SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ આગતા-સ્વાગતા એમને કરવી પડે છે. શું તમે એવું ઈચ્છો છો કે તમારા દીકરાની આવી અવદશા થાય ?’ ‘મંત્રીશ્વર ! તો તમારા દીકરાઓને જ ગુરુને સોંપી દો ને !' એમણે કહ્યું. મંત્રીશ્વર બોલ્યા : ‘તમારા પુત્રમાં ગુરુને જેવાં લક્ષણો દેખાયાં છે, એવાં મારા ત્રણમાંથી એકેમાં પણ ગુરુને દેખાતાં નથી. જો ગુરુદેવને મારા પુત્રોમાં એવાં લક્ષણ દેખાયાં હોત તો હું એક ક્ષણનો પણ વિલંબ ન કરત. તમે કહેતા હો તો મારા ત્રણેય દીકરાને એમને જિંદગીભર ન ખૂટે તેટલા ધન સાથે તમને સોંપી દઉં અને એના બદલામાં તમે તમારા દીકરાને ગુરુદેવને સોંપી દો.’ મંત્રીશ્વરની વાતમાં સચ્ચાઈ હતી. એમના બોલમાં હૃદયનો પડઘો હતો. એટલે મંત્રીશ્વરની વાત એમના દિલને સ્પર્શી ગઈ. એમણે કહ્યું, ‘મંત્રીશ્વર ! તમારી વાત હું સમજી શક્યો છું. મારે તમારા દીકરા અને રૂપિયા, કશું જોઈતું નથી. હું મારા દીકરાને ખુશીથી ગુરુને સોંપવા તૈયાર છું.’ આમ કહીને એમણે પોતાના પુત્ર ચાંગદેવને ગુરુચરણે સમર્પિત કર્યો, જેના પરિણામે જૈનશાસનને કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજીની પ્રાપ્તિ થઈ. આ ઉ૫૨થી તમને સંઘની-સંઘપતિની-સંઘના મોવડીની જવાબદારી શું છે તે સમજાવું જોઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્યજી જો આપણને ન મળ્યા હોત તો ૩૫ કરોડ શ્લોકનો વારસો આપણને ન મળ્યો હોત. મહારાજ કુમારપાળ જેવા શાસનપ્રભાવક રાજર્ષિ આપણને ન મળ્યા હોત. ગુજરાત-રાજસ્થાન સહિતનાં અઢારેય રાજ્યોમાં જે અહિંસાનું-અમારિનું પ્રવર્તન થયું તે ન થયું હોત. કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ આ કક્ષાએ પહોંચ્યા, એના મૂળમાં મંત્રીશ્વર ઉદાયનનો નાનોસૂનો ફાળો ન હતો. આમ છતાં એમના જીવનમાં એમને ક્યારેય આચાર્ય ભગવંત માટે એવું નથી થયું કે, ‘આજે તમે ગમે તેટલા મહાન હો ! પણ એના મૂળમાં તો હું જ હતો. જો તે દિવસે તમારા जगत्प्रदीप ऐसे जिनेश्वरों द्वारा कहे गए सभी भावों के प्रकाशक श्रुत को (शास्त्र को) जो प्रमाण नहीं करता है, वह पुरुष 'जैनशासन में प्रमाणभूत नहीं है । कल्पभाष्य Jain Education International પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય For Private & Personal Use Only ૧૯ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy