SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં આવે. જે પ્રવૃત્તિઓ ક૨વાથી પરલોક બગડે, એવી પ્રવૃત્તિને ‘પરલોકવિરુદ્ધ' પ્રવૃત્તિ કહેવાય છે - ૨. જેમ કે, ખેતી કરવી, ઓક્ટ્રોય-ટેક્ષ ઉઘરાવવા, કોટવાલ જેવાં કાર્યોની નોકરી કરવી વગેરે આમાં આવે. આ બધાં કાર્યો કરવાથી વર્તમાન જીવનમાં સીધું અહિત નથી થતું, પણ એનાથી પરિણામો કઠોર થાય છે, જેથી પરલોક બગડે છે અને અહીં પણ અપ્રીતિનું કારણ બની શકે છે, તેથી તેને પરલોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય છે. જે પ્રવૃત્તિ ક૨વાથી વર્તમાન જીવન પણ બગડે અને પરલોકનું ભાવિ જીવન પણ બગડે, એવી પ્રવૃત્તિ તે ‘ઉભયલોકવિરુદ્ધ’ પ્રવૃત્તિ કહેવાય છે, જેમાં સાતે સાત વ્યસનો આવે છે : મદિરાપાન -૧, માંસાહાર-૨, શિકાર-૩, જુગા૨-૪, પરસ્ત્રીગમન-૫, વેશ્યાગમન-૬ અને ચોરી-૭ : આ સાત વ્યસનો સેવવાં એ ઉભયલોકવિરુદ્ધ પ્રવૃત્તિ છે. આ પૈકીની કોઈપણ પ્રવૃત્તિ કરવાથી આ લોક અને પરલોક : બંનેયમાં આત્માનું અહિત થાય છે. એટલે આ લોક, પરલોક કે ઉભયલોકવિરુદ્ધ પ્રવૃત્તિ પૈકીની કોઈપણ પ્રવૃત્તિ જે કરે, તેને પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય છે. , સભા જો વહીવટ કરનાર પોતે જ આવી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરતો હોય તો શું કરવું ? જો વહીવટ કરનારનાં સ્વજનો પણ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય તો તે પણ ન ચાલે, તો વહીવટ કરનાર પોતે જ આવી લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરે તો શી રીતે ચલાવી લેવાય ? આજે કેટલીક જગ્યાએથી એવું સાંભળવા મળે છે કે, વહીવટદારોના જીવનમાં પણ સાતેય કે સાત પૈકીનાં કેટલાંક વ્યસનો ઘર કરી બેઠાં હોય છે, આમ છતાં એને કોઈ દૂર કરી શકતું નથી; કારણ કે, આજે સંઘો ઉપર શ્રમણસંઘનું વર્ચસ્વ રહ્યું નથી. કારણ કે ચૂંટણીના સહારે, બહુમતિ અને जिनमंदिर एवं प्रतिमा पूजा जिनेश्वर के लिए नहीं की जाती । परंतु ज्ञानी और अल्पज्ञानी जीवों को शुभ भावना प्राप्त हो अतएव की जाती है । चैत्यवंदन महाभाष्य Jain Education International પ્રવચન-૨ : સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય For Private & Personal Use Only ૬૧ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy