તો સમજવું જોઈએ કે તેઓ શ્રી જિનબિબાદિક પાંચે ક્ષેત્રોને પૂજનારાં છે તેથી, પણ નહિ કે એ પાંચેનો આધાર છે માટે!આજ તો એ ભાવના પણ આવવા લાગી કે, ભગવાન અપૂજ્ય ન રહે એ માટે પૂજા કરીએ છીએ.’ આવી ભાવનાવાળા સાધર્મી નથી જ! (પૃષ્ઠ: ૧૪-૫૫-૫૬-૫૭માંથી સંપીને) દિક્ષાની વાત નીકળે ત્યારે પણ ઘણા કહેતા હોય છે કે, “બધા જ દીક્ષા લેશે તો એમને રોટલી કોણ વહોરાવશે ?” જાણે રોટલી વહોરાવવા માટે જ એ ઘરમાં રહેવા માગે છે!એમને ખ્યાલ નથી હોતો કે સાધુ-સાધ્વીજી એમના ઉપર જવાબદારી મૂકીને દીક્ષા નથી લેતાં હોતાં. એ પોતાના સંયમબળ પર જીવે છે. જૈનો તો ઘણી ઓછી જગ્યાએ રહે છે, બધે કાંઈ જૈનોનાં ઘર હોતાં નથી. એવાં સ્થાનોમાંય મજેથી ભગવાનનાં સાધુ-સાધ્વીજી જીવતાં હોય છે, અજૈનોને ત્યાંથી ગોચરી-પાણી લાવી જીવનનિર્વાહ કરતાં હોય છે. ઘણીવાર તો એમ બને કે, જૈનો કરતાંય આ અજૈનોનો ભક્તિભાવ ચડી જાય એવો હોય છે, ઘણા પ્રેમથી વહોરાવે છે, આંગણે ભગવાન આવ્યા તેમ તેઓ માને છે અને ઘણા સ્થાને કહેવાતા જૈનોય ભક્તિ કરવામાં ઊણા ઊતરે છે. એક નક્કી વાત છે કે, સાધુસાધ્વીજી તમારા ઉપર નથી આવતા. દીક્ષા લેતી વખતે પણ અમારી જવાબદારી તમે લેતા હો તો અમે દીક્ષા લઈએ !એવી કોઈ કંડીશન એઓ નથી મૂકતા. માટે १- माता-पिता, २- स्वामी एवं ३ - धर्माचार्य गुरु - इन तीनों के उपकार का बदला चूकाना दुःशक्य है । उसमें भी धर्माचार्य गुरू के उपकार का बदला चूकाना सविशेष दुःशक्य પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ બરાબર વિચારજો કે, પહેલાં ત્રણ ક્ષેત્રો છે માટે જ પાછળનાં ચાર ક્ષેત્રો છે. પહેલા ત્રણના આધારે જ પાછળના ચાર છે. અમારું સાધુ-સાધ્વીપણું અને તમારું શ્રાવક-શ્રાવિકાપણું કોણે બતાવ્યું? કહેવું જ પડે ને કે અરિહંત પરમાત્માએ!તમને મળેલી સંપત્તિ-સુખસામગ્રી શેનાથી ? કહેવું જ પડે કે પુણ્યથી ! અને પુણ્ય પરમાત્માની ભક્તિ-આજ્ઞાપાલનથી જ ઉત્પન્ન થયું ને ? જે પણ સારું છે તે પ્રભાવ જિનશાસનનો જ. જિનશાસનની, પરમાત્માની આજ્ઞા જ જિનાગમમાં લખાયેલ છે. એટલે જિનમૂર્તિ, જિનમંદિર અને જિનાગમ - આ ત્રણ ક્ષેત્રો જ આધાર બન્યાં ને ? તમને કોઈ પૂછે, “કેમ છે?'તો શું જવાબ આપો? દેવ-ગુરુ-પસાય' એટલે કે, દેવ-ગુરુની કૃપાનજર એમ જ કહો ને ? એટલે શું નક્કી થયું ? દેવ-ગુરુધર્મ તમારાથી ? કે તમે દેવ-ગુરુ-ધર્મથી ? કેટલાક તો અમને આવીને કહે કે, “સાહેબ મા-બાપને હું નિભાવું છું. કહ્યું, “મા-બાપ કાંઈ નિભાવવાની ચીજ છે ? એમની તો સેવા-ભક્તિ હોય. નિભાવવામાં તેને હોય કે જે માથે આવીને પડ્યાં હોય. માતા-પિતા કાંઈ માથે આવીને પડ્યાં નથી. એમનો તો અનંત ઉપકાર છે. એમની સેવામાં તમે તમારી જાતને જેટલી ઘસી નાંખો તેટલી ઓછી છે. એ તો પૂજ્ય છે, આરાધ્ય છે. આજે તો ભગવાનની ભક્તિ માટે ય “નિભાવ ફંડ” શબ્દનો ઉપયોગ થવા લાગ્યો છે. એ બરાબર નથી, “ભક્તિ ફંડ' હોવું જોઈએ. માણસોની ભાવના ખોટી નથી, પણ અજ્ઞાન છે તે દૂર થવું જોઈએ. “ભક્તિ કરવી છે અને ભક્તિથી ભવસાગર તરવો છે' - એમ થવું જોઈએ. આ કાળમાં કેવળજ્ઞાન નથી અને કેવળજ્ઞાની પણ નથી. દેવાધિદેવ પ્રત્યક્ષ દેહ મળતા નથી, ત્યારે એમની પ્રતિમાનું આલંબન, એમનાં મંદિરોનું આલંબન અને એમનાં વચનો જેમાં સંગ્રહાયેલાં છે તે જિનાગરમોનું આલંબન જ ભવ્યાત્માઓ માટે પરમ આધાર છે. ડો . આ છે . મા, जइ वि न सक्कं काउं, सम्म जिणभासि अणुट्ठाणं । तो सम्मं भासिज्जा जह भणिखीणरागेहिं ।। गच्छाचारपत्र ૧૫ર જેસંઘના મોભીઓને માર્ગદર્શન Page #179 -------------------------------------------------------------------------- ________________ જિનમૂર્તિ જિનમંદિર : જિનમૂર્તિ અને જિનમંદિરનું દ્રવ્ય એકત્ર પણ હોઈ શકે અને અલગ અલગ પણ હોઈ શકે. કેવળ જિનમૂર્તિ માટે જ જે દ્રવ્ય આવેલું હોય તે જિનમૂર્તિ ખાતાનું દ્રવ્ય કહેવાય. એનો ઉપયોગ જિનમૂર્તિનાં નિર્માણ, ચક્ષુ-ટીકા-નેણ બનાવવામાં, જિનમૂર્તિનાં ઓપ કે લેપના કામમાં, જિનમૂર્તિનાં મુગુટ-આદિ આભૂષણો બનાવવામાં થઈ શકે છે. પ્રસંગ પડ્યે જિનમૂર્તિના રક્ષણના કાર્યમાં પણ વાપરી શકાય. જિનમંદિર માટે જે દ્રવ્ય આવેલું હોય તેનો ઉપયોગ જિનમંદિરના જીર્ણોદ્ધાર, નવનિર્માણ, દુરુસ્તી, રંગરોગાન, રખરખાવ આદિ કાર્યોમાં થઈ શકે. કોઈ ખાસ ઉદ્દેશ્યથી - જેને અંગ્રેજીમાં “ઈયરમાર્કડું ફંડ” કહેવાય છે – દાન આવેલું હોય તે તે જ કામમાં વાપરી શકાય. સાતક્ષેત્રમાં એક સામાન્ય નિયમ એવો છે કે, ઉપરના ક્ષેત્રોનું દ્રવ્ય નીચેના ક્ષેત્રમાં ન વાપરી શકાય, જ્યારે નીચેના ક્ષેત્રનું દ્રવ્ય જરૂર પડે ત્યારે ઉપરના ક્ષેત્રોમાં વાપરી શકાય. પણ નીચેના ક્ષેત્રમાં એ દ્રવ્યનો વપરાશ કે આવશ્યકતા હોય તો તેને પરાણે ઉપરના ક્ષેત્રમાં લઈ જવાની જરૂર નથી. જિનમંદિર અને જિનમૂર્તિ ક્ષેત્રોમાં સામાન્યતઃ જિનમૂર્તિ ક્ષેત્ર પહેલું ગણાય છે અને જિનમંદિર ક્ષેત્ર બીજું ગણાય છે. જો કે કેટલાક ગ્રંથોમાં જિનમંદિર ક્ષેત્રને પહેલો ક્રમાંક આપવામાં આવ્યો છે, જ્યારે જિનમૂર્તિને બીજો. આમ છતાં પહેલું મહત્ત્વ તો જિનમૂર્તિને જ આપ્યું છે) એટલે જિનમૂર્તિ માટે જ આવેલું દ્રવ્ય જિનમૂર્તિ માટે જ ખરચવું જોઈએ, એ જિનમંદિરમાટેન વપરાય.જ્યારે જિનમંદિરમાટે આવેલું દ્રવ્ય જિનમંદિરમાં તો વપરાય જ, પણ જરૂર પડે તો જિનમૂર્તિમાં પણ વાપરી શકાય. મકર :: » यदि जिनोक्त अनुष्ठान को सम्यक् (त्रिकरण शुद्ध) करना शक्य न बने तब भी वीतराग ने जैसा कहा है, वैसा ही कहें। -गच्छाचारपयत्रा ડ છે પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૩ Page #180 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાં પ્રભુની સામે મૂકેલ ભંડારની આવક, જન્મવાંચનના દિવસે બોલાતી સ્વપ્નદર્શનની ઉછામણીઓથી એકત્ર થયેલું સ્વપ્નદ્રવ્ય, ઘોડીયા આદિની આવક તેમ જ ઉપધાન કે સંઘ પ્રસંગે માળારોપણની થયેલી બોલીની આવક એ બધું દેવદ્રવ્ય ગણાય છે. તેનો ઉપયોગ જિનમંદિર અને જિનમૂર્તિ બંનેમાં થઈ શકે છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે સુવિહિત સાધુ-સાધ્વીજીના ગુરુપૂજનની જે આવક થાય, એ જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણના કાર્યમાં વાપરવી જોઈએ. પરંતુ એ ધનનો જિનેશ્વર પરમાત્માની અંગપૂજામાં ઉપયોગ ન થાય તેની કાળજી રાખવી. કેમ કે દ્રવ્યસપ્તતિકામાં લખ્યું છે કે – નિનાપૂળાય મેવ વ્યાપાર્વમ્ !' જિનેશ્વરની અંગપૂજામાં ન જ વાપરવું.” સભા : મૂર્તિ ભરાવવાનો ખર્ચ ૨૫000 હોય અને ચડાવાની આવક લાખ રૂપિયાની થાય તો આવક ક્યાં જાય? અમે તો ખર્ચો કાઢીને બાકીની રકમ દેવદ્રવ્યમાં લઈ જઈએ છીએ. આજે શું ચાલે છે કે ચાલી રહ્યું છે તે મને ખબર છે. એ મારે નથી કહેવું. મારે તો એ અંગે શાસ્ત્રની મર્યાદા શું કહે છે, એ જ વાત તમારી આગળ રજૂ કરવાની છે. મૂર્તિ ભરાવવાનો ચડાવો કરો ત્યારે મૂર્તિના નિર્માણમાં આવતા ખર્ચની રકમનો નકરો અલગ જાહેર કરી લેવો જોઈએ. એ ખર્ચના નકરામાંથી મૂર્તિ નિર્માણ કરાવી શકાય, પરંતુ ભરાવવાના ચડાવાની રકમ તો પૂરેપૂરી દેવદ્રવ્ય ખાતે જમા કરવી પડે. ભરાવવાના ચડાવાની રકમમાંથી ખર્ચની રકમ લઈ શકાય નહિ. ઘણા સ્થાને એક જ કોથળીમાંથી બધો વ્યવહાર કરવામાં આવે છે. જેટલી छट्टट्ठमदसमदुवालसेहिं मासद्धमासखमणेहिं । अकरंतो गुरुवयणं, अणंतसंसारिओ भणिओ ।। -धर्मरत्नप्रकरण છ કરે : હે મને આ મા હા, પ્રકાર, રે દર શ ર ૧૫૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #181 -------------------------------------------------------------------------- ________________ આવક થાય તે બધી એક જ કોથળીમાં નાંખે અને એમાંથી જ ખર્ચો કાઢે, એ તદ્દન અયોગ્ય છે. એમાં તો દેવદ્રવ્યનો દુરુપયોગ થાય છે અને તમારા ભોગવવામાં પણ આવવાની શક્યતા છે, જેનાં પરિણામો ઘણાં જ દારુણ હોય છે, એ દુર્ગતિમાં જવાનો માર્ગ છે. કોઈએ તમને લાખ રૂપિયાનું દાન આપતાં કહ્યું કે, આ દ્રવ્યમાંથી મૂર્તિ બનાવજો, તો તમે એના વ્યવસ્થાપક છો, એથી એ દ્રવ્ય મૂર્તિ બનાવવામાં જ લગાવવું જોઈએ; અને વ્યક્તિ જો આપતી વખતે કહે કે, જે દ્રવ્ય વધે તે તમે જિનમંદિરમાં લઈ જજો તો તે વધેલ દ્રવ્ય દેવદ્રવ્યમાં જમા કરી શકો છો. ‘દ્રવ્યસપ્તતિકા'ના પ્રારંભમાં જ “અવધારણા” કહેલી છે. જે કાર્ય માટે વાપરવાની નિશ્ચિત બુદ્ધિ કરેલી હોય તે અવધારણા કહેવાય છે. આ થઈ દાનથી આવેલા ધનની વાત. જ્યારે ચડાવા દ્વારા આવેલ દ્રવ્યનો ઉપયોગ એની મર્યાદાનુસાર કરવો જોઈએ. વળી મૂર્તિ ભરાવવાનો ચડાવો થયો. ૮૦૦૦૦ નો મૂર્તિ બનાવવાનો ખર્ચો ભરાવવાના નકરા દ્વારા આવ્યો અને ચડાવાની આવક ૪ લાખની થઈ તો આ ૪ લાખની રકમ દેવદ્રવ્ય ખાતે વાપરવાની વાત પણ દ્રવ્યસપ્તતિકામાં કરવામાં આવી છે. દ્રવ્યસપ્તતિકાની ૪થી ગાથાની ટીકામાં આનો ખુલાસો છે : “ત્રી ર્દર્વિસ્વસ્થ નિશ્રિત દ્રવ્યં=રેવદ્રવ્ય” સુત્યર્થ | મત્ર વૈર્ચ जिनौकस्तबिम्बे, चैत्यो जिनसभातरुः' इति हैमवचनात् । सपरिकरो प्रासादो वास्तुरूपत्वेन देवद्रव्येऽन्तर्भूतत्वात् पृथग् नोक्तः इति ।" ચૈત્યની=અરિહંત પ્રભુની પ્રતિમાની નિશ્રાનું દ્રવ્યન્ત દેવદ્રવ્ય' એમ અર્થ સમજવો. આ પ્રસંગે - “મૈત્ય બિનસ્તવિખે, ચૈત્યો નિમાત ' આ પ્રમાણે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના અનેકાર્થકોષમાં બતાવેલ છે. તેથી પરિકર સાથેનું એટલે કે પોતાના પરિવારપૂર્વકનું જિનમંદિર પણ શ્રી પ્રતિમાજી કરી છ મમ, કરસન (ચાર ઉપવાસ) કુવાસ્ટિસ (પાંચ ઉપવાસ), पक्षक्षमण (पंद्रह उपवास) एवं मासक्षमण आदि तप करने पर भी गुरू का वचन (गुर्वाज्ञा) नहीं माननेवाला अनंत સંસારી - ડોસા રે મ ન થતા હોય તો આ જ દાર == પ્રવચન-પ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧પપ For Private & Personal Use'Only Page #182 -------------------------------------------------------------------------- ________________ માટેનું વાસ્તુરૂપ સ્થાન હોવાથી, જિનમંદિરને લગતા દ્રવ્યનો પણ દેવદ્રવ્યમાં જ સમાવેશ થઈ જતો હોવાથી જુદો ભેદ ગણાવ્યો નથી.” એટલે સામાન્યપણે “જિનમૂર્તિ-ક્ષેત્રનું દ્રવ્ય જિનમૂર્તિ-ક્ષેત્રમાં જ વાપરવું જોઈએ' એવો નિયમ હોવા છતાં, જિનમૂર્તિ-ક્ષેત્રમાં એની જરૂર ન હોય અને જિનમંદિર-ક્ષેત્રમાં જરૂર ઊભી થઈ હોય તેવા વિશેષ સંયોગોમાં દ્રવ્યસપ્તતિકાના આ પાઠ મુજબ જિનમૂર્તિ-ક્ષેત્રનું દ્રવ્ય જિનમંદિર-ક્ષેત્રમાં પણ વાપરી શકાય છે. શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ અને દ્રવ્યસપ્તતિકા જેવા ગ્રંથોનું તમે એક વાર અધ્યયન કરી લો, અને એ પછી જો આપણે આ રીતે બેસવાનું થાય તો તમે ખૂબ સરળતાથી વસ્તુને સમજી શકશો. સભા : ગુરુપૂજનની આવક બાબતમાં આપે કહ્યું કે, તે જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં વાપરવું. જ્યારે કેટલાક ગુરુભગવંતો સાધુ-સાધ્વી વૈયાવચ્ચમાં લઈ જવાનું કહે છે તો શું કરવું ? દ્રવ્યસપ્તતિકામાં આ પ્રશ્નની ચર્ચા કરેલી છે. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સાધુની નાણાંથી ગુરુપૂજા થઈ શકે ? એમાં આવેલ દ્રવ્ય ક્યાં વાપરવું? એનો જવાબ આપતાં જગદ્ગુરુએ આપેલો જવાબ ટાંકીને દ્રવ્યસપ્તતિકાકારે કહ્યું કે, ગુરુપૂજા-ગુરુની અંગ અને અગ્ર પૂજા થઈ શકે અને એ ગુરુપૂજાનું દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં લઈ જવું. એ માટેના પૂર્વાચાર્યોના પૂજનના તેમ જ તેની આવક જીર્ણોદ્ધારમાં લઈ ગયાના દાખલાઓ પણ તેમણે ટાંક્યા છે. પૂ.ઉ.શ્રી લાવણ્યવિજયજી મહારાજે ૧રમી ગાથાની ટીકામાં આ વાત કરી છે. આ દ્રવ્યસપ્તતિકા ગ્રંથનું પ્રકાશન એકવાર આચાર્યશ્રી નેમિસૂરિજી મહારાજના સમુદાય વતી પણ થયેલું છે. ત્યારબાદ આચાર્યશ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજના સમુદાયના પં. શ્રી ચરણવિજયજી મહારાજે પણ એનો અનુવાદ છપાવેલો છે. ત્યારબાદ ઈન્દોર પીપલી બજારથી પં. પ્રભુદાસ अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता। अन्यथाधीस्तु दातृणामतिचारप्रसङ्गिका ।। આ એક दानबत्तीसी ૧૫૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #183 -------------------------------------------------------------------------- ________________ બેચરદાસ પારેખ પાસે અનુવાદ કરાવી અનેક ટીપ્પણીઓ, પરિશિષ્ટો સાથે સંસ્કૃત-ગુજરાતીમાં આ ગ્રંથ છપાવાયો છે, જેનું સંપાદન સાગરજી મહારાજના સમુદાયના મુનિશ્રી નિરુપમસાગરજી મહારાજે કરેલું છે. એમાં આગળના ભાગમાં સંસ્કૃત અને પાછળના ભાગમાં ગુજરાતી અનુવાદ હતો. તે મેળવવો અઘરો પડતો હોઈ મેં એનું ફરીથી સંપાદન કરી સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ સામસામે મળી રહે, કોઈને પણ મેળવવું હોય, મૂળ જોવું હોય તો સુગમતા રહે એ રીતે ગોઠવી, પ્રકાશિત કરાવેલ છે. એમાં મારા મનની કશી વાત નથી. તમે મૂળ ગ્રંથ સાથે એના ગુજરાતી ભાષાંતરને સરખાવીને વાંચી શકો છો અને એની સચ્ચાઈનો નિર્ણય તમે તમારી રીતે પણ કરી શકો છો. એક સામાન્ય નિયમ એવો છે કે, જે ખાતાનું જે દ્રવ્ય હોય તે દ્રવ્ય તે ખાતામાં જ જાય. એટલે જિનમૂર્તિનું દ્રવ્ય જિનમૂર્તિમાં, જિનમંદિરનું દ્રવ્ય જિનમંદિરમાં, જ્ઞાનનું દ્રવ્ય જ્ઞાનમાં જાય. એ જ ન્યાયે ગુરુનું દ્રવ્ય પણ ગુરૂખાતામાં જ જવું જોઈએ; પણ તેમ ન કરતાં એ ગુરુદ્રવ્યને ઉપરના ખાતામાં લઈ જવાનું વિધાન કેમ કરાયું? વળી પરિગ્રહનો નિયમ (મહાવ્રત) હોવાથી સાધુનું તો કોઈ દ્રવ્ય હોય નહિ, તો ગુરુદ્રવ્ય ક્યાંથી હોઈ શકે ? આવી શંકાનો શાસ્ત્રકારોએ જવાબ આપ્યો છે. ધર્મસંગ્રહ ગ્રંથમાં બે પ્રકારનાં ગુરુદ્રવ્ય બતાવ્યાં છે : ૧ - ભોગાઈ ગુરુદ્રવ્ય, ૨ - પૂજાઈ ગુરુદ્રવ્ય. ૧ – ભોગાઈ ગુરુદ્રવ્ય : ગુરૂના ભોગ-ઉપભોગમાં આવતાં દ્રવ્યો જેવાં કે, કાંબળી, કપડાં, પાત્રો આદિ. એનો ઉપયોગ સાધુઓ કરી શકે છે. માટે એવાં દ્રવ્યોને સાધુ પોતે રાખી શકે છે. ૨ - પૂજાઈ ગુરુદ્રવ્ય : જ્યારે સાધુઓની અંગપૂજા-અગ્રપૂજારૂપે ચડાવેલ સુવર્ણાદિ ધન સાધુઓ પોતે રાખી શકતા નથી એ કારણથી કે એ અપેક્ષાથી એ ગુરુદ્રવ્ય ગણાતું નથી, પરંતુ ગુરુની પૂજાના સંબંધથી એ દ્રવ્ય આવતું હોવાથી ગુરુદ્રવ્ય કહેવાય છે અને દ્રવ્યસપ્તતિકામાં આપેલા નીચેના પાઠ अनुकंपा अनुकंपा के योग्य स्थान में होती है, जब कि भक्ति तो पात्र में ही संगत है । इनमें विपरीत बुद्धि रखना तो दाता के लिए अतिचार (दोष) करानेवाली है। - दानबत्तीसी દી તો મારી પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ મુજબ તેનો ઉપયોગ કરવો જોઈએ. "स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे नव्यचैत्यकरणादौ च व्यापार्यम् ।" અર્થ : સુવર્ણ વગેરે ગુરુદ્રવ્ય તો જીર્ણોદ્ધાર અને નૂતન દેરાસર નિર્માણ આદિમાં વાપરવું જોઈએ. આ પાઠ મુજબ, ગુરુમહારાજથી ઉપરના ખાતામાં અર્થાત્ જિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણ આદિમાં જ તે ગુરુદ્રવ્ય વાપરવું જોઈએ. આ પાઠ મુદ્રિત પુસ્તકના પૃષ્ઠ-૪૮ પર આપવામાં આવેલો છે. આમ, પૂર્વે કહી ગયો તેમ આ દ્રવ્ય જિનેશ્વરની અંગપૂજામાં તો ન જ વાપરવું જોઈએ. સભા : દેવદ્રવ્યમાંથી બાલાશ્રમ ચલાવવા લોન આપવામાં આવે છે, તે ચાલે? ન ચાલી શકે, એમાં મોટો વાંધો છે. દેવદ્રવ્યથી બાલાશ્રમ પણ ન ચલાવાય અને તે દ્રવ્ય ઉપાશ્રયમાં પણ ન અપાય. તમારો ખુદનો પૈસો આપો તો તમે તકાદો લગાવી વસૂલ પણ કરો. દેવદ્રવ્યમાંથી આપવાથી વસૂલ કરવા કોણ જવાનું હતું ? લોકો સાથેના મીઠા સંબંધો ક્યાં બગાડવા ? એમ માની ઘણા ધર્માદા દ્રવ્યની ઉઘરાણી પણ કરતા નથી. સભા : બાલાશ્રમના છોકરાઓ ખૂબ ગરીબ છે, તેમને આપીએ તો ? એ બાળકોને શું તમારે વધારે ગરીબ બનાવવા છે ? પહેલાંના પાપોદયે ગરીબ બન્યા છે, હવે દેવદ્રવ્યનો ભોગવટો કરાવીને વધુ ગરીબ બનાવી દુર્ગતિમાં ધકેલવા છે? તમે આચાર્યદેવ શ્રી સુબોધસાગરસૂરિજી મહારાજનું નામ સાંભળ્યું હશે. એમણે મને રૂબરૂમાં કહેલી વાત કહું એમણે કહેલું કે, “હું નાનો હતો ત્યારે બોર્ડીગમાં ભણતો હતો. મારું નામ વરધીલાલ હતું. એકવાર બોર્ડીંગના प्रारम्भमङ्गलं ह्यस्या गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ।। - अष्टकप्रकरण ૧૫૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #185 -------------------------------------------------------------------------- ________________ દેરાસરમાં ભંડાર પરનું કેળું ભૂખ લાગેલી હોવાથી લઈને ખાઈ લીધેલું. દીક્ષા લીધા પછી મને એ યાદ આવ્યું. એ દેવદ્રવ્યના ભોગવટાના પાપથી હું ધ્રૂજી ઊઠ્યો. જ્યારે પણ કોઈ ભક્ત મળે ત્યારે એને હું કહું છું કે, તમે દેરાસરના ભંડારમાં અમુક રૂપિયા નાંખજો અને કહેજો કે, પેલા વરધીલાલે કેળું ખાધું હતું, તે પાપથી તેને ઉગારજો મુદ્દો સમજજો. આચાર્યશ્રી કલાસસાગરસૂરિજી મહારાજ દેવદ્રવ્યના ભક્ષણના પાપથી એટલા બધા ડરતા કે એ જ્યારે પણ મુંબઈમાં આવતા ત્યારે એક ચોક્કસ ઉપાશ્રયમાં ઊતરતા નહિ. ત્યાં સ્વપ્નદ્રવ્ય-દેવદ્રવ્ય ઉપાશ્રયમાં વપરાતું. ટ્રસ્ટીઓ એમના માટે અલગ વ્યવસ્થા કરવા ઈચ્છતા તોપણ એ ત્યાં ન જ જતા. એ જ આચાર્યશ્રીએ જીવનભર માટે ચોખા-ભાતનો ત્યાગ કરી દીધેલો. એમને એમ હતું કે, દેરાસરમાંથી કોઈ ચકલી ચોખાનો દાણો ઉપાડી જાય અને ચોખાના ઢગલામાં પડી જાય. એ ચોખા મારા પેટમાં જાય તો દેવદ્રવ્યના ભક્ષણનું પાપ મને લાગે. અહીં પણ ભાવના વિચારજો. સભા સુના હૈ કી મંદિર કી છાયા મેં ખડે રહનેવાલોં કો ભી પ્રાયશ્ચિત્ત આતા હૈ / જરૂર, તમે તડકેથી જતા હો અને દેરાસરનો છાંયડો આવતો હોય તો શાતા મેળવવા ત્યાં ઊભા રહો કે બેસો તો એનો દોષ તમને લાગે છે. મંદિરદેરાસરના કંપાઉન્ડમાં પ્રવેશ કર્યા બાદ કોઈ પણ સાંસારિક પ્રવૃત્તિ, વાતો કે વિચાર થઈ શકે નહિ. સભા દેરાસરમાં પાણી રાખ્યું હોય છે, તેનાથી મોટું સાફ કરી શકાય? પૂર્વે આ પ્રશ્ન જ નહોતો; કેમ કે બધાનાં મોઢાં સાફ જ રહેતાં. પણ જ્યારથી તમારા પાન, પાન-મસાલા, તમાકુ, બીડી-સિગારેટ, ગુટખા ને માવા આવ્યા ત્યારથી તમારા જેવા નામદારોને જિનદર્શનથી વંચિત નહિ રાખવા માટે જ કામ કરતા माता-पिता की सेवा-शुश्रूषा यह दीक्षा का प्रथम मंगल है । क्योंकि ये माता-पिता धर्म में प्रवृत्ति करनेवाले मनुष्यों का महान पूजास्थान है। - अष्टकप्रकरण પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૫૯ Page #186 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટીઓને પાણીની વ્યવસ્થા કરવી પડી. એ વ્યવસ્થા સાધારણ ખાતામાંથી અને સાધારણ ખાતાની જગ્યામાં જ કરી શકાય. છતાં એનો ઉપયોગ કરનારે તો એનું દ્રવ્ય એ ખાતે આપવું જ જોઈએ. સાધારણ ખાતાનું દ્રવ્ય પણ સાધારણ વ્યક્તિઓ જ વાપરી શકે. જેઓ સાધારણ નથી, તેમણે સાધારણ દ્રવ્યનો ઉપભોગ કરવો ન જોઈએ. દેરાસરની પ્લીન્થ નીચે ઘણા સ્થાને પેઢીઓ બનાવવામાં આવે છે. એમાં બેસીને ચા-પાણી કરવાં કે કશું ખાવું-પીવું બિલકુલ યોગ્ય નથી. એમાં દેવદ્રવ્ય સિવાયના બીજા ખાતાઓનો વહીવટ પણ ન કરી શકાય. જો અન્ય ખાતાંનો વહીવટ ત્યાં ચાલતો હોય તો તે જગ્યાની કિંમત જે થતી હોય તે રકમ સાધારણની કે વૈયક્તિક ઊભી કરી દેવદ્રવ્ય ખાતે જમા કરાવવી જોઈએ. સભા : બાર મહિનાના કેશર-સુખડના ચડાવા થાય એમાં લાભ લીધો, પછી એ દ્રવ્યમાંથી પૂજા કરીએ તો ચાલે ને ? સાચી વિધિ પૂછતા હો તો મારે કહેવું જોઈએ કે, પૂજા કરવાવાળી વ્યક્તિએ સ્વયં પોતે પોતાનું જ દ્રવ્ય લાવવું જોઈએ અને એનાથી પ્રભુની પૂજા કરવી જોઈએ. બહારગામથી કોઈ આવ્યું અને પૂજાની સામગ્રી કદાચ ભૂલી ગયો હોય તો તે પણ પૂજાનાં દ્રવ્યો ત્યાં રાખેલાં હોય તો પૂજા કરી શકે, માટે દ્રવ્યો રખાતાં. પણ એ વાપરનાર પણ ત્યાં મૂકેલી કેશર-સુખડની પેટીમાં વાપરેલ દ્રવ્યના પૈસા નાંખતો. પછી તો કેટલાક સંઘોમાં અજ્ઞાનવશ દેવદ્રવ્યમાંથી આ સગવડ થવા લાગી. તે અનર્થને ટાળવા અષ્ટપ્રકારી પૂજાનાં દ્રવ્યોનો વાર્ષિક લાભ લેવાના ચડાવા શરૂ કરાયા છે. એમાં બારે માસના કે મહિના-મહિનાના લાભના ચડાવા કે નકરા રાખીને લાભ અપાય છે, જેથી શ્રાવકોને પોતાના કર્તવ્યરૂપે કરાતી જિનપૂજામાં દેવદ્રવ્યના ઉપભોગનો દોષ ન લાગે. આ અમારા વારી રી , पूज्योऽयं स्मरणीयोऽयं सेवनीयोऽयमादरात् । अस्यैव शासने भक्तिः कार्या चेचेतनाऽस्ति वः ।। વધા - નિનન પત્રીણી, I !” કરો ૧૬૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #187 -------------------------------------------------------------------------- ________________ આજે જેવી દશા શ્રીમંતોની થઈ છે, તેવી દશા ઘણા લોકોએ પ્રભુની કરી દીધી છે. એક શ્રીમંતે બીજી વ્યક્તિને કહ્યું કે, “તમે ઘણા નસીબદાર છો કે તમને રોજ તમારાં માતા-પત્ની કે પુત્રવધૂના હાથે બનેલી રસોઈ ખાવા મળે છે, અમારે તો એમાંથી કોઈ હોતાં જ નથી, રસોઈઓ રાખેલો છે એ જ બનાવે અને પીરસે. એમાં મોડું થઈ જાય તો એય રાખી મૂકે અને અમારે જાતે લઈને ખાવાનું હોય. આ અમારું શ્રીમંતોનું નસીબ છે.' તમે જાતે કેસર વાટીને પ્રભુની પૂજા કરો એનો આનંદ કોઈ અલગ છે, પણ તમે તો ભગવાનને સોંપી દીધા પૂજારીને, ભગવાનનાં જંગલૂછણાદિ એ કરે અને તમારા માટે પણ કેસર તૈયાર રાખે ! બધાં કામ પૈસાથી ન થાય, પોતે પણ ઘસાવું પડે. માત્ર બાર મહિનાનું દ્રવ્ય આપી દો (ચડાવાથી) કે પૂજારીનો પગારે આપી દો, તેથી તમારી જવાબદારી પૂર્ણ થતી નથી. હું એ ચીજને વખોડતો નથી, જે કરો એ સારું જ છે, છતાં વધુ સારું શું છે એ બતાવું કે નહિ ? ઘરે જમાઈ આવે ત્યારે ઘરમાં બધાં જ સાધનો, રસોઈઓ, માણસો હોવા છતાં તમે પોતે જ જમાડો ? કેમ ભાઈ ? માણસ પણ જમાડી શકે છે ને ? પણ ના, ત્યાં પોતાને ઉલ્લાસ છે, “મારો જમાઈ છે' - આવો ભાવ છે. અહીં પરમાત્મા મારા છે' - એવો ભાવ હજુ જાગ્યો નથી, એનું આ પરિણામ છે. પરમાત્માની પ્રક્ષાલ પૂજા, અંગલુછણાં, આંગી, ગભારાની સાફસૂફી આદિ બધાં જ કામો શ્રાવક-શ્રાવિકાએ જાતે જ કરવાનાં છે. પૂજારી રાખવો પડે તે માત્ર બહારનાં કામો કરવા માટે. પૂર્વે અમારી શ્રાવિકા બહેનો પોતે પરમાત્માની પૂજા માટેનું જળ કૂવા વગેરે સ્થળેથી લાવતી. જેઓ પોતે પૂજા કરી શકતા ન હતા, તેઓ પણ પુષ્પ વગેરે સામગ્રી લાવીને પૂજા કરનારને આપતા ને પૂજા કરાવતા. यदि आपमें चेतना हो तो इन्हीं वीतराग तीर्थंकर की आदरपूर्वक पूजा करें, याद करें, सेवा करें - एवं इन्हीं के शासन की सेवा करें। ___ - जिनमहत्त्व बत्रीशी રોજ 1 મહામી | પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ જૂના જમાનામાં આયંબિલ ભવન-ખાતામાં પણ જે શ્રાવક જમતા તે ત્યાં ચોક્કસ રકમ લખાવતા કે ત્યાંના ભંડારમાં નાંખતા. આયંબિલ તમારે કરવાનું હોય છે અને એ માટે દોડાદોડ વ્યવસ્થાપકોને કરવી પડતી હોય છે, એવી પરિસ્થિતિ આજે થઈ છે. સભાઃ આજે વ્યાજનો દર ખૂબ ઘટી રહ્યો છે. એમ ઘટતો જ જવાનો છે, એમ સંભળાય છે. તો શું કરવું?એકલા કોર્પસમાંથી (મૂડીમાંથી) કાર્ય કઈ રીતે શક્ય બને ? બધા જ જો સ્વદ્રવ્યથી બધાં અનુષ્ઠાનો કરતા થઈ જાય તો આ પ્રશ્ન જ ન રહે. છતાં જ્યાં સુધી એ બને નહિ ત્યાં સુધી પ્રતિવર્ષ સંઘની સામે ઊભા રહી, સંઘ આગળ રજૂઆત કરી તે તે વર્ષની ટીપ કરવી, અથવા તે તે વર્ષના લાભના ચડાવા-નકરા રાખી લાભ આપવો. આજ સુધી ટ્રસ્ટી નિશ્ચિત હતા, બેફિકર હતા. એમને સંઘની, સંઘના સભ્યોની કોઈ પડી ન હતી. હવે એ નહિ ચાલે; કેમ કે વ્યાજનો દર ઘટવાથી એનું કાર્ય પૂરું ન થાય. એ માટે સંઘ પાસે જવું જ પડશે. દર વર્ષે રજૂઆત કરી ફંડો ઊભાં કરવાં પડશે અને એ માટે સંઘ આગળ પહેલાં બધા હિસાબો ચોખ્ખા બતાવવા પડશે. સંઘજનો જે જે પૂછે એના જવાબો મગજને શાંત રાખી આપવા પડશે. જિનાગમ-જ્ઞાન : આગમાદિ જ્ઞાનની પૂજામાં આવેલું દ્રવ્ય, જ્ઞાનનાં પૂજન અંગેની ઉછામણીઓનું દ્રવ્ય, જ્ઞાનની સમક્ષ ચડાવવામાં આવેલું દ્રવ્ય, દીક્ષા સમયે નવદીક્ષિતને જ્ઞાનનાં પુસ્તક-પોથી-સાપડા-નવકારવાળી જેવાં ઉપકરણો અર્પણ કરવાની બોલીઓનું દ્રવ્ય, તેમ જ આચાર્યાદિપદ પ્રદાન સમયે મંત્રપોથીપટ વગેરે જ્ઞાનસાધન સમર્પવાની બોલીઓનું દ્રવ્ય જ્ઞાનખાતામાં જમા કરવું જોઈએ. એ જ્ઞાનખાતાનું દ્રવ્ય આજના વ્યવહારિક સ્કૂલ-કૉલેજના શિક્ષણમાં વાપરી શકાય નહિ. તેમ જ શ્રાવકોની ધાર્મિક પાઠશાળાના બાળક-બાલિકા કે પ્રૌઢોના सारमेतन्मया लब्धं श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ।। મારા માતા નિબઈપવગીરી ૧૬ર જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #189 -------------------------------------------------------------------------- ________________ ભણવામાં ઉપયોગી થતાં પુસ્તકો લાવવામાં પણ એનો ઉપયોગ કરી શકાય નહિ. એ પાઠશાળાના પંડિતજી આદિ માણસોના પગાર, છોકરાંઓને પ્રોત્સાહન કે સ્તવન-પૂજાની ચોપડીઓ ખરીદવી વગેરે કોઈ પણ કાર્યમાં એનો ઉપયોગ થઈ શકે નહીં. અમે સાધુ-સાધ્વીજી જે પ્રવચન કે વાચનાઓ આપીએ છીએ એના પ્રકાશનમાં પણ એ દ્રવ્ય ન વાપરવું જોઈએ. જેટલાં પણ આગમશાસ્ત્ર છે, તેની પંચાંગી – મૂળ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા સાથે; તથા પૂર્વાચાર્યના રચેલા આગમાધારિત ગ્રંથો, એના આધારે બનેલા જેટલા પણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો છે, એને તાડપત્ર પર કોતરાવવા-લખાવવા કે ટકાઉ કાગળ પર લખાવવા કે છાપવા દ્વારા પ્રકાશિત કરવામાં એ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય. એ રાશિમાંથી ઠેર ઠેર સમૃદ્ધ જ્ઞાનભંડાર બનાવી શકાય. જ્ઞાનભંડાર માટે જરૂરી તમામ ચીજો લાવી શકાય. કબાટ, પુસ્તક સંરક્ષણ માટે પેટીઓ, લાકડાની ડબ્બીઓ (ડાબડા), કાગળ, પોથી, પાટી, ઓળીયા, ઘંટા, તલના તેલ વગેરેમાંથી બનેલી મસી, કલમો, તજીયા બરુ, હિંગળો, સોનાચાંદીના વરખની બનેલી શાહી, રેપરો, ઘોડાવજ, તમાકુની પોટલીઓ આદિ સામગ્રી લાવી શકાય. એ સિવાય સાધુ-સાધ્વીજીને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય એ માટે જૈનેતર પંડિત રાખેલો હોય તો તેનો પગાર-મહેનતાણું એમાંથી આપી શકાય. જૈનને આ દ્રવ્ય ન આપી શકાય. જૈન વિક્રેતાને આ દ્રવ્ય આપવાનું થાય તો માત્ર વિક્રેતાને થયેલ ખરીદમૂલ્ય જ્ઞાનખાતામાંથી આપી શકાય, એનો નફો તો ચોખ્ખા સાધારણ ખાતામાંથી જ આપી શકાય. માટે જૈન વિક્રેતાઓએ આ બાબતની પૂરી કાળજી રાખવી જોઈએ. કોઈ પણ ગૃહસ્થ જ્ઞાનખાતામાંથી વસાવેલ-છપાવેલ પુસ્તક, સુયોગ્ય નકરો આપ્યા વિના વાંચી ન શકે. એને પોતાને વસાવવું હોય તો પૂરી કિંમત જ્ઞાનખાતામાં ચૂકવવી જ જોઈએ. श्रुतसागर का अवगाहन करने से मुझे ये सार प्राप्त हुवा है कि - भगवान की भक्ति परमानंद अर्थात् मोक्षरूप संपदा શા વન હૈ ___ - जिनमहत्त्वबत्रीशी પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ એ ઉપરાંત જૈન જ્ઞાનભંડારોમાં અજૈન દર્શનોના, અન્ય અન્ય જ્ઞાન શાખાઓના વિવિધ ભાષાના ગ્રંથો જ્ઞાનખાતામાંથી લાવી, વસાવી શકાય. પણ એ માટે ગીતાર્થ ગુરુભગવંતોનું માર્ગદર્શન જરૂરી ગણાય. જૈન સાધુને ગીતાર્થ બનવા માટે જૈન ગ્રંથો ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃત ભાષાના વ્યાકરણ, છંદ, ન્યાય, કાવ્ય, સાહિત્ય, જ્યોતિષ, શિલ્પ, વૈદ્યક અન્ય એ દર્શનોના ગ્રંથોનું જ્ઞાન હોવું જરૂરી છે. એ ગ્રંથો અભ્યાસાર્થે મળી શકે માટે જ્ઞાનખાતામાંથી વસાવી શકાય. અજૈન પંડિત જૈન સાધુ-સાધ્વીજીને ભણાવતા હોય અને જ્ઞાનખાતેથી એમનું મહેનતાણું ચૂકવાતું હોય તો એમની પાસે એ પાઠમાં જૈન-મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકા ભણવા બેસી ન શકે. એટલા ભાગનું દ્રવ્ય એમણે સાધારણ કે વ્યક્તિગત દ્રવ્ય આપવું પડે. સભા : આજ કલ અંગ્રેજી લીટરેચર બતાતે હૈ ? હા, એ પણ જરૂરી છે. પણ એમાં જે વિવેક જોઈએ, તે ગીતાર્થ ગુરુભગવંતના માર્ગદર્શનથી પ્રાપ્ત થશે. બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એકટ જેવો કાયદાનો ચોપડો હોય એની કલમો જાણવા માટે અંગ્રેજી ચોપડો ખરીદી લાવી વસાવવો પડે એમ બને. ગૃહસ્થ જ્ઞાનભંડારના કોઈપણ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો તે જ્ઞાનખાતે ઉચિત નકરો ભરીને જ કરી શકે અને જ્ઞાનભંડારનાં કોઈપણ પુસ્તકનો ઉપયોગ ધાર્મિક હેતુ સિવાય અન્ય કોઈપણ હેતુથી કરી શકાય નહિ. એનો ધર્મકાર્યમાં ઉપયોગ થવો જોઈએ. કોઈ કહે કે, મારે Ph.D. કરવી છે તો એ માટે ભંડારનાં પુસ્તકો આપી શકાય નહિ. જ્ઞાનભંડાર ધર્મસાધના માટે છે. લૌકિક સિદ્ધિઓ મેળવવા માટે નથી. વાત નીકળી છે એટલે કહી દઉં, આવા Ph.D. કરનારાની હાલત કેવી હોય છે તે. ટેબલખુરશી પર બેઠાં બેઠાં, ચા-ચેવડો ઉડાવતાં ઉડાવતાં, પગમાં બૂટ-ચંપલ મારા માતા ની કતા '' - जिणचलणकमलसेवा, सुगुरुपायपञवासणं चेव । सज्झायवायवडत्तं लभ्भंति पभूयपुण्णेहिं ।। ૧૬૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #191 -------------------------------------------------------------------------- ________________ પહેરીને, સિગારેટના ધૂમાડા કાઢતાં કાઢતાં એ નામદારો આગમ વાંચતા હોય અને એના ઉપર પોતાના ગપ્પાં હાંકીને Ph.D. થતા હોય છે. આવાઓને જ્ઞાનભંડારના ગ્રંથો અપાય નહીં. એક ઘણી મોટી નામના ધરાવતા સુધારક પંડિત હતા. અમદાવાદની એક નામપ્રાપ્ત સંસ્થામાં એ કાર્ય સંભાળતા. ત્યાં રહી આગમાદિ ગ્રંથોનું એ સંશોધન પણ કરતા. એકવાર જરૂરી કામ માટે ત્યાં જવાનું થયું. મારે એક ગ્રંથની હસ્તલિખિત પ્રત જોવી હતી. ત્યાંથી મંગાવી તો જવાબ મળ્યો કે, ફલાણા ભાઈ આ કામ સંભાળે છે. તેમની રજા હોય તો જ મળશે. માટે એમની પાસે જવું પડ્યું. ત્યાં જે હાલત હતી તે જોઈ હું એક ક્ષણ માટે હેબતાઈ ગયો. એમનું નામ ઘણું મોટું હતું. મેં જોયું ત્યારે એ ભાઈના એક પગમાં જૂતું હતું, એકમાં ન હતું. બંને પગ ટેબલ ઉપર કરીને ખુરસીમાં બેઠા હતા. થોડીવાર પહેલાં જ ત્યાં બેઠાં બેઠાં ચા-પાણી કરેલાં એંઠા કપ-૨કાબી બાજુમાં જ પડ્યાં હતાં. હાથમાં સિગારેટ જલતી હતી અને આ રીતે ભાઈ આગમનું સંશોધન કરી રહ્યા હતા. આ જેવો હું એમની કેબીનમાં ગયો તેવા એ બોલ્યા, ‘શું કામ છે ?’ મેં કહ્યું, અવસ્થામાં તમે હો તો હું તમારી સાથે વાત ન કરી શકું. જરા ઠીક બેસો !’ એ ભાઈને ન છૂટકે સિગારેટ મૂકી બરાબર ગોઠવાવું પડ્યું. એમની સાથે મારે પ્રસંગ પડેલો. એમના વિકૃત વિચારોના વિરોધમાં મેં અવાજ ઉઠાવેલો, કલમ પણ ચલાવેલી; તે મને નામથી ઓળખતા હતા. પણ એમણે મને કે મેં એમને ક્યારેય જોયા ન હતા. પ્રસંગ એવો બનેલો કે પંડિત બેચ૨દાસે ભગવાન મહાવીર અને ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીનો કાલ્પનિક સંવાદ ગોઠવી એમની આશાતના કરી. એ સંવાદમાં ભગવાન વર્ધમાનકુમારને માતા-પિતાનું મૃત્યુ થતાં હતાશામાં અટવાયેલા અને શ્રી ગૌતમસ્વામીને સામાજીક મર્યાદાઓને તોડતા અને વર્ધમાનકુમા૨ સાથે અત્યંત નિમ્નકક્ષાનો વાર્તાલાપ કરતા રજૂ કરાયા હતા. આ અંગે પંડિત બેચરદાસને માફી માંગવી પડી હતી. अरिहंत के चरणकमल की सेवा, सद्गुरु के चरण की पर्युपासना, स्वाध्याय एवं धर्मवाद में श्रेष्ठता प्रभूत पुण्य के योग से प्राप्त होती है । पुण्यकुलक પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૫ Page #192 -------------------------------------------------------------------------- ________________ આ અંગે તેમની સાથે પત્રવ્યવહાર કરતાં “તે સમયના ક્ષત્રિયો અને બ્રાહ્મણોના માનસને રજૂ કરવા માટે મેં આ બન્નેય પાત્રોનો ઉપયોગ કર્યો છે અને એમ કરવાનો લેખકને હક્ક છે” – એવું લખ્યું હતું. એના સંદર્ભમાં એમની સામે કાયદેસર નોટિસ અપાતાં એમને માફી માંગવી પડી હતી, જે તે વખતના હિંસા વિરોધ” માસિકમાં છપાઈ હતી. આ સંદર્ભમાં પંડિત માલવણિયાએ પ્રબુદ્ધ જીવનના રજત જયંતિ વિશેષાંકમાં લખેલા એક લેખમાં બળાપો કાઢ્યો હતો. જે અંગે તેમની સામે પણ ઘણું લખવાનું બન્યું હતું અને એના અનુસંધાનમાં પ્રબુદ્ધ જીવનના તે સમયના તંત્રી ચીમનલાલ ચકુભાઈએ દિલગીરી વ્યક્ત કરી હતી. આવી જે બધી ઘટનાઓ બની હતી, તેના કારણે નામથી તેઓ મને ઓળખતા હતા. એટલે કહેવાનો મુદ્દો એ છે કે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ સાચી રીતે કરવો અને જ્ઞાનદ્રવ્યથી આવેલાં પુસ્તકો આવા પંડિતોને આપવાં ન જોઈએ. સભા સ્વદ્રવ્યથી બનાવેલા ભંડારનાં પુસ્તકોનો ઉપયોગ તો નકરો આપ્યા વિના કરી શકીએ ને ? સ્વદ્રવ્યથી બનાવેલો જ્ઞાનભંડાર પણ જો શ્રુતની ભક્તિ નિમિત્તે શ્રીસંઘને સમર્પિત કર્યો હોય તો તેનો ઉપયોગ યોગ્ય નકરો આપ્યા વિના ન કરી શકાય. જેમ કે આ શ્રી કે. પી. સંઘવી પરિવારે સ્વદ્રવ્યથી આટલું સરસ જિનમંદિર બનાવ્યું છે, આમ છતાં તેઓ પણ એનો ઉપયોગ પોતાની મરજી મુજબ તો ન જ કરી શકે. જિનમંદિરમાં જિનભક્તિ સિવાયનું કોઈ કાર્ય ન કરી શકે અને જિનભક્તિનું કાર્ય પણ જૈનશાસનની મર્યાદા બહાર જઈને ન કરી શકે. મારી આ વાત બરાબર છે ? સભા : બિલકુલ બરાબર છે. બસ! એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. જ્ઞાનભંડારશ્રીસંઘને સમર્પણ થઈ ગયા બાદએનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા યોગ્ય નકરો આપ્યા વિના ન કરી શકે. जिणभवण-बिंब-पुत्थय-संघरूवेसु सत्तखित्तेसु । ववियं धणंपि जायइ सिवफलयमहो अणंतगुणं ।। ૧૬ જનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #193 -------------------------------------------------------------------------- ________________ સભા: સાધુભગવંતના પુસ્તકોનો ઉપયોગ શ્રાવકથી કરાય કે ન કરાય ? ના, ન કરી શકાય. શ્રી દ્રવ્યસપ્તતિકાની બારમી ગાથાની વૃત્તિમાં લખ્યું છે કે – ज्ञानद्रव्यमपि देवद्रव्यवन्न कल्पते एव । अतः ज्ञानसत्कं कागदपत्रादि साध्व्याधर्पितम्, श्राद्धेन स्वकार्ये न व्यापार्यम्, स्वपुस्तिकायामपि न स्थाप्यम् समधिकं निष्क्रयं विना । જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ (શ્રાવક-શ્રાવિકાને) ન જ કલ્પી શકે. એટલા માટે જ્ઞાનસંબંધી કાગળ-પત્ર વગેરે સાધુઆદિને અર્પેલું શ્રાવકે પૂરતો કે અધિક નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં ન વાપરવું. પોતાના પુસ્તકો ભેગું (લખાવવા વગેરેમાં) પણ ન રાખવું. સભા જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ શું કરવો ? આ જ્ઞાનદ્રવ્યમાંથી આગમાદિ ધર્મગ્રંથો તાડપત્ર પર લખાવવા જોઈએ. એ ન બને તો પછી નેપાલ વગેરે જે પણ દેશમાંથી ટકાઉ કાગળો મળી શકે તેના ઉપર લખાવવા જોઈએ. આજની વૈશ્વિક પરિસ્થિતિ વિષમ છે. કયા વિસ્તારનો કઈ રીતે નાશ થશે તે કશું જ કહી શકાય તેમ નથી. માટે ભારતના પ્રત્યેક રાજ્યમાં કમસે કમ એક ભંડાર, ભૂમિગત બોમ્બ વિરોધી બંકરો બનાવીને તેમાં ગ્રંથોને સુરક્ષિત કરી દેવા જોઈએ. જેથી ૭૦૦-૧૦૦૦-૧૫૦૦ વર્ષ સુધી જ્ઞાનને કોઈ ઊની આંચ ન આવે. એકાદ સ્થાને ગ્રંથો નાશ પામે તોય બીજા સ્થળેથી ઉપલબ્ધ થઈ શકે. આવું આયોજન સંઘોએ કે સુશ્રાવકોએ મળીને ગોઠવવું જોઈએ. આજનાં કોમ્યુટરો ઉપર ભરોસો મૂકી શકાય નહિ. ગમે ત્યારે ડેટા ઊડી જાય, વાયરસ લાગુ પડે આકાશી તારાઓ-ઉલ્કાપાત કે અણુબોમ્બ જેવી હોનારતોથી બધું સાફ થઈ જાય. આપણી જ્ઞાનસંપત્તિ નાશ ન પામી જાય તે માટે સમુચિત ઉપાયો કરવા જોઈએ. મારી છે अहो आश्चर्य !जिनमंदिर, जिनप्रतिमा, जिनागमएवंजैन संघ (साधु-साध्वी-श्रावक-श्राविका) स्वरूप सात क्षेत्रो में बोया गया धन अनंत अक्षत-मोक्षफल को देनेवाला बनता है। પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ ઘણીવાર એમ બને કે કોઈ ગામમાં સાધુ-સાધ્વીજીનું ચોમાસું થાય, એમાં જ્ઞાનની આવક થાય. ટ્રસ્ટીઓને ક્યાં વાપરવી એનું જ્ઞાન હોતું નથી. તેથી તેઓ સાધુ-સાધ્વીનાં પ્રવચનો, ટુચકાઓ, શેર-શાયરી અને ચાતુર્માસિક આરાધનાના અહેવાલો ભરેલાં પુસ્તકોને છાપવા માટે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરે છે. આ રીતે જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરવો એ જ્ઞાનદ્રવ્યનો ચોખ્ખો વેડફાટ છે. સભા : ગુરુમહારાજ કહે છે કે, આ પુસ્તક છપાવો. જઈને પૂછો કે, “ભગવંત! કયો ગ્રંથ છે? કયા પૂર્વાચાર્યે બનાવેલો છે? કઈ ભાષામાં છે?” એમનો જવાબ શાસનની મર્યાદા મુજબ યોગ્ય લાગે તો તમારે છાપવા જ્ઞાનદ્રવ્ય આપવું. પરંતુ જો જવાબ સંતોષપ્રદ ન જણાય તો દ્રવ્ય આપવા તમે બંધાયેલા નથી. છોકરાઓની કે બેનોની પાઠશાળાનું પોતાનું સ્વતંત્ર ફંડ હોય તો તેની આવકમાંથી એ પાઠશાળાના શિક્ષકનો પગાર, છોકરાઓને પ્રોત્સાહન, પુસ્તકો વગેરેનો ખર્ચ કરી શકાય. પાઠશાળાનું ઉદ્ઘાટન કોના હાથે કરવાનું એનો કે છોકરાઓનું બહુમાન કોના હાથે કરાવવું એનો ચડાવો બોલાય તો તે પાઠશાળા, ખાતે વાપરી શકાય. જે જે ગ્રંથો જ્ઞાનખાતામાંથી છપાયા હોય તેના વિમોચન કે પ્રકાશનની ઉછામણી કે પૂજનની આવક થાય તે જ્ઞાનખાતે જ જમા કરવી જોઈએ. સાધારણ કે ચોખા દ્રવ્યથી જે પુસ્તકો છપાય તેની વિમોચનાદિની આવક તે પુસ્તકના કે અન્ય પુસ્તકના પ્રકાશનમાં વાપરી શકાય. સભા : પ્રતિક્રમણનાં સૂત્રોની બોલીઓ થાય એ ક્યાં જાય ? એ બોલીની રકમ પણ જ્ઞાનનાં સૂત્રો હોઈ જ્ઞાનખાતે જાય. એ પાઠશાળામાં ન જાય. શાસ્ત્રો તમે સીધા વાંચી શકતા નથી. એ માટે ગુરુભગવંતો તમને આગમોનું અધ્યયન કરી ખૂબ સરળ સુબોધ ભાષામાં હળવું કરી જે તત્ત્વજ્ઞાન પ્રવચન श्रावको बहुकर्माऽपि पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् । ૧૬૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #195 -------------------------------------------------------------------------- ________________ લેખ આદિ માધ્યમથી પીરસે છે, તેનો સંગ્રહ કરી પુસ્તકો છપાવાય છે, એમાં જ્ઞાનદ્રવ્ય વાપરવું યોગ્ય નથી. એ માટે તમારા ચોખા દ્રવ્યનો કે સાધારણ દ્રવ્યનો વિનિયોગ કરવો જોઈએ. જિનમૂર્તિ, જિનમંદિર અને જિનાગમ ક્ષેત્ર અંગે થોડી ઘણી વાતો કરી. હવે છેલ્લાં ચાર ક્ષેત્રો અંગે આપણને જે સમય મળ્યો છે, તેની મર્યાદામાં થોડીક વાતો કરી લેવી છે. આ ચાર ક્ષેત્રો જંગમક્ષેત્ર છે. પહેલાં ત્રણ ક્ષેત્રો સ્થાવરક્ષેત્ર હતાં. