SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ' : : સભા: આપે કહ્યું કે, “વહીવટદારની નિયુક્તિ કરતાં પૂર્વે ધર્માચાર્યનું શાસ્ત્રીય માર્ગદર્શન લેવું'- પણ જુદા જુદા ધર્માચાર્યોનો અભિપ્રાય જુદો જુદો આવતો હોય તો શું કરવું? જો ધર્માચાર્યોએ ધર્મશાસ્ત્રના આધારે જ અભિપ્રાય આપવાનો હોય તો ભિન્ન ભિન્ન અભિપ્રાય આપવાનું ખાસ કોઈ કારણ રહેતું નથી. ધર્મશાસ્ત્રની મર્યાદાને ચૂકીને, અંગત લાગણીઓને વશ થઈને જ્યારે અભિપ્રાય અપાય ત્યારે જ તેમાં ફરક આવી શકે. સામાન્ય રીતે દરેક સંઘને માટે પણ નિશ્ચિત ધર્માચાર્યનું માર્ગદર્શન લેવાનું નક્કી હોવું જોઈએ. શ્રીસંઘે માર્ગદર્શન માટે કયા ધર્માચાર્યને નક્કી કરવા, તેમાં તેણે પણ વિવેક કરવાનો છે અને એને માટે એણે પણ શાસ્ત્રીય મર્યાદાઓનું જ્ઞાન મેળવવું જરૂરી છે. શ્રીસંઘના માથે જેમ ધર્માચાર્ય હોવા જરૂરી છે, તેમ ધર્માચાર્યના માથે પણ બીજિનાજ્ઞાને દર્શાવતાં ધર્મશાસ્ત્રો હોવાં જરૂરી છે. શ્રીસંઘે એવા જ ધર્માચાર્યને શિરછત્ર બનાવવા જોઈએ કે જેમના માથે શ્રીજિનાજ્ઞાને દર્શાવતાં ધર્મશાસ્ત્રો હોય. સભા આવા તો અનેક ધર્માચાર્યો હોય તો એમાંથી અમારે કોનું માનવું? જેમ એમ.બી.બી.એસ. અનેક ડૉક્ટર હોય. આ દરેક ડૉક્ટરનો ડૉક્ટર તરીકે તો એક સરખો જ આદર કરવાનો હોય; આમ છતાં જેમ ફેમિલી ડૉક્ટર તો એમાંથી કોઈ એક જ હોય; એ જ રીતે જિનાજ્ઞાને શિરે ધરતા ધર્માચાર્યોનો દરેકનો એકસરખો આદર કરવા છતાં નિયમિત માર્ગદર્શન માટે તો કોઈ એક ધર્માચાર્યને માથે રાખવા જ જોઈએ કે જે ધર્માચાર્યને તમારા શ્રીસંઘની દરેક પરિસ્થિતિનો ખ્યાલ હોય અને જેમની પાસેથી તમે સહેલાઈથી માર્ગદર્શન મેળવી શકો તેમ હો. जो मनुष्य १-जिनमंदिर, २-जिनप्रतिमा, ३- आगम लेखन एवं ४ - साधु-साध्वी, श्रावक-श्राविकारूप चतुर्विध संघ की भक्ति में स्वद्रव्य बोता है, वह इस संसार में कृतार्थ बना है । - प्रियंकरनृपकथा પ્રવચન-૨ સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy