________________
દરમ્યાન સામાયિક કરનારા આરાધકોની અવર-જવર ચાલુ જ રહેતી, જેને કારણે કોઈ પણ સમયે પાંચ-પચ્ચીસ આરાધકો તો સ્વાધ્યાયમાં બેઠા જ હોય. એ રીતે શ્રાવકો ઉપાશ્રયમાં હોય તો કર્મયોગે કોઈ સાધુને પ્રમાદ નડતો હોય તો તેમાં બ્રેક લાગી જાય, સાધુને દિવસે સૂવા કરવામાં સંકોચ નડી જાય અને પ્રમાદથી બચાવ થાય. કર્મોદયે સાધુને પતન પામવાનાં નિમિત્ત મળે તો પણ શ્રાવકોની હાજરી હોય તો બચાવ થઈ જતો. જેને ખોટું કરવું જ હોય એ તો ગમે તેવા સંયોગોમાં કરવાનો જ છે; પણ જેને ખોટું કરવાનો ભાવ ન હોય, પણ કર્મોદય એની પાસે ખોટું કરાવવા માંગતો હોય, તેવા આત્માઓ તો જરૂર બચી શકતા. મારા પરમતારક ગુરુદેવના એક મહાન શિષ્યરત્ન હતા. નામ હતું પૂજ્ય આચાર્યદેવ શ્રી માનતુંગસૂરિજી મહારાજ. એઓ કહેતા કે તિજોરીને જે તાળું મરાય છે તે ચોરથી બચવા માટે નથી હોતું, પરંતુ શાહુકારને ચોર બનતાં અટકાવવા માટે હોય છે. સમજ્યા ? ચોર તો ગમે તેવાં તાળાં લગાડો તોય તે તેને તોડી શકે છે, શાહુકારને આડું-અવળું કરવાનું મન ન થાય માટે આ મર્યાદા છે. આ વાત દરેક મર્યાદા-વ્યવહારમાં લાગુ પડી શકે તેવી છે.
આ બધી વાત હું જે કરી ગયો તે સુવિહિત સાધુઓની સુરક્ષા માટે કહી ગયો છું, જેને ખોટું કરવું જ છે એના માટે આમાંની કોઈ વાત નથી.
ગુરુભક્તિ કેવી હોય છે, એ માટે પૂજ્ય આત્મારામજી મહારાજનો બનેલો એક પ્રસંગ કહું :
પંજાબથી ગુજરાત આવ્યા બાદ ફરી પંજાબ ગયા. ત્યાંના એક ગામના સંઘે ખૂબ વિનંતી કરી ચાતુર્માસ કરાવ્યું. પ્રવેશ પણ થઈ ગયો. પાંચ-સાત દિવસ થયા ને સાધુઓ અંદરોઅંદર ખૂબ મૂંઝાણા, પણ મર્યાદાના કારણે કોઈ કાંઈ બોલ્યું નહિ. આમ છતાં પૂજ્ય આત્મારામજી મહારાજને ખ્યાલ આવતાં તેઓશ્રીએ સાધુઓને પૂછ્યું કે, “મૂંઝવણ શેની છે સ્પષ્ટ કહો.”સાધુઓએ કહ્યું, “ભગવંત! અહીં પેટપૂરતી ગોચરી પણ મળતી નથી. ચાર મહિના કાઢવાના છે, તે કેમ
E
-
I
द्रव्य में अगृद्ध (मूर्छारहित) बनकर जो व्यक्ति जिनेश्वर का धन बढाता है, वह उसी कारण से जैनशासन में महासत्त्वशाली कहलाता है।
- श्राद्धदिनकृत्य
જ
, 41,
4
પ્રવચન-૨: સંઘ સંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org