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સંઘ ચતુર્વિધ શ્રીસંઘ કહેવાય છે. એ તીર્થંકરનો પ્રતિનિધિ છે, એટલું જ નહિ તીર્થંકરની આજ્ઞાને મારી જીવનમાં યથાશક્ય જીવતો હોઈ તીર્થકર સદશ પણ છે. આવા સાધુ-સાધ્વીની અને શ્રાવકશ્રાવિકાની ભક્તિ અમારે અને તમારે પોતપોતાની ભૂમિકા અને મર્યાદા પ્રમાણે કરવાની છે. સાધુ-સાધ્વી ક્ષેત્રની ભક્તિ અમારે કરવાની છે; જ્યારે સાધુ-સાધ્વી ઉપરાંત શ્રાવક-શ્રાવિકાની ભક્તિ તમારે કરવાની. અમારે માટે એક નિયમ એવો છે કે, સાધ્વીજી ભગવંતો જે પણ વહોરે એમાંનું અમારે સાધુઓને કશુંય ન ખપે. “મઝાતું ન મુંબ ” “સાધ્વીએ મેળવેલું-વહોરેલું સાધુ ન વાપરે.” ગચ્છાચાર પન્ના વગેરે આગમ ગ્રંથોમાં સાધ્વીજીની વહોરેલી ચીજવસ્તુઓ સાધુઓ વાપરે તો તેને મોટો દોષ બતાવ્યો છે. અમારું વહોરેલું જરૂર પડે સાધ્વીજીને આપી શકીએ. એટલે સાત ક્ષેત્રમાં જે ઉપરના ક્ષેત્રનું નીચેના ક્ષેત્રમાં ન વપરાય” એવો સામાન્ય નિયમ છે, તેમાં અહીં અપવાદ છે. એ માટે વ્યવસ્થાની દૃષ્ટિએ સાધુ-સાધ્વી ક્ષેત્ર બંને એક જ ગણવામાં આવ્યાં છે. આપણે ત્યાં વૈયાવચ્ચની બાબતમાં પણ “સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતું' એમ જ લખવા-બોલવાનો રિવાજ છે. એ જ રીતે શ્રાવકશ્રાવિકા ક્ષેત્રમાં પણ અરસપરસ સમજી લેવાનું. ત્યાં પણ શ્રાવક-શ્રાવિકા ભક્તિ અથવા સાધર્મિક ભક્તિ ખાતું એ નામે બંનેનો સંયુક્ત વ્યવહાર જ પ્રવર્તે છે. शुभ भाव से की हुई पूजा द्वारा भारी कर्मवाला भी श्रावक सभी कर्म को नष्ट करके शीघ्र मोक्षप्राप्ति करता है । પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૬૯ Page #196 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સાધ્વી : તમારે સાધુ-સાધ્વીજીની ભક્તિ કરવી હોય તો તે પહેલાં તમારે એ બંને ક્ષેત્રો પ્રત્યે હૈયામાં પૂજ્યભાવ કેળવવો પડશે. બને કે સાધુ-સાધ્વી વધુ જ્ઞાની ન હોય, વિશિષ્ટ પ્રભાવક ન હોય, સમૃદ્ધ કુટુંબમાંથી આવ્યાં ન હોય. એમના વિશિષ્ટ ગુણો કે પૂર્વાવસ્થાનો તમને કદાચ ખ્યાલ ન હોય તોપણ આ મારા પરમાત્માના શાસનના સાધુ-સાધ્વીજી ભગવંતો છે, એમ માની તમારે એમની ભાવપૂર્વક નિર્દોષ આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર-ઔષધ-વસતિ (ઉપાશ્રય) કે અન્ય જરૂરી ઉપકરણોથી ભક્તિ કરવાની છે. એમની સંયમચર્યા નિર્દોષ, નિષ્કલંક રહે એ માટે તમારે પ્રયત્ન કરવાનો છે. એમનો વિહાર નિરુપદ્રવ બને, એ માટે તમારે આયોજન કરવાનું છે. સક્ષમ, ઉદાર અને ભાવનાસંપન્ન વ્યક્તિઓને તો આ બે ક્ષેત્રની ભક્તિ વિશે વિગતથી સમજાવી શકાય તેમ છે. ચારે બાજુની પડતી પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીજીના વિહાર કેમ જળવાઈ રહે, એમની સંયમચર્યા નિર્દોષ કેમ બની રહે, વિહારના માર્ગો કેમ ટકી રહે, એ બધા અંગે ખૂબ વિચારણા કરવી પડે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. આજે મલ્ટીનેશનલ કંપનીઓએ ગામડાંઓના હાઈવે પરની કિલોમીટરના કિલોમીટરની જગ્યાઓ ખરીદી લીધી છે. એ પટ્ટામાં ક્યાંય ઉતારો, ગોચરીપાણી ન મળે. પરિણામે સાધુ-સાધ્વીજીના વિહાર બંધ થાય અને એઓએ એક જ સ્થાને સ્થિરવાસી થવું પડે એવાં ભયસ્થાનો ઝડપથી ઊભાં થવા લાગ્યાં છે. બીજી તરફ વિહારના માર્ગોમાં “વિહારધામો ઊભાં થવા લાગ્યાં છે, જેમાં એકાદ માણસ રસોઈ બનાવવા માટે રાખેલો હોય. એ આવીને સાધુ-સાધ્વીજીને શું શું બનાવવું એ પૂછી જાય. આ સંયોગમાં સાધુ-સાધ્વીજી કાંઈ બોલે તોય મૂંઝવણ, ન બોલે તોય મૂંઝવણ. એ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીસંઘની સંયમચર્યા ખૂબ જ દૂષિત બની રહી છે. વળી હાઈવે ઉપર મંદિરો બનાવવાની અને એને તીર્થનું નામ આપવાની જાણે આજે હોડ ચાલી છે. ગામના ભગવાનનું ઉત્થાપન नविनजिनगेहस्य निर्माणे यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते ।। W, M * * * ૧૭૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #197 -------------------------------------------------------------------------- ________________ કરીને હાઈવે પર મંદિરોમાં પધરાવવાનું પણ ચાલુ થયું છે. એથી સાધુઓ ગામમાં જતા અટક્યા છે. એમનો ગામના જૈન-અજૈનો સાથેનો નાતો-સંબંધ તૂટ્યો છે, એને કારણે પણ સંયમજીવનને ઘણી હાનિ પહોંચે છે. એ ગામોમાં, જ્યાં જૈનો નથી ત્યાં અજૈનો સાધુ-સાધ્વીજીની ખૂબ ભક્તિ કરે છે. ઘણી વા૨ તો જૈનો કરતાં એમની ભક્તિ ચડી જાય. સાધુ-સાધ્વીજી જાય તો ઉતારો આપે, ગામવાળા સાધુ-સાધ્વીજીને મળવા આવે, સાધુ-સાધ્વીજીની જીવનચર્યા જુએ, સાધુ-સાધ્વીજીને કહે, ‘મહારાજજી, શું લેશો ?' સાધુસાધ્વીજી કહે કે, ‘રાત્રે અમારે કશું ન ચાલે.’ ‘દૂધ તો લો,’ ‘દૂધ પણ ન ચાલે.’ ‘તો પાણી લો. આટલી ગરમી છે મહારાજ, પાણી તો લો.’ સાધુ-સાધ્વીજી કહે કે, ‘અમારે રાત્રે પાણી પણ ન ચાલે. દિવસે પાણી લઈએ તે પણ ચા જેવું ઊકળી ઠંડું થયેલ હોય તે.’ આ બધું સાંભળીને એ લોકોને ખૂબ આદરભાવ વધી જાય. પછી ગામવાળાને ભેગા કરી અમારી-સાધુની પાસે લઈ આવે. અમે એમને ધર્મકથા કહીએ. એમાં અહિંસા, સત્ય, સદાચાર આદિની વાતો કરીએ. સાધુનો આચાર કહીએ. સવારે ઊઠીને જઈએ તે પહેલાં પણ એ લોકો ચા-પાણીનું પૂછે, અમે ના કહીએ. એ લોકો ખૂબ પ્રભાવિત થાય. બોધિબીજ પામી જાય : આ હતો સાધુ-સાધ્વીજીના ગ્રામવિહારનો ફાયદો. હાઈવે ઉપર દેરાસરો બનવાથી ગ્રામ સાથેનો સાધુ-સાધ્વીજીનો એ સંપર્ક તૂટ્યો. એ લોકો બોધિબીજથી વંચિત રહ્યા. વળી આજે સાધુઓનું જેટલું ધ્યાન રખાય છે, તેટલું કદાચ સાધ્વીજી ભગવંતોનું ધ્યાન રાખવામાં આવતું નથી. આવી કપરી પરિસ્થિતિમાંય વર્તમાનમાં સાધ્વીજી ભગવંતો જે રીતે ચારિત્ર પાળે છે, તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમની ભક્તિ સવિશેષ થવી જોઈએ. એમને વિહારમાં પૂરતું રક્ષણ આપવું જોઈએ. સાધુ-સાધ્વીજીનું સંયમજીવનનિર્મળ-નિષ્કલંક બન્યું રહે, એ માટે શ્રાવકસંઘનો સાથ-સહકાર પણ એટલો જ અપેક્ષિત છે. એક હાથે તાળી વાગતી नए जिनमंदिर के निर्माण से जो फल मिलता है, उससे आठ गुना पुण्य जीर्णमंदिर के उद्धार से मिलता है । પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૧ Page #198 -------------------------------------------------------------------------- ________________ નથી. આજે સાધુ-સાધ્વી પાસે સંસારીઓ શા માટે આવે છે ? કોઈક આશા લઈને આવે છે. મંત્ર-તંત્ર, દોરા-ધાગા, વાસક્ષેપ-રક્ષાપોટલી, યંત્ર-મૂર્તિ, માદળિયું-શંખ કાંઈને કાંઈ મહા૨ાજ આપશે અને આપણું કામ થઈ જશે, – એમ માની સાધુ-સાધ્વીજી પાસે આવનારાની સંખ્યા વધી છે. ઘણે સ્થાને સંક્રાંતિ, પુષ્યનક્ષત્ર અને બેસતા મહિનાનાં માંગલિકો શરૂ થયાં છે. કેટલાક સાધુઓ તો હવે દેવ-દેવીઓનાં પૂજનો અને આગળ વધીને હોમ-હવનો ક૨ાવતા થયા છે, આ બધું જ અનિષ્ટ છે. શ્રમણજીવન માટે ઘાતક છે. આમાં ક્યાંય સાધુપણું રહેતું નથી, શિથિલાચાર વ્યાપક બને છે અને પછી સાધુ-સાધ્વીનાં નામ છાપે ચડે ત્યારે તમે લોકો જ બૂમરાણ મચાવો છો. આજે સાધુ-સાધ્વીને ધર્મપ્રચારના નામે આધુનિક સાધનોનો ઉપયોગ ક૨વા માટે પ્રેરિત ક૨વામાં આવે છે. શાસનપ્રભાવનાના નામે પ્રસિદ્ધિ-નામનાની ભૂખ એવી રીતે બહેકાવવામાં આવે છે કે એમાં સારા-સારા સાધુ-સાધ્વીજી પણ સપડાઈ જાય છે. વળી પરદેશ જવાની પણ લાલચો આપવામાં આવે છે. ઘણા પરદેશ ગયા, જઈને આવ્યા. ઓઘો રહી ગયો, સાધુપણું ક્યારનું ખલાસ થઈ ગયું. મજેથી આજે મોટો-વિમાનોમાં ફરે છે,વિજાતીય તત્ત્વો જોડે હસ્તધૂનન કરે છે,તેમની સાથે એક સીટ પર બેસે છે. ઠંડા પીણાથી લઈ કેટકેટલી ચીજોનો ઉપભોગ કરે છે. ગયા હતા બીજાને પમાડવાના નામે ને પોતે પોતાનું જે થોડુંઘણુંય સંયમ હતું તે ખોઈ બેઠા. આ હાલત થાય છે. તમે સમજો તો સંઘના આગેવાનની રૂએ તમારી ઘણી જવાબદારી છે. શ્રમણ-શ્રમણીસંઘની તમારે જેમ ભક્તિ કરવાની છે, તેમ તે જો ઊંધે માર્ગે દોરાયાં હોય તો તેને વિવેકપૂર્વક બધા જ ઉપાય કરીને માર્ગમાં પાછા લાવવાની જવાબદારી પણ તમારા શિરે મુકાયેલી જ છે. હવે કરીએ સાધુ-સાધ્વી વૈયાવચ્ચના દ્રવ્યની વાત : આ દ્રવ્ય બે રીતે આવે છે : ૧ - કોઈ વ્યક્તિ સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે સંઘની પેઢીમાં ૨કમ જમા કરાવી જાય તે અને ૨ - દીક્ષા સમયે દીક્ષાર્થીને ‘કરેમિ ભંતે’ની પ્રતિજ્ઞાનું न धमकज्जा परमत्थि कज्जं, न पाणिहिंसा परमं अकज्जं । न पेमरागा परमत्थि बंधं, न बोहिलाभा परमत्थि लाभो ।। - गौतमकुलक ૧૭૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચારણ કરાવતાં પૂર્વે જે ચારિત્રનાં ઉપકરણો અર્પણ ક૨વાનાં હોય છે, તે ઉપકરણોને અર્પણ કરવાની બોલીની ૨કમ - આ બન્નેય ૨કમ સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતે જમા કરવાની હોય છે. એ દ્રવ્યનો ઉપયોગ સાધુ-સાધ્વીજીની માંદગી વખતે તમામ પ્રકારની ચિકિત્સા માટે, તેમને માટે જરૂરી ઔષધો વગેરે માટે વાપરી શકાય. જૈન ડૉક્ટરને આમાંથી ફી ન અપાય. જૈન વિક્રેતા પાસેથી આ દ્રવ્યમાંથી દવા લાવી હોય તો નફાની ૨કમ જુદી સાધારણખાતામાંથી આપવી જોઈએ. સાધુસાધ્વીજીની સેવામાં રહેલ અજૈન માણસનો પગાર પણ આ દ્રવ્યમાંથી આપી શકાય. સાધુ-સાધ્વીજીને સંયમસાધનામાં જરૂરી ઉપકરણો પણ આમાંથી લાવી આપી શકાય. આ દ્રવ્યમાંથી લાવેલ-બનાવેલ કોઈ પણ વસ્તુનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા-મુમુક્ષુ ભાઈ-બહેન ન કરી શકે. સાધુ-સાધ્વી પણ એ ચીજો શ્રાવક-શ્રાવિકા કે મુમુક્ષુ વગેરેને ન આપી શકે. સાધુ-સાધ્વીને નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણો પ્રાપ્ત થાય એ માટે જ્ઞાનીઓએ બતાવેલો બીજો પણ એક ઉપાય છે. તમારા માટે ઉઘાપન નામનું પ્રતિવર્ષ આચ૨વાનું એક કર્તવ્ય છે. તમારા જીવનમાં જ્ઞાન-દર્શન-ચારિત્રતપની કોઈ પણ આરાધના થઈ હોય તો તેના કળશારોપણ સમાન ઉદ્યાપનઉજમણું ક૨વું જોઈએ. એમાં પોતાની શક્તિ મુજબ જ્ઞાન-દર્શન અને ચારિત્રને લગતાં ધર્મોપકરણો લાવી મૂકવાનાં હોય છે. એ ઉદ્યાપનમાં મૂકેલી તમામ સામગ્રી સંઘને સોંપી દેવાની હોય છે. એમાંની કોઈ પણ સામગ્રી કે છોડ પણ પોતાના ઘરમાં રાખી શકાય નહિ. પોતાના ઘરના પ્રસંગે એ ઉદ્યાપનનો છોડ (ચંદરવો-પૂંઢિયું) લાવી બાંધી શકાય નહિ. બાંધવો હોય તો એનો નકરો સાધારણ ખાતે આપવો પડે. એ બધી સામગ્રી ચતુર્વિધ શ્રીસંઘમાં જ્યાં જ્યાં જરૂ૨ હોય ત્યાં તત્કાળ અર્પણ કરવી જોઈએ કે મોકલી દેવી જોઈએ. મમત્વથી રાખી મૂકવી ન જોઈએ. धर्मकायों के समान अन्य कोई श्रेष्ठ कार्य नहीं है, जीवहिंसा समान अन्य कोई श्रेष्ठ- पाप नहीं है, प्रेमराग समान अन्य कोई श्रेष्ठ बंधन नहीं है और बोधिबीज (सम्यक्त्व ) की प्राप्ति के समान अन्य कोई महान लाभ नहीं है । गौतमकुलक પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૩ Page #200 -------------------------------------------------------------------------- ________________ એ ઉદ્યાપનમાં સાધુ-સાધ્વીને ખપી શકે એવાં જે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો હોય તે સાધુ-સાધ્વીજી માટે નિર્દોષ બને છે. આ રીતે ઉદ્યાપન કરીને તમે સાધુસાધ્વીજીની નિર્દોષ ભક્તિ કરી શકો. ત્રીજો પણ એક નિર્દોષ ભક્તિનો ઉપાય છે : તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય તેટલા સાધુના વેષના ઉપકરણના સેટો ઘરે દર્શનાર્થે વસાવ્યા હોય. રોજ સાધુપણું પ્રાપ્ત થાય એ માટે તમે એ વેષનાં દર્શન કરતા હો, તો એ તમારી દીક્ષા માટે વસાવેલો વેષ સાધુ-સાધ્વી માટે નિર્દોષ ગણાય. કોઈ સાધુ-સાધ્વીજી પધારે તો એ વેષની-એ વસ્ત્ર-પાત્ર ઉપકરણોની વિનંતી કરો તો તમને નિર્દોષ લાભ મળી શકે. આજે તો અમને આવીને પૂછે, સાહેબ કયું કાપડ લઈ આવું? ગોલ્ડન બૂચ કે એલ.એલ.બી. નું? કેટલા પનાનું? કઈ મીલનું? કેટલાક તો સામેથી લઈ આવે અને જો અમે એ ન લઈએ તો અમને કહે કે, “સાહેબ, ખાસ તમારા માટે જ લાવ્યા છીએ. હવે જો તમે નહિ લો તો અમારે શું કામ આવશે? અમારે તો પડ્યું જ રહેવાનું છે.' મુમુક્ષુની દીક્ષા થાય ત્યારે “કરેમિ ભંતે' નું ઉચ્ચારણ થયા બાદની સાધુપણાની અવસ્થાની તમામ આવકજિનમંદિરના જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ વાપરી શકાય. દીક્ષાના સમયે, મુમુક્ષુઅવસ્થામાં એ ઘરેથી નીકળી ગયો છે અને “કરેમિ ભંતેની પ્રતિજ્ઞાનો હજી સ્વીકાર થયો નથી, એ વચ્ચેની અવસ્થા સંક્રામક અવસ્થા છે, તે અવસ્થાને લગતા ઉપકરણો અર્પણ કરવાના ચડાવા સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતે જમા કરાય છે. મુમુક્ષુનું સંસારથી અંતિમ પ્રયાણ-વિદાય તિલક કે વિજયતિલક કરવાની ઉછામણી બોલાય છે, તે દ્રવ્ય સાધારણ ખાતે જમા કરી શકાય. આ બધું અવસ્થાવિશેષને લક્ષ્યમાં રાખીને કરાતું હોય છે. ક . : : : यस्तृणीमयीमपि कुटी कुर्याद्दद्यात्तथैकपुष्पमपि । भक्तच्या परमगुरुभ्यः पुण्योन्मानं कुतस्तस्य ? ।। મારી - યથાણા, એની કોઇ કારણ કે જો સારી ૧૭૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #201 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સ્થાને ગુરુપૂજનનું દ્રવ્ય સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતામાં જમા કરવામાં આવે છે, જે વાસ્તવમાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ વપરાવું જોઈએ. એ દ્રવ્ય અયોગ્ય રીતે વૈયાવચ્ચમાં લઈ જઈ એમાંથી સાધુસાધ્વીનાં વિહારનાં સ્થાનોનાં નિર્માણ કે ત્યાંના રસોડામાં આપવામાં આવે છે. ત્યાં સાધુ-સાધ્વીજી અને એમની સાથે આવતાં મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકા કે દર્શનાર્થે આવેલા જૈનો કે વિહારમાં સાથે રહેલ જૈન માણસના વાપરવામાં આવે, એ બધું તદ્દન અનુચિત છે. આ રીતે સાધુ-સાધ્વીજી અને શ્રાવકોના પેટમાં દેવદ્રવ્ય જેવું દ્રવ્ય જવાનો દોષ લાગે છે. સાધુ-સાધ્વીજીને કામની વહોરાવવાનો ચડાવો થાય તો એ કામળી સાધુસાધ્વી વાપરી શકે, પણ ચડાવાની રકમ તો જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવનિર્માણમાં જ જવી જોઈએ; કેમ કે “કરેમિ ભંતે ઉચ્ચર્યા બાદની સાધુપણાની તમામ અવસ્થા સંબંધી આવક દેવદ્રવ્ય ખાતામાં જ જાય. જ્ઞાનનાં ઉપકરણો વહોરાવવાની બોલીની રકમ, સૂત્રવાંચન સમયે જ્ઞાનપૂજા, જ્ઞાનને વહોરાવવાના ચડાવા બોલાય તે ચડાવાઆદિની રકમ જ્ઞાનખાતામાં જશે. સભાઃ ગુરુપૂજન અને કામગીની બાબતમાં બે મત છે તો શું કરવું? હકીકતમાં કહું તો બે મત જેવું કશું જ નથી. આ માટે દ્રવ્યસપ્તતિકાની ૧૨મી ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં માર્ગદર્શન આપેલું છે : "स्वर्णादिकं तु गुरुद्रव्यं जीर्णोद्धारे नव्यचैत्यकरणादौ च व्यापार्यम् ।" “સોનું વગેરે ગુરુદ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણ આદિમાં વાપરવું.” આમ છતાંય એ વાત તમારી સમજમાં ન જ ઊતરતી હોય તો તમને બીજો રસ્તો બતાવું. એક કહે કે, સાધુ-સાધ્વી વૈયાવચ્ચમાં લઈ જાઓ. બીજો કહે કે, जो घास की झोपडी (कुटिया) बनावे (उसमें प्रभु की प्रतिमा पधराये-स्थापित करे) और केवल एक पुष्प भी भक्ति से परमगुरु परमात्मा को चढावे उसके पुण्य का नाप कहाँ से પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૫ Page #202 -------------------------------------------------------------------------- ________________ જિનમંદિરના જીર્ણોદ્ધાર નવનિર્માણમાં લઈ જાઓ. સાચું શું? ખોટું શું? એ હજી તમે-અમે કદાચ જાણતા નથી. કદાચ જ્ઞાનીની દષ્ટિએ ઉપરના ખાતામાં જ જતું હોય તો તો બંનેમાં ઉપરનું ખાતું તો જિનમંદિરનો જીર્ણોદ્ધારનવનિર્માણ જ છે. એમાં લઈ જાઓ તો કોઈ દોષની સંભાવના જ નથી અને જ્ઞાનની દૃષ્ટિએ ઉપરના ખાતામાં જ જતું હોય અને તમે વૈયાવચ્ચમાં લઈ જાઓ તો એમાં દોષની સંભાવના છે. એ દૃષ્ટિથી વિચાર કરીએ તોય વૈયાવચ્ચમાં લઈ જવું એ યોગ્ય નથી – એમ તમને પણ જણાશે. જ્યાં સુધી તમને એ બાબતમાં શંકા છે, હજુ નિશ્ચય થયો નથી ત્યાં સુધી બેમાં ઊંચા ખાતે લઈ જવું હિતાવહ છે. દાખલા તરીકે અમે ક્યાંક ગોચરીએ જઈએ ત્યારે કોઈ બાબતમાં અમને નિર્દોષ છે કે સદોષ છે' - એનો સંદેહ પડે તો ત્યારે શું કરવું? એ મૂંઝવણનું નિરાકરણ કરતાં જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે, કદાચ એ નિર્દોષ પણ હોય તોપણ જ્યાં સુધી તમારી શંકાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી એ શંકાવાળું દ્રવ્ય તમારે ન લેવું. જ્યારે તમને પાકી ખાતરી થાય કે એ દ્રવ્ય નિર્દોષ જ છે પછી એને લેવામાં વાંધો નથી. એ જ ન્યાય અહીં લગાડવાનો છે. શ્રાવક-શ્રાવિકા સાધર્મિક ભક્તિ : હવે રહી શ્રાવક-શ્રાવિકાક્ષેત્રની વાત ? આજે આ ક્ષેત્રની બાબતમાં બે પ્રકારની વાતો ચાલતી જોવા મળે છે. એક વર્ગ કહે છે કે, પૂજા-પૂજનો, પ્રતિષ્ઠા, મહોત્સવો, ઉજમણાં-ઉપધાન જેવાં અનુષ્ઠાનો બંધ કરો. આ બધો ધનનો ધૂમાડો છે. એના બદલે સાધર્મિકોના ઉત્થાન માટે કાંઈક કરો. સાધર્મિકો નહિ હોય તો આ બધાં ધર્મસ્થાનોને કે ધર્મને કોણ ટકાવશે ?એની સામે બીજો એક એવો વર્ગ છે કે, જેમનું કૃત્ય એ લોકોની વાતોને આડકતરી રીતે પણ ટેકો આપે છે. એ વર્ગ એવો છે કે, જે અનેક પ્રકારનાં ધર્મનાં કામો કરશે, પણ સાધર્મિકભક્તિ-અનુકંપા-જીવદયામાં ફૂટી કોડી પણ આ રસ છે ના કરતા કરતા છે : આ न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् । न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम् ।। અ - યોગારાગીર ટીકા ૧૭૬ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન Page #203 -------------------------------------------------------------------------- ________________ નહિ ખરચે. ૫૦ લાખમાં નવકારશીનો ચડાવો લેનાર કહેવાતો ધર્માત્મા પણ એ જ જમણમાં એકાદ સામાન્ય પરિસ્થિતિનો સાધર્મિક આવી જાય અને એને ખરેખરી જરૂરીયાત હોય તો ૧૦૦૦૦ (દસ હજાર) રૂપિયા જેટલી પણ ભક્તિ નહિ કરે. આવા લોકોની આવી વૃત્તિ-પ્રવૃત્તિ ધર્મ અને ધર્માનુષ્ઠાનોને વગોવનાર બને છે. જ્ઞાની કહે છે કે, પોતાની શક્તિ હોવા છતાં જે સાધર્મિકનો ઉદ્ધાર કરતો નથી, તે વાસ્તવિક અર્થમાં ધર્માત્મા જનથી. જેની ભક્તિ ક૨વાની હોય એને માટે આજે અમને કેટલાક લોકો પૂછે કે, ‘સાહેબ, એ રાત્રે ખાય છે, એને સાધર્મિક કહી શકાય ?' મારે એમને પૂછવું છે કે, તમે ‘સાધર્મિકવાત્સલ્યમાં જમવા જાઓ છો ?' તમે ક્યારેય રાત્રે ખાધું નથી કે ખાતા નથી ને ? તમારા ઘરમાંય કોઈ રાત્રે ખાતું નથી ને ? કહી દો ને કે ‘અમે રાત્રે ખાઈએ છીએ, માટે સાચા અર્થમાં સાધર્મિક નથી, અને માટે તમારા દ્વારા આયોજિત સાધર્મિકવાત્સલ્યમાં અમે જમવા આવી શકીએ તેમ નથી !’ જે ભગવાન અને ભગવાનની આજ્ઞા પ્રત્યે હૃદયથી સાચો બહુમાનભાવ ધરાવતો હોય, તે તમારો સાધર્મિક છે. ભલે કદાચ એ પોતાના સંયોગ-શક્તિઅશક્તિ-લાલસા આદિ વશ એ બધી પ્રવૃત્તિ આજ્ઞાનુસાર કરી શકતો ન હોય; આમ છતાં એ પોતાના પ્રમાદનો કે નબળાઈઓનો બચાવ ક્યારેય ન કરતો હોય. ભગવંતની આજ્ઞા એણે જે રીતે આરાધવી-પાળવી જોઈએ તે રીતે એ ન આરાધી – ન પાળી શકતો હોય એનું એને દુઃખ હોય, એમાં એ પોતાની કમનસીબી માનતો હોય, સુધારવા પ્રયત્ન કરતો હોય, તો મને કહેવા દો કે એ પણ તમારો સાધર્મિક જ છે. આજે તો સાધર્મિકભક્તિના નામે ટુકડા નંખાય છે, કેટલીક જગ્યાએ તો સાધર્મિકની ફજેતી થાય એવા વ્યવહાર પણ કરાય છે. સાધર્મિકને સામેથી મદદ લેવા આવવાનું મન હોતું નથી, પણ કેટલીકવાર કોઈ એવી પરિસ્થિતિને વશ जो लोग यहाँ जिनवाणी का लेखन करवाते हैं वे लोग न तो दुर्गति को प्राप्त करते हैं, न गूंगे बनते हैं, नही मूर्ख बनते हैं और न तो अन्धत्व या बुद्धिहीनता को पाते हैं । - योगशास्त्रीयटीका પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૭૭ Page #204 -------------------------------------------------------------------------- ________________ આવવું પડે તો આ ભક્તિ કરનાર નામદાર એની પાસે ફોર્મ ભરાવડાવે લાઈનમાં કલાકો સુધી ઊભા રાખે, કેટલાય ફેરા ખવડાવે અને છેલ્લે પ્રશ્ન પૂછે : “ભગવાનની પૂજા કરે છે ?” એ કહે કે, “ના, નથી કરતો' તો કહે રવાના થાઓ.” બીજી વાર એ જ ભાઈ દેરાસરે જઈ કપાળમાં તિલક કરીને આવે અને એ જ પ્રશ્નના જવાબમાં કહે કે, “આ જુઓ, તિલક. એટલે એને પાંચ-પચ્ચીસ રૂપકડી આપે. આ રીતે તો સાધર્મિક જૂઠું બોલવું પડે એવી સ્થિતિમાં મુકાય છે. સાધર્મિકની તો સામે ચાલીને કાંઈક ભક્તિ કરવાની હોય. એકવાર, બેવાર, પાંચ વાર આ રીતે ભક્તિ કર્યા પછી એ કોઈ ધર્મક્રિયા કરતો ન દેખાય તો એને સભાવથી પુછાય કે, “મહાનુભાવ, કેમ દેરાસરમાં દેખાતા નથી ?” તો પૂછનારની આંખની શરમ એને નડે અને એ દેરાસર જતો થઈ જાય અને ધર્મક્રિયા કરતો પણ થઈ જાય, આ વિધિ હતી. આજે તો હાલત ઘણી ખરાબ છે. તમે લોકો સાધર્મિક ભક્તિ કરતા નથી, તેથી એ તમારા સાધર્મિકો સીધા અમારી પાસે આવી ચડે છે. “સાહેબ ! હું તમારો સાધર્મિક છું, કાંઈક મદદ કરો - અમે કહીએ ‘ભલા ભાઈ, તું અમારો સાધર્મિક ક્યાંથી ? શ્રાવક તો શ્રાવકોનો સાધર્મિક હોય, પણ એ વાત એ સમજે નહિ અને મદદ કરાવવાનો આગ્રહ રાખે. અમે કહીએ કે, “મહાનુભાવ ! તમે કોઈ શ્રાવકને મળીને વાત કરો તે યોગ્ય કહેવાય.” તો એ અમને કહે કે, “સાહેબ, અમારી વાત કોઈ સાંભળતું નથી.તમે બીજું કાંઈ ન કરો તોય શાંતિથી સાંભળો તો છો. એમાં જો કોઈ સુખી શ્રાવક આવી જાય અને અમે એને જો એની વાત સાંભળીને કરવા જેવું કરવાની ભલામણ કરીએ તો એ પેલા મદદ માંગનાર સાધર્મિકને બરાબર ધમકાવે અને કહે કે “અહીં મહારાજ પાસે અવાતું હશે ? મહારાજ પાસે પૈસા છે કે તને આપશે ? જા, નીચે પેઢીમાં મળજે.' એમ કહી એને રવાના કરે, નીચે પેઢીમાં જાય તો પૂરી ખબર લઈ નાંખે. “મહારાજ પાસે કેમ ગયો ? ત્યાં જઈને અમને કોઈ જ लेखयन्ति नरा धन्या ये जिनागम पुस्तकम् । ते सर्वं वाङ्मयं ज्ञात्वा सिद्धिं यान्ति न संशयम् ।। અને વાયોલીટી Rા કારખાનામાં આ પ્રકાર કોઈ જ ૧૭૮ જેનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #205 -------------------------------------------------------------------------- ________________ આ રીતે શરમમાં નાંખે છે ? લે, આ લઈ જા. હવે પછી આ રીતે આવતો નહિ. ચાલ લે અને ૨વાના થા.’ એ જ લોકો અમને પણ આવીને કહે, ‘સાહેબ, તમે ક્યાં આમાં પડ્યા ? આવા તો કેટલાય આવ્યા કરશે, એમાં પડવા જેવું નથી.’ આ પરિસ્થિતિ છે કે નહિ મહાનુભાવ ? સાધર્મિકભક્તિ માટે પણ સુંદર ઉપાય જરૂર કરી શકાય તેમ છે. માનો કે ગામમાં ૩૫૦ ઘર છે. દરેકના ઘરે વર્ષે દાડે કોઈ ને કોઈ પ્રસંગ તો આવતો જ રહે ને ? એ પ્રસંગોમાં સ્વામિવાત્સલ્યો યોજાય; સાધર્મિકને પ્રેમપૂર્વક આમંત્રણ અપાય. આવે ત્યારે દૂધે પગ ધોવાય, પાટલે બેસાડી પ્રેમપૂર્વક જમાડાય. પછી પોતાની શક્તિ મુજબ એની એવી પહેરામણી કરાય કે જેથી એને એમ થાય કે, “આવાં સાધર્મિકવાત્સલ્ય તો રોજ થજો.” પૂર્વે સાધર્મિકવાત્સલ્યોમાં શુદ્ધ ઘીની નક્કર વાનગીઓ, મીઠાઈઓ બનતી, જે દિવસો સુધી બગડે નહિ. જે વિધવા સાધર્મિકો જમવા આવી ન શકતી, તેના ઘરે ભાર મોકલાતો, જેમાંથી દિવસો સુધી એમનું ગુજરાન ચાલતું. સાધર્મિકભક્તિમાં પહેરામણી ક૨વાની પણ આવે ને ? એવી એવી વસ્તુઓ પહેરામણીમાં અપાય કે ગરીબ સાધર્મિકના પ્રસંગો એમાંથી નીકળી જાય. શું શું અપાય તે કહેવાની જરૂર ખરી ? સોનાનાં ઘરેણાં પણ અપાય. એના ઘરે દીકરીનાં લગ્ન લેવાનાં હોય તો ઘરેણાં ક્યાંથી લાવવાં એ પ્રશ્ન એને ન મૂંઝવે. “સાધર્મિકો બિચારા છે, એનું હું નહિ કરું તો કોણ કરશે ?” એવું માનવું એ પાપ છે. સાધર્મિક ‘ભક્તિપાત્ર’ છે, એ બિચારો નથી. મહાન પુણ્યનો ઉદય હોય તો જ એની ભક્તિનો તમને લાભ મળે. એ જે પણ લાભ આપે છે, એ તમારા ઉપર ઉપકાર કરે છે. એમને કાંઈક આપીને અમે એમના ઉપર ઉપકાર કર્યો છે, એવો ભાવ તમારા હૃદયમાં હોય તો કાઢી નાંખજો. એકાદ ટુકડો tata पुरुष जिनागम-पुस्तकों को लिखवाते हैं वे सकल शास्त्र को जानकर मोक्ष प्राप्त करते हैं, इसमें संशय नहीं है । - योगशास्त्रीय टीका પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૯ Page #206 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના નામે આપવો અને જીવનભર એના ઉપર સવાર થઈ રહેવું, એના જેવું બીજું કોઈ પાપ નથી. સાધર્મિકભક્તિનો બીજો એક પ્રકાર બતાવું. ભૂતકાળમાં પૂજાઓ ભણાતી. આજે જેમ પૂજારી સ્નાત્રમાં ઊભો રહે તેમ એ વખતે નહોતું રહેતું. આઠ પૂજાઓ હોય તો આઠે આઠ પૂજામાં, જુદા જુદા આઠ આઠ ભાઈઓ અને આઠ આઠ બહેનો પૂજાનાં વસ્ત્રો પહેરી ઊભાં રહેતાં. શ્રીમંત ભાઈ પૂજા ભણાવે ત્યારે પોતાના સામાન્ય સ્થિતિના સાધર્મિકોને આમંત્રણ આપતા. એમને દરેકને નવી પૂજાની વસ્ત્રજોડ આપતા. પહેલાં જમાડી પછી પૂજામાં ઊભા રાખતા. પૂજા પૂરી થતાં એ વસ્ત્રો એમને જ લઈ જવાનું કહેતા. પૂજા બાદ પણ જમાડીને જ મોકલતા. જો આવો વ્યવહાર હોય તો પૂજા કેટલા ઠાઠથી ભણાય. હાજરી કેટલી સુંદર રહે! સાધર્મિકની દ્રવ્યભક્તિ પણ ઉત્તમ પ્રકારે થાય અને ધર્મમાં જોડવા દ્વારા ભાવભક્તિ પણ ઉત્તમ થાય. નાના બાળકોને પ્રભાવના એટલી બધી અપાતી કે, એને લઈ જતાં મુશ્કેલી પડતી. આવું કરાય તો બીજી વાર પૂજા હોય તો એ સાધર્મિકો આવે કે નહિ ? પૂજાની જેમ સાધર્મિકભક્તિના પ્રસંગે પણ સાધર્મિકભક્તિના આખા આયોજનની અને પીરસવા વગેરે દરેક કાર્યોની જવાબદારી આર્થિક રીતે સામાન્ય સ્થિતિના સાધર્મિકોને સોંપાતી. એમને બોલાવીને એમને પહેલાં જમાડતા. એમને પીરસવાનું કામ આયોજન કરનાર શ્રીમંત કુટુંબ પોતે કરતું અને સાધર્મિકભક્તિનું કામ પત્યા પછી એ બધા બોલાવેલા સાધર્મિકોને ફરી જમાડી, બહુમાન કરી, શ્રીફળ-ચાંલ્લો કરી કહેવાતું કે, “આપના દ્વારા અમારો આ પ્રસંગ દીપી ઊઠ્યો. આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ.” આવો ઉત્તમ વ્યવહાર હતો. આજે સાધર્મિકવાત્સલ્યમાં વેઈટરો અને કેટરર્સ બોલાવવા પડે છે. કોઈ આવતું નથી કામ કરવા કે પીરસવા. કેમ? ઉદારતા ગઈ, સાધર્મિક ભક્તિ ગઈ पठति-पाठयते पठतामसौ वसन-भोजन-पुस्तक वस्तुभिः । प्रतिदिनं कुरुते य उपग्रहं स इह सर्वविदेव भवेत्ररः ।। મા વોરા ટીકા ૧૮૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #207 -------------------------------------------------------------------------- ________________ માટે ! પણ પૂજાની જેમ અહીં પણ આર્થિક રીતે નબળા સાધર્મિકોને વિનંતી કરીને બોલાવો. પહેલાં એમને જમાડો, પછી એ પીરસે, છેલ્લે પાછા જમાડી, મીઠાઈનાં મોટાં પેકેટોની પહેરામણી કરી મોકલો તો કેવી સુંદર સાધર્મિકભક્તિનો લાભ મળે અને વિધિ-જયણાનું પણ કેટલું સુંદર પાલન થાય ! આ રીતે તમે એમની બે-ચાર વાર ભક્તિ કરો, પછી એમને હિતશિક્ષાના બે-બોલ કહો તો તે જરૂર તેનો અમલ કરવા પુરુષાર્થ કરે. તમારા ઘરમાં કેરીના કરંડિયાના કરંડિયા આવે, પણ તમે ક્યારેય સાધર્મિકભક્તિ કરી ? ક્યારેય સાધર્મિકોને ઘેર કેરીઓ મોકલી ? અમને સાધર્મિકભક્તિનાં ફંડ કરાવવામાં રસ નથી. જ્યાં ફંડ થાય ત્યાં ઘણાં ખંડ થાય છે અને ઘણા ફંદ રચાય છે. ફંડોમાં તો કેટલીકવાર સાધર્મિકનાં કપડાં ઉતરાવાય છે અને પછી દયા-દાનની જેમ એક ટુકડો ફેંકવામાં આવે છે. માટે એવા ચક્કરમાં ફસાવા કરતાં સ્વયં - જાતે જ સાધર્મિકની ભક્તિ કરો. જેટલા પણ પુણ્યાત્માઓ ભૂતકાળની ઉત્તમ મર્યાદાઓ અને શાસ્ત્રીય માર્ગોને જાળવશે, તેટલો સાધર્મિકભક્તિનો સાચો માર્ગ જીવશે, સાચી સાધર્મિકભક્તિ થશે અને એ રીતે તમે કરો તેનો અમને આનંદ થશે. સાધર્મિકને ક્યારેય હીણા ન માનો. જ્યારે પણ પરમાત્માના મંદિરે જાઓ, ઉપાશ્રયમાં જાઓ કે આ જાજમ પર બેસો ત્યારે અહીં આવેલા બધા જ સમાન છે એમ માનો. કોઈને નાના ન માનો, બધાને મોટા માનો. દરેકને બહુમાન આપો. શ્રીમંતોને કોઈ આગળ બેસાડે એમાં મને વાંધો નથી. એ શક્તિવાળા છે, તો અવસરે આપત્તિમાં સૌની પડખે રહેશે. પણ એ પોતે કહે કે, હું આગળ બેસું તો તે બરાબર નથી. શ્રીમંતો પોતાનું કર્તવ્ય ચૂક્યા છે, અવસરે સાધર્મિકભક્તિ કરતા નથી, એટલે સાધર્મિકો પાસેથી પણ એમને નબળા અનુભવો થાય છે. जो पुरुष स्वयं सम्यग्ज्ञान को पढता है, अन्यों को पढाता है, पढनेवालों को वस्त्र - भोजन- पुस्तक आदि वस्तुओं से प्रतिदिन सहायता करता है वह यहाँ निश्चित रूप से सर्वज्ञ बनता है । योगशास्त्र टीका પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ અનુકંપા-જીવદયા : અષ્ટાહ્નિકા મહોત્સવ કે કોઈ પણ ધર્મનો પ્રસંગ કરો તો એમાં જેમ સાધર્મિકભક્તિ જરૂરી છે, તેમ અનુકંપા અને જીવદયાનું કાર્ય પણ ક૨વું એટલું જ જરૂરી છે. અનુકંપા-જીવદયાનાં કાર્યો અને ઉચિતદાન ઉચિત રીતે ન ક૨વાના કા૨ણે પણ ધર્મની, ધર્મીઓની અને ધર્મગુરુઓની નિંદા થતી સાંભળવા મળે છે. વરઘોડો નીકળે અને ટ્રાફિક જામ થાય. લોકો તમને, તમારા ધર્મને, તમારા દેવ-ગુરુને નિંદે; ગાળો આપે, એવું પણ કેટલીકવાર અનુભવવા મળે છે. આવા સમયે સાથે જ અનુકંપાનું વિશિષ્ટ આયોજન કર્યું હોય તો એ લોકોને એવી તક જ ન મળે. વરઘોડાની આગળ-પાછળ ગાડાઓ રાખ્યાં હોય, મીઠાઈનાં પેકેટો બનાવી એમાં રાખ્યાં હોય. જેવો ટ્રાફિક જામ થાય કે તરત ત્યાં ઊભેલી દરેક ગાડીમાં જરૂ૨ી લખાણ સાથે દરેકને મીઠાઈનું એકાદ પેકેટ આપવામાં આવે તો શું કામ નિંદા કરે ? નિંદા કરનારનાં મોઢાં મીઠાઈથી ભરી દો. આ એક ઉચિત પ્રકારનું દાન છે, એનાથી એ નિંદા કરતા બંધ થઈ જશે. એ કામ તમને આવડતું નથી માટે નિંદા થાય છે અને તમે એમાં નિમિત્ત બનો છો. સભા : વરઘોડો કાઢવો એ તો નકામો ખર્ચ છે, એના બદલે સાધર્મિકભક્તિમાં આપીએ તો ? આવું વિચારવું કે બોલવું તે પાપ છે. ક્યારેય બોલશો નહિ. સાધર્મિકભક્તિનું પણ અનુષ્ઠાન કોણે બતાવ્યું ? દેવ અને ગુરુએ જ ને ? એમના સન્માનાર્થે, એમની ભક્તિ નિમિત્તે, એમનો જગતને પરિચય થાય એ માટે વરઘોડા કઢાય છે. એમાં નકામો ખર્ચ છે એમ કહેવું અજ્ઞાન છે. એવું કહેનારાએ પોતાનાં દીકરા-દીકરીના લગ્નના ખર્ચા બંધ કર્યા ? સાધર્મિકભક્તિમાં એણે પોતાનું કેટલું આપ્યું ? તે તો કહો ! અનુકંપા-જીવદયા એ સુપાત્ર પણ નથી અને કુપાત્ર પણ નથી, પરંતુ એ श्रद्धालुतां श्राति पदार्थचिन्तनात्, धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्यपुण्यानि सुसाधुसेवनादथापि तं श्रावकमाहुरञ्जसा ।। ૧૮૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન . योगशास्त्र टीका KO 4 ]] Page #209 -------------------------------------------------------------------------- ________________ દયાપાત્ર ક્ષેત્ર છે. એ ક્ષેત્રમાં ભક્તિથી નહિ પણ દયા-કરુણાથી આપવાનું છે. જૈનશાસનમાં આ બે કાર્યો પોતાની કરુણાભાવનાની રક્ષા માટે અને શાસનપ્રભાવના માટે કરવાનાં કહ્યાં છે. સઘળાય જીવોને અને અન્યધર્મીઓને પણ જૈન ધર્મ તરફ આદર-બહુમાનની લાગણી પેદા થાય અને દુઃખી જીવોના દુઃખને જોઈ, તેની ઉપેક્ષાથી આપણા હૈયાના કોમળ પરિણામ નિષ્ફર ન બની જાય એ માટે આ કાર્યો કરવાનાં હોય છે. જીવદયામાં બધા જ જીવોની દયાનો સમાવેશ થાય છે. પશુઓ, પક્ષીઓ, જળચરો વગેરે બધાં એમાં આવે. પશુઓમાં પણ ગાય, ભેંસ, ઊંટ, હાથી, બકરી, ભૂંડ, કૂતરા જેવા તમામ પશુઓનો સમાવેશ થાય છે. માત્ર ગાયની જ દયા કરવી, બીજા જીવોની નહિ, એમ આપણે જૈનો નથી માનતા. આપણા માટે તો દરેક જીવતો જીવ એ જીવ જ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવો પણ જીવ છે. એ સ્થાવર જીવ છે, જ્યારે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિક્રિય અને પંચેન્દ્રિય જીવો એ ત્રસ જીવ છે. પંચેન્દ્રિયમાં જળચર, સ્થળચર અને ખેચર એ ત્રણે આવે. એ દરેકની રક્ષા કરવાની છે. અર્થાત્ જળના માછલા જેવા જીવો, સ્થળના ગાય-બકરી જેવા જીવો અને આકાશના કબૂતર જેવા જીવો : એ દરેકની દયા, રક્ષા કરવાની છે. જેટલા પણ જીવ છે, તેમનાં કષ્ટ-નિવારણ, દુઃખ-નિવારણ, મોતનિવારણનો એમાં હેતુ હોય છે. જેટલા પણ જીવો કતલખાને લઈ જવાતા હોય એમને બચાવવા જોઈએ. જેટલા રુણ હોય, રોગી જીવ હોય એમનું પણ ધ્યાન રાખવું જોઈએ. દુષ્કાળમાં ઠેર ઠેર ચારા-પાણીની શોધમાં ભટકતા અને અકાળે મરતા જીવોને પણ બચાવી લેવા જોઈએ. બધા જ દીન જીવોની દયા કરવાની આપણી ભાવના હોવી જોઈએ, પણ શક્તિ ન હોય તો આપણી સન્મુખ જેટલા પણ જીવ આવે તેમની દયા તો અવશ્ય કરવી જોઈએ. એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સાતક્ષેત્રના દ્રવ્યમાંથી એક પૈસો પણ नाकारतात पदार्थ (तत्त्वज्ञान) के चितन से जो श्रद्धालुता का आश्रय करता है, हमेशा जो पात्रों में (सात क्षेत्रों में) धनों को बोता है, सुसाधु की सेवा द्वारा जो पापों को नष्ट करता है उसे भी પ્રવચન-૫: સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૩ Page #210 -------------------------------------------------------------------------- ________________ અનુકંપા કે જીવદયાના કાર્યમાં વાપરી ન શકાય; કેમ કે સાતે સાતક્ષેત્ર ભક્તિપાત્ર છે, જ્યારે અનુકંપા-જીવદયા કરુણાપાત્ર છે. એ જ રીતે અનુકંપા કે જીવદયાક્ષેત્રનો પણ એકેય પૈસો સાતક્ષેત્રના કામમાં વાપરી ન શકાય. સાધારણ ખાતાનો પૈસો પણ અનુકંપા-જીવદયામાં ન વાપરી શકાય. તેમ ગ્રામવિકાસનાં કામો, તળાવો બનાવવાં, વૃક્ષો વાવવાં, રોડ બનાવવા, ગટર વ્યવસ્થાઓ કરવી; જેવાં કાર્યોમાં : સાધારણ ખાતાનો પૈસો ક્યારેય વાપરી શકાય નહિ. શુભક્ષેત્ર - શુભખાતુ કે સર્વસાધારણ માટે જે રકમ એકઠી થયેલી હોય તેમાંથી સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા આદિ તમામ કાર્ય થઈ શકે છે. રાજસ્થાનમાં સંઘોની જે નવકારશીના ચડાવાની આવક થાય છે, તે સાતક્ષેત્ર કે તેની સાથે સંકળાયેલાં તેનાં પેટાક્ષેત્રોમાં વાપરી શકાય. તે જ રીતે કે અધિષ્ઠાયક દેવદેવીના ભંડાર આદિની ઊપજનો પૈસો સાધારણ ખાતાનો છે, પણ એ સાતક્ષેત્રમાંનું સાધારણ છે, એ સર્વસાધારણ નથી; માટે એમાંથી અનુકંપા-જીવદયાદિનાં કોઈ કાર્ય થઈ શકે નહિ. તે ઉપાશ્રયનિર્માણમાં વાપરી શકાય, જેમાં માત્ર સમ્યગ્દર્શનાદિ ધર્મનાં જ અનુષ્ઠાન થાય તેવા કાર્યમાં વાપરી શકાય, આમ છતાં શ્રાવક-શ્રાવિકાના જમણવાર કે પ્રભાવના આપવા કરવામાં એનો ઉપયોગ કરી શકાય નહિ. એક મુનિરાજ ઝાંપા ચુંદડી કે ફૂલે ચૂંદડીનો ચડાવો થાય એની આવક તો શુભખાતે – સર્વસાધારણમાં જાય ને ? અમારા મહારાજે તમારા માટે રસ્તો કાઢ્યો. છે ને બુદ્ધિ ? એ રકમ સાતક્ષેત્ર ઉપરાંત અનુકંપા-જીવદયા-માનવરાહત-અકાલરાહત-ભૂકંપ રાહત આદિ કોઈ પણ માનવીય કે પશુ સંબંધી કાર્યમાં પણ વાપરી શકાય. સભા વસ્તુપાલ મંત્રી આદિએ કૂવા, તળાવ-મજીદનાં નિર્માણ કર્યા હતાં ને? पवरेहिं साहणेहिं पायं भावो वि जायए पवरो । न य अन्नो उवओगो एएसिं सयाण लट्ठयरो ।। ૧૮૪ જેતસંઘતા મોભીઓને માર્ગદર્શન Page #211 -------------------------------------------------------------------------- ________________ એમણે કોઈ સંઘના દ્રવ્યમાંથી કે ધર્મદ્રવ્યમાંથી એનાં નિર્માણ કરાવ્યાં ન હતાં. તેઓ પોતે રાજાના મંત્રી-સેનાપતિ હોઈ ઔચિત્ય ખાતર કે ધર્મની રક્ષાના હેતુથી એમણે એ કાર્યો પોતાનાં દ્રવ્યથી કે રાજદ્રવ્યમાંથી કરાવ્યાં હતાં. એમાં પણ એમનો હેતુ જૈન ધર્મની પ્રભાવના કે રક્ષાનો જ હતો. દિલ્હીના બાદશાહ ગુજરાતનો શત્રુ હતો. બળિયો હતો. વારંવાર એના તરફથી યુદ્ધનો ભય રહેતો. એ ટાળવા માટે વસ્તુપાલ મંત્રી અવસરની રાહ જોઈ બેઠા હતા. અચાનક અવસર મળ્યો. બાદશાહની મા ગુજરાતના માર્ગે હજની યાત્રા કરવા નીકળી. સાથે સુરક્ષાપ્રબંધ હતો. જહાજ દરિયામાં થોડુંક આગળ વધ્યું ત્યાં જ ચાંચિયાઓ દ્વારા જહાજ લૂંટાયું. આ સમાચાર જ્યારે મંત્રીશ્વર વસ્તુપાળને મળ્યા કે, તેમણે તરત જ રાજ્યનું સૈન્ય મોકલીને જહાજ છોડાવ્યું. માલસામાન બધો હેમખેમ લઈ આવ્યા. માને રાજમહેલમાં રાખી આદર-સત્કાર કર્યો અને એમનો પ્રેમ જીતી શાહી સુરક્ષા સાથે હજની યાત્રાએ મોકલ્યાં. ત્યાંની મજીદ પર ચડાવવા કીમતી તોરણ મોકલ્યું. મા જેવાં હજયાત્રાથી પાછા ફર્યા ત્યારે થોડા દિવસ સુધી આગતા-સ્વાગતા કરી સન્માનસુરક્ષા સાથે દિલ્હી પહોંચાડ્યાં. માએ દિલ્હી જઈ બાદશાહ-પુત્ર આગળ વસ્તુપાલનાં બે મોઢે વખાણ કર્યા અને કહ્યું કે : “જેવો તું મારો દીકરો છે એવો જ વસ્તુપાળ મારો દીકરો છે. તેં મારા માટે ગમે તેવી સુરક્ષાની વ્યવસ્થા કરી છતાં ચાંચિયાઓએ મને લૂંટી લીધી; જ્યારે વસ્તુપાળ તો એ ચાંચિયાઓને મુદ્દામાલ સાથે પકડી, મને બચાવી લીધી. આખી હજ સારામાં સારી રીતે પૂરી કરાવીને છેક અહીં સુધી મને હેમખેમ પાછી પહોંચાડી,' એમ એ વસ્તુપાળની રોજ પ્રશંસા કરવા લાગી. એ સાંભળીને બાદશાહને પણ વસ્તુપાળને મળવાનું મન થયું. આમંત્રણ આપ્યું.