SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ થયો. પૈસાના જોરે ટ્રસ્ટી થવું અને પૈસાદાર હોય તેમને ટ્રસ્ટી બનાવવા એ બે વચ્ચે ઘણો મોટો તફાવત છે. વહીવટદાર ધનસંપન્ન હોવો જરૂરી છે, તેનો અર્થ એ છે કે, બીજા ગુણોની સાથે ધનની શક્તિ એનામાં હોય તો તે ધનના સહારે તે શ્રીસંઘ અને શાસનની સેવા સારી રીતે કરી શકે; પણ જેનામાં અન્ય જરૂરી ગુણો ન હોય તે માત્ર પૈસાના જોરે ટ્રસ્ટી બની બેસે તો ઘણો મોટો અનર્થ થાય. સભા : હવે બરાબર સમજાયું. હજુ પણ વધારે સમજી લો. વહીવટદારમાં જે જે ગુણો જરૂરી છે, તે પૈકીનો આ એક ગુણ છે; પણ એ ગુણ સર્વસ્વ છે એવું નથી. ધનવાન હોવું – એ ગુણ પણ એટલા માટે જરૂરી છે કે એ પોતાના પૈસાના ભોગે સંઘ-શાસનની સેવા કરે, એ જરૂર પડે તો ગમે તેટલો ધનવ્યય કરીને પણ સંઘ-શાસનને આંચ ન આવવા દે કે સંઘ-શાસનના કામને ક્યારેય સિદાવા ન દે. સંઘ-શાસનના કામ માટે એ પોતાના ધનનો પણ ઉપયોગ કરે અને એ ધનના સહારે સમાજમાં ઊભી થયેલ પોતાની આભા અને બહોળા સંબંધોનો ઉપયોગ કરીને પણ એ સંઘ-શાસનને ધબકતું રાખે. એના પૈસાનું જોર ક્યારેય સંઘ-શાસનને આપત્તિમાં ન મૂકે, પણ એ પૈસાના જોરે સંઘ-શાસનની આપત્તિને સહેલાઈથી દૂર કરી શકે, માટે ધનવાનને સંચાલનના કાર્યમાં જોડવાનો છે. સંઘ-શાસનના કોઈપણ કાર્ય માટે ક્યારેય, ક્યાંય પણ જવું પડે તો એને પોતાનું ઘર-કુટુંબ સિદાવાનો પ્રશ્ન ન રહે. જવા-આવવાના ભાડાનો કે તે તે પ્રસંગે જરૂરી આડા ખર્ચાઓની પણ એને ચિંતા ન રહે. જે કાર્યો કરવાં અનિવાર્ય હોય, પણ એનો ભાર સંઘ ઉપર કે સંઘની પેઢી ઉપર આપવા જેવો ન હોય, તે ભાર તો પોતાના ખભા ઉપર સહેલાઈથી ઉપાડી શકે. જરૂર પડે તો પોતાના નોકર-ચાકરને સંઘ-શાસનના કાર્યમાં જોડી શકે. આવાં અનેક કારણોસર સંઘસંચાલનના કાર્યભાર માટે ધનસંપન્ન વ્યક્તિને નિયુક્ત કરવાનું જણાવ્યું છે. जिणभवणे जिणबिंबे, पुत्थयलिहणे चउबिहे संघे । जो ववइ नियदव्वं, सुकयत्था ते अ संसारे ।। કાકા : ૪ pી ના કાકા ૬૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy