SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, તો કોઈપણ પ્રકારનું વહીવટી કાર્ય તે નિશ્ચિતપણે કરી શકે છે. વળી સ્વજન-પરિવાર સાથે ઉચિત વ્યવહાર જાળવીને તેમનો પ્રેમ-વિશ્વાસ સંપાદન કર્યો હોય તો, સંઘ-શાસનના કોઈપણ કાર્ય માટે ગમે તેટલો સમય ફાળવવો પડે કે ગમે તેટલો ધનવ્યય કરવો પડે કે ગમે ત્યારે તે માટે ગમે તે પ્રકારનો ઘસારો પણ વેઠવો પડે, તો તે દરેક માટે સ્વજનોનો પ્રેમભર્યો સહકાર મળ્યા કરે. એ નિમિત્તે ઘરમાં ક્યારેય ગૃહફ્લેશ પણ ન થાય કે એમાં ક્યારેય કોઈના તરફથી અવરોધ પણ ન થાય. ઉપરથી દરેકએ માટે આનંદ અને ગૌરવ અનુભવે, જેનાથી પોતાની ચિત્તપરિણતિ પણ સ્વસ્થ અને નિર્મળ રહે અને પોતાના પરિવારની ચિત્તપરિણતિ પણ સ્વસ્થ રહે, નિર્મળ રહે અને ભાવોની વૃદ્ધિ થાય અને પોતાને અને પોતાના પરિવારને આ કાર્યોથી સુંદર આત્મિક લાભ થાય.આવી તંદુરસ્ત વ્યક્તિ સંઘનું સંચાલન કરે તો શ્રીસંઘની ચિત્તપરિણતિ પણ નિષ્ઠામય અને નિર્મળ રહે, જેથી શ્રીસંઘનું પણ આત્મિક શ્રેય સારી રીતે થાય. અનેક દૃષ્ટિકોણથી આ મુદ્દાને જોઈ, વિચારી શકાય તેમ છે. અત્યારે તો સમયની મર્યાદાને લક્ષ્યમાં રાખીને આટલી જ વાત કરવી છે. સભા આપે કહ્યું કે, જેનાં સ્વજનો લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોય તેવો વહીવટદાર યોગ્ય ન ગણાય. તો લોકવિરુદ્ધ પ્રવૃત્તિ એટલે શું ? લોકવિરુદ્ધ પ્રવૃત્તિ બે રીતે વિચારી શકાય : જે લોકો પરલોકને આંખ સામે રાખીને જીવતા હોય એવા લોકોને શિષ્ટ લોકો કહેવાય છે. આવા શિષ્ટ લોકોમાં જે જે પ્રવૃત્તિઓ નિંદ્ય-અનુચિત ગણાતી હોય તે પ્રવૃત્તિને લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય.બીજી રીતે વિચારીએ તો ઈહલોક એટલે આ લોક-આ જન્મ, પરલોક એટલે પરજન્મ અને ઉભયલોક એટલે આ જન્મ અને પછીના જન્મ. જે પ્રવૃત્તિ કરવાથી આ લોકમાં – એટલે કે વર્તમાન જીવનમાં અહિત થાય, તેવી પ્રવૃત્તિઓને “આ લોકવિરુદ્ધ પ્રવૃત્તિ કહેવાય છે - ૧. જેમ કે, કોઈની નિંદા કરવી, હીણું બોલવું, કોઈના દુઃખમાં રાજી થવું વગેરે जिणभवणं बिंबपूआ कीरति जिणाण न कए किंतु । सुहभावणानिमित्तं बुहाण इयराण बोहत्थं ।। - ત્યવંન મામા ! ' .દર , કડા દહાડા, ટીવીડી - કાકા રાણા ૬૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy