________________
નીકળશે, તેની મૂંઝવણ છે.” “કેમ શું થયું ?” “ભગવંત ! અહીંની શ્રાવિકા સ્થાનકવાસી મતને માનનારી છે. અમે વહોરવા જઈએ એટલે એ બધું અસૂઝતું કરી નાંખે. ક્યાંક કાચા પાણીથી હાથ ધોઈ નાંખે, તો ક્યાંક આંગણામાં કાચું પાણી રેડી નાંખે. ક્યાંક ચૂલાને અડી જાય તો ક્યાંક સચિત્તનો સ્પર્શ કરી દે.”
એમ છે? તો કરો વિહારની તૈયારી !સંયમ ન પળે એવા ક્ષેત્રમાં આપણાથી કેમ રહેવાય ?” પૂજ્ય આત્મારામજી મહારાજે આદેશ કર્યો અને સાધુઓ વિહારની તૈયારી કરવા લાગ્યા.
એ સમય આજના જેવો ન હતો. આજે તો તમે સવારે વ્યાખ્યાનમાં આવો તે પાછા બીજા દિવસે સવારે જ આવો. બપોરે-સાંજે ઉપાશ્રયમાં શું બને, તમને ખબર જ ન હોય.
એ સમયે શ્રાવકો સવાર-બપોર-સાંજ અવાર-નવાર ઉપાશ્રયે આવતા જ રહેતા; કારણ કે, એમના હૃદયમાં અને જીવનમાં ગુરુનું સ્થાન હતું. બપોરે શ્રાવકો આવ્યા ને વિહારની તૈયારી જોઈ. આશ્ચર્ય થયું અને આગેવાન શ્રાવકે ગુરુદેવને પૃચ્છા કરી “હજી તો ચાતુર્માસ પ્રવેશ થયો છે, વિહાર કેમ ?”
ત્યારે ગુરુદેવે બધી વાત કરી. આગેવાન વિચક્ષણ હતો. એણે કહ્યું, “ગુરુદેવ! ૨૪ કલાકની મુદત આપો. એમાં ઠેકાણું ન પડે તો આપ ખુશીથી વિહાર કરજો.” ગુરુદેવે સ્વીકાર્યું. આગેવાને ગામના બધા ભાઈઓને ભેગા કર્યા. વાત કરી, “જુઓ, આપણે ગુરુદેવને ચાર મહિના માટે લાવ્યા છીએ. પણ આપણા ઘરની શ્રીમતીઓ કેવી છે તે આપણે જાણીએ છીએ. ગુરુદેવને ગોચરી-પાણી એ વહોરાવતી નથી. આપણા ગુરુદેવની ભક્તિ આપણે કરવાની છે. જો તમે બધા મંજૂર હો તો આપણે એક કામ કરવાનું છે. આજે ઘરે જાઓ ત્યારે એક એક ખચ્ચર ઘરે લઈ જવાનું અને શ્રીમતીઓને કહી દેવાનું કે આ ખચ્ચર પર બેસી તમે તમારા પિયર ચાલ્યા
પી
.
મ
मूल्लं विण जिणाणं उवगरणं चमर-छत्त-कलसाई । जो वावरइ मूढो णियकज्जे सो हवइ दुहिओ ।
૧૦૨ જેતસંઘના મોભીઓને માર્ગદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org