દિલ્હી બોલાવ્યા. વસ્તુપાલ પણ ગયા.બાદશાહે ખાસ મહેલમાં રાખ્યા. આગતા-સ્વાગતા કરી અને ઈચ્છિત માગવાનું કહ્યું. વસ્તુપાળે કશું જ માગ્યું કરી, રાક માનજે , શહેરી ગરહવા વર રામોમાં માફી , મારા ' , श्रेष्ठ साधनों से प्रायः भाव भी श्रेष्ठ बनता है । प्राप्त सभी साधनों का जिनपूजा में उपयोग करने जैसा अन्य कोई श्रेष्ठ उपाय नहीं है। प्रकरण પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૫ Page #212 -------------------------------------------------------------------------- ________________ નથી. માત્ર બાદશાહ સાથે ગુજરાતની મૈત્રી ઈચ્છી. બાદશાહે કહ્યું, ‘મૈત્રી તો માન્ય છે જ પણ મારા સંતોષ ખાતર કાંઈક માગ,’ ત્યારે વસ્તુપાળે શું માંગ્યું ? ભગવાન શ્રી યુગાદિનાથ વગેરેની પ્રતિમા બનાવવા માટે મમ્માણી ખાણમાંથી પાષાણખંડ માગ્યા. બાદશાહે આપવાની વ્યવસ્થા કરી. મુસલમાનોના રાજમાં પ્રતિમા તૂટતી, નવી પ્રતિમા માટે પાષાણ નહતો મળતો. એવી પરિસ્થિતિમાં પાષાણ મેળવવા માટે વસ્તુપાળે આ કેવો ઉપાય કર્યો ! આવી બુદ્ધિ હોય તો બધું જ કરવાનો અધિકાર છે. આજે તો તમારા ઘરોમાંય આરસ આવી ગયા. સંડાસ પણ માર્બલમાંથી બનવા લાગ્યાં. એક જમાનામાં ઠરાવ કરાયો હતો કે જિનમંદિર સિવાય ક્યાંય આરસ વા૫૨વાનો નહિ. કારણ કે વિષમ સંયોગોના કારણે એ કાળમાં આરસ મળવો દુર્લભ હતો. જેટલા પણ દીન, દુઃખી, નિર્ધન, અપંગ, આંધળા, બહેરા, લૂલા, પંગુ, કોઢી, રોગી, પરિવારરહિત વગેરે છે એ બધાને મદદ ક૨વી વગેરે જે કાંઈ દયા-અનુકંપાનાં કાર્યો કરવાનાં છે. તે (૧) હૃદયના કરુણાના ભાવોને જીવંત રાખવા અને (૨) તે તે જીવોના હૃદયમાં જૈનધર્મ પ્રત્યેનો આદર-બહુમાનભાવ પેદા કરવા માટે કરવાનાં છે, જેનાથી જન્માંતરમાં પણ એ લોકો જૈનધર્મ પામે. આવાં કાર્યો શાસ્ત્ર બતાવેલી વિધિ-મર્યાદા મુજબ જો કરાય તો અનેક લોકોના હૈયામાં બોધિબીજનું વાવેતર થાય. અનુકંપા ખાતાનું દ્રવ્ય જરૂર પડે તો જીવદયામાં વાપરી શકાય, પરંતુ જીવદયાખાતાનું દ્રવ્ય અનુકંપામાં ક્યારેય ન વાપરી શકાય. કારણ કે અનુકંપાપાત્ર જીવો તો હજુય પોતાનું કાંઈક કરી શકે એવા છે. માગીનેય મેળવી શકે કે બોલીને પણ જણાવી શકે એવા છે; જ્યારે દયાપાત્ર એવાં મૂંગાં ઢોરો તો કશું કરી શકતાં નથી. એમની આપત્તિનું નિવારણ શક્તિસંપન્ન દયાળુ જીવો જ કરી શકે છે. તેથી જીવદયા ખાતાનું દ્રવ્ય કોઈ પણ સંયોગમાં અનુકંપામાં વાપરી શકાય નહિ, આ મર્યાદા છે. ૧૮૬ संसर्गेऽप्युपसर्गाणां दृढव्रतपरायणाः । धन्यास्ते कामदेवाद्याः श्लाघ्यास्तीर्थकृतामपि । જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન - योगशास्त्र Page #213 -------------------------------------------------------------------------- ________________ જીવદયાનું દ્રવ્ય એકઠું થાય એટલે તરત તેની જરૂરિયાત મુજબ વાપરી નાંખવું જોઈએ. એના ઉપર મમતા કરી મૂકી રાખવું ન જોઈએ. આમ છતાં પણ કેટલીક પાંજરાપોળો આજે જરૂરિયાત હોવા છતાં અવગણીને F.D. કરવામાં જ મશગુલ છે. બાજુની પાંજરાપોળોમાં ઢોરો મરતાં હોય તો પણ પોતાને ત્યાંથી ત્યાં કશું આપતા નથી. જૈનસંઘની પેઢીમાં આવેલ જીવદયાની રકમ પણ પેઢીમાં રાખી ન મૂકતાં તરત જ પાંજરાપોળોમાં ફાળવી દેવી જોઈએ. જેથી તેઓ જરૂર મુજબ તેનો તરત જ ઉપયોગ કરી શકે. આજે બધે બેન્કિંગના વ્યવહાર થયા છે. ટ્રસ્ટીઓ મોટે ભાગે મનમાની કરે છે; કેટલાક ટ્રસ્ટીઓ તો ધર્મગુરુઓએ કહેલી વાતો પણ સાંભળવા તૈયાર નથી. પણ એમ ક૨વું બિલકુલ યોગ્ય નથી, એમ મારે ભારપૂર્વક કહેવું છે. સાધુઓની નિશ્રામાં જીવદયાનાં લાખો રૂપિયાનાં ફંડો એકઠાં થાય છે, તેને આ ટ્રસ્ટીઓ બેન્કોમાં મૂકી દે છે. બેન્કો જીવદયાના કામ માટે લોન આપતી નથી, પણ કતલખાનાં પોલ્ટ્રી, રેબિટ ફાર્મ જેવા હિંસક કાર્યોમાં ઓછામાં ઓછા વ્યાજે નાણાં આપે છે. એક બાજુ જીવદયાના ફંડમાંથી જીવો કપાય છે, એની આવકમાંથી તમને વ્યાજ મળે છે અને એથી જીવ બચાવાય છે. આ રીતે વિષચક્ર ચાલુ છે. આ રીતે કાયમી ભંડોળો ભેગાં કરવા કરતાં વર્ષે વર્ષે સંઘ પાસે જઈ પોતાનો હિસાબ ૨જૂ કરી જોઈતાં નાણાં ઊભાં ક૨વાનો રિવાજ અપનાવવો જોઈએ. બાકી જે ક૨વું પડે તે આપદ્ધર્મ સમજીને કરવું. પરંતુ એ નિમિત્તને આગળ કરી કોઈ પણ સારું કાર્ય થતું બંધ ન થવું જોઈએ. પરિસ્થિતિવશ જે ખોટું કરવું પડે તેમાં હું કે અમે બરાબર કરીએ છીએ. એવું ક્યારેય માનવા-મનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, પણ પોતાની પરિસ્થિતિવશ જે લાચારી છે,તેનું ધ્યાન રહેવું જોઈએ અને પરિસ્થિતિ સુધરતાં જ સાચા રસ્તે આવી જવું જોઈએ. ખરું કહું તો આજ્ઞા પ્રત્યેના આદરવાળા, સમજ અને સામર્થ્યવાળા થોડા उपसगों का संसर्ग होने पर भी दृढतापूर्वक ग्रहण किए गये व्रतों के पालन मे तत्पर रहनेवाले कामदेव आदि महाश्रावक धन्य हैं। वे तीर्थंकरों के लिए भी प्रशंसनीय हैं । - योगशास्त्र - પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ માણસો આગેવાની લઈને આજના ટ્રસ્ટ એક્ટ સામે કોર્ટમાં ધા નાખે, એને રદ કરાવીને જ જંપે તો ઘણો લાભ થાય. જે વખતે આ ટ્રસ્ટ એક્ટ અમુક રાજ્યોમાં દાખલ થવાનો હતો, ત્યારે બધા જૈનાચાર્યોએ મળીને એની સામે અવાજ ઉઠાવેલો, કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ જૈન સંઘના તે સમયના કેટલાક આગેવાનોએ જઈને એનો સ્વીકાર કરી લીધો. આજે પણ કેટલાંક રાજ્યોમાં ટ્રસ્ટ એક્ટ નથી. સક્ષમ વ્યક્તિઓએ એને ઉઠાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ તો જ ધર્મશાસ્ત્રનાં માર્ગદર્શક વચનોઆજ્ઞાઓ અનુસાર તમે ધાર્મિક દ્રવ્યનો સુવ્યવસ્થિત વહીવટ અને વિનિયોગ કરી શકશો. બધાં જ ટ્રસ્ટો ધર્માચાર્યોને આધીન હોવાં જોઈએ, શ્રમણસંઘને આધીન હોવાં જોઈએ, જેથી જે પણ ધર્મ કે શાસ્ત્રવિરુદ્ધ કરે તેને દૂર કરી શકાય. પણ આજે તો પરિસ્થિતિ એવી છે કે, તમે બધી માલિકી ચેરિટી કમિશ્નરને સોંપી દીધી છે - તમે એમની કઠપૂતળીની જેમ વર્તો છો. આજના વહીવટદારો સીધા ચેરિટી કમિશ્નર સાથે સંકળાયેલા છે. એમને ધર્મગુરુઓ સાથે કોઈ લેવાદેવા ન રહી. એટલે આજે ધર્મક્ષેત્રો કે ધર્મદ્રવ્યના વહીવટી મુદ્દે પણ ધર્માચાર્યોના હાથમાં સીધી કશી જ સત્તા ન રહી. સભા : એ માટે બધા આચાર્યોનું સંગઠન થવું જરૂરી નથી લાગતું? માત્ર એ માટે જ નહિ, સમગ્ર શાસનની પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો પણ આચાર્ય ભગવંતોનું સંગઠન થાય તે બહુ જ જરૂરી છે. સભા : આ માટે આપ લીડ લો તો જરૂર કામ થાય! તમારી ભાવના બરાબર છે, પણ પરિસ્થિતિ તમે માનો એટલી સરળ નથી. સભાઃ એ માટે અમે બધાને ભેગા કરવાનો પ્રયત્ન કરીએ તો આપ સાથ આપશો ? जिनो देवः कृपा धर्मो गुरवो यत्र साधकः । श्रावकत्वाय कस्तस्मै न श्लाघेताविमूढधीः ? ।। ૧૮૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #215 -------------------------------------------------------------------------- ________________ હા ! જરૂર આપીશ. પણ એક વાત સમજી રાખો કે, આ માટેનો પ્રયત્ન ગમે તે વ્યક્તિ કરે તો પરિણામ નહિ આવે. આ માટેનો પ્રયત્ન કરનાર વ્યક્તિઓ પુણ્યશાળી, પ્રભાવશાળી હોવી જરૂરી છે અને એમના હૈયામાં શાસન પ્રત્યેનો રાગ, પરિસ્થિતિને સમજવાની ક્ષમતા અને પક્ષપાતરહિત ચિત્તવૃત્તિ જોઈએ. સભા : આવી વ્યક્તિઓ જો આ માટે પ્રયત્ન કરે તો આપનો સાથે મળી રહેશે ? જરૂર. પ્રભુશાસનની રક્ષા, પ્રભાવનાના કોઈપણ કાર્ય માટે જે પણ સમુદાયના જે પણ આચાર્ય ભગવંતો વગેરેને જ્યારે જ્યાં પણ મળવું હશે, તે અંગેનો વિચારવિમર્શ વગેરે જે પણ કરવું હશે, તે માટે મારી-અમારી હંમેશાં તૈયારી રહેશે અને આ માટે મારા વડીલો તરફથી મને હંમેશ માટે સંમતિ મળતી રહી છે અને મળતી રહેશે. મુદ્દો અગત્યનો એ છે કે, અમારે-તમારે અન્ય કોઈએ પણ જે કાંઈ વિચારવા-કરવાનું છે, તે પ્રભુઆજ્ઞાને અને એ આજ્ઞાને દર્શાવતાં ધર્મશાસ્ત્રોને આંખ સામે રાખીને કરવાનું છે. જો પ્રભઆજ્ઞાને આગળ કરીને આપણે કાંઈ પણ કરીશું તો આપણને સફળતા મળવાની શક્યતા પૂરેપૂરી છે, અને એ આજ્ઞાની જો આપણે કોઈ પણ પ્રકારે ઉપેક્ષા કરીશું તો એમાં નિષ્ફળતા મળવાની શક્યતા પણ પૂરેપૂરી છે. હું, તમે, આપણે સૌ પ્રભુઆજ્ઞાને સમજી, તેને શિરસાવંઘ કરી, પ્રભુશાસન માટે જે કાંઈ કરવા યોગ્ય હોય તે કરીશું તો આપણને દરેક રીતે સફળતા મળશે. અંતે ઉપસંહારમાં એટલું જ જણાવવું છે કે, આ ત્રણ દિવસમાં જૈનશાસનનાં પ્રત્યેક અંગોનું સંચાલન કરવા માટે, સાતક્ષેત્રોની ભક્તિ માટે અને જીવદયાઅનુકંપાનાં કાર્યો માટે જૈનશાસનની ઉજવળ મર્યાદાને ધર્મશાસ્ત્રોના આધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં અજાણતાં પણ પ્રભુની આજ્ઞાથી વિપરીત . હાં . . હાં. કડવો,ી કોમ जहाँ 'जिन' देव हैं, दया धर्म है, साधुजन गुरुगण हैं, उस श्रावकत्व को कौन बुद्धिमान नहीं चाहेगा ? - योगशास्त्र પ્રવચન-પઃ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૮૯ Page #216 -------------------------------------------------------------------------- ________________ કાંઈ પણ કહેવાયું હોય, કાષાયિક ભાવની પરિણતિથી તમને ઠેસ પહોંચે એવું કોઈ વેણ ઉચ્ચારાયું હોય તો દેવ-ગુરુ-ધર્મની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડં આપું છું.” અને તમને ધર્મશાસ્ત્રોના આધારે કહેવાયેલી પ્રત્યેક વાતને તેના યથાર્થ સ્વરૂપમાં સમજવાની, સમજીને તેના ઉપર શ્રદ્ધા કેળવવાની અને તમારી શક્તિસંયોગ મુજબ અમલમાં મૂકવાની હૃદયપૂર્વક ભલામણ કરું છું. જો તમે એમ કરી શકશો તો તમારા હાથે પ્રભુશાસનની અને શાસનના પ્રત્યેક અંગની સમુચિત સેવા થશે, જે દ્વારા પ્રભુના શાસનની સમ્યગુ આરાધના, પ્રભાવના અને રક્ષા પણ થશે. જેના કારણે તમારી અને અનેકની મુક્તિ નિકટ બનશે. આવી ઉત્તમ અવસ્થાને તમે પામો, એ જ એક શુભાભિલાષા વ્યક્ત કરવા સહ આ વાચનાશ્રેણીનું સર્વમંગલ કરું છું. चैत्य-प्रतिश्रयाऽऽरामप्रतिमानां विनाशनम् । अङ्गारादिक्रिया चेत्यशुभस्य नाम्न आस्रवाः ।। I - વજાશારટીશ ૧૯૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #217 -------------------------------------------------------------------------- ________________ થશોવાણી ) આણાશુદ્ધ મહાજન જાણી, તેહને સંગે રહિયે રે. આણા પાલે સાહેબ તૂસે, સકલ આપદા કાપે. ગીતારથને મારગ પૂછી, છાંડી જે ઉન્માદો રે, પાલે કિરિયા તે તુજ ભક્તિ, પામે જગ જસ વાદો રે. - પૂ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા રચિત ૩૫૦ ગાથાનું સ્તવન १-जिनमंदिर,२-उपाश्रय,३- उद्यान एवं ४-जिनप्रतिमाओं का विनाश करना तथा ५ - अंगारकर्मादि क्रियाएँ करना-ये सब अशुभ कर्म के आस्रव हैं । (इनसे आत्मा में पापकर्म आते મહા હા) ની વાત - લોણીય ટal માં પ્રવચન-૫ સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૯૧ Page #218 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના કેટલાક મુદ્દાઓ एवं व्रतस्थितो भक्तन्या सप्तक्षेत्र्यां धनं वपन् । दयया चातिदीनेषु महाश्रावक उच्यते ।।११९।। सप्तक्षेत्री जैनबिम्ब-जिनभवन'-आगम-साधु-साध्वी -श्रावक-श्राविका -लक्षणाः । तस्यां 'न्यायोपात्त' - धनं वपन् निक्षिपन्, क्षेत्रे हि बीजस्य वपनं उचितं न अक्षेत्रे, क्षेत्रत्वं च सप्तानां रूढमेव । वपनं च यथोचितस्य द्रव्यस्य भक्तया श्रद्धया - जिनबिम्बे धनवपनम् १. जिनबिम्बस्य सारद्रव्यैविधापनम् २. निर्मितस्य जिनबिम्बस्य शास्त्रोक्त-विधिना प्रतिष्ठापनम् ३. अष्टाभिश्च प्रकारैरभ्यर्चनम् ४. यात्राविधानम् ५. विशिष्टाभरणभूषणम् ६. विचित्रवस्त्रैः परिधापनमिति । ૧૯૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #219 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વાતમાં રહેલો, ભક્તિથી સાતે ક્ષેત્રોમાં ધનને વાવતો, અતિ દીનદુઃખી જીવોમાં દયાભાવથી ધનને વાવતો એવા શ્રાવક‘મહાશ્રાવક' કહેવાય છે. સાતક્ષેત્રો. ૧ - જૈનબિંબ, ૨ - જિનમંદિર, ૩ - આગમ, ૪ - સાધુ, ૫- સાધ્વી, ૬ - શ્રાવક અને ૭ - શ્રાવિકા. આમાં ન્યાયોપાર્જિત ધનને વાવતો શ્રાવક ક્ષેત્રમાં જ વાવવું યોગ્ય છે, અક્ષેત્રમાં નહિ. ક્ષેત્રપણું આ “સાતમાં જ રૂઢ છે. સાત ક્ષેત્રમાં યથોચિત-દ્રવ્યને ભક્તિપૂર્વક વાવવાનું હોય છે. જિનબિંબ (ક્ષેત્રોમાં ધન વાવવું ૧- જિનબિંબોનું રત્ન, સુવર્ણ, પાષાણ, ધાતુ વગેરે સુંદર દ્રવ્યોમાંથી નિર્માણ કરવું ૨-નિર્મિત જિનબિંબોની શાસ્ત્રીય વિધિથી પ્રતિષ્ઠા કરાવવી ૩- અષ્ટપ્રકારી પૂજા કરવી ૪-યાત્રા કરવી પ-વિશિષ્ટ આભૂષણોથી અંગરચના કરવી - રંગબેરંગી વસ્ત્રોથી પરિધાપના-સજાવટ કરવી પરિશિષ્ટ-૧ઃ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના ૧૯૩ Page #220 -------------------------------------------------------------------------- ________________ जिनभवने धनवपनम् __(सति विभवे) १. विधिना जिनभवनस्य विधापनम् २. भरतादिवद् जिनभवनस्योत्तुङ्ग गिरिश्रृङ्गेषु विधापनम् ३. जिनानां जन्म-दीक्षा-ज्ञान-निर्वाणस्थानेषु विधापनम् ४. सम्प्रतिराजवञ्च प्रतिपुरं प्रतिग्रामं पदे पदे विधापनम् । असति तु विभवे - ५. तृणकुट्यादिरूपस्याऽपि विधापनम् ६. राजादेः तु विधापयितुः प्रचुरतर-भाण्डागार-ग्राम-नगर-मण्डल-गोकुलादि प्रदानं जिनभवनक्षेत्रे वपनम् ७. जीर्णशीर्णानां चैत्यानां समारचनम् ८. नष्टभ्रष्टानां समुद्धरणम् ९. न च वापी-कूप-तडागादिखननवद्-अशुभोद जिनभवनादिकरणमपि तु संघसमागमधर्मदेशनाकरणव्रतप्रतिपत्त्यादिकरणेन शुभोदर्कमेव । जिनागमक्षेत्रे धनवपनम् -- "जिनागमबहुमानिना च देवगुरुधर्मादयोऽपि बहुमता भवन्ति ।" किं च - - "केवलज्ञानादपि जिनागम एव प्रामाण्येनाऽतिरिच्यते ।" - "एकमपि च जिनागमवचनं भविनां भवनाशहेतुः ।" १. जिनवचनबहुमानिना तत् पुस्तकेषु लेखनीयम् २. वस्त्रादिभिः अभ्यर्चनीयम् ३. जिनागमपाठकानां भक्तिपूर्वकं संमाननम् ૧૯૪ જેતસંધના મોભીઓને માર્ગદર્શન Page #221 -------------------------------------------------------------------------- ________________ જિનભવન (ક્ષેત્રોમાં ધન વાવવું (જેની પાસે પૂરતું ધન હોય તેણે....) ૧- વિધિપૂર્વક જિનભવનનું નિર્માણ કરવું ૨ -ભરત ચક્રવર્તીની જેમ મોટા મોટા પર્વત શિખરો પર નિર્માણ કરવું ૩ -પ્રભુના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ સ્થાનો પર નિર્માણ કરવું ૪- સંપ્રતિ રાજાની જેમ દરેક નગર, દરેક ગામ અને દરેક સ્થાને જિનમંદિર બનાવવા જેની પાસે સ્વલ્પ ધન હોય તેણે.... ૫- ઘાસનું ઝૂંપડું બનાવીને તેમાં ય જિનમંદિર બનાવવું - બનાવવાવાળો જો રાજા વગેરે સમર્થ છે તો મોટો ભંડાર, ગામ, નગર, પ્રદેશ, ગોકુળ વગેરે આપવું, એ જિનભવન ક્ષેત્રમાં વાવવું છે. ૭- જીર્ણ-શીર્ણ ચૈત્યોને સમારવું. ૮- નષ્ટ થયેલા અને સ્થાનભ્રષ્ટ થયેલા જિનમંદિરોનો પુનરુદ્ધાર કરવો. ૯- વાવડી, કૂવો, તળાવ વગેરે ખોદાવવાની જેમ જિનમંદિર નિર્માણ કરાવવું વગેરે અશુભકારી નથી. પરંતુ સંઘનું આગમન, ધર્મદેશનાનું આયોજન, વ્રતસ્વીકાર વગેરે ધર્માનુષ્ઠાન થવાથી શુભકારી જ છે. | જિનાગમ ક્ષેત્રમાં ધન વાવવું - જે જિનાગમનું બહુમાન કરે છે, તેનાથી દેવ-ગુરુ-ધર્મ વગેરેનું પણ બહુમાન થઈ જાય છે. - કેવળજ્ઞાનથી પણ જિનાગમ જ પ્રમાણરૂપે પ્રબળ છે. - એક પણ જિનાગમ વચન ભવ્ય જીવોના ભવનો નાશ કરવાવાળું બને છે. ૧- જિનવચનનો બહુમાન કરનાર, તે જ્ઞાનને પુસ્તકોમાં લખે. ૨- એની વસ્ત્ર વગેરેથી પૂજા કરે. ૩- જિનાગમ ભણાવનારનું ભક્તિપૂર્વક બહુમાન કરે. પરિશિષ્ટ-૧: યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના. ૧૫ Page #222 -------------------------------------------------------------------------- ________________ ४. लिखितानां च पुस्तकानां संविग्न-गीतार्थेभ्यो बहुमानपूर्वकं दानम् ५. व्याख्यायमानानां च प्रतिदिनं पूजापूर्वकं श्रवणम् । साधुक्षेत्रे धनवपनम् १. उपकारिणां प्रासुकेषणीयानां कल्पनीयानां चाशनादीनां दानम् २. रोगापहारिणां च भेषजादीनां दानम् ३. शीतादिवारणार्थानां च वखादीनां दानम् ४. प्रतिलेखनाहेतो रजोहरणादीनां दानम् ५. भोजनाद्यर्थं पात्राणां दानम् ६. औपग्राहिकाणां च दण्डकादीनां दानम् ७. निवासार्थमाश्रयाणां दानम् ८. सर्वस्वस्यापि दानम् ९. साधुधर्मोद्यतस्य स्वपुत्र-पुत्र्यादेरपि समर्पणम् १०.