________________
આ બાર ગુણોમાં કઈ વસ્તુ બાકી રહે છે ? આ એક એક ગુણની વાતને વિગતવાર સ્પષ્ટ કરવી છે.
હવે આપણે ક્રમશઃ એક એક ગુણનો વિચાર કરીએ : ૧ - સુદાયો - સારાં સ્વજનવાળો:
१ - शुभस्वजनो-असंक्लिष्टबान्धवः । अशुभस्वजनो हि स्वजनानां लोकधर्मविरुद्धचारित्वेन न शुभभाववृद्धिमाप्नोति, न च प्रवचनं प्रभावयितुमलम् ।
શુભવજન : શુભસ્વજનએટલે સારા-સંક્લેશ વગરના સ્વજનપરિવારવાળો. ખરાબ સ્વજન-પરિવાર લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કાર્યો કરે. આથી શુભભાવની વૃદ્ધિ ન થાય અને શાસનપ્રભાવના પણ ન થાય. સભાઃ આ પહેલા ગુણના સંદર્ભમાં “ધાર્મિક ક્ષેત્રના સંચાલન સાથે
સ્નેહીજનો કેવા છે ? એને શું લેવા દેવા ?” એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે, ધાર્મિક ક્ષેત્રનું સંચાલન સાધુએ નહિ પણ સંસારી વ્યક્તિએ કરવાનું છે. સંસારી વ્યક્તિ સંસારનાં, સ્વજનોનાં બંધનોથી બંધાયેલો છે. જો સ્વજનો સારાં ન હોય, સાનુકૂળ ન હોય તો સ્વજનો તરફથી જેવી અનુકૂળતા મળવી જોઈએ, તેવી અનુકૂળતા, સાથ-સહકાર મળતો નથી અને એ ન મળે તો ધર્મક્ષેત્રનું સંચાલન સારી રીતે થઈ શકતું નથી.
જેમના જીવનમાં સંક્લેશ ન હોય, લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કે ધર્મવિરુદ્ધ પ્રવૃત્તિ ન હોય તે સ્વજનોને સારાં સ્વજન કહેવાય છે. આવાં સારાં સ્વજનો જેને મળ્યાં હોય કે જેણે પોતાનાં સ્વજનોને આવાં સારાં કેળવ્યાં હોય તેવી વ્યક્તિ ધર્મક્ષેત્રનો વહીવટ કરવા માટે યોગ્ય છે.
આવા સારા સ્વજનવાળી વ્યક્તિ ધર્મક્ષેત્રનો વહીવટ કરે તો શુભભાવની પણ વૃદ્ધિ થાય અને શાસનની પ્રભાવના પણ થાય.
જેનાં સ્વજનો સંક્લેશના સ્વભાવવાળાં હોય, વાતે વાતે ક્લેશ-કંકાશ કરતાં
- 1 : મમતા સોની જોડી
:
: :
निर्भय एवं अपेक्षारहित बनकर जो जिनेश्वर के मार्ग को सम्यक् कहता है, वह भव्य जीवों के लिए भवसमुद्र में दीप યા વેટ (ટાપુ) સમાન હૈ ..
___- महानिशीथ सूत्र
પ્રવચન-૨ઃ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય પ૭
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org