________________
સર્વવિરતિદીક્ષા-સંયમની લાલસા હોવી એ જ ખરેખર દેશવિરતિ એટલે કે શ્રાવકપણાનો પરિણામ (ભાવ) છે. અહીં મુદ્દાની વાત આ છે કે, ઈચ્છા શબ્દ નથી વાપર્યો, લાલસા કહી છે. લાલસા શબ્દ તત્પરતા-તાલાવેલીને દર્શાવે છે.
સર્વવિરતિ પામવા માટે લાયક કોણ ? એની વાત રજૂ કરતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રીએ જણાવ્યું કે, જે કોઈ પોતાની શક્તિ અનુસાર સાતક્ષેત્રમાં ધન વાવે છે, તે જ શ્રાવક સર્વવિરતિ મેળવવા માટે યોગ્ય છે. તેઓ શ્રીમદ્ના શબ્દોમાં જ જોઈએ તો,
यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् । कथं वराकश्चारित्रं दुश्चरं स समाचरेत् ।।
‘(સદ્) પોતાની પાસે રહેલું, (બાહ્ય) શરીર વગેરેથી જુદું-પર, (અનિત્ય) નાશવંત એવું પણ ધન જે સાતક્ષેત્રોમાં વાવતો - વાપરતો નથી, તે વરાક=ગરીબડો, દુશ્ર્વર (કઠણ) એવા ચારિત્રને કઈ રીતે પાળી શકશે ?”
અમારા શ્રોતા બે પ્રકારના હોય છે : એક સીધું લેનાર, એક ઊંધું લેનાર. અમે કહીએ કે, ‘લક્ષ્મી ચંચળ છે.' તો સીધું લેનાર શ્રોતા વિચા૨ે કે,‘મહારાજ સાહેબે કહ્યું કે લક્ષ્મી ચંચળ છે, જનારી છે, તો એ જાય એ પહેલાં જ ધર્મમાં વાપરી લઉં’ – એમ વિચારી એ સાતે ક્ષેત્રોમાં ધન વાપરે. જ્યારે બીજો - ઊંધુ લેનાર શ્રોતા સાંભળે કે, ‘લક્ષ્મી ચંચળ છે’ તો એને થાય ‘મહારાજ સાહેબે જ કહ્યું છે, લક્ષ્મી જનારી છે. એથી એ ન જાય માટે તિજોરીમાં પૂરીને રાખું અને એને બે તાળાં લગાવું.’
સભા : ધર્મ મેં લગાયા ધન તો શાશ્વત બન જાતા હૈ ન
?
જો એવી શ્રદ્ધા હોત તો આજે શ્રીમંતોનું ધન સારામાં સારી રીતે ધર્મક્ષેત્રોમાં વપરાતું હોત. પણ આજે એવું ક્યાં બને છે ?
વધુમાં કહું તો ધર્મક્ષેત્રમાં દાન કરનારે પણ ભવિષ્યમાં મને વધુ ધન મળે કે
उन्मार्ग की देशना करनेवाला, मोक्षमार्ग का नाशक, गूढ हृदयवाला, मायावी, वक्र स्वभाववाला एवं शल्ययुक्त जीव तिर्यंच गति का आयुष्य बांधता है । धर्मरत्नप्रकरण
Jain Education International
-
પ્રવચન-૫ : સાતક્ષેત્રની ભક્તિ અને દ્રવ્યવ્યવસ્થા ૧૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org