________________
કાયમ માટે આ ધન મળ્યા કરે તે માટે દાન કરવાનું નથી. આ દાન તો આ નાશવંત ધનથી છૂટવા અને આત્મિક ધન-ગુણસમૃદ્ધિ મેળવવા માટે કરવાનું છે.
શાલિભદ્ર પૂર્વભવમાં ખીરનું દાન આપ્યું ત્યારે એને કોઈએ કીધું નહોતું કે આપીશ તો તને ૯૯ પેટીઓ રોજ મળશે. રત્નત્રયીરૂપી ધન જ એવું છે કે, એ ક્યારેય નાશ ન પામે. એ શાશ્વત રહે. ગુજરાતી સ્તવનમાં પણ કહ્યું છે ને
“અખય ખજાનો મારા નાથનો રે, મેં દીઠો ગુરુ ઉપદેશ
લાલચ લાગી છે સાહિબા રે, નવિ ભજીએ કુમતિનો લેશ રે.” ભગવાનના દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીનો ખજાનો અક્ષય છે,” એ ગુરુના ઉપદેશથી મેં જોયો છે. હવે મને એ મેળવવાની લાલચ-તાલાવેલી જાગી છે. ભગવાન ! હવે એ ખજાનો મળ્યા બાદ ક્યારેય કુમતિનો ભરમાવ્યો બીજે નહિ જ દોડું” આ એમાં ભાવના છે.
વાસુદેવ, ચક્રવર્તી, રાજા-મહારાજાઓના ખજાના કેવા હોય છે, એનાં આજ સુધી ઘણાં વર્ણનો કદાચ સાંભળ્યા હશે, પણ પ્રભુનો ખજાનો ક્યારેય જાણ્યો નથી! એ જાણ્યા વિના, પામ્યા વિના ક્યારેય અમારું-તમારું કલ્યાણ થવાનું નથી. આપણે પ્રભુ પાસે એક જ માંગણી કરવાની છે કે -
“ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ ન આવે રે સંતાપ.” જેની પાસે રત્નત્રયીનું સામ્રાજ્ય છે; તેને દેવો, દેવેન્દ્રો, નરો અને નરેન્દ્રો પણ નમે છે. તમે મોટા શ્રીમંત છો, અમારી પાસે તો કશું જ નથી. ગામમાં ઘર નથી, બજારમાં પેઢી નથી, જંગલમાં જમીન નથી, પાસે ફૂટી કોડી નથી, કોઈના ઘરે થાપણ નથી, કોઈ પણ બેન્કમાં કોઈ પણ નામે અમારું ખાતું નથી, પાસે ખીસું નથી તો રૂપિયાનો સવાલ જ ક્યાંથી આવે ?આગળ-પાછળ કશું જ નથી. એકલા આવ્યા છીએ અને એકલા જ જીવીએ છીએ. છતાં ભારતના પ્રેસિડેન્ટ કે પ્રાઈમ મિનિસ્ટર અહીં આવી ચડે તોપણ તમે એમને અમારી બાજુમાં આ
રસ કે GR
तित्थयर-पवयण-सुयं, आयरियं गणहरं महिड्डीयं । आसायंतो बहुसो, अणंतसंसारिओ भणिओ ।।
ફરી એક વાર
૧૪૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org