यथा यथा मुनयो निराबाधवृत्त्या स्वमनुष्ठानमनुतिष्ठन्ति तथा तथा महता प्रयत्नेन सम्पादनम् ११. जिन-प्रवचन-प्रत्यनीकानांचसाधुधर्मनिन्दापराणां यथाशक्ति निवारणम् । साध्वीक्षेत्रे धनवपनम् १. साध्वीषु साधुष्विव यथोचिताहारादिदानम् २. दुःशीलेभ्यो नास्तिकेभ्यो गोपनम् ३. स्वगृहप्रत्यासत्तौ च समन्ततो गुप्ताया गुप्तद्वाराया वसतेर्दानम् ४. स्वस्त्रीभिश्च तासां परिच-विधा-(प)नम् ५. स्वपुत्रिकाणां च तत्सनिधौ धारणम् ૧૯૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #223 -------------------------------------------------------------------------- ________________ ૪- લખેલા પુસ્તકોનું સંવિગ્ન ગીતાર્થ સાધુઓને બહુમાનપૂર્વક દાન કરે. ૫- વ્યાખ્યાનમાં વંચાતા પુસ્તકોનું પૂજન કરીને રોજ સાંભળે. સાધુ ક્ષેત્રમાં દાન વાવવું ૧-સંયમ સાધનામાં ઉપકારી બનતા નિર્જીવ (પ્રાસુક) અને કલ્પનીય (એષણીય) અશન વગેરે આહારનું દાન કરે. ૨- રોગોનું નિવા૨ણ કરતા ઔષધોનું દાન કરે. ૩- ઠંડી વગેરેનું નિવારણ કરતા વસ્ત્ર વગેરેનું દાન કરે. ૪- પ્રતિલેખન ક૨વા માટે રજોહરણ (ઓઘો-દંડાસણ) વગેરેનું દાન કરે. ૫-ભોજન વગેરે માટે પાત્રનું દાન કરે. ૬-ઔપગ્રહિક ઉપધિરૂપે કામ લાગતા દાંડો વગેરે ઉપકરણોનું દાન કરે. ૭ - નિવાસ (૨હેવા) માટે ઉપાશ્રય આપે. ૮ - પોતાની સમસ્ત સંપત્તિનું દાન કરે. ૯-સાધુ ધર્મનો સ્વીકાર કરવા ઈચ્છતા સ્વપુત્ર-પુત્રી વગેરેનું પણ સમર્પણ કરે. ૧૦ - મુનિરાજો વિઘ્ન વિના પોતાની આરાધના કરી શકે તેવા બધા કાર્ય કરે. ૧૧ - જૈનશાસનના શત્રુઓ અને સાધુધર્મની નિંદા કરવામાં તત્પર લોકોનું યથાશક્તિ નિવારણ કરે. સાધ્વીક્ષેત્રમાં ધન વાવવું ૧- સાધુની જેમ જ સાધ્વી ક્ષેત્રમાં યથોચિત આહારાદિ દાન આપવું. ૨- દુરાચારી અને નાસ્તિકોથી એમને દૂર રાખવા. પોતાના ઘરની નિકટ, ચારે બાજુથી ગુપ્ત અને સુરક્ષિત દ્વારોવાળી વસતી (ઉપાશ્રય) તેમને આપવી. ૪- પોતાની પત્ની વગેરે દ્વા૨ા તેમની સેવા-શુશ્રુષા કરાવવી. ૫- પોતાની પુત્રીઓને તેમની પાસે રાખવી. ૩ - પરિશિષ્ટ-૧ : યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના... ૧૯૭ Page #224 -------------------------------------------------------------------------- ________________ ६. व्रतोद्यतानां स्वपुत्र्यादीनां प्रत्यर्पणं च ७. विस्मृतकरणीयानां तत्स्मारणम् ८. अन्यायप्रवृत्तिसम्भवे तन्निवारणम् ९. सकृदन्यायप्रवृत्तौ शिक्षणम् १०. पुनः पुनः प्रवृत्तौ निष्ठुरभाषणादिना ताडनम् ११. उचितेन वस्तुनोपचरणम् (उपचारणम्-उपकरणम्) । श्रावकेषु स्वधनवपनम् - साधर्मिकाः खलु श्रावकस्य श्रावकाः । - समानधार्मिकाणां च संगमोऽपि महते पुण्याय । किं पुनः तदनुरूपा प्रतिपत्तिः ? १. स्वपुत्रादिजन्मोत्सवे विवाहे ऽन्यस्मिन्नपि तथाविधे प्रकरणे साधर्मिकाणां निमंत्रणम् २.विशिष्ट-भोजन-ताम्बुल-वस्त्रा-भरणादिदानम् ३.आपद्-निमग्नानां च स्वधनव्ययेनाप्युद्धरणम् ४. अन्तरायदोषाच विभवक्षये पुनः पूर्वभूमिकाप्रापणम् ५. धर्मे च विषीदतां तेन तेन प्रकारेण धर्मे स्थैर्यारोपणम् ६.प्रमाद्यतां च स्मारण-वारण-चोदन-प्रतिचोदनादि-करणम् ७. वाचना-पृच्छना-परिवर्तना-अनुप्रेक्षा-धर्मकथादिषु यथायोग्यं विनियोजनम् ८. विशिष्टधर्मानुष्ठानकरणार्थं च साधारणपोषधशालादेः करणम् । ૧૯૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #225 -------------------------------------------------------------------------- ________________ - દીક્ષા માટે તત્પર સ્વ-પુત્રી વગેરેનું તેમને સમર્પણ કરવું. ૭- સ્વોચિત આચારને ચૂકનારને તે આચારોની યાદી દેવી. ૮- અન્યાયની પ્રવૃત્તિ થાય ત્યારે તેને વારવી. ૯- એકવાર ખોટું કાર્ય કરે ત્યારે શિક્ષા કરવી (શિખામણ આપવી). ૧૦ - ફરી ફરી ખોટું કાર્ય કરે ત્યારે કઠોર વચનો દ્વારા શિક્ષા કરવી (શબ્દનો માર મારવો). ૧૧ - ઉચિત વસ્તુઓ આપી સહાયક બનવું. શ્રાવક ક્ષેત્રમાં ધન વાવવું - શ્રાવકના સાધર્મિકો તો શ્રાવકો જ હોય છે. - એક સમાન ધર્મવાળાનો સંગમ પણ મહાન પુણ્ય માટે થાય છે, તો તેમની ભક્તિ અંગે વધુ કહેવું? ૧- પોતાના પુત્ર વગેરેના જન્મોત્સવ, વિવાહ અને બીજાં પણ કાર્યો ઉપસ્થિત થતા સાધર્મિકોને બોલાવવા. ૨- વિશિષ્ટ ભોજન-પાન-વસ્ત્ર-અલંકારો આપવાં. ૩- આપત્તિમાં આવી પડેલા તેવા સાધર્મિકોનો સ્વધન-વ્યય કરીને પણ ઉદ્ધાર કરવો. ૪- લાભાંતરાય દોષથી નિર્ધનતા આવે ત્યારે ફરીથી તેમને પૂર્વવત્ બનાવવા. પ-ધર્મમાં પાછા હઠતા (ખેદ પામતા) સાધર્મિકોને જૂદા જૂદા પ્રકારોથી સ્થિર કરવા. - ધર્મમાં પ્રમાદ કરે ત્યારે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા વગેરે કરવા. ૭- વાચના-પૃચ્છના-પરિવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા વગેરેમાં તેમને યોગ્યતા મુજબ જોડવા. ૮ - વિશિષ્ટ ધર્માનુષ્ઠાન કરવા માટે સર્વને ઉપયોગી એવી (સાધારણ) પૌષધશાળા વગેરેનું નિર્માણ કરવું. પરિશિષ્ટ-૧ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના.... ૧૯૯ Page #226 -------------------------------------------------------------------------- ________________ श्राविकासु धनवपनम् १. श्रावकवद् अन्यूनातिरिक्तमुत्रेतव्यम् । न केवलं सप्तक्षेत्र्यां धनं वपन् महाश्रावक उच्यते, किन्तु अतिदीनेषु अपि निःस्व-अन्ध-बधिर - पंगु रोगार्त्तप्रभृतिषु कृपया केवलया धनं वपन् न तु भक्तया । भक्तिपूर्वकं हि सप्तक्षेत्र्यां यथोचितं दानम् । अतिदीनेषु केवलयैव करुणया स्वधनस्य वपनं न्याय्यम् । त्वविचारितपात्रापात्रम् अविमृष्टकल्पनीय अकल्पनीयप्रकारं निरतिचार सकलव्रतधारी सप्तक्षेत्री लक्षणे क्षेत्रे धनवपनाद् दर्शनप्रभावकतां परमां दधानो दीनेषु चात्यन्त-कृपापरो महाश्रावक शब्देनोच्यते । यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकञ्चारित्रं दुश्वरं स समाचरेत् ।।१२० ।। सर्वविरतिप्रतिपत्तिकलशारोपणो हि श्रावकधर्मप्रासादः । - योगशास्त्र- ३ प्रकाश ૨૦૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકાક્ષેત્રમાં ધન વાવવું ૧- શ્રાવક ક્ષેત્રની જેમ જ ભેદભાવ કર્યા વિના ધન વાવવું કેવળ સાતક્ષેત્રોમાં જ ધન વાવવાવાળો મહાશ્રાવક કહેવાય, એવું નથી. પરંતુ અત્યંત દીન એટલે નિર્ધન, અંધ, પંગુ, રોગી વગેરે ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક નહિ પરંતુ કેવળ દયાભાવથી ધન વાવવાવાળો મહાશ્રાવક કહેવાય છે. સાતક્ષેત્રોમાં તો ભક્તિપૂર્વક જ યથોચિત દાન આપવું જોઈએ. અત્યંત હીન જીવોને પાત્ર-અપાત્ર અને કલ્પનીય-અકલ્પનીયનો ભેદ વિચાર્યા વિના જ કેવળ કરુણાથી સ્વધન-સ્વદ્રવ્યને વાવવું ન્યાયપૂર્ણ છે. નિરતિચાર સર્વ વ્રતોને ધરનારો, સાતક્ષેત્રોમાં ધન વાવવાથી શ્રેષ્ઠ દર્શનપ્રભાવકતાને ધારણ કરતો, દીન-દુ:ખીઓ તરફ ખૂબ દયાળુ એવો શ્રાવક મહાશ્રાવક શબ્દથી વર્ણવાય છે. જે, પોતાની પાસેના, બાહ્ય અને નાશવંત ધનને ક્ષેત્રોમાં વાવતો નથી, તે બિચારો દુશ્ચર એવા ચારિત્રનું પાલન કેમ કરી શકે? સર્વવિરતિ (દીક્ષા)ની પ્રાપ્તિ સ્વરૂપ કળશારોપણવાળો જ “શ્રાવક ધર્મપ્રાસાદ' હોય છે. - યોગશાસ્ત્ર-ત્રીજો પ્રકાશ પરિશિષ્ટ-૧ઃ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના... ૨૦૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ દરેક કાર્યો વિધિપૂર્વક જ કરવાં જોઈએ અવિધિથી કરવામાં ઘણાં નુકસાન થાય છે ઉપદેશપદ ગ્રંથમાં કહ્યું છે કે - आसनसिद्धियाणं विहि-परिणामो उ होइ सयाकालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजिअदूरभव्वाणं ।।१।। धण्णाणं विहि-जोगो विहिपक्खाऽराहगा सया धण्णा। विहि-बहुमाणी धण्णा विहिपक्खअदूसगा धण्णा ।।२।। विहिसारं चिअ सेवइ सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्वाऽऽइदोसणिहओ वि पक्खवायं वहइ तंमि ।।३।। ૧ – જે જીવો નિકટમાં જ મોક્ષે જશે, તેમને સદા વિધિ મુજબ કરવાની ભાવના જાગે છે. ૨ – અભવ્ય અને દુર્ભવ્ય જીવોને હંમેશાં વિધિનો ત્યાગ અને અવિધિમાં ભક્તિભાવ હોય છે. ૩ – ધન્યવાદપાત્ર જીવોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે. ૪ - વિધિ મુજબ આરાધના કરવાવાળા ધન્યવાદપાત્ર છે. ૫ – વિધિનું બહુમાન કરવાવાળા પણ ધન્યવાદપાત્ર છે. ૬ - વિધિપક્ષની નિંદા ન કરવાવાળા પણ ધન્યવાદપાત્ર છે. ૭ – શક્તિશાળી શ્રદ્ધાળુઓ હંમેશા સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે. ૮ - કોઈ સંયોગવિશેષમાં વિધિપૂર્વક અનુષ્ઠાન શક્ય ન બને ત્યારે પણ વિધિપૂર્વક કરવાના પક્ષમાં જ રહેવું. ૨૦૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ દ્રવ્યસMતિકા' ના આધારે કેટલીકસમજવા જેવી બાબતો પોતાના ઘરનો દીવો પ્રભુદર્શન કરવા દેરાસરે લાવ્યા હો તો તે દીવો દેવદ્રવ્ય' નથી બનતો. નૈવેદ્ય ચડાવવા દેરાસરે થાળી-વાસણ લાવ્યા હો તે પણ “દેવદ્રવ્ય બનતા નથી. આંગી માટે પોતાના અલંકારો શુદ્ધ કરીને પ્રભને ચડાવવા માત્રથી તે “દેવદ્રવ્ય” બનતા નથી. એ શ્રાવક ફરી પોતાના ઉપયોગમાં લઈ શકે છે. દેવની ભક્તિમાં જે સમર્પિત કરવામાં આવે છે, તે જ દેવદ્રવ્ય બને છે. ધાર્મિક દ્રવ્યોનો વહીવટ કરવા માટે ૧ - માર્ગાનુસારી ગૃહસ્થ, ૨ - સમ્યગ્દષ્ટિ શ્રાવક અને ૩ - દેશવિરતિધર શ્રાવક અધિકારી છે. સર્વવિરતિધર સાધુભગવંત પણ વિશિષ્ટ સંયોગ-કારણ ઉપસ્થિત થાય ત્યારે ધર્મદ્રવ્ય-રક્ષા વગેરે માટે અધિકારી છે. કર્માદાન (હિંસક ધંધા-ફેક્ટરીઓ-શેરોમાં રોકાણ) વગેરે અયોગ્ય કાર્યોનો ત્યાગ કરીને, ઉત્તમ વ્યાપાર વગેરેથી જ દેવદ્રવ્ય વગેરે ધર્મદ્રવ્યોની વૃદ્ધિ કરવી. શ્રાવકોને વ્યાજથી પણ દેવદ્રવ્ય ન ધીરવું. બીજાઓને આપતી વખતે પણ વધુ મૂલ્યના અલંકારો રાખીને જ આપવું. પરિશિષ્ટ-૨-૩: દરેક કાર્યો વિધિપૂર્વક દ્રવ્યસપ્તતિકાના આધારે કેટલીક. ૨૦૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ • દેરાસર આદિ ધર્મસ્થાનોની વ્યવસ્થા, સારસંભાળ અને વહીવટ કરનારને ‘વૈયાવચ્ચ’ નામનો તપ કર્યાનો લાભ મળે છે. - દેરાસરની છતના પ૨નાળીયાથી આવેલ પાણીનો શ્રાવકે પોતાના કે બીજાના કાર્યમાં ઉપયોગ ન કરવો. કેમ કે દેવને ચડેલા ભોગદ્રવ્યની જેમ આવા દ્રવ્યોનો ઉપભોગ પણ દોષદાયી છે. • દેવદ્રવ્યનાં વાજાં (વાજિંત્રો) વગેરે ઉપકરણો ગુરુમહારાજ કે સંઘની સામે (સામૈયામાં) ન વગાડવાં, ન વાપરવાં. મોટા કા૨ણે વગાડવાં-વાપરવાં જ પડે તો વધારે નકરો આપીને જ વગાડવાં-વાપરવાં. • દેવદ્રવ્યનાં ઉપકરણો નકરો આપ્યા વિના પોતાના કાર્યમાં વા૫૨વાવાળો દુઃખી બને છે. • જ્ઞાનદ્રવ્યના કાગળો, કલમ વગેરે ઉપકરણો સાધુ-સાધ્વીજી ભગવંતોને ખપી શકે. શ્રાવક તેમનો ઉપયોગ ન કરી શકે. જ્ઞાનદ્રવ્યનાં લાવેલાં-છપાવેલાં ધાર્મિક પુસ્તકો પણ સુયોગ્ય નકરો આપ્યા વિના શ્રાવક વાંચી ન શકે. ♦ સાધારણ દ્રવ્ય પણ સંઘે આપેલ હોય તો જ શ્રાવકને ખપી શકે. • પ્રશ્નોત્તર સમુચ્ચય, આચારપ્રદીપ, આચારદિનકર અને શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથો મુજબ શ્રી જિનેશ્વર ભગવાનની અંગપૂજાની જેમ જ શ્રી ગુરુમહારાજની અંગપૂજા અને અગ્રપૂજા સિદ્ધ થાય છે. ગુરુપૂજનનું આ દ્રવ્ય ગુરુથી પણ ઉપરના એવા જિનમંદિર જીર્ણોદ્ધાર અને નવનિર્માણ ક્ષેત્રમાં જ વા૫૨વું જોઈએ. પ્રભુની અંગપૂજામાં આ દ્રવ્ય ન વાપરવું. ધર્મસ્થાનમાં વા૫૨વા માટે બોલેલ દ્રવ્ય જૂદું જ રાખવું. એને પોતાના અંગત ખાણી-પીણી આદિના ખર્ચમાં ભેગું ન કરવું.તીર્થયાત્રા માટેકમ કાઢી હોય તો ગાડીભાડું,નિવાસ, ખાણી-પીણીનો ખર્ચો તેમાંથી ન કાઢવો. એ મોટું પાપ છે. કોઈકે ધર્મકાર્યમાં વાપરવા માટે કાંઈક ધન આપ્યું હોય, તેને તે વ્યક્તિના નામની સ્પષ્ટ જાહે૨ાત ક૨વાપૂર્વક વા૫૨વું જોઈએ. પોતાના નામે કે મૌન રહીને ન વાપરવું. માતા-પિતા વગેરે સ્વજનોને અંતિમ અવસ્થા પ્રસંગે સુકૃતમાં જે ધન વાપરવાનું જાહે૨ કર્યું હોય તેને સંઘ સમક્ષ સમયમર્યાદા પૂર્વક જાહે૨ ક૨વું ૨૦૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #231 -------------------------------------------------------------------------- ________________ અને તરત એ ધનને તેમના નામથી જ વાપરવું. ધર્મના ઉપકરણોને જ્યાં ત્યાં રખડતા મૂકવાથી શ્રાવકને મોટું પ્રાયશ્ચિત્ત આવે છે. માટે ધર્મોપકરણને સાચવી રાખવું અને કામ પૂર્ણ થતાં જ સુયોગ્ય સ્થાને મૂકવું. + દેવદ્રવ્ય વગેરેની રક્ષાના કાર્યમાં શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરનાર સાધુ પણ અનંત સંસારી બની જાય છે, માટે ઉપેક્ષા ન કરવી. પોતાના પ્રાણોની ન્યોછાવરી કરીને પણ શાસનની આશાતનાઓને રોકવી જોઈએ. + દેવદ્રવ્યની શાસ્ત્રોક્ત માર્ગોથી વૃદ્ધિ અને રક્ષા કરનાર પોતાનો સંસાર સીમિત કરે છે અને તીર્થકર પણ બને છે. જ્યારે દેવદ્રવ્યનું ભક્ષણ, નાશ અને ઉપેક્ષા કરનાર અનંત સંસારી પણ બને છે. અજ્ઞાનમાં પણ જો દેવદ્રવ્યનો ભોગવટો થયો હોય તો તરત ગીતાર્થ ગુરુભગવંતો પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. દેવદ્રવ્યનો જેમતેમ ઉપયોગ-ઉપભોગ કરવાવાળાં ગામો-શહેરો શોભારહિત, નિર્ધન, અભાગ્યવાન, વ્યાપારહીન અને તુચ્છ બની જાય છે. દેવદ્રવ્ય અને પરસ્ત્રીનો ભોગવટો કરનાર, સાત વાર સાતમી નરકે જાય છે, એમ પ્રભુ શ્રી મહાવીરે શ્રી ગૌતમસ્વામીજીને કહ્યું હતું. જેના ઘરમાં દેવદ્રવ્ય ભોગવાયું હોય, ત્યાંની કોઈ પણ વસ્તુશ્રાવકે પોતાના ભોગમાં ન લેવી જોઈએ. * તીર્થકરની આજ્ઞાનો ભંગ થઈ રહેલો જોવા છતાં જે માધ્યસ્થ બની ગૂંગા રહે છે, તે અવિધિની અનુમોદના કરવાવાળા છે. એથી તેમના વ્રતો-મહાવ્રતો લોપાઈ ગયેલાં છે, એમ સમજવું. + ધર્મની નિંદા કરનાર-કરાવનારને ભવાંતરમાં ધર્મ પ્રાપ્ત થતો નથી. ભાવના પોતાને મોક્ષ આપે છે, જ્યારે પ્રભાવના તો પોતાની સાથે બીજાને પણ મોક્ષ અપાવે. જૈનશાસનની પ્રભાવના કરનાર જીવ તીર્થકર બને છે. શાસ્ત્રમાં કહ્યું છે કે - “-વિરારો થનો ' ધર્મ ગુરુની સાક્ષીમાં કરવાનો હોય છે. પરિશિષ્ટ-૩ દ્રવ્યસપ્તતિકાના આધારે કેટલીક સમજવા જેવી બાબતો ૨૦૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ જિનમંદિર (દેરાસર) સંબંધી કેટલાક કાર્યો : જે સંઘના આગેવાને કરવાના હોય છે દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં દેરાસરનું ધ્યાન રાખતા ટ્રસ્ટી-કાર્યવાદ-વ્યવસ્થાપક આગેવાન સુશ્રાવક યોગ્ય કેટલાક કાર્યો બતાવવામાં આવ્યા છે : ૧ - દેરાસરનો ચૂનો વગેરે પદાર્થોથી સંસ્કાર કરવો, રંગરોગાન કરાવવું. ૨ - દેરાસર અને એની આજુબાજુના પ્રદેશની સાફસફાઈ કરાવવી. ૩ – પૂજાનાં ઉપકરણો નવાં બનાવવાં, સારી રીતે રાખવાં, મેળવવાં. ૪ - પ્રભુ પ્રતિમાજી તેમજ પરિકરની નિર્મળતા રાખવી. ૫ - મહાપૂજા વગેરેમાં દીવાની રોશની વગેરે દ્વારા શોભા-વૃદ્ધિ કરવી. ૬ - અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે નિર્માલ્ય વસ્તુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવી. નિર્માલ્ય વસ્તુઓને અર્જનોમાં સુયોગ્ય ભાવે વેચીને આવેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી. પ્રભુની આંગીમાં ચડેલ વરખ ૨૦૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #233 -------------------------------------------------------------------------- ________________ બાદલું વગેરેને રીફાઈનરીમાં ગળાવીને મળેલ સોના-ચાંદી દેવદ્રવ્યમાં જમા કરવાં. ૭ - કેસર-ચંદન, દૂધ-ઘી વગેરે પૂજા યોગ્ય વસ્તુઓ મેળવી સંચય કરવો. ૮ - દેવદ્રવ્ય વગેરેની તેમજ ધર્માદા દ્રવ્યની બરાબર ઉઘરાણી કરવી. ૯ - વસૂલ કરેલ દ્રવ્ય સુરક્ષિત સ્થાને રાખવું. ૧૦ - બધાં જ દ્રવ્યો તેમજ ખાતાઓનો હિસાબ સ્પષ્ટ અને ચોખ્ખો લખાવવો. ૧૧ - ભંડારની આવક, ખર્ચ અને સુરક્ષાની વ્યવસ્થા કરવી. ૧૨ - ભંડાર, સુરક્ષા-સ્થાન વગેરેના સંરક્ષણ માટે ચોકીદારો વગેરે રાખવા. ૧૩ - સાધર્મિકો, ગુરુભગવંતો, જ્ઞાનભંડાર અને ધર્મશાળા વગેરેની ઉચિત પદ્ધતિથી સંભાળ રાખવામાં શક્તિનો ઉપયોગ કરવો. ૧૪ - ઋદ્ધિસંપન્ન શ્રીમંત શ્રાવકો, સિદ્ધાચલ વગેરે મહાતીર્થોનો તેમજ પોતાના ગામ-શહેરની આસપાસ આવેલા તીર્થોનો ઉપરોક્ત વિધિથી રક્ષણ કરે; ઉદ્ધાર કરે, એના ટેક્ષો દૂર કરાવે. આ અને આવાં જ અન્ય પણ કાર્યો કરવાં જોઈએ. જેવાં કે – ૧ - દેરાસરમાં લાઈટ-ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ ન કરવો. ઘણાં પ્રાચીન તીર્થો અને પ્રભાવક દેરાસરોમાં લાઈટનો ઉપયોગ કરાતો નથી. ૨ - દીવાઓને કાચની હાંડીઓ વગેરેમાં મૂકવાં. જેથી ત્રસ જીવોની રક્ષા થઈ શકે. ૩ - દેરાસરોના શિખર પર કાયમી માચડાઓ ન લગાડવા. એ શિલ્પનો દોષ ગણાય. એનાથી સંઘનો વિકાસ રુંધાય છે. ૪ - અંગલુછણાં-પાટલૂછણાં ધોવા માટે જુદી-જૂદી વ્યવસ્થા ગોઠવવી. પરિશિષ્ટ-૪ જિનમંદિર (દસર) સંબંધી કેટલાંક કાર્યો જે સંઘના... ૨૦૭ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૫ સ્નાત્રજળને સૂકવી દેવા માટે મોટી, જયણા પળે તેવી કુંડીઓ બનાવવી. એમાં નિગોદ-ત્રસ જીવોની ઉત્પત્તિ-નાશ ન થાય તેનું ધ્યાન રાખવું. ૬ દેરાસરોના શિખર વગેરેમાં ઝાડ ઊગી નીકળે છે, જે દેરાસરને નુકસાન પહોંચાડે છે. તેને જયણાપૂર્વક દૂર કરવાં. ૭ - નિર્માલ્ય પુષ્પો છાંયડામાં સૂકવી થોડા થોડા દિવસોના આંતરે, કોઈના પગ ન પડે એવા નિર્જન સ્થાનમાં પરઠવવાં વગેરે. ૨૦૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૫ ડ ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ધર્મક્ષેત્રોનો વહીવટ શાસ્ત્રીય નીતિ અનુસાર કરવો. ભગવાનના સાચા પૂજારી તો શ્રાવક-શ્રાવિકા જ હોય છે. આપણા ભગવાનની પૂજાનું બધું જ કાર્ય શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું. - ૪ - દેરાસરોમાં મુનિમોની પ્રાયઃ જરૂર જ નથી. વડીલો, નિવૃત્તો જ ત્યાં જઈ હિસાબ-ચોપડા લખવા-જોવા-તપાસવા આદિનું કામ કરી શકે છે. પરિશિષ્ટ-પ . અન્ય પૂજારીને રાખવો પડે તે દેરાસરની રક્ષા, સાફસફાઈ, દેખરેખ વગેરે બાહ્ય કાર્યો પર ધ્યાન આપવા પૂરતું જ. વૈજ્ઞાનિક વિકાસના લાલ-પીળામાં અંજાઈ જાય તેવો જમાનાવાદી અમારો ટ્રસ્ટી કે વહીવટદાર ન જ હોય. સ્વામિવાત્સલ્યમાં રાત્રિભોજન, વિદળ ભક્ષણ, બરફ-આઈસ્ક્રીમ, બજારૂ ચીજો, બુફે-ભોજન જેવા રીતિ-રિવાજો ન અપનાવવા. યાદ પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૦૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ 6 - રહેવું જોઈએ કે, આપણે ત્યાં ખાવાનો નહિ પણ ભાવપૂર્વક ખવડાવવાનો મહિમા છે. - તીર્થસ્થાનો અને ધર્મસ્થાનોમાં નવરાત્રિના ગરબાઓ, જન્માષ્ટમીનો જુગાર, આશાતનાઓ, અભક્ષ્ય ભક્ષણ, અપેયપાન ન થાય તેમજ વિડીઓ, ટી.વી., ટ્રાન્ઝિસ્ટર, દૈનિક-સામયિક પત્રો વગેરે દ્વારા વિલાસિતા-બિભત્સતા, અશ્લિલતાને પ્રોત્સાહન ન મળે એનો પાકો બંદોબસ્ત કરવો. ધર્મસ્થાનનું ખાતું જે જે બેન્કોમાં હોય ત્યાં ટ્રસ્ટીએ પોતાનું અંગત ખાતું ન રાખવું. ધાર્મિક ખાતાઓની F.D. અને જમા ૨કમો ઉપર પોતે ક્રેડીટ ન મેળવે. આ મોટો દોષ છે. ૯ પોતે ચડાવા બોલતાં જ તરત રકમ ભરી દેવી. તરત રકમ ભરવા માટે અગાઉથી જાહેરાત કરવી. એ માટે બોર્ડ પણ લગાડવું અને બીજાઓને પણ ૨કમ તરત ભરવા માટે બધી રીતે પ્રોત્સાહિત કરવા. ૧૦- નક્કી કરેલ મુહૂર્તમાં ચડાવાની ૨કમ ન ભરાય તો શાહુકારી દરોથી ચાલી રહેલ વ્યાજ લગાડવાની વ્યવસ્થા ગોઠવી. આવું ન કરાય તો દેવદ્રવ્યાદિ ધર્મદ્રવ્ય, ચડાવો બોલનારના ઘર-વ્યાપારમાં વપરાય છે. એથી તેઓ ધર્મદ્રવ્યના ભોગી બને છે. ૧૧ - દરેક ટ્રસ્ટી કે વહીવટદારના માથે એક ગીતાર્થ સદ્ગુરુ હોવા જોઈએ કે જેમની શાસ્ત્રાનુસારી આજ્ઞા-માર્ગદર્શન એના માટે સર્વસ્વ હોય. ૧૨ - અમારો ટ્રસ્ટી સમ્યક્ત્વપૂર્વકના બારે વ્રતોને ધારતો હોય તો સોનામાં સુગંધ ભળી. સમ્યક્ત્વધારી શ્રાવક ૧ - શ્રી વીતરાગદેવ, ૨ - નિગ્રંથ ગુરુ અને ૩ - જિનાજ્ઞામૂલક જીવદયાપ્રધાન જૈન ધર્મ : આ ત્રણે સિવાય અન્ય કોઈ પણ રાગી, દ્વેષી, અજ્ઞાની દેવગુરુઓને તેમજ હિંસક ધર્મોને ન માને. અનિવાર્ય સંયોગ વિના તેમના સ્થાનોમાં ન જાય. ૨૧૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૩ - ટ્રસ્ટીશ્રી રોજ દેરાસરે દર્શન કરી પ્રભુજીની સ્વદ્રવ્યથી પૂજા-ભક્તિ કરે. ૧૪ - એ દેરાસરે જાય ત્યારે પહેલાં દેરાસરનું કામકાજ, સાફસફાઈ વગેરે પર લક્ષ્ય આપે. કેટલાં પ્રતિમાજી છે ? કેટલાં સિદ્ધચક્ર છે, કેટલા અલંકારો બરાબર છે ? આ બધું તપાસી સુરક્ષાની વ્યવસ્થા કરે. ૧૫ - ટ્રસ્ટી જિનવાણી-વ્યાખ્યાનમાં આગળની હરોળમાં બેસે. એ ગુરુવંદન, ગુરુપૂજન, જ્ઞાનપૂજન કરીને પછી પ્રવચન સાંભળે. વ્યાખ્યાનમાં કહેવાયેલી વાતોની એ નોંધ કરે અને એના પર શક્ય અમલ પણ. ૧૬ - ટ્રસ્ટી બનતાં જ સૌથી પહેલું કામ ગીતાર્થ ભવભીરુ ગુરુ પાસે ભવઆલોચના લેવી હિતાવહ છે. પોતાની શક્તિ-ભક્તિ વગેરેનો ગુરુદેવને પૂરો ખ્યાલ આપવો જરૂરી છે. જેથી તેઓ એની ભૂમિકા મુજબનું કાર્ય બતાવી શકે. દારૂ, ૧૭ - ટ્રસ્ટીના જીવનમાં સાત વ્યસનો તો ન જ હોવા જોઈએ. ૧ ૨ - માંસાહાર, ૩ જુગાર, ૪ શિકાર, ૫ - પરસ્ત્રીગમન, ૬ - વેશ્યાગમન અને ૭ - ચોરી. - ૧૮ - સ૨કા૨ી કાયદા-કાનૂન વગેરેનું જ્ઞાન હોવું એ ટ્રસ્ટીની વિશેષ લાયકાત છે. ૧૯ - સ૨કા૨ી વિવિધ ટેક્ષો, ઓક્ટ્રોય વગેરેની ચોરી ટ્રસ્ટી પોતે ન કરે. ધર્મસંસ્થાઓને પણ એવા કાર્યમાં પ્રેરણા ન આપે. ૨૦- દરેક ટ્રસ્ટીએ ઓછામાં ઓછું એક વાર જ્ઞાની ગુરુ પાસે બેસીને ‘દ્રવ્યસપ્તતિકા’ ગ્રંથનો અનુવાદ જરૂ૨ વાંચી લેવો જોઈએ. ધાર્મિક અને ધર્માદા દ્રવ્યોની વ્યવસ્થા માટે સંઘમાન્ય-પ્રામાણિક ગ્રંથ હોવાથી એમાં બતાવ્યા મુજબ દ્રવ્યવ્યવસ્થા કરવાનો પ્રબંધ ગોઠવે. ૨૧ - ટ્રસ્ટીએ ટ્રસ્ટડીડનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. એમાં શાસ્ત્રવિરોધી કોઈ બાબતો લખાઈ ગઈ હોય તો ઉચિત ઉપાયોથી એને સુધા૨વી જોઈએ. ડીડમાં ‘દ્રવ્યસપ્તતિકા'નો ઉલ્લેખ ખાસ થાય પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૧૧ Page #238 -------------------------------------------------------------------------- ________________ એની જોગવાઈ કરવી જોઈએ. ૨૨ - કાયમી ફંડોના ચક્કરમાં પડવા કરતાં વર્ષે વર્ષની આવકના સ્રોત ઉભા કરવા, સારું છે. દા. ત. દેરાસર માટે અષ્ટપ્રકારી પૂજાદ્રવ્યોના લાભ લેવા માટે બાર મહિનાના લાભના ચડાવા કરી બોર્ડ ઉપર એક વર્ષ માટે લાભ લેનારનું નામ લખવાથી વર્ષનો ખર્ચ પ્રાયઃ નીકળી જાય છે. આ જ રીતે સાધારણ ખાતા માટે પણ ચડાવા કે નકરા નક્કી કરી, નામો લખી શકાય છે. દર વર્ષની ૩૬૦ તિથિઓ પણ નોંધી શકાય. ૨૩ - વર્ષ દરમ્યાનના વહીવટમાં અજાણતાં ય કોઈ દ્રવ્યમાં ગરબડ થઈ હોય, તેનાથી બચવા માટે ટ્રસ્ટી, બધા જ ખાતામાં પોતાનું ઘરનું થોડું પણ દ્રવ્ય જરૂર લખાવે. કોઈ લાભ લીધાના બદલામાં આ દ્રવ્ય લખાયેલ ન હોવું જોઈએ. ૨૪- દેરાસર વગેરે ધર્મસ્થાનોના નોકર-કર્મચારી વર્ગ પ્રાયઃ ટ્રસ્ટી માબાપની જેમ વર્તણૂક-વ્યવહાર રાખે. કામની પૂરી કાળજી માંગે. સાથોસાથ સારા કાર્યની કદર કરતા ય આવડવી જોઈએ. ૨૫- સંઘમાં ક્લેશનું વાતાવરણ ઊભું ન થાય એનું ધ્યાન રાખે. તો પણ ક્લેશ થાય ત્યારે મગજને ટાઢું રાખી તેનું સમાધાન લાવે. ક્લેશ નિવારવા માટે કોઈ ગીતાર્થ સદ્ગુરુનું શાસ્ત્રીય માર્ગદર્શન લેવા માટે લેખિત ઠરાવ કરાવી લેવો હિતાવહ છે. ઉદ્યવિહારી સાધુસાધ્વીજી ભગવંતોનું આગમન, સ્થિરતા, ચાતુર્માસ, પ્રવચન વગેરે થતાં રહે એ માટે પ્રયત્નશીલ રહે. ૨૬ - આપણા સંઘમાં, તીર્થમાં સુવિહિત, શુદ્ધપ્રરૂપક, ૨૭ - શ્રાવક જીવનનું ઉત્તમ જ્ઞાન મેળવવા શ્રાદ્ધવિધિ અને ધર્મસંગ્રહ ભા. ૧નું ફરી ફરી પઠન-મનન ટ્રસ્ટીએ કરવું ખૂબ જરૂરી છે. સાધુભગવંતોની સામાચારીનું જ્ઞાન મેળવવા માટે ધર્મસંગ્રહ ભા. ૨નું ગુરુનિશ્રા મેળવી વાંચન કરવું જોઈએ. ૨૮ - બહુમતી-સર્વાનુમતીના ચક્કરમાં ન પડવું. શાસ્ત્રમતીથી ચાલવાનો ૨૧૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #239 -------------------------------------------------------------------------- ________________ નિર્ણય કરવો. શાસ્ત્રો સર્વજ્ઞનાં છે. સર્વજ્ઞ જ આપણું સાચું હિત કરી શકે છે. માટે શાસ્ત્રોને જ પ્રધાન-મુખ્ય બનાવીને વ્યવસ્થા ગોઠવવી. ૨૯ - ઈલેક્શન પદ્ધતિને શક્યતઃ ટાળવી. એનાં અપાર અનિષ્ટો છે. સંઘ દ્વારા અથવા ટ્રસ્ટ મંડળ દ્વારા જ નૂતન વહીવટદારોનું સિલેક્શન (પસંદગી) થાય. ગીતાર્થ ગુરુભગવંતો પાસે એ પસંદગી અનુમોદન કરાવવું હિતાવહ છે. ૩૦ - સંઘની વાર્ષિક જરૂરિયાતને લક્ષમાં લઈ; જરૂ૨ પૂરતી ૨કમ રાખી બાકી બધી જ ૨કમ સુયોગ્ય ક્ષેત્રોમાં લગાવવી જોઈએ. આ કાળમાં આ સૌથી જરૂરી બાબત છે. ૩૧ - જે સ્થાને ૨કમ વાપરવાની હોય ત્યાંની વ્યવસ્થા, ક્ષમતા, વહીવટ વગેરેનો અંદાજ કાઢી લેવો જોઈએ. પોતે જાત-દેખરેખ તપાસ કરી પછી જ દાનમાં ૨કમ આપવી જોઈએ. સંઘ સક્ષમ હોય તો ૨કમ લોનરૂપે પણ આપી શકાય. ૩૨ - સોમપુરાઓના ભરોસે બાંધકામ, નિર્માણ, જીર્ણોદ્ધાર વગેરે કાર્યો ન કરવાં. જૈન સંઘના નિઃસ્વાર્થ કર્મઠ કાર્યકર્તા, આગેવાનોની સલાહ લેવી જોઈએ; જેથી સંઘના દ્રવ્યનો ખોટો વેડફાટ ન થાય. ૩૩ - નિર્માણ-જીર્ણોદ્વારાદિ કાર્ય ઉપર ટ્રસ્ટી પોતે દેખરેખ કરે, એ જરૂરી છે. કૉન્ટ્રાક્ટરોના ભરોસે કામ કરવામાં ઘણી પરેશાની અને બિનજરૂરી વેડફાટ-ખર્ચ થવો સંભવિત છે. જયણા પણ પળાતી નથી. ૩૪ - જીવદયાની ૨કમ રોકી ન રાખવી. તરત જીવોને છોડાવવા માટે કે પાંજરાપોળોમાં પશુઓના ઘાસ-ચારા વગેરે માટે મોકલી આપવી જોઈએ; નહિતર અંતરાયનું પાપ બંધાય છે. ૩૫ - અનુકંપા માટે પણ શાસ્ત્રીય માર્ગોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ ૨કમથી હિંસાને ઉત્તેજન આપતી હૉસ્પિટલો વગેરેને પ્રોત્સાહન ન મળે એનું લક્ષ રાખવું. ૩૬ - આપણા સંઘમાં થતા દરેક મહત્ત્વપૂર્ણ પ્રસંગે જીવદયા અને અનુકંપા પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૧૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ માટે કાંઈ ને કાંઈ નક્કર કાર્ય થાય એનું લક્ષ્ય રાખવું. આ બંને કાર્યો ધર્મપ્રભાવનાનાં અંગ છે. ૩૭ - પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વનો અર્થસહિત અભ્યાસ કરી લેવો એ ટ્રસ્ટી માટે ધર્મક્ષેત્રને સમજવા અને સ્વ-પર હિત માટે ઉપયોગ કરવા ખૂબ જરૂરી બાબત છે. સાથોસાથ “શ્રાદ્ધવિધિ” પણ જરૂર વાંચી લેવી. ૩૮ - સાધુ સંસ્થામાં પ્રવેશ પામેલ શિથિલાચારને ટ્રસ્ટી પ્રોત્સાહન ન આપે. ઉચિત ઉપાયો કરી વિવેકપૂર્વક શિથિલાચાર રોકવાનો પ્રયત્ન કરે. સાધુ-સાધ્વીજીની નિંદા પોતે ન કરે - બીજો કરે તો ન સાંભળે. ૩૯ - ટ્રસ્ટી એટલે સંઘનો સેવક. “મારું અહોભાગ્ય છે કે, મને સંઘની સેવાનું સૌભાગ્ય સાંપડ્યું તેમ દરેક ટ્રસ્ટી માને. ૪૦ - જિનાજ્ઞા અનુસાર વહીવટ કરવાથી યાવતું તીર્થકર નામકર્મનો બંધ થાય છે અને જિનાજ્ઞાથી વિપરીત વહીવટ કરવાથી અનંત સંસાર પરિભ્રમણ પણ થાય છે, માટે લક્ષ આપી, જિનાજ્ઞાને સમજી એનો અમલ કરે. ૪૧ - સાધુ-સાધ્વીજીને જોઈ ટ્રસ્ટીનું મસ્તક ઝૂકી જાય. એમની વૈયાવચ્ચમાં એ રસ લે. એમની સંયમયાત્રા અને શરીર-સ્વાચ્યા સુખરૂપ રહે એ માટે ધ્યાન આપે. ૪૨ - બધા જ ચોપડા-હિસાબ અરીસાની જેમ ચોખ્ખા રાખે. કોઈ પણ આવી જોવા-પૂછવા માગે તો પૂરી ધીરજથી ટ્રસ્ટી એને બતાવે અને હૃદયની જિજ્ઞાસાને તૃપ્ત કરી આપે. કોઈની સાથે તોછડો-સુદ્ર વ્યવહાર તો એ ન જ કરે. ૪૩ - બાળક પાસેથી પણ હિતકારી સૂચન મળે તો તે પ્રેમથી સ્વીકારે. ૪૪ - ટ્રસ્ટીઓની મિટીંગોમાં તે જરૂર હાજર રહે. જિનાજ્ઞાનુસારી કાર્યમાં તે હંમેશા સહયોગ આપે. આજ્ઞા-વિરોધી કાર્યને સમજદારી અને વિવેકથી રોકે. ૨૧૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #241 -------------------------------------------------------------------------- ________________ - ૪૫ - સાચું તે જ મારું એમ માને, પણ મારું તે જ સાચું; એમ ન માને. પોતાની વાતનો કદાગ્રહ ન રાખે. માન-કષાય, અહંકાર, ઈગોને આધીન થઈ સંઘનાં કાર્યો ન બગાડે. ૪૬ - ભગવાનના ધામમાં ક્યાંય સિગારેટ, બીડી પીવાનું ન થવા દે. માવો, પાન, પાન-મસાલા, સોપારી વગેરે એ પોતે ન ખાય. બીજાને પણ ન ખવડાવે. આવી ખાણી-પીણી રોકે. પેઢીમાં બેસી ચા-કૉફી અથવા નાસ્તો કરવો એના માટે શોભાસ્પદ નથી જ. ૪૭ - શાસનના કોઈ પણ કાર્ય માટે ટ્રસ્ટી, પોતાની શક્તિ હોય તો સ્વદ્રવ્ય જ વાપરીને લાભ લે, શક્તિ ન હોય ત્યારે જેટલો ખર્ચ થયો હોય તેટલો જ લે. દા.ત. ક્યાંક દેરાસરના કાર્ય માટે ગયા હો ત્યારે ગાડીભાડું સાધા૨ણ ખાતામાંથી લેવું પડે તો લે, પરંતુ ખાવાપીવાનો ખર્ચ તો ન જ લે. સંઘના ખર્ચે ક્યાંક જાવ તો તે સમય દરમ્યાન અંગત ધંધો-વ્યાપાર વગેરે ન કરે. ૪૮ - દેરાસર, ઉપાશ્રય, આયંબિલ ભવન, પાઠશાળા, ભોજનશાળા, ધર્મશાળા સંબંધી નાની-મોટી બાબતોનો અભ્યાસ કરી, એ સ્થાનોની વ્યવસ્થા ધર્મનીતિ મુજબ બરાબર ચાલતી રહે એ માટેનું આયોજન કરે. ૪૯ - ટ્રસ્ટી જો ભારતીય આર્ય વેષભૂષામાં હોય તો શાલીન લાગે. શક્ય હોય તો પાશ્ચાત્ય વેષભૂષાનો ત્યાગ કરવો. ૫૦ – પેઢીમાં ગાદી-તકીયા આદિ પ્રાચીન વ્યવસ્થા રાખવી. ટેબલ-ખુરશી જેવી વિદેશી સુવિધાઓ બરાબર નથી. ૫૧ - સંઘની પેઢીને વર્તમાનપત્રોથી દૂર રાખવી. નહિતર એ સાર્વજનિક વાચનાલય બની જશે. પર - પેઢીથી અંગત કાર્ય માટે ફોન-ફેક્સ વગેરે ન કરવા. સ્મરણમાં હોવું જોઈએ કે, ધર્મસ્થાનોમાં પ્રવેશ કરતાં પૂર્વે નિસીહિ બોલાય છે. ૫૩ - ધર્મસ્થાનો ઉજ્જ્વળ, ચોખ્ખાં રાખવાં. અવસરે અવસરે ચૂનો, રંગરોગાન આદિ લગાડવાં. નિગોદ (શેવાળ) ત્રસજીવો ન થાય, એ પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૧૫ Page #242 -------------------------------------------------------------------------- ________________ માટેની કાળજી રાખવી. બધા જ કાર્યમાં જયણાપાલન સર્વોપરિ મહત્ત્વની બાબત છે. ૫૪ - પ્રતિમાજી અને પરિકરને સ્વચ્છ-નિર્મળ રાખવાં. પપ - પૂજા વગેરે માટે કેશર, ચંદન, ઘી, ધૂપ, વરખ વગેરે જે જે સામગ્રી જોઈતી હોય છે, તેનો સુયોગ્ય સંચય કરવો. પક - ધર્મસ્થાનોમાં કામ ચાલતું હોય ત્યારે એ કારીગરો પાસે પોતાના ઘર-ધંધાના કાર્યો ન કરાવવાં. ધર્મકાર્ય અટકી જાય તેમ અંગત કાર્યો ન કરાવવાં. પ૭ - સંઘ સ્વામિવાત્સલ્ય વગેરે માટે શાકભાજી કે અનાજ ખરીદવા ગયા હો ત્યારે પોતાના ઘર-દુકાન માટે ખરીદી ન કરવી. સંઘ માટે હોલસેલ ભાવથી ખરીદી થાય ત્યારે વેચવાવાળો એ જ ભાવમાં ખરીદનારને માલ આપી દે, એમ બની શકે. આવું થાય તો દોષ લાગે છે. ૫૮ - જે જે ધર્મસ્થાન, જે જે ઉદ્દેશથી બનેલાં છે, તેમાં તે તે ઉદ્દેશનું જ પાલન થાય, એ માટે ટ્રસ્ટી લક્ષ આપે. દા.ત. આયંબિલ ભવન વગેરે ધર્મસ્થાનમાં લગ્ન-વેવિશાળ વગેરે સાંસારિક કાર્યો ન થવા દે. ૫૯ - સંઘે જે વિશ્વાસથી ધર્મસ્થાન-ધર્મદ્રવ્ય સંચાલનનું કાર્ય સોંપ્યું છે, તેને પૂરી નિષ્ઠા, લગન અને પુરુષાર્થથી ટ્રસ્ટી સાર્થક કરે. ૬૦- ટ્રસ્ટના લાભાર્થી-તપસ્વી વગેરે માટે જે વિશેષ સગવડો કે સુવિધાઓ હોય તેનો ટ્રસ્ટી પોતે ઉપયોગ ન કરે. લાભાર્થી-તપસ્વીને અપાયેલ સુવિધામાં ખામી તો નથી ને ? એ તપાસવા માટે પોતે તેટલી સુવિધા વાપરે તો બરાબર છે, પરંતુ કારણ વિના ભોગવટો ન કરે. દા.ત. અત્તરવાયણાં, પારણાં, એકાસણાં, આયંબિલની રસોઈ ચાખવી વગેરે. ૬૧ - દેરાસરમાં દેવદ્રવ્ય અને જીર્ણોદ્ધારના જ ભંડાર મૂકવા. બીજા ખાતાઓના ભંડારો દેરાસરની બહાર સુયોગ્ય-સુરક્ષિત સ્થાનો પર જ મૂકવા. ૨૧૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬ આરતી-મંગળ દીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો આરતી-મંગળદીવાની થાળીમાં મૂકેલ રકમ દેવદ્રવ્ય ખાતે જાય છે, તે અંગે શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિ સંખ્યાબંધ તીર્થોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તથા શ્રી શંખેશ્વરજી તીર્થનો વહીવટ સંભાળતી શ્રી જીવણદાસ ગોડીદાસ પેઢી (શંખેશ્વર)ના પત્રો નીચે મુજબ છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. શેઠ આણંદજી કલ્યાણજી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ, ઝવેરીવાડ, અમદાવાદ-૧. પત્ર જા. નં. ૭૯૩, અમદાવાદ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ બંગલા નં.૧/૧, કેવડીયા કોલોની, ભરૂચ-૩૯૩૧૫૧. વિ. તમારો તા. ૮-૪-૯૫નો પત્ર મળેલ છે. તે પરત્વે જણાવવાનું કે, આરતી/ પરિશિષ્ટ-૬ઃ આરતી-મંગળદીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો ૨૧૭ Page #244 -------------------------------------------------------------------------- ________________ મંગળદીવાના પૈસા ભંડાર ફંડ જ ગણાય. ગોઠીઓનો તે પર કોઈ હક્ક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટની શાખા પેઢીઓમાં અપાયેલ નથી તે જાણશો. - લિ. જનરલ મેનેજર ઉપરોક્ત પત્રથી ફલિત થાય છે કે, શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેટી, અમદાવાદ હસ્તક ભારતભરનાં જેટલાં તીર્થો અને દેરાસરોનો વહીવટ છે, તેમાં આરતી, મંગળદીવાના પૈસા પૂજારીઓને નહિ આપતાં ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) જમા લેવાય છે. આ જ પ્રમાણે ભારતમાં શંખેશ્વરજી તીર્થ મહાપ્રસિદ્ધિ પામેલ છે. આ તીર્થની યાત્રા કરવા ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. આ તીર્થમાં પણ આરતી મંગળદીવાના પૈસા પૂજારીઓને ન અપાતાં ભંડાર ખાતે (દેવદ્રવ્ય ખાતે) લઈ જવાય છે. શંખેશ્વરજીની પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે. પત્ર જા.નં. ૧૮૫/૧૫/૯૫ શેઠ જીવણદાસ ગોડીદાસ પ્રતિ, શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ શંખેશ્વર પાર્શ્વનાથ બંગલા નં.૧/૧, કેવડીયા કોલોની, જૈન દેરાસર ટ્રસ્ટ જિ.ભરૂચ-૩૯૩૧૫૧. વાયા-હારીજ, મુ.શંખેશ્વર, જિ. મહેસાણા. તારીખ : ૨૨-પ-૯૫ શ્રીમાનજી, જયજિતેન્દ્ર સાથે લખવાનું કે, આપનો પત્ર તા. ૧૭-પ-૯૫તો મળેલ છે. જેમાં આરતી/મંગળદીવાના પૈસા બાબતે પૂછાવેલ. સદરહુ આરતી/મંગળદીવાના પૈસા ભંડારમાં જાય છે. પૂજારીને અન્ને અપાતા નથી. જે વિદિત થાય, કામ સેવા લખાવશો. - લિ. જનરલ મેનેજર કનુભાઈના જય જિનેન્દ્ર વાંચશોજી." સૌથી મોટા વહીવટને સંભાળતી તીર્થની પેટીઓમાં આરતી/મંગળદીવાની આવક અંગે શાસ્ત્રીય પ્રથાનું પાલન થાય છે, તે આનંદ અને અનુમોદના કરવા યોગ્ય છે. ભારત અને ભારત બહારના તમામ જિનાલયોના વહીવટદારો આ આદર્શને લક્ષ સામે રાખી શાસ્ત્રીય હિતકારી માર્ગને અમલી બનાવે એ જ અભિલાષા. જ છેક ૨૧૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૭ પાવાપુરી તીર્થધામના બાહોશ ટ્રસ્ટી, કે. પી. સંઘવી પરિવારના ઉદિયમાન સિતારા જેવા કિશોરભાઈ હંજારીમલજી સંઘવીએ કરેલ વક્તવ્યનો સારાંશ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના ચરણોમાં ભાવભરી વંદના. સર્વ સાધુ-સાધ્વીજી ભગવંતોને મત્થએણ વંદામિ. મારા વ્હાલા સાધર્મિક ભાઈઓ અને બહેનોને પ્રણામ. અત્રે પધારેલા સર્વ ટ્રસ્ટી ભાઈઓ તેમજ તીર્થો અને જૈનસંઘોના સંચાલકવહીવટદારોનું સ્વાગત કરતાં અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ. આજથી થોડાં વર્ષો પૂર્વે અમારા પરિવારને ભાવના થઈ કે, જીવદયા માટે કોઈક નક્કર કાર્ય કરીએ. એ માટે અમારા માલગામના પરમોપકારી શ્રી સુમતિનાથ પ્રભુના નામને સાંકળી ‘શ્રી સુમતિ જીવરક્ષા કેન્દ્ર' નામે આ સ્થળે જીવદયાની પ્રવૃત્તિ શરૂ કરી. થોડા જ સમયમાં એ પ્રવૃત્તિનો વ્યાપ વધતો ગયો અને આજે પ૩૦૦ જેટલા મૂંગા પશુઓ એમાં ખૂબ જ સારી રીતે રક્ષણ પામ રહ્યા છે. જીવદયાની પ્રવૃત્તિ શરૂ કરી ત્યારે બીજી કોઈ મોટી વિચારણા ન હતી, પરંતુ ત્યારબાદ વિચાર આવ્યો કે, જીવદયાનો ઉપદેશ આપનાર જિનેશ્વરદેવનું અહં પરિશિષ્ટ-૭ : કિશોરભાઈ હંજારીમલજી સંઘવીએ કરેલ વક્તવ્યનો સારાંશ ૨૧૯ Page #246 -------------------------------------------------------------------------- ________________ મજાનું ધામ થાય તો આવનાર પુણ્યાત્માને જગતના વિશિષ્ટ દેવતત્ત્વની ઓળખ થાય, બોધિબીજ પડે અને સમ્યગ્દર્શન આદિ ગુણો પામી તેઓ આત્મવિકાસ કરી શકે. આગળ વધી શ્રાવક-શ્રાવિકા વર્ગની આરાધના માટે સુંદર ઉપાશ્રયો પણ બનાવવામાં આવે તો અત્રે જુદી જુદી મોક્ષસાધક આરાધનાઓનો માહોલ ઊભો થાય. એમાંથી જ અમારા પુણ્યોદયે ભવ્યાતિભવ્ય શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથ જિનાલય અને બંને ઉપાશ્રય ઉપ૨ાંત વિશાળ ભોજનશાળા, ધર્મશાળા વગેરે સર્વ સુવિધાયુક્ત તીર્થસંકુલ ખૂબ જ ટુંકા ગાળામાં બનવા પામ્યું છે; બીજાં અનેક કાર્યો આકાર પામી રહ્યાં છે. અમારું સૌભાગ્ય એ છે કે, દેવ-ગુરુની નિરંતર કૃપા આ સંકુલ પર અને અમારા પરિવાર પર વરસી રહી છે, જેથી દિન દિન વધુ ને વધુ પ્રગતિ સધાઈ રહી છે. જૈનશાસનના સાતે ક્ષેત્રોની સુંદરતમ ભક્તિ ઉપરાંત જીવદયા અને અનુકંપાનાં રાહત કાર્યો અત્રે વિશાળ પાયા પર કરવાની અમારી ભાવના આજે ખૂબ જ સારી રીતે સફળ થઈ છે અને દેવ-ગુરુની કૃપાથી જ એમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહેશે, એવો પ્રબળ વિશ્વાસ છે. અમારા કાર્યમાં ક્યાંય કોઈ ત્રુટિ જણાય તો પૂજ્ય ગુરુદેવો તેમ જ અમારા સાધર્મિક ભાઈ-બહેનોને નમ્ર વિનંતિ છે કે, તેઓ અમને ત્રુટિ જણાવે તો જરૂર અમે તેને દૂર કરવાના શક્ય પ્રયત્નો કરીશું. પરમાત્મા શ્રી મહાવીરદેવની પ્રથમ અને અંતિમ દેશનાની ભૂમિ તેમ જ નિર્વાણની પવિત્ર ધરા શ્રી પાવાપુરીજીનું નામ સાંકળી આ તીર્થધામ અમે એટલા માટે બનાવ્યું છે કે, એ પરમકરુણાનિધિ પરમાત્માએ જ આપણને સાતે ક્ષેત્રની ભક્તિ તેમ જ અનુકંપા-જીવદયા આદિ ક્ષેત્રો સમજાવી, એમાં પોતાની પુણ્યોપાર્જિત શક્તિનો સર્વ્યય કરવાનો માર્ગ બતાવ્યો છે. અમારા તીર્થધામમાં ગત વર્ષે આશરે ૩ લાખ જેટલા પુણ્યાત્માઓ પધારીને પરમાત્મભક્તિમાં ઓતપ્રોત બન્યા હતા. દર વર્ષે એ આંક વધી રહ્યો છે એ અમારો પુણ્યોદય છે. અમો તેમની સુંદ૨માં સુંદર ભક્તિ કરી શકીએ એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ. અંતે અમને પ્રાપ્ત સંપત્તિ અને સાધનોનો આત્મકલ્યાણ કરનાર આવા ઉત્તમ કાર્યમાં સદુપયોગ થાઓ એ જ ભાવના વ્યક્ત કરી પૂર્ણ કરું છું. ૨૨૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૮ પાવાપુરી તીર્થધામના સર્જન અને સંવર્ધન કાજે દિન-રાત એક કરી જહેમત ઉઠાવતાં સંનિષ્ઠ કાર્યકર મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ સિરોડીવાળાના વક્તવ્યનોસાગ્રંથ પૂજ્ય ગુરુદેવો, સાધ્વીજી ભગવંતોના ચરણે કોટિ કોટિ વંદન. મારા સાધર્મિકો, વડીલો, ભાઈઓ અને બહેનોને પ્રણામ. આદરણીય શ્રી બાબુકાકાએ આ ટ્રસ્ટી-મિલન-સન્માન અને વ્યાખ્યાનવાચનાશ્રેણીના આયોજન પાછળની તેમની ભાવના દર્શાવી. અમારા યુવાન ટ્રસ્ટી શ્રી કિશોરભાઈએ અમારા પાવાપુરી તીર્થધામના ઉત્થાન અને આજ સુધીની પ્રગતિની રૂપરેખા આપી અને મારા ઉપર તીર્થધામના ભાવિ આયોજનને ૨જૂ ક૨વાની એક જવાબદારી સોંપી છે, તેથી હું આપની સમક્ષ બોલવા માટે ઊભો થયો છું. તીર્થના આંગણે પાયાકીય બધી જ સુવિધા થઈ ગઈ છે, લાખો યાત્રાળુ તેનો લાભ લઈ રહ્યા છે, એ જ એનો પુરાવો છે. તીર્થભૂમિનું નામકરણ પાવાપુરી તીર્થધામ છે. આ નામ રાખવાની પ્રેરણા પરિશિષ્ટ-૮ : શ્રી પ્રકાશભાઈ સિરોડીવાળાના વક્તવ્યનો સારાંશ ૨૨૧ Page #248 -------------------------------------------------------------------------- ________________ અમોને પાવાપુરીની યાત્રા દરમ્યાન મળેલ. ત્યાંનું જલમંદિર અને સમવસરણ મંદિર જોઈને અમને થયું કે, મરુધર દેશમાં પણ પ્રભુ શ્રી મહાવીર મહારાજા વિચર્યા છે. આબુની તલેટીના આ તીર્થધામમાં તેઓશ્રીની એ સાધનાકાળની સ્મૃતિને જીવંત બનાવે એવા સંકુલનું નિર્માણ થાય અને એમાં સૌને સાત ક્ષેત્રની ભક્તિ અને દુઃખી જીવોની દયાઅનુકંપાનું આલંબન મળ્યા કરે. આ માટે હવે પછી આ તીર્થધામમાં અમોએ પરમાત્મા શ્રી મહાવીરદેવનું વિશાળ જલમંદિર અને સમવસરણ મંદિર બનાવવાની ભાવના રાખીએ છીએ. ગુરુભગવંતોનું માર્ગદર્શન મેળવી અમો આ કાર્યમાં શીધ્ર આગળ વધશું. ત્યારબાદ પરમાત્મા શ્રી મહાવીરદેવના ૨૭ ભવોની અને અંતિમ ભવની ઘટનાઓને સાકાર કરતી સુંદર રચનાઓથી બનેલી પટશાલા બનાવવામાં આવશે. અત્રે બિરાજમાન શ્રી શંખેશ્વર-પાર્શ્વનાથ પ્રભુના ૧૦ ભવોના સુંદર પટો પણ બનાવવામાં આવશે. તીર્થના આંગણે વિશાળ જગ્યા સંપાદિત કરવામાં આવી છે, તે પૈકીની સુયોગ્ય ભૂમિમાં ૨૪ તીર્થકર ભગવંતની પાદુકાનું સ્થાપન કરવાની અમારી ગણતરી છે. જે જે તીર્થંકર પરમાત્માને જે જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, તે તે વૃક્ષની નીચે સુંદર મજાની દેરીઓ બનાવી, તે તે પરમાત્માની વર્ણ અનુસાર ચરણપાદુકા અને પ્રભુનો પરિચય કરાવતો માહિતીપટ સ્થાપિત કરવાની આ યોજના છે, જે તીર્થમાં ચોવીશે પ્રભુની છત્રછાયા વર્તાવશે. તદુપરાંત તીર્થના આંગણે સાતે ક્ષેત્રની ભક્તિ સારામાં સારી રીતે થાય એવાં કાયમી આયોજન ગોઠવવાની પણ અમારી ભાવના છે. આગળ વધી પૂજ્યોના ચાતુર્માસ, ઉપધાન, વાચનાશ્રેણી અને સમ્યક જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના ઉત્તમોત્તમ રીતે થાય એવાં વિવિધ આયોજનો યોજવાનો પણ વિચાર છે. ૨૨૨ જનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #249 -------------------------------------------------------------------------- ________________ અત્રે પધારેલ પૂજ્યો અને સાધર્મિકો અમોને તીર્થના વિકાસ અને ભક્તિ માટે જરૂરી સૂચનો કરે કે, જેથી અમો એનો શક્ય અમલ કરી જૈનશાસનના જયનાદ કરવામાં અમારો સહભાગ આપી શકીએ. અમારા સ્થાપક ટ્રસ્ટી શ્રી બાબુકાકાએ તીર્થના કાર્ય માટે મને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. 'Blank Cheque' મારા હાથમાં આપી તેઓએ મને આગળ વધાર્યો છે, એના કારણે જ અમો યત્કિંચિત્ શાસન સેવા ક૨વા સોભાગી બન્યા છીએ. પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અમારી વિનંતીનો હૃદયની ઉદારતાપૂર્વક સ્વીકાર કર્યો. ઉગ્ર વિહાર કરીને અત્રે પધાર્યા. અમારી ભૂલો બતાવી, સુધારવાની પ્રેરણા કરી, ભૂલો સુધારીએ એની તક આપી, વાત્સલ્ય આપીને અમોને આગળ વધારવા પ્રયત્ન કર્યો તે બદલ અમો તેઓશ્રીના ઋણી છીએ. તેઓશ્રી કરુણાભાવ રાખી અમારા ‘પાવાપુરી તીર્થધામ’એ ‘જૈનશાસનનું એક આદર્શ તીર્થ' બને એ માટે જરૂરી બધું જ શાસ્ત્રીય માર્ગદર્શન પૂરું પાડે, એવી વિનંતીપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરું છું કે, શાસનસેવાનું આ અમારું કાર્ય અવિરત ચાલ્યા કરે. પરિશિષ્ટ-૮ : શ્રી પ્રકાશભાઈ સિરોડીવાળાના વક્તવ્યનો સારાંશ ૨૨૫ Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૯ વિખ્યાત અર્થ-વિશેષજ્ઞ શ્રીયુત નિમેષભાઈ કંપાણી, મુંબઈ એ તૈયાર કરી મોકલાવેલા અને ટ્રસ્ટી મિલન વખતે વાંચી સંભળાવાયેલા · ટ્રસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ : કરવા યોગ્ય ન કરવા યોગ્ય - ટ્રસ્ટના ઉદ્દેશો અને ટ્રસ્ટીની સત્તાઓ એ બે જુદી બાબતો છે. ટ્રસ્ટના દસ્તાવેજમાં ટ્રસ્ટના ઉદ્દેશના મુદ્દા અંતર્ગત માત્ર ઉદ્દેશોનો જ ઉલ્લેખ કરવો. ટ્રસ્ટીઓની સત્તાનો સ્પષ્ટપણે જુદો ઉલ્લેખ કરવો જોઈએ. જો ટ્રસ્ટના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે પ્રાસંગિક કોઈ કાર્ય કરવાનું હોય તો એ માટેની ટ્રસ્ટીઓની સત્તાનો અલગથી ઉલ્લેખ કરવો. - ટ્રસ્ટના ધાર્મિક અને ધર્માદા ઉદ્દેશો માટે સ્વતંત્ર દસ્તાવેજો બનાવવા. ૨૨૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન ટ્રસ્ટના ઉદ્દેશો અને ટ્રસ્ટીઓની સત્તાને ભેગી ન કરવી. પ્રાસંગિક વ્યાપારનો ટ્રસ્ટના ઉદ્દેશ તરીકે ઉલ્લેખ ન કરવો. ધાર્મિક અને ધર્માદા ઉદ્દેશોનું સહિયારું ટ્રસ્ટ ન બનાવવું. Page #251 -------------------------------------------------------------------------- ________________ - ધર્માદા ટ્રસ્ટમાં માત્ર ધર્માદા ઉદ્દેશોને જ સમાવવા. ધર્માદા સિવાયના ઉદ્દેશોને અન્ય ધર્માદા ઉદ્દેશો સાથે ન સાંકળવા. - જરૂર મુજબ ચેરીટી કમિશ્નર અથવા સોસાયટીના રજિસ્ટ્રાર પાસે ટ્રસ્ટની નોંધણી કરાવવી. ટ્રસ્ટની સ્થાપના પછી તરત જ અથવા સ્થાપનાની મુકરર સમયમાં ઈન્કમટેક્ષ તારીખથી એક વર્ષની અંદર ઈન્કમટેક્ષ કમિશ્નરને કમિશ્નર પાસે ટ્રસ્ટની Form No. 10A માં અરજી કરવી. કદાચ નોંધણી કરાવવાનું Form No. 10A ભરવામાં ઢીલ થાય તો ચૂકવું નહિ. ઈન્કમટેક્ષ કમિશ્નર પાસે વિલંબ માટે માફીની અરજી કરવી. ઈન્કમટેક્ષ કમિશ્નર પાસે Form No. 10A માં sec.-80G અંતર્ગત માન્યતા મેળવવા અથવા તેને ચાલુ રાખવાની મંજૂરી મેળવવા માટે અરજી કરવી. ટ્રસ્ટની આવક માટે હિસાબના યોગ્ય ચોપડા રાખવા. તેનું C.A. પાસે પરીક્ષણ કરાવવું અને જરૂર હોય તો Form No. 103 હેઠળ તેનો અહેવાલ લેવો. - ટ્રસ્ટે કરેલ કોઈપણ વ્યાપાર માટે જુદા હિસાબના ચોપડા રાખવા અને જો વકરો Act. ના 44 AB માં સૂચિત કરતાં વધારે હોય તો તે ચોપડાનું Act. ના 44 AB અનુસાર જરૂરીયાત મુજબ લેખા-પરીક્ષણ (ઓડીટ) કરાવવું. - જો આકારણી વર્ષની ટ્રસ્ટની આવક કદાચ જો આવકપત્ર Sec.-11,12 માં મળેલ છૂટની જોગવાઈને લક્ષમાં નિયત તારીખ સુધી ન લીધા વગર મહત્તમ કરને અપાત્ર મર્યાદાથી ભરાયું હોય તો કમ સે કમ વધારે હોય તો નિયત તારીખ પહેલાં તે આકારણી વર્ષના અંત Sec.-139-4A મુજબ આવકનું પત્રક ભરવું પૂર્વે તેને ભરવાનું ભૂલવું ન જોઈએ. જોઈએ. પરિશિષ્ટ-૯ : ટ્રસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ ૨૨૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ ઓછામાં ઓછી ૮૫% ૨કમ ટ્રસ્ટના ઉદ્દેશ માટે વાપરવી. - જો કોઈપણ આવક અન્ય કોઈ પણ રીતે ઉત્પન્ન થયેલી હોય પણ (દાન તરીકે) મેળવેલી ન હોય તો Sec.-11(A) અંતર્ગત વિકલ્પની સૂચના આપવી. જો આવકને પછીના વર્ષમાં વાપરવાની જોગવાઈ હોય તો પણ Sec.-11-1B અંતર્ગત વિકલ્પની સૂચના આપવી. બંને પ્રસંગોમાં આવક પત્રક ભરવાની નિયત તારીખ પહેલાં સૂચના આપવી. જો ટ્રસ્ટની આવકના ૮૫% તે વર્ષમાં વાપરી શકાય તેવા ન હોય તો આવક પત્રક ભરવા માટે મળેલ સમય મર્યાદામાં આવકના સંચય ક૨વા બાબત Form No. 10 અંતર્ગત આકારણી ઓફિસરને સૂચના આપવી. - જો Form No. 10 અંતર્ગત સૂચના ભરવામાં વિલંબ થાય તો વિલંબના કારણોને દર્શાવતી અરજી ઈન્કમટેક્ષ કમિશ્નરને કરવી અને વિલંબ માટે માફી માંગવી. - કોઈ ચોક્કસ ઉદ્દેશથી સ્થાયી દાન વ્યક્તિ પાસેથી મળેલ હોય (corpus donation)તો દાતાઓ પાસેથી તે સંબંધી વિશેષ સૂચનાઓ મેળવી લેવી. રોકાણ કરવા યોગ્ય આવકનું રોકાણ કે થાપણનું રોકાણ Sec.-11(5) ની અંતર્ગત બતાવેલ સ્વરૂપે કે પદ્ધતિએ કરવું. ૨૨૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન ધાર્મિક અથવા ધર્માદા ઉદ્દેશ સિવાય ટ્રસ્ટની આવકનો ઉપયોગ ક૨વો. ધાર્મિક અને ધર્માદા સિવાયના ઉદ્દેશ માટે ટ્રસ્ટની ૨કમ ન વાપરવી. Sec.-10 અંતર્ગત સૂચના આપવામાં વિલંબ ન કરવો. સામાન્ય દાનને સ્થાયી દાન તરીકે (corpusdonation) તરીકે ન ગણવું. નહીં સૂચિત કરાયેલ સ્વરૂપે કે પદ્ધતિથી કોઈપણ રોકાણ ન કરવું. મિલકતોમાં Page #253 -------------------------------------------------------------------------- ________________ અનુચિત સમય મર્યાદામાં, કાયદામાં નિર્દિષ્ટ ન કરાયેલી અસ્કયામતો (Assets) નો નિકાલ કરી તેનું નિર્દિષ્ટ અસ્કયામતો તરીકે રોકાણ કરવું. - જો અત્યાર સુધી આયકર ખાતા પાસેથી આયકર માટેનો કાયમી એકાઉન્ટ નંબર (Permanent Account No.) મેળવ્યો ન હોય તો તુરંત મેળવી લેવો. જો ટ્રસ્ટ Sec.-194, 195 અંતર્ગત મૂળમાંથી કપાત માટે લાયક હોય તો Sec.-203 A મુજબ ટેક્ષ કપાત ખાતુ (Tax-deduction Account) મેળવી લેવું. - કોઈ પણ મિલકતના વેચાણથી પ્રાપ્ત થયેલ ચોખ્ખી આવકમાંથી ઓછામાં ઓછી તેટલી જ કિંમતની મિલકત હાંસલ કરવી. જેથી કરીને મૂડીમાં જે પણ કાંઈ વધારો થયો હોય તેને ટ્રસ્ટના મૂળ ઉદ્દેશના વપરાશ તરીકે ગણી શકાય. Sec.-11(2) માં મેળવેલ આવકનો જો Sec.-11(2) માં સૂચિત કરેલ ઉદ્દેશથી ટ્રસ્ટના નિયંત્રણની બહારના કારણોસર વપરાશ ન થઈ શકે તો ઉદ્દેશને બદલીને નવા ચોક્કસ ઉદ્દેશો બનાવવાની રજા આપવા માટે આકારણી ઓફિસરને વિનંતી કરવી. નિર્દિષ્ટ ન હોય તે સ્વરૂપે અને તે રીતે રોકાણ ચાલુ ન રાખવું અને નહીં સૂચિત કરાયેલ શેરોની માલિકી પણ (અનુચિત સમય મર્યાદાથી અધિક) ન રાખવી. આયકર ભરેલ ચલણ સહિત આયકર ખાતાને રજૂ કરાતાં દરેક દસ્તાવેજો, પત્રો ઉપર કાયમી એકાઉન્ટ નંબર લખવાનું ભૂલવું નહીં. મૂળમાંથી કર કપાત સંબંધી દરેક દસ્તાવેજો અને |ચલણો ઉપર TAN નો ઉલ્લેખ કરવાનું ચૂકવું નહીં. પરિશિષ્ટ-૯ : ટ્રુસ્ટ બનાવતી વખતે ધ્યાનમાં રાખવા બાબત કેટલાક મુદ્દાઓ ૨૨૭ Page #254 -------------------------------------------------------------------------- ________________ ઈન્કમટેક્ષ એક્ટનો સેક્શન–80G નું વિશ્લેષણ : જ્યારે ઈન્કમટેક્ષ સેક્શન-80G અંતર્ગત સેક્શન-2(A)(iv), સબ સેકશન-5 સાથે વંચાય ત્યારે તેમાં જણાવાયું છે કે જેટલી રકમનું દાન એવી કોઈ સંસ્થા અથવા ટ્રસ્ટને અપાયું હોય કે જે ભારતમાં ધર્માદા હેતુથી સ્થપાયેલા હોય અને બીજી અનેક શરતોનુસાર હોય તો તેટલી રકમ સેક્શન-80G અંતર્ગત કરપાત્ર ન બને. તેમાંની એક શરત એ છે કે, તે ટ્રસ્ટ કોઈ એક ચોક્કસ ધાર્મિક નાતજાત માટે જ ફાયદાકારક ન હોવું જોઈએ. ધર્માદા હેતુમાં ગરીબોને ધન, શિક્ષણ, ઔષધિ સહાય અથવા તો અન્ય કોઈપણ સાર્વજનિક હેતુ માટેના ધીરાણનો સમાવેશ થાય છે. (ઈન્કમટેક્ષ એક્ટનું ૨(૧૫) ધર્માદાધાર્મિક ટ્રસ્ટને સેક્શન-11,12,13 અંતર્ગત મળતી કરમુક્તિ અને દાતાઓને સેક્શન-80G અંતર્ગત મળતી છૂટ સંબંધી તુલનાત્મક કોઠો : દાન સ્વીકારનાર દાતાઓને સેક્શન- ] | એટલે કે ટ્રસ્ટ કે જે 80G અંતર્ગત મળતી સેક્શન-10,11,12 કરમુક્તિ હેઠળ સ્થપાયેલ હોય તે લોકોને મળતી કરમુક્તિ ધર્માદા ટ્રસ્ટ ધર્માદા ટ્રસ્ટ કે જે કોઈ એક ચોક્કસ ધાર્મિક જાતિ કે નાત માટે લાભકર્તા હોય મળે વ્યક્તિગત ધાર્મિક પ્રયોજનથી સ્થપાયેલ ટ્રસ્ટ ન મળે |ન મળે મળે મળે ન મળે ૨૨૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૦ મિરપુર જૈન તીર્થના ટ્રસ્ટી, કેલકર કમિટીના સભ્ય નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી પી. સી. પરમારે કરેલ માર્ગદર્શક વક્તવ્યનો સારાંશ મને લાગે છે કે, છેલ્લાં ઘણાં ઘણાં વર્ષોમાં ભારતના ટ્રસ્ટીઓના મિલનનો આ પહેલો-વહેલો જ પ્રસંગ છે. આ એક ખૂબ જ પ્રશંસનીય આયોજન છે. હું ઈચ્છું છું કે, આ પ્રથમ પ્રયાસ અંતિમ પ્રયાસ ન બની રહે. આના પછી આનાથી પણ મોટા પાયે સારી રીતે જાહેરાત કરીને ભારતના તમામ સંઘોના ટ્રસ્ટીઓને આમંત્રણ આપી, ગુરુભગવંતોની નિશ્રામાં શાસ્ત્રીય વહીવટ અંગેનું જ્ઞાન અપાવવું જોઈએ. મારે આ સત્રમાં ધર્મદ્રવ્યની વ્યવસ્થા માટેનું માર્ગદર્શન આપવાનું છે. પણ બે દિવસથી પૂજ્ય આચાર્ય મહારાજ સાહેબનાં પ્રવચનો સાંભળું છું, ત્યારે લાગે છે કે, મારે કશું જ કહેવાનું રહેતું નથી. બધું મહારાજજીએ કહી જ દીધું છે. અમારી કેલકર કમિટી ભારતભરમાં ફરી આવી. ઘણાં ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓની મુલાકાતો લીધી. ઘણાંની અમારી સામે ફરિયાદ પણ રહેતી હતી. પરિશિષ્ટ-૧૦ : શ્રી પી. સી. પરમારે કરેલ માર્ગદર્શક વક્તવ્યનો સારાંશ ૨૨૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ ‘સરકારની કલમો ખૂબ કડક છે. અમુક રકમ અમુક મર્યાદામાં વાપરી જ દેવી જોઈએ' – વગેરે બાબતો અંગે ખૂબ આક્રોશ હતો. અહીં કેટલાક ટ્રસ્ટી ભાઈઓ મળ્યા, તે પણ એવી જ વાત કરતા હતા. મને પ્રશ્નો પણ પૂછતા હતા. મને પણ થયું કે, આ બાબતમાં કાંઈક વિચારવું જોઈએ. પરંતુ અહીં મહારાજ સાહેબના પ્રવચનમાં શાસ્ત્રીય વાત સાંભળી ત્યારે થયું કે, ધર્મશાસ્ત્રોની વાતને અનુસરનારને આ કાયદો નડી શકતો નથી. મહારાજ સાહેબ તો નિધિ સિવાયની ૨કમ રાખી મૂકવાની જ ના પાડે છે. જ્યાં જરૂર હોય ત્યાં તત્કાળ વાપરી દેવી જોઈએ. પછી રાખવાની અને વ્યવસ્થા કરવાની વાત જ રહેતી નથી. કાયદો તો ઘણી છૂટ આપે છે. મારે એટલી જ સલાહ આપવાની છે કે, ટ્રસ્ટના વહીવટમાં ધર્મશાસ્ત્ર શું કહે છે, તે જ્ઞાની ગુરુ પાસે સમજી લેવું જોઈએ અને તે તે વિષયના કાયદાનો પણ ધર્મશાસ્ત્રોની મર્યાદામાં રહીને બરાબર અમલ કરવો જોઈએ. નહિતર ટ્રસ્ટો અને ટ્રસ્ટીઓ પણ આપત્તિમાં મૂકાશે. ટ્રસ્ટના કોઈ પણ કાર્યમાં અનિયમિતતા ન રાખવી જોઈએ. દરેક એકાઉન્ટ સ્ટોક-રજિસ્ટર વગેરે બરાબર રાખવાં જોઈએ. બાબુકાકાને સુંદર ભાવના જાગી અને આપણે આ રીતે ગુરુમહારાજની નિશ્રામાં મળ્યા. આ શુભ શરૂઆત થઈ છે. આ જ રીતે આગળ વધતા રહી, આત્મકલ્યાણ સાધીએ. ૨૩૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૧ મુંબઈના વિખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રધાનમંત્રી શ્રી બાજપાઈજી દ્વારા વિશિષ્ટ કમિટિમાં નિયુક્તિ પ્રાપ્ત શ્રી ટી. પી. ઓસ્તવાલજીએ કરેલ વક્તવ્યનો સારાંશ મને અહીં બોલાવીને બોલવાનો મોકો આપ્યા બદલ ધન્યવાદ. હિંદીગુજરાતીમાં આ વિષય ઉપર બોલવાની ટેવ નથી. અમારું કામકાજ બધું જ અંગ્રેજીમાં થતું હોય છે. એટલે ભાષાની ભૂલ ત૨ફ લક્ષ ન આપતાં ભાવ તરફ લક્ષ આપવા ભલામણ છે. કેટલાક રાજ્યોમાં ટ્રસ્ટ ઍક્ટ છે, કેટલાકમાં નથી. પોતપોતાના રાજ્યોના ટ્રસ્ટ-ઍક્ટોનો અભ્યાસ કરી લેવો જરૂરી છે. એ બાબતમાં તમારા C.A. સાથે ચર્ચા-વિમર્શ કરી લેવો જોઈએ. એટલું જ નહિ, પરંતુ તેને આપણા ધર્મશાસ્ત્રોની, સાતે ક્ષેત્ર વગેરેની મર્યાદાઓ બરાબર સમજાવવી જોઈએ. વધુમાં ઈન્કમટેક્ષ ઍક્ટ વગેરે જે પણ કાયદાઓ લાગુ પડતા હોય તે સંદર્ભમાં જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. તમારા ટ્રસ્ટનું ડીડ બનાવો ત્યારે ઑબ્જેક્ટ (હેતુ-ઉદ્દેશ્ય) ક્લૉજ વેલડિફાઈન્ડ હોવી જોઈએ. ધર્મક્ષેત્રની મર્યાદાઓ એમાં બરાબર સમાઈ જાય તે જોવું પરિશિષ્ટ-૧૧ : શ્રી ટી. પી. ઓસ્તવાલજીએ કરેલ વક્તવ્યનો સારાંશ ૨૩૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે. રીલીજીયસ અને ચેરીટેબલ ટ્રસ્ટ ભેગું ન બનાવવું, જૂદું જૂદું બનાવવું. ચેરીટેબલમાં 80G જેવા કેટલાક લાભો મળે છે. જે રીલીજીયસમાં મળતા નથી. પરંતુ ધાર્મિક મર્યાદાઓની સુરક્ષા માટે તો રીલીજીયસ ટ્રસ્ટ જ બનાવવું જોઈએ. ઘણુંખરું જોવામાં આવ્યું છે કે ધાર્મિક-ધર્માદા ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ પોતાના કર્તવ્યોની બાબતમાં ખૂબ ઉદાસિન હોય છે. ટ્રસ્ટોનું કામકાજ મુનિમોના ભરોસે ચાલતું હોય છે. એથી ટ્રસ્ટને તો નુકસાન થાય જ છે, સાથોસાથ ક્યારેક ટ્રસ્ટીઓ પણ મોટા જોખમમાં આવી પડતા હોય છે. એથી એમને આ બાબતે લક્ષ આપવું અને અભ્યાસ કરવું જરૂરી છે. એક વાત, કૉપર્સની બાબતમાં ખાસ લક્ષ આપવું જોઈએ. ભંડાર ઉપર પણ ‘કૉપર્સમાં લઈ જવા અંગે’ સ્પષ્ટ સૂચના લખવી જોઈએ. પહોંચ પર પણ ‘આ દાન કૉપર્સ માટે આપવામાં આવેલ છે' - એવું લખાણ જોઈએ. એના ઉપર દાતાની સહી ખાસ લેવી જોઈએ. એના ઘણા લાભો છે. ટ્રસ્ટના ફંડોનો સુયોગ્ય વપરાશ-રોકાણ કરવું જોઈએ. આજે કો-ઑપ. બેન્કોમાં રાખવું જોખમી બની ગયું છે. ઘણી બેન્કો ઊઠી ગઈ છે. માટે મહારાજ સાહેબે કહ્યું તેમ, ‘ધનને બધા જોઈ શકે, પરંતુ કોઈ લઈ ન શકે એવા સ્થાને વાપરી નાંખવું જોઈએ.’ હું બાબુભાઈ તેમજ પ્રકાશભાઈને ધન્યવાદ આપું છું, આવું આયોજન કરવા માટે ! ભાવિમાં પણ દર વર્ષે એકાદ વાર તો આવું આયોજન કરી એક-બીજા પાસે સાચું માર્ગદર્શન લેવું-આપવું જોઈએ. પૂજ્ય મહારાજ સાહેબે આપણને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે, તે ખૂબ જ સચોટ અને શાસ્ત્રશુદ્ધ માર્ગદર્શન છે. એઓશ્રીએ કેવળ ટ્રસ્ટીઓના ગુણોનું જ વર્ણન નથી કર્યું, પરંતુ સાથોસાથ સાતે ક્ષેત્રો, જીવદયા-અનુકંપા ક્ષેત્રનું પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. ખરું કહું તો આ ત્રણ દિવસો મેં Enjoy કર્યા છે. જૈન ટ્રસ્ટો તેમજ ટ્રસ્ટીઓને પોતાના ટ્રસ્ટોના સંચાલનમાં કોઈ પણ કાયદાકીય અથવા વ્યવસ્થાપકીય તકલીફો આવે ત્યારે જો તેઓ અમારો સંપર્ક કરશે તો અમો જરૂર તેમની સમસ્યાઓના સમાધાન મેળવી આપવામાં સહાયક બનીશું. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહ્યું હોય તો ‘મિચ્છા મિ દુક્કડં.' ૨૩૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Page #259 -------------------------------------------------------------------------- ________________ 13 ધોલમા મનમોના રો જૈતા સંઘમોભીઓને માર્ગદર્શન Tea આ સામ ની stu મ Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રવઠા પ્રdiાક સંથકાળા | annnn hili imarg Prakashan pH. ; 25352072 clreol TY GRAPHICS -3873222423894222 Cerner SRO al User www.